07-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
નશો હોવો જોઈએ કે અમારા બાબા આવ્યાં છે , અમને વિશ્વ નાં માલિક બનાવવાં , અમે એમની
સન્મુખ બેઠાં છીએ”
પ્રશ્ન :-
કર્મો ની ગુહ્ય ગતિ
ને જાણવાવાળા કયો પુરુષાર્થ અવશ્ય કરશે?
ઉત્તર :-
યાદ માં રહેવાનો કારણકે તેમને ખબર છે કે યાદ થી જ જૂનાં હિસાબ-કિતાબ ચૂક્તું થવાનાં
છે. તે જાણે છે કે આત્મા જો જૂનાં હિસાબ-કિતાબ, કર્મભોગ ચૂક્તું નહીં કરશે તો તેને
સજાઓ ખાવી પડશે અને પદ પણ ભ્રષ્ટ થઈ જશે. પુનર્જન્મ પણ એવો જ થશે.
ઓમ શાંતિ!
બાળકોને અપાર
ખુશી નો પારો ચઢે છે જ્યારે જુઓ છો બાપદાદા સન્મુખ આવેલાં છે અને આ પણ બાળકો જાણે
છે કે ૫ હજાર વર્ષ બાદ ફરી થી શિવાબાબા બ્રહ્મા-તન માં આવેલાં છે. શું કરવાં?
બાળકોને આ નશો ચઢેલો છે. બધા બાળકો જાણે છે કે સ્વર્ગ નાં માલિક બનાવવાં બાપ આવેલાં
છે. આપણને લાયક બનાવી રહ્યાં છે. આપણને તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવાની યુક્તિઓ
વારંવાર બતાવી રહ્યાં છે. યુક્તિ છે ખૂબ સહજ. બિલકુલ સહજ યાદ બાળકોને શીખવાડે છે.
અજ્ઞાનકાળ માં બાપ ને બાળક થાય છે તો સમજે છે અમારો વારિસ જન્મ્યો. તમે જાણો છો આ
સમયે બાપ આવીને આપ બાળકોને એડોપ્ટ કરે છે. આમ તો તમે બધાં શિવબાબા નાં બાળકો છો.
પરંતુ બાબા પોતાનાં કેવી રીતે બનાવે, જે આપણને સંભળાવી શકે અને આપણે એમને સાંભળી
શકીએ. શિવબાબા આ બ્રહ્મા તન થી કહે છે હું તમારો બાપ છું. તમને સ્વર્ગ નાં માલિક
બનાવું છું. ફક્ત તમારો આત્મા જે પતિત છે તે ન મુક્તિ માં, ન જીવન-મુક્તિધામ માં જઈ
શકે છે. તમે બધા એક બાપ નાં બાળકો છો. બધાએ બાપ ની મિલકત લેવાની છે. અસંખ્ય નાં
અસંખ્ય બાળકો છે, વૃદ્ધિ થતી જાય છે. એડોપ્ટ કરતાં જાય છે. હે આત્માઓ હવે તમે મારી
સંતાન છો. પોતાને રુહ, આત્મા સમજો, આપણને બાબા મળ્યાં છે, જેમને અડધોકલ્પ યાદ કરતા
હતાં. આ ક્યારેય ભૂલો નહીં. અડધોકલ્પ આત્મા આ શરીર દ્વારા યાદ કરતો આવે છે - હે
પતિત-પાવન, હે દુઃખહર્તા-સુખકર્તા કારણ કે રાવણ રાજ્ય છે ને. ભલે જે હમણાં સમજે છે,
અમે ખૂબ સુખી છીએ, અમને આટલાં પદમ છે, આટલી મિલો છે, કારખાનાઓ વગેરે છે, આ તો બધું
અલ્પકાળ માટે છે. અંત માં તો ખૂબ ત્રાહિ-ત્રાહિ કરવા લાગી જશે. દુઃખ નાં પહાડ પડશે.
આટલી બધી મિલકત સેકન્ડ માં ખલાસ થઈ જશે. બાપ પાસેથી તમને સેકન્ડ માં વારસો મળે છે.
કહે છે તમને સેકન્ડમાં સ્વર્ગની બાદશાહી આપું છું. આ જૂની દુનિયા ખતમ થઇ જશે. લડાઈઓ
લાગશે, નેચરલ કૈલેમિટીઝ (કુદરતી આપદાઓ) આવશે. સફાઈ તો જોઈએ ને. તમારો આત્મા પણ હમણાં
પવિત્ર બની રહ્યો છે. બાપદાદા બંને સમજી શકે છે, બાળકો કેટલી મહેનત કરે છે. બાપ
પાસેથી વારસો મેળવવાની મહેનત બિલકુલ થોડી આપે છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો.
એ રુહાની બાપ છે નિરાકાર, આપણે આત્માઓ એમને બોલાવીએ છીએ ને. બાપ કહે છે તમારો આત્મા
જે પતિત છે તે પાવન કેવી રીતે બને? પતિત-પાવન તો એક બાપ છે ને? પાણી ની નદી
પતિત-પાવની છે તો ઝટ થી જઈ ગોતા ખાઈ ચાલ્યાં આવવું જોઈએ. ગંગા-સ્નાન ઘણાં કરે છે છતાં
પણ પતિત કેમ? રાત-દિવસ આ જ ધૂન લગાવતા રહે છે - પતિત-પાવન સીતારામ અર્થાત્ બધી જે
ભક્તિઓ છે અથવા સીતાઓ છે, બધાનાં રક્ષક એક રામ પરમપિતા પરમાત્મા છે. પતિત-પાવન
પતિઓનાં પતિ એ જ છે. એ જ્યારે આવે ત્યારે આવીને પાવન બનાવે. તો હવે બાપ કહે છે મારી
શ્રીમત પર તમારે ચાલવાનું છે બીજા કોઈની મત પર ન ચાલો. તેઓ તો સમજે છે ભક્તિ થી
ભગવાન મળશે, જ્યારે કે ભક્તિ થી ભગવાન મળશે તો એવું કેમ કહે કે ભક્તો ની રક્ષા કરવા
આવશે. ભક્તો પર કઈ આપદાઓ પડી છે જે રક્ષા કરશે? રક્ષા ત્યારે કરાય છે જ્યારે કંઈક
આપદા આવે છે. બાપ કહે છે તમે કેટલાં દુર્ગતિ ને પામ્યાં છો. આ છે રૌરવ નર્ક, બધાં
દુઃખી રોગી છે. ઘર-ઘર માં જુઓ શું લાગેલું છે. દુઃખ જ દુઃખ, એટલે પોકારે છે બાબા
અમારા દુઃખ હરો, સુખ આપો. ભારતમાં જ સદા સુખ હતું, હવે દુઃખ છે. ભારત ની વાત છે બીજા
ખંડ તો છે જ અલગ. તે તો આવે જ પાછળ થી છે. કોઈ ૬૦ જન્મ, કોઈ એનાથી પણ ઓછાં જન્મ લે
છે. ૮૪ જન્મ દેવતા ધર્મ વાળા લે છે. તો આ હિસાબ થી અડધાકલ્પ નાં પછી જે આવશે એમને
૮૪ થી અડધા જન્મ લેવાં પડશે. એવું નથી કે બધાં ૮૪ નું ચક્ર ખાય છે. મનુષ્ય ને તો જે
આવે છે તે બોલી દે છે. હવે આપ બાળકો બાપ દ્વારા અવિનાશી જ્ઞાન-રત્નો ની ઝોલી ભરી
રહ્યાં છો. રત્ન તો ખૂબ વેલ્યુબલ (કિંમતી) છે. બાપ સમજાવે પણ ખૂબ સહજ છે. બાપ કહે
છે તમે બોલાવતા આવ્યાં છો હે પતિત-પાવન આવીને અમને પાવન બનાવો તો બાપ આવ્યાં છે. હવે
તમે સમજો છો અમે પાવન બનીશું તો સ્વર્ગ નાં માલિક બનીશું. શિવબાબા આપણને પથ્થરબુદ્ધિ
થી પારસબુદ્ધિ, પથ્થરનાથ થી પારસનાથ બનાવવા આવ્યાં છે. ભક્તિમાર્ગ નાં ચિત્ર બધાં
પથ્થરો નાં બનેલાં છે. પથ્થરો થી માથા મારે છે. બાપ કહે છે - તમે ભલે કેટલી પણ
મહેનત કરો, ફાયદો કાંઈ નથી થવાનો. પહેલાં તો તમે બલિ ચઢતા હતાં. છતાં પણ શું ફાયદો
થયો? કરીને દેવી નો દીદાર થશે પછી જેવાં કે તેવાં. પતિત-પાવન બાપ આવે છે - એકવાર
સંગમ પર. સતયુગ માં તો ભક્તિમાર્ગ ની વાતો હોતી જ નથી. બાપ તો કહેતાં નથી કે ગળું
કાપો. આ કરો. ભક્તિમાર્ગ અનેક પ્રકાર થી શું-શું કરે છે. પહેલાં દેવીઓ પર મનુષ્ય ની
બલિ ચઢાવતા હતાં. બાપ કહે છે તમે સુધરેલા હતાં તો દેવતા હતાં. હવે કેટલાં
પથ્થરબુદ્ધિ બની ગયાં છો. તમને સ્વર્ગની બાદશાહી આપી હતી. કેટલાં સોના, હીરા-ઝવેરાત
નાં મહેલ હતાં, અથાહ ધન હતું. તે શું કર્યું? હવે તમે કેટલાં દુઃખી થઈ ગયાં છો. તમે
અસલ દેવી-દેવતા ધર્મ નાં હતાં ને. હવે ફક્ત તમે રજો-તમો માં આવ્યાં છો. તમે તો દેવતા
ધર્મ નાં હતાં પછી પોતાને હિંદુ કેમ કહેવડાવો છો? બીજા બધાં ધર્મ વાળા પોતાનાં ધર્મ
ને જ માને છે. ધર્મ તો એક જ હોય છે ને. મુસલમાનો નો મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચન નો
ક્રિશ્ચન ધર્મ જ ચાલ્યો આવે છે. તમને શું થયું? તમે ખૂબ સુખી, પવિત્ર, સંપૂર્ણ
નિર્વિકારી હતાં. હવે કેટલાં વિકારી બની ગયાં છો. કોઈને ખબર જ નથી - બરોબર આપણે
સંપૂર્ણ નિર્વિકારી હતાં પછી સંપૂર્ણ વિકારી કેવી રીતે બન્યાં? ૮૪ જન્મ લેતાં સતો
થી તમો બન્યાં, હવે બિલકુલ જ તમોપ્રધાન પતિત છીએ. સતયુગ થી કળિયુગ જરુર આવવાનો છે.
બધા ધર્મો ને સતો-રજો-તમો માં આવવાનું જ છે. વૃદ્ધિ થવાની છે. તમે પણ ઝાડ માં છો
ને. ઝાડ માં જુઓ - અંત માં બ્રહ્મા ઉભાં છે, ઝાડ ની ઉપર ચોટલી માં બ્રહ્મા જ ૮૪
જન્મ લઇ જઈ અંત માં ઉભાં છે. તમે પણ જે નીચે બ્રાહ્મણ બેઠા છો તે જ ફરી અંત માં
પતિત શૂદ્ર બન્યાં છો. પછી નીચે રાજયોગ શીખી રહ્યાં છો. તમે પણ શૂદ્ર હતાં, હવે
બ્રાહ્મણ બન્યાં છો. આ મોટી સમજવાની વાતો છે. હમણાં ઝાડ માં ખૂબ સારી સમજણ છે. હમણાં
તમે રાજયોગ ની તપસ્યા કરી રહ્યાં છો, તમારું જ યાદગાર ઉભું છે. આ ચૈતન્ય દેલવાડા
મંદિર, તે જડ. સતયુગ માં આ નહોતું. આ સમયે તમે પોતાનું યાદગાર જુઓ છો. તમે
પ્રેક્ટિકલ માં સાચાં-સાચાં દેલવાડા મંદિર માં ચૈતન્ય માં બેઠાં છો. સ્વર્ગ ની
સ્થાપના થઈ રહી છે. પછી સ્વર્ગ માં આવશો તો આ મંદિર વગેરે કંઈ હશે નહીં. આમાં બાબા
અને આપણે બાળકો બેઠા છીએ. હૂબહૂ આ તમારું મંદિર છે. નામ જ રાખ્યું છે મધુબન, ચૈતન્ય
દેલવાડા મંદિર. પછી જ્યારે ભક્તિમાર્ગ શરું થશે તો પછી આ મંદિર બનાવશે. બાપે તમને
ખૂબ ધનવાન બનાવ્યાં હતાં તો તમે જ પછી એમનું મંદિર બનાવો છો. શિવનું મંદિર કોઈ એક
નથી બનાવતું, બધાં બનાવે છે, યથા યોગ્ય, યથા શક્તિ.
તમે જાણો છો આપણે
પૂજ્ય હતાં પછી દ્વાપરમાં પુજારી બન્યાં છીએ. શિવબાબા જે એટલાં સાહૂકાર બનાવે છે,
ભક્તિ માં પછી તમે જ એમનાં મંદિર બનાવશો. આ વાતો ને હમણાં તમે જ જાણો છો. તો હવે
પુરુષાર્થ કરી ફરી રાજાઓનાં રાજા બનવું જોઈએ. સતયુગ માં કહેવાય છે મહારાજાઓ. ત્રેતા
માં કહેવાય છે રાજા. પછી દુનિયા પતિત બને છે તો મહારાજાઓ પણ પતિત, રાજાઓ પણ પતિત
થાય છે. તે નિર્વિકારી, મહારાજાઓનું મંદિર બનાવી પૂજે છે. પહેલાં-પહેલાં શિવ નું
મંદિર બનાવે છે પછી દેવતાઓનું બનાવે, પોતે જ મંદિર બનાવી પૂજે છે, ૮૪ જન્મ તો ભોગવે
છે ને. અડધોકલ્પ તમે પૂજ્ય પછી અડધોકલ્પ પુજારી બનો છો. મનુષ્ય પછી સમજે છે ભગવાન
પોતેજ પૂજ્ય, પોતેજ પુજારી છે. બધું સ્વયં જ આપે છે, સ્વયં જ છીનવી લે છે. સારું,
જ્યારે કે એમણે આપ્યું અને લીધું પછી તમને કેમ ચિંતા થાય છે? તમે તો ટ્રસ્ટી થઈ ગયાં.
પછી રડવાની શું દરકાર છે! બાપ બેસી આત્માઓને સમજાવે છે. હવે તમે આત્મ-અભિમાની બનો
છો, નંબરવાર. કોઈ તો બિલકુલ બાપ ને યાદ કરતાં જ નથી. દેહી-અભિમાની રહેતાં જ નથી. અહીં
કેટલું સમજાવાય છે - અરે, તમે આત્મા છો, પરમાત્મા તમને ભણાવે છે. આત્મા માં જ
સંસ્કાર રહે છે. આત્મા જ બેરિસ્ટર વગેરે બને છે, આત્મા મેજિસ્ટ્રેટ બને છે. કાલે
શું બનશો? જો આત્મા બાપ ને સારી રીતે યાદ કરતો રહેશે તો પછી અમરલોક માં જઈને જન્મ
લેશે. મૃત્યુલોક માં ફરી બીજો જન્મ નહીં લેશે. જો કંઈ હિસાબ-કિતાબ રહેલો હશે તો સજા
ખાવી પડશે. કર્મભોગ, ભોગવી ચૂક્તું કરવું પડશે પછી પદ ઉંચ નહીં મળશે. આ કર્મો ની
ગુહ્ય ગતિ બાપ બાળકોને જ બેસી સમજાવે છે. આ પણ બાળકો જાણે છે - સતયુગ છે સતોપ્રધાન.
દરેક વસ્તુ ત્યાં સતોપ્રધાન હોય છે. કહે છે કૃષ્ણ ગાયો સંભાળતા હતાં. રાજાઓ ગાયો
સંભાળે છે શું? એવી વાતો તો થઈ ન શકે. આ દેખાડે છે - સતયુગ માં ગાયો પણ ખુબ
ફર્સ્ટક્લાસ હોય છે, તેમને કામધેનુ કહેવાય છે. જગતઅંબા, સરસ્વતી પણ કામધેનુ છે. ૨૧
જન્મ નાં માટે બધાની મનોકામનાઓ પૂરી કરે છે. તમે પણ કામધેનુ છો. તે જ નામ પછી ગાયો
પર રાખી દીધું છે, જે ખૂબ દૂધ આપે છે. રાજાઓનાં ઘર માં ખૂબ ફર્સ્ટક્લાસ ગાયો હોય
છે. જ્યારે કે અહીં પણ રાજાઓ ની પાસે એવી સારી-સારી છે તો સ્વર્ગ માં કેવી સુંદર હશે!
ત્યાં કોઈ વાસ (દુર્ગંધ) વગેરે બિલકુલ નથી હોતી.
હવે બાપ બાળકોને કહે
છે હું આવ્યો છું તમને ગુલ-ગુલ બનાવીને સાથે લઈ જઈશ. મને બોલાવો જ છો હે પતિત-પાવન
આવો. પતિત દુનિયા, પતિત શરીર માં આવો. આ છે પતિત, તે છે પાવન ફરિશ્તા. તફાવત દેખાડે
છે. તમે પણ પતિત થી એવાં પાવન ફરિશ્તા બનશો. સતયુગી દેવતાઓ ને ડીટી (દૈવી) કહેવાય
છે. સૂક્ષ્મવતન વાસી છે ફરિશ્તા. હવે તમે ફરિશ્તા પવિત્ર બનો છો. બાપ કેટલી સહજ
શિક્ષા આપે છે. અહીં જ્યારે આવો છો તો કોઈ પણ બહારવાળા મિત્ર સંબંધી, ઘરઘાટ,
ધંધાધોરી વગેરે યાદ નથી કરવાનાં. બાપ ની સન્મુખ આવ્યાં છો ને. અહીં આવ્યાં જ છો -
યોગ ની કમાણી કરવાં તો આમાં લાગી જવું જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સજાઓ થી
મુક્ત થવા માટે જૂનાં હિસાબ-કિતાબ યોગબળ થી ચૂક્તું કરવાનાં છે. ટ્રસ્ટી થઈને બધું
સંભાળવાનું છે. કોઈ પણ વાત ની ચિંતા નથી કરવાની. આત્મ-અભિમાની બનવાનું છે.
2. આ કમાણી નો સમય
છે, આમાં ઘરઘાટ, ધંધાધોરી વગેરે યાદ નથી કરવાનાં. ફરિશ્તા બનવા માટે એક બાપ ની યાદ
માં રહેવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
યાદ ની
સર્ચલાઈટ દ્વારા વાયુમંડળ બનાવવા વાળા વિજયી - રત્ન ભવ
સર્વિસેબલ આત્માઓનાં
મસ્તક પર વિજય નું તિલક લાગેલું છે જ પરંતુ જે સ્થાન ની સર્વિસ કરવાની છે એ સ્થાન
પર પહેલા થી જ સર્ચલાઈટ ની રોશની નાખવી જોઈએ. યાદ ની સર્ચલાઈટ થી એવું વાયુમંડળ બની
જશે જે અનેક આત્માઓ સહજ સમીપ આવી જશે. પછી ઓછા સમય માં સફળતા હજાર-ગણી હશે એટલાં
માટે દૃઢ સંકલ્પ કરો કે અમે વિજયી-રત્ન છીએ તો દરેક કર્મ માં વિજય સમાયેલો છે.
સ્લોગન :-
જે સેવા સ્વયં
ને કે બીજાઓ ને ડિસ્ટર્બ કરે તે સેવા, સેવા નથી બોજ છે.
આ અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો
જ્વાળા-રુપ બનવા માટે
આ ધૂન સદા રહે કે હવે પાછું ઘરે જવાનું છે. જવાનું છે અર્થાત્ ઉપરામ. જ્યારે પોતાનાં
નિરાકારી ઘરે જવાનું છે તો તેવો પોતાનો વેષ બનાવવાનો છે. તો જવાનું છે અને બધાને
પાછા લઈ જવાનાં છે - આ સ્મૃતિ થી સ્વતઃ જ સર્વ-સંબધ, સર્વ પ્રકૃતિ નાં આકર્ષણ થી
ઉપરામ અર્થાત્ સાક્ષી બની જશો. સાક્ષી બનવાથી સહજ જ બાપ નાં સાથી કે બાપ સમાન બની
જશો.