08-09-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારું
હવે ઈશ્વરીય ન્યુ બ્લડ ( નવું લોહી ) છે , તમારે ખૂબ મસ્તી માં ભાષણ કરવું જોઈએ ,
નશો રહે શિવબાબા અમને ભણાવી રહ્યાં છે”
પ્રશ્ન :-
તમને પોતાનાં મુખ્ય
ઉદ્દેશ નો નશો સ્થાઈ બન્યો રહે, તેનાં માટે કઈ યુક્તિ અપનાવો?
ઉત્તર :-
પોતાનો રાજાઈ પાસપોર્ટ નીકાળી રાખો. નીચે સાધારણ ચિત્ર, ઉપર રાજાઈ પોશાક થી
શ્રુંગાર કરેલાં અને તેની ઉપર શિવબાબા, તો મુખ્ય ઉદ્દેશ ની સ્મૃતિ સહજ રહેશે. ખિસ્સા
માં આ પાસપોર્ટ પડ્યો રહે. જ્યારે ક્યારેક માયાનાં તોફાન આવશે તો ખ્યાલ ચાલશે કે હવે
અમારો આ પાસપોર્ટ તો કેન્સલ (રદ્દ) થઈ જશે. અમે સ્વર્ગ માં જઈ નહીં શકીશું.
ગીત :-
રાત કે રાહી
થક મત જાના…
ઓમ શાંતિ!
બાળકોએ તો આ
ગીત નો અર્થ સમજ્યો. હવે ભક્તિમાર્ગ નાં ઘોર અંધકાર ની રાત પૂરી થઈ. બાળકો જાણે છે
હવે અમારી પાસે કાળ ન આવી શકે. અહીં બેઠાં છીએ, અમારો મુખ્ય ઉદ્દેશ છે મનુષ્ય થી
દેવતા બનવાનો. જેમ સંન્યાસી લોકો કહે છે તમે પોતાને ભેંસ સમજો તો તે રુપ થઈ જશો. તે
છે ભક્તિમાર્ગ નું ઉદાહરણ. જેમ આ પણ એક ઉદાહરણ છે ને કે રામે વાંદરાઓની સેના લીધી
અને રાવણ પર જીત પ્રાપ્ત કરી. તમે અહીં બેઠાં છો જાણો છો અમે જ દેવી-દેવતા ડબલ
સિરતાજ (તાજધારી) બનીશું. જેમ સ્કૂલમાં ભણે છે તો કહેશે હું આ ભણીને ડોક્ટર બનીશ,
એન્જીનિયર બનીશ. તમે જાણો છો આપણે આ ભણતર થી જ દેવી-દેવતા બની રહ્યાં છીએ. આ શરીર
છોડીશું અને આપણાં માથા પર તાજ હશે. આ તો ખૂબ ગંદી છી-છી દુનિયા છે. નવી દુનિયા છે
ફર્સ્ટ ક્લાસ દુનિયા. જૂની દુનિયા છે બિલકુલ થર્ડ ક્લાસ. આ દુનિયા તો ખલાસ થવાની
છે. આપણને વિશ્વનાં માલિક બનાવવા વાળા જરુર વિશ્વનાં રચયિતા જ હશે, બીજું કોઈ ભણાવી
ન શકે. શિવબાબા જ આપણને ભણાવીને રાજયોગ શિખવાડે છે. બાપે સમજાવ્યું છે કે
આત્મ-અભિમાની બનો. આત્મ-અભિમાની બનવામાં જ મહેનત છે. પૂરાં આત્મ-અભિમાની બની જાઓ તો
બાકી શું જોઈએ! તમે બ્રાહ્મણ તો છો જ, જાણો છો અમે દેવતા બની રહ્યાં છીએ. નશો રહે
છે - હું આ બની રહ્યો છું. પહેલાં આપણે કળિયુગ, નર્ક માં પતિત હતાં. અસુર અને
દેવતાઓમાં કેટલો ફરક છે. દેવતાઓ કેટલાં પવિત્ર છે! અહીં કેટલાં પતિત મનુષ્ય છે. શકલ
(ચહેરો) ભલે મનુષ્ય ની છે, પરંતુ સીરત (ચરિત્ર) જુઓ કેવી છે? જે દેવતાઓનાં પુજારી
છે તે પોતે પણ તેમની આગળ મહિમા ગાય છે. આપ સર્વગુણ સમ્પન્ન… અમારામાં કોઈ ગુણ નથી.
હવે તમે ચેન્જ (પરિવર્તન) થઈને દેવતા બનશો. શ્રીકૃષ્ણની પૂજા કરે જ એટલે છે કે અમે
કૃષ્ણપુરી માં જઈએ. પરંતુ એ ખબર નથી કે ક્યારે જઈશું. ભક્તિ કરતાં રહે છે કે ભગવાન
આવીને ફળ આપશે. ભક્તિ નું ફળ છે સદ્દગતિ. તો આ છે ભણતર. પહેલાં તો આ નિશ્ચય જોઈએ કે
અમને ભણાવે કોણ છે? આ છે શ્રી શ્રી… આપ બાળકો જાણો છો બાપ આપણને શ્રીમત આપી રહ્યાં
છે. જેમને આ ખબર નથી, તે શ્રેષ્ઠ કેવી રીતે બની શકે છે. આજકાલ તો એક-બીજા ને ભ્રષ્ટ
બનાવવાની મત આપે છે. ભ્રષ્ટ મત છે આસુરી મત. આટલાં બધાં મનુષ્ય શ્રી શ્રી શિવબાબા
ની મત પર ચાલી રહ્યાં છે. પરમાત્મા ની મત થી જ શ્રેષ્ઠ બનાય છે. જેની તકદીર માં હશે
તેમની જ બુદ્ધિમાં બેસશે. નહીં તો કાંઈ પણ નહીં સમજશે. જ્યારે સમજશે ત્યારે સ્વયં જ
મદદ કરવા લાગી જશે. કોઈ તો જાણતાં જ નથી કે આ કોણ છે, એટલે બાબા કોઈ થી મળતાં પણ નથી.
તે તો વધારે જ પોતાની આસુરી મત નિકાળશે. હમણાં બધાં માનવ મત પર જ ચાલી રહ્યાં છે.
શ્રીમત ને ન જાણવાનાં કારણે બ્રહ્મા બાપ ને પણ પોતાની મત આપવા લાગી પડે છે. હવે બાપ
આવ્યાં જ છે આપ બાળકોને શ્રેષ્ઠ બનાવવાં. હવે બાળકો કહે છે બાબા ૫ હજાર વર્ષ પહેલાં
ની જેમ અમે તમને મળ્યાં છીએ. જેમને ખબર જ નથી, તે એવી રીતે રિસ્પોન્સ (જવાબ) આપી ન
શકે. બાળકોને ભણતર નો ખૂબ નશો રહેવો જોઈએ. આ ખૂબ ઊંચું ભણતર છે. પરંતુ માયા પણ ખૂબ
અગેન્સ્ટ (વિરોધી) છે. તમે જાણો છો આપણે આ ભણતર ભણીએ છીએ, જેનાથી આપણા માથા પર ડબલ
તાજ આવવાનો છે. ભવિષ્ય જન્મ-જન્માંતર ડબલ તાજધારી બનીશું. તો તેનાં માટે ફરી એવો
પુરુષાર્થ કરવો જોઈએ. આને કહેવાય છે રાજયોગ. કેટલું વન્ડર (અદ્દભુત) છે. બાબા હંમેશા
સમજાવે છે, લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં જાઓ. પુજારીને પણ તમે સમજાવી શકો છો. તેમને
પૂછો કે લક્ષ્મી-નારાયણ ને આ પદ કેવી રીતે મળ્યું? એ વિશ્વનાં માલિક કેવી રીતે બન્યાં?
એવું-એવું બેસી કોઈને સંભળાવો તો પુજારી નું પણ કલ્યાણ થઈ જાય. તમે કહી શકો છો કે
અમે તમને સમજાવીએ છીએ. આ લક્ષ્મી-નારાયણ ને રાજ્ય કેવી રીતે મળ્યું? ગીતા માં પણ
ભગવાનુવાચ છે ને કે તમને રાજયોગ શિખવાડીને રાજાઓનાં રાજા બનાવું છું. તો બાળકોને
કેટલો નશો રહેવો જોઈએ! અમે આ બનીએ છીએ. ભલે પોતાનું ચિત્ર અને રાજાઈ નું ચિત્ર પણ
સાથે કાઢો. નીચે તમારું ચિત્ર, ઉપર રાજાઈ નું ચિત્ર હોય, આમાં ખર્ચો તો નથી. રાજાઈ
વસ્ત્ર તો ઝટ બની શકે છે. તે પોતાની પાસે રાખી દો તો ઘડી-ઘડી યાદ આવતું રહેશે. હમ
સો દેવતા બની રહ્યાં છીએ. ઉપર માં ભલે શિવબાબા હોય. આ બધાં ચિત્ર બનાવવા પડશે. આપણે
મનુષ્ય થી દેવતા બનીએ છીએ. આ શરીર છોડી આપણે જઈને દેવતા બનીશું કારણ કે હમણાં આ
રાજયોગ શિખી રહ્યાં છીએ. તો આ ફોટો મદદ કરશે. ઊપર માં શિવ પછી રાજાઈ ચિત્ર, નીચે
તમારું સાધારણ ચિત્ર. શિવબાબા થી અમે રાજયોગ શિખીને ડબલ સિરતાજધારી (તાજધારી) દેવતા
બની રહ્યાં છીએ. ચિત્ર રાખ્યું હશે, કોઈ પણ પૂછશે તો તમે બતાવી શકશો. અમને શિખવાડવા
વાળા આ શિવબાબા છે. ચિત્ર જોઈ બાળકોને નશો ચઢશે. ભલે દુકાનમાં પણ આ ચિત્ર રાખી દો.
ભક્તિમાર્ગ માં બાબા નારાયણ નું રાખતાં હતાં. ખિસ્સા માં પણ રહેતું હતું. તમે પણ
પોતાનો ફોટો રાખી દો તો યાદ રહેશે કે હમ સો દેવી-દેવતા બની રહ્યાં છીએ. બાપ ને યાદ
કરવાનો ઉપાય શોધવો જોઈએ. બાપ ની યાદ ભૂલી જવાથી જ નીચે પડો છો. વિકાર માં નીચે પડશો
તો પછી શરમ આવશે કે હવે તો અમે આ દેવતા બની નહીં શકીએ. હાર્ટફેલ થઈ જશે કે અમે હવે
દેવતા કેવી રીતે બનીશું? બાબા કહે છે - વિકારમાં પડવા વાળા નો ફોટો કાઢી નાખો. બોલો,
તમે સ્વર્ગ માં ચાલવાનાં લાયક નથી. તમારો પાસપોર્ટ ખલાસ. પોતે પણ ફીલ (અનુભવ) કરશે
- અમે તો નીચે પડી ગયાં! હવે સ્વર્ગ માં કેવી રીતે જઈશું! જેમ બાબા નારદ નું ઉદાહરણ
આપે છે, તેમને કહ્યું કે પોતાની શકલ (ચહેરો) તો જુઓ લક્ષ્મી ને વરવા લાયક છો? તો
શકલ વાંદરા ની દેખાઈ તો મનુષ્ય ને પણ શરમ આવશે - અમારામાં તો આ વિકાર છે પછી શ્રી
લક્ષ્મી-નારાયણ ને કેવી રીતે વરી શકીએ? બાબા તો યુક્તિઓ ખૂબ બતાવે છે. પરંતુ કોઈ
વિશ્વાસ પણ રાખે ને. વિકાર નો નશો આવે છે તો સમજે છે આ હિસાબ થી અમે રાજાઓ નાં રાજા
ડબલ તાજધારી કેવી રીતે બનીશું? પુરુષાર્થ કરવો જોઈએ ને. બાબા સમજાવે છે કે એવી-એવી
સુંદર યુક્તિઓ રચો અને બધાંને સમજાવતાં રહો. આ રાજયોગ થી સ્થાપના થઈ રહી છે. હવે
વિનાશ સામે છે. દિવસે-પ્રતિદિવસે તોફાન નું જોર થતું જશે. બોમ્બ્સ વગેરે પણ તૈયાર
થઈ રહ્યાં છે.
આપ બાળકો આ ભણતર ભણો
જ છો ઊંચ પદ મેળવવાનાં માટે. તમે એક જ વાર પતિત થી પાવન બનો છો. મનુષ્ય સમજે થોડી
છે કે અમે નર્કવાસી છીએ કારણકે પથ્થર બુદ્ધિ છે. હમણાં તમે પથ્થરબુદ્ધિ થી
પારસબુદ્ધિ બની રહ્યાં છો. તકદીર માં હશે તો ઝટ સમજશે. નહીં તો કેટલું પણ માથું મારો,
બુદ્ધિ માં બેસશે નહીં. બાપ ને જ નથી જાણતાં તો નાસ્તિક છે અર્થાત્ નિધન નાં છે.
ધણીનાં બનવું જોઈએ જ્યારે કે શિવબાબા નાં બાળકો છો. અહીં જેમને જ્ઞાન છે તે પોતાનાં
બાળકો ને વિકાર થી બચાવતાં રહેશે. અજ્ઞાની લોકો તો પોતાની જેમ બાળકો ને વિકારમાં
ફસાવતાં રહેશે. તમે જાણો છો અહીં વિકારો થી બચાવાય છે. કન્યાઓને તો પહેલાં બચાવવી
જોઈએ. મા-બાપ તો જેમ કે વિકાર માં ધક્કો દે છે. તમે જાણો છો કે આ ભ્રષ્ટાચારી દુનિયા
છે. શ્રેષ્ઠાચારી દુનિયા તો બધાં ઈચ્છે છે પરંતુ એ કોણ બનાવશે? ભગવાનુવાચ - હું આ
સાધુઓ, સંતો નો પણ ઉદ્ધાર કરું છું. ગીતા માં પણ લખેલું છે કે ભગવાને જ બધાંનો
ઉદ્ધાર કરવાનો છે. એક જ ભગવાન આવીને બધાનો ઉદ્ધાર કરે છે. આ સમયે જો ખબર પડી જાય કે
બરોબર ગીતાનાં ભગવાન શિવ છે તો ખબર નહીં શું થઈ જાય! પરંતુ હજું થોડી વાર છે. નહીં
તો બધાનાં અડ્ડા એકદમ હલવા લાગી જાય. તખ્ત (ગાદી) હલે છે ને? લડાઈ જ્યારે લાગે છે
તો ખબર પડે છે કે આમનું તખ્ત હલવા લાગ્યું છે, હવે નીચે પડશે. હવે આ હલે તો હલચલ મચી
જાય. આગળ ચાલી થવાનું છે. તો ભાષણ માં પણ તમે સમજાવી શકો છો. સંસ્કૃત જે સારી રીતે
જાણે છે તે શ્લોક સંભળાવી શકે છે. પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા સ્વયં કહે છે,
બરોબર બ્રહ્મા તન થી સ્થાપના કરાવી રહ્યાં છે. સર્વની સદ્દગતિ અર્થાત્ ઉદ્ધાર કરી
રહ્યાં છે. ભાષણ કરવામાં ખૂબ મસ્તી જોઈએ. કન્યાઓનું ન્યુ બ્લડ (નવું લોહી) છે.
જ્ઞાન નો પથ્થર મારી શકે છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) નું ન્યુ બ્લડ હોય છે ને, તો
ખૂબ હંગામા (તોફાન) મચાવે છે. પથ્થર મારે છે. તેમાં તે આગળ હોય છે. હવે આ પણ તમારું
ન્યુ બ્લડ છે. તમે જાણો છો તે કેટલું નુકસાન કરી રહ્યાં છે. તમારું આ ઈશ્વરીય ન્યુ
બ્લડ છે. તમે જૂનાં થી નવાં બની રહ્યાં છો. તમારો આત્મા જે જૂનો આઈરન એજડ (તમોપ્રધાન)
બની ગયો છે, તે હવે નવો ગોલ્ડન એજડ (સતોપ્રધાન) બની રહ્યો છે. તો બાળકોને ખૂબ શોખ
હોવો જોઈએ. નશો કાયમ રાખવો જોઈએ. પોતાનાં હમજીન્સ ને ઉઠાવવાં જોઈએ. ગવાયેલું પણ છે
ગુરુ માતા. માતા ગુરુ ક્યારે થાય છે તે તો તમે જાણો છો. ગુરુ નો સિલસિલો (રીવાજ)
હમણાં ચાલે છે. માતાઓ પર બાપ આવીને જ્ઞાન-અમૃત નો કળશ રાખે છે. શરું પણ એવી રીતે
થાય છે. સેવાકેન્દ્ર નાં માટે પણ કહે છે બ્રાહ્મણી જોઈએ. બાબા તો કહે છે પોતેજ ચલાવો.
હિંમત નથી, નહીં બાબા માતા જોઈએ. આ પણ ઠીક છે, માન આપે છે. આજકાલ દુનિયામાં એક-બીજા
ને લંગડુ માન આપે છે. સ્થાઈ કોઈને મળતું નથી. આ સમયે આપ બાળકો ને સ્થાઈ રાજ્ય ભાગ્ય
મળી રહ્યું છે. તમને બાપ કેટલાં પ્રકાર થી સમજાવે છે. પોતાને સદા હર્ષિત મુખ રહેવાનાં
માટે ખૂબ સારી-સારી યુક્તિઓ બાપ બતાવે છે. શુભ ભાવના રાખવી જોઈએ. ઓહો! અમે આ
લક્ષ્મી-નારાયણ બનીએ છીએ. જો કોઈની તકદીર માં નથી તો તદબીર (પુરુષાર્થ) શું કરે!
બાબા તો તદબીર બતાવે છે, તદબીર ક્યારેય વ્યર્થ નથી જતી. આ તો સદા સફળ થાય છે.
રાજધાની સ્થાપન થઈ જશે. વિનાશ પણ મહાભારે મહાભારત લડાઈ દ્વારા થવાનો છે. આગળ ચાલી
તમે પણ જોર ભરશો તો આ બધાં આવશે. હમણાં નહીં સમજે, નહીં તો તેમની રાજાઈ ઉડી જાય.
તમારી પાસે ચિત્ર બહુજ સારા છે. આ છે સદ્દગતિ અર્થાત્ સુખધામ. આ છે મુક્તિધામ.
બુદ્ધિ પણ કહે છે અમે બધા આત્માઓ નિર્વાણધામ માં રહીએ છીએ. જ્યાંથી પછી ટોકીધામ માં
આવીએ છીએ. આપણે આત્માઓ ત્યાંના રહેવા વાળા છીએ. આ ખેલ જ ભારત પર બનેલો છે. શિવજયંતી
પણ અહીં મનાવે છે. બાપ કહે છે - હું આવ્યો છું, કલ્પ બાદ ફરી આવીશ. ભારત જ પેરેડાઇઝ
(વૈકુંઠ) છે. કહે પણ છે ક્રાઈસ્ટ નાં આટલાં વર્ષ પહેલાં પેરેડાઇઝ હતું. હમણાં નથી,
ફરી થવાનું છે. તો જરુર નર્કવાસીઓનો વિનાશ, સ્વર્ગ વાસીઓની સ્થાપના જોઈએ. તે તો તમે
સ્વર્ગવાસી બની રહ્યાં છો, નર્ક નો વિનાશ થઈ જશે. આ પણ સમજ જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દરેક નાં
પ્રત્યે શુભ ભાવના રાખવાની છે. બધાંને સાચું માન આપવાનું છે. સતયુગી રાજધાની માં
ઊંચ પદ મેળવવાનાં માટે પુરુષાર્થ કરવાનો છે.
2. આત્મ-અભિમાની
બનવાની મહેનત કરવાની છે. માનવ મત છોડી એક ની શ્રીમત પર ચાલવાનું છે. ભણતર નાં નશા
માં રહેવાનું છે.
વરદાન :-
સર્વ આત્માઓ
નાં પતિત સંકલ્પ અથવા વૃત્તિ ને ભસ્મ કરવા વાળા માસ્ટર જ્ઞાન સૂર્ય ભવ
જેવી રીતે સૂર્ય
પોતાનાં કિરણો થી કચરો, ગંદકી નાં કિટાણું ભસ્મ કરી દે છે. એવી રીતે જ્યારે તમે
માસ્ટર જ્ઞાન સૂર્ય બનીને કોઈ પણ પતિત આત્મા ને જોશો તો એમનાં પતિત સંકલ્પ, પતિત
વૃત્તિ કે દૃષ્ટિ ભસ્મ થઈ જશે. પતિત-પાવન આત્મા પર પતિત સંકલ્પ વાર નથી કરી શકતાં.
પતિત આત્માઓ પતિત-પાવન આત્માઓ પર બલીહાર જશે. એનાં માટે માઈટ-હાઉસ અર્થાત્ માસ્ટર
જ્ઞાન સૂર્ય સ્થિતિ માં સદા સ્થિત રહો.
સ્લોગન :-
પોતાનાં ધારણા
સ્વરુપ થી યોગી જીવન નો પ્રભાવ નાખવો આ બહુ જ મોટી સેવા છે.
આ વ્યક્ત ઇશારા - હવે
પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો
જેવી રીતે ગાયન છે કે
ભાગ્ય-વિધાતા બાપે બ્રહ્મા દ્વારા ભાગ્ય વહેચ્યું, તો જે બ્રહ્મા નું કામ, તે
બ્રાહ્મણોનું કામ. દુનિયા વાળા કપડા વહેંચશે, અનાજ વહેંચશે, પાણી વહેંચશે પરંતુ
શ્રેષ્ઠ ભાગ્ય તો આપ ભાગ્યવિધાતા નાં બાળકો જ વહેંચી શકો છો. જેવી રીતે ભાગ્ય
પ્રાપ્ત થઈ જાય એને સર્વસ્વ પ્રાપ્ત થઈ જાય છે એટલે ભાગ્ય વહેંચવામાં ફ્રાખદિલ (દિલદાર)
બનો.