07-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
સંગમયુગ સર્વોત્તમ બનવાનો શુભ સમય છે , કારણકે આ જ સમયે બાપ તમને નર થી નારાયણ
બનવાનું ભણતર ભણાવે છે”
પ્રશ્ન :-
આપ બાળકો ની પાસે એવી કઈ નોલેજ છે, જેનાં કારણે તમે કોઈ પણ હાલત માં રડી નથી શકતાં?
ઉત્તર :-
તમારી પાસે આ પૂર્વ નિર્ધારિત ડ્રામા ની નોલેજ છે, તમે જાણો છો આમાં દરેક આત્મા નો
પોતાનો પાર્ટ છે, બાપ આપણને સુખ નો વારસો આપી રહ્યાં છે પછી આપણે રડી કેવી રીતે
શકીએ? પરવા હતી પાર બ્રહ્મ માં રહેવા વાળાની, એ મળી ગયા બાકી શું જોઈએ! બખ્તાવર (ભાગ્યશાળી)
બાળકો ક્યારેય રડતા નથી.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બાળકો ને એક વાત સમજાવે છે. ચિત્રો માં પણ એવું લખવાનું છે કે ત્રિમૂર્તિ શિવબાબા
બાળકો પ્રત્યે સમજાવે છે. તમે પણ કોઈને સમજાવો છો તો તમે આત્મા કહેશો - શિવબાબા આવું
કહે છે. આ બાપ પણ કહેશે - બાબા તમને સમજાવે છે. અહીં મનુષ્ય, મનુષ્ય ને નથી સમજાવતા
પરંતુ પરમાત્મા આત્માઓ ને સમજાવે છે અથવા આત્મા, આત્મા ને સમજાવે છે. જ્ઞાન સાગર તો
શિવબાબા જ છે અને એ છે રુહાની બાપ. આ સમયે રુહાની બાળકો ને રુહાની બાપ પાસે થી વારસો
મળે છે. શરીર નો અહંકાર અહીં છોડવો પડે છે. આ સમયે તમારે દેહી-અભિમાની બની બાપ ને
યાદ કરવાના છે. કર્મ પણ ભલે કરો, ધંધાધોરી વગેરે ભલે ચલાવતા રહો, બાકી જેટલો સમય મળે
પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે. તમે જાણો છો શિવબાબા આમનાં
માં આવેલા છે. એ સત્ય છે, ચૈતન્ય છે. સત્ ચિત્ આનંદ સ્વરુપ કહે છે. બ્રહ્મા, વિષ્ણુ,
શંકર અથવા કોઈ પણ મનુષ્ય માત્ર ની આ મહિમા નથી. ઊંચા માં ઊંચા ભગવાન એક જ છે, એ છે
પરમ આત્મા. આ જ્ઞાન પણ તમને ફક્ત આ સમયે છે. પછી ક્યારેય મળવાનું નથી. દર પ હજાર
વર્ષ પછી બાપ આવે છે, તમને આત્મ-અભિમાની બનાવી બાપ ને યાદ કરાવવાં, જેનાથી તમે
તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો, બીજો કોઈ ઉપાય નથી. ભલે મનુષ્ય પોકારે પણ છે - હે
પતિત પાવન, આવો પરંતુ અર્થ નથી સમજતાં. પતિત-પાવન સીતારામ કહે તો પણ ઠીક છે. તમે બધા
સીતાઓ અથવા ભક્તિઓ છો. એ છે એક રામ ભગવાન, આપ ભક્તો ને ફળ જોઈએ ભગવાન દ્વારા. મુક્તિ
તથા જીવનમુક્તિ - આ છે ફળ. મુક્તિ-જીવનમુક્તિ નાં દાતા એ એક જ બાપ છે. ડ્રામા માં
ઊંચા માં ઊંચા પાર્ટવાળા પણ હોય છે તો નીચા પાર્ટ વાળા પણ હોય છે. આ બેહદ નો ડ્રામા
છે, આને બીજું કોઈ સમજી ન શકે. તમે આ સમયે તમોપ્રધાન કનિષ્ટ થી સતોપ્રધાન
પુરુષોત્તમ બની રહ્યાં છો. સતોપ્રધાન ને જ સર્વોત્તમ કહેવાય છે. આ સમયે તમે
સર્વોત્તમ નથી. બાપ તમને સર્વોત્તમ બનાવે છે. આ ડ્રામા નું ચક્ર કેવી રીતે ફરતું રહે
છે, એને કોઈ પણ નથી જાણતું. કળિયુગ, સંગમયુગ પછી આવે છે સતયુગ. જૂનાં ને નવું કોણ
બનાવશે? બાપ વગર કોઈ બનાવી ન શકે. બાપ જ સંગમ પર આવીને ભણાવે છે. બાપ નથી સતયુગ માં
આવતા, નથી કળિયુગ માં આવતાં. બાપ કહે છે મારો પાર્ટ જ સંગમ પર છે એટલે સંગમયુગ
કલ્યાણકારી યુગ કહેવાય છે. આ છે ઓસ્પિશિયસ (શુભ), બહુ જ ઊંચો શુભ સમય સંગમયુગ.
જ્યારે બાપ આવીને આપ બાળકો ને નર થી નારાયણ બનાવે છે. મનુષ્ય તો મનુષ્ય જ છે પરંતુ
દૈવી ગુણ વાળા બની જાય છે, એને કહેવાય છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. બાપ કહે છે
હું આ ધર્મ સ્થાપન કરું છું, એનાં માટે પવિત્ર જરુર બનવું પડશે. પતિત-પાવન એક જ બાપ
છે. બાકી બધા છે સજનીઓ, ભક્તિઓ. પતિત-પાવન સીતારામ કહેવું પણ ઠીક છે. પરંતુ પાછળ થી
જે પછી રઘુપતિ રાઘવ રાજા રામ કહી દે છે તે ખોટું થઈ જાય. મનુષ્ય અર્થ વગર જે આવડે
છે તે બોલતા રહે છે, ધુન લગાવતા રહે છે. તમે જાણો છો ચંદ્રવંશી ધર્મ પણ હમણાં
સ્થાપન થઈ રહ્યો છે. બાપ આવીને બ્રાહ્મણ કુળ સ્થાપન કરે છે, આને રાજધાની નહીં
કહેવાશે. આ પરિવાર છે, અહીં નથી પાંડવો ની, નથી કૌરવો ની રાજાઈ. ગીતા જેમણે વાંચી
હશે, તેમને આ વાતો જલ્દી સમજ માં આવશે. આ પણ છે ગીતા. કોણ સંભળાવે છે? ભગવાન. આપ
બાળકોએ પહેલાં-પહેલાં તો આ સમજણ આપવાની છે કે ગીતા નાં ભગવાન કોણ? એ કહે છે
શ્રીકૃષ્ણ ભગવાનુવાચ. હવે શ્રીકૃષ્ણ તો હશે સતયુગ માં. એમનાં માં જે આત્મા છે તે તો
અવિનાશી છે. શરીર નું જ નામ બદલાય છે. આત્મા નું ક્યારેય નામ નથી બદલાતું.
શ્રીકૃષ્ણ નાં આત્મા નું શરીર સતયુગ માં જ હોય છે. નંબરવન માં એ જ જાય છે.
લક્ષ્મી-નારાયણ નંબરવન પછી છે બીજો નંબર, ત્રીજો નંબર. તો તેમનાં માર્ક્સ પણ ઓછા હશે.
આ માળા બને છે ને? બાપે સમજાવ્યું છે રુંડ માળા પણ હોય છે અને રુદ્ર માળા પણ હોય
છે. વિષ્ણુ નાં ગળા માં રુંડ માળા દેખાડે છે. આપ બાળકો વિષ્ણુપુરી નાં માલિક બનો છો
નંબરવાર. તો તમે જાણે વિષ્ણુ નાં ગળા નાં હાર બનો છો. પહેલાં-પહેલાં શિવ નાં ગળા નો
હાર બનો છો, એને રુદ્ર માળા કહેવાય છે, જે જપે છે. માળા પૂજાતી નથી, સિમરણ કરાય છે.
માળા નાં દાણા એ જ બને છે જે વિષ્ણુપુરી ની રાજધાની માં નંબરવાર આવે છે. માળા માં
સૌથી પહેલાં હોય છે ફૂલ પછી યુગલ દાણો. પ્રવૃત્તિ માર્ગ છે ને? પ્રવૃત્તિ માર્ગ શરુ
થાય છે બ્રહ્મા, સરસ્વતી અને બાળકો થી. આ જ પછી દેવતા બને છે. લક્ષ્મી-નારાયણ છે
ફર્સ્ટ (પ્રથમ). ઉપર છે ફૂલ શિવબાબા. માળા ફેરવી-ફેરવીને પાછળ થી ફૂલ ને માથું નમાવે
છે. શિવબાબા ફૂલ છે તો પુનર્જન્મ માં નથી આવતાં, આમનાં માં પ્રવેશ કરે છે. એ જ તમને
સમજાવે છે. આમનો આત્મા તો પોતાનો છે. એ પોતાનો શરીર નિર્વાહ કરે છે, એમનું કામ છે
ફક્ત જ્ઞાન આપવું. જેમ કોઈ ની સ્ત્રી કે બાપ વગેરે મરે છે તો તેમનાં આત્મા ને
બ્રાહ્મણ નાં તન માં બોલાવે છે. પહેલાં આવતો હતો, હવે તે કોઈ શરીર છોડીને તો નથી
આવતો. આ ડ્રામા માં પહેલાં થી જ નોંધ છે. આ બધો છે ભક્તિમાર્ગ. તે આત્મા તો ગયો,
જઈને બીજું શરીર લીધું. આપ બાળકો ને હમણાં આ બધું જ્ઞાન મળી રહ્યું છે, એટલે કોઈ મરે
છે તો પણ તમને કોઈ ચિંતા નથી. અમ્મા મરે તો પણ હલવો ખાઓ. (શાંતાબેન નું દૃષ્ટાંત).
બાળકીએ જઈને તેમને સમજાવ્યું કે તમે રડો કેમ છો? એમણે તો જઈને બીજું શરીર લીધું.
રડવાથી પાછા થોડી આવશે? બખ્તાવર થોડી રડે છે? તો ત્યાં બધાનું રડવાનું બંધ કરાવીને
સમજાવવા લાગી. એવી ઘણી બાળકીઓ જઈને સમજાવે છે. હવે રડવાનું બંધ કરો. જુઠ્ઠા
બ્રાહ્મણ ને પણ ન ખવડાવો. આપણે સાચાં બ્રાહ્મણો ને લઈ આવીએ છીએ. પછી જ્ઞાન સાંભળવા
લાગી જાય છે. સમજે છે આ વાત તો બરોબર બોલે છે. જ્ઞાન સાંભળતા-સાંભળતા શાંત થઈ જાય
છે. ૭ દિવસ માટે કોઈ ભાગવત્ વગેરે રાખે છે તો પણ મનુષ્ય નાં દુઃખ દૂર નથી થતાં. આ
બાળકીઓ તો બધાનું દુઃખ દૂર કરી દે છે. તમે સમજો છો રડવાની તો જરુર નથી. આ તો પુર્વ
નિર્ધારિત ડ્રામા છે. દરેકે પોતાનો પાર્ટ ભજવવાનો છે. કોઈ પણ હાલત માં રડવું ન જોઈએ.
બેહદ નાં બાપ-શિક્ષક-ગુરુ મળ્યાં છે, જેમનાં માટે તમે આટલાં ધક્કા ખાતા રહો છો. પાર
બ્રહ્મ માં રહેવા વાળા પરમપિતા પરમાત્મા મળી ગયા તો બાકી શું જોઈએ? બાપ આપે જ છે
સુખ નો વારસો. તમે બાપ ને ભૂલી જાઓ છો ત્યારે રડવું પડે છે. બાપ ને યાદ કરશો ત્યારે
ખુશી થશે. ઓહો! અમે તો વિશ્વ નાં માલિક બનીએ છીએ. પછી ૨૧ પેઢી ક્યારેય રડીશું નહીં.
૨૧ પેઢી અર્થાત્ પૂરી વૃદ્ધાવસ્થા સુધી અકાળે મૃત્યુ નથી થતું, તો અંદર કેટલી ગુપ્ત
ખુશી રહેવી જોઈએ!
તમે જાણો છો આપણે માયા
પર જીત મેળવીને જગતજીત બનીશું. હથિયાર વગેરે ની કોઈ વાત નથી. તમે છો શિવ શક્તિઓ.
તમારી પાસે છે જ્ઞાન-કટારી, જ્ઞાન-બાણ. તેમણે પછી ભક્તિમાર્ગ માં દેવીઓ ને
સ્થૂળ-બાણ, ખડગ વગેરે આપી દીધાં છે. બાપ કહે છે જ્ઞાન-તલવાર થી વિકારો ને જીતવાના
છે, બાકી દેવીઓ કોઈ હિંસક થોડી છે? આ બધો છે ભક્તિમાર્ગ. સાધુ-સંત વગેરે છે નિવૃત્તિ
માર્ગ વાળા, તે પ્રવૃત્તિ માર્ગ ને માનતા જ નથી. તમે તો સંન્યાસ કરો છો આખી જૂની
દુનિયા નો, જૂનાં શરીર નો. હવે બાપ ને યાદ કરશો તો આત્મા પવિત્ર બની જશે. જ્ઞાન નાં
સંસ્કાર લઈ જશે. તે અનુસાર નવી દુનિયા માં જન્મ લેશે. જો અહીં પણ જન્મ લેશે તો પણ
કોઈ સારા ઘર માં રાજા ની પાસે અથવા ધાર્મિક ઘર માં તે સંસ્કાર લઈને જશે. બધાને
પ્રિય લાગશે. કહેશે આ તો દેવી છે. શ્રીકૃષ્ણ ની કેટલી મહિમા ગાય છે. નાનપણ માં
દેખાડે છે માખણ ચોર્યુ, માટલી ફોડી, આ કર્યુ… કેટલાં કલંક લગાવ્યાં છે. અચ્છા, પછી
શ્રીકૃષ્ણ ને શ્યામ કેમ બનાવ્યાં છે? ત્યાં તો શ્રીકૃષ્ણ ગોરા હશે ને? પછી શરીર
બદલાતા રહે છે, નામ પણ બદલાતા રહે છે. શ્રીકૃષ્ણ તો સતયુગ નાં પહેલાં પ્રિન્સ હતાં,
તેમને કેમ શ્યામ બનાવ્યાં છે? ક્યારેય કોઈ બતાવી નહીં શકે. ત્યાં સાપ વગેરે હોતાં
નથી જે કાળા બનાવી દે. અહીં ઝેર ચઢી જાય છે તો કાળા થઈ જાય છે. ત્યાં તો એવી વાત
હોય ન શકે. તમે હવે દૈવી સંપ્રદાય બનવા વાળા છો. આ બ્રાહ્મણ સંપ્રદાય ની કોઈને પણ
ખબર જ નથી. પહેલાં-પહેલાં બાપ બ્રહ્મા દ્વારા બ્રાહ્મણો ને એડોપ્ટ કરે છે. પ્રજાપિતા
છે તો એમની પ્રજા પણ અનેકાનેક છે. બ્રહ્મા ની દીકરી સરસ્વતી કહે છે. સ્ત્રી તો નથી.
આ કોઈને પણ ખબર નથી. પ્રજાપિતા બ્રહ્મા નાં તો છે જ મુખ વંશાવલી. સ્ત્રી ની વાત જ
નથી. આમાં બાપ પ્રવેશ કરીને કહે છે તમે મારા બાળકો છો. મેં આમનું નામ બ્રહ્મા રાખ્યું
છે, જે પણ બાળકો બન્યાં બધા નાં નામ બદલ્યાં છે. આપ બાળકો હવે માયા પર જીત મેળવો
છો, આને કહેવાય જ છે - હાર અને જીત નો ખેલ. બાપ કેટલો સસ્તો સોદો કરાવે છે. તો પણ
માયા હરાવી દે છે તો ભાગી જાય છે. ૫ વિકારો રુપી માયા હરાવે છે. જેમનાં માં ૫ વિકાર
છે, તેમને જ આસુરી સંપ્રદાય કહેવાય છે. મંદિર માં દેવીઓ ની આગળ પણ જઈને મહિમા ગાય
છે - આપ સર્વગુણ સંપન્ન… બાપ આપ બાળકો ને સમજાવે છે - તમે જ પૂજ્ય દેવતા હતાં પછી
૬૩ જન્મ પુજારી બન્યાં, હવે ફરી પૂજ્ય બનો છો. બાપ પૂજ્ય બનાવે છે, રાવણ પુજારી
બનાવે છે. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. બાપ કોઈ શાસ્ત્ર થોડી ભણેલા છે? એ તો છે જ
જ્ઞાન નાં સાગર. વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટી (સર્વશક્તિમાન્ સત્તા) છે. ઓલમાઇટી એટલે
સર્વ શક્તિમાન્. બાપ કહે છે બધા વેદો-શાસ્ત્રો વગેરે ને જાણું છું. આ બધી છે
ભક્તિમાર્ગ ની સામગ્રી. હું આ બધી વાતો ને જાણું છું. દ્વાપર થી જ તમે પુજારી બનો
છો. સતયુગ-ત્રેતા માં તો પૂજા થતી નથી. એ છે પૂજ્ય વંશજ. પછી હોય છે પુજારી વંશજ. આ
સમયે બધા પુજારી છે. આ વાતો કોઈને ખબર નથી. બાપ જ આવીને ૮૪ જન્મો ની કહાણી બતાવે
છે. પૂજ્ય પુજારી આ તમારા ઉપર જ બધો ખેલ હોય છે. હિંદુ ધર્મ કહી દે છે. હકીકત માં
તો ભારત માં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો ન કે હિન્દુ. કેટલી વાતો સમજાવવી પડે
છે. આ ભણતર છે પણ સેકન્ડ નું. તો પણ કેટલો સમય લાગી જાય છે. કહે છે સાગર ને શાહી
બનાવો, આખું જંગલ કલમ બનાવો તો પણ પૂરું થઈ ન શકે. અંત સુધી તમને જ્ઞાન સંભળાવતો
રહીશ. તમે આનાં પુસ્તક કેટલાં બનાવશો. શરુ માં પણ બાબા સવારે-સવારે ઉઠીને લખતા હતાં,
પછી મમ્મા સંભળાવતી હતી, ત્યાર થી લઈને છપાતું જ આવે છે. કેટલાં કાગળ ખલાસ થયા હશે.
ગીતા તો એક જ આટલી નાની છે. ગીતા નું લૉકેટ પણ બનાવે છે. ગીતા નો ખૂબ પ્રભાવ છે,
પરતું ગીતા જ્ઞાનદાતા ને ભૂલી ગયા છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
જ્ઞાન-તલવાર થી વિકારો ને જીતવાના છે. જ્ઞાન નાં સંસ્કાર ભરવાના છે. જૂની દુનિયા અને
જૂનાં શરીર નો સંન્યાસ કરવાનો છે.
2. ભાગ્યવાન બનવાની
ખુશી માં રહેવાનું છે, કોઈ પણ વાત ની ચિંતા નથી કરવાની. કોઈ શરીર છોડી દે છે તો પણ
દુઃખ નાં આંસુ નથી વહાવવાનાં.
વરદાન :-
કંટ્રોલિંગ
પાવર દ્વારા એક સેકન્ડ નાં પેપર માં પાસ થવા વાળા પાસ વિથ ઓનર ભવ
હમણાં-હમણાં શરીર માં
આવવું અને હમણાં-હમણાં શરીર થી ન્યારા બની અવ્યક્ત સ્થિતિ માં સ્થિત થઈ જવું. જેટલો
હંગામો થાય એટલી સ્વયં ની સ્થિતિ અતિ શાંત હોય. એનાં માટે સમેટવાની શક્તિ જોઈએ. એક
સેકન્ડ માં વિસ્તાર થી સાર માં ચાલ્યાં જાઓ અને એક સેકન્ડ માં સાર થી વિસ્તાર માં
આવી જાઓ, એવી કંટ્રોલિંગ પાવર વાળા જ વિશ્વ નો કંટ્રોલ કરી શકે છે. અને આ જ અભ્યાસ
અંતિમ એક સેકન્ડ નાં પેપર માં પાસ વિથ ઓનર બનાવી દેશે.
સ્લોગન :-
વાનપ્રસ્થ
સ્થિતિ નો અનુભવ કરો અને કરાવો તો બાળપણ નાં ખેલ સમાપ્ત થઈ જશે.
અવ્યક્ત ઈશારા -
અશરીરી તથા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
વિદેહી બનવામાં “હે
અર્જુન બનો”. અર્જુન ની વિશેષતા - સદા બિંદુ માં સ્મૃતિ સ્વરુપ બની વિજયી બન્યો. એવાં
નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ બનવા વાળા અર્જુન. સદા ગીતા જ્ઞાન સંભળાવવા અને મનન કરવા
વાળા અર્જુન. એવાં વિદેહી, જીવતે જીવ બધા મરેલા જ છે, એવી બેહદ ની વૈરાગ વૃતિવાળા
અર્જુન બનો.