07-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે આ સમયે બાપ ની સાથે સેવા માં મદદગાર બનો છો એટલે તમારું સિમરણ ( સ્મરણ ) થાય છે , પૂજન નહીં , કારણકે શરીર અપવિત્ર છે”

પ્રશ્ન :-
કયો નશો આપ બાળકો ની બુદ્ધિ માં નિરંતર રહેવો જોઈએ?

ઉત્તર :-
આપણે શિવબાબા નાં બાળકો છીએ, એમની પાસે થી રાજયોગ શીખી સ્વર્ગ ની રાજાઈ નો વારસો લઈએ છીએ, આ નશો તમને નિરંતર રહેવો જોઈએ. વિશ્વ નાં માલિક બનવું છે તો ખૂબ ખબરદારી થી ભણવાનું અને ભણાવવાનું છે. ક્યારેય પણ બાપ ની નિંદા નથી કરાવવાની. કોઈની સાથે પણ લડવા-ઝઘડવાનું નથી. તમે કોડી થી હીરા જેવા બનો છો તો સારી રીતે ધારણા કરવાની છે.

ગીત :-
જો પિયા કે સાથ હૈ…

ઓમ શાંતિ!
બાળકોએ સમજ્યું. જે બાપ ની સાથે છે તે બાપદાદા ની સાથે છે. હમણાં તો ડબલ છે ને? આ સારી રીતે સમજાવાય છે - બ્રહ્મા દ્વારા પરમપિતા પરમાત્મા શિવ સ્થાપના કેવી રીતે કરશે? તે તો જાણતા નથી. આપ બાળકો જ જાણો છો એમને પોતાનું શરીર નથી. શ્રીકૃષ્ણ ને તો પોતાનું શરીર છે. એવું તો કહેવાતું નથી કે પરમાત્મા શ્રીકૃષ્ણ નાં શરીર દ્વારા… ના. કૃષ્ણ તો છે સતયુગ નાં રાજકુમાર. પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવે છે તો જરુર બ્રહ્મા માં પ્રવેશ કરવો પડે. બીજો કોઈ ઉપાય નથી. પ્રેરણા વગેરે ની વાત નથી. બાપ બ્રહ્મા દ્વારા બધું સમજાવી દે છે. વિજય માળા જેને રુન્ડ માળા કહેવાય છે. જે મનુષ્ય પૂજે છે, સિમરે છે. આપ બાળકો સમજો છો આ રુદ્ર માળા ફક્ત સિમરણ થાય છે. મેરુ તો કહેવાય છે બ્રહ્મા-સરસ્વતી ને. બાકી માળા થઈ બાળકો ની. વિષ્ણુ ની માળા તો એક છે, પૂજી શકાય છે. આ સમયે તમે પુરુષાર્થી છો. તમારું સિમરણ થાય છે અંત માં. આત્માઓ ની માળા છે કે જીવ આત્માઓ ની? પ્રશ્ન ઉઠશે ને? વિષ્ણુ ની માળા તો કહેવાશે ચૈતન્ય જીવ આત્માઓ ની માળા. લક્ષ્મી-નારાયણ પૂજાય છે ને કારણકે એમનાં આત્મા અને શરીર બંને પવિત્ર છે. રુદ્ર માળા તે તો ફક્ત આત્માઓ ની છે કારણકે શરીર તો અપવિત્ર છે. તે તો પૂજાઈ ન શકે. આત્મા કેવી રીતે પૂજાય છે? તમે કહો છો રુદ્ર માળા પૂજાય છે. પરંતુ ના, પૂજાતી નથી. જ્યારે નામ જ છે સિમરણી. જે પણ દાણા છે તે આપ બાળકો નું સિમરણ થાય છે, જ્યારે શરીર માં છે. દાણા તો બ્રાહ્મણો નાં છે. સિમરણ કોને કરે છે? આ તો કોઈને ખબર નથી. આ છે બ્રાહ્મણ જે ભારત ની સેવા કરે છે. એમને યાદ કરે છે. જગત અંબા, દેવીઓ વગેરે અનેક છે, એમને યાદ કરવા જોઈએ? પૂજવા લાયક લક્ષ્મી-નારાયણ બને છે. તમે નહીં, કારણકે તમારાં શરીર પતિત છે. આત્મા પવિત્ર છે પરંતુ તે પૂજી નથી શકાતો, સિમરણ થઈ શકે છે. કોઈ પણ તમને પૂછે તો સમજેલું હોવું જોઈએ. તમે છો બ્રાહ્મણીઓ. તમારું યાદગાર દેવીઓ નાં રુપ માં છે. તમે શ્રીમત પર જાતે પાવન બનો છો આ માળા પહેલાં બ્રાહ્મણો ની સમજાય પછી દેવતાઓ ની. વિચાર સાગર મંથન કરવાથી પરિણામ નીકળશે. જ્યારે આત્માઓ સાલિગ્રામ રુપ માં છે ત્યારે પૂજાય છે. શિવ ની પૂજા થાય છે તો સાલિગ્રામ ની પણ થાય છે કારણકે આત્મા પવિત્ર છે, શરીર નહીં. સિમરણ ફક્ત તમારું કરાય છે કેમ? તમે શરીર ની સાથે સેવા કરો છો. તમારી પૂજા નથી થઈ શકતી પછી જ્યારે શરીર છોડો છો તો તમે પણ શિવ ની સાથે પૂજાઓ છો. વિચાર કરાય છે ને? તમે આ સમયે બ્રાહ્મણ છો. શિવબાબા પણ બ્રહ્મા માં આવે છે તો બ્રહ્મા પણ સાકાર માં છે. તમે મહેનત કરો છો. આ માળા જાણે સાકારી છે. બ્રહ્મા-સરસ્વતી અને તમે જ્ઞાન-ગંગાઓ. તમે ભારત ને સ્વર્ગ બનાવ્યું, આ રુદ્ર-યજ્ઞ રચ્યો. જે પૂજા કરે છે એમાં ફક્ત શિવ અને સાલિગ્રામ હોય છે. એમાં બ્રહ્મા-સરસ્વતી નું અથવા આપ બાળકો નું નામ નથી. અહીં તો બધાનું નામ છે. તમારું સિમરણ કરે છે. કોણ-કોણ જ્ઞાન-ગંગાઓ હતી? એ તો છે જ્ઞાન સાગર. આ છે બ્રહ્મપુત્રા મોટી નદી. આ બ્રહ્મા માતા પણ છે. સાગર એક છે, બાકી ગંગાઓ તો અલગ-અલગ અનેક પ્રકારની હોય છે. નંબરવાર જેમનામાં સારું જ્ઞાન છે, એમને સરોવર કહેવાય છે. મહિમા પણ છે. કહે છે માનસરોવર માં સ્નાન કરવાથી પરીજાદા (પરી) બની જાય છે. તો તમારી માળા સિમરણ થાય છે. સિમરણી કહે છે ને? સિમરણ કરો, તે તો ફક્ત રામ-રામ કહે છે. પરંતુ તમે જાણો છો સિમરણ કોનું થશે? જે વધારે સર્વિસ કરે છે. પહેલાં તો બાબા છે ફૂલ પછી મેરુ, જે ખૂબ મહેનત કરે છે પછી રુદ્ર માળા સો વિષ્ણુ ની માળા બને છે. તમારો ફક્ત આત્મા પૂજાય છે. તમે હમણાં સિમરણ લાયક છો. સિમરણ તમારું છે. બાકી પૂજા થઈ નથી શકતી કારણકે આત્મા પવિત્ર, શરીર અપવિત્ર છે. અપવિત્ર વસ્તુ ક્યારેય પૂજાતી નથી. જ્યારે રુદ્ર માળા બનવા ને લાયક બની જાઓ છો પછી અંત માં તમે શુદ્ધ બની જાઓ છો. તમને સાક્ષાત્કાર થશે પાસ વિથ ઓનર કોણ-કોણ થાય છે? સર્વિસ કરવાથી પ્રસિદ્ધિ ખૂબ જ થઈ જાય છે. ખબર પડતી જશે - વિજય માળા માં નંબરવાર કોણ-કોણ આવશે! આ વાતો બહુજ ગુહ્ય છે.

મનુષ્ય તો ફક્ત રામ-રામ કહે છે. ક્રિશ્ચન લોકો ક્રાઈસ્ટ ને યાદ કરે છે. માળા કોની હશે? ગોડ (ભગવાન) તો એક છે. બાકી જે પાસે બેઠાં છે એમની માળા બનતી હશે. આ માળા ને તમે હમણાં ફક્ત સમજી શકો છો. પોતાનાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા જ સમજી નથી શકતા તો બીજા કેવી રીતે સમજશે? બધાને પતિત થી પાવન બનાવવા વાળા તો એક જ બાપ છે. ક્રાઈસ્ટ માટે એવું નહીં કહેવાશે કે તે પતિત ને પાવન બનાવવા વાળા છે. એમને જન્મ-મરણ માં આવીને નીચે ઉતરવાનું જ છે. હકીકત માં એમને ગુરુ પણ નહીં કહેવાશે કારણકે સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. એ તો જ્યારે અંત હોય, ઝાડ જડજડીભૂત થાય ત્યારે બાપ આવીને બધાને સદ્દગતિ આપે છે. આત્મા ઉપર થી આવે છે ધર્મ ની સ્થાપના કરવાં. એમને તો જન્મ-મરણ માં આવવાનું છે. સદ્દગુરુ એક જ છે. એ સર્વ નાં સદ્દગતિ દાતા છે. સાચાં સદ્દગુરુ મનુષ્ય કોઈ હોઈ ન શકે. એ તો ફક્ત આવે જ છે ધર્મ સ્થાપન કરવાં, એમની પાછળ બધા આવવાં લાગે છે પાર્ટ ભજવવાં. જ્યારે બધાની તમોપ્રધાન અવસ્થા થાય છે ત્યારે હું આવીને સર્વ ની સદ્દગતિ કરાવું છું. બધા પાછા જાય છે પછી નવેસર ચક્ર શરુ થાય છે. તમે રાજયોગ શીખો છો. તે જ રાજાઈ મેળવશે પછી રાજા બને કે પ્રજા બને. પ્રજા તો અનેક બને છે. મહેનત છે રાજાઈ પદ મેળવવાની. અંત માં બધી ખબર પડશે. કોણ વિજય માળા માં પરોવાય છે. અભણ ભણેલા ની આગળ નમશે. સતયુગ માં આવશે પરંતુ નોકર-ચાકર બનવું પડશે. આ બધાને ખબર પડી જશે. જેમ પરીક્ષા નાં દિવસો માં બધાને ખબર પડી જાય છે કોણ-કોણ પાસ થશે. ભણતર પર અટેન્શન નથી હોતું તો નાપાસ થઈ જાય છે. તમારું આ છે બેહદ નું ભણતર. ઇશ્વરીય વિશ્વ-વિદ્યાલય તો એક છે, જ્યાં મનુષ્ય થી દેવતા બનવાનું છે, આમાં નંબરવાર પાસ થાય છે. ભણતર એક જ રાજયોગ નું છે, રાજાઈ પદ મેળવવા માં મહેનત છે અને સર્વિસ (સેવા) પણ કરવાની છે. રાજા જે બનશે એમણે પછી પોતાની પ્રજા પણ બનાવવી પડે. સારી-સારી બાળકીઓ મોટાં-મોટાં સેવાકેન્દ્રો સંભાળે છે, ખૂબ પ્રજા બનાવે છે. બાબા પણ કહે છે મોટો બગીચો બનાવો તો બાબા પણ આવીને જુએ. હજી તો ખૂબ નાનો છે. બોમ્બે માં તો લાખો થઈ જશે. સૂર્યવંશી તો આખી રાજધાની હોય છે તો અનેક થઈ જશે. જે મહેનત કરે છે તે રાજા બને છે બાકી તો પ્રજા બનતી જશે. ગવાયેલું પણ છે હે પ્રભુ તારી સદ્દગતિ ની લીલા. તમે કહો છો વાહ બાબા! તમારી ગતિ મત… સર્વ ની સદ્દગતિ કરવાની શ્રીમત, આ સૌથી ન્યારી છે. બાપ સાથે લઈ જાય છે, છોડી નથી જતાં. નિરાકારી, આકારી, સાકારી લોક ને પણ જાણતા નથી. ફક્ત સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણવું તે પણ પૂર્ણ નોલેજ નથી. પહેલાં તો મૂળવતન ને જાણવું પડે. જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ. આ આખાં સૃષ્ટિ ચક્ર ને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનો છો. આ બધી કેટલી સમજવાની વાતો છે! તે તો કહી દે શિવ નામ-રુપ થી ન્યારા છે. ચિત્ર પણ છે છતાં પણ કહે છે નામ-રુપ થી ન્યારા. પછી કહી દે છે સર્વવ્યાપી છે. એક એમ.પી.એ કહ્યું હતું કે આ હું માનતો નથી કે ઈશ્વર સર્વવ્યાપી છે. મનુષ્ય એક-બીજા ને મારે છે, શું આ ઈશ્વર નું કામ છે? આગળ ચાલીને આ વાતો ને સમજશે. જ્યારે તમારી પણ વૃદ્ધિ થશે. બાબાએ રાત્રે પણ સમજાવ્યું જે પોતાને હોંશિયાર સમજે છે તે એવાં-એવાં પત્ર લખે. આ પૂરું જ્ઞાન શું છે, તેમને સમજાવવું જોઈએ. લખી શકો છો કે અમે પૂરું જ્ઞાન આપી શકીએ છીએ. મૂળવતન ની નોલેજ આપી શકીએ છીએ. નિરાકાર બાપ નો પણ પરિચય આપી શકીએ છીએ પછી પ્રજાપિતા બ્રહ્મા અને એમનાં બ્રાહ્મણ ધર્મ માટે પણ સમજાવી શકીએ છીએ. લક્ષ્મી-નારાયણ પછી રામ-સીતા એમની રાજધાની કેવી રીતે ચાલે છે? પછી એમની રાજાઈ કોણ છીનવે છે? તે સ્વર્ગ ક્યાં ગયું? જેમ કહેવાય છે નર્ક ક્યાં ગયું? ખતમ થઈ ગયું. સ્વર્ગ પણ ખતમ થઈ જશે. એ સમયે પણ ધરતીકંપ વગેરે થાય છે. તે હીરા-ઝવેરાત નાં મહેલ વગેરે એવાં ચાલ્યાં ગયા જે કોઈ કાઢી ન શકે. સોના હીરા-ઝવેરાત નાં મહેલ ક્યારેય નીચે થી નીકળ્યાં નથી. સોમનાથ વગેરે નાં મંદિર તો પછી બન્યાં છે, એનાથી તો એમનાં ઘર ઊંચા હશે. લક્ષ્મી-નારાયણ નું ઘર કેવું હશે? તે બધી મિલકત ક્યાં ગઈ? આવી-આવી વાતો જ્યારે વિદ્વાન સાંભળશે તો વન્ડર (આશ્ચર્ય) ખાશે, તો આમની નોલેજ જબરજસ્ત છે. મનુષ્ય તો કાંઈ પણ જાણતા નથી ફક્ત સર્વવ્યાપી કહી દે છે. આ બધી સમજવાની અને સમજાવવાની વાતો છે.

તમને ધન મળે છે પછી દાન કરવાનું છે. બાબા તમને આપતા જાય છે, તમે પણ આપતા જાઓ. આ અખૂટ ખજાનો છે, બધો આધાર ધારણા પર છે. જેટલી ધારણા કરશો એટલું ઊંચ પદ મેળવશો. વિચાર કરો ક્યાં કોડી, ક્યાં હીરા! હીરા નું મૂલ્ય સૌથી વધારે. કોડી નું મૂલ્ય સૌથી ઓછું. હમણાં તમે કોડી થી હીરા બનો છો. આ વાતો ક્યારેય કોઈ નાં સ્વપ્ન માં પણ ન આવે. ફક્ત સમજશે બરોબર લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, જે થઈને ગયા છે. બાકી આ રાજ્ય ક્યારે કોણે આપ્યું? આ કાંઈ નથી જાણતાં. રાજાઈ કોણે આપી? અહીં તો કાંઈ પણ નથી. રાજયોગ થી સ્વર્ગ ની રાજાઈ મળે છે. આ વન્ડર છે ને? સારી રીતે બાળકો ની બુદ્ધિ માં નશો રહેવો જોઈએ. પરંતુ માયા પછી તે સ્થાઈ નશો રહેવા નથી દેતી. આપણે શિવબાબા નાં બાળકો છીએ. આ નોલેજ ભણીને આપણે વિશ્વ નાં માલિક બનીશું. આ ક્યારેય કોઈની બુદ્ધિ માં આવતું હશે શું? તો બાપ સમજાવે છે બાળકોએ કેટલી મહેનત કરવી જોઈએ. ગુરુ નાં નિંદક ઠોર (પદ) ન મેળવે. આ અહીં ની વાત છે. એમનો તો મુખ્ય ઉદ્દેશ જ નથી. તમારો તો મુખ્ય ઉદ્દેશ છે. બાપ, શિક્ષક, ગુરુ ત્રણેય છે. તમે જાણો છો આ ભણતર થી આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ. કેટલી ખબરદારી થી ભણવું અને ભણાવવું જોઈએ. એવી કોઈ વાત ન થાય જે નિંદા કરાવી દો. નથી કોઈની સાથે લડવા-ઝઘડવાનું. બધાની સાથે મીઠું બોલવાનું છે. બાપ નો પરિચય આપવાનો છે. બાબા કહે છે દાન આપો તો ગ્રહણ છૂટે. નંબરવન દાન છે દેહ-અભિમાન. આ સમયે તો તમે આત્મ-અભિમાની છો અને પરમાત્મ-અભિમાની બનો છો. આ અમૂલ્ય જીવન છે. બાપ કહે છે કલ્પ-કલ્પ હું તમને આમ ભણાવવા આવું છું પછી તમે ભૂલી જાઓ છો. આ પણ ડ્રામા માં નોંધ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા, જ્ઞાન-રત્ન ધારણ કરવા વાળા અને સર્વિસ કરવા વાળા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બધાની સાથે મીઠું બોલવાનું છે, એવી કોઈ વાત નથી કરવાની, જેનાથી બાપ ની નિંદા થાય. દેહ-અભિમાન નું દાન કરી આત્મ-અભિમાની અને પરમાત્મ-અભિમાની બનવાનું છે.

2. જે જ્ઞાન-ધન મળે છે, એનું દાન કરવાનું છે, ભણતર થી રાજાઈ મળે છે તે નશા માં સ્થાઈ રહેવાનું છે. અટેન્શન આપીને ભણતર ભણવાનું છે.

વરદાન :-
સાક્ષીપણા ની સીટ દ્વારા પરેશાની શબ્દ ને સમાપ્ત કરવાવાળા માસ્ટર ત્રિકાળદર્શી ભવ

આ ડ્રામા માં જે કાંઈ પણ થાય છે એમાં કલ્યાણ ભરાયેલું છે, કેમ, શું નો પ્રશ્ન સમજદાર ની અંદર ઉઠી (આવી) ન શકે. નુકસાન માં પણ કલ્યાણ સમાયેલું છે, બાપ નો સાથ અને હાથ છે તો અકલ્યાણ થઈ નથી શકતું. એવી શાન ની સીટ પર રહો તો ક્યારેય પરેશાન ન થઈ શકો. સાક્ષીપણા ની સીટ પરેશાની શબ્દ ને ખતમ કરી દે છે, એટલે ત્રિકાળદર્શી બની પ્રતિજ્ઞા કરો કે ન પરેશાન થઈશું, ન પરેશાન કરીશું.

સ્લોગન :-
પોતાની સર્વ કર્મેન્દ્રિયો ને ઓર્ડર પ્રમાણે ચલાવવી જ સ્વરાજ્ય અધિકારી બનવું છે.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

નિશ્ચયબુદ્ધિ નો અર્થ છે બેફિકર બાદશાહ, એ જ બાપ સમાન છે. વિનાશી ધનવાળા જેટલું કમાય એટલાં સમય પ્રમાણે ફિકર માં રહે છે. પરંતુ જેમને વિશ્વાસ છે કે અમે ઈશ્વરીય ખજાના નાં માલિક અને પરમાત્મ-બાળક છીએ તે સદા સ્વપ્ન માં પણ બેફિકર બાદશાહ છે, કારણકે એમને વિશ્વાસ છે કે આ ઈશ્વરીય ખજાના આ જન્મ માં તો શું પરંતુ અનેક જન્મ સાથે છે, સાથે રહેશે એટલે તે નિશ્ચયબુદ્ધિ, નિશ્ચિંત રહે છે.