08-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જ્યાં સુધી જીવવાનું છે બાપ ને યાદ કરવાના છે , યાદ થી જ આયુષ્ય વધશે , ભણતર નો તંત ( સાર ) જ છે યાદ”

પ્રશ્ન :-
આપ બાળકો નું અતીન્દ્રિય સુખ ગવાયેલું છે, કેમ?

ઉત્તર :-
કારણકે તમે સદા જ બાબા ની યાદ માં ખુશી મનાવો છો, હમણાં તમારી સદા જ ક્રિસમસ છે. તમને ભગવાન ભણાવે છે, આનાથી વધારે ખુશી બીજી કઈ હશે, આ રોજ ની ખુશી છે એટલે તમારું જ અતીન્દ્રિય સુખ ગવાયેલું છે.

ગીત :-
નયનહીન કો રાહ દિખાઓ પ્રભુ…

ઓમ શાંતિ!
જ્ઞાન નું ત્રીજું નેત્ર આપવા વાળા રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે. જ્ઞાન નું ત્રીજું નેત્ર બાપ સિવાય કોઈ આપી ન શકે. તો હમણાં બાળકો ને જ્ઞાન નું નેત્ર મળ્યું છે. હવે બાપે સમજાવ્યું છે કે ભક્તિ માર્ગ છે જ અંધકાર નો માર્ગ. જેમ રાત્રે પ્રકાશ નથી હોતો તો મનુષ્ય ધક્કા ખાય છે. ગવાય પણ છે બ્રહ્મા ની રાત, બ્રહ્મા નો દિવસ. સતયુગ માં એમ નહીં કહેશે કે અમને રાહ બતાવો કારણ કે હમણાં તમને રાહ મળી રહી છે. બાપ આવીને મુક્તિધામ અને જીવન મુક્તિધામ ની રાહ બતાવી રહ્યાં છે. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યાં છો. હવે જાણો છો કે બાકી થોડો સમય છે, દુનિયા તો બદલાવાની છે. આ તો ગીત પણ બનેલા છે દુનિયા બદલને વાલી હૈં… પરંતુ મનુષ્ય બિચારા જાણતા નથી કે દુનિયા ક્યારે બદલાવાની છે, કેવી રીતે બદલાવાની છે, કોણ બદલાવે છે કારણકે ત્રીજું નેત્ર તો જ્ઞાન નું નથી. હમણાં આપ બાળકો ને આ ત્રીજું નેત્ર મળ્યું છે જેનાથી તમે આ સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયાં છો. અને આ જ તમારી બુદ્ધિ માં જ્ઞાન ની સૈક્રીન (મીઠાશ) છે. જેમ થોડીક સૈક્રીન ખૂબ મીઠી હોય છે તેમ આ જ્ઞાન નાં બે શબ્દ ‘મનમનાભવ…’ આ જ સૌથી મીઠી ચીજ છે, બસ, બાપ ને યાદ કરો.

બાબા આવે છે અને આવીને રસ્તો બતાવે છે. ક્યાંનો રસ્તો બતાવે છે? શાંતિધામ અને સુખધામ નો. તો બાળકો ને ખુશી થાય છે. દુનિયા નથી જાણતી કે ખુશી ક્યારે મનાવાય છે? ખુશી તો નવી દુનિયા માં મનાવાશે ને? આ તો બિલકુલ સાધારણ વાત છે કે જૂની દુનિયામાં ખુશી ક્યાંથી આવી? જૂની દુનિયામાં મનુષ્ય ત્રાહિ-ત્રાહિ કરી રહ્યાં છે કારણકે તમોપ્રધાન છે. તમોપ્રધાન દુનિયામાં ખુશી ક્યાંથી આવી? સતયુગ નું જ્ઞાન તો કોઈમાં પણ નથી એટલે બિચારા અહીં ખુશી મનાવતા રહે છે. જુઓ, ક્રિસમસ ની ખુશી પણ કેટલી મનાવે છે. બાબા તો કહે છે કે જો ખુશી ની વાત પૂછવી હોય તો ગોપ-ગોપીઓ ને (મારા બાળકોને) પૂછો કારણકે બાપ ખૂબ સહજ રસ્તો બતાવી રહ્યાં છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં, પોતાનાં ધંધાધોરી નું કર્તવ્ય કરતા કમળફૂલ સમાન રહો અને મને યાદ કરો. જેમ આશિક-માશૂક હોય છે ને, તે પણ ધંધાધોરી કરતા એક-બીજા ને યાદ કરતા રહે છે. તેમને સાક્ષાત્કાર પણ થાય છે જેવી રીતે લૈલા-મજનૂં, હીરા-રાંઝા, તેઓ વિકાર માટે એક-બીજા નાં આશિક નથી બનતાં. તેમનો પ્રેમ ગવાયેલો છે. તેમાં એક-બીજા નાં આશિક હોય છે. પરંતુ અહીં એ વાત નથી. અહીં તો તમે જન્મ-જન્માંતર એ માશૂક નાં આશિક જ રહ્યાં છો. એ માશૂક તમારા આશિક નથી. તમે એમને બોલાવો છો અહીં આવવા માટે, હે ભગવાન નયનહીન ને આવીને રાહ બતાવો. તમે અડધોકલ્પ બોલાવ્યાં છે. જ્યારે દુઃખ વધારે હોય છે તો વધારે બોલાવે છે. વધારે દુઃખ માં વધારે સિમરણ કરવા વાળા પણ હોય છે. જુઓ, હમણાં કેટલાં યાદ કરવા વાળા અનેકાનેક છે. ગવાયેલું છે ને - દુઃખ મેં સિમરણ સબ કરે…જેટલું મોડું થતું જાય છે, એટલાં તમોપ્રધાન વધારે બનતા જાય છે. તો તમે ચઢી રહ્યાં છો, તેઓ વધારે જ ઉતરી રહ્યાં છે કારણકે જ્યાં સુધી વિનાશ થાય ત્યાં સુધી તમોપ્રધાનતા ની વૃદ્ધિ થતી રહે છે. દિવસે-દિવસે માયા પણ તમોપ્રધાન, વૃદ્ધિ થતી જાય છે. આ સમયે બાપ પણ સર્વશક્તિમાન્ છે, તો માયા પણ પછી સર્વશક્તિમાન્ આ સમય માં છે. તે પણ જબરજસ્ત છે.

આપ બાળકો આ સમયે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ કુળ ભૂષણ છો. તમારો છે સર્વોત્તમ કુળ, આને કહેવાય છે ઊંચા માં ઊંચો કુળ. આ સમયે તમારું આ જીવન અમૂલ્ય છે એટલે આ જીવન ની (શરીરની) સંભાળ પણ કરવી જોઈએ કારણકે પાંચ વિકારો નાં કારણે શરીર નું પણ આયુષ્ય તો ઓછું થતું જાય છે ને? તો બાબા કહે છે આ સમયે પાંચ વિકારો ને છોડી યોગ માં રહો તો આયુષ્ય વધતું રહેશે. આયુષ્ય વધતા-વધતા ભવિષ્ય માં તમારું આયુષ્ય ૧૫૦ વર્ષ નું થઈ જશે. હમણાં નથી એટલે બાપ કહે છે કે આ શરીર ની પણ ખૂબ સંભાળ રાખવી જોઈએ. નહીં તો કહે છે આ શરીર કામ નું નથી, માટી નું પૂતળું છે. હમણાં આપ બાળકો ને સમજ મળે છે કે જ્યાં સુધી જીવવાનું છે બાબા ને યાદ કરવાના છે. આત્મા બાબા ને યાદ કરે છે - કેમ? વારસા માટે. બાપ કહે છે તમે પોતાને આત્મા સમજીને બાપ ને યાદ કરો અને દૈવીગુણ ધારણ કરો તો તમે ફરી આવાં બની જશો. તો બાળકોએ ભણતર સારી રીતે ભણવું જોઈએ. ભણતર માં સુસ્તી વગેરે ન કરવી જોઈએ નહીં તો નાપાસ થઈ જશો. બહુ ઓછું પદ મેળવશો. ભણતર માં પણ મુખ્ય વાત આ છે જેને તંત (સાર) કહેવાય છે કે બાપ ને યાદ કરો. જ્યારે પ્રદર્શન માં કે સેવાકેન્દ્ર પર કોઈ પણ આવે છે તો પહેલાં-પહેલાં એ સમજાવો કે બાબા ને યાદ કરો કારણકે એ ઊંચા માં ઊંચા છે. તો ઊંચા માં ઊંચા ને જ યાદ કરવા જોઈએ, એનાથી નીચા ને થોડી યાદ કરવા જોઈએ? કહે છે ઊંચા માં ઊંચા ભગવાન. ભગવાન જ તો નવી દુનિયા ની સ્થાપના કરવા વાળા છે. જુઓ, બાપ પણ કહે છે નવી દુનિયા ની સ્થાપના હું કરું છું એટલે તમે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. તો આ પાક્કું યાદ કરી લો કારણકે બાપ પતિત-પાવન છે ને? એ આ જ કહે છે કે જ્યારે તમે મને પતિત-પાવન કહો છો તો તમે તમોપ્રધાન છો, ખૂબ પતિત છો, હવે તમે પાવન બનો.

બાપ આવીને બાળકો ને સમજાવે છે કે તમારા હવે સુખ નાં દિવસો આવવાના છે, દુઃખ નાં દિવસો પૂરાં થયા છે, પોકારો પણ છો - હે દુઃખહર્તા, સુખદાતા. તો જાણો છો ને કે બરોબર સતયુગ માં બધા સુખી જ સુખી છે. તો બાપ બાળકો ને કહે છે કે બધા શાંતિધામ અને સુખધામ ને યાદ કરતા રહો. આ છે સંગમયુગ, ખેવૈયા તમને પાર લઈ જાય છે. બાકી આમાં કોઈ ખેવૈયા કે નાવ ની વાત નથી. આ તો મહિમા કરી દે છે કે નાવ ને પાર લગાવો. હવે એક ની નાવ તો પાર નથી લાગવાની ને? આખી દુનિયા ની નાવ ને પાર લગાવવાની છે. આ આખી દુનિયા જાણે એક બહુ મોટું જહાજ છે એને પાર લગાવે છે. તો આપ બાળકો એ બહુ જ ખુશી મનાવવી જોઈએ કારણકે તમારા માટે સદૈવ ખુશી છે, સદૈવ ક્રિસમસ છે. જ્યાર થી આપ બાળકો ને બાપ મળ્યાં છે તમારી ક્રિસમસ સદૈવ છે એટલે અતીન્દ્રિય સુખ ગવાયેલું છે. જુઓ, આ સદૈવ ખુશ રહે છે, કેમ? અરે બેહદ નાં બાપ મળ્યાં છે! એ આપણને ભણાવી રહ્યાં છે. તો આ રોજ ની ખુશી હોવી જોઈએ ને? બેહદ નાં બાપ ભણાવી રહ્યાં છે વાહ! ક્યારેય કોઈએ સાંભળ્યું? ગીતા માં પણ ભગવાનુવાચ છે કે હું તમને રાજયોગ શીખવાડું છું, જેવી રીતે તે લોકો બેરિસ્ટરી યોગ, સર્જનરી યોગ શીખવાડે છે, હું આપ રુહાની બાળકો ને રાજયોગ શીખવાડું છું. તમે અહીં આવો છો તો બરોબર રાજયોગ શીખવા આવો છો ને? મૂંઝાવાની તો જરુર નથી. તો રાજયોગ શીખીને પૂરું કરવું જોઈએ ને? ભાગન્તી તો ન થવું જોઈએ. ભણવાનું પણ છે તો ધારણા પણ સારી કરવાની છે. ટીચર ભણાવે છે ધારણા કરવા માટે.

દરેક ને પોત-પોતાની બુદ્ધિ હોય છે - કોઈ ની ઉત્તમ, કોઈની મધ્યમ, કોઈની કનિષ્ટ. તો પોતાને પૂછવું જોઈએ કે હું ઉત્તમ છું, મધ્યમ છું કે કનિષ્ટ છું? પોતાને પોતે જ પારખવા જોઈએ કે હું આવી ઊંચા માં ઊંચી પરીક્ષા પાસ કરીને ઊંચ પદ મેળવવા ને લાયક છું? હું સર્વિસ કરું છું? બાપ કહે છે - બાળકો, સર્વિસેબલ (સેવાધારી) બનો, બાબાને ફોલો કરો કારણકે હું પણ તો સર્વિસ કરું છું ને? આવ્યો જ છું સર્વિસ કરવા માટે અને રોજ-રોજ સર્વિસ કરું છું કારણકે રથ પણ તો લીધો છે ને? રથ પણ મજબૂત, સારો છે અને સર્વિસ તો આમની સદૈવ છે. બાપદાદા તો આમનાં રથ માં સદૈવ છે. ભલે આમનું શરીર બીમાર પડી જાય, હું તો બેઠો છું ને? તો હું આમની અંદર બેસીને લખું પણ છું, જો આ મુખ થી ન પણ બોલી શકે તો હું લખી શકું છું. મોરલી નથી મિસ થતી (છૂટતી). જ્યાં સુધી બેસી શકે, લખી શકે, તો હું મોરલી પણ ચલાવું છું, બાળકો ને લખીને મોકલી આપું છું કારણકે સર્વિસેબલ છું ને? તો બાપ આવીને સમજાવે છે કે તમે પોતાને આત્મા સમજીને નિશ્ચય બુદ્ધિ બનીને સર્વિસ માં લાગી જાઓ. બાપ ની સર્વિસ, ઓન ગોડ ફાધરલી સર્વિસ. જેમ તેઓ લખે છે ઓન હિઝ મૈજિસ્ટી સર્વિસ. તો તમે શું કહેશો? આ મૈજિસ્ટી થી પણ ઊંચી સર્વિસ છે કારણકે મૈજિસ્ટી (મહારાજા) બનાવે છે. આ પણ તમે સમજી શકો છો કે બરોબર આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ.

આપ બાળકો માં જે સારી રીતે પુરુષાર્થ કરે છે તેમને જ મહાવીર કહેવાય છે. તો આ તપાસ કરવાની હોય છે કે કોણ મહાવીર છે જે બાબા નાં ડાયરેક્શન પર ચાલે છે. બાપ સમજાવે છે કે બાળકો, પોતાને આત્મા સમજો, ભાઈ-ભાઈ ને જુઓ. બાપ પોતાને ભાઈઓનાં બાપ સમજે છે અને ભાઈઓ ને જ જુએ છે. બધાને તો નહીં જોશે. આ તો જ્ઞાન છે કે શરીર વગર તો કોઈ સાંભળી ન શકે, બોલી ન શકે. તમે તો જાણો છો ને કે હું પણ અહીં શરીર માં આવ્યો છું. મેં આ શરીર લોન લીધું છે. શરીર તો બધાને છે, શરીર ની સાથે જ આત્મા અહીં ભણી રહ્યો છે. તો હવે આત્માઓએ સમજવું જોઈએ કે બાબા અમને ભણાવી રહ્યાં છે. બાબા ની બેઠક ક્યાં છે? અકાળ તખ્ત પર. બાબાએ સમજાવ્યું છે કે દરેક આત્મા અકાળમૂર્ત છે, એ ક્યારેય વિનાશ નથી થતો, ક્યારેય પણ બળતો, કપાતો, ડૂબતો નથી. નાનો-મોટો નથી થતો. શરીર નાનું-મોટું થાય છે. તો દુનિયામાં જે પણ મનુષ્ય માત્ર છે, તેમાં જે આત્માઓ છે તેમનું તખ્ત આ ભ્રકુટી છે. શરીર ભિન્ન-ભિન્ન છે. કોઈનું અકાળ તખ્ત પુરુષ નું, કોઈનું સ્ત્રી નું, કોઈનું બાળક નું. તો જ્યારે પણ કોઈની સાથે વાત કરો તો એ જ સમજો કે આપણે આત્મા છીએ, પોતાનાં ભાઈ સાથે વાત કરીએ છીએ. બાપ નો સંદેશ આપીએ છીએ કે શિવબાબા ને યાદ કરો તો આ જે જંક (કાટ) લાગેલી છે તે નીકળી જશે. જેમ સોના માં એલોય (ખાદ) પડે છે તો વેલ્યુ ઓછી થાય છે તો તમારી પણ વેલ્યુ ઓછી થઈ ગઈ છે. હમણાં બિલકુલ જ વેલ્યુલેસ (મૂલ્યહીન) થઈ ગયા છો. આને દેવાળું પણ કહેવાય છે. ભારત કેટલું ધનવાન હતું, હવે કર્જો ઉઠાવતા રહે છે. વિનાશ માં તો બધાનાં પૈસા ખતમ થઈ જશે. દેવા વાળા, લેવા વાળા બધા ખતમ થઈ જશે બાકી જે અવિનાશી જ્ઞાન રત્ન લેવા વાળા છે તે ફરી આવીને પોતાનું ભાગ્ય લેશે. અચ્છા!

મીઠાં-મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ ને ફોલો કરી બાબા સમાન સર્વિસેબલ બનવાનું છે. પોતાને પોતે જ પારખવાના છે કે હું ઊંચા માં ઊંચી પરીક્ષા પાસ કરીને ઊંચ પદ મેળવવા ને લાયક છું?

2. બાબા નાં ડાયરેક્શન પર ચાલીને મહાવીર બનવાનું છે, જેમ બાબા આત્માઓ ને જુએ છે, આત્માઓ ને ભણાવે છે, એમ આત્મા ભાઈ-ભાઈ ને જોઈને વાત કરવાની છે.

વરદાન :-
શ્રેષ્ઠતા નાં આધાર પર સમીપતા દ્વારા કલ્પ ની શ્રેષ્ઠ પ્રારબ્ધ બનાવવા વાળા વિશેષ પાર્ટધારી ભવ

આ મરજીવા જીવન માં શ્રેષ્ઠતા નો આધાર બે વાતો છે - ૧. સદા પરોપકારી રહેવું. ૨. બાળ બ્રહ્મચારી રહેવું. જે બાળકો આ બંને વાતો માં આદિ થી અંત સુધી અખંડ રહે છે, કોઈપણ પ્રકાર ની પવિત્રતા અર્થાત્ સ્વચ્છતા વારંવાર ખંડિત નથી થઈ તથા વિશ્વ પ્રત્યે અને બ્રાહ્મણ પરિવાર પ્રત્યે જે સદા ઉપકારી છે એવાં વિશેષ પાર્ટધારી બાપદાદા ની સદા સમીપ રહે છે અને એમની પ્રારબ્ધ આખાં કલ્પ માટે શ્રેષ્ઠ બની જાય છે.

સ્લોગન :-
સંકલ્પ વ્યર્થ છે તો બીજા બધા ખજાના પણ વ્યર્થ થઈ જાય છે.

અવ્યક્તિ ઈશારા - હવે સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો

કર્માતીત સ્થિતિ નો અનુભવ કરવા માટે જ્ઞાન સાંભળતા, સંભળાવતા ની સાથે હવે બ્રહ્મા બાપ સમાન ન્યારા અશરીરી બનવાના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપો. જેવી રીતે બ્રહ્મા બાપે સાકાર જીવન માં કર્માતીત બનતા પહેલાં ન્યારા અને પ્યારા રહેવાનાં અભ્યાસ નો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો. સેવા ને અથવા કોઈ કર્મ ને છોડ્યાં નથી પરંતુ ન્યારા બની અંતિમ દિવસે પણ બાળકો ની સેવા સમાપ્ત કરી, એવી રીતે ફોલો ફાધર કરો.