08-05-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હમણાં
તમે શૂદ્ર વંશજ થી નીકળી બ્રાહ્મણ વંશજ માં આવ્યાં છો , બાપે બ્રહ્મા મુખ થી તમને
એડોપ્ટ ( દત્તક ) કર્યા છે - તો આ જ ખુશી માં રહો”
પ્રશ્ન :-
કયું ગુહ્ય રહસ્ય,
બ્રાહ્મણ કુળ વાળા બાળકો જ સમજી શકે છે?
ઉત્તર :-
નિરાકાર શિવબાબા અમારા પિતા છે અને આ બ્રહ્મા અમારી માતા છે. નિરાકાર ભગવાન કેવી
રીતે માત-પિતા, બંધુ-સખા બને છે, આ ગુહ્ય ગુપ્ત રહસ્ય બ્રાહ્મણ કુળ નાં બાળકો જ સમજી
શકે છે. એમાં પણ જે દૈવી કુળ માં ઊંચ પદ મેળવવા વાળા છે તે જ આ રહસ્ય યથાર્થ રીતે
સમજશે.
ઓમ શાંતિ!
બાળકો બેઠાં
છે - સમજી રહ્યાં છે કે અમારા બાપદાદા આવેલાં છે. બાપ તો સાથે થઈ જાય છે દાદા ની
સાથે, તો કહેશે બાપદાદા આવ્યાં છે. તે શિક્ષક પણ છે. બાપ, દાદા વગર તો કંઈ બતાવી ન
શકે. બુદ્ધિ ચાલવી જોઈએ કારણ કે આ નવી વાત છે ને! અજ્ઞાન કાળ માં યાદ કરે છે સિંગલ
(એક) ને. કહેશે અમારા ગુરુ ફલાણી જગ્યાએ છે. એમનાં શરીર નું નામ જાણે છે. અમારા બાબા,
અમારી મા ફલાણી જગ્યાએ છે. એમનાં નામ-રુપ બધું જ છે. મનુષ્યોએ પછી શોર્ટ (સંક્ષિપ્ત)
માં લખી દીધું છે. મનુષ્યોએ જે બનાવ્યું છે, એમાં કંઈ ન કંઈ ખોટું છે. ભલે ગાયન છે
ત્વમેવ માતા ચ્ પિતા… આ એક માટે જ ગવાય છે. બ્રહ્મા માટે પણ નથી ગવાતું. એમનું
નામ-રુપ બુદ્ધિ માં નથી આવતું. ન વિષ્ણુ નું, શંકર નું. ગાય તો છે તમે માત-પિતા અમે
બાળક તમારા. તો પણ બુદ્ધિ ઉપર માં જશે. શ્રીકૃષ્ણ ને યાદ કોઈ કરી ન શકે. યાદ છતાં
પણ નિરાકાર ને જ કરશે, એમની મહિમા છે. તો બાપ સમજાવે છે - અહીં જ્યારે બેસો છો તો
લૌકિક સંબંધ થી બુદ્ધિયોગ નિકાળી, પારલૌકિક બાપ ને યાદ કરો. આ સમયે આ સન્મુખ છે.
ભક્તિમાર્ગ માં જે ગાય છે તે આંખ ઉપર કરીને કહે છે - તમે માત-પિતા… હે ભગવાન કહી
યાદ કરે છે. ભગવાન જ્યારે કહે છે તો શિવલિંગ ને પણ યાદ નથી કરતાં. પોપટ ની જેમ એમ જ
ગાય છે. લક્ષ્મી-નારાયણ માટે પણ એવું ન કહી શકાય, આ તો મહારાજા-મહારાણી છે. એમનાં
બાળકો જ માત-પિતા કહેશે, બંધુ નહીં કહેશે. ભક્ત લોકો ગાય છે પતિત-પાવન, પરંતુ આ
બુદ્ધિ માં નથી આવતું કે શિવલિંગ હશે, એમ જ ફક્ત કહી દે છે - હે ભગવાન! હે ભગવાન
કોણે કહ્યું? કોને કહ્યું? કંઈ પણ ખબર નથી. જો આ જ્ઞાન હોત હું આત્મા છું, એમને
બોલાવું છું તો આ સમજે કે એ નિરાકાર પરમાત્મા છે. એમનું રુપ જ લિંગ છે. યથાર્થ રીતે
થી કોઈ બાપ ને યાદ નથી કરતાં. એમનાથી પ્રાપ્તિ શું થશે? ક્યારે થશ? આ કંઈ પણ નથી
જાણતાં. તમે પણ નહોતાં જાણતાં. હમણાં તો બાપ નાં બન્યાં છો. તમે જાણો છો અમને
શિવબાબાએ બ્રહ્મા દ્વારા પોતાનાં બાળક બનાવ્યાં છે. આ બ્રહ્મા મા છે. આ બ્રહ્મા માતા
દ્વારા શિવબાબાએ એડોપ્ટ કર્યા છે. આ સમયે તમે સારી રીતે જાણો છો. અમે શિવબાબા નાં
બાળકો છીએ. સાકાર માં પછી પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો છીએ. પ્રજાપિતા બ્રહ્મા
દ્વારા મનુષ્ય સૃષ્ટિ રચે છે. એવું નથી કે કોઈ નવી સૃષ્ટિ રચે છે? ના, આ સમયે આવીને
ખોળા માં લે છે, એડોપ્ટ કરે છે. હવે માત-પિતા કહે છે તો શિવ પિતા થયાં અને માતા
બ્રહ્મા થઈ. એમને કહેવાય છે માત-પિતા. બાપ બ્રહ્મા દ્વારા કહે છે તમે આત્માઓ મારા
બાળકો છો. પછી આત્મા ને બેસી ઓળખ આપે છે કે આત્મા શું છે? કહે પણ છે ભ્રકુટી ની
વચ્ચે રહે છે, સ્ટાર જેવો છે બીજું કંઈ નથી જાણતાં. આ કહી ન શકે કે આત્મા ૮૪ જન્મ
ભોગવે છે. આત્મા શરીર દ્વારા પાર્ટ ભજવે છે. ભિન્ન-ભિન્ન નામ, રુપ, દેશ, કાળ થી
આત્મા એક શરીર છોડે છે તો આખો પરિવાર જ બદલાઈ જાય છે. કોઈ એડોપ્ટ કરે છે તો પરિવાર
જ બદલાઈ જાય છે. માત-પિતા જેમનાથી જન્મ લીધો, એમને પણ જાણે છે. પછી જે એડોપ્ટ કરે
છે એમનાં ઘર નાં બની જાય છે. અહીં તમે શૂદ્ર વંશજ થી નીકળી હમણાં બ્રાહ્મણ વંશજ માં
આવ્યાં છો. બ્રહ્મા તન થી તમને એડોપ્ટ કર્યા. તમે તો બ્રાહ્મણ કુળ માં આવી ગયાં. આ
વાતો શાસ્ત્રો માં નથી લખાતી, આ સમજાવાય છે. લખવાથી કોઈ સમજતું નથી.
હમણાં આપ બાળકો જ જાણો
છો - આપણે પરમપિતા પરમાત્મા નાં સંતાન બન્યાં છીએ. આ થઈ ગઈ મા. બ્રહ્મા ને પ્રજાપિતા
જ કહે છે. આમનાં દ્વારા આપ બાળકોને એડોપ્ટ કરું છું - આ કેટલી ગુપ્ત વાતો છે. સિવાય
સન્મુખ નાં કોઈ સમજી ન શકે. સમજશે પણ તે જે આ બ્રાહ્મણ કુળ નાં હશે. દૈવી કુળ માં
ઉંચ પદ પામવા વાળા હશે. નવાં કોઈની બુદ્ધિ માં આ વાતો બેસશે નહીં. ન બુદ્ધિ માં
બેસશે, ન કોઈ ને સમજાવી શકશે. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે, જેમની
બુદ્ધિ માં બેસે છે. ગવાય છે ત્વમેવ માતા ચ્ પિતા… યાદ કરાય છે શિવબાબા ને. પછી કહે
છે તમે માત-પિતા. એક બાપ પછી માતા-પિતા કેવી રીતે? આ વાતો બીજું કોઈ સમજાવી ન શકે.
જેમ શાસ્ત્રો માં વ્યાસે જે લખ્યું છે તે મનુષ્યોએ કંઠસ્થ કરી લીધું છે તેમ તમને પણ
કહેશે, તમને કોઇએ કહ્યું છે, તમે કંઠસ્થ કરી દીધું છે? નવાં મનુષ્ય માટે સમજવું ખુબ
મુશ્કેલ છે. અહીં રહેવા વાળા પણ કોઈ કોઈને આટલું પણ સમજાવી નથી શકતાં. તમે આત્મા છો
- તમારા બાપ પરમપિતા પરમાત્મા છે. એ બેહદ નાં બાપ જ બેહદ નો વારસો આપે છે. વારસો
આપ્યો હતો પછી પુનર્જન્મ લેતાં-લેતાં ૮૪ જન્મ પૂરા થયાં, હવે બાપ ફરી વારસો આપવાં
આવ્યાં છે. આ કોઈને સમજાવવું કેટલું સહજ છે. “તુમ માતા-પિતા” કોને કહેવાય છે -
વિચારવા ની વાત છે ને! બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે પછી મા પણ જરુર જોઈએ. તો જે
અનન્ય બાળકી હોય છે, ડ્રામા પ્લાન અનુસાર એમને જગત-અંબા નું શીર્ષક અપાય છે. પુરુષ
ને જગત-અંબા નથી કહી શકાતું, એમને જગતપિતા કહેશે. આમનું પ્રજાપિતા નામ પ્રસિદ્ધ છે.
સારું, પ્રજા માતા ક્યાં? તો એડોપ્ટ કરાય છે માતા ને. આદિ દેવ તો છે પછી આદિ દેવી
ને મુકરર (નિશ્ચિત) કરાય છે. જગત-અંબા તો એક જ છે - એમની જ મહિમા છે. જગત-અંબા પર
કેટલાં મેળા લાગે છે. પરંતુ એમનાં ઓક્યુપેશન (કર્તવ્ય) ને કોઇ નથી જાણતું. કલકત્તા
માં કાળી નું મંદિર છે. બોમ્બે માં પણ જગત-અંબા નું મંદિર છે. ચહેરો અલગ-અલગ છે.
જગત-અંબા છે કોણ? આ કોઈ નથી જાણતું. એમને પણ ભગવતી કહે છે. હમણાં જગત-અંબા ને ભગવતી
ન કહી શકાય. તે તો બ્રાહ્મણી છે, જ્ઞાન-જ્ઞાનેશ્વરી છે, એમને બાપ પાસેથી જ્ઞાન મળ્યું
છે. તમે બધાં જગત-અંબા નાં બાળકો છો. જ્ઞાન સાંભળી ને પછી સંભળાવો છો. તમારો ધંધો જ
આ થયો. તમને ઈશ્વર ભણાવે છે, કોઈ મનુષ્ય નથી ભણાવતું. આ બ્રહ્મા પણ તો મનુષ્ય છે.
મનુષ્ય કોઈને પણ પાવન બનાવી નથી શકતાં. મનુષ્ય ની બુદ્ધિ એટલી ડલ થઈ ગઈ છે જે કંઈ
પણ સમજતાં નથી. પતિત-પાવન તો એક જ બાપ છે. તે આવે જ છે, પતિતો ને પાવન બનાવવાં. આ
આખી દુનિયા તમોપ્રધાન છે, બધાં પતિત છે. નવી દુનિયા પાવન, જૂની દુનિયા પતિત. જૂની
દુનિયામાં છે નર્કવાસી. નવી દુનિયામાં છે સ્વર્ગવાસી. બુદ્ધિ પણ કહે છે સતયુગ માં
ફક્ત ભારતવાસી દેવી-દેવતાઓ હશે બીજા કોઈ નહોતાં. હમણાં આપ બાળકોને આ જ્ઞાન મળ્યું
છે. નવી દુનિયામાં પહેલાં સૂર્યવંશી દેવતા હતાં પછી ચંદ્રવંશી થયાં, તો સૂર્યવંશી
પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયાં. ચંદ્રવંશી નાં પછી વૈશ્ય વંશી… આવે છે બરાબર
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. અચ્છા, એમની આગળ શું હતું. આ કોઈ સમજી ન શકે. આપ
બાળકો ને બાપે ચક્ર નું રહસ્ય સમજાવ્યું છે. દ્વાપર માં છે વૈશ્ય વંશી. કળિયુગ માં
હોય છે શૂદ્ર વંશી.
હમણાં તમે જાણો છો-આપણે
બ્રાહ્મણ બન્યાં છીએ. તમને બાપે પોતાનાં બનાવ્યાં છે અર્થાત્ શૂદ્ર ધર્મ થી દેવતા
ધર્મ માં ટ્રાન્સફર (બદલી) કર્યા છે. હમણાં સૂર્યવંશી, ચંદ્રવંશી તો નથી. ન
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય છે, ન રામરાજ્ય છે. હમણાં છે કળિયુગ નો અંત. કળિયુગ પછી
જરુર સતયુગ આવશે. કળિયુગ માં આ જૂની, પતિત દુનિયા છે, મહાન દુઃખી છે એટલે દેવતાઓની
જઈને મહિમા ગાય છે, માથું નમાવે છે. અચ્છા, લક્ષ્મી-નારાયણને આ રાજ્ય કોણે આપ્યું?
કોઈ છે જે બતાવી શકે? કોઈને પણ વિચારમાં નહીં હશે કારણકે બુદ્ધિમાં છે કળિયુગ હમણાં
બાળક છે. ૪૦ હજાર વર્ષ બાકી છે એટલે આ વિચાર આવતો જ નથી. હમણાં તમને આ વિચાર આવે
છે. ઘણાં બાળકો કહે છે અમને યાદ નથી રહેતી. કેમ નથી રહેતી? કારણ કે સવારે-સવારે
ઉઠીને યાદ માં બેસીને ધારણા નથી કરતાં. સમજે પણ છે પછી કોઈને સમજાવી નથી શકતાં. આ
તો જરુર થશે. બધાં એકરસ તો સમજદાર બની ન શકે. સમજદાર પણ જોઈએ, બેસમજ પણ જોઈએ. બહુજ
સમજદાર તો જઈને રાજા-રાણી બનશે. જેટલું-જેટલું જે વધારે સમજે અને સમજાવશે એમનું નામ
પ્રસિદ્ધ થાય છે. પ્રદર્શન થાય છે તો લખે છે બાબા ફલાણી ને મોકલી દો. તો શું તમે નથી
સમજાવી શકતાં? બાબા એમની પ્રેક્ટિસ (અભ્યાસ) વધારે છે. અમે થોડાં કાચાં છીએ. બાબા
પોતે પણ કહે છે - ક્યાંય થી પણ નિમંત્રણ મળે છે તો લખીને મોકલો, કોણ-કોણ છે? તો હું
જોઈશ કોને-કોને મોકલવાં જોઈએ. સંન્યાસી પણ એ નિમંત્રણ પર છે શું? પછી બહુજ સારી
બ્રહ્માકુમારી ને મોકલવી પડશે. અચ્છા, કુમારકા છે, મનોહર છે, ગંગે છે - એમાંથી કોઈને
મોકલી દો. બાળકો તો અનેક છે. જગદીશ ને મોકલી દો, રમેશ ને મોકલી દો. તમે પણ સમજો છો,
એકબીજા થી હોશિયાર છે. જેમ જ્જ, મેજિસ્ટ્રેટ હોય છે. એકબીજા થી હોશિયાર હોય છે.
ગવર્મેન્ટ જાણે છે, એકબીજા થી હોશિયાર છે. ત્યારે તો કેસ એક-બીજા થી ઉપર જાય છે પછી
હાઇકોર્ટ માં જાય પછી એનાથી ઉપર. એમણે પણ જ્જમેન્ટ ઠીક ન આપ્યું તો પછી એનાંથી ઉપર
જશે. એમનાં ઉપર તમે રહેમ કરો. હવે આ બધી વાતો અહીં હોય છે. સતયુગ, ત્રેતા માં નથી
હોતી. પછી દ્વાપર માં રાજા-રાણી નું રાજ્ય હોય છે. ત્યાં તો મહારાજા-મહારાણી જ કેસ
સંભાળે છે. કેસ હશે પણ થોડાંક. હમણાં તો તમોપ્રધાન પતિત છે ને. તો બાદશાહ ની પાસે
કેસ જશે તો થોડી સજા આપી દે છે. કઠોર ભૂલ હશે તો કઠોર સજા આપશે. અહીં તો કેટલાં જ્જ,
વકીલ અનેક છે. કેટલું કારોબાર માં અંતર છે, સતયુગ માં શું થાય છે, આ કોઈને ખબર નથી.
હવે બાપે સમજાવ્યું છે - કોઈ ને પણ પૂછો, આ લક્ષ્મી-નારાયણ ને જાણો છો? જેમ બિરલા
છે, ખુબ મંદિર બનાવતાં રહે છે તો કોઈ સારા બાળકો હોય, એમને પત્ર લખો. તમે
લક્ષ્મી-નારાયણ નાં મંદિર તો ખુબ બનાવો છો. એમને આ રાજધાની કેવી રીતે મળી, જ્યારે
કે સતયુગ થી પહેલાં કળિયુગ હતું? કળિયુગ માં તો કંઈ નથી. દેવતાઓએ તો કોઈ થી લડાઈ કરી
નહીં હશે. લડાઇ થી કોઈ વિશ્વ નાં માલિક બની નથી શકતાં. વિશ્વ નાં માલિક જે હતાં એમનાં
આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર રાખેલાં છે. હમણાં તો છે કળિયુગ. અહીં લડાઈ ચાલે છે
હથિયારો ની. બાપે સમજાવ્યું છે ક્રિશ્ચન ધર્મ વાળા જ એકબીજા માં મળી જાય, પરસ્પર
પ્રીત રાખે તો વિશ્વ નાં માલિક બની શકે છે. પરંતુ વિશ્વ નાં માલિક તો
લક્ષ્મી-નારાયણ જ બને છે. બુદ્ધિ કહે છે આ પરસ્પર મળી જાય - તો માલિક બની શકે છે
પરંતુ સતયુગ માં રાજા-રાણી તો કોઈ બની ન શકે. ડ્રામા જ એવો બનેલો છે. હમણાં આપણે ફરી
થી યોગબળ થી સ્વર્ગ નો વારસો લઈ રહ્યાં છીએ. તમે બતાવી શકો છો - કલ્પ પહેલાં પણ
સંગમ પર બાપ થી પદ મેળવ્યું છે. ૮૪ જન્મ પૂરા થયા ફરી થી વારસો લઇ રહ્યાં છીએ. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં માં
ધારણા કરવા અને બીજાઓને કરાવવા માટે - સવારે-સવારે ઉઠીને બાપ ની યાદ માં બેસવાનું
છે. જે સમજ્યાં છો એને બીજાઓને સમજાવવાની પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાની છે.
2. લૌકિક સંબંધો થી
બુદ્ધિયોગ કાઢી એક પારલૌકિક બાપ ને યાદ કરવાનાં છે. બાપ થી જે જ્ઞાન મળ્યું છે, તે
સાંભળીને બધાને સંભળાવવાનું છે. આ જ તમારો ધંધો છે.
વરદાન :-
સમાવવાની શક્તિ
દ્વારા એક મત નું વાતાવરણ બનાવવા વાળા દૃષ્ટાંત રુપ ભવ
જે એક જેવા મણકા છે,
એક ની જ લગન અને એકરસ સ્થિતિ માં સ્થિત, એક ની મત પર ચાલવા વાળા છે, પરસ્પર સંકલ્પો
માં પણ એકમત છે, તે જ માળા માં પરોવાય છે. પરંતુ એકમત નું વાતાવરણ ત્યારે બનશે
જ્યારે સમાવવાની શક્તિ હશે. જો કોઈ વાત માં ભિન્નતા થઈ જાય છે તો એ ભિન્નતા ને સમાવો
ત્યારે પરસ્પર એકતા થી સમીપ આવશો અને બધાં ની આગળ દૃષ્ટાંત રુપ બનશો.
સ્લોગન :-
દરેક સંકલ્પ,
વાણી અને કર્મ માં રુહાનિયત ધારણ કરો ત્યારે સર્વિસ માં રોનક આવશે.
અવ્યક્ત ઇશારા - સદા
અચલ , અડોલ , એકરસ સ્થિતિ નો અનુભવ કરો
કોઈ પણ દર્દનાક સીન
જોવા સાથે નથિંગ ન્યુ, જેને આ નથિંગ ન્યુ નો પાઠ પાક્કો છે તે ગભરાઈ નથી શકતાં. શું
થયું, કેવી રીતે થયું? આ થયું… સમાચાર સાંભળતા, જોતા પણ ડ્રામા ની બનેલી ભાવી ને
શક્તિશાળી બની જોતા અને બીજાઓને પણ શક્તિ આપતા ચાલો. દુનિયા વાળા ગભરાતા અને તમે
એકરસ સ્થિતિ માં રહી એ આત્માઓમાં શક્તિ ભરતાં. જે પણ સંપર્ક માં આવે, એને શક્તિઓ
નું, શાંતિ નું દાન આપતાં ચાલો.