08-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
સર્વોત્તમ યુગ આ સંગમ છે , આમાં જ તમે આત્માઓ પરમાત્મા બાપ ને મળો છો , આ જ છે
સાચ્ચો - સાચ્ચો કુંભ”
પ્રશ્ન :-
કયો પાઠ બાપ જ ભણાવે છે, કોઈ મનુષ્ય નથી ભણાવી શકતાં?
ઉત્તર :-
દેહી-અભિમાની બનવાનો પાઠ એક બાપ જ ભણાવે છે, આ પાઠ કોઈ દેહધારી નથી ભણાવી શકતાં.
પહેલાં-પહેલાં તમને આત્મા નું જ્ઞાન મળે છે, તમે જાણો છો આપણે આત્માઓ પરમધામ થી
એક્ટર બનીને પાર્ટ ભજવવા આવ્યાં, હવે નાટક પૂરું થાય છે, આ ડ્રામા પૂર્વ નિર્ધારિત
છે, આને કોઈએ બનાવ્યો નથી એટલે આનો આદિ અને અંત પણ નથી.
ગીત :-
જાગ સજનિયાં
જાગ…
ઓમ શાંતિ!
બાળકોએ આ ગીત
તો અનેક વાર સાંભળ્યું હશે. સાજન સજનીઓ ને કહે છે. એમને સાજન કહેવાય છે, જ્યારે
શરીર માં આવે છે. નહીં તો એ બાપ છે, આપ બાળકો છો. તમે બધા ભક્તિઓ છો. ભગવાન ને યાદ
કરો છો. બ્રાઈડસ (વધુ), બ્રાઈડગ્રુમ (વર) ને યાદ કરે છે. બધા નાં માશૂક છે
બ્રાઈડગ્રુમ. એ બેસી બાળકો ને સમજાવે છે-હવે જાગો, નવો યુગ આવે છે. નવો અર્થાત્ નવી
દુનિયા સતયુગ. જૂની દુનિયા છે કળિયુગ. હમણાં બાપ આવેલા છે, તમને સ્વર્ગવાસી બનાવે
છે. કોઈ મનુષ્ય તો કહી ન શકે કે અમે તમને સ્વર્ગવાસી બનાવીએ છીએ. સંન્યાસી તો
સ્વર્ગ અને નર્ક ને બિલકુલ નથી જાણતાં. જેમ બીજા ધર્મ છે તેમ સંન્યાસીઓ નો પણ એક
બીજો ધર્મ છે. તે કોઈ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નથી. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની
ભગવાન જ આવીને સ્થાપના કરે છે, જે નર્કવાસી છે તે જ પછી સતયુગી સ્વર્ગવાસી બને છે.
હવે તમે નર્ક વાસી નથી. હમણાં તમે છો સંગમયુગ પર. સંગમ હોય છે વચ્ચે નો. સંગમ પર
સ્વર્ગવાસી બનવાનો તમે પુરુષાર્થ કરો છો, એટલે સંગમયુગ ની મહિમા છે. કુંભ નો મેળો
પણ હકીકત માં આ છે સર્વોત્તમ. આને જ પુરુષોત્તમ કહેવાય છે. તમે જાણો છો આપણે બધા એક
બાપ નાં બાળકો છીએ, બ્રધરહુડ (ભાઈચારો) કહે છે ને? બધા આત્માઓ પરસ્પર ભાઈ-ભાઈ છે.
કહે છે હિન્દુ, ચીની ભાઈ-ભાઈ, બધા ધર્મ નાં હિસાબ થી તો ભાઈ-ભાઈ છે - આ જ્ઞાન તમને
હમણાં મળ્યું છે. બાપ સમજાવે છે તમે મુજ બાપ નાં સંતાન છો. હમણાં તમે સન્મુખ સાંભળો
છો. તે તો ફક્ત કહેવા માત્ર કહી દે છે કે સર્વ આત્માઓ નાં બાપ એક છે, એ એક ને જ યાદ
કરે છે. મેલ (પુરુષ) તથા ફીમેલ (સ્ત્રી) બંને માં આત્મા છે. આ હિસાબ થી ભાઈ-ભાઈ છે
પછી ભાઈ-બહેન પછી ત્યાર બાદ સ્ત્રી-પુરુષ થઈ જાય છે. તો બાપ આવીને બાળકો ને સમજાવે
છે. ગવાય પણ છે આત્માયેં-પરમાત્મા અલગ રહે બહુકાલ… એવું નથી કહેવાતું કે નદીયાં ઔર
સાગર અલગ રહે બહુકાલ… મોટી-મોટી નદીઓ તો સાગર સાથે મળતી રહે છે. આ પણ બાળકો જાણે
છે, નદી સાગર ની બાળકી છે. સાગર થી પાણી નીકળે છે, વાદળો દ્વારા પછી વરસાદ પડે છે
પહાડો પર. પછી નદીઓ બની જાય છે. તો બધા થઈ જાય છે સાગર નાં બાળકો અને બાળકીઓ. ઘણાં
ને આ પણ ખબર નથી કે પાણી ક્યાંથી નીકળે છે. આ પણ શીખવાડાય છે. તો હવે બાળકો જાણે છે
જ્ઞાન સાગર એક જ બાપ છે. આ પણ સમજાવાય છે તમે બધા આત્માઓ છો, બાપ એક છે. આત્મા પણ
નિરાકાર છે, પછી જ્યારે સાકાર માં આવો છો તો પુનર્જન્મ લો છો. બાપ પણ જ્યારે સાકાર
માં આવે ત્યારે આવીને મળે. બાપ ને મળવાનું એક જ વાર થાય છે. આ સમયે આવીને બધાને મળે
છે. આ પણ જાણતા જશો કે ભગવાન છે. ગીતા માં શ્રીકૃષ્ણ નું નામ લખી દીધું છે પરંતુ
શ્રીકૃષ્ણ તો અહીં આવી ન શકે. તે કેવી રીતે ગાળો ખાશે? આ તમે જાણો છો શ્રીકૃષ્ણ નો
આત્મા આ સમયે છે. પહેલાં-પહેલાં તમને જ્ઞાન મળે છે આત્મા નું. તમે આત્મા છો, પોતાને
શરીર સમજી આટલો સમય ચાલ્યાં છો, હવે બાપ આવીને દેહી-અભિમાની બનાવે છે. સાધુ-સંત
વગેરે ક્યારેય તમને દેહી-અભિમાની નથી બનાવતાં. તમે બાળકો છો, તમને બેહદ નાં બાપ પાસે
થી વારસો મળે છે. તમારી બુદ્ધિ માં છે કે આપણે પરમધામ માં રહેવા વાળા છીએ પછી અહીં
આપણે પાર્ટ ભજવવા આવ્યાં છીએ. હવે આ નાટક પૂરું થાય છે. આ ડ્રામા કોઈએ બનાવ્યો નથી.
આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. તમને પૂછે છે આ ડ્રામા ક્યાર થી શરુ થયો? તમે બોલો આ
તો અનાદિ ડ્રામા છે. આનો આદિ અંત નથી હોતો. જૂનાં થી નવો, નવાં થી જૂનો થાય છે. આ
પાઠ આપ બાળકો ને પાક્કો છે. તમે જાણો છો નવી દુનિયા ક્યારે બને છે પછી જૂની દુનિયા
ક્યારે થાય છે? આ પણ કોઈ-કોઈ ની બુદ્ધિ માં પૂરી રીતે છે. તમે જાણો છો હવે નાટક પૂરું
થાય છે પછી રિપીટ થશે. બરોબર આપણો ૮૪ જન્મો નો પાર્ટ પૂરો થયો. હવે બાપ આપણને લઈ જવા
માટે આવ્યાં છે. બાપ ગાઈડ (માર્ગદર્શક) પણ છે ને? તમે બધા પન્ડા છો. પન્ડા લોકો
યાત્રીઓ ને લઈ જાય છે. તે છે શારીરિક પન્ડા, તમે છો રુહાની પન્ડા એટલે તમારું નામ
પાંડવ ગવર્મેન્ટ પણ છે, પરંતુ ગુપ્ત. પાંડવ, કૌરવ, યાદવ ક્યા કરત ભયે… આ સમય ની વાત
છે જ્યારે મહાભારત લડાઈ નો સમય પણ છે. અનેક ધર્મ છે, દુનિયા પણ તમોપ્રધાન છે,
વેરાઈટી ધર્મો નું ઝાડ આખું જૂનું થઈ ગયું છે. તમે જાણો છો આ ઝાડ નું પહેલું-પહેલું
ફાઉન્ડેશન છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. સતયુગ માં થોડા હોય પછી વૃદ્ધિ થાય છે. આ
કોઈને પણ ખબર નથી, તમારા માં પણ નંબરવાર છે. સ્ટુડન્ટ માં કોઈ સારા સમજદાર હોય છે,
સારી ધારણા કરે છે અને કરાવવાનો શોખ હોય છે. કોઈ તો સારી રીતે ધારણ કરે છે. કોઈ
મીડીયમ, કોઈ થર્ડ, કોઈ ફોર્થ. પ્રદર્શન માં તો રિફાઈન રીતે (સ્પષ્ટ) સમજાવવા વાળા
જોઈએ. પહેલાં બતાવો કે બે બાપ છે. એક બેહદ નાં પારલૌકિક બાપ, બીજા છે હદ નાં લૌકિક
બાપ. ભારત ને બેહદ નો વારસો મળ્યો હતો. ભારત સ્વર્ગ હતું જે પછી નર્ક બન્યું છે, આને
આસુરી રાજ્ય કહેવાય છે. ભક્તિ પણ પહેલાં-પહેલાં અવ્યભિચારી હોય છે. એક શિવબાબા ને જ
યાદ કરે છે.
બાપ કહે છે-બાળકો,
પુરુષોત્તમ બનવું છે તો જે કનિષ્ટ બનાવવા વાળી વાતો છે તેને નહીં સાંભળો. એક બાપ થી
(નું) સાંભળો. અવ્યભિચારી જ્ઞાન સાંભળો બીજા કોઈ થી જે સાંભળશો એ છે જુઠ્ઠું. બાપ
હમણાં તમને સાચું સંભળાવી ને પુરુષોત્તમ બનાવે છે. ઈવિલ વાતો તમે સાંભળતા-સાંભળતા
કનિષ્ટ બની ગયા છો. અજવાળું છે બ્રહ્મા નો દિવસ, અંધકાર છે બ્રહ્મા ની રાત. આ બધા
પોઈન્ટ્સ ધારણ કરવાના છે. નંબરવાર તો દરેક વાત માં હોય જ છે. ડોક્ટર કોઈ ૧૦-૨૦ હજાર
એક ઓપરેશન નાં લે, કોઈને ખાવા માટે પણ નથી. બેરિસ્ટર પણ એવાં હોય છે. તમે પણ જેટલું
ભણશો અને ભણાવશો એટલું ઊંચ પદ મેળવશો. ફરક તો છે ને? દાસ-દાસીઓ માં પણ નંબરવાર હોય
છે. બધો આધાર ભણતર પર છે. પોતાને પૂછવું જોઈએ અમે કેટલું ભણીએ છીએ, ભવિષ્ય
જન્મ-જન્માન્તર શું બનીશું? જે જન્મ-જન્માન્તર બનશે તે કલ્પ-કલ્પાન્તર બનશે એટલે
ભણતર પર તો પૂરું અટેન્શન આપવું જોઈએ. વિષ પીવાનું તો એકદમ છોડી દેવાનું હોય છે.
સતયુગ માં તો એવું નહીં કહેવાશે-મૂત પલીતી કપડ ધોયે. આ સમય બધાનો ચોલો (શરીર) સડેલો
છે. તમોપ્રધાન છે ને? આ પણ સમજાવવા ની વાત છે ને? સૌથી જૂનો ચોલો કોનો છે? આપણો.
આપણે આ શરીર ને બદલતા રહીએ છીએ. આત્મા પતિત બનતો જાય છે. શરીર પણ પતિત જૂનું થતું
જાય છે. શરીર બદલાવવા નું હોય છે. આત્મા તો નહીં બદલાશે. શરીર વૃદ્ધ થયું, મૃત્યુ
થયું-આ પણ ડ્રામા બનેલો છે. બધા નો પાર્ટ છે. આત્મા છે અવિનાશી. આત્મા સ્વયં કહે
છે-હું શરીર છોડું છું. દેહી-અભિમાની બનવું પડે. મનુષ્ય બધા દેહ-અભિમાની છે. અડધો
કલ્પ છે દેહ-અભિમાની, અડધો કલ્પ છે દેહી-અભિમાની.
દેહી-અભિમાની હોવાનાં
કારણે સતયુગી દેવતાઓ ને મોહજીત નું ટાઈટલ (શીર્ષક) મળેલું છે કારણકે ત્યાં સમજે છે
અમે આત્મા છીએ, હવે આ શરીર છોડી બીજું લેવાનું છે. મોહજીત રાજા ની પણ કથા છે ને?
બાપ સમજાવે છે દેવી-દેવતા મોહજીત હોય છે. ખુશી થી એક શરીર છોડી બીજું લેવાનું છે.
બાળકોને બધી નોલેજ બાપ દ્વારા મળી રહી છે. તમે જ ચક્ર લગાવીને હવે પાછાં આવીને મળ્યાં
છો. જે બીજા-બીજા ધર્મો માં કન્વર્ટ (પરિવર્તન) થઈ ગયા છે તે પણ આવીને મળશે. પોતાનો
થોડોક વારસો લઈ લેશે. ધર્મ જ બદલાઈ ગયો ને? ખબર નથી કેટલો સમય તે ધર્મ માં રહ્યાં
છે? ૨-૩ જન્મ લઈ શકે છે. કોઈ ને હિન્દુ થી મુસલમાન બનાવી દીધાં તો તે ધર્મ માં આવતા
રહેશે પછી અહીં આવે છે. આ પણ છે ડીટેલ (વિસ્તાર) ની વાતો. બાપ કહે છે આટલી વાતો યાદ
ન કરી શકો, અચ્છા પોતાને બાપ નાં બાળક તો સમજો. સારા-સારા બાળકો પણ ભૂલી જાય છે.
બાપ ને યાદ નથી કરતાં. માયા આમાં ભૂલાવી દે છે. તમે પણ પહેલાં માયા નાં મુરીદ હતાં
ને? હમણાં ઈશ્વર નાં બનો છો. તે ડ્રામા માં પાર્ટ છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને
યાદ કરવાના છે. જ્યારે તમે આત્મા પહેલાં-પહેલાં શરીર માં આવ્યાં હતાં તો પવિત્ર હતાં,
પછી પુનર્જન્મ લેતાં-લેતાં પતિત બન્યાં છો. હવે ફરી બાપ કહે છે નષ્ટોમોહા બનો. આ
શરીર માં પણ મોહ નહીં રાખો.
હમણાં આપ બાળકો ને આ
જૂની દુનિયા થી બેહદ નો વૈરાગ આવે છે કારણકે આ દુનિયા માં બધા એક-બીજા ને દુઃખ આપવા
વાળા છે એટલે આ જૂની દુનિયા ને જ ભૂલી જાઓ. આપણે અશરીરી આવ્યા હતાં ફરી હવે અશરીરી
થઈને પાછા જવાનું છે. હવે આ દુનિયા જ ખતમ થવાની છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવા
માટે બાપ કહે છે-મામેકમ્ યાદ કરો. શ્રીકૃષ્ણ તો કહી ન શકે કે મામેકમ્ યાદ કરો.
શ્રીકૃષ્ણ તો સતયુગ માં હોય છે. બાપ જ કહે છે મને તમે પતિત-પાવન પણ કહો છો તો હવે
મને યાદ કરો, હું આ યુક્તિ બતાવું છું, પાવન બનવાની. કલ્પ-કલ્પ ની યુક્તિ બતાવું
છું જ્યારે જૂની દુનિયા થાય છે તો ભગવાન ને આવવું પડે છે. મનુષ્યોએ ડ્રામા ની આયુ
બહુજ લાંબી કરી દીધી છે. તો મનુષ્ય બિલકુલ જ ભૂલી ગયા છે. હમણાં તમે જાણો છો આ
સંગમયુગ છે, આ છે પુરુષોત્તમ બનવાનો યુગ. મનુષ્ય તો બિલકુલ જ ઘોર અંધકાર માં પડ્યાં
છે. આ સમયે છે બધા તમોપ્રધાન. હવે તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો. તમે જ સૌથી
વધારે ભક્તિ કરી છે. હવે ભક્તિમાર્ગ ખતમ થાય છે. ભક્તિ છે મૃત્યુલોક માં. પછી આવશે
અમરલોક. તમે આ સમયે જ્ઞાન લો છો પછી ભક્તિ નું નામનિશાન નહીં રહેશે. હે ભગવાન, હે
રામ - આ બધા ભક્તિ નાં શબ્દો છે. આમાં કોઈ અવાજ નથી કરવાનો. બાપ જ્ઞાન નાં સાગર છે,
અવાજ થોડી કરે છે? એમને કહેવાય જ છે સુખ-શાંતિ નાં સાગર. તો સંભળાવવા માટે પણ એમને
શરીર જોઈએ ને? ભગવાન ની ભાષા શું છે? આ કોઈ જાણતાં નથી. એવું તો નથી, બાબા બધી
ભાષાઓ માં બોલશે. ના, એમની ભાષા છે જ હિન્દી. બાબા એક જ ભાષા માં સમજાવે છે પછી
ટ્રાન્સલેટ (ભાષાંતર) કરી તમે સમજાવો છો. ફોરેનર્સ વગેરે જે પણ મળે તેમને બાપ નો
પરિચય આપવાનો છે. બાપ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી રહ્યાં છે.
ત્રિમૂર્તિ પર સમજાવવું જોઈએ. પ્રજાપિતા બ્રહ્મા નાં કેટલાં બ્રહ્માકુમાર-કુમારીઓ
છે. કોઈ પણ આવે તો પહેલાં તેમને પૂછો કોની પાસે આવ્યાં છો? બોર્ડ લગાવેલું છે
પ્રજાપિતા… તે તો રચવા વાળા થઈ ગયાં. પરંતુ તેમને ભગવાન ન કહી શકાય. ભગવાન નિરાકાર
ને જ કહેવાય છે. આ બ્રહ્માકુમાર-કુમારીઓ બ્રહ્મા ની સંતાન છે. તમે અહીં શા માટે
આવ્યાં છો? અમારા બાપ નું તમારે શું કામ? બાપ નું બાળકોને જ કામ હશે ને? આપણે બાપ
ને સારી રીતે જાણીએ છીએ. ગવાયેલું છે - સન શોઝ ફાધર. આપણે એમનાં બાળકો છીએ.અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પુરુષોત્તમ
બનવા માટે કનિષ્ટ બનાવવા વાળી જે ઈવિલ વાતો છે તે નથી સાંભળવાની. એક બાપ પાસે થી જ
અવ્યભિચારી જ્ઞાન સાંભળવાનું છે.
2. નષ્ટોમોહા બનવા
માટે દેહી-અભિમાની બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. બુદ્ધિ માં રહે-આ જૂની
દુઃખ આપવા વાળી દુનિયા છે, આને ભૂલવાની છે. એનાંથી બેહદ નો વૈરાગ હોય.
વરદાન :-
સંગમયુગ ની
સર્વ પ્રાપ્તિઓ ને સ્મૃતિ માં રાખી ચઢતી કળા નો અનુભવ કરવા વાળા શ્રેષ્ઠ પ્રારબ્ધી
ભવ
પરમાત્મ-મિલન તથા
પરમાત્મ-જ્ઞાન ની વિશેષતા છે - અવિનાશી પ્રાપ્તિઓ થવી. એવું નથી કે સંગમયુગ
પુરુષાર્થી જીવન છે અને સતયુગી પ્રારબ્ધી જીવન છે. સંગમયુગ ની વિશેષતા છે એક કદમ
ઉઠાવો અને હજાર કદમ પ્રારબ્ધ માં મેળવો. તો ફક્ત પુરુષાર્થી નથી પરંતુ શ્રેષ્ઠ
પ્રારબ્ધી છે - આ સ્વરુપ ને સદા સામે રાખો. પ્રારબ્ધ ને જોઈને સહજ જ ચઢતી કળા નો
અનુભવ કરશો. “પાના થા સો પા લીયા”- આ ગીત ગાવ તો ઘુટકા અને ઝુટકા ખાવાથી બચી જશો.
સ્લોગન :-
બ્રાહ્મણો નો
શ્વાસ હિંમત છે, જેનાંથી કઠિન (કઠોર) માં કઠિન કાર્ય પણ સહજ થઈ જાય છે.
અવ્યક્ત ઇશારા - “
કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
જેમ બ્રહ્મા બાપ ને
જોયા કે બાપ ની સાથે સ્વયં ને સદા કમ્બાઇન્ડ રુપ માં અનુભવ કર્યા અને કરાવ્યાં. આ
કમ્બાઇન્ડ સ્વરુપ ને કોઈ અલગ કરી ન શકે. એવાં સપૂત બાળકો સદા પોતાને બાપ ની સાથે
કંબાઇન્ડ અનુભવ કરે છે. કોઈ તાકાત નથી જે એમને અલગ કરી શકે.