09-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ગરીબ નિવાઝ બાપ તમને કોડી થી હીરા જેવાં બનાવવા આવ્યાં છે તો તમે સદા એમની શ્રીમત પર ચાલો”

પ્રશ્ન :-
પહેલાં-પહેલાં તમારે બધાને કયું એક ગુહ્ય રહસ્ય સમજાવવું જોઈએ?

ઉત્તર :-
“બાપ-દાદા” નું. તમે જાણો છો અહીં આપણે બાપદાદા ની પાસે આવ્યાં છીએ. આ બંને સાથે છે. શિવ નો આત્મા પણ આમનામાં છે, બ્રહ્મા નો આત્મા પણ છે. એક આત્મા છે, બીજો પરમ આત્મા. તો પહેલાં-પહેલાં આ ગુહ્ય રહસ્ય બધાને સમજાવો કે આ બાપદાદા સાથે છે. આ (દાદા) ભગવાન નથી. મનુષ્ય ભગવાન હોતાં નથી. ભગવાન કહેવાય છે નિરાકાર ને. એ બાપ છે શાંતિધામ માં રહેવા વાળા.

ગીત :-
આખિર વાહ દિન આયા આજ…

ઓમ શાંતિ!
બાપ, દાદા દ્વારા અર્થાત્ શિવબાબા બ્રહ્મા દાદા દ્વારા સમજાવે છે, આ પાક્કું કરી લો. લૌકિક સંબંધ માં બાપ અલગ, દાદા અલગ હોય છે. બાપ પાસે થી દાદા નો વારસો મળે છે. કહે છે દાદા નો વારસો લઈએ છીએ. એ છે ગરીબ નિવાઝ. ગરીબ નિવાઝ એમને કહેવાય છે જે આવીને ગરીબ ને સિરતાજ (તાજધારી) બનાવે. તો પહેલાં-પહેલાં પાક્કો નિશ્ચય હોવો જોઈએ કે આ કોણ છે? દેખાય તો સાકાર મનુષ્ય છે, આમને આ બધા બ્રહ્મા કહે છે. તમે બધા બ્રહ્માકુમાર-કુમારીઓ છો. જાણો છો આપણને વારસો શિવબાબા પાસે થી મળે છે. જે સર્વ નાં બાપ આવ્યાં છે વારસો આપવા માટે. બાપ વારસો આપે છે સુખ નો. પછી અડધાકલ્પ પછી રાવણ દુઃખ નો શ્રાપ આપે છે. ભક્તિમાર્ગ માં ભગવાન ને શોધવા માટે ધક્કા ખાય છે. કોઈને પણ મળતા નથી. ભારતવાસી ગાય છે તુમ માત-પિતા… પછી કહે છે તમે જ્યારે આવશો તો અમારા એક જ આપ હશો, બીજું ન કોઈ. બીજા કોઈની સાથે અમે મમત્વ નહીં રાખીશું. અમારા તો એક શિવ બાબા. તમે જાણો છો આ બાપ છે ગરીબ નિવાઝ. ગરીબ ને સાહૂકાર બનાવવા વાળા, કોડી ને હીરાતુલ્ય બનાવે છે અર્થાત્ કળિયુગી પતિત કંગાળ થી સતયુગી સિરતાજ બનાવવા માટે બાપ આવ્યાં છે. આપ બાળકો જાણો છો અહીં આપણે બાપદાદા ની પાસે આવ્યાં છીએ. આ બંને સાથે છે. શિવ નો આત્મા પણ આમાં છે, બ્રહ્મા નો આત્મા પણ છે, બે થયાં ને? એક આત્મા છે, બીજા પરમ આત્મા. તમે બધા છો આત્માઓ. ગવાય છે આત્માયે પરમાત્મા અલગ રહે બહુકાલ… પહેલાં નંબર માં મળવા વાળા છો આપ આત્માઓ અર્થાત્ જે આત્માઓ છે તે પરમાત્મા બાપ ને મળે છે, જેમનાં માટે જ પોકારે છે ઓ ગોડ ફાધર. તમે એમનાં બાળકો થયાં. ફાધર પાસે થી જરુર વારસો મળે છે. બાપ કહે છે ભારત જે સિરતાજ હતું તે હમણાં કેટલું કંગાળ બન્યું છે. હવે હું ફરી આપ બાળકો ને સિરતાજ બનાવવાં આવ્યો છું. તમે ડબલ સિરતાજ બનો છો. એક તાજ હોય છે પવિત્રતા નો, તેમાં લાઈટ આપો છો. બીજો છે રત્નજડિત તાજ. તો પહેલાં-પહેલાં આ ગુહ્ય રહસ્ય બધાને સમજાવવાનું છે કે આ બાપદાદા સાથે છે. આ ભગવાન નથી. મનુષ્ય ભગવાન હોતાં નથી. ભગવાન કહેવાય છે નિરાકાર ને. એ બાપ છે શાંતિધામ માં રહેવા વાળા. જ્યાં તમે સર્વ આત્માઓ રહો છો, જેને નિર્વાણધામ અથવા વાનપ્રસ્થ કહેવાય છે પછી આપ આત્માઓએ શરીર ધારણ કરી અહીં પાર્ટ ભજવવાનો હોય છે. અડધોકલ્પ સુખ નો પાર્ટ, અડધોકલ્પ છે દુઃખ નો. જ્યારે દુઃખ નો અંત થાય છે ત્યારે બાપ કહે છે હું આવું છું. આ ડ્રામા બનેલો છે. આપ બાળકો અહીં આવો છો ભઠ્ઠી માં. અહીં બીજું કાંઈ બહાર નું યાદ ન આવવું જોઈએ. અહીં છે જ માતા-પિતા અને બાળકો અને અહીં શૂદ્ર સંપ્રદાય નથી. જે બ્રાહ્મણ નથી તેમને શૂદ્ર કહેવાય છે. તેમનો સંગ તો અહીં છે જ નહીં. અહીંયા છે જ બ્રાહ્મણો નો સંગ. બ્રાહ્મણ બાળકો જાણે છે કે શિવબાબા બ્રહ્મા દ્વારા આપણને નર્ક થી સ્વર્ગ ની રાજધાની નાં માલિક બનાવવા આવ્યાં છે. હમણાં આપણે માલિક નથી કારણકે આપણે પતિત છીએ. આપણે પાવન હતાંં પછી ૮૪ નું ચક્ર લગાવી સતો-રજો-તમો માં આવ્યાં છીએ. સીડી માં ૮૪ જન્મો નો હિસાબ લખેલો છે. બાપ બાળકો ને સમજાવે છે. જે બાળકો ને પહેલાં-પહેલાં મળે છે પછી તેમણે જ પહેલાં-પહેલાં સતયુગ માં આવવાનું છે. તમે ૮૪ જન્મ લીધાં છે. રચયિતા અને રચના નું પૂરું જ્ઞાન એક બાપ ની પાસે જ છે. એ જ મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે. જરુર બીજ માં જ નોલેજ હશે કે આ ઝાડ ની કેવી રીતે ઉત્પત્તિ, પાલના અને વિનાશ થાય છે. આ તો બાપ જ સમજાવે છે. તમે હવે જાણો છો આપણે ભારતવાસી ગરીબ છીએ. જ્યારે દેવી-દેવતા હતાં તો કેટલાં સાહૂકાર હતાં. હીરાઓ થી રમતા હતાં. હીરા નાં મહેલો માં રહેતાં હતાં. હમણાં બાપ સ્મૃતિ અપાવે છે કે તમે કેવી રીતે ૮૪ જન્મ લો છો. બોલાવે પણ છે - હે પતિત-પાવન, ગરીબ-નિવાઝ બાબા, આવો. અમને ગરીબો ને સ્વર્ગ નાં માલિક ફરી થી બનાવો. સ્વર્ગ માં સુખ ઘનેરા (ભરપૂર) હતાં, હવે દુઃખ ઘનેરા છે. બાળકો જાણે છે આ સમયે બધા પૂરાં પતિત બની ગયા છે. હવે કળિયુગ નો અંત છે પછી સતયુગ જોઈએ. પહેલાં ભારત માં એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, હવે તે પ્રાય:લોપ થઈ ગયો છે અને બધા પોતાને હિન્દુ કહે છે. આ સમયે ક્રિશ્ચન ઘણાં થઈ ગયા છે કારણકે હિન્દુ ધર્મ વાળા ઘણાં કન્વર્ટ (પરિવર્તન) થઈ ગયા છે. આપ દેવી-દેવતાઓ નાં અસલી કર્મ શ્રેષ્ઠ હતાં. તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ વાળા હતાં. હવે રાવણ રાજ્ય માં પતિત પ્રવૃત્તિ માર્ગવાળા બની ગયા છો, એટલે દુઃખી છો. સતયુગ ને કહેવાય છે શિવાલય. શિવબાબા નું સ્થાપન કરેલું સ્વર્ગ. બાપ કહે છે હું આવીને આપ બાળકો ને શૂદ્ર થી બ્રાહ્મણ બનાવી તમને સૂર્યવંશી, ચંદ્રવંશી રાજધાની નો વારસો આપું છું. આ બાપદાદા છે, આમને ભૂલો નહીં. શિવબાબા બ્રહ્મા દ્વારા આપણને સ્વર્ગ ને લાયક બનાવી રહ્યાં છે કારણકે પતિત આત્મા તો મુક્તિધામ માં જઈ ન શકે, જ્યાં સુધી પાવન ન બને. હવે બાપ કહે છે હું આવીને તમને પાવન બનવાનો રસ્તો બતાવું છું. હું તમને પદમપતિ સ્વર્ગ નાં માલિક બનાવીને ગયો હતો, બરોબર તમને સ્મૃતિ આવી છે કે આપણે સ્વર્ગ નાં માલિક હતાંં. તે સમયે આપણે ખૂબ થોડા હતાં. હમણાં તો કેટલાં બધા મનુષ્ય છે. સતયુગ માં ૯ લાખ હોય છે, તો બાપ કહે છે હું આવીને બ્રહ્મા દ્વારા સ્વર્ગ ની સ્થાપના, શંકર દ્વારા વિનાશ કરાવી આપું છું. તૈયારી બધી કરી રહ્યાં છે, કલ્પ પહેલાં ની જેમ. કેટલાં બોમ્બ્સ બનાવે છે. ૫ હજાર વર્ષ પહેલાંં પણ આ મહાભારત લડાઈ લાગી હતી. ભગવાને આવીને રાજયોગ શીખવાડી મનુષ્ય ને નર થી નારાયણ બનાવ્યાં હતાં. તો જરુર કળિયુગી જૂની દુનિયા નો વિનાશ થવો જોઈએ. આખાં ભંભોર ને આગ લાગશે. નહીં તો વિનાશ કેવી રીતે થાય? આજકાલ બોમ્બ્સ માં આગ પણ ભરે છે. મુશળધાર વરસાદ, અર્થક્વેક્સ (ધરતીકંપ) વગેરે બધું થશે ત્યારે તો વિનાશ થશે. જૂની દુનિયા નો વિનાશ, નવી દુનિયા ની સ્થાપના થાય છે. આ છે સંગમયુગ. રાવણ રાજ્ય મુર્દાબાદ થઈ રામરાજ્ય જિંદાબાદ થાય છે. નવી દુનિયા માં શ્રીકૃષ્ણ નું રાજ્ય હતું. લક્ષ્મી-નારાયણ નાં બદલે શ્રીકૃષ્ણ નું નામ લઈ લે છે કારણકે શ્રીકૃષ્ણ છે સુંદર, સૌથી પ્રિય બાળક. મનુષ્યો ને તો ખબર નથી ને? શ્રીકૃષ્ણ અલગ રાજધાની નાં, રાધા અલગ રાજધાની ની હતી. ભારત સિરતાજ હતું. હમણા કંગાળ છે, ફરી બાપ આવીને સિરતાજ બનાવે છે. હવે બાપ કહે છે પવિત્ર બનો અને મામેકમ્ યાદ કરો તો તમે સતોપ્રધાન બની જશો. પછી જે સર્વિસ કરી આપ સમાન બનાવશે, તે ઊંચ પદ મેળવશે, ડબલ સિરતાજ બનશે. સતયુગ માં રાજા-રાણી અને પ્રજા બધા પવિત્ર રહે છે. હમણાં તો છે જ પ્રજા નું રાજ્ય. બંને તાજ નથી. બાપ કહે છે જ્યારે આવી હાલત થાય છે ત્યારે હું આવું છું. હમણાં હું આપ બાળકો ને રાજયોગ શીખવાડી રહ્યો છું. હું જ પતિત-પાવન છું. હવે તમે મને યાદ કરો તો તમારા આત્મા માંથી ખાદ નીકળી જાય. પછી સતોપ્રધાન બની જશો. હવે શ્યામ થી સુંદર બનવાનું છે. સોના માં ખાદ પડવાથી કાળું થઈ જાય છે તો હવે ખાદ ને કાઢવાની છે. બેહદ નાં બાપ કહે છે તમે કામ-ચિતા પર બેસી કાળા બની ગયા છો, હવે જ્ઞાન-ચિતા પર બેસો અને બધા માંથી મમત્વ ખતમ કરી દો. તમે આશિક છો મુજ એક માશૂક નાં. ભગત બધા ભગવાન ને યાદ કરે છે. સતયુગ-ત્રેતા માં ભક્તિ હોતી નથી. ત્યાં તો છે જ્ઞાન ની પ્રારબ્ધ. બાપ આવીને જ્ઞાન થી રાત ને દિવસ બનાવે છે. એવું નથી કે શાસ્ત્ર વાંચવાથી દિવસ થઈ જશે. તે છે ભક્તિ ની સામગ્રી. જ્ઞાન સાગર પતિત-પાવન એક જ બાપ છે, એ આવીને સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન બાળકો ને સમજાવે છે અને યોગ શીખવાડે છે. ઈશ્વર ની સાથે યોગ લગાવવા વાળા યોગ-યોગેશ્વર અને પછી બને છે રાજ-રાજેશ્વર, રાજ-રાજેશ્વરી. તમે ઈશ્વર દ્વારા રાજાઓ નાં રાજા બનો છો. જે પાવન રાજાઓ હતાં પછી એ જ પતિત બને છે. જાતે જ પૂજ્ય પછી જાતે જ પુજારી બની જાય છે. હવે જેટલું બની શકે યાદ ની યાત્રા માં રહેવાનું છે. જેમ આશિક માશૂક ને યાદ કરે છે ને? જેમ કન્યા ની સગાઈ થવાથી પછી એક-બીજા ને યાદ કરતા રહે છે. હમણાં આ જે માશૂક છે, એમનાં તો ઘણાં આશિક છે ભક્તિમાર્ગ માં. બધા દુઃખ માં બાપ ને યાદ કરે છે - હે ભગવાન દુઃખ હરો, સુખ આપો. અહીં તો નથી શાંતિ, નથી સુખ. સતયુગ માં બંને છે.

હમણાં તમે જાણો છો આપણે આત્માઓ કેવી રીતે ૮૪ નો પાર્ટ ભજવીએ છીએ. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બનીએ છીએ. ૮૪ ની સીડી બુદ્ધિ માં છે ને? હવે જેટલું બની શકે બાપ ને યાદ કરવાના છે તો પાપ કપાઈ જાય. કર્મ કરતા પણ બુદ્ધિ માં બાપ ની યાદ રહે. બાબા પાસે થી આપણે સ્વર્ગ નો વારસો લઈ રહ્યાં છીએ. બાપ અને વારસા ને યાદ કરવાના છે. યાદ થી જ પાપ કપાતા જશે. જેટલું યાદ કરશો તો પવિત્રતા ની લાઈટ આવતી જશે. ખાદ નીકળતી જશે. બાળકો એ જેટલું બની શકે સમય કાઢી યાદ નો ઉપાય કરવાનો છે. સવારે-સવારે સમય સારો મળે છે. આ પુરુષાર્થ કરવાનો છે. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો, બાળકો ની સંભાળ વગેરે કરો પરંતુ આ અંતિમ જન્મ પવિત્ર બનો. કામ-ચિતા પર નહીં ચઢો. હમણાં તમે જ્ઞાન-ચિતા પર બેઠાં છો. આ ભણતર ખૂબ ઊંચું છે, આમાં સોના નું વાસણ જોઈએ. તમે બાપ ને યાદ કરવા થી સોના નું વાસણ બનો છો. યાદ ભૂલવાથી પછી લોખંડ નું વાસણ બની જાઓ છો. બાપ ને યાદ કરવાથી સ્વર્ગ નાં માલિક બનશો. આ તો ખૂબ સહજ છે. આમાં પવિત્રતા મુખ્ય છે. યાદ થી જ પવિત્ર બનશો અને સૃષ્ટિ ચક્ર ને યાદ કરવાથી સ્વર્ગ નાં માલિક બનશો. તમારે ઘરબાર છોડવાનું નથી. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. બાપ કહે છે ૬૩ જન્મ તમે પતિત દુનિયા માં રહ્યાં છો. હવે શિવાલય અમરલોક માં ચાલવા માટે તમે આ એક જન્મ પવિત્ર રહ્યાં તો શું થયું? ખૂબ કમાણી થઈ જશે. ૫ વિકારો પર જીત મેળવવાની છે ત્યારે જ જગતજીત બનશો. નહીં તો પદ મેળવી નહીં શકશો. બાપ કહે છે મરવાનું તો બધાએ છે. આ અંતિમ જન્મ છે પછી તમે જઈ નવી દુનિયા માં રાજ્ય કરશો. હીરા-ઝવેરાત ની ખાણો ભરપૂર થઈ જશે. ત્યાં તમે હીરા-ઝવેરાતો થી રમતા રહેશો. તો એવાં બાપ નાં બનીને એમની મત પર પણ ચાલવું જોઈએ ને? શ્રીમત થી જ તમે શ્રેષ્ઠ બનશો. રાવણ ની મત થી તમે ભ્રષ્ટાચારી બન્યાં છો. હવે બાપ ની શ્રીમત પર ચાલી તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાપ ને યાદ કરવાના છે બીજી કોઈ તકલીફ બાપ નથી આપતાં. ભક્તિમાર્ગ માં તો તમે ઘણાં ધક્કા ખાધાં છે. હવે ફક્ત બાપ ને યાદ કરો અને સૃષ્ટિ ચક્ર ને યાદ કરો. સ્વદર્શન ચક્રધારી બનો તો તમે ૨૧ જન્મો માટે ચક્રવર્તી રાજા બની જશો. અનેક વખત તમે રાજ્ય લીધું છે અને ગુમાવ્યું છે. અડધોકલ્પ છે સુખ, અડધોકલ્પ છે દુઃખ. બાપ કહે છે - હું કલ્પ-કલ્પ સંગમ પર આવું છું. તમને સુખધામ નાં માલિક બનાવું છું. હમણાં તમને સ્મૃતિ આવી છે, અમે કેવી રીતે ચક્ર લગાવીએ છીએ. આ ચક્ર બુદ્ધિ માં રાખવાનું છે. બાપ છે જ્ઞાન નાં સાગર. તમે અહીંયા બેહદ નાં બાપ ની સામે બેઠાં છો. ઊંચા માં ઊંચા ભગવાન પ્રજાપિતા બ્રહ્મા દ્વારા તમને વારસો આપે છે. તો હવે વિનાશ થયા પહેલાં બાપ ને યાદ કરો, પવિત્ર બનો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. નિરંતર બાપ ની યાદ માં રહેવા માટે બુદ્ધિ ને સોના નું વાસણ બનાવવાનું છે. કર્મ કરતા પણ બાપ ની યાદ રહે, યાદ થી જ પવિત્રતા ની લાઈટ આવશે.

2. મોરલી ક્યારેય મિસ નથી કરવાની. ડ્રામા નાં રહસ્ય ને યથાર્થ સમજવાનાં છે. ભઠ્ઠી માં કાંઈ પણ બહાર નું યાદ ન આવે.

વરદાન :-
પરસ્પર એક - બીજા ની વિશેષતા જોવા અને વર્ણન કરવાવાળા શ્રેષ્ઠતા સંપન્ન હોલીહંસ ભવ

સંગમયુગ પર દરેક બાળકો ને નોલેજ દ્વારા કોઈ ન કોઈ વિશેષ ગુણ અવશ્ય પ્રાપ્ત છે, એટલે હોલીહંસ બની દરેક ની વિશેષતા ને જુઓ અને વર્ણન કરો. જે સમયે કોઈની કમજોરી જુઓ કે સાંભળો છો તો સમજવું જોઈએ કે આ કમજોરી આમની નથી, મારી છે કારણકે આપણે બધા એક જ બાપ નાં, એક જ પરિવાર નાં, એક જ માળા નાં મણકા છીએ. જેવી રીતે પોતાની કમજોરી ને પ્રસિદ્ધ નથી કરવા ઈચ્છતા એવી રીતે બીજા ની કમજોરી નું પણ વર્ણન ન કરો. હોલીહંસ એટલે વિશેષતાઓ ને ગ્રહણ કરવી અને કમજોરીઓ ને ખતમ કરવી.

સ્લોગન :-
સમય ને બચાવવા વાળા તીવ્ર પુરુષાર્થી જ સદા વિજયી છે.

આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

જેવી રીતે મણકા ની વિશેષતા હોય છે - એક જેવા મણકા માળા નાં એક જ દોરા માં પરોવાય છે. એવી રીતે તમે બધા વૈજયન્તી માળા નાં મણકા પણ જ્યારે એકમત, એક ની જ લગન માં એકરસ સ્થિતિ વાળા એક દેખાશો ત્યારે જ માળા માં પરોવાશો. જો પરસ્પર બે મત થાય છે તો તે બીજી અર્થાત્ ૧૬૦૦૦ ની માળા નાં દાણા બની જાય છે.