06-11-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
મંઝિલ બહુજ ભારે છે એટલે પોતાનો સમય બરબાદ ન કરી સતોપ્રધાન બનવાનો પુરુષાર્થ કરો”
પ્રશ્ન :-
બાળકોની ચઢતી કળા ન
થવાનું મુખ્ય કારણ શું છે?
ઉત્તર :-
ચાલતાં-ચાલતાં થોડો પણ અહંકાર આવ્યો, પોતાને હોશિયાર સમજ્યાં, મોરલી મિસ કરી (ન
સાંભળી), બ્રહ્મા બાપ ની અવજ્ઞા કરી તો ક્યારેય પણ ચઢતી કળા નથી થઈ શકતી. સાકાર નાં
દિલ થી ઉતર્યા એટલે નિરાકાર નાં દિલ થી પણ ઉતર્યા.
ગીત :-
લાખ જમાને વાલે…
ઓમ શાંતિ!
બાળકોએ ગીત
સાંભળ્યું. બાળકો કહે છે કોઈ પણ અમને સંશય બુદ્ધિ બનાવવાના માટે કાંઈ પણ કરે અમે
સંશય બુદ્ધિ નહીં બનીશું. ભલે કેટલી પણ ઉલ્ટી-સુલ્ટી વાતો સંભળાવશે તો પણ અમે સંશય
બુદ્ધિ નહીં બનીશું. શ્રીમત પર ચાલતાં રહીશું. બાપ રોજ-રોજ ભિન્ન-ભિન્ન પોઈન્ટ
સમજાવતાં રહે છે. સતયુગ માં ૯ લાખ હતાં. તો જરુર આટલાં બાકી બધાં મનુષ્ય વિનાશ થશે.
તો બુદ્ધિવાન જે હશે તે ઈશારા થી સમજી જશે કે બરોબર આ લડાઈ થી જ અનેક ધર્મ વિનાશ થઈ
એક દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થવાની છે. જે લાયક બનશે તે જ મનુષ્ય થી દેવતા બનશે.
બાપ નાં વગર કોઈ મનુષ્ય થી દેવતા બનાવી નથી શકતાં. તો બાળકોને યાદ રહેવું જોઈએ કે
હવે અમારે ઘરે જવાનું છે, પરતું માયા ઘડી-ઘડી ભુલાવી દે છે. અહીં થી હવે બાબાને યાદ
કરી સતોપ્રધાન બનવાનું છે. કોઈ પણ સમયે લડાઈ મોટી થઈ જાય, નિયમ થોડી છે! કહે પણ છે
કદાચ મોટી લડાઈ થઈ પણ જાય, જે બંધ પણ ન થઈ શકે. બધાં એક-બીજા થી લડવા લાગી પડશે. તો
વિનાશ થવાનાં પહેલાં કેમ નહીં આપણે યાદ માં રહી તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનો
પુરુષાર્થ કરીએ. યાદ ની યાત્રા માં જ માયા વિઘ્ન નાંખે છે એટલે બાબા રોજ-રોજ કહે છે
- ચાર્ટ લખો. મુશ્કેલ કોઈ ૨-૪ લખે છે. બાકી તો પોતાનાં ધંધાધોરી માં જ આખો દિવસ
પડ્યાં છે. અનેક પ્રકાર નાં વિધ્નો માં પડ્યાં રહે છે. બાળકો ને આ તો ખબર છે કે
અમારે તો સતોપ્રધાન જરુર બનવાનું છે. તો ક્યાંય પણ રહેતાં પુરુષાર્થ કરવાનો છે.
મનુષ્યો ને સમજાવવા માટે ચિત્ર વગેરે પણ બનાવતાં રહે છે કારણકે આ સમયે મનુષ્ય છે
૧૦૦ ટકા તમોપ્રધાન. પહેલાં જ્યારે મુક્તિધામ થી આવે છે તો સતોપ્રધાન હોય છે. પછી
સતો-રજો-તમો માં આવતાં-આવતાં આ સમયે બધાં તમોપ્રધાન બની ગયાં છે. બધાંને બાબા નો
પૈગામ (સંદેશ) આપવાનો છે તો બાપ ને યાદ કરવાથી તમોપ્રધાન થી સતોપ્રધાન બનશે. વિનાશ
પણ સામે છે. સતયુગ માં એક જ ધર્મ હતો તો બાકી બધાં નિર્વાણધામ માં હતાં. બાળકોએ
ચિત્રો પર ધ્યાન આપવું જોઈએ. મોટાં ચિત્ર હોવાથી સમજી સારી રીતે શકશે. બધાંને બાબાનો
સંદેશ આપવાનો છે. મનમનાભવ નો શબ્દ મુખ્ય છે અથવા અલ્ફ અને બે આ સમજાવવામાં મહેનત
કેટલી કરવી પડે છે. સમજાવવા વાળા પણ નંબરવાર છે, બેહદ બાપ ની સાથે લવ હોવો જોઈએ.
બુદ્ધિ માં આ રહેવું જોઈએ કે આપણે બાબા ની સર્વિસ (સેવા) કરી રહ્યાં છીએ. ખુદાઈ
ખિદ્દમતગાર (સેવાધારી) બનવાનું છે. તે લોકો શબ્દ ભલે કહે છે પરંતુ અર્થ નથી સમજતાં.
હવે બાબા આવ્યાં છે - બાળકો ની ખિદ્દમત (સેવા) કરવા. કેટલાં ઉત્તમ દેવી-દેવતા બનાવે
છે. આજે આપણે કેટલાં કંગાળ બની પડ્યાં છીએ. સતયુગ માં કેટલાં સર્વગુણ સંપન્ન બની
જઈશું, અહીં એક-બીજા થી લડતાં-ઝઘડતાં રહે છે. આ કોઈને ખબર નથી કે વિનાશ થવાનો છે.
સમજે છે શાંતિ થઈ જશે, બિલકુલ જ ઘોર અંધારા માં પડ્યાં છે. હવે એમને સમજાવવા વાળા
જોઈએ. વિલાયત માં પણ તો આ નોલેજ આપી શકો છો. એક જ વાત સભા માં બેસી સમજાવો કે
મહાભારે લડાઈ તો નામીગ્રામી છે, એનાથી જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. હમણાં ગોડ
ફાધર પણ અહીં છે, જરુર એ જ બ્રહ્મા દ્વારા સ્થાપના કરી રહ્યાં છે સ્વર્ગ ની. શંકર
દ્વારા વિનાશ પણ થવાનો છે કળિયુગ નો, કારણકે હમણાં છે સંગમ. કુદરતી આપદાઓ પણ થવાની
છે. ત્રીજું વિશ્વ યુદ્ધ જ અંતિમ યુધ્ધ કહે છે. ફાઈનલ અંતિમ વિનાશ પણ જરુર થવાનો
છે. હવે બધાંને એ કહેવું પડે કે બેહદ નાં બાપ ને યાદ કરો તો મુક્તિધામ માં ચાલ્યાં
જશો. ભલે પોતાનાં ધર્મ માં રહે તો પણ બાબા ને યાદ કરવાથી પોતાનાં ધર્મ માં સારું પદ
મેળવી શકે છે.
તમે જાણો છો - બેહદ
નાં બાપ આપણને પ્રજાપિતા બ્રહ્મા નાં તન દ્વારા નોલેજ આપી રહ્યાં છે પછી બીજાઓને પણ
સમજાવવું પડે. ચેરિટી બિગેન્સ એટ હોમ (પોતાનાથી શરુઆત). આસ-પાસ બધાંને સંદેશ આપવાનો
છે. બીજા ધર્મ વાળા ને પણ બાબા નો પરિચય આપવાનો છે. બહાર વાળા ને, રાજાઓને નોલેજ
આપવાની છે. તેનાં માટે તૈયારી કરવી જોઈએ. બાબા કહે છે આ મુખ્ય ચિત્ર જે છે -
ત્રિમૂર્તિ, ગોળો, ઝાડ પણ કપડા પર છપાઈ જાય તો બહાર પણ લઈ જઈ શકો છો. મોટી સાઈઝ (માપ)
ન છપાય તો બે ટુકડા કરી દો. બધું જ્ઞાન આ ત્રિમૂર્તિ, ઝાડ, ગોળા માં છે. સીડી નું
પણ જ્ઞાન ગોળા માં આવી જાય છે. સીડી ડિટેલ (વિસ્તાર) માં બનાવી છે કે ૮૪ જન્મ કેવી
રીતે લેવાય છે. ચક્ર માં બધાં ધર્મ વાળા નું આવી જાય છે. સીડી માં દેખાડે છે કેવી
રીતે સતોપ્રધાન, સતો, રજો, તમો માં આવે છે, નીચે ઉતરે છે. હવે બાબા કહે છે મામેકમ્
યાદ કરો. આખો દિવસ બાબા નાં ખ્યાલ ચાલતાં રહે છે. તો કોઈ નવું મોટું મકાન બનાવે, એમાં
દીવાલ એટલી મોટી હોય જે એનાં પર ૬ ગુણ્યા ૯ ફૂટ સાઈઝ નાં ચિત્ર બનાવાય. ૧૨ ફૂટ ની
દીવાલ જોઈએ. આ સમયે ભાષાઓ પણ ખૂબ છે. બધાં ધર્મ વાળાઓને સમજાવવું પડે તો કેટલી
ભાષાઓમાં બનાવવું પડશે. એટલી વિશાળ બુદ્ધિ થી યુક્તિ રચવી જોઈએ. સર્વિસ નો શોખ રાખવો
જોઈએ. ખર્ચો તો કરવાનો જ છે. બાકી તમારે ભીખ માંગવાની દરકાર નથી. જાતે જ હુંડી ભરાઈ
જશે. ડ્રામા માં નોંધ છે. બાળકોની બુદ્ધિ ચાલવી જોઈએ. પરંતુ બાળકો કાંઈક થોડું કરે
છે તો નશો ચઢી જાય છે કે અમે બહુજ હોશિયાર છીએ. બાબા કહે છે - રુપિયા થી ૪ આના પણ
નથી શીખતાં. કોઈ બે આના, કોઈ એક આના, કોઈ એક પૈસા જેટલું પણ મુશ્કેલ શીખ્યાં છે.
કાંઈ પણ સમજતાં નથી. મોરલી વાંચવાનો પણ શોખ નથી. સાહુકાર પ્રજા, ગરીબ પ્રજા બધુંજ
અહીં જ બનવાનું છે. કોઈ તો બાપ થી અંજામ (વાયદો) કરી પછી મોઢું કાળું કરી દે છે. કહે
છે બાબા હાર ખાઈ લીધી. બાપ કહે છે - તમે તો પ્યાદા થી પણ પ્યાદા છો, વર્થ નોટ એ પેની
(કોડીતુલ્ય). એવી રીતે શું પદ મેળવશો! હવે સૂર્યવંશી રાજધાની સ્થાપન થઈ રહી છે.
જેમને બાબાની યાદ રહે છે, તે જ ખુશીમાં રહે છે. ફક્ત આ પણ યાદ રહે કે બાપ દ્વારા
શું વારસો લઈ રહ્યાં છો, તો પણ બહુજ ફાયદો છે. ધારણ કરી પછી આપ સમાન બનાવવાનાં છે.
બાળકો થી સર્વિસ પહોંચતી નથી. થોડી સર્વિસ કરી તો સમજે છે અમે પાસ થઈ ગયાં.
દેહ-અભિમાન માં આવીને નીચે પડે છે. જો બાબા (બ્રહ્મા) ની બેઅદબી (અવજ્ઞા) કરી તો
શિવબાબા કહે છે - એટલે મારી બેઅદબી કરી. બાપદાદા બંને સાથે છે ને. એવું નહીં અમારું
તો શિવબાબા થી કનેક્શન (સંબંધ) છે, અરે વારસો તો એમનાં દ્વારા મળશે ને. આમને દિલ
નાં સમાચાર સંભળાવવાનાં છે. સલાહ લેવાની છે. શિવબાબા કહે છે હું સાકાર દ્વારા સલાહ
આપીશ. બ્રહ્મા નાં વગર શિવબાબા પાસેથી વારસો કેવી રીતે લેશો. બાપ નાં બન્યાં વગર
કાંઈ કામ થઈ ન શકે એટલે બાળકોએ ખૂબ-ખૂબ સંભાળ રાખવાની છે. ઉલ્ટા અહંકાર માં આવીને
પોતાની બરબાદી કરી દે છે. સાકાર નાં દિલ થી ઉતર્યા તો નિરાકાર નાં દિલ થી પણ ઉતરી
જાય છે. એવા ખૂબ છે - જે ક્યારેય મોરલી પણ નથી સાંભળતાં, પત્ર પણ નથી લખતાં તો બાપ
શું સમજશે! મંઝિલ બહુજ ભારે છે. બાળકોએ સમય બરબાદ ન કરવો જોઈએ. જે પોતાને મહારથી
સમજે છે એમણે ઊંચા કાર્ય માં મદદ કરવી જોઈએ. તો બાપ ખુશ થઈને આફરીન (દુવા) આપે,
એનાંથી અનેકોનું કલ્યાણ થશે. પ્રદર્શન માં તો અનેક આવે છે. પ્રજા તો બને છે. બાબા
ની સર્વિસેબલ (સેવાધારી) બાળકો પર નજર રહે છે. આ ઈન્દ્રસભા માં આવવાં જોઈએ -
સૂર્યવંશી રાજા-રાણી બનવા વાળા. જે સર્વિસ નથી કરતાં તે લાયક નથી. આગળ ચાલીને બધી
ખબર પડશે - કોણ-કોણ શું બનશે! બાળકોને બહુજ નશો રહેવો જોઈએ કે અમે કાલે સ્વર્ગ માં
જઈને રાજકુમાર બનીશું. અહીં તમે આવ્યાં છો રાજયોગ શિખવાં. સારી રીતે નહીં ભણશો તો
પદ ઓછું પામશો. બાબાની પાસે સર્વિસ નાં સમાચાર આવવા જોઈએ. બાબા આજે મેં આ સર્વિસ કરી.
પત્ર જ ક્યારેય નથી લખતાં તો બાબા શું સમજે? મરી ગયાં. બાબા ને પણ યાદ તે જ બાળકો
રહે છે જે સર્વિસ માં રહે છે. બાપ નો પરિચય આપતાં રહે છે. શિવબાબા બ્રહ્મા દ્વારા
બ્રહ્માકુમાર-કુમારીઓ ને વારસો આપે છે. શિવબાબા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણો ની રચના
રચે છે. હમણાં બીજા બધાં ધર્મ છે બાકી દેવી-દેવતા ધર્મ જે ફાઉન્ડેશન (પાયો) છે તે
ગુમ છે. આ આખો ખેલ બનેલો છે. સીડી માં બધાં ધર્મ નથી. એનાં કારણે ગોળા પર સમજાવવું
પડે, ગોળા માં સ્પષ્ટ છે. આ પણ સમજાવવાનું છે કે સતયુગ માં દેવી-દેવતા ડબલ તાજધારી
હતાં. આ સમયે પવિત્રતા નો તાજ કોઈને નથી. એક પણ નથી જેમને હું લાઈટ નો તાજ આપું.
પોતાને પણ નથી આપી શકતો. હું લાઈટ નાં માટે પુરુષાર્થ કરી રહ્યો છું. શરીર તો અહીં
પવિત્ર નથી. આત્મા યોગબળ થી પવિત્ર થતાં-થતાં અંત માં પવિત્ર થઈ જશે. તાજ તો મળશે
સતયુગ માં. સતયુગ માં ડબલ તાજ, ભક્તિમાર્ગ માં સિંગલ તાજ. અહીં કોઈ તાજ નથી. હમણાં
તમને ફક્ત પવિત્રતા નો તાજ ક્યાં દેખાડે? લાઈટ ક્યાં રાખે? જ્ઞાની તો બન્યાં છો
પરંતુ કમ્પ્લીટ (સંપૂર્ણ) પવિત્ર જ્યારે બનો છો તો લાઈટ હોવી જોઈએ. તો સૂક્ષ્મ વતન
માં લાઈટ દેખાડે? જેવી રીતે મમ્મા સૂક્ષ્મવતન માં પવિત્ર ફરિશ્તા છે ને. ત્યાં
સિંગલ તાજ છે. પરંતુ હમણાં લાઈટ કેવી રીતે દેખાડે? પવિત્ર થાય છે અંત માં. યોગ માં
જ્યારે બેસો છો તો ત્યાં લાઈટ દેખાડે? આજે લાઈટ આપો કાલે પતિત બની જાય તો લાઈટ જ
ગુમ થઈ જાય એટલે અંત માં જ્યારે કર્માતીત અવસ્થા થશે ત્યારે લાઈટ થઈ શકે છે. પરંતુ
તમે સંપૂર્ણ બનતાં જ ચાલ્યાં જશો સૂક્ષ્મવતન માં. જેવી રીતે બુદ્ધ, ક્રાઈસ્ટ ને
બતાવે છે. પહેલાં-પહેલાં પવિત્ર આત્મા ધર્મ સ્થાપન કરવા આવે છે, એમને લાઈટ આપી શકાય
છે, તાજ નહીં. તમે પણ બાબા ને યાદ કરતાં-કરતાં પવિત્ર બની જશો. સ્વદર્શન ચક્ર
ફરાવતાં-ફરાવતાં તમે રાજાઈ પદ મેળવશો. ત્યાં વજીર હોતાં નથી. અહીં અનેકો થી સલાહ
લેવી પડે છે. ત્યાં બધાં સતોપ્રધાન છે. આ બધી સમજવાની વાતો છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપદાદા થી
આફરીન (દુવાઓ) લેવાનાં માટે બાપ નાં કાર્ય માં પૂરે-પૂરાં મદદગાર બનવાનું છે. બાબાને
પોતાની સેવાઓનાં સમાચાર આપવાનાં છે
2. દેહ-અભિમાન માં
આવીને ક્યારેય પણ બેઅદબી નથી કરવાની. ઉલ્ટા નશા માં નથી આવવાનું. પોતાનો સમય બરબાદ
નથી કરવાનો. સર્વિસ ની યુક્તિઓ રચવાની છે, સર્વિસેબલ બનવાનું છે.
વરદાન :-
સદા રહેમ અને
કલ્યાણ ની દૃષ્ટિ થી વિશ્વની સેવા કરવા વાળા વિશ્વ પરિવર્તક ભવ
વિશ્વ પરિવર્તક અથવા
વિશ્વ સેવાધારી આત્માઓ નાં મુખ્ય લક્ષણ છે - પોતાની રહેમ અને કલ્યાણ ની દૃષ્ટિ
દ્વારા વિશ્વ ને સંપન્ન કે સુખી બનાવવાં. જે અપ્રાપ્ત વસ્તુ છે, ઈશ્વરીય સુખ, શાંતિ
અને જ્ઞાન નાં ધન થી, સર્વ શક્તિઓ થી સર્વ આત્માઓને ભિખારી થી અધિકારી બનાવવાં. એવાં
સેવાધારી પોતાનાં દરેક સેકન્ડ, બોલ અને કર્મ, સંબંધ, સંપર્ક સેવા માં જ લગાવે છે.
એમનું જોવું, ચાલવું, ખાવું બધામાં સેવા સમાયેલી રહે છે.
સ્લોગન :-
માન, શાન નો
ત્યાગ કરી પોતાનાં સમય ને બેહદ સેવામાં સફળ કરવો જ પરોપકારી બનવું છે.
અવ્યક્ત ઇશારા -
બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો
અંતિમ સંપૂર્ણ સ્થિતિ
ને પ્રાપ્ત કરવા માટે સ્વયં ને મહેમાન સમજીને ચાલો. જે પોતાને મહેમાન સમજે છે કે
વ્યક્ત માં હોવા છતાં પણ અવ્યક્ત સ્થિતિ માં રહે છે, એમનો કોઈની સાથે પણ લગાવ નથી
હોતો. અમે આ શરીર માં, આ જૂની દુનિયામાં મહેમાન છીએ, ફક્ત થોડા સમય નાં માટે આ શરીર
કામ માં લાવવાનું છે.