08-03-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.01.2009
બાપદાદા મધુબન
“ ૪૦ વર્ષ ની અવ્યક્ત
પાલના નું રિટર્ન - ૪ વાતો - શુભચિંતક બનો , શુભચિંતન કરો , શુભ વૃત્તિ થી શુભ
વાયુમંડળ બનાવો તથા જીરો અને હીરો ની સ્મૃતિ માં રહો”
આજે બાપદાદા ચારેય
તરફ નાં પોતાનાં સેવા નાં સાથી બાળકો ને મળવા આવ્યાં છે. આદિ સેવા નાં સાથી અને સાથે
બીજા પણ સેવા નાં સાથી બની બહુ સારી સેવા ની વૃદ્ધિ કરી રહ્યાં છે, તો બાપદાદા
પોતાનાં સાથીઓ ને જોઈ ખુશ થઈ રહ્યાં છે અને દિલ માં ગીત ગાઈ રહ્યાં છે વાહ! મારા
વિશ્વ પરિવર્તન સેવા નાં સાથી વાહ!
આજે અમૃતવેલા થી
ચારેય તરફ સ્નેહ ની માળાઓ બાપદાદા ને પહેરાવી રહ્યાં હતાં. ત્રણ પ્રકાર ની માળાઓ હતી
એક હતી બાપ સમાન બનવાનાં ઉમંગ-ઉત્સાહ ની, બીજી હતી અતિ વિખૂટી પડેલી બંધન વાળી
બાંધેલી ગોપીકાઓની એમની માળાઓ તો હતી પરંતુ ચમકી રહેલા અતિ અમૂલ્ય આંસુઓની માળા પણ
હતી. એક-એક આંસુ મોતી સમાન ચમકી રહ્યાં હતાં અને ત્રીજી માળા કોઈ-કોઈ બાળકો નાં
ઉલ્હના (ફરિયાદ) ની હતી.
આજે અમૃતવેલા થી લઈને
બધામાં વિશેષ સ્નેહ સમાયેલો દેખાઈ રહ્યો હતો. બાપદાદાએ વિરાટ રુપ ની રીતે ભૂજાઓ
ફેલાવી બધા બાળકો ને ભૂજાઓ માં સમાવી લીધાં. એમ તો આજ નો દિવસ સ્નેહ ની સાથે સર્વ
પાવર્સ (શક્તિઓ) નું વિલ આપવાનો પણ હતો. એક બાળકી નાં હાથ માં હાથ મળાવીને, સાથે બધા
બાળકો ને (શક્તિ સેના અને પાંડવો ને) વિલ પાવર્સ ની વિલ કરી. બાપદાદાએ જોયું ઘણાં
બાળકો પાંડવ પણ અને શક્તિઓ પણ, ગુપ્ત રુપ થી અંતર્મુખી બની પુરુષાર્થ માં તીવ્ર ગતિ
થી ચાલી રહ્યાં છે. બહાર થી દેખાતા નથી પરંતુ પુરુષાર્થી સારા છે. બાપદાદાએ આજે બધા
બાળકો નાં વિશેષ રુપ જોયા, સ્નેહ નો વિષય બધાનાં ચહેરા ને ચમકાવી રહ્યો હતો. જ્ઞાની
તૂ આત્મા બાળકો તો છે પરંતુ સ્નેહ નો વિષય આવશ્યક છે કારણકે સ્નેહી મહેનત ઓછી અને
મહોબ્બત નાં અનુભવ માં સહજ રહે છે. સ્નેહ ની શક્તિ કેવી પણ પહાડ જેવી સમસ્યા હોય,
પહાડ ને પણ રુ બનાવી દે છે. પહાડ ને પણ પાણી જેવો હલ્કો બનાવી દે છે. સ્નેહ એક
છત્રછાયા છે. છત્રછાયા નાં કારણે તે સદા સેફ (સુરક્ષિત) રહે છે. સહજ હોય છે. સ્નેહ
થી પરમાત્મા અથવા ભગવાન ને પણ પોતાનાં દોસ્ત (મિત્ર) બનાવી દે છે. જે યાદગાર છે ખુદા
દોસ્ત નું. ખુદા ને દોસ્ત બનાવીને કોઈ પણ સમસ્યા દોસ્તી નાં સંબંધ થી સહજ કરી દે
છે. બાપ ને પોતાનાં સાથી બનાવી દે છે. જ્ઞાન બીજ છે, પરંતુ પ્રેમ નું પાણી બીજ માં
પ્રાપ્તિ નું ફળ લગાવી દે છે. તો એવાં બાપ નાં સ્નેહી બાળકો બાપ ને યાદ કરવામાં
મહેનત નથી સમજતા પરંતુ ભૂલવા મુશ્કેલ સમજે છે. સ્નેહી ક્યારેય સ્નેહ ને ભૂલી ન શકે.
મારા બાબા કહ્યું, દિલ નાં સ્નેહ થી અને સર્વ ખજાનાઓ ની ચાવી મળી જાય છે. તો બંને,
બાપદાદા એવાં સ્નેહી, જેમની આગળ બાપદાદા પણ હજુર હાજર થઈ જાય છે. યાદ તો બધા કરે છે
પરંતુ કોઈ થોડી-થોડી મહેનત થી કરે છે અને કોઈ સદા સ્નેહ નાં સાગર માં લવલીન રહે છે.
દુનિયા વાળા કહે છે આત્મા પરમાત્મા માં લીન થઈ જાય છે પરંતુ આત્મા પરમાત્મા નાં
પ્રેમ માં લવલીન થઈ જાય છે. લીન નથી થતો લવલીન થાય છે.
તો આજ નો દિવસ મહોબ્બત માં લવલીન નો છે. મહેનત સમાપ્ત થઈ મહોબ્બત નાં રુપ માં બદલાઈ
જાય છે. તો બાપદાદાએ બધા બાળકો નું રીઝલ્ટ પણ જોયું, હોમવર્ક મજોરીટીએ કર્યુ છે.
બાપ સમાન બનવાનું લક્ષ વારંવાર રિવાઈઝ (યાદ) પણ કર્યુ, રિયલાઈઝ (અનુભવ) પણ કર્યું.
૭૫ % બાળકો નું રીઝલ્ટ સારું રહ્યું. અને આ બાપ સમાન બનવાનું જ છે કોઈ પણ તોફાન આવે,
છે જ કળિયુગ ની સમાપ્તિ નો સમય, તો તોફાન તો આવશે, પરિવર્તન નો સમય છે ને, પરંતુ આપ
બાળકો માટે તોફાન શું છે? તોફાન, તોફાન નથી પરંતુ તોહફા (ઈનામ) છે કારણકે બાપદાદા
નાં વરદાન નો હાથ બધા પુરુષાર્થી બાળકો નાં માથા પર છે. જેમણે દૃઢ સંકલ્પ અર્થાત્
દૃઢતા ની ચાવી કાર્ય માં લગાવી એમણે હમણાં નાં રીઝલ્ટ પ્રમાણે સફળતા પણ પ્રાપ્ત કરી
છે પરંતુ સદાકાળ માટે તોફાન ને તોહફા બનાવી, સમસ્યા ને સમાધાન રુપ આપી આગળ વધતા ચાલો.
તો બાપદાદા હમણાં નાં રીઝલ્ટ માં ખુશ છે. જે યોગ-તપસ્યા કરી છે એમાં લક્ષ દૃઢ રાખ્યું
છે, બનવું જ છે.
૪૦ વર્ષ અવ્યક્ત પાલના નાં પૂરાં થયા છે. તો ૪૦ વર્ષ માં પહેલાં શું આવે - બિંદુ,
જીરો. તો જીરો યાદ અપાવે છે કે હું હીરો, સાચ્ચો હીરો, મહાન હીરો છું અને હીરો
પાર્ટધારી બની દરેક કાર્ય હીરો સમાન કરવાના છે. તો જીરો, હીરો આ સદા યાદ રહે અને
બાકી જે ચાર છે, એમાં ચાર વાતો નેચરલ જીવન માં કરવાની છે, દૃઢતા પૂર્વક કરવાની છે,
કરશો? તૈયાર છો? કોઈ પણ પેપર આવે પરંતુ ચાર વાતો પોતાનાં જીવન માં કરવાની જ છે.
પાક્કું? પાક્કું? પાક્કું? પાછળ વાળા, પાક્કું છે ને? કાચ્ચા ને માયા ખાઈ જાય છે
એટલે પાક્કા રહેજો. એક વાત - સદા શુભચિંતક, કોઈની કમજોરી જોઈ અથવા સાંભળીને રહેમદિલ
બની શુભચિંતક બની એમને સહયોગ આપવાનો જ છે. કમજોરી ને નથી જોવાની પરંતુ સહયોગ આપવાનો
જ છે. આને કહેવાય છે શુભ ચિંતક. પાક્કું રહેશે ને? સહારા દાતા, રહેમદિલ બની સહયોગ
આપો. એનાથી કિનારો અથવા ઘૃણા નહીં કરતા, ક્ષમા કરજો. પરવશ નાં ઉપર ક્યારેય ઘૃણા નથી
કરાતી. સહારો અપાય છે. તો શુભ ચિંતક અને બીજું છે શુભ ચિંતન. આજકાલ બાપદાદા જુએ છે
- મેજોરીટી બાળકો માં ક્યારેક-ક્યારેક વ્યર્થ સંકલ્પ બહુજ ચાલે છે, એમાં પોતાની જમા
થયેલી શક્તિઓ વ્યર્થ ચાલી જાય છે, એટલે શુભ ચિંતન માટે સ્વમાન નું કોઈ ન કોઈ પોતાનું
ટાઈટલ, મન ને હોમવર્ક આપી દો, મન નું ટાઈમ ટેબલ બનાવો, કર્મ નું તો ટાઈમ ટેબલ બનાવો
છો પરંતુ મન નું ટાઈમ ટેબલ બનાવો. અમૃતવેલા મિલન મનાવ્યા પછી મન ને કોઈ ન કોઈ
સ્વમાન આપી દો પરંતુ જેવી રીતે સંભળાવ્યું છે કે ૧૨-૧૩ વાર બધાને સમય મળે છે, એમાં
રીયલાઈઝ પણ કરો, રિવાઈઝ પણ કરો તો મન બીઝી રહેવાથી વ્યર્થ સંકલ્પ માં સમય નહીં જશે,
મહેનત નહીં કરવી પડે, દરેક સમયે સંગમયુગ જે મોજ નો યુગ છે, એ જ મોજ માં રહેશો. તો
બીજું સંભળાવ્યું - શુભ ચિંતન. ચેક કરો અને ચેન્જ કરો. ત્રીજું છે - શુભ વૃતિ. અશુભ
વૃત્તિ વાયુમંડળ પણ અશુદ્ધ ફેલાવે છે એટલે શુભ વૃત્તિ. અને ચોથું છે દરેકે આ
જવાબદારી લેવાની છે કે મારે, મારું કામ છે ખાસ, બીજાને નથી જોવાનાં, મારું કામ છે
શુભ વાયુમંડળ બનાવવું. જેમ ક્યારેય પણ વાયુમંડળ માં દુર્ગંધ હોય છે તો શું કરો છો?
સુગંધ ફેલાવો છો ને? દુર્ગંધ સહન નથી થતી, કોઈ ન કોઈ સુગંધ નું સાધન અપનાવો છો, એમ
સાધારણ વાયુમંડળ અથવા અશુભ વાયુમંડળ બદલવાનું જ છે. ભલે નાનાં છે કે નવાં છે, પરંતુ
બધાની જવાબદારી છે. દૃઢ સંકલ્પ કરવાનો છે મારે શુભ વાયુમંડળ બનાવવું જ છે. આ
પ્રતિજ્ઞા પ્રત્યક્ષતા કરશે. પ્રતિજ્ઞા કરો છો, બાપદાદા ખુશ થાય છે પરંતુ પ્રતિજ્ઞા
માં ક્યારેક-ક્યારેક દૃઢતા નથી હોતી એટલે સફળતા જે ઈચ્છો છો, જેટલી ઈચ્છો છો એટલી
નથી થતી. આખાં વિશ્વ ની, પ્રકૃતિ ની, આત્માઓ ની, આત્માઓ માં બ્રાહ્મણ આત્માઓ પણ આવી
જાય છે, દરેક પોતાનાં સેવાસ્થાન નું એવું વાયુમંડળ દૃઢતા થી બનાવો, થોડો ત્યાગ કરવો
પડે તો કરી લો, આ ત્યાગ કરે તો હું કરું, ના. સિસ્ટમ ઠીક હોય તો… તો તો ન કરો. મારે
તો કરવું જ છે. વિશ્વ પરિવર્તક છું, આ સ્વમાન છે ને? બધા વિશ્વ પરિવર્તક છો ને? હાથ
ઉઠાવો. અચ્છા વિશ્વ પરિવર્તક! બહુ જ સારું. તો પહેલાં બાપદાદા જોવા ઈચ્છે છે, છે પણ,
થશે પણ પરંતુ આ વર્ષ માં બાપદાદા નાનાં અથવા મોટાં સેવાકેન્દ્ર નું ચક્કર લગાવે તો
વાયુમંડળ કેવું હોય? જેમ આજ નો દિવસ સ્નેહ અને શક્તિ નો છે, એમ ગામ-ગામ નાં સેન્ટર,
મોટા સેન્ટર બધાનું વાયુમંડળ ચૈતન્ય મંદિર હોય. નેગેટિવ ને પોઝિટિવ બનાવવું એમાં
પહેલાં હું. પહેલાં તમે નહીં કરતા, પહેલાં હું, કારણકે બાપદાદા અને એડવાન્સ પાર્ટી
અને આજકાલ તો પ્રકૃતિ પણ ઈન્તજાર (પ્રતિક્ષા) કરી રહી છે. ઈન્તજામ (પ્રબંધ) કરવા
વાળા તમે છો, તમારે પ્રતિક્ષા નથી કરવાની, પ્રબંધ કરવાનો છે.
આજે ચારેય તરફ ભય
ફેલાયેલો છે, બધાનાં દિલ માં એક જ સંકલ્પ છે મેજોરીટી દુનિયા વાળા નાં, કાલે શું થશે?
તમને ખબર છે કાલે શું થશે? તો પરિવર્તન કરવામાં પહેલાં હું નિમિત્ત બનીશ, આ સંકલ્પ
કોણ કરે છે? એમાં હાથ ઉઠાવો. કરવું પડશે, કરવું પડશે. બદલાવું પડશે. રક્ષક બનવું
પડશે. કાંઈક છોડવું પડશે અને પ્રેમ લેવો પડશે. મન નો હાથ ઉઠાવ્યો કે આ હાથ ઉઠાવ્યો?
કોણે મન નો હાથ ઉઠાવ્યો? કારણકે મન બદલાય તો વિશ્વ બદલાય. તો આ વર્ષે શું સ્લોગન હશે?
શું સ્લોગન હશે? “નો પ્રોબ્લેમ”. વિજય નો ઝંડો દિલ માં લહેરાશે અને બધા ખુશી નો
ડાન્સ સદા મન માં કરશે, મન નો ડાંસ છે ખુશી. તો દરેક સમયે ખુશી નો ડાન્સ કરશે. અને
દાતા નાં બાળકો છો તો જે પણ આવે દરેક ને કોઈ ન કોઈ ગુણ ની ગિફ્ટ આપો. તો એક સેકન્ડ
માં તે દૃઢ સંકલ્પ, દાતા નો સંકલ્પ લિફ્ટ બની જશે અને સેકન્ડ માં પરમધામ,
સૂક્ષ્મવતન, સ્થૂળ મધુબન સાકાર વતન, જ્યાં ઈચ્છો ત્યાં મહેનત વગર સેકન્ડ માં પહોંચી
જશો. કોઈ પણ સામે આવે એને ખાલી હાથે નહીં મોકલતા, કોઈ ન કોઈ ગુણ ની, ચહેરા થી, ચલન
થી, મુખ થી ગુણ ની સૌગાત વગર નહીં મળતાં.
તો આ વર્ષ નાં દરેક
મહિના નું રીઝલ્ટ પોતાની પાસે પણ રાખજો અને યજ્ઞ માં ટીચર દ્વારા ઓ.કે.કાર્ડ મોકલજો,
લાંબો પત્ર નહીં મોકલતા, ઓ.કે. નું કાર્ડ મોકલજો. કાર્ડ પણ લાંબુ નહીં મોકલતા, જે
દુનિયા માં કાર્ડ ચાલે છે તે નહીં, ટીચર દ્વારા જે વરદાન નું કાર્ડ મળે છે તે મોકલજો.
ગુણો ની સૌગાત, શક્તિઓ ની સૌગાત કેટલી છે? લિસ્ટ ગણતરી કરો તો કેટલું લાંબુ લિસ્ટ
છે. અને જેટલું આપશો એટલું ઓછું નહીં થશે વધતું જશે. જેવી રીતે કહે છે ને છું મંત્ર,
તો આ શિવ મંત્ર ક્યારેય કોઈ ગુણ તમારા માંથી ઓછા નહીં થશે વધારે જ વધશે કારણકે
કહેવત છે, દે દાન છૂટે ગ્રહણ. અચ્છા.
આ વખતે જે પહેલીવાર
આવ્યાં છે તે ઉઠીને ઉભા થાય. સારું છે - (મધ્ય પ્રદેશ નાં રાજ્યપાલ સામે બેઠાં છે)
આ સંગઠન માં પધાર્યા છો, સારું છે. બાપદાદા તમને બધાને, આવવા વાળા ને આ વરદાન આપી
રહ્યાં છે કે સદા બાપ ને ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ જરુર કરજો કારણકે પહેલાં-પહેલાં
આંખ ખુલતા જ બાપ ને જોશો તો આખો દિવસ સારો જશે. તો પહેલી વાર આવવા વાળા બાળકો ને
બાપદાદા નાં પદમગુણા યાદ-પ્યાર અને વધાઈ છે. અચ્છા.
હવે બધા સદા જે ચાર
વાતો સંભળાવી અને પાંચમી જીરો અને હીરો સંભળાવ્યું, તો આ વાતો ને મનન કરતા મગ્ન
અવસ્થા માં રહેવા વાળા બ્રાહ્મણ સો ફરિશ્તા આત્માઓ, દેવતા બનવું તો તમારો જન્મસિદ્ધ
અધિકાર છે, ફરિશ્તા સો દેવતા છો જ, તો સદા સ્નેહ નાં લવ માં લીન, લવલીન રહેવા વાળા,
સદા દૃઢતા નાં સંકલ્પ ની ચાવીને મન માં, બુદ્ધિ માં, સ્મૃતિ માં રાખવા વાળા, કારણકે
આ ચાવી ની પાછળ માયા ખૂબ ચક્કર લગાવે છે. તો મન અને બુદ્ધિ થી સદા સમર્થ રહેવા વાળા
ચારેય તરફ નાં બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીઓ સાથે :-
(દાદી જાનકી
સાથે) ચક્કર લગાવીને આવી બહુ જ સારું. જે કરી રહ્યાં છે બહુ જ સારું. બાબા ને ચિત્ર
યાદ આવ્યું કે જગદંબા વચ્ચે ઉભી છે ઝંડો લહેરાવી રહી છે અને પાછળ બધી શક્તિઓ સાથે
ઉભી છે. તો હવે આ તે ચિત્ર બાપદાદા વિશ્વ ની આગળ દેખાડવા ઈચ્છે છે. સારા બ્રાહ્મણો
દ્વારા શક્તિ સેના એવી તૈયાર કરો જે નિમિત્ત બને, ચક્કર લગાવતા વાયુમંડળ ને પાવરફુલ
બનાવે અને દૃઢ સંકલ્પ કરે કે અમે આ દૃઢ સંકલ્પ રાખીએ છીએ કે અમે વાયુમંડળ ને બદલીને
દેખાડીશું. આ ઝંડો ઉઠાવે. એવું ગ્રુપ બનાવો જે ચક્કર લગાવીને વાયુમંડળ ને ઠીક કરે,
પોતાની સ્થિતિ, વાણી અને સંગ થી. એવું ગ્રુપ તૈયાર કરીને દેખાડો. તો બાપદાદા ને
ચિત્ર યાદ આવ્યું તો આ પ્રેક્ટિકલ થવું જોઈએ. એવું નહીં કહેતા સમય નથી મળતો. કોઈ નહીં
કહેશે, સમય નથી મળતો. સમય મળશે જો શુભ ભાવના છે તો, એવું ગ્રુપ બાપદાદા ને બનાવીને
આપજો. અચ્છા.
યુથ ગ્રુપ સાથે :-
આ વર્ષ માં જે પણ બ્રાહ્મણો ની મર્યાદાઓ છે, એક-એક મર્યાદા ને પૂર્ણ રીતે, મન્સા
થી, વાચા થી, કર્મણા થી અને સંબંધ-સંપર્ક થી, ચારેય રુપ માં પાલન કરવા વાળા છો - એવું
ગ્રુપ તૈયાર કરો, આ વર્ષે કોઈપણ મર્યાદા ભંગ ન થાય. એવું ગ્રુપ બનાવો, પરસ્પર બનાવો.
જો ઓટે સો અર્જૂન. પસંદ છે? કોણ કરશે? તમે કરશો? હાથ ઉઠાવો. કરશો? બધા યુવા કરશે?
કેટલાં છે? (૪૦૦) પરસ્પર ગ્રુપ-ગ્રુપ માં પાક્કું કરો કે ગવર્મેન્ટ ને દેખાડીશું કે
આ મર્યાદા પુરુષોત્તમ છે. ગવર્મેન્ટ પણ ઈચ્છે છે પરંતુ કરી નથી શકતી, તમે કરીને
દેખાડો. એક્ઝામ્પલ બનીને દેખાડો. હોમવર્ક મળી ગયું ને? બાપદાદા આ જ ઈચ્છે છે કે
ચારેય તરફ નાં બ્રાહ્મણ આત્માઓ આ વર્ષે કમાલ કરીને દેખાડે. વ્યર્થ સંકલ્પ ની ધમાલ
પણ ન હોય. શુદ્ધ સંકલ્પ એટલાં જમા કરો જે વ્યર્થ ને આવવાનો સમય ન મળે. છે ને ખજાનો?
શુદ્ધ સંકલ્પ નો એટલો ખજાનો સાથે છે? છે હાથ ઉઠાવો. શક્તિઓ પણ છે, સારું છે, શક્તિઓ
પણ એક્ઝામ્પલ બને અને પાંડવ પણ એક્ઝામ્પલ બને. અચ્છા. બાપદાદા ખુશ છે.
વરદાન :-
સૂક્ષ્મ
સંકલ્પો નાં બંધન થી પણ મુક્ત બની ઊંચી સ્ટેજ ( સ્થિતિ ) નો અનુભવ કરવા વાળા
નિર્બંધન ભવ
જે બાળકો જેટલાં
નિર્બંધન છે એટલાં ઊંચી સ્ટેજ પર સ્થિત રહી શકે છે, એટલે ચેક કરો કે મન્સા, વાચા તથા
કર્મણા માં કોઈ સૂક્ષ્મ માં પણ દોરા જોડાયેલા તો નથી ને? એક બાપ સિવાય બીજું કોઈ
યાદ ન આવે. પોતાનો દેહ પણ યાદ આવે તો દેહ ની સાથે દેહ નાં સંબંધ, પદાર્થ, દુનિયા બધા
એક ની પાછળ આવી જશે. હું નિર્બંધન છું - આ વરદાન ને સ્મૃતિ માં રાખી આખી દુનિયા ને
માયા ની જાળ માંથી મુક્ત કરવાની સેવા કરો.
સ્લોગન :-
દેહી-અભિમાની
સ્થિતિ દ્વારા તન અને મન ની હલચલ ને સમાપ્ત કરવા વાળા જ અચલ રહે છે.
આ અવ્યક્ત ઈશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
સમસ્યા નું કામ છે
આવવાનું, નિશ્ચયબુદ્ધિ આત્મા નું કામ છે સમાધાન સ્વરુપ થી સમસ્યા ને પરિવર્તન કરવાનું.
શા માટે? આપ દરેક બ્રાહ્મણ આત્માએ બ્રાહ્મણ જન્મ લેતા જ માયા ને ચૈલેંજ કરી છે કે
અમે માયાજીત બનાવવા વાળા છીએ. તો સમસ્યા નું સ્વરુપ માયા નું સ્વરુપ છે. જ્યારે
ચૈલેન્જ કરી છે તો માયા સામનો તો કરશે પરંતુ તમે એને નિશ્ચયબુદ્ધિ વિજયી સ્વરુપ થી,
નથિંગન્યુ સમજીને પાર કરી લો તો બેફિકર બાદશાહ રહેશો.