07-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બુદ્ધિ માં સ્થાઈ એક બાપ ની જ યાદ રહે તો આ પણ અહો સૌભાગ્ય છે”

પ્રશ્ન :-
જે બાળકો ને સર્વિસ (સેવા) નો શોખ હશે તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે મુખ થી જ્ઞાન સંભળાવ્યાં વગર રહી નથી શકતાં. તે રુહાની સેવા માં પોતાની હડ્ડી-હડ્ડી સ્વાહા કરી દેશે. તેમને રુહાની નોલેજ સંભળાવવામાં ખૂબ ખુશી થશે. ખુશી માં જ નાચતા રહેશે. તે પોતાનાં થી મોટાઓ નો ખૂબ રિગાર્ડ રાખશે, એમની પાસે થી શીખતા રહેશે.

ગીત :-
બદલ જાએ દુનિયા…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત ની બે લાઈન સાંભળી. આ વાયદા નું ગીત છે. જેમ કોઈની સગાઈ થાય છે તો આ વાયદો કરે છે કે સ્ત્રી-પુરુષ ક્યારેય એક-બીજા ને છોડશે નહીં, કોઈનું પરસ્પર નથી બનતું તો છોડી પણ દે છે. અહીં આપ બાળકો કોની સાથે પ્રતિજ્ઞા કરો છો? ઈશ્વર ની સાથે. જેમની સાથે આપ બાળકો ની અથવા સજનીઓ ની સગાઈ થઈ છે. પરંતુ એ જે વિશ્વ નાં માલિક બનાવે છે, એમને પણ છોડી દે છે. અહીં આપ બાળકો બેઠાં છો તો તમે જાણો છો હમણાં બેહદ નાં બાપદાદા આવ્યાં કે આવ્યાં. આ અવસ્થા જે તમારી અહીં રહે છે, તે બાહર સેવાકેન્દ્ર પર તો રહી ન શકે. અહીં તમે સમજશો બાપદાદા આવ્યાં કે આવ્યાં. બાહર સેવાકેન્દ્ર પર સમજશે બાબા ની વગાડેલી મોરલી આવી કે આવી. અહીં અને ત્યાં માં ખૂબ ફરક હોય છે કારણકે અહીંયા બેહદ નાં બાપદાદા ની સન્મુખ તમે બેઠાં છો. ત્યાં તો સન્મુખ નથી. ઈચ્છે છે સન્મુખ જઈને મોરલી સાંભળીએ. અહીં બાળકો ની બુદ્ધિ માં આવ્યું - બાબા આવ્યાં કે આવ્યાં. જેમ બીજા સત્સંગ હોય છે, ત્યાં તેઓ સમજશે ફલાણા સ્વામી આવશે. પરંતુ આ વિચાર પણ બધાનો એકરસ નહીં હશે. ઘણાં નો બુદ્ધિયોગ તો બીજી તરફ ભટકતો રહે છે. કોઈ ને પતિ યાદ આવશે, કોઈ ને સંબંધી યાદ આવશે. બુદ્ધિયોગ એક ગુરુ ની સાથે પણ ટકતો નથી. કોઈ વિરલા હશે જે સ્વામી ની યાદ માં બેઠાં હશે. અહીં પણ એવું છે. એવું નથી બધા શિવબાબા ની યાદ માં રહે છે. બુદ્ધિ ક્યાંય ને ક્યાંય દોડતી રહે છે. મિત્ર-સંબંધી વગેરે યાદ આવશે. આખો સમય એક જ શિવબાબા ની યાદ માં રહે તો પછી તો અહો સૌભાગ્ય. સ્થાઈ યાદ માં કોઈ વિરલા રહે છે. અહીંયા બાપ ની સન્મુખ રહેવાથી તો ખૂબ ખુશી થવી જોઈએ. અતીન્દ્રિય સુખ ગોપી વલ્લભ નાં ગોપ ગોપીઓ ને પૂછો, આ અહીં નું ગવાયેલું છે. અહીં તમે બાપ ની યાદ માં બેઠાં છો, જાણો છો હમણાં આપણે ઈશ્વર નાં ખોળા માં છીએ પછી દૈવી ખોળા માં હોઈશું. ભલે કોઈ ની બુદ્ધિ માં સર્વિસ નાં વિચાર પણ ચાલે છે. આ ચિત્ર માં આ કરેક્શન (સુધારો) કરીએ, આ લખીએ. પરંતુ સારા બાળકો જે હશે તે સમજશે હમણાં તો બાપ પાસે થી સાંભળવાનું છે. બીજા કોઈ સંકલ્પ આવવા દેશે નહીં. બાપ જ્ઞાન-રત્નો થી ઝોલી ભરવા આવ્યાં છે, તો બાપ સાથે જ બુદ્ધિ નો યોગ લગાવવાનો છે. નંબરવાર ધારણા કરવાવાળા તો હોય જ છે. કોઈ સારી રીતે સાંભળીને ધારણ કરે છે. કોઈ ઓછું ધારણ કરે છે. બુદ્ધિયોગ બીજી તરફ દોડતો રહેશે તો ધારણા થશે નહીં. કાચ્ચા પડી જશે. એક-બે વખત મોરલી સાંભળી, ધારણા થઈ નહીં તો પછી તે આદત પાક્કી થતી જશે. પછી કેટલું પણ સાંભળતા રહેશે, ધારણા થશે નહીં. કોઈને સંભળાવી નહીં શકે. જેમને ધારણા હશે તેમને પછી સર્વિસ નો શોખ હશે. ઉછળતા રહેશે, વિચારશે કે જઈને ધન દાન કરું કારણકે આ ધન એક બાપ સિવાય તો બીજા કોઈની પાસે નથી. બાપ આ પણ જાણે છે, બધાને ધારણા થઈ ન શકે. બધા એકરસ ઊંચ પદ મેળવી નથી શકતાં એટલે બુદ્ધિ બીજી તરફ ભટકતી રહે છે. ભવિષ્ય તકદીર એટલી ઊંચી નથી બનતી. કોઈ પછી સ્થૂળ સર્વિસ માં પોતાની હડ્ડી-હડ્ડી આપે છે. બધાને રાજી કરે છે. જેમ ભોજન પકાવીને ખવડાવે છે. આ પણ વિષય છે ને? જેમને સર્વિસ નો શોખ હશે તે મુખ થી કહ્યાં વગર રહેશે નહીં. પછી બાબા જુએ પણ છે, દેહ-અભિમાન તો નથી? મોટાઓ નો રિગાર્ડ રાખે છે કે નહીં? મોટા મહારથીઓ નો રિગાર્ડ તો રાખવાનો હોય છે. હા, કોઈ-કોઈ નાનાં પણ હોંશિયાર થઈ જાય છે તો થઈ શકે છે મોટા ને તેમનો રિગાર્ડ રાખવો પડે કારણકે બુદ્ધિ તેમની ગૈલપ કરી લે છે. સર્વિસ નો શોખ જોઈ બાપ તો ખુશ થશે ને, આ સારી સર્વિસ કરશે. આખો દિવસ પ્રદર્શન પર સમજાવવાની પ્રેક્ટિસ (અભ્યાસ) કરવી જોઈએ. પ્રજા તો અસંખ્ય બને છે ને બીજો તો કોઈ ઉપાય નથી. સૂર્યવંશી, ચંદ્રવંશી, રાજા-રાણી, પ્રજા બધા અહીં બને છે. કેટલી સર્વિસ કરવી જોઈએ. બાળકો ની બુદ્ધિ માં આ તો છે - હમણાં અમે બ્રાહ્મણ બન્યાં છીએ. ઘર ગૃહસ્થ માં રહેવાથી દરેક ની અવસ્થા તો પોતાની રહે છે ને? ઘર-બાર તો છોડવાનું નથી. બાપ કહે છે ઘર માં ભલે રહો પરંતુ બુદ્ધિ માં આ નિશ્ચય રાખવાનો છે કે જૂની દુનિયા તો ખતમ થયેલી છે. આપણું હવે બાપ સાથે કામ છે. આ પણ જાણો છો કલ્પ પહેલાં જેમણે જ્ઞાન લીધું હતું એ જ લેશે. સેકન્ડ બાય સેકન્ડ હૂબહૂ રીપીટ થઈ રહી છે. આત્મા માં જ્ઞાન હોય છે ને? બાપ ની પાસે પણ જ્ઞાન હોય છે. આપ બાળકોએ પણ બાપ જેવું બનવાનું છે. પોઈન્ટ (જ્ઞાન) ધારણ કરવાના છે. બધા પોઈન્ટ એક જ સમયે નથી સમજાવાતાં. વિનાશ પણ સામે છે. આ એ જ વિનાશ છે, સતયુગ-ત્રેતા માં તો કોઈ લડાઈ થતી નથી. તે તો પછી જ્યારે અનેક ધર્મ થાય છે, લશ્કર વગેરે આવે છે ત્યારે લડાઈ શરુ થાય છે. પહેલાં-પહેલાં આત્માઓ સતોપ્રધાન થી ઉતરે છે પછી સતો, રજો, તમો ની સ્ટેજ થાય છે. તો આ પણ બધું બુદ્ધિ માં રાખવાનું છે. કેવી રીતે રાજધાની સ્થાપન થઈ રહી છે. અહીં બેઠાં છો તો બુદ્ધિ માં રાખવાનું છે કે શિવબાબા આવીને અમને ખજાના આપે છે, જેને બુદ્ધિ માં ધારણ કરવાનાં છે. સારા-સારા બાળકો નોટ્સ (નોંધ) લખે છે. લખવું સારું છે. તો બુદ્ધિ માં ટોપિક્સ (વિષય) આવશે. આજે આ ટોપિક પર સમજાવીશું. બાપ કહે છે મેં તમને કેટલાં ખજાના આપ્યા હતાં. સતયુગ-ત્રેતા માં તમારી પાસે અથાહ ધન હતું. પછી વામમાર્ગ માં જવાથી તે ઓછું થતું ગયું. ખુશી પણ ઓછી થતી ગઈ. કાંઈ ને કાંઈ વિકર્મ થવા લાગે છે. ઉતરતાં-ઉતરતાં કળાઓ ઓછી થતી જાય છે. સતોપ્રધાન, સતો, રજો, તમો ની સ્ટેજીસ (અવસ્થા) થાય છે. સતો થી રજો માં આવે છે તો એવું નહીં ફટ થી આવી જાય છે. ધીરે-ધીરે ઉતરશે. તમોપ્રધાન માં પણ ધીરે-ધીરે સીડી ઉતરતા જાઓ છો, કળા ઓછી થતી જાય છે. દિવસે-દિવસે ઓછી થતી જાય છે. હમણાં જમ્પ (છલાંગ) લગાવવાનો છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આનાં માટે સમય પણ જોઈએ. ગવાયેલું છે ચઢે તો ચાખે વૈકુંઠ રસ... કામ ની ચમાટ લાગે છે તો એકદમ ચકનાચૂર થઈ જાય છે. હાડકે-હાડકાં ટુટી જાય છે. કોઈ મનુષ્ય પોતાનો જીવઘાત કરે છે, આત્મઘાત નહીં, જીવઘાત કહેવાય છે. અહીં તો બાપ પાસે થી વારસો મેળવવાનો છે. બાપ ને યાદ કરવાના છે કારણકે બાપ પાસે થી બાદશાહી મળે છે. પોતાને પૂછવાનું છે અમે બાપ ને યાદ કરી ભવિષ્ય માટે કેટલી કમાણી કરી? કેટલાં આંધળાઓ ની લાઠી બન્યાં? ઘર-ઘર માં પૈગામ (સંદેશ) આપવાનો છે કે આ જૂની દુનિયા બદલાઈ રહી છે. બાપ નવી દુનિયા માટે રાજયોગ શીખવાડી રહ્યાં છે. સીડી માં બધું દેખાડ્યું છે. આ બનાવવા માં મહેનત લાગે છે. આખો દિવસ વિચાર ચાલતાં રહે છે, એવું સહજ બનાવીએ જે કોઈ પણ સમજી જાય. આખી દુનિયા તો નહીં આવશે. દેવી-દેવતા ધર્મવાળા જ આવશે. તમારી સર્વિસ તો ખૂબ ચાલવાની છે. તમે તો જાણો છો આપણો આ ક્લાસ ક્યાં સુધી ચાલશે? તેઓ તો લાખો વર્ષ કલ્પ ની આયુ સમજે છે. તો શાસ્ત્ર વગેરે સંભળાવતા જ રહે છે. સમજે છે જ્યારે અંત થશે ત્યારે સર્વ નાં સદ્દગતિ દાતા આવશે અને જે અમારા ચેલા હશે તેમની ગતિ થઈ જશે પછી અમે પણ જઈને જ્યોતિ માં સમાઈશું. પરંતુ એવું તો નથી. તમે હમણાં જાણો છો આપણે અમર બાપ દ્વારા સાચ્ચી-સાચ્ચી અમરકથા સાંભળી રહ્યાં છીએ. તો અમર બાપ જે કહે છે તે માનવાનું પણ છે, ફક્ત કહે છે - મને યાદ કરો, પવિત્ર બનો. નહીં તો સજા પણ ખૂબ ખાવી પડશે. પદ પણ ઓછું મળશે. સર્વિસ માં મહેનત કરવાની છે. જેમ દધિચી ઋષિ નું દૃષ્ટાંત છે. હાડકાં પણ સર્વિસ માં આપી દીધાં. પોતાનાં શરીર નો પણ વિચાર ન કરી આખો દિવસ સર્વિસ માં રહેવું, એને કહેવાય છે સર્વિસ માં હાડકાં આપવાં. એક છે શારીરિક હડ્ડી સેવા, બીજી છે રુહાની હડ્ડી સેવા. રુહાની સર્વિસ વાળા રુહાની નોલેજ જ સંભળાવતા રહેશે. ધન દાન કરતા ખુશી માં નાચતા રહેશે. દુનિયા માં મનુષ્ય જે સર્વિસ કરે છે તે બધી છે શારીરિક. શાસ્ત્ર સંભળાવે છે, તે કોઈ રુહાની સર્વિસ તો નથી. રુહાની સર્વિસ તો ફક્ત બાપ જ આવીને શીખવાડે છે. સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) બાપ જ આવીને સ્પ્રિચ્યુઅલ બાળકો (આત્માઓ) ને ભણાવે છે.

આપ બાળકો હવે તૈયારી કરી રહ્યાં છો સતયુગી નવી દુનિયા માં જવા માટે. ત્યાં તમારા થી કોઈ વિકર્મ નહીં થશે. તે છે જ રામરાજ્ય. ત્યાં હોય જ છે થોડાં. હમણાં તો રાવણ રાજ્ય માં બધા દુઃખી છે ને? આ બધી નોલેજ પણ તમારી બુદ્ધિ માં છે નંબરવાર પુરુષાર્થ અનુસાર. આ સીડી નાં ચિત્ર માં જ બધી નોલેજ આવી જાય છે. બાપ કહે છે આ અંતિમ જન્મ પવિત્ર બનો તો પવિત્ર દુનિયા નાં માલિક બનશો. તમારે સમજાવવાનું એવું છે જે મનુષ્ય ને ખબર પડે કે આપણે સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છીએ, પછી યાદ ની યાત્રા થી જ સતોપ્રધાન બનીશું. જોશે તો બુદ્ધિ ચાલશે, આ નોલેજ કોઈની પાસે નથી. કહેશે આ (સીડી) માં બીજા ધર્મો નાં સમાચાર ક્યાં છે? તે પછી આ ગોળા માં લખેલું છે. તે નવી દુનિયા માં તો આવતાં નથી. તેમને તો શાંતિ મળે છે. ભારતવાસી જ સ્વર્ગ માં હતાં ને? બાપ પણ ભારત માં આવીને રાજયોગ શીખવાડે છે એટલે ભારત નો પ્રાચીન યોગ બધા ઈચ્છે છે. આ ચિત્રો થી તેઓ પોતે પણ સમજી જશે. બરોબર નવી દુનિયા માં ફક્ત ભારત જ હતું. પોતાનાં ધર્મ ને પણ સમજી જશે. ભલે ક્રાઈસ્ટ આવ્યાં, ધર્મ સ્થાપન કરવાં. આ સમયે તેઓ પણ તમોપ્રધાન છે. આ રચયિતા અને રચના નું કેટલું ઊંચું જ્ઞાન છે!

તમે કહી શકો છો અમને કોઈનાં પૈસા ની જરુર નથી. પૈસા અમે શું કરીશું? તમે પણ સાંભળો, બીજાઓને પણ સંભળાવો. આ ચિત્ર વગેરે છપાવો. આ ચિત્રો થી કામ લેવાનું છે. હૉલ બનાવો જ્યાં આ નોલેજ સંભળાવાય. બાકી અમે પૈસા લઈને શું કરીશું? તમારા જ ઘર નું કલ્યાણ થાય છે, તમે ફક્ત પ્રબંધ કરો. ઘણાં આવીને કહેશે રચના અને રચયિતા નું જ્ઞાન તો ખૂબ સારું છે. આ તો મનુષ્યોએ જ સમજવાનું છે. વિલાયત વાળા આ નોલેજ સાંભળીને ખૂબ પસંદ કરશે. ખૂબ ખુશ થશે. સમજશે અમે પણ બાપ ની સાથે યોગ લગાવીએ તો વિકર્મ વિનાશ થશે. બધાને બાપ નો પરિચય આપવાનો છે. સમજી જશે આ નોલેજ તો ગોડ (ભગવાન) સિવાય કોઈ આપી ન શકે. કહે છે ખુદાએ બહિશ્ત સ્થાપન કર્યુ પરંતુ એ કેવી રીતે આવે છે, આ કોઈને ખબર નથી. તમારી વાતો સાંભળીને ખુશ થશે પછી પુરુષાર્થ કરી યોગ શીખશે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવા માટે પુરુષાર્થ કરશે. સર્વિસ માટે તો ખૂબ વિચાર કરવા જોઈએ. ભારત માં હુનર (કળા) દેખાડે ત્યારે પછી બાબા બહાર પણ મોકલશે. આ મિશન જશે. હજી તો સમય છે ને? નવી દુનિયા બનવામાં કોઈ વાર થોડી લાગે છે? ક્યાંય પણ અર્થક્વેક (ધરતીકંપ) વગેરે થાય છે તો ૨-૩ વર્ષ માં એકદમ નવાં મકાન વગેરે બનાવી દે છે. કારીગર ખૂબ હોય, સામાન બધો તૈયાર હોય પછી બનવામાં વાર થોડી લાગશે? વિલાયત માં મકાન કેવી રીતે બને છે - મિનિટ મોટર. તો સ્વર્ગ માં કેટલાં જલ્દી બનતા હશે. સોનું-ચાંદી વગેરે ખૂબ તમને મળી જાય છે. ખાણો થી તમે સોનું, ચાંદી, હીરા લઈ આવો છો. હુનર તો બધા શીખી રહ્યાં છે. સાયન્સ (વિજ્ઞાન) નો કેટલો ઘમંડ ચાલી રહ્યો છે. આ સાયન્સ પછી ત્યાં કામ માં આવશે. અહીંયા શીખવા વાળા પછી બીજો જન્મ ત્યાં લઈ આ કામ માં લાવશે. તે સમયે તો આખી દુનિયા નવી થઈ જાય છે, રાવણ રાજ્ય ખતમ થઈ જાય છે. ૫ તત્વ પણ કાયદા મુજબ સર્વિસ માં રહે છે. સ્વર્ગ બની જાય છે. ત્યાં કોઈ એવાં ઉપદ્રવ નથી હોતાં. રાવણ રાજ્ય જ નથી, બધા સતોપ્રધાન છે.

સૌથી સારી વાત છે કે આપ બાળકો નો બાપ સાથે ખૂબ પ્રેમ હોવો જોઈએ. બાપ ખજાનો આપે છે. તેને ધારણ કરી અને બીજાઓ ને દાન આપવાનું છે. જેટલું દાન આપશો એટલું ભેગું થતું જશે. સર્વિસ જ નહીં કરશો તો ધારણા કેવી રીતે થશે? સર્વિસ માં બુદ્ધિ ચાલવી જોઈએ. સર્વિસ તો ખૂબ અધિક થઈ શકે છે. દિવસે-દિવસે ઉન્નતિ મેળવવાની છે. પોતાની પણ ઉન્નતિ કરવાની છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા રુહાની સર્વિસ માં તત્પર રહેવાનું છે. જ્ઞાન-ધન દાન કરીને ખુશી માં નાચવાનું છે. પોતે ધારણ કરી બીજાઓ ને ધારણા કરાવવાની છે.

2. બાપ જે જ્ઞાન નો ખજાનો આપે છે, એનાથી પોતાની ઝોલી ભરવાની છે. નોટ્સ (નોંધ) લેવાની છે. પછી ટોપિક (વિષય) પર સમજાવવાનું છે. જ્ઞાન-ધન નું દાન કરવા માટે ઉછળતા રહેવાનું છે.

વરદાન :-
સત્યતા ની મહાનતા દ્વારા સદા ખુશી નાં ઝૂલા માં ઝૂલવા વાળા ઓથોરિટી સ્વરુપ ભવ

સત્યતા ની ઓથોરિટી સ્વરુપ બાળકો નું ગાયન છે - સચ તો બિઠો નચ. સત્ય ની નાવ હલશે પરંતુ ડૂબી નથી શકતી. તમને પણ કોઈ કેટલાં પણ હલાવવાની કોશિશ કરે પરંતુ તમે સત્યતા ની મહાનતા થી વધારે જ ખુશી નાં ઝૂલા માં ઝૂલો છો. તે તમને નથી હલાવતા પરંતુ ઝૂલા ને હલાવે છે. આ હલાવવાનું નથી પરંતુ ઝૂલાવવાનું છે એટલે તમે એમને ધન્યવાદ આપો કે તમે ઝૂલાવો અને અમે બાપ ની સાથે ઝૂલીએ.

સ્લોગન :-
સર્વ શક્તિઓ ની લાઈટ સદા સાથે રહે તો માયા સમીપ નથી આવી શકતી.

આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

એકતા, સ્વચ્છતા, મહીનતા, મધુરતા અને મન, વાણી, કર્મ માં મહાનતા - આ પ વાતો એક-એક નાં દરેક કદમ થી નજર આવે તો બાપ ની પ્રત્યક્ષતા સહજ થઈ જશે. હજી સુધી સંસ્કારો માં જે ભિન્નતા દેખાય છે, એને એકતા માં લાવવાની છે. એકતા માટે એક-બીજા ની સલાહ ને રિગાર્ડ આપો, હા-જી, હા-જી કરીને પોતાનાં વિચાર અવશ્ય આપો, પછી એકતા નાં બંધન માં બંધાઈ જાઓ, આ જ એકતા સફળતા નું સાધન છે.