08-08-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સદા આ જ ખુશી માં રહો કે આપણે ૮૪ નું ચક્ર પૂરું કર્યુ , હવે જઈએ છીએ પોતાનાં ઘરે , બાકી થોડા દિવસ આ કર્મભોગ છે”

પ્રશ્ન :-
વિકર્માજીત બનવા વાળા બાળકોએ વિકર્મો થી બચવા માટે કઈ વાત પર બહુજ ધ્યાન આપવાનું છે?

ઉત્તર :-
જે સર્વ વિકર્મો ની જડ દેહ-અભિમાન છે, તે દેહ-અભિમાન માં ક્યારેય ન આવીએ, આ ધ્યાન રાખવાનું છે. તેનાં માટે વારંવાર દેહી-અભિમાની બની બાપ ને યાદ કરવાના છે. સારા અને ખરાબ નું ફળ જરુર મળે છે, અંત માં વિવેક ખાય (અંદર જ અંદર પસ્તાવો થાય) છે. પરંતુ આ જન્મ નાં પાપો નાં બોજ ને હલ્કો કરવા માટે બાપ ને સાચ્ચું-સાચ્ચું સંભળાવવાનું છે.

ઓમ શાંતિ!
મોટા માં મોટી મંજિલ છે યાદ ની. અનેક ને ફક્ત સાંભળવાનો શોખ રહે છે. જ્ઞાન ને સમજવું તો ખૂબ સહજ છે. ૮૪ નાં ચક્ર ને સમજવાનું છે, સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. વધારે કાંઈ નથી. આપ બાળકો સમજો છો આપણે બધા સ્વદર્શન ચક્રધારી છીએ. સ્વદર્શન ચક્ર થી કોઈનું ગળું નથી કાપતાં. જેમ શ્રીકૃષ્ણ માટે દેખાડ્યું છે. હવે આ લક્ષ્મી-નારાયણ વિષ્ણુ નાં બે રુપ છે. શું તેમને સ્વદર્શન ચક્ર છે? પછી શ્રીકૃષ્ણ ને ચક્ર કેમ દેખાડે છે? એક મેગેઝિન (પત્રિકા) કાઢે છે, જેમાં શ્રીકૃષ્ણ નાં એવાં ઘણાં ચિત્ર દેખાડે છે. બાપ તો આવીને તમને રાજયોગ શીખવાડે છે, નહીં કે ચક્ર થી અસુરો નો ઘાત કરે છે. અસુર તેમને કહેવાય, જેમનો આસુરી સ્વભાવ છે. બાકી મનુષ્ય તો મનુષ્ય છે ને? એવું નથી સ્વદર્શન ચક્ર થી બધાને મારે છે. ભક્તિમાર્ગ માં કેવાં-કેવાં ચિત્ર બનાવ્યાં છે. રાત-દિવસ નો ફરક છે. આપ બાળકોએ આ સૃષ્ટિ ચક્ર અને આખાં ડ્રામા ને જાણવાનું છે કારણકે બધા એક્ટર્સ છે. તે હદ નાં એક્ટર્સ તો ડ્રામા ને જાણે છે. આ છે બેહદ નો ડ્રામા. આમાં ડિટેલ (વિસ્તાર) માં નહીં સમજી શકશે. ત્યાં તો બે કલાક નો ડ્રામા હોય છે. ડિટેલ માં પાર્ટ જાણે છે. આ તો ૮૪ જન્મો ને જાણવાના હોય છે.

બાપે સમજાવ્યું છે - હું બ્રહ્મા નાં રથ માં પ્રવેશ કરું છું. બ્રહ્મા ની પણ ૮૪ જન્મો ની કહાણી જોઈએ. મનુષ્યો ની બુદ્ધિ માં આ વાતો આવી ન શકે. આ પણ નથી સમજતા કે ૮૪ લાખ જન્મ છે કે ૮૪ જન્મ છે? બાપ કહે છે તમારા ૮૪ જન્મો ની કહાણી સંભળાવું છું. ૮૪ લાખ જન્મ હોય તો કેટલાં વર્ષ સંભળાવવા માં લાગી જાય. તમે તો સેકન્ડ માં જાણી જાઓ છો - આ ૮૪ જન્મો ની કહાણી છે. આપણે ૮૪ નું ચક્ર કેવી રીતે લગાવ્યું છે, ૮૪ લાખ હોય તો સેકન્ડ માં થોડી સમજી શકાય? ૮૪ લાખ જન્મ જ નથી. આપ બાળકો ને પણ ખુશી થવી જોઈએ. આપણું ૮૪ નું ચક્ર પૂરું થયું. હવે આપણે ઘરે જઈએ છીએ. બાકી થોડા દિવસ આ કર્મભોગ છે. વિકર્મ ભસ્મ થઈ કર્માતીત અવસ્થા કેવી રીતે થઈ જાય, આને માટે આ યુક્તિ બતાવી છે. બાકી સમજાવે છે આ જન્મ માં જે પણ વિકર્મ કરેલા છે તે લખીને આપો તો બોજ હલ્કો થઈ જાય. જન્મ-જન્માન્તર નાં વિકર્મ તો કોઈ લખી ન શકે. વિકર્મ તો થતા આવ્યાં છે. જ્યાર થી રાવણ રાજ્ય શરુ થયું છે તો કર્મ વિકર્મ થઈ જાય છે. સતયુગ માં કર્મ અકર્મ થાય છે. ભગવાનુવાચ - તમને કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ સમજાવું છું. વિકર્માજીત નું સવંત લક્ષ્મી-નારાયણ થી શરુ થાય છે. સીડી માં બહુજ ક્લિયર (સ્પષ્ટ) છે. શાસ્ત્રો માં કાંઈ આ વાતો નથી. સૂર્યવંશી, ચંદ્રવંશી નું રહસ્ય પણ આપ બાળકોએ સમજ્યું છે કે આપણે જ હતાં. વિરાટ રુપ નું ચિત્ર પણ ખૂબ બનાવે છે પરંતુ અર્થ કાંઈ પણ નથી જાણતાં. બાપ વગર કોઈ સમજાવી ન શકે. આ બ્રહ્મા ની ઉપર પણ કોઈ છે ને, જેમણે શીખવાડ્યું હશે. જો કોઈ ગુરુએ શીખવાડ્યું હોત તો એ ગુરુ નો ફક્ત એક શિષ્ય તો ન હોઈ શકે. બાપ કહે છે - બાળકો, તમારે પતિત થી પાવન, પાવન થી પતિત બનવાનું જ છે. આ પણ ડ્રામા માં નોંધ છે. અનેક વખત આ ચક્ર પસાર કર્યુ છે. પસાર કરતા જ રહેશો. તમે છો ઓલરાઉન્ડ પાર્ટધારી. આદિ થી અંત સુધી પાર્ટ બીજા કોઈ નો નથી. તમને જ બાપ સમજાવે છે. પછી તમે આ પણ સમજો છો કે બીજા ધર્મવાળા ફલાણા-ફલાણા સમય પર આવે છે. તમારો તો ઓલરાઉન્ડ પાર્ટ છે. ક્રિશ્ચન માટે તો નહીં કહેવાશે કે સતયુગ માં હતાં. તે તો દ્વાપર ની પણ વચ્ચે આવે છે. આ નોલેજ આપ બાળકો ની જ બુદ્ધિ માં છે. કોઈને સમજાવી પણ શકો છો. બીજા કોઈ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. રચયિતા ને જ નથી જાણતાં તો રચના ને કેવી રીતે જાણશે? બાબાએ સમજાવ્યું છે જે રાઇટિયસ (સત્ય) વાતો છે તે છપાવીને એરોપ્લેન (વિમાન) થી બધી જગ્યાએ પાડવાની છે. તે પોઈન્ટ (વાત) અથવા ટોપીક્સ (વિષય) લખવા જોઈએ. બાળકો કહે છે કામ નથી. બાબા કહે છે આ સર્વિસ તો ખુબજ છે. અહીં એકાંત માં બેસી આ કામ કરો. જે પણ મોટી-મોટી સંસ્થાઓ છે, ગીતા પાઠશાળાઓ વગેરે છે, એ બધાને જગાડવાના છે. બધાને સંદેશ આપવાનો છે. આ પુરુષોત્તમ સંગમયુગ છે. જે સમજદાર હશે તે ઝટ સમજશે, જરુર સંગમ પર જ નવી દુનિયા ની સ્થાપના અને જૂની દુનિયા નો વિનાશ થાય છે. સતયુગ માં પુરુષોત્તમ મનુષ્ય હોય છે. અહીં છે આસુરી સ્વભાવવાળા પતિત મનુષ્ય. આ પણ બાબાએ સમજાવ્યું છે, કુંભ નો મેળો વગેરે જે લાગે છે. અનેક મનુષ્ય જાય છે સ્નાન કરવાં. કેમ સ્નાન કરવા જાય છે? પાવન થવા ઈચ્છે છે. તો જ્યાં-જ્યાં મનુષ્ય સ્નાન કરવા જાય છે ત્યાં જઈને સર્વિસ કરવી જોઈએ. મનુષ્યોને સમજાવવું જોઈએ, આ પાણી કોઈ પતિત-પાવન નથી. તમારી પાસે ચિત્ર પણ છે. ગીતા પાઠશાળાઓ માં જઈને આ પરચા વહેંચવા જોઈએ. બાળકો સર્વિસ માંગે છે. આ બેસીને લખો-ગીતા નાં ભગવાન પરમપિતા પરમાત્મા શિવ છે, નહીં કે શ્રીકૃષ્ણ. પછી તેમની બાયોગ્રાફી (જીવન કહાણી) ની મહિમા લખો. શિવબાબા ની બાયોગ્રાફી લખો. પછી પોતેજ તે જ્જ (નિર્ણય) કરશે. આ પોઈન્ટ પણ લખવાનો છે કે પતિત-પાવન કોણ? પછી શિવ અને શંકર નો ભેદ પણ દેખાડવાનો છે. શિવ અલગ છે, શંકર અલગ છે. આ પણ બાબાએ સમજાવ્યું છે - કલ્પ ૫ હજાર વર્ષ નું છે. મનુષ્ય ૮૪ જન્મ લે છે, ન કે ૮૪ લાખ. આ મુખ્ય-મુખ્ય વાતો શોર્ટ (સંક્ષિપ્ત) માં લખવી જોઈએ. જે એરોપ્લેન થી પણ નાખી શકાય છે, સમજાવી પણ શકાય છે. આ જેમ ગોળો છે, એમાં ક્લિયર છે ફલાણા-ફલાણા ધર્મ ફલાણા-ફલાણા સમય પર સ્થાપન થાય છે. તો આ ગોળો પણ હોવો જોઈએ એટલે મુખ્ય ૧૨ ચિત્રો નાં કેલેન્ડર્સ પણ છપાવી શકો છો જેમાં બધું જ્ઞાન આવી જાય અને સર્વિસ સહજ થઈ શકે. આ ચિત્ર બિલકુલ જરુરી છે. કયા ચિત્ર બનાવવાનાં છે, કયા-કયા પોઈન્ટ લખવા જોઈએ. તે બેસીને લખો.

તમે ગુપ્ત વેશ માં આ જૂની દુનિયા નું પરિવર્તન કરી રહ્યાં છો. અનનોન (ગુપ્ત) વારિયર્સ (યોદ્ધાઓ) છો. તમને કોઈ નથી જાણતું. બાબા પણ ગુપ્ત, નોલેજ પણ ગુપ્ત. આનું કોઈ શાસ્ત્ર વગેરે બનતું નથી, બીજા ધર્મ સ્થાપક નાં બાઈબલ વગેરે છપાય છે જે વાંચતા આવે છે. દરેક નાં છપાય છે. તમારું પછી ભક્તિમાર્ગ માં છપાય છે. હવે નથી છપાવવાના, કારણ કે હવે તો આ શાસ્ત્ર વગેરે બધું ખતમ થઈ જવાનું છે. હમણાં તમારે બુદ્ધિ માં ફક્ત યાદ કરવાના (બાપ ને) છે. બાપ ની પાસે પણ બુદ્ધિ માં જ્ઞાન છે. કોઈ શાસ્ત્ર વગેરે થોડી વાંચે છે? તે તો નોલેજફુલ છે. નોલેજફુલ નો અર્થ પછી મનુષ્ય સમજે છે બધાનાં દિલ ને જાણવા વાળા છે. ભગવાન જુએ છે ત્યારે તો કર્મો નું ફળ આપે છે. બાપ કહે છે આ ડ્રામા માં નોંધ છે. ડ્રામા માં જે વિકર્મ કરે છે તો તેની સજા થતી જાય છે. સારા કે ખરાબ કર્મો નું ફળ મળે છે. તેનું લખાણ તો કાંઈ નથી. મનુષ્ય સમજી શકે છે જરુર કર્મો નું ફળ બીજા જન્મ માં મળે છે. અંત ઘડી વિવેક પછી ખૂબ ખાય છે. અમે આ-આ પાપ કર્યા છે. બધું યાદ આવે છે. જેવાં કર્મ તેવો જન્મ મળશે. હવે તમે વિકર્માજીત બનો છો તો કોઈ પણ એવાં વિકર્મ ન કરવા જોઈએ. મોટા માં મોટું વિકર્મ છે દેહ-અભિમાની બનવું. બાબા વારંવાર કહે છે દેહી-અભિમાની બની બાપ ને યાદ કરો, પવિત્ર તો રહેવાનું જ છે. સૌથી મોટું પાપ છે કામ કટારી ચલાવવી. આ જ આદિ-મધ્ય-અંત દુઃખ આપવા વાળું છે એટલે સંન્યાસી પણ કહે છે કાગ વિષ્ટા સમાન સુખ છે. ત્યાં દુઃખ નું નામ નથી હોતું. અહીં દુઃખ જ દુઃખ છે, એટલે સંન્યાસીઓ ને વૈરાગ આવે છે. પરંતુ તેઓ જંગલ માં ચાલ્યાં જાય છે. તેમનો છે હદ નો વૈરાગ, તમારો છે બેહદ નો વૈરાગ. આ દુનિયા જ છી-છી છે. બધા કહે છે બાબા આવીને અમારા દુઃખ હરીને સુખ આપો. બાપ જ દુઃખહર્તા સુખકર્તા છે. આપ બાળકો જ સમજો છો કે નવી દુનિયામાં આ દેવતાઓ નું રાજ્ય હતું. ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહોતું. જ્યારે કોઈ શરીર છોડે છે તો મનુષ્ય કહે છે સ્વર્ગવાસી થયાં. પરંતુ આ થોડી સમજે છે કે અમે નર્ક માં છીએ. અમે જ્યારે મરીએ ત્યારે સ્વર્ગ માં જઈએ. પરંતુ તે પણ સ્વર્ગ માં ગયા કે અહીં નર્ક માં આવ્યાં? કાંઈ પણ સમજતા નથી. આપ બાળકો ૩ બાપ નું રહસ્ય પણ બધાને સમજાવી શકો છો. બે બાપ તો બધા સમજે છે લૌકિક અને પારલૌકિક અને આ અલૌકિક પ્રજાપિતા બ્રહ્મા પછી છે અહીં સંગમયુગ પર. બ્રાહ્મણ પણ જોઈએ ને? તે બ્રાહ્મણ કોઈ બ્રહ્મા નાં મુખ વંશાવલી થોડી છે? જાણે છે બ્રાહ્મણ હતાં એટલે બ્રાહ્મણ દેવી-દેવતા નમઃ કહે છે. આ નથી જાણતા કે કોને કહે છે, કયા બ્રાહ્મણ? તમે છો પુરુષોત્તમ સંગમયુગી બ્રાહ્મણ. તે છે કળિયુગી. આ છે પુરુષોત્તમ સંગમયુગ, જ્યારે તમે મનુષ્ય થી દેવતા બનો છો. દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થઈ રહી છે. તો બાળકોએ બધા પોઈન્ટ્સ (વાતો) ધારણ કરવાના છે અને પછી સર્વિસ કરવાની છે. પૂજા કરવા તથા શ્રાદ્ધ ખાવા બ્રાહ્મણ લોકો આવે છે. તેમની સાથે પણ તમે ચિટચેટ (વાતચીત) કરી શકો છો. તમને સાચાં બ્રાહ્મણ બનાવી શકીએ છીએ. હમણાં ભાદરવો મહિનો આવે છે, બધા પિતૃઓ ને ખવડાવે છે. તે પણ યુક્તિ થી કરવું જોઈએ, નહીં તો કહેશે કે બ્રહ્માકુમારીઓ ની પાસે જઈને બધું જ છોડી દીધું છે. એવું કાંઈ નથી કરવાનું, જેનાંથી નારાજ થાય. યુક્તિ થી તમે જ્ઞાન આપી શકો છો. જરુર બ્રાહ્મણ લોકો આવશે, ત્યારે તો જ્ઞાન આપશો ને? આ મહિના માં તમે બ્રાહ્મણો ની ખૂબ સર્વિસ કરી શકો છો. તમે બ્રાહ્મણ તો પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન છો. બતાવો બ્રાહ્મણ ધર્મ કોણે સ્થાપન કર્યો? તમે તેમનું પણ કલ્યાણ કરી શકો છો ઘરે બેઠાં. જેમ અમરનાથ ની યાત્રા પર જાય છે તો તે ફક્ત લખાણ થી એટલું નહીં સમજશે. ત્યાં બેસીને સમજાવવું જોઈએ. અમે તમને સાચ્ચી અમરનાથ ની કથા સંભળાવીએ. અમરનાથ તો એક ને જ કહેવાય છે. અમરનાથ અર્થાત્ જે અમરપુરી સ્થાપન કરે. તે છે સતયુગ. આવી સર્વિસ કરવી પડે. ત્યાં પગપાળા જવું પડે છે. જે સારા-સારા મોટા-મોટા વ્યક્તિ હોય તેમને જઈને સમજાવવું જોઈએ. સંન્યાસીઓ ને પણ તમે જ્ઞાન આપી શકો છો. તમે આખી સૃષ્ટિ નાં કલ્યાણકારી છો. શ્રીમત પર આપણે વિશ્વ નું કલ્યાણ કરી રહ્યાં છીએ - બુદ્ધિ માં આ નશો રહેવો જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્યારે એકાંત કે ફુરસદ મળે છે તો જ્ઞાન નાં સારા-સારા પોઈન્ટ્સ પર વિચાર સાગર મંથન કરી લખવાનું છે. બધાને સંદેશ પહોંચાડવા અથવા બધાનું કલ્યાણ કરવાની યુક્તિ રચવાની છે.

2. વિકર્મો થી બચવા માટે દેહી-અભિમાની બની બાપ ને યાદ કરવાના છે. હવે કોઈ પણ વિકર્મ નથી કરવાના, આ જન્મ નાં કરેલા વિકર્મ બાપદાદા ને સાચાં-સાચાં સંભળાવવાનાં છે.

વરદાન :-
અટલ ભાવિ જાણવા છતાં પણ શ્રેષ્ઠ કાર્ય ને પ્રત્યક્ષ રુપ આપવા વાળા સદા સમર્થ ભવ

નવાં શ્રેષ્ઠ વિશ્વ બનવાની ભાવી અટલ હોવા છતાં પણ સમર્થ ભવ નાં વરદાની બાળકો ફક્ત કર્મ અને ફળ ની, પુરુષાર્થ અને પ્રારબ્ધ ની, નિમિત્ત અને નિર્માણ ની કર્મ ફીલોસોફી અનુસાર નિમિત્ત બની કાર્ય કરે છે. દુનિયા વાળા ને ઉમ્મીદ નથી દેખાતી. અને તમે કહો છો કે આ કાર્ય અનેક વાર થયું છે, હમણાં પણ થયેલું જ છે કારણકે સ્વ પરિવર્તન નાં પ્રત્યક્ષ પ્રમાણ ની આગળ બીજા કોઈ પ્રમાણ ની આવશ્યક્તા જ નથી. સાથે-સાથે પરમાત્મ-કાર્ય સદા સફળ છે જ.

સ્લોગન :-
કહેવાનું ઓછું કરવાનું વધારે - આ શ્રેષ્ઠ લક્ષ મહાન બનાવી દેશે.

અવ્યક્ત ઇશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ - પ્રેમ નાં અનુભવી બનો

સેવા માં તથા સ્વયં ની ચઢતી કળા માં સફળતા નો મુખ્ય આધાર છે - એક બાપ સાથે અતૂટ પ્રેમ. બાપ સિવાય બીજું કાંઈ ન દેખાય. સંકલ્પ માં પણ બાબા, બોલ માં પણ બાબા, કર્મ માં પણ બાપ નો સાથ, એવી લવલીન સ્થિતિ માં રહી એક શબ્દ પણ બોલશો તો તે સ્નેહ નાં બોલ બીજા આત્મા ને પણ સ્નેહ માં બાંધી દેશે. એવી રીતે લવલીન આત્મા નો એક બાબા શબ્દ જ જાદુ મંત્ર નું કામ કરશે.