07-11-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સંગદોષ બહુજ નુકસાન કરે એટલે સંગદોષ થી પોતાની ખૂબ - ખૂબ સંભાળ કરતાં રહો , આ બહુજ ખરાબ છે”

પ્રશ્ન :-
ત્રણ પ્રકાર નું બાળપણ કયું છે? કયાં બાળપણ ને ક્યારેય પણ ન ભૂલવું?

ઉત્તર :-
એક બાળપણ - લૌકિક મા-બાપ ની પાસે જન્મતા જ મળ્યું. બીજું બાળપણ - ગુરુ નાં શિષ્ય બનવા પર થયું, ત્રીજું બાળપણ લૌકિક મા-બાપ ને છોડી અલૌકિક મા-બાપ નાં બન્યાં. અલૌકિક બાળપણ અર્થાત્ ઈશ્વર ની ગોદ (ખોળા) નાં બાળકો. ઈશ્વર નાં બાળકો બન્યાં અર્થાત્ મરજીવા બની ગયાં. આ અલૌકિક બાળપણ ને ક્યારેય પણ ભૂલતાં નહીં. જો ભૂલી ગયાં તો બહુજ રડવું પડશે. રડવું અર્થાત્ માયા ની ચોટ (માર) ખાવી.

ગીત :-
બચપન કે દિન ભુલા ન દેના…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત નો અર્થ સમજ્યો. બાળપણ ત્રણ પ્રકાર નું છે. એક અલૌકિક બાળપણ, બીજું છે નિવૃત્તિ માર્ગ નું, તેઓ પણ ઘરબાર છોડી જીવતે જીવ મરીને ગુરુ નાં અથવા સંન્યાસીઓ નાં બને છે. તે એમનાં બાપ નથી. તેઓ ગુરુ નાં બને છે, એમની સાથે રહે છે. તેઓ પણ જીવતે જીવ મરી જઈ ગુરુ નાં બને છે, જંગલ માં ચાલ્યાં જાય છે. ત્રીજું છે - તમારો આ વન્ડરફુલ (અદ્દભુત) મરજીવા જન્મ. એક માતા-પિતા ને છોડી બીજા માતા-પિતા નાં બનો છો. આ છે રુહાની માતા-પિતા. તમારો આ મરજીવા જન્મ છે. ઈશ્વરીય ગોદ માં રુહાની જન્મ. તમારાથી હમણાં રુહાની બાપ વાત કરી રહ્યાં છે. તે બધાં છે શરીરધારી બાપ. આ છે રુહાની બાપ એટલે ગાય છે બાપ નાં બનીને, મરજીવા બનીને પછી આ ભૂલી ન જતાં. શિવબાબા છે ઊંચા માં ઊંચા ભગવાન. જ્યારે કોઈ ગીતા વગેરે પર ડિબેટ (ચર્ચા) કરે છે તો પહેલાં-પહેલાં આ વાત પૂછવાની છે તો ઊંચા માં ઊંચા ભગવાન કોણ છે? બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ કહે છે, પછી કહે છે શિવ પરમાત્માય નમઃ… તે બધા ધર્મ વાળાઓનાં બાપ છે. પહેલાં-પહેલાં આ વાત સમજાવવાની છે - એ ઊંચા માં ઊંચા બાપ એક છે. બ્રહ્મા, વિષ્ણુ ને તો કોઈ ગોડ ફાધર (પરમપિતા) નહીં કહેશે. પહેલાં આ પાક્કું કરાવો કે ગોડ ફાધર એક છે, એ નિરાકાર છે, જેમને ક્રિયેટર (રચયિતા) પણ કહે છે. પતિત-પાવન પણ કહે છે. બાપ પાસેથી તો જરુર વારસો મળશે. આ ખ્યાલ કરો, બેહદ નાં બાપ પાસેથી વારસો કોને મળ્યો. બાપ છે નવી દુનિયા ને રચવા વાળા. એમનું નામ છે શિવ. શિવ પરમાત્માય નમઃ કહે છે, એમની જયંતી પણ મનાવે છે. એ જ પતિત-પાવન, રચયિતા, નોલેજફુલ છે પછી સર્વવ્યાપી ની વાત ઉડી જાય છે. એમની મહિમા છે કર્તવ્ય પર. પાસ્ટ (ભૂતકાળ) માં જે કર્તવ્ય કરીને જાય છે, એમની મહિમા ગવાય છે. ઊંચા માં ઊંચા છે બાપ. એમને લિબ્રેટર (મુક્તિદાતા) પણ કહે છે, રહેમદિલ, દુઃખહર્તા-સુખકર્તા પણ કહે છે, ગાઈડ (માર્ગદર્શક) પણ કહે છે. કોઈ નવાં સ્થાન પર જાય છે તો ગાઈડ ને સાથે લઈ જાય છે. વિદેશ થી આવે છે તો એમને ગાઈડ અહીં નાં આપે છે. બધું જ દેખાડવાનાં માટે. તીર્થ યાત્રા પર લઈ જવા વાળા પંડા હોય છે. હવે બાપ ને ગાઈડ કહે છે તો જરુર ગાઈડ કર્યું હશે. સર્વવ્યાપી કહેવાથી બધી વાત ખતમ થઈ જાય છે. પહેલાં-પહેલાં સમજાવો કે બધાનાં બાપ એક છે. સર્વશાસ્ત્રમઈ શિરોમણી છે ગીતા, તે છે ભગવાન ની ગાયેલી. એને સિદ્ધ કરી દીધું તો એનાં બાળ-બચ્ચાં બધું ખોટું સિદ્ધ થઈ જશે. પહેલાં-પહેલાં સાચી ગીતા નો સાર સંભળાવવો જોઈએ. શિવ ભગવાનુવાચ. હવે શિવબાબા નાં ચરિત્ર શું હશે? એ તો ફક્ત કહે છે, હું આ શરીર નો આધાર લઈ તમને પતિત થી પાવન બનાવવાનો રસ્તો બતાવું છું. બાળકોને રાજયોગ શિખવાડવા આવું છું, એમાં ચરિત્ર શું કરશો! આ તો વૃધ્ધ છે. ફક્ત આવીને બાળકોને ભણાવે છે. પતિત ને પાવન બનાવવા રાજયોગ શિખવાડે છે. તમે સતયુગ માં જઈને રાજ્ય કરશો. તમને વારસો મળે છે, બાકી બધા આત્માઓ મુક્તિધામ, નિરાકારી દુનિયામાં હશે. આ બિલકુલ સહજ વાત છે. ભારતમાં દેવી-દેવતાઓનું રાજ્ય હતું. એક જ ધર્મ હતો. હમણાં કળિયુગ માં કેટલાં અનેક મનુષ્ય છે, ત્યાં બહુજ થોડાં હોય છે. પરમપિતા પરમાત્મા એક ધર્મ ની સ્થાપના, અનેક ધર્મો નો વિનાશ કરાવવા આવે છે. બાકી બધા શાંતિધામ માં ચાલ્યાં જશે. ત્યાં અપવિત્ર આત્મા કોઈ રહી ન શકે. એમનું નામ જ છે પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા. આ છે જૂની દુનિયા, આયરન એજ (કળિયુગ). સતયુગ ને કહેવાય છે ગોલ્ડન એજ. જે દેવતાઓનાં પુજારી છે, તે સહજ બધું સમજી જશે. જે પૂજ્ય છે તે જ પુજારી બને છે. તો પહેલાં બાબા નો પરિચય આપવાનો છે, આપણે એમનાં બાળકો છીએ, આ ભૂલો નહીં. ભુલશો તો રડવું પડશે. ક્યાંક-ક્યાંક માયા ની ચોટ લાગી જશે. દેહી-અભિમાની બનવાનું છે. આપણે આત્માઓએ પાછું બાપની પાસે જવાનું છે. આટલાં અનેક મનુષ્ય મરશે પછી કોણ કોનાં માટે રડશે? ભારતમાં સૌથી વધારે રડે છે. પહેલાં ૧ર મહિના યા હુસેન, યા હુસેન... કરે છે. છાતી કૂટતા રહે છે. આ છે મૃત્યુલોક નાં રીત-રિવાજ, તમને હમણાં બધા અમરલોક નાં રીત-રિવાજ શિખવાડી રહ્યાં છે. તમને હમણાં આખી જૂની દુનિયાથી વૈરાગ છે. બાપ કહે છે - મામેકમ્ યાદ કરો. આ બધાં ખતમ થઈ જવાનાં છે. હવે આપણે જઈ રહ્યાં છીએ પાછાં, નાટક પૂરું થાય છે. નાટક માં બધા એક્ટર્સ (પાર્ટધારી) છે પછી મોહ કોનામાં રાખશો? સમજે છે આમને જઈને બીજો પાર્ટ ભજવવાનો છે. રડવાની શું દરકાર છે. દરેક નો પાર્ટ નોંધાયેલો છે. જેમ બાપ જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર, પ્રેમ નાં સાગર છે તો બાપ ને ફોલો (અનુસરણ) કરી એવાં બનવાનું છે. સાગર થી નદીઓ નીકળે છે. બધાં નંબરવાર છે. કોઈ સારી વર્ષા કરે છે, ખૂબ આપ સમાન બનાવે છે. આંધળાઓ ની લાઠી બને છે. બાપ ને તો બહુજ મદદગાર જોઈએ. બાપ કહે છે - તમે આંધળાઓ ની લાઠી બનો. બધાંને રસ્તો બતાવો. ફક્ત એક બ્રાહ્મણીએ થોડી આંધળાની લાઠી બનવાનું છે! તમારે બધાએ બનવાનું છે. તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે, આને કહેવાય છે ત્રીજું નેત્ર મળવાની કથા. દિવ્ય નેત્ર છે આત્માનાં માટે. મનુષ્ય તો કાંઈ પણ સમજતાં નથી. બિલકુલ તુચ્છ બુદ્ધિ થઈ ગયાં છે. ભારતવાસી આ નથી જાણતાં કે અમારો ધર્મ કોણે સ્થાપન કર્યો. બાપ નો જન્મ પણ અહીં જ થાય છે. શિવ જયંતી પણ મનાવે છે. પછી સર્વવ્યાપી કેવી રીતે થઈ શકે. બાપ અને રચના ને દુનિયામાં કોઈ નથી જાણતું. ઋષિ-મુનિ બધાં નેતી-નેતી કરતાં ગયાં. એક જ મોટી ભૂલ કરી છે જે પરમાત્મા ને સર્વવ્યાપી કહી દીધું છે. તમે સિદ્ધ કરી બતાવો કે એ સર્વ નાં બાપ છે, પતિત-પાવન, લિબ્રેટર (મુક્તિદાતા) છે. જૂની દુનિયા થી નવી દુનિયા માં લઈ જાય છે. ત્યાં દુઃખ ની વાત નથી હોતી. શાસ્ત્રો માં તો શું-શું લખી દીધું છે! લક્ષ્મી-નારાયણ નાં માટે પણ કહે છે - શું ત્યાં એમને વિકાર વગર બાળકો જનમશે? અરે, કહેવાય જ છે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, વાઇસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). આને કહેવાય છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા), પછી કેવી રીતે કહો છો ત્યાં પણ વિકાર હશે. પહેલાં-પહેલાં જ્યાં સુધી બાપ ને નથી જાણ્યાં તો કાંઈ સમજી ન શકે. સર્વવ્યાપી ની બહુજ મોટી ભૂલ છે. એ ભૂલ થી નીકળે ત્યારે, જ્યારે બાપ ને જાણે. નિશ્ચય કરે કે બાબા અમે તમારા ફરી થી બન્યાં છીએ, તમારાથી રાજય-ભાગ્ય લેવાનાં માટે. શાસ્ત્રો માં તો શું-શું લખી દીધું છે. લક્ષ્મી-નારાયણ ને દેખાડે છે સતયુગ માં અને બાળપણ નાં રાધા-કૃષ્ણ ને પછી દ્વાપર માં લઈ ગયાં છે. હવે કૃષ્ણ તો હતાં સ્વર્ગ નાં પ્રિન્સ. પછી કૃષ્ણ નાં જન્મ બાય જન્મ ફીચર્સ (વિશેષતા) તો બદલાતાં જાય છે. એક જેવાં ફીચર્સ તો ક્યારેય હોઈ ન શકે. એવું થોડી કૃષ્ણ પછી એમનાં ફીચર્સ થી દ્વાપર માં આવી શકે છે, અસંભવ છે.

તમે જાણો છો આપણે અસલ માં ત્યાંના (મૂળ વતન નાં) રહેવાસી છીએ, તે આપણું સ્વીટ સાઈલેન્સ હોમ (મીઠું શાંતિધામ ઘર) છે, જેનાં માટે ભક્તિ કરે છે. કહે છે અમને શાંતિ જોઈએ. આત્મા ને આર્ગન્સ (કર્મેન્દ્રિયો) મળ્યાં છે પાર્ટ ભજવવાનાં માટે, પછી શાંતિ માં કેવી રીતે રહેશે. શાંતિ નાં માટે જ હઠયોગ શિખે છે, ગુફાઓમાં જાય છે. એક મહિનો કોઈ ગુફા માં બેઠાં તો શું એનાં માટે તે શાંતિધામ છે. તમે જાણો છો હવે આપણે શાંતિધામ માં જઈને પછી સુખધામ માં આવીશું, પાર્ટ ભજવવાં. તે લોકો કહે છે જે સુખી છે એમનાં માટે સ્વર્ગ છે, જે દુઃખી છે એમનાં માટે નર્ક છે. તમે જાણો છો સ્વર્ગ નવી દુનિયા અને નર્ક જૂની દુનિયાને કહેવાય છે. ભગવાનુવાચ, આ ભક્તિ, યજ્ઞ-તપ, દાન-પુણ્ય વગેરે કરવું - આ બધું છે ભક્તિમાર્ગ, એમાં કોઈ સાર નથી. સતયુગ-ત્રેતા ને બ્રહ્મા નો દિવસ કહેવાય છે. બ્રહ્મા નો દિવસ તે આપ બ્રાહ્મણ નો દિવસ, પછી તમારી રાત શરું થાય છે. તમે પહેલાં-પહેલાં સતયુગ માં જાઓ છો પછી તમે જ ચક્ર માં આવો છો. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર તમે જ બનો છો. તમે કહો છો શિવ ભગવાનુવાચ અને તેઓ કહે છે કૃષ્ણ ભગવાનુવાચ. ફરક લાંબો છે. તે પૂરા ૮૪ જન્મ લે છે. એમની સાથે આખું સૂર્યવંશી સંપ્રદાય પુનર્જન્મ લેતાં-લેતાં હમણાં પછી અંત માં રાજ્ય-ભાગ્ય લઈ રહ્યું છે. આપ બાળકો જે સમજો છે, એમને જ મજા આવે છે. નવાં ને મજા નહીં આવશે. તમે કોઈની નિંદા નથી કરતાં, બાપ તમને કેટલું સહજ સમજાવે છે. અહીં તમે બાબાનાં સંગ માં બેઠાં છો તો સારું સમજો છો. બહાર જવાથી સંગ માં ખબર નહીં શું હાલ થશે! સંગદોષ બહુજ ખરાબ છે. સ્વર્ગ માં આવી વાતો હોતી નથી. એનું નામ જ છે સ્વર્ગ, વૈકુંઠ, સુખધામ. શાસ્ત્રો માં તો લખી દીધું છે કે અહીં પણ અસુર હતાં. હવે તમને ખબર પડી છે કે અમે વિશ્વનાં માલિક હતાં, ત્યાં જમીન-આકાશ કોઈ માં પણ પાર્ટીશન (વિભાજન) નથી હોતું. હમણાં તો કેટલાં પાર્ટીશન છે. પોત-પોતાની હદો નાખતાં રહે છે. દુનિયામાં કેટલાં ઝઘડા થાય છે. તો જ્યારે કોઈ પણ આવે તો પહેલાં-પહેલાં એમને સમજાવો કે બાપ કોણ છે, ભગવાન કોને કહેવાય છે? બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે દેવતાઓ. ભગવાન એક હોય છે, ૧૦ નથી હોતાં. કૃષ્ણ ભગવાન હોઈ ન શકે. ભગવાન કેવી રીતે હિંસા શિખવાડશે? ભગવાનનુવાચ - કામ મહાશત્રુ છે, એનાં પર જીત મેળવવા માટે પ્રતિજ્ઞા કરો. રાખડી બાંધો. આ હમણાંની વાત છે. જે કાંઈ પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું છે તે પછી ભક્તિમાર્ગ માં થશે. દિવાળી પર મહાલક્ષ્મી ની પૂજા કરે છે. આ થોડી કોઈને ખબર છે કે લક્ષ્મી-નારાયણ બંને સાથે છે. લક્ષ્મી ને ધન ક્યાંથી મળશે? કમાણી કરવા વાળા તો પુરુષ હોય છે ને. નામ લક્ષ્મી નું ગવાયેલું છે. પહેલાં લક્ષ્મી પાછળ નારાયણ. તે પછી મહાલક્ષ્મી ને અલગ સમજી લે છે. એમને ૪ ભુજા દેખાડે છે. બે સ્ત્રી ની, બે પુરુષ ની. પરંતુ તેઓ આ વાતો ને જાણતાં નથી. તમે હમણાં ડિટેલ (વિસ્તાર) માં જાણો છો.

તમે ગીત સાંભળ્યું - બચપન કે દિન ભુલા ન દેના. આત્મા કહે છે - બાબા અમને હમણાં સ્મૃતિ આવી છે. સવારે-સવારે ઉઠીને બાપ થી વાતો કરવી જોઈએ. અમૃતવેલા બાપ ને યાદ કરવાં સારું છે ને. સાંજ નાં સમયે એકાંત માં જઈને બેસો. ભલે પરસ્પર સ્ત્રી-પુરુષ સાથે છો તો પણ આ વાતો કરતાં રહો. શિવબાબા બ્રહ્મા નાં તન થી શું કહે છે? આપણે જ્યારે પૂજ્ય બનીએ છીએ તો બાબાને યાદ નહોતાં કરતાં. જ્યારે પુજારી બનીએ છીએ તો બાપ ને યાદ કરીએ છીએ. એવી-એવી વાતો કરવી જોઈએ, જે કોઈ સાંભળે તો વન્ડર (આશ્ચર્ય) ખાય. અડધોકલ્પ આપણે કામ ચિતા પર બેસી બળીને ભસ્મ થઈ ગયાં હતાં, કબ્રદાખિલ થઈ ગયાં હતાં. હવે આપણે જ્ઞાન ચિતા પર બેસવાનું છે, સ્વર્ગ માં જવાનું છે. આ જૂની દુનિયા છે. ભારતવાસી સમજે છે આ સ્વર્ગ છે. અરે, સ્વર્ગ તો સતયુગ માં હોય છે. સ્વર્ગ માં દેવી-દેવતાઓનું રાજ્ય હતું. અહીં તો માયા નો પામ્પ (ભપકો) છે. હવે બાબા કહે છે સંગદોષ માં આવીને ક્યાંય મરી નહીં જતાં. નહીં તો બહુજ પસ્તાશો. પરીક્ષા નું રિઝલ્ટ (પરિણામ) જ્યારે નીકળે છે તો બધાંને ખબર પડી જાય છે. આગળ બાળકીઓ ધ્યાન માં જઈને બધું જ સંભળાવતી હતી કે આ રાણી બનશે, આ દાસી. પછી બાબાએ બંધ કરાવ્યું. અંત માં બધું જ ખબર પડી જશે કે અમે બાપ ની કેટલી સર્વિસ (સેવા) કરી! કેટલાં ને આપ સમાન બનાવ્યાં! એ બધું યાદ આવશે, સાક્ષાત્કાર થશે, વગર સાક્ષાત્કાર નાં ધરમરાજ પણ સજા આપી ન શકે. બાળકોને વારંવાર સમજાવ્યું છે મામેકમ્ યાદ કરો. બાપ આવીને મીઠાં-મીઠાં ઝાડ ની કલમ લગાવે છે. તે ગવર્મેન્ટ (સરકાર) ઝાડો ની કલમ લગાવે છે. ઉત્સવ મનાવે છે. અહીં નવી દુનિયાની કલમ લાગી રહી છે. તો એવાં બાપ ને ભૂલો નહીં. બાપ ની સેવા માં લાગી જાઓ, નહીં તો અંતમાં બહુજ પસ્તાવું પડશે. હમણાં વારસો ન લીધો તો કલ્પ-કલ્પાંતર નો હિસાબ થઈ જશે, એટલે પુરુષાર્થ પૂરો કરવાનો છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ જ્ઞાન નાં, આનંદ નાં, પ્રેમ નાં સાગર છે એમ બાપ સમાન બનવાનું છે અને આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. બધાને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપવાનું છે.

2. એવો કોઈ પણ સંગ નથી કરવાનો જે પસ્તાવું પડે. સંગદોષ બહુજ ખરાબ છે એટલે પોતાની સંભાળ કરવાની છે. બાપ પાસેથી વારસો લેવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
સંતુષ્ટતા ની વિશેષતા કે શ્રેષ્ઠતા દ્વારા સર્વ નાં ઇષ્ટ બનવા વાળા વરદાની મૂર્ત ભવ

જે સદા સ્વયં થી અને સર્વ થી સંતુષ્ટ રહે છે તેજ અનેક આત્માઓનાં ઇષ્ટ કે અષ્ટ દેવતા બની શકે છે. સૌથી મોટામાં મોટો ગુણ કહો, દાન કહો કે વિશેષતા કે શ્રેષ્ઠતા કહો - તે સંતુષ્ટતા જ છે. સંતુષ્ટ આત્મા જ પ્રભુ પ્રિય, લોકપ્રિય અને સ્વયં પ્રિય હોય છે. એવાં સંતુષ્ટ આત્મા જ વરદાની રુપમાં પ્રસિદ્ધ થશે. હવે અંત નાં સમય માં મહાદાની થી પણ વધારે વરદાની રુપ દ્વારા સેવા થશે.

સ્લોગન :-
વિજયી રત્ન તે છે જેમના મસ્તક પર સદા વિજય નું તિલક ચમકે છે.

આ અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

પાંડવો નું ગાયન છે કે ગળીને ખતમ થઈ ગયાં. પહાડો ઉપર નહીં પરંતુ ઊંચી સ્થિતિ માં ગળીને પોતાને નીંચાઈ થી બિલકુલ ઉપર જે અવ્યક્ત સ્થિતિ છે, એમાં ગળી ગયાં અર્થાત્ એ અવ્યક્ત સ્થિતિ માં સંપૂર્ણતા ને પ્રાપ્ત થયાં, આ તમારું પાંડવો નું જ યાદગાર છે.