07-05-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ છો , તમને જ બાપ દ્વારા જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું
છે , તમે હમણાં ઈશ્વરીય ખોળામાં છો”
પ્રશ્ન :-
અદ્વૈત રાજ્ય, જ્યાં
બીજો કોઇ ધર્મ નથી, તે રાજ્ય ની સ્થાપના નો આધાર શું છે?
ઉત્તર :-
યોગબળ. બાહુબળ થી ક્યારેય પણ અદ્વૈત રાજ્ય ની સ્થાપના થઇ નથી શકતી. આમ ક્રિશ્ચન ની
પાસે આટલી શક્તિ છે જે જો પરસ્પર મળી જાય તો આખાં વિશ્વ પર રાજ્ય કરી શકે છે, પરંતુ
આ લૉ (કાયદો) નથી કહેતો. વિશ્વ પર એક રાજ્ય ની સ્થાપના કરવી બાપ નું જ કામ છે.
ગીત :-
છોડ ભી દે
આકાશ સિંહાસન…
ઓમ શાંતિ!
બાળકોને ઓમ્
શાંતિ નો અર્થ તો અનેક વાર સમજાવ્યો છે. ઓમ્ એટલે હું કોણ? હું આત્મા. આ શરીર આપણાં
ઓરગન્સ (અવયવો) છે. હું આત્મા પરમધામ નો રહેવાવાળો છું. ભારતવાસી પોકારે છે કે હે
દૂર દેશ કે રહેને વાલે આઓ… કારણકે ભારત માં હમણાં ખૂબ ધર્મ ગ્લાનિ, દુઃખ થઈ પડ્યાં
છે. તમે ફરીથી આવીને ગીતા નો ઉપદેશ સંભળાવો. ગીતા માટે જ કહે છે - શિવબાબા આવો
કારણકે એ બધાનાં બાપ છે. કહે છે ભારતવાસીઓ પર ફરીથી પડછાયો પડ્યો છે, માયારુપી રાવણ
નો, એટલે બધા દુઃખી પતિત છે. પોકારે છે - રુપ બદલીને આવો અર્થાત્ મનુષ્ય નાં રુપ
માં આવો. તો મનુષ્ય રુપ માં આવું છું. મારું આવવાનું દિવ્ય અલૌકિક છે. હું ગર્ભ માં
નથી આવતો, હું આવું જ છું સાધારણ વૃદ્ધ તન માં.
આપ બાળકો જાણો છો -
હું કલ્પ-કલ્પ પોતાનું નિરાકારી રુપ બદલીને આવું છું. જ્ઞાન નાં સાગર તો પરમપિતા
પરમાત્મા જ છે. કૃષ્ણને ક્યારેય પણ નહીં કહેવાશે. બાપ કહે છે હું આ સાધારણ તન માં
આવીને તમને ફરીથી સહજ રાજયોગ શીખવાડી રહ્યો છું. જ્યારે દુનિયા પતિત બની જાય છે
ત્યારે મારે આવવું પડે છે. કળિયુગ થી સતયુગ બનાવવા હું આવું છું. બ્રહ્મા, વિષ્ણુ,
શંકર નું ચિત્ર પણ છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ અને પછી વિષ્ણુ
દ્વારા પાલના. આ લક્ષ્મી-નારાયણ, વિષ્ણુ નાં બે રુપ છે. આ તમે બાળકો જાણો છો. બાબા
ફરી થી રુપ બદલીને આવ્યાં છે. એ આપણા સુપ્રીમ બાપ છે, સુપ્રીમ શિક્ષક પણ છે,
સુપ્રીમ ગુરુ પણ છે બીજા ગુરુ લોકોને સુપ્રીમ નથી કહેવાતું. આ તો બાપ, શિક્ષક, ગુરુ
ત્રણેય છે. લૌકિક બાપ તો બાળકોની પાલના કરી પછી તેમને સ્કૂલ માં મોકલી દે છે. કોઈ
વિરલા હશે જે બાપ, શિક્ષક પણ હશે. આ કોઈ કહી ન શકે. બધા આત્માઓ મને પોકારે છે, ગોડ
ફાધર કહે છે તો એ આત્મા નાં ફાધર (પિતા) થઈ ગયાં. આ ગીત પણ ભક્તિમાર્ગ નું છે.
સતયુગ માં તો માયા હોતી જ નથી. જે પોકારવું પડે. ત્યાં તો સુખ જ સુખ છે. તમે જાણો
છો ૫ હજાર વર્ષ નું ચક્ર છે. અડધોકલ્પ સતયુગ-ત્રેતા દિવસ, અડધોકલ્પ દ્વાપર-કળિયુગ
રાત. તમે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ છો. બ્રહ્મા ની અથવા આપ બ્રાહ્મણો ની જ
રાત-દિવસ ગવાયેલ છે. દિવસ અને રાત નું જ્ઞાન પણ આપ બાળકોને છે. લક્ષ્મી-નારાયણ ને આ
જ્ઞાન નથી. હમણાં તમે સંગમ પર છો, જાણો છો હવે ભક્તિમાર્ગ પૂરો થઈ, દિવસ ઉદય થાય
છે. આ જ્ઞાન હમણાં તમને બાપ દ્વારા મળ્યું છે. કળિયુગ માં કે સતયુગ માં આ જ્ઞાન
કોઈને પણ હોતું નથી, એટલે ગવાયેલું છે - બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત. તમે હમણાં
સૂર્યવંશી-ચંદ્રવંશી રાજ્ય મેળવવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો. પછી અડધાકલ્પ બાદ તમે
રાજ્ય ગુમાવો છો. આ જ્ઞાન આપ બ્રાહ્મણોનાં સિવાય કોઈને નથી. તમે દેવતા બની જશો પછી
આ જ્ઞાન રહેશે નહીં. હમણાં છે રાત્રિ. શિવરાત્રી પણ ગવાય છે. કૃષ્ણની પણ રાત્રિ કહે
છે પરંતુ તેનો અર્થ નથી સમજતાં. શિવની જયંતી અર્થાત્ શિવ નું રિઈનકારનેશન (અવતરણ)
થાય છે. એવાં બાપ નો દિવસ ઓછામાં ઓછો એક મહિનો મનાવવો જોઈએ. જે આખી સૃષ્ટિ ને પતિત
થી પાવન બનાવે છે, એમનો હોલી-ડે (રજા) પણ નથી મનાવતાં. બાપ કહે છે હું બધાનો
લિબ્રેટર છું (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) બની બધાને લઈ જાઉં છું.
હમણાં તમે પુરુષાર્થ
કરો છો - રાજયોગ શીખવાનો. બાપ તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપી રહ્યાં છે. આત્માનું
રુપ શું છે - આ પણ કોઈને ખબર નથી. બાપ કહે છે તમે આત્મા ન અંગુઠા જેવાં છો, ન અખંડ
જ્યોતિ જેવાં છો. તમે તો સ્ટાર છો, બિંદી જેવાં. હું પણ આત્મા બિંદી છું, પરંતુ હું
પુનર્જન્મ માં નથી આવતો. મારી મહિમા જ અલગ છે, હું સુપ્રીમ (સર્વોચ્ચ) હોવાનાં કારણે
જન્મ-મરણ નાં ચક્ર માં નથી આવતો. તમે આત્માઓ શરીર માં આવો છો. તો ૮૪ જન્મ લો છો,
હું આ શરીર માં પ્રવેશ કરું છું. આ લોન લીધેલું છે. બાપ સમજાવે છે - તમે પણ આત્મા
છો. પરંતુ તમે પોતાને રિયલાઈઝ (મહેસૂસ) નથી કરતાં કે અમે આત્મા છીએ, આત્મા જ બાપ ને
યાદ કરે છે. દુઃખ માં હંમેશા યાદ કરે છે, હે ભગવાન, હે રહેમદિલ બાબા, રહેમ કરો.
રહેમ માંગો છો કારણકે એ બાપ જ નોલેજફુલ, બ્લિસફુલ, પ્યોરિટી ફુલ છે. જ્ઞાનમાં પણ
ફુલ (ભરપૂર) છે. જ્ઞાન નાં સાગર છે. મનુષ્ય ને આ મહિમા આપી ન શકાય. આખી દુનિયા પર
બ્લિસ કરવી, આ બાપ નું જ કામ છે. એ છે રચયિતા, બાકી બધા છે રચના. ક્રિયેટર (રચયિતા)
રચના ને ક્રિયેટ કરે છે. પહેલાં સ્ત્રી ને એડોપ્ટ કરે છે, પછી તેનાં દ્વારા રચના રચે
છે, પછી તેની પાલના પણ કરે છે, વિનાશ નથી કરતાં. આ બેહદ નાં બાપ આવીને
સ્થાપના-પાલના-વિનાશ કરાવે છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની પાલના કરાવે છે. સતયુગ
આદિ માં ફટ થી રાજધાની સ્થાપન થઈ જાય છે બીજા ધર્મ વાળા તો ફક્ત પોત-પોતાનાં ધર્મ
સ્થાપન પણ કરે છે પછી જ્યારે લાખો, કરોડો નાં અંદાજ માં વૃદ્ધિ થઈ જાય છે, ત્યારે
રાજાઈ થાય છે. હમણાં તમે રાજધાની સ્થાપન કરી રહ્યાં છો. યોગબળ થી તમે આખાં વિશ્વનાં
માલિક બનો છો, બાહુબળ થી ક્યારેય કોઈ વિશ્વ પર રાજાઈ કરી નથી શકતું. બાબાએ સમજાવ્યું
છે, ક્રિશ્ચન માં એટલી તાકાત છે, તે પરસ્પર મળી જાય તો આખાં વિશ્વ પર રાજ્ય કરી શકે
છે. પરંતુ બાહુબળ થી વિશ્વ પર રાજ્ય મેળવે, આ કાયદો નથી. ડ્રામા માં આ કાયદો નથી,
જે બાહુબળ વાળા વિશ્વનાં માલિક બને.
બાપ સમજાવે છે -
વિશ્વની બાદશાહી યોગબળ થી મારા દ્વારા જ મળી શકે છે. ત્યાં કોઈ પાર્ટીશન (વિભાજન)
નથી. ધરતી, આકાશ બધું તમારું હશે. તમને કોઈ ટચ (સ્પર્શ) નથી કરી શકતું. તેને કહેવાય
છે અદ્વૈત રાજ્ય. અહીંયા છે અનેક રાજ્ય. બાપ સમજાવે છે - ૫ હજાર વર્ષ બાદ આપ બાળકોને
આ રાજ્યોગ શીખવાડું છું. કૃષ્ણનો આત્મા હમણાં શીખી રહ્યો છે. કૃષ્ણ પહેલાં નંબર નાં
પ્રિન્સ (રાજકુમાર) હતાં. તે આ સમયે ૮૪ જન્મ નાં અંતમાં આવીને બ્રહ્મા બન્યાં છે. આ
બાળકોને સમજાવ્યું છે, સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે. બાપ ફરી થી સ્વર્ગ ની
સ્થાપના કરી રહ્યાં છે. અનેક ધર્મ વિનાશ થવાનાં છે જરુર. એક ધર્મની સ્થાપના થઈ જશે.
ભારત જ ૧૦૦ ટકા સોલવેન્ટ (ભરપૂર), ધર્મ શ્રેષ્ઠ હતો. દેવતાઓનાં કર્મ પણ શ્રેષ્ઠ હતાંં.
તેમની જે મહિમા ગવાયેલી છે - સર્વગુણ સંપન્ન... પહેલાં-પહેલાં પવિત્ર હતાં, હવે
પતિત બન્યાં છે પછી બાપ આવીને સ્ત્રી-પુરુષ બંનેને પવિત્ર બનાવે છે. રક્ષાબંધન નો
ઉત્સવ આટલો કેમ મનાવે છે - આ કોઈને ખબર નથી. બાપે જ આવીને પ્રતિજ્ઞા લીધી હતી કે
અંતિમ જન્મ માં તમે બંને પવિત્ર રહો. સંન્યાસીઓ નો તો ધર્મ જ અલગ છે. જ્ઞાન, ભક્તિ
અને વૈરાગ્ય - આ તમારા માટે છે. તમે જોયું હશે - પાદરી લોકો ચાલે છે તો આંખો એક તરફ
રહે છે બીજા કોઈની તરફ જોતાં નથી. નન્સ હોય છે ને. હવે તે તો ક્રાઈસ્ટ ને યાદ કરે
છે. કહે છે - ક્રાઈસ્ટ ગોડ (ભગવાન) નું બાળક હતાં. તમારું કોઈ સફેદ કપડા વગેરે થી
કનેક્શન નથી. તમે તો આત્મા છો. નન બટ વન, એક ને જ યાદ કરવાનાં છે. સાચાં નન્સ તો તમે
છો, તમને વારસો એ બાબા થી મળવાનો છે, એમને યાદ કરશો ત્યારે જ વિકર્મ વિનાશ થશે એટલે
બાપ નું ફરમાન છે - મામેકમ્ યાદ કરો. આત્મા નો નિશ્ચય ન હોવાનાં કારણે નન્સ પછી
ક્રાઈસ્ટ ને યાદ કરે છે. ગોડ કોણ છે - આ નથી જાણતાં. ભારતવાસી જે પહેલાં-પહેલાં આવે
છે, તે જ નથી જાણતાં. લક્ષ્મી-નારાયણ ને આ સૃષ્ટિનું જ્ઞાન થોડી છે, ન તે
ત્રિકાળદર્શી છે. ત્રિકાળદર્શી આપ બ્રાહ્મણ બનો છો. તમને કોડી થી બદલીને હીરા જેવાં
બાપ બનાવે છે. હમણાં તમે ઈશ્વરીય ખોળા માં છો. તમારો આ અંતિમ જન્મ ખૂબ અમૂલ્ય છે.
ભારતની ખાસ, દુનિયાની આમ તમે રુહાની સેવા કરો છો. બાકી તે તો છે શરીરધારી સોશિયલ
વર્કર્સ (સમાજ સેવક), તમે છો રુહાની. તમને શિખવાડવા વાળા સુપ્રીમ રુહ છે. દરેક આત્મા
ને કહો - બાપ ને યાદ કરો. બાપ જ પતિત-પાવન ગવાયેલ છે. તમને ઉતરવામાં ૮૪ જન્મ લાગે
છે, પછી ચઢવામાં એક સેકન્ડ લાગે છે. આ તમારો આ મૃત્યુલોક નો અંતિમ જન્મ છે,
મૃત્યુલોક મુર્દાબાદ, અમરલોક જિંદાબાદ થવાનું છે. આને અમરકથા કહેવાય છે. અમર બાબા
આવીને આપ આત્માઓ ને અમર યુગ માં લઈ જવા માટે અમર કથા સંભળાવે છે. બાપ કહે છે - સારું,
બીજી વાતો ભૂલી જાઓ છો તો ફક્ત પોતાને આત્મા નિશ્ચય કરી મુજ એક બાપ ને યાદ કરો.
બુદ્ધિનો યોગ મારી સાથે લગાવો તો તમારા પાપ ભસ્મ થઈ અને તમે પુણ્ય-આત્મા બની જશો.
તમે મનુષ્ય થી દેવતા બનો છો, આ નવી વાત નથી. ૫ હજાર વર્ષ પછી બાપ આવીને તમને વારસો
આપે છે, રાવણ પછી શ્રાપ આપે છે - આ છે રમત. ભારતની જ કથા છે. આ વાતો બાપ જ સમજાવે
છે, કોઈ પણ વેદ-શાસ્ત્ર વગેરે માં નથી એટલે ગોડફાધર ને જ નોલેજફુલ, પીસફુલ,
બ્લિસફુલ કહેવાય છે. તમને પણ આપ સમાન બનાવે છે. તમે પણ પૂજ્ય હતાં પછી પુજારી બનો
છો, જાતેજ પૂજ્ય, જાતેજ પુજારી. આ ભગવાન માટે નથી. આપ ભારતવાસીઓની વાત છે, તમે પહેલાં
ફક્ત એક શિવની જ ભક્તિ કરતાં હતાં. અવ્યભિચારી ભક્તિ કરી પછી દેવતાઓની ભક્તિ શરું
કરી, પછી નીચે ઉતરતાં આવ્યાં. હવે ફરીથી તમે દેવી-દેવતા બની રહ્યાં છો, જે થોડું ભણે
છે તે પ્રજા માં ચાલ્યાં જશે. જે સારી રીતે ભણે-ભણાવે છે, તે રાજાઈ માં આવશે. પ્રજા
તો અસંખ્ય બને છે. એક મહારાજા ની લાખો-કરોડો નાં અંદાજ માં પ્રજા હશે. તમે
પુરુષાર્થ કરો જ છો કલ્પ પહેલાં ની જેમ. પુરુષાર્થ થી ખબર પડી જાય છે કે માળા માં
કોણ-કોણ આવવા વાળા છે! પ્રજા માં પણ કોઈ ગરીબ, કોઈ સાહૂકાર બને છે. ભક્તિમાર્ગ માં
ઈશ્વર અર્થ દાન કરે છે. શું ઈશ્વરની પાસે નથી શું? કાં તો કહે છે, કૃષ્ણ અર્પણમ્.
પરંતુ હકીકત માં હોય છે ઈશ્વર અર્પણમ્, મનુષ્ય જે કંઈ કરે છે તેનું ફળ બીજા જન્મ
માં મળે છે. એક જન્મ નાં માટે મળી જાય છે. હવે બાપ કહે છે - હું આવ્યો છું, તમને ૨૧
જન્મ નો વારસો આપવાં. મારા અર્થ ડાયરેક્ટ કાંઈ પણ કરો છો તો ૨૧ જન્મ નાં માટે તેની
પ્રાપ્તિ તમને થઈ જાય છે. ઇનડાયરેક્ટ કરો છો તો એક જન્મ નાં માટે અલ્પકાળ નું સુખ
મળી જાય છે. બાપ સમજાવે છે આ તમારું બધું માટી માં મળી જવાનું છે, એટલે આને સફળ કરી
લો. તમે આ રુહાની હોસ્પિટલ સાથે યુનિવર્સિટી ખોલતાં જાઓ, જ્યાંથી બધાં એવરહેલ્દી (સદા
સ્વસ્થ), એવરવેલ્દી (સદા સંપન્ન) બનશે, આનાંથી ખુબ આવક થાય છે. યોગ થી હેલ્થ અને
ચક્ર ને જાણવાથી વેલ્થ. તો ઘર-ઘર માં આવી યુનિવર્સિટી સાથે હોસ્પિટલ ખોલતાં જાઓ.
મોટા વ્યક્તિ છે તો મોટી ખોલે, જ્યાં ઘણાં આવી શકે. બોર્ડ પર લખી દો. જેવી રીતે
નેચરક્યોર વાળા લખે છે. બાપ આખી દુનિયાની નેચર બદલી પ્યોર (પવિત્ર) બનાવી દે છે. આ
સમયે બધાં ઈમપ્યોર (અપવિત્ર) છે. આખી દુનિયાને એવર હેલ્દી, એવર વેલ્દી બનાવવા વાળા
બાપ છે, જે હમણાં આપ બાળકોને ભણાવી રહ્યાં છે. તમે છો મોસ્ટ સ્વીટ બાળકો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં આ
અમૂલ્ય જીવન ને રુહાની સેવામાં લગાવવાનું છે. ખાસ ભારત, આમ આખી દુનિયાની સેવા કરવાની
છે.
2. પોતાનું બધુંજ સફળ
કરવા માટે ડાયરેક્ટ ઈશ્વર અર્થ અર્પણ કરવાનું છે. રુહાની હોસ્પિટલ અને યુનિવર્સિટી
ખોલવાની છે.
વરદાન :-
એકરસ સ્થિતિ
દ્વારા અતીન્દ્રિય સુખ ની અનુભૂતિ કરવા વાળા સર્વ આકર્ષણો થી મુક્ત ભવ
જ્યારે ઈન્દ્રિયો નાં
આકર્ષણ અને સંબંધો નાં આકર્ષણ થી મુક્ત બનો ત્યારે અતીન્દ્રિય સુખની અનુભૂતિ કરી
શકશો. કોઈ પણ કર્મેન્દ્રિયો નાં વશ થવાથી જે ભિન્ન-ભિન્ન આકર્ષણ થાય છે તે
અતીન્દ્રિય સુખ કે હર્ષ અપાવવામાં બંધન નાખે છે. પરંતુ જ્યારે બુદ્ધિ સર્વ આકર્ષણો
થી મુક્ત થઈ એક ઠેકાણા પર ટકી જાય છે, હલચલ સમાપ્ત થઈ જાય છે ત્યારે એકરસ અવસ્થા
બનવાથી અતીન્દ્રિય સુખ ની અનુભૂતિ થાય છે.
સ્લોગન :-
પોતાની બુદ્ધિ
ની લાઈન સદા ક્લિયર રાખો તો એકબીજા નાં મન નાં ભાવો ને જાણી લેશો.
આ અવ્યક્ત ઇશારા - સદા
અચળ , અડોલ , એકરસ સ્થિતિનો અનુભવ કરો
કોઈ પણ પ્રકાર ની
હલચલ માં અચળ રહેવું, આ જ શ્રેષ્ઠ બ્રાહ્મણ-જીવન ની નિશાની છે. દુનિયા હલચલ માં હોય
પરંતુ તમે શ્રેષ્ઠ આત્મા હલચલ માં ન આવી શકો. કેમ? ડ્રામા નાં દરેક સીન ને જાણો છો.
નોલેજફુલ આત્માઓ, પાવરફુલ આત્માઓ સદા સ્વતઃ જ અચળ રહે છે. તો ક્યારેય વાયુમંડળ થી
ગભરાઓ નહીં, સદા નિર્ભય રહો.