08-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ સભા
માં બાહ્યમુખી બનીને નથી બેસવાનું , બાપ ની યાદ માં રહેવાનું છે , મિત્ર - સંબંધી
અથવા ધંધા વગેરે ને યાદ કરવાથી વાયુમંડળ માં વિઘ્ન પડે છે”
પ્રશ્ન :-
આપ બાળકોનાં રુહાની
ડ્રિલ ની વિશેષતા શું છે, જેને મનુષ્ય નથી કરી શકતાં?
ઉત્તર :-
તમારી રુહાની ડ્રિલ બુદ્ધિ ની છે, એની વિશેષતા એ જ છે જે તમે આશિક બની પોતાના માશૂક
ને યાદ કરો છો. એનો જ ઈશારો ગીતા માં પણ આવ્યો છે - મનમનાભવ. પરંતુ મનુષ્ય પોતાનાં
માશૂક પરમાત્મા ને જાણતાં જ નથી તો ડ્રિલ કેવી રીતે કરી શકે? તેઓ તો એક-બીજા ને
શારીરિક ડ્રિલ શીખવાડે છે.
ઓમ શાંતિ!
બાળકો પણ સમજે
છે, બાપ પણ સમજે છે કે બાળકો (યોગ કરાવવા વાળા) અહીં શું કરી રહ્યાં છે! યાદ ની
યાત્રા ની ડ્રિલ કરાવી રહ્યાં છે. મુખ થી કંઈ પણ કહેવાનું નથી. કોની યાદ છે? પરમપિતા
પરમાત્મા શિવબાબા ની. એમની યાદ માં રહેવાથી આપણાં જે પણ વિકર્મ છે, એ ભસ્મ થઈ જશે
અને વિકર્માજીત બની જઈશું, જેટલાં જે યાદ ની ડ્રિલ માં રહેશે. આ આત્મા ની ડ્રિલ છે,
શરીર ની નહીં. ભારત માં જે પણ ડ્રિલ શીખવાડે છે, તે બધી છે શારીરિક, આ છે રુહાની
ડ્રિલ. આ રુહાની ડ્રિલ ને આપ બાળકોનાં સિવાય કોઈ જાણતું જ નથી.
રુહાની ડ્રિલ નો ઈશારો
ગીતા માં છે જરુર. ભગવાનુવાચ અથવા ભગવાન નાં બાળકોનાં પણ વાચ છે. તમે હમણાં ભગવાન
શિવબાબા નાં બાળકો બન્યાં છો ને. બાળકો ને ફરમાન મળ્યું છે - મામેકમ્ યાદ કરો. બાપ
પણ ડ્રિલ શીખવાડે છે. બાળકો પણ આ જ ડ્રિલ શીખવાડે છે. કલ્પ પહેલાં પણ બાપે આ જ કહ્યું
હતું કે મુજ બાપ ને યાદ કરો. આમાં ઘડી-ઘડી કહેવાની દરકાર નથી, પરંતુ કહેવું પડે છે.
અહીં બેસી કોઈ પોતાનાં મિત્ર-સંબંધીઓ, ધંધા વગેરે ને યાદ કરતાં રહે છે તો વાયુમંડળ
માં વિઘ્ન નાખે છે. બાપ કહે છે - જેમ અહીં તમે યાદ માં બેઠા છો એમ જ ચાલતાં-ફરતાં,
કર્મ કરતાં યાદ માં રહેવાનું છે. જેમ આશિક માશૂક એક-બીજા ને યાદ કરે છે. એમની યાદ
છે શારીરિક. તમારી છે રુહાની યાદ. આત્માઓ ભક્તિમાર્ગ માં પણ આશિક હોય છે પરમપિતા
પરમાત્મા માશૂક નાં. પરંતુ માશૂક ને જાણતાં નથી, ન પોતાનાં આત્મા ને જાણે છે. માશૂક
બાપ આવેલાં છે. ભક્તિમાર્ગ થી લઈને આત્માઓ આશિક બન્યાં છે. આ છે જ આત્મા અને
પરમાત્મા ની વાત. બાપ બાળકોને સન્મુખ કહે છે - તમે આશિક મુજ માશૂક ને યાદ કરો છો કે
બાબા આવો. અમને આવીને દુઃખ થી લિબરેટ (મુક્ત) કરો અને પોતાની સાથે શાંતિધામ માં લઈ
જાઓ. તમે જાણો છો હવે આ દુઃખધામ, મૃત્યુલોક નો વિનાશ થવાનો છે. અમરલોક જિંદાબાદ,
મૃત્યુલોક મુર્દાબાદ. તમે હમણાં બ્રાહ્મણ બાળકો બન્યાં છો, તમારામાં પણ નંબરવાર
પુરુષાર્થ અનુસાર છે. આપ બાળકો ને પૂરો નિશ્ચય હોવો જોઈએ કે અમે હવે નર્કવાસી થી
સ્વર્ગવાસી ૨૧ જન્મ માટે બનીએ છીએ. કોઈ મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયાં. પરતું
કેટલાં સમય નાં માટે સ્વર્ગવાસી થયાં… આ કોઈ પણ નથી જાણતું. હમણાં તમે પુરુષાર્થ કરી
રહયાં છો - સ્વર્ગવાસી બનવા માટે. આ કોણ નિશ્ચય કરાવે છે! એ છે ગીતા નાં ભગવાન.
પરંતુ એ તો એક જ નિરાકાર હોય છે. મનુષ્ય સમજે છે - નિરાકાર તો નિરાકાર જ છે. એ કેવી
રીતે અહીં આવીને શીખવાડશે? બાપ ને ન જાણવાનાં કારણે ડ્રામા અનુસાર શ્રીકૃષ્ણ નું
નામ ભૂલ થી નાખી દીધું છે. શ્રીકૃષ્ણ અને શિવ નો સંબંધ આ સમયે નજીક છે. શિવ જયંતી
થાય છે સંગમ પર. પછી કાલે થશે શ્રીકૃષ્ણ જયંતી. શિવ જયંતી છે રાત માં, શ્રીકૃષ્ણ
જયંતી છે સવારે, એને પ્રભાત કહેવાશે. જ્યારે શિવરાત્રી પૂરી થાય છે ત્યારે પછી
શ્રીકૃષ્ણ જયંતી થાય છે. આ વાતો બાળકો જ સમજી શકે છે, કાયદો છે - અહીં સભા માં કોઇ
બાહ્યમુખી ન હોય. બાપ ની યાદ માં રહેવાનું છે. મનુષ્ય પોકારે પણ છે હે પતિત-પાવન આવો,
આવીને પાવન બનાવો. પરતું ડ્રામા અનુસાર પથ્થરબુદ્ધિ કંઈ પણ સમજતાં નથી. જો જાણતાં
હોત તો જણાવત. એમને આ પણ ખબર નથી કે હમણાં કળિયુગ નો અંત છે પછી જ્યારે બાપ આવે છે
ત્યારે આદિ થાય છે. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધારા માં છે. લોકો સમજે છે કળિયુગ માં
હજું ૪૦ હજાર વર્ષ બાકી છે. બેહદ નાં બાપ સમજાવે છે હદ નાં બાપ ક્યારેય પતિત-પાવન
હોઈ ન શકે. બાપુ નામ તો અનેકોનાં રાખી દીધાં છે. વડીલો ને પણ બાપુ અથવા પિતાજી કહે
છે. આ રુહાની પિતાશ્રી તો એક જ છે જે પતિત-પાવન, જ્ઞાન નાં સાગર છે. બાળકો ને પાવન
થવા માટે જ્ઞાન જોઈએ. પાણી માં સ્નાન કરવાથી કોઈ પાવન થોડી બનશે. તમે જાણો છો
શિવબાબા અમારી સામે આ તન માં પ્રત્યક્ષ છે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણો ને રાજયોગ
શીખવાડી રહ્યાં છે. તેઓ તો કહી દે છે ભગવાનુવાચ અર્જુન પ્રતિ. બ્રાહ્મણોનું
નામ-નિશાન નથી. ગવાય છે બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના. સ્થાપના તો
બ્રહ્મા દ્વારા જ કરશે, ન કે વિષ્ણુ દ્વારા, ન શંકર દ્વારા. આપ બાળકો ને આ સમજણ હમણાં
મળી છે. બાપ ને અહીં આવવું પડે છે, પાછો તો કોઈ પણ આત્મા જઈ નથી શકતો. જે પણ આવે છે
એમને સતો-રજો-તમો થી પાસ થવાનું જ છે. કૃષ્ણ પણ પૂરા ૮૪ જન્મ લે છે અને પૂરાં ૫
હજાર વર્ષ પાર્ટ ભજવ્યો. જ્યારે આત્મા પેટ માં છે તો પણ જન્મ તો છે. કૃષ્ણ નો આત્મા
જ્યારે સતયુગ માં આવે છે, ગર્ભ માં પ્રવેશ કરે ત્યાર થી લઈને ૫ હજાર વર્ષ માં ૮૪
જન્મો નો પાર્ટ ભજવવાનો છે. જેમ શિવ જયંતી મનાવે છે તો આમાં બેઠા છે ને. કૃષ્ણ નો
આત્મા પણ ગર્ભ માં આવી ચુરપુર થઈ, એ સમય થી લઈને ૫ હજાર વર્ષ નો હિસાબ શરું થાય છે.
જો ઓછું વધારે હોય તો પછી ૫ હજાર વર્ષ માં ઓછું થઈ જાય. આ ખુબ સૂક્ષ્મ સમજવાની વાતો
છે. બાળકો જાણે છે શ્રીકૃષ્ણ નો આત્મા ફરીથી આ જ્ઞાન લઇ રહ્યો છે, ફરીથી શ્રીકૃષ્ણ
બનવા માટે. તમે પણ કંસપુરી થી કૃષ્ણપુરી માં જાઓ છો. આ વાતો બાપ બેસી બાળકો ને
સમજાવે છે.
બાબા કહે છે - માયા
બહુજ દુશ્તર (પહેલવાન) છે. સારાં-સારાં મહારથીઓ ને પણ હરાવી દે છે. જ્ઞાન લેતાં-લેતાં
ક્યાંય ગ્રહચારી બેસી જાય છે. આશ્ચર્યવત્ મારા બનન્તી, કથન્તી… અહો માયા તો પણ
ભાગન્તી થઈ જાય છે. કમાઈ માં ગ્રહચારી બેસી જાય છે. રાહુ નું ગ્રહણ બધાને લાગેલું
છે. હમણાં તમારા પર બૃહસ્પતિ ની દશા બેસી છે પછી ચાલતાં-ચાલતાં કોઈ પર રાહુ નું
ગ્રહણ બેસી જાય છે, ત્યારે કહે છે મહાન કમ્બખ્ત (દુર્ભાગ્યશાળી) આ દુનિયામાં જોવા
હોય તો અહીં જુઓ. તમારો આત્મા કહે છે - અમે બાપ પાસેથી સદા સુખ નો વારસો લઇ રહ્યાં
છીએ. બાબા તમારા થી કલ્પ પહેલાં પણ આ વારસો લીધો હતો. ફરીથી આ બાપ ની પાસે આવ્યાં
છીએ. બાપે સમજાવ્યું છે - બહાર તમારા સેવાકેન્દ્રો પર બહુજ આવશે સમજવા માટે. અહીં આ
છે ઇન્દ્ર સભા. ઇન્દ્ર શિવબાબા છે ને, જે જ્ઞાન વર્ષા વરસાવે છે. તો આવી સભા માં
પતિત કોઈ આવી ન શકે. સબ્જ પરી, પોખરાજ પરી જે બ્રાહ્મણીઓ પંડા બનીને આવે છે, એમને
કહેશે પોતાની સાથે કોઈ પણ વિકાર માં જવાવાળા ને ન લાવી શકો. નહીં તો બંને
રિસ્પોન્સિબલ (જવાબદાર) થઈ જાય છે. કોઈ વિકારી ને સાથે લઈ આવે તો એનાં પર બહુજ ડાઘ
લાગી જાય છે. બહુજ કડક સજા મળી જાય છે. પરીઓનાં ઉપર બહુજ રિસ્પોન્સિબિલિટી હોય છે.
કહે છે - માનસરોવર પર સ્નાન કરવાથી પરી બની જાય છે. હકીકત માં આ છે જ્ઞાન માનસરોવર.
બાબા મનુષ્ય તન માં આવીને જ્ઞાન-વર્ષા વરસાવે છે. જ્ઞાનસાગર છે ને. તમે નદી પણ છો,
સરોવર પણ છો, જ્ઞાન સાગર એમાં બેસી બાળકો ને લાયક બનાવે છે - સ્વર્ગ માં જવા માટે.
સ્વર્ગ માં છે શ્રી લક્ષ્મી-નારાયણ નું રાજ્ય. આ છે પ્રવૃત્તિ માર્ગ નો મુખ્ય
ઉદ્દેશ. કહે છે અમે બંને જ્ઞાન ચિતા પર બેસી લક્ષ્મી-નારાયણ બનવા વાળા છીએ. ઊંચ પદ
પામવું છે ને? અડધોકલ્પ આત્માઓ તડપતાં રહે છે. બાબા આવો, આવીને અમને રાજયોગ શીખવાડો
પાવન બનાવો. બાપ ઈશારો આપે છે. ભારતવાસી જે દેવી-દેવતાઓ ને માનવા વાળા છે એમણે જરુર
૮૪ જન્મ ભોગવ્યાં છે. જે દેવી-દેવતાઓનાં ભગત છે, પ્રયત્ન કરી એમને સમજાવો. બાપ કેવી
રીતે આવીને ૩ ધર્મ સ્થાપન કરે છે. બ્રાહ્મણ, સૂર્યવંશી, ચંદ્રવંશી, ત્રણેય ધર્મ બાપ
સ્થાપન કરે છે. અડધોકલ્પ પછી બીજા કોઈ ધર્મ સ્થાપન નથી થતાં. પછી અડધાકલ્પ માં કેટલાં
મઠ-પંથ વગેરે ધર્મ અનેકાનેક સ્થાપન થાય છે. ક્યાં અડધાકલ્પ માં એક ધર્મ એ પણ
સંગમયુગ પર ભવિષ્ય માટે રાજધાની સ્થાપન કરે છે. તેઓ બધાં જૂની દુનિયામાં જ પોતાનો
ધર્મ સ્થાપન કરે છે. અહીં બાપ અડધાકલ્પ માટે એક ધર્મ ની સ્થાપના કરે છે. કોઈ બીજા
માં પાવર (શક્તિ) નથી. બાપ તમને પોતાનાં બનાવીને, સૂર્યવંશી ચંદ્રવંશી વંશજ સ્થાપન
કરી બાકી બધાનો વિનાશ કરી દે છે. બધા આત્માઓ શાંતિ માં ચાલ્યાં જાય છે. તમે સુખ માં
આવો છો, એ સમયે દુઃખ કોઈ નથી, જે ગોડ (ભગવાન) ને યાદ કરે. આ જ્ઞાન પણ તમારી બુદ્ધિ
માં છે. તમે જાણો છો - બાપ જે જ્ઞાન નાં સાગર છે, એ નોલેજ (જ્ઞાન) આપી રહ્યાં છે.
સાગર તો એક જ છે. તમે પોતાને સાગર નહીં કહેવડાવશો. તમે એમનાં મદદગાર બનો છો એટલે
તમારું નામ છે જ્ઞાન-ગંગાઓ. બાકી એ છે પાણીની નદીઓ. બાપ કહે છે - મુજ સાગર નાં આપ
બાળકો કામ ચિતા પર બેસી બળી મર્યા છો અર્થાત્ પતિત બની ગયાં છો. હવે પછી મને યાદ
કરવાથી જ તમે પાવન બનશો. આ સૃષ્ટિ નું ચક્ર ૫ હજાર વર્ષ નું છે. આ પણ કોઈને ખબર નથી.
સૃષ્ટિ નું ચક્ર પૂરા ૪ ભાગ માં છે. ૪ યુગ છે ને. આ સંગમયુગ છે કલ્યાણકારી. કુંભ કહો
છો ને. કુંભ કહેવાય છે - મેળા ને. નદી આવીને સાગર માં મળે છે. આત્મા આવીને પરમાત્મા
ને મળે છે, આને કુંભ કહેવાય છે. આત્મા અને પરમાત્મા નો મેળો પણ તમે જુઓ છો. તમે
એકબીજા ને મળો છો, સેમિનાર (સંમેલન) કરો છો, એને કુંભ નહીં કહેવાશે. સાગર તો પોતાની
જગ્યા પર બેસે છે. આ તન માં છે ને. જ્યાં આમનું તન ત્યાં જ્ઞાન નાં સાગર છે. બાકી
તમે પરસ્પર જ્ઞાન-ગંગાઓ મળો છો. નદીઓ નાની-મોટી તો હોય છે ને. ત્યાં સ્નાન કરવા જાય
છે. ગંગા, જમુના, સરસ્વતી વગેરે તો છે જ. દિલ્લી જમુના નો કિનારો છે - સ્વર્ગ.
કૃષ્ણપુરી તો હોય છે. દિલ્લી માટે, કહે છે - પરિસ્તાન (સ્વર્ગ) હતું. જ્યારે
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. એવું નથી કે કૃષ્ણનું રાજ્ય હતું. રાધા-કૃષ્ણ યુગલ
હોય ત્યારે રાજ્ય કરી શકે. હમણાં આપ બાળકો કેટલાં ખુશી માં છો. માયાનાં તોફાન તો
બહુજ આવશે. બેહદ ની બોક્સિંગ (યુદ્ધ) છે. દરેક નું પ વિકારો ની સાથે યુદ્ધ ચાલે છે.
આપણે ઈચ્છીએ છીએ કે બાબા ને નિરંતર યાદ કરીએ. માયા આપણો યોગ ઉડાવી દે છે. એક ખેલ પણ
દેખાડે છે - પરમાત્મા પોતાની તરફ ખેંચે છે, માયા પોતાની તરફ. એવું એક નાટક બનાવ્યું
છે. બાયસ્કોપ (સિનેમા) ની ફેશન હમણાં નીકળી છે. તમારે ડ્રામા અનુસાર બાયસ્કોપ પર જ
સમજાવવાનું હતું. નાટક માં તો અદલા-બદલી થાય છે. આ તો અનાદિ અવિનાશી ડ્રામા પૂર્વ
નિર્ધારિત છે. બન્યું-બનેલ બની રહ્યું… ફલાણા મરી ગયાં એટલો જ પાર્ટ હતો, આપણે ચિંતા
કેમ કરીએ! ડ્રામા (નાટક) છે ને! શરીર છોડી દીધું પછી થોડી આવી શકે? રડવાથી ફાયદો જ
શું? આનું નામ જ છે દુઃખધામ. સતયુગ માં મોહજીત રાજાઓ હોય છે. આનાં પર કથા પણ છે.
સતયુગ માં મોહ ની વાત હોતી નથી. અહીં તો મનુષ્ય નો કેટલો મોહ છે. કોઈને રડવું ન આવે
તો રડીને પણ એમને રડાવી દેશે. તો સમજે કે આ અફસોસ કરે છે. નહીં તો ગ્લાનિ થઈ જાય.
ભારત માં જ આ બધો રિવાજ છે. ભારત માં જ સુખ, ભારત માં જ બહુજ દુઃખ હોય છે. ભારત માં
ગોડ-ગોડેઝ (ભગવાન-ભગવતી) રાજ્ય કરતાં હતાં. વિદેશી લોકો જૂના ચિત્ર બહુજ ખુશી થી લે
છે. જૂની વસ્તુ નું માન હોય છે. સૌથી જૂનાં શિવ તો અહીં આવ્યાં હતાં ને, એમની કેટલી
પૂજા કરે છે. હમણાં તો શિવબાબા આવ્યાં છે, તમે પૂજા નહીં કરશો. એ થઈને ગયાં છે તો
એમની પૂજા કરતાં રહે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ડ્રામા નાં
જ્ઞાન ને બુદ્ધિ માં રાખી નિશ્ચિંત બનવાનું છે. કોઈ પણ પ્રકાર ની ચિંતા નથી કરવાની
કારણકે જાણીએ છીએ કે બન્યું-બનેલ બની રહ્યું... નિર્મોહી બનવાનું છે.
2. બાપ દ્વારા જ્યારે
બૃહસ્પતિ ની દશા બેઠી છે તો સંભાળ કરવાની છે, રાહુ નું ગ્રહણ ન લાગી જાય. કોઈ પણ
ગ્રહચારી હોય તો એને જ્ઞાન-દાન થી સમાપ્ત કરવાની છે.
વરદાન :-
સ્વયં નાં
ટેન્શન પર અટેન્શન આપીને વિશ્વ નું ટેન્શન સમાપ્ત કરવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ
જ્યારે બીજાઓનાં
પ્રત્યે વધારે અટેન્શન આપો છો તો પોતાની અંદર ટેન્શન ચાલે છે, એટલે વિસ્તાર કરવાને
બદલે સાર સ્વરુપ માં સ્થિત થઈ જાઓ, ક્વોન્ટિટી નાં સંકલ્પો ને સમાવી ને ક્વોલિટી
વાળા સંકલ્પ કરો. પહેલાં પોતાનાં ટેન્શન પર અટેન્શન આપો ત્યારે વિશ્વ માં જે અનેક
પ્રકાર નાં ટેન્શન છે એને સમાપ્ત કરી વિશ્વ કલ્યાણકારી બની શકશો. પહેલાં સ્વયં
પોતાને જુઓ, પોતાની સર્વિસ ફર્સ્ટ, પોતાની સર્વિસ કરી તો બીજાઓની સર્વિસ સ્વત: થઈ
જશે.
સ્લોગન :-
યોગ ની અનુભૂતિ
કરવી છે તો દૃઢતા ની શક્તિ થી મન ને કંટ્રોલ કરો
અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો .
જેટલાં સ્થાપના નાં
નિમિત્ત બનેલા જ્વાળા-રુપ હશે એટલી જ વિનાશ-જ્વાળા પ્રત્યક્ષ થશે. સંગઠન રુપ માં
જ્વાળા-રુપ ની યાદ વિશ્વ નાં વિનાશ નું કાર્ય સંપન્ન કરશે. એનાં માટે દરેક
સેવાકેન્દ્ર પર વિશેષ યોગ નાં પ્રોગ્રામ ચાલતા રહે તો વિનાશ જ્વાળા ને પંખો લાગશે.
યોગ અગ્નિ થી વિનાશ ની અગ્નિ બળશે જ્વાળા થી જ્વાળા પ્રજ્જવલિત થશે.