07-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે ખૂબ રોયલ સ્ટુડન્ટ ( વિદ્યાર્થી ) છો , તમારે બાપ , શિક્ષક અને સદ્દગુરુ ની યાદ માં રહેવાનું છે , અલૌકિક ખિદ્દમત ( સેવા ) કરવાની છે”

પ્રશ્ન :-
જે સ્વયં પોતાને બેહદ નાં પાર્ટધારી સમજીને ચાલે છે, તેમની નિશાની સંભળાવો?

ઉત્તર :-
તેમની બુદ્ધિ માં કોઈ પણ સૂક્ષ્મ કે સ્થૂળ દેહધારી ની યાદ નહીં હશે. તે એક બાપ ને અને શાંતિધામ ઘર ને યાદ કરતા રહેશે કારણકે બલિહારી એક ની છે. જેમ બાપ આખી દુનિયા ની ખિદ્દમત કરે છે, પતિતો ને પાવન બનાવે છે. એમ બાળકો પણ બાપ સમાન ખિદ્દમતગાર બની જાય છે.

ઓમ શાંતિ!
પહેલાં-પહેલાં બાપ બાળકો ને સાવધાની આપે છે. અહીં બેસો છો તો પોતાને આત્મા સમજી બાપ ની આગળ બેઠાં છો? આ પણ બુદ્ધિ માં લાવો કે અમે બાપ ની આગળ પણ બેઠાં છીએ, શિક્ષક ની આગળ પણ બેઠાં છીએ. નંબરવન વાત છે - આપણે આત્મા છીએ, બાપ પણ આત્મા છે, શિક્ષક પણ આત્મા છે, ગુરુ પણ આત્મા છે. એક જ છે ને? આ નવી વાત તમે સાંભળો છો. તમે કહેશો બાબા અમે તો કલ્પ-કલ્પ આ સાંભળીએ છીએ. તો બુદ્ધિ માં આ યાદ રહે, બાપ ભણાવે છે, આપણે આત્મા આ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) દ્વારા સાંભળીએ છીએ. આ જ્ઞાન આ સમયે જ આપ બાળકો ને મળે છે ઊંચા માં ઊંચા ભગવાન દ્વારા. એ સર્વ આત્માઓ નાં બાપ છે, જે વારસો આપે છે. કયું જ્ઞાન આપે છે? સર્વ ની સદ્દગતિ કરે છે એટલે ઘરે લઈ જાય છે. કેટલા ને લઈ જશે? આ બધું તમે જાણો છો. મચ્છરો સદૃશ્ય બધા આત્માઓ એ જવાનું છે. સતયુગ માં એક જ ધર્મ, પવિત્રતા-સુખ-શાંતિ બધું રહે છે. આપ બાળકો ને ચિત્ર પર સમજાવવું ખૂબ સહજ છે. બાળકો પણ નક્શા પર સમજી જાય છે ને? ઇંગ્લેન્ડ છે, આ છે પછી તે યાદ આવી જાય છે. આ પણ એવું છે. એક-એક વિદ્યાર્થી ને સમજાવવાનું હોય છે, મહિમા પણ એક ની જ છે - શિવાય નમઃ, ઊંચા માં ઊંચા ભગવાન. રચયિતા બાપ ઘર નાં મોટા હોય છે ને? તે હદ નાં, આ છે આખા બેહદ નાં ઘર નાં બાપ. આ પછી શિક્ષક પણ છે. તમને ભણાવે છે. તો આપ બાળકો ને ખૂબ ખુશી રહેવી જોઈએ. તમે સ્ટુડન્ટ પણ રોયલ છો. બાપ કહે છે હું સાધારણ તન માં આવું છું. પ્રજાપિતા બ્રહ્મા પણ જરુર અહીં જોઈએ. તેમનાં વગર કામ કેવી રીતે ચાલી શકે? અને જરુર વૃદ્ધ જ જોઈએ કારણકે એડોપ્ટેડ છે ને? તો વૃદ્ધ જોઈએ. શ્રીકૃષ્ણ તો બાળકો-બાળકો બોલી ન શકે. વૃદ્ધ શોભે છે. બાળક ને થોડી કોઈ બાબા કહેશે? તો બાળકો ને પણ બુદ્ધિ માં આવવું જોઈએ અમે કોની આગળ બેઠાં છીએ. અંદર ખુશી પણ હોવી જોઈએ. વિદ્યાર્થી ક્યાંય પણ બેઠાં હશે તેમની બુદ્ધિ માં બાપ પણ યાદ આવે છે. શિક્ષક પણ યાદ આવે છે. તેમને તો બાપ અલગ, શિક્ષક અલગ હોય છે. તમારા તો એક જ બાપ-શિક્ષક-ગુરુ છે. આ બાબા પણ તો વિદ્યાર્થી છે. ભણી રહ્યાં છે. ફક્ત લોન (ઉધાર) પર રથ આપેલો છે બીજો કોઈ ફરક નથી. બાકી તમારા જેવાં જ છે. આમનો આત્મા પણ આ જ સમજે છે જે તમે સમજો છો. બલિહારી છે જ એક ની. એમને જ પ્રભુ, ઈશ્વર કહે છે. આ પણ કહે છે પોતાને આત્મા સમજી એક પરમાત્મા ને યાદ કરો, બાકી બધા સૂક્ષ્મ અને સ્થૂળ દેહધારીઓ ને ભૂલી જાઓ. તમે શાંતિધામ નાં રહેવાવાળા છો. તમે છો બેહદ નાં પાર્ટધારી. આ વાતો બીજા કોઈ પણ નથી જાણતાં. દુનિયાભર માં કોઈને ખબર નથી, અહીં જે આવે છે તે સમજતા જાય છે. અને બાપ ની સર્વિસ (સેવા) માં આવતા જાય છે. ઈશ્વરીય ખિદ્દમતગાર થયા ને? બાપ પણ આવ્યાં છે ખિદ્દમત કરવાં. પતિતો ને પાવન બનાવવા ની ખિદ્દમત કરે છે. રાજ્ય ગુમાવીને પછી જ્યારે દુઃખી થાય છે તો બાપ ને બોલાવે છે. જેમણે રાજ્ય આપ્યું છે, તેમને જ બોલાવશે.

આપ બાળકો જાણો છો બાપ સુખધામ નાં માલિક બનાવવા આવ્યાં છે. દુનિયા માં કોઈને ખબર નથી. છે તો બધા ભારતવાસી એક ધર્મ નાં. આ છે જ મુખ્ય ધર્મ. તે જરુર જ્યારે ન હોય ત્યારે તો બાપ આવીને સ્થાપન કરે. બાળકો સમજે છે ભગવાન જેમને આખી દુનિયા અલ્લાહ, ગોડ કહીને પોકારે છે, એ અહીં ડ્રામા અનુસાર કલ્પ પહેલાં ની જેમ આવ્યાં છે. આ છે ગીતા નો એપિસોડ, જેમાં બાપ આવીને સ્થાપના કરે છે. ગવાય પણ છે બ્રાહ્મણ અને દેવી-દેવતા… ક્ષત્રિય નથી કહેતાં. બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ કહે છે કારણકે ક્ષત્રિય તો છતાં પણ ૨ કળા ઓછી થઈ ગઈ ને? સ્વર્ગ કહેવાય જ છે નવી દુનિયા ને. ત્રેતા ને નવી દુનિયા થોડી કહેવાશે? પહેલાં-પહેલાં સતયુગ માં છે એકદમ નવી દુનિયા. આ છે જૂના માં જૂની દુનિયા. પછી નવા માં નવી દુનિયા માં જઈશું. આપણે હવે એ દુનિયામાં જઈએ છીએ ત્યારે તો બાળકો કહે છે અમે નર થી નારાયણ બનીએ છીએ. કથા પણ આપણે સત્યનારાયણ ની સાંભળીએ છીએ. પ્રિન્સ (રાજકુમાર) બનવાની કથા નથી કહેતાં. સત્યનારાયણ ની કથા છે. તેઓ નારાયણ ને અલગ સમજે છે. પરંતુ નારાયણ ની કોઈ જીવન કહાણી તો નથી. જ્ઞાન ની વાતો તો ખૂબ છે ને એટલે ૭ દિવસ આપવામાં આવે છે. ૭ દિવસ ભઠ્ઠી માં રહેવું પડે. પરંતુ એવું પણ નથી અહીં ભઠ્ઠી માં રહેવાનું છે. એમ તો પછી ભઠ્ઠી નું બહાનું કરી ઘણાં બધા આવી જાય. ભણતર સવારે અને સાંજે હોય છે. બપોર માં વાયુમંડળ ઠીક નથી હોતું. રાત્રે પણ ૧૦ થી ૧૨ ખરાબ સમય છે. અહીં આપ બાળકોએ પણ મહેનત કરવાની છે, યાદ માં રહી સતોપ્રધાન બનવાની. ત્યાં તો આખો દિવસ કામ-ધંધા માં રહો છો. એવાં પણ ઘણાં હોય છે જે ધંધા-ધોરી કરતા ભણે પણ છે વધારે સારી નોકરી કરવા માટે. અહીં પણ તમે ભણો છો તો શિક્ષક ને યાદ કરવા પડે જે ભણાવે છે. અચ્છા, શિક્ષક સમજીને યાદ કરો તો પણ ત્રણેય સાથે યાદ આવી જાય છે - બાપ, શિક્ષક, ગુરુ, તમારા માટે ખૂબ સહજ છે તો ઝટ યાદ આવવા જોઈએ. આ આપણા બાબા પણ છે, શિક્ષક અને ગુરુ પણ છે. ઊંચા માં ઊંચા બાપ છે જેમની પાસે થી આપણે સ્વર્ગ નો વારસો લઈ રહ્યાં છીએ. આપણે સ્વર્ગ માં જરુર જઈશું. સ્વર્ગ ની સ્થાપના જરુર થવાની છે. તમે પુરુષાર્થ ફક્ત કરો છો ઊંચ પદ મેળવવા માટે. આ પણ તમે જાણો છો. મનુષ્યો ને પણ ખબર પડશે, તમારો અવાજ ફેલાતો રહેશે. આપ બ્રાહ્મણો નો અલૌકિક ધર્મ છે - શ્રીમત પર અલૌકિક સેવા માં તત્પર રહેવું. આ પણ મનુષ્યો ને ખબર પડી જશે કે તમે શ્રીમત પર કેટલું ઊંચું કામ કરી રહ્યાં છો. તમારા જેવી અલૌકિક સર્વિસ (સેવા) કોઈ કરી ન શકે. તમે બ્રાહ્મણ ધર્મવાળા જ આવાં કર્મ કરો છો. તો આવાં કર્મ માં લાગી જવું જોઈએ, આમાં જ બિઝી (વ્યસ્ત) રહેવું જોઈએ. બાપ પણ બિઝી રહે છે ને? તમે રાજધાની સ્થાપન કરી રહ્યાં છો. તે તો પંચાયત મળીને ફક્ત પાલના કરતી રહે છે. અહીં તમે ગુપ્ત વેશ માં શું કરી રહ્યાં છો? તમે છો ઈન્કાગનિટો (ગુપ્ત), અનનોન વારિયર્સ, નોન-વાયોલેન્સ (અહિંસક). આનો અર્થ પણ કોઈ સમજતા નથી. તમે છો ડબલ અહિંસક સેના. મોટી હિંસા તો આ વિકાર ની છે, જે પતિત બનાવે છે. આને જ જીતવાનો છે. ભગવાનુવાચ કામ મહાશત્રુ છે, આનાં પર જીત મેળવવા થી જ તમે જગતજીત બનશો. આ લક્ષ્મી-નારાયણ જગતજીત છે ને? ભારત જગતજીત હતું. આ વિશ્વ નાં માલિક કેવી રીતે બન્યાં? આ પણ બહાર વાળા સમજી ન શકે. આ સમજવા માં બુદ્ધિ ખૂબ વિશાળ જોઈએ. મોટી-મોટી પરીક્ષા ભણવાવાળા ની વિશાળ બુદ્ધિ હોય છે ને? તમે શ્રીમત પર પોતાનું રાજ્ય સ્થાપન કરો છો. તમે કોઈને પણ સમજાવી શકો છો વિશ્વ માં શાંતિ હતી ને, બીજું કોઈ રાજ્ય નહોતું. સ્વર્ગ માં શાંતિ હોઈ ન શકે. બહિશ્ત ને કહેવાય જ છે ગાર્ડન ઓફ અલ્લાહ (ભગવાન નો બગીચો). ફક્ત બગીચો થોડી હશે? મનુષ્ય પણ જોઈએ ને? હવે આપ બાળકો જાણો છો આપણે બહિશ્ત નાં માલિક બની રહ્યાં છીએ. આપ બાળકો ને કેટલો નશો રહેવો જોઈએ અને ઊંચા વિચાર હોવા જોઈએ. તમે બહાર નાં કોઈ પણ સુખ ને નથી ઈચ્છતાં. આ સમયે તમારે બિલકુલ સિમ્પલ રહેવાનું છે. હવે તમે સાસરે જાઓ છો. આ છે પિયર ઘર. અહીં તમને ડબલ પિતા મળ્યાં છે. એક નિરાકાર ઊંચા માં ઊંચા, બીજા પછી સાકાર તે પણ ઊંચે માં ઊંચા. હમણાં તમે સાસરે વિષ્ણુપુરી માં જાઓ છો. એને કૃષ્ણપુરી નહીં કહેવાશે. બાળક ની પુરી નથી હોતી. વિષ્ણુપુરી અર્થાત્ લક્ષ્મી-નારાયણ ની પુરી. તમારો છે રાજયોગ. તો જરુર નર થી નારાયણ બનશો.

આપ બાળકો છો સાચાં-સાચાં ખુદાઈ-ખિદ્દમતગાર. બાબા સાચાં ખુદાઈ ખિદ્દમતગાર તેને કહે છે જે ઓછામાં ઓછા ૮ કલાક આત્મ-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરે છે. કોઈ કર્મ-બંધન ન રહે ત્યારે ખિદ્દમતગાર બની શકો છો અને કર્માતીત અવસ્થા થઈ શકે છે. નર થી નારાયણ બનવું છે તો કર્માતીત અવસ્થા જરુર જોઈએ. કર્મબંધન હશે તો સજા ખાવી પડશે. બાળકો સ્વયં સમજે છે - યાદ ની મહેનત ખુબ કઠીન છે. યુક્તિ ખુબ સહજ છે, ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. ભારત નો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. યોગ માટે જ નોલેજ છે, જે બાપ આવીને શીખવાડે છે. શ્રીકૃષ્ણ કોઈ યોગ થોડી શીખવાડે છે? શ્રીકૃષ્ણને પછી સ્વદર્શન ચક્ર આપી દીધું છે. તે પણ ચિત્ર કેટલું ખોટું છે. હમણાં તમારે કોઈ ચિત્ર વગેરે પણ યાદ નથી કરવાનાં. બધુંજ ભૂલો. કોઈ માં બુદ્ધિ ન જાય, લાઈન ક્લિયર જોઈએ. આ છે ભણતર નો સમય. દુનિયાને ભૂલી પોતાને આત્મા સમજી અને બાપ ને યાદ કરવાનાં છે, ત્યારે જ પાપ નાશ થશે. બાપ કહે છે પહેલાં-પહેલાં તમે અશરીરી આવ્યા હતાં, ફરી તમારે જવાનું છે. તમે ઓલરાઉન્ડર છો. તે હોય છે હદ નાં એક્ટર્સ, તમે છો બેહદનાં. હવે તમે સમજો છો આપણે અનેક વખત પાર્ટ ભજવ્યો છે. અનેક વખત તમે બેહદ નાં માલિક બનો છો. આ બેહદનાં નાટક માં પછી નાનાં-નાનાં નાટક પણ અનેક વખત ચાલતાં રહે છે. સતયુગ થી કળિયુગ સુધી જે કંઈ થયું છે તે રીપીટ થતું રહેશે. ઉપર થી લઈને અંત સુધી તમારી બુદ્ધિ માં છે. મૂળવતન, સૂક્ષ્મવતન અને સૃષ્ટિ નું ચક્ર, બસ, બીજા કોઈ ધામ થી તમારું કામ નથી. તમારો ધર્મ ખુબ સુખ આપવાવાળો છે. તેમનો સમય જ્યારે આવશે ત્યારે તે આવશે. નંબરવાર જેમ-જેમ આવ્યાં છે, એમ જ પછી જશે. આપણે બીજા ધર્મ નું શું વર્ણન કરીશું. તમને ફક્ત એક બાપ ની જ યાદ રહેવી જોઈએ છે. ચિત્ર વગેરે આ બધું ભૂલીને એક બાપ ને યાદ કરવાનાં છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ નહીં, ફક્ત એક ને. તેઓ સમજે છે પરમાત્મા લિંગ છે. હવે લિંગ સમાન કોઈ વસ્તુ હોય કેવી રીતે શકે? તે ભલા જ્ઞાન કેવી રીતે સંભળાવશે? શું પ્રેરણા થી કોઈ લાઉડ સ્પીકર રાખશે જે તમે સાંભળશો? પ્રેરણાથી તો કાંઈ થતું નથી. એવું નહીં, શંકર ને પ્રેરિત કરે છે. આ બધું ડ્રામા માં પહેલે થી જ નોંધ છે. વિનાશ તો થવાનો છે જ. જેમ તમે આત્માઓ શરીર દ્વારા વાત કરો છો, તેમ પરમાત્મા પણ આપ બાળકો થી વાત કરે છે. એમનો પાર્ટ જ દિવ્ય અલૌકિક છે. પતિતો ને પાવન બનાવવા વાળા એક જ બાપ છે. કહે છે મારો પાર્ટ સૌથી ન્યારો છે. કલ્પ પહેલાં જે આવ્યા હશે તે આવતા રહેશે. જે કંઈ પણ પાસ્ટ (ભૂતકાળ) થયું ડ્રામા, આમાં જરા પણ ફરક નથી. પછી પુરુષાર્થ નો ખ્યાલ રાખવાનો છે. એવું નહીં ડ્રામા અનુસાર અમારો ઓછો પુરુષાર્થ ચાલે છે પછી તો પદ પણ ખુબ ઓછું થઈ જશે. પુરુષાર્થ ને ઝડપી કરવો જોઈએ. ડ્રામા પર છોડી નથી દેવાનું. પોતાનાં ચાર્ટ ને જોતાં રહો. વધારતાં રહો. નોંધ રાખો અમારો ચાર્ટ વધતો જાય છે, ઓછો તો થતો નથી. ખુબ ખબરદારી જોઈએ. અહીં તમારો છે બ્રાહ્મણો નો સંગ. બાહર બધા છે કુસંગ. તે બધા ઊંધું જ સંભળાવે છે. હવે બાપ તમને કુસંગ થી કાઢે છે.

મનુષ્યોએ કુસંગ માં આવીને પોતાનું રહન-સહન, પોતાનો પહેરવેશ વગેરે બધું બદલી દીધું છે, દેશ-વેશ જ બદલી દીધો છે, આ પણ જેમ પોતાનાં ધર્મ ની ઇન્સલ્ટ (અપમાન) કરે છે. જુઓ, કેવા-કેવા વાળ ઓળાવે છે. દેહ-અભિમાન થઈ જાય છે. ૧૦૦-૧૫૦ રુપિયા આપે છે ફક્ત વાળ બનાવવા માટે. આને કહેવાય છે અતિ દેહ-અભિમાન. તે પછી ક્યારેય જ્ઞાન ઉઠાવી ન શકે. બાબા કહે છે બિલકુલ સિમ્પલ બનો. ઊંચી (મોંઘી) સાડી પહેરવાથી પણ દેહ-અભિમાન આવે છે. દેહ-અભિમાન તોડવા માટે બધું હલકુ કરી દેવું જોઈએ. સારી વસ્તુ દેહ-અભિમાન માં લઈ આવે છે. તમે આ સમયે વનવાહ માં છો ને? દરેક વસ્તુ થી મોહ હટાવાનો છે. બહુજ સાધારણ રહેવાનું છે. લગ્ન વગેરે માં ભલે રંગીન કપડાં વગેરે પહેરીને જાઓ, સંબંધ નિભાવવા અર્થ પહેરો, પછી ઘર માં આવી ને ઉતારી દો. તમારે તો વાણી થી પરે જવાનું છે. વાનપ્રસ્થી સફેદ પોશાક માં હોય છે. તમે એક-એક નાનાં-મોટાં બધા વાનપ્રસ્થી છો. નાનાં બાળકોને પણ શિવબાબા ની જ યાદ અપાવવાની છે. આમાં જ કલ્યાણ છે. બસ, આપણે હવે જવાનું છે શિવબાબાની પાસે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા ધ્યાન રહે કે આપણી કોઈ પણ ચલન દેહ-અભિમાન વાળી ન હોય. ખુબ જ સિમ્પલ રહેવાનું છે. કોઈ પણ વસ્તુ માં મમત્વ નથી રાખવાનું. કુસંગ થી પોતાની સંભાળ રાખવાની છે.

2. યાદ ની મહેનત થી સર્વ કર્મબંધન નો ને તોડી કર્માતીત બનવાનું છે. ઓછા માં ઓછા ૮ કલાક આત્મ-અભિમાની રહી સાચાં-સાચાં ખુદાઈ ખિદ્દમતગાર બનવાનું છે.

વરદાન :-
વિશાળ બુદ્ધિ , વિશાળ દિલ થી પોતાપણા ની અનુભૂતિ કરાવવા વાળા માસ્ટર રચયિતા ભવ

માસ્ટર રચયિતા ની પહેલી રચના - આ દેહ છે. જે આ દેહ નાં માલિકપણા માં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી લે છે, તે પોતાના સંપર્ક દ્વારા સર્વ ને પોતાપણા નો અનુભુવ કરાવે છે. એ આત્મા નાં સંપર્ક થી સુખ ની, દાતાપણા ની, શાંતિ, પ્રેમ, આનંદ, સહયોગ, હિંમત, ઉત્સાહ, ઉમંગ કોઈ ન કોઈ વિશેષતા ની અનુભૂતિ થાય છે. એમને જ કહેવાય છે વિશાળ બુદ્ધિ, વિશાળ દિલ વાળા.

સ્લોગન :-
ઉમંગ ઉત્સાહ ની પાંખો દ્વારા સદા ઊડતી કળા ની અનુભૂતિ કરતા ચાલો.

અવ્યક્ત ઇશારા - સંકલ્પ ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

સ્વયં ને શ્રેષ્ઠ સંકલ્પો થી સંપન્ન બનાવવાને માટે ટ્રસ્ટી બનીને રહો, ટ્રસ્ટી બનવું અર્થાત્ ડબલ લાઈટ ફરિશ્તા બનવું. એવાં બાળકો નાં દરેક શ્રેષ્ઠ સંકલ્પ સફળ થાય છે. એક શ્રેષ્ઠ સંકલ્પ બાળકો નો અને હજાર શ્રેષ્ઠ સંકલ્પ નું ફળ બાપ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. એક નું હજાર ગણું મળી જાય છે.