07-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સૌથી
સારો દૈવી ગુણ છે શાંત રહેવું , વધારે અવાજ માં ન આવવું , મીઠું બોલવું , આપ બાળકો
હવે ટોકી થી મુવી , મુવી થી સાઈલેન્સ ( શાંતિ ) માં જાઓ છો , એટલે વધારે અવાજ માં
નહીં આવો”
પ્રશ્ન :-
કઈ મુખ્ય ધારણા નાં આધાર થી સર્વ દૈવી ગુણ સ્વતઃ આવતા જશે?
ઉત્તર :-
મુખ્ય છે પવિત્રતા ની ધારણા. દેવતાઓ પવિત્ર છે, એટલે એમનામાં દૈવી ગુણ છે. આ
દુનિયામાં કોઈ માં પણ દૈવી ગુણ ન હોઈ શકે. રાવણ રાજ્ય માં દૈવી ગુણ ક્યાંથી આવે? આપ
રોયલ બાળકો હવે દૈવી ગુણ ધારણ કરી રહ્યાં છો.
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા…
ઓમ શાંતિ!
હવે બાળકો સમજે
છે કે બગડેલા ને બનાવવા વાળા એક જ છે. ભક્તિમાર્ગ માં અનેક ની પાસે જાય છે. કેટલાં
તીર્થ-યાત્રાઓ વગેરે કરે છે. બગડેલા ને બનાવવા વાળા, પતિતો ને પાવન બનાવવા વાળા તો
એક જ છે, સદ્દગતિ દાતા, ગાઈડ (માર્ગદર્શક), લિબ્રેટર (મુક્તિદાતા) પણ એ એક છે. હવે
ગાયન છે પરંતુ અનેક મનુષ્ય, અનેક ધર્મ, મઠ, પંથ, શાસ્ત્ર હોવાનાં કારણે અનેક રસ્તા
શોધતા રહે છે. સુખ અને શાંતિ માટે સત્સંગો માં જાય છે ને? જે નથી જતાં તે માયાવી
મસ્તી માં જ મસ્ત રહે છે. આ પણ આપ બાળકો જાણો છો કે હવે કળિયુગ નો અંત છે. મનુષ્ય આ
નથી જાણતા કે સતયુગ ક્યારે હોય છે? હમણાં શું છે? આ તો કોઈ બાળક પણ સમજી શકે છે. નવી
દુનિયા માં સુખ, જૂની દુનિયા માં જરુર દુઃખ હોય છે. આ જૂની દુનિયા માં અનેક મનુષ્ય
છે, અનેક ધર્મ છે. તમે કોઈને પણ સમજાવી શકો છો. આ છે કળિયુગ, સતયુગ પાસ્ટ (પહેલાં)
થઈ ગયો છે. ત્યાં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, બીજો કોઈ ધર્મ નહોતો. બાબાએ
ઘણી વાર સમજાવ્યું છે, ફરી પણ સમજાવે છે, જે આવે તેમને નવી દુનિયા અને જૂની દુનિયા
નો ફરક દેખાડવો જોઈએ. ભલે તે કાંઈ પણ કહે, કોઈ ૧૦ હજાર વર્ષ આયુ કહે છે, કોઈ ૩૦
હજાર વર્ષ આયુ કહે છે. અનેક મતો છે ને? હવે તેમની પાસે તો છે જ શાસ્ત્રો ની મત.
અનેક શાસ્ત્ર, અનેક મત. મનુષ્યો ની મત છે ને? શાસ્ત્ર પણ લખે તો મનુષ્ય છે ને?
દેવતાઓ કોઈ શાસ્ત્ર નથી લખતાં. સતયુગ માં દેવી-દેવતા ધર્મ હોય છે. તેમને મનુષ્ય પણ
ન કહી શકાય. તો જ્યારે કોઈ મિત્ર-સંબંધી વગેરે મળે છે તો તેમને બેસીને આ સંભળાવવું
જોઈએ. વિચાર ની વાત છે. નવી દુનિયા માં કેટલાં થોડા મનુષ્ય હોય છે! જૂની દુનિયા માં
કેટલી વૃદ્ધિ થાય છે. સતયુગ માં ફક્ત એક દેવતા ધર્મ હતો. મનુષ્ય પણ થોડા હતાં. દૈવી
ગુણ હોય જ છે દેવતાઓમાં. મનુષ્યો માં નથી હોતાં. ત્યારે તો મનુષ્ય જઈને દેવતાઓ ની
આગળ નમસ્તે કરે છે ને? દેવતાઓ ની મહિમા ગાય છે. જાણે છે તેઓ સ્વર્ગવાસી છે, અમે
નર્કવાસી કળિયુગ વાસી છીએ. મનુષ્ય માં દૈવી ગુણ હોઈ ન શકે. કોઈ કહે ફલાણા માં ખૂબ
સારા દૈવી ગુણ છે! બોલો - ના, દૈવી ગુણ હોય છે જ દેવતાઓ માં કારણકે તેઓ પવિત્ર છે.
અહીં પવિત્ર ન હોવાનાં કારણે કોઈ માં દૈવી ગુણ હોઈ ન શકે કારણકે આસુરી રાવણ રાજ્ય
છે ને? નવા ઝાડ માં દૈવી ગુણવાળા દેવતાઓ રહે છે, પછી ઝાડ જૂનું થાય છે. રાવણરાજ્ય
માં દૈવી ગુણવાળા હોઈ ન શકે. સતયુગ માં આદિ સનાતન દેવી-દેવતાઓ નો પ્રવૃત્તિ માર્ગ
હતો. પ્રવૃત્તિમાર્ગ વાળાઓ ની મહિમા ગવાયેલી છે. સતયુગ માં આપણે પવિત્ર દેવી-દેવતા
હતાં, સંન્યાસ માર્ગ નહોતો. કેટલાં પોઈન્ટ્સ (મુદ્દાઓ) મળે છે. પરંતુ બધા પોઈન્ટ્સ
કોઈની બુદ્ધિ માં રહી ન શકે. પોઈન્ટ્સ ભૂલાઈ જાય છે એટલે ફેલ (નાપાસ) થાય છે. દૈવી
ગુણ ધારણ નથી કરતાં. એક જ દૈવી ગુણ સારો છે. વધારે કોઈની સાથે ન બોલવું, મીઠું બોલવું,
બહુ જ ઓછું બોલવું જોઈએ કારણકે આપ બાળકો ને ટોકી થી મુવી, મુવી થી સાઈલેન્સ (શાંતિ)
માં જવાનું છે. તો ટોકી ને બહુ જ ઓછું કરવું જોઈએ. જે ખૂબ થોડું ધીરે થી બોલે છે તો
સમજે છે આ રોયલ ઘર નાં છે. મુખ થી સદૈવ રત્ન નીકળે.
સંન્યાસી અથવા કોઈ પણ
હોય તો તેમને નવી અને જૂની દુનિયા નો કોન્ટ્રાસ્ટ (તફાવત) બતાવવો જોઈએ. સતયુગ માં
દૈવીગુણ વાળા દેવતાઓ હતાં, તે પ્રવૃત્તિ માર્ગ હતો. આપ સંન્યાસીઓ નો ધર્મ જ અલગ છે.
તો પણ આ તો સમજો છો ને-નવી સૃષ્ટિ સતોપ્રધાન હોય છે, હમણાં તમોપ્રધાન છે. આત્મા
તમોપ્રધાન હોય છે તો શરીર પણ તમોપ્રધાન મળે છે. હમણાં છે જ પતિત દુનિયા. બધાને પતિત
કહેવાશે. તે છે પાવન સતોપ્રધાન દુનિયા. તે જ નવી દુનિયા થી હવે જૂની દુનિયા બને છે.
આ સમયે બધા મનુષ્ય આત્માઓ નાસ્તિક છે, એટલે જ હંગામા છે. ધણી ને ન જાણવા નાં કારણે
પરસ્પર લડતાં-ઝઘડતાં રહે છે. રચયિતા અને રચના ને જાણવાવાળા ને આસ્તિક કહેવાય છે.
સંન્યાસ ધર્મવાળા તો નવી દુનિયા ને જાણતા જ નથી. તો ત્યાં આવતા જ નથી. બાપે સમજાવ્યું
છે હમણાં બધા આત્માઓ તમોપ્રધાન બન્યાં છે પછી બધા આત્માઓ ને સતોપ્રધાન કોણ બનાવે?
તે તો બાપ જ બનાવી શકે છે. સતોપ્રધાન દુનિયા માં થોડા મનુષ્ય હોય છે. બાકી બધા
મુક્તિધામ માં રહે છે. બ્રહ્મ તત્વ છે, જ્યાં આપણે આત્માઓ નિવાસ કરીએ છીએ. એને
કહેવાય છે બ્રહ્માંડ. આત્મા તો અવિનાશી છે. આ અવિનાશી નાટક છે, જેમાં સર્વ આત્માઓ
નો પાર્ટ છે. નાટક ક્યારે શરુ થયું? આ ક્યારેય કોઈ બતાવી ન શકે. આ અનાદિ ડ્રામા છે
ને? બાપે ફક્ત જૂની દુનિયા ને નવી બનાવવા આવવું પડે છે. એવું નથી કે બાપ નવી સૃષ્ટિ
રચે છે. જ્યારે પતિત બને છે ત્યારે જ પોકારે છે. સતયુગ માં કોઈ પોકારતા નથી. છે જ
પાવન દુનિયા. રાવણ પતિત બનાવે છે, પરમપિતા પરમાત્મા આવીને પાવન બનાવે છે. અડધું-અડધું
જરુર કહેવાશે. બ્રહ્મા નો દિવસ અને બ્રહ્મા ની રાત અડધું-અડધું છે. જ્ઞાન થી દિવસ
થાય છે, ત્યાં અજ્ઞાન નથી. ભક્તિ માર્ગ ને અંધકાર માર્ગ કહેવાય છે. દેવતાઓ
પુનર્જન્મ લેતાં-લેતાં પછી અંધકાર માં આવે છે એટલે આ સીડી માં દેખાડ્યું છે-મનુષ્ય
કેવી રીતે સતો, રજો, તમો માં આવે છે. હમણાં બધાની જડજડીભૂત અવસ્થા છે. બાપ આવે છે
ટ્રાન્સફર કરવા અર્થાત્ મનુષ્ય ને દેવતા બનાવવાં. જ્યારે દેવતા હતાં તો આસુરી
ગુણવાળા મનુષ્ય નહોતાં. હવે આ આસુરી ગુણ વાળાઓ ને પછી દૈવી ગુણવાળા કોણ બનાવે? હમણાં
તો અનેક ધર્મ, અનેક મનુષ્ય છે. લડતાં-ઝઘડતાં રહે છે. સતયુગ માં એક ધર્મ છે તો દુઃખ
ની કોઈ વાત નથી. શાસ્ત્રો માં તો અનેક દંતકથાઓ છે જે જન્મ-જન્માંતર વાંચતા આવ્યાં
છે. બાપ કહે છે આ બધા ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર છે, તેનાં થી મને પ્રાપ્ત કરી નથી શકતાં.
મારે તો સ્વયં એક જ વાર આવીને બધાની સદ્દગતિ કરવાની છે. આવી રીતે પાછા કોઈ જઈ ન શકે.
ખૂબ ધૈર્ય (ધીરજ) થી સમજાવવું જોઈએ, ધમાલ પણ ન થાય. તે લોકો ને પોતાનો અહંકાર તો રહે
છે ને? સાધુ-સંતો ની સાથે ફોલોઅર્સ (અનુયાયી) પણ રહે છે. ઝટ કહી દેશે આમને પણ
બ્રહ્માકુમારીઓ નું જાદુ લાગ્યું છે. સમજદાર મનુષ્ય જે હશે તે કહેશે આ વિચાર કરવા
યોગ્ય વાતો છે. મેળા, પ્રદર્શન માં અનેક પ્રકાર નાં આવે છે ને? પ્રદર્શન વગેરે માં
કોઈ પણ આવે તો તેમને ખૂબ ધૈર્ય થી સમજાવવું જોઈએ. જેમ બાબા ધીરજ થી સમજાવી રહ્યાં
છે. ખૂબ જોર થી બોલવું ન જોઈએ. પ્રદર્શન માં તો અનેક ભેગાં થઈ જાય છે ને? પછી કહી
દેવું જોઈએ-તમે થોડો સમય આપીને એકાંત માં આવીને સમજશો તો તમને રચયિતા અને રચના નું
રહસ્ય સમજાવીશું. રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન રચયિતા બાપ જ સમજાવે છે. બાકી તો
બધા નેતી-નેતી જ કરીને જાય છે. કોઈ પણ મનુષ્ય જઈ ન શકે. જ્ઞાન થી સદ્દગતિ થઈ જાય પછી
જ્ઞાન ની જરુર નથી હોતી. આ નોલેજ બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. સમજાવવા વાળા કોઈ
વૃદ્ધ હશે તો મનુષ્ય સમજશે આ પણ અનુભવી છે. જરુર સત્સંગ વગેરે કર્યા હશે. કોઈ બાળક
સમજાવશે તો કહેશે આ શું જાણે? તો આવાં-આવાં ને વૃદ્ધ ની અસર પડી શકે છે. બાપ એક જ
વાર આવીને આ નોલેજ સમજાવે છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવે છે. માતાઓ તેમને સમજાવશે
તો ખુશ થશે. બોલો, જ્ઞાનસાગર બાપે જ્ઞાન નો કળશ અમને માતાઓ ને આપેલો છે જે અમે પછી
બીજાઓ ને આપીએ છીએ. બહુ જ નમ્રતા થી બોલતાં રહેવાનું છે. શિવ જ જ્ઞાન નાં સાગર છે
જે આપણને જ્ઞાન સંભળાવે છે. કહે છે હું આપ માતાઓ દ્વારા મુક્તિ-જીવનમુક્તિ નો ગેટ (દ્વાર)
ખોલું છું, બીજા કોઈ ખોલી ન શકે. અમે હમણાં પરમાત્મા દ્વારા ભણી રહ્યાં છીએ. અમને
કોઈ મનુષ્ય નથી ભણાવતાં. જ્ઞાન નાં સાગર એક જ પરમપિતા પરમાત્મા છે. તમે બધા ભક્તિ
નાં સાગર છો. ભક્તિ ની ઓથોરિટી (સત્તા) છો, નહીં કે જ્ઞાન ની. જ્ઞાન ની ઓથોરીટી એક
હું જ છું. મહિમા પણ એક ની કરે છે. એ જ ઊંચા માં ઊંચા છે. અમે એમને જ માનીએ છીએ. એ
અમને બ્રહ્મા તન દ્વારા ભણાવે છે એટલે બ્રહ્માકુમાર-કુમારીઓ ગવાયેલા છે. આમ બહુ જ
મીઠાં રુપ માં બેસીને સમજાવો. ભલે કેટલું પણ ભણેલા હોય. અનેક પ્રશ્ન કરે છે.
પહેલાં-પહેલાં તો બાપ પર જ નિશ્ચય કરાવવાનો છે. પહેલાં તમે આ સમજો રચયિતા બાપ છે કે
નહીં. બધા નાં રચયિતા એક જ શિવબાબા છે, એ જ જ્ઞાન નાં સાગર છે. બાપ, શિક્ષક,
સદ્દગુરુ છે. પહેલાં તો એ નિશ્ચય બુદ્ધિ હોય કે રચયિતા બાપ જ રચના નાં આદિ-મધ્ય-અંત
નું જ્ઞાન આપે છે. એ જ અમને સમજાવે છે, એ તો જરુર રાઈટ (સત્ય) જ સમજાવશે. પછી કોઈ
પ્રશ્ન ઉઠી ન શકે. બાપ આવે જ છે સંગમ પર. ફક્ત કહે છે મને યાદ કરો તો પાપ ભસ્મ થઈ
જાય. મારું કામ જ છે પછી પતિત ને પાવન બનાવવાનું. હમણાં તમોપ્રધાન દુનિયા છે.
પતિત-પાવન બાપ વગર કોઈને જીવનમુક્તિ મળી ન શકે. બધા ગંગા સ્નાન કરવા જાય છે તો પતિત
થયા ને? હું તો કહેતો નથી કે ગંગા સ્નાન કરો. હું તો કહું છું મામેકમ્ યાદ કરો. હું
આપ સર્વ આશિકો નો માશૂક છું. બધા એક માશૂક ને યાદ કરે છે. રચના નાં ક્રિયેટર (રચયિતા)
એક જ બાપ છે. એ કહે છે દેહી-અભિમાની બની મને યાદ કરો તો આ યોગ-અગ્નિ થી વિકર્મ
વિનાશ થશે. આ યોગ બાપ હમણાં જ શીખવાડે છે જ્યારે જૂની દુનિયા બદલાઈ રહી છે. વિનાશ
સામે છે. હવે આપણે દેવતા બની રહ્યાં છીએ. બાપ કેટલું સહજ બતાવે છે. બાપ ની સામે ભલે
સાંભળે છે પરંતુ એકરસ થઈ નથી સાંભળતાં. બુદ્ધિ બીજી-બીજી તરફ ભાગતી રહે છે. ભક્તિ
માં પણ એવું થાય છે. આખો દિવસ તો વેસ્ટ (નકામો) જાય છે, બાકી જે સમય નિશ્ચિત કરે
છે, તેમાં પણ બુદ્ધિ ક્યાંક-ક્યાંક ચાલી જાય છે. બધા ની એવી હાલત થતી હશે. માયા છે
ને?
કોઈ-કોઈ બાળક બાપ ની
સામે બેસી ધ્યાન માં ચાલ્યાં જાય છે, આ પણ સમય વેસ્ટ થયો ને? કમાણી તો નથી થઈ. બાપ
તો કહે છે યાદ માં રહો, જેનાંથી વિકર્મ વિનાશ થાય. ધ્યાન માં જવાથી બુદ્ધિ માં બાપ
ની યાદ નથી રહેતી. આ બધી વાતો માં ખૂબ ગોટાળા છે. તમારે તો આંખો બંધ પણ નથી કરવાની.
યાદ માં બેસવાનું છે ને? આંખો ખોલવાથી ડરવું ન જોઈએ. આંખો ખુલ્લી હોય. બુદ્ધિ માં
માશૂક જ યાદ હોય. આંખો બંધ કરીને બેસવું, આ કાયદો નથી. બાપ કહે છે યાદ માં બેસો. એવું
થોડી કહે છે આંખો બંધ કરો. આંખો બંધ કરી, ગરદન આમ નીચે કરીને બેસશે તો બાબા કેવી
રીતે જોશે? આંખ ક્યારેય બંધ ન કરવી જોઈએ. આંખો બંધ થઈ જાય છે તો કંઈ દાળ માં કાળું
હશે, બીજા કોઈને યાદ કરતા હશે. બાપ તો કહે છે બીજા કોઈ મિત્ર-સંબંધીઓ વગેરે ને યાદ
કર્યા તો તમે સાચાં આશિક ન થયાં. સાચાં આશિક બનશો ત્યારે જ ઊંચ પદ મેળવશો. મહેનત બધી
યાદ માં છે. દેહ-અભિમાન માં બાપ ને ભૂલે છે, પછી ધક્કા ખાતાં રહે છે અને બહુ જ મીઠાં
પણ બનવું જોઈએ. વાતાવરણ પણ મીઠું હોય, કોઈ અવાજ નહીં. કોઈ પણ આવે તો જુએ-વાત કેટલી
મીઠી કરે છે. બહુ જ સાઈલેન્સ (શાંતિ) હોવું જોઈએ. કાંઈ પણ લડવા-ઝઘડવાનું નથી. નહીં
તો જાણે બાપ, શિક્ષક, ગુરુ ત્રણેય ની નિંદા કરાવે છે. તે પછી પદ પણ ખૂબ ઓછું મેળવશે.
બાળકો ને હવે સમજ તો મળી છે. બાપ કહે છે હું તમને ભણાવું છું ઊંચ પદ મેળવવાં. ભણીને
પછી બીજાઓ ને ભણાવવાનું છે. સ્વયં પણ સમજી શકે છે, અમે તો કોઈને સંભળાવતા નથી તો
શું પદ મેળવીશું? પ્રજા નહીં બનાવીએ તો શું બનીશું? યોગ નથી, જ્ઞાન નથી પછી જરુર
ભણેલાની આગળ નમવું પડશે. સ્વયં ને જોવું જોઈએ આ સમયે નાપાસ થયા, ઓછું પદ મેળવ્યું
તો કલ્પ-ક્લ્પાન્તર ઓછું પદ થઈ જશે. બાપ નું કામ છે સમજાવવાનું, નહીં સમજશે તો
પોતાનું પદ ભ્રષ્ટ કરશે. કેવી રીતે કોઈને સમજાવવું જોઈએ-તે પણ બાબા સમજાવતા રહે છે.
જેટલું થોડું અને ધીરે બોલશો એટલું સારું છે. બાબા સર્વિસ કરવાવાળા ની મહિમા પણ કરે
છે ને? ખુબ સારી સર્વિસ કરે છે તો બાબા નાં દિલ પર ચઢે છે. સર્વિસ થી જ તો દિલ પર
ચઢશે ને? યાદ ની યાત્રા પણ જરુર જોઈએ ત્યારે જ સતોપ્રધાન બનશો. સજા વધારે ખાશો તો
પદ ઓછું થઈ જશે. પાપ ભસ્મ નથી થતાં તો સજા ખૂબ ખાવી પડે છે, પદ પણ ઓછું થઈ જાય છે.
આને નુકસાન કહેવાય છે. આ પણ વેપાર છે ને? નુકસાન માં ન જવું જોઈએ. દૈવી ગુણ ધારણ કરો.
ઊંચ બનવું જોઈએ. બાબા ઉન્નતિ માટે જાત-જાત ની વાતો સંભળાવે છે, હવે જે કરશે તે
મેળવશે. તમારે પરિસ્તાની બનવાનું છે, ગુણ પણ એવાં ધારણ કરવાના છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈની સાથે
પણ બહુ જ નમ્રતા અને ધીરે થી વાતચીત કરવાની છે. બોલચાલ ખૂબ મીઠી હોય. સાઈલેન્સ નું
વાતાવરણ હોય. કોઈ પણ અવાજ ન હોય ત્યારે સર્વિસ ની સફળતા થશે.
2. સાચાં-સાચાં આશિક
બની એક માશૂક ને યાદ કરવાના છે. યાદ માં ક્યારેય આંખો બંધ કરી ગરદન નીચે કરીને નથી
બેસવાનું. દેહી-અભિમાની થઈ ને રહેવાનું છે.
વરદાન :-
સર્વ ખજાનાઓ
ને સ્વયં પ્રત્યે અને બીજાઓ પ્રત્યે યુઝ કરવા વાળા અખંડ મહાદાની ભવ
જેવી રીતે બાપ નો
ભંડારો સદા ચાલતો રહે છે, રોજ આપે છે એવી રીતે તમારું પણ અખંડ લંગર ચાલતું રહે
કારણકે તમારી પાસે જ્ઞાન નો, શક્તિઓ નો, ખુશી નો ભરપૂર ભંડારો છે. એને સાથે રાખવાથી
અથવા યુઝ કરવામાં કોઈ પણ જોખમ નથી. આ ભંડારો ખુલ્લો હશે તો ચોર નહીં આવશે. બંધ રાખશો
તો ચોર આવી જશે. એટલે રોજ તમને મળેલા ખજાનાઓ ને જુઓ અને સ્વયં પ્રત્યે અને બીજાઓ
પ્રત્યે યુઝ કરો તો અખંડ મહાદાની બની જશો.
સ્લોગન :-
સાંભળેલા ને
મનન કરો, મનન કરવાથી જ શક્તિશાળી બનશો.
અવ્યક્ત ઇશારા -
“કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
સેવા અને સ્થિતિ, બાપ
અને આપ, આ કમ્બાઈન્ડ સ્થિતિ, કમ્બાઈન્ડ સેવા કરો તો સદા ફરિશ્તા સ્વરુપ નો અનુભવ
કરશો. સદા બાપ ની સાથે પણ છું અને સાથી પણ છું - આ ડબલ અનુભવ થાય. સ્વ ની લગન માં
સદા સાથ નો અનુભવ કરો અને સેવા માં સદા સાથી નો અનુભવ કરો.