09-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જેમ બાપ નો પાર્ટ છે સર્વ નું કલ્યાણ કરવાનો , એમ બાપ સમાન કલ્યાણકારી બનો , પોતાનું અને સર્વ નું કલ્યાણ કરો”

પ્રશ્ન :-
બાળકો ની કઈ એક વિશેષતા ને જોઈ બાપદાદા ખૂબ ખુશ થાય છે?

ઉત્તર :-
ગરીબ બાળકો બાબા નાં યજ્ઞ માં ૮ આના, એક રુપિયો મોકલી દે છે. કહે છે બાબા આની બદલે અમને મહેલ આપજો. બાબા કહે - બાળકો, આ એક રુપિયો પણ શિવબાબા નાં ખજાના માં જમા થઈ ગયો. તમને ૨૧ જન્મો માટે મહેલ મળી જશે. સુદામા નું દૃષ્ટાંત છે ને? કોડી ખર્ચ્યા વગર આપ બાળકો ને વિશ્વ ની બાદશાહી મળી જાય છે. બાબા ગરીબ બાળકો ની આ વિશેષતા પર ખૂબ ખુશ થાય છે.

ગીત :-
તુમ્હેં પાકે હમને…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકો સમજે છે કે બાબા પાસે થી હમણાં બેહદ નો વારસો લઈ રહ્યાં છીએ. બાળકો કહે છે કે બાબા તમારી શ્રીમત અનુસાર અમે તમારી પાસે થી ફરી થી બેહદ નો વારસો મેળવી રહ્યાં છીએ. નવી વાત નથી. બાળકો ને નોલેજ મળી છે. જાણે છે સુખધામ નો વારસો આપણે કલ્પ-કલ્પ મેળવતા રહીએ છીએ. કલ્પ-કલ્પ ૮૪ જન્મ તો લેવા પડે છે. બરોબર આપણે બેહદ નાં બાપ દ્વારા ૨૧ જન્મો નો વારસો મેળવીએ છીએ પછી ધીરે-ધીરે ગુમાવીએ છીએ. બાપે સમજાવ્યું છે આ અનાદિ પૂર્વ નિર્ધારિત ખેલ છે. આપ બાળકો ને ખાતરી થતી જાય છે. આ પણ જાણો છો ડ્રામા માં સુખ ખૂબ છે. પાછળ થી આવીને રાવણ દ્વારા દુઃખ મેળવો છો. હમણાં તમે હજી થોડા છો, આગળ ચાલીને ખૂબ વૃદ્ધિ થતી જશે. મનુષ્ય થી દેવતા બને છે. જરુર દિલ માં સમજશે અમે કલ્પ-કલ્પ બાપ પાસે થી વારસો મેળવીએ છીએ. જે જે આવીને નોલેજ લેશે તે સમજશે હમણાં જ્ઞાનસાગર બાપ દ્વારા સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ મેળવી છે. બાપ જ જ્ઞાન નાં સાગર, પતિતો ને પાવન બનાવવા વાળા છે અર્થાત્ મુક્તિ-જીવનમુક્તિ માં લઈ જવા વાળા છે. આ પણ તમે હમણાં જાણો છો. ગુરુ તો અનેકે કર્યા છે ને? છેલ્લે ગુરુઓ ને પણ છોડી, આવીને નોલેજ લેશે. તમને પણ હમણાં આ નોલેજ મળી છે. જાણો છો આનાં પહેલાં અજ્ઞાની હતાં. સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે? શિવબાબા, બ્રહ્મા, વિષ્ણુ, શંકર કોણ છે? આ કાંઈ પણ જાણતા નહોતાં. હવે ખબર પડી છે આપણે વિશ્વ નાં માલિક હતાં તો તમારી બુદ્ધિ માં ખૂબ સારો નશો ચઢેલો રહેવો જોઈએ. બાપ ને અને સૃષ્ટિ ચક્ર ને યાદ કરતા રહેવું જોઈએ. અલ્ફ અને બે. બાપ સમજાવે છે આનાં પહેલાં તમે કાંઈ નહોતાં જાણતાં. ન બાપ ને, ન તેમની રચના ને જાણતા હતાં. આખી સૃષ્ટિ નાં મનુષ્ય માત્ર નથી બાપ ને, નથી રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણતાં. હમણાં તમે શૂદ્ર થી બ્રાહ્મણ બન્યાં છો. બાપ બધા બાળકો સાથે વાત કરી રહ્યાં છે. કેટલાં બધા બાળકો છે. સેવાકેન્દ્રો કેટલાં છે. હજી તો સેવાકેન્દ્રો ખુલશે. તો બાપ સમજાવે છે પહેલાં તમે કાંઈ નહોતાં જાણતાં. હવે નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણી ચૂક્યાં છો. આ પણ જાણો છો હમણાં આપણે બાપ દ્વારા પતિત થી પાવન બની રહ્યાં છીએ. બીજા તો પોકારતા રહે છે, તમે છો ગુપ્ત. બ્રહ્માકુમાર-કુમારી કહે છે પરંતુ સમજતા નથી કે આમને ભણાવવા વાળા કોણ છે? શાસ્ત્રો માં ક્યાંય લખેલું નથી. એ જ ગીતા નાં ભગવાન શિવે આવીને બાળકો ને રાજયોગ શીખવાડયો છે. આ તમારી બુદ્ધિ માં આવે છે ને? ગીતા પણ તમે વાંચી હશે. આ પણ હમણાં સમજો છો - જ્ઞાન માર્ગ બિલકુલ અલગ છે. વિદુત મંડળી થી જે શાસ્ત્ર વગેરે વાંચીને પદવી લે છે તે બધા ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર છે. આ નોલેજ તેમનામાં નથી. આ તો બાપ જ આવીને રચના નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ આપે છે. આ તો બાપે આવીને તમારી બુદ્ધિ નું તાળું ખોલ્યું છે.

તમે જાણો છો પહેલાં આપણે શું હતાં, હવે શું બન્યાં છીએ! બુદ્ધિ માં આખું ચક્ર આવી ગયું છે. શરુઆત માં થોડી સમજતા હતાં? દિવસે-દિવસે જ્ઞાન નું ત્રીજું નેત્ર સારી રીતે ખુલતું જાય છે. આ પણ કોઈને ખબર નથી કે ભગવાન ક્યારે આવ્યાં, એ કોણ હતાં - જેમણે આવીને ગીતા નું જ્ઞાન સંભળાવ્યું. આપ બાળકો હવે જાણી ગયા છો. બુદ્ધિ માં આખાં ચક્ર નું જ્ઞાન છે. ક્યાર થી આપણે હાર ખાઈએ છીએ અને કેવી રીતે વામમાર્ગ માં જઈએ છીએ, કેવી રીતે સીડી ઉતરીએ છીએ! આ ચિત્ર માં કેટલું સહજ સમજાવેલું છે. ૮૪ જન્મો ની સીડી છે. કેવી રીતે ઉતરીએ છીએ પછી ચઢીએ છીએ! પતિત-પાવન કોણ છે? પતિત કોણે બનાવ્યાં? આ તમે હમણાં જાણો છો તે તો ફક્ત ગાતા રહે છે - પતિત-પાવન. આ થોડી સમજે છે કે રાવણ રાજ્ય ક્યાર થી શરુ થાય છે? પતિત ક્યાર થી બન્યાં? આ નોલેજ છે જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળાઓ માટે. બાપ કહે છે મેં જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી હતી. આ વિશ્વ ની હિસ્ટ્રી-જોગ્રોફી બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. તમારા માટે જાણે કહાણી છે. કેવી રીતે રાજ્ય મેળવ્યું, કેવી રીતે ગુમાવીએ છીએ. તે આપણે હિસ્ટ્રી-જોગ્રોફી ભણીએ છીએ. આ છે બેહદ ની વાત. આપણે ૮૪ નું ચક્ર કેવી રીતે લગાવીએ છીએ, આપણે વિશ્વ નાં માલિક હતાં પછી રાવણે રાજ્ય છીનવ્યું, આ નોલેજ બાપે આપી છે. મનુષ્ય દશેરા વગેરે તહેવાર મનાવે છે પરંતુ કાંઈ પણ નોલેજ નથી. જેમ તમને આ નોલેજ નહોતી, હમણાં નોલેજ મળી રહી છે તો તમે ખુશી માં રહો છો. નોલેજ ખુશી આપે છે. બેહદ ની નોલેજ બુદ્ધિ માં છે. બાપ તમારી ઝોલી ભરી રહ્યાં છે. કહે છે ને - ઝોલી ભરી દો. કોને કહે છે? સાધુ-સંત વગેરે ને નથી કહેતાં. ભોળાનાથ શિવ ને કહે છે, એમની પાસે જ ભીખ માંગે છે. તમારો તો હવે ખુશી નો પારાવાર નથી. તમને ખૂબ ખુશી હોવી જોઈએ. બુદ્ધિ માં કેટલી નોલેજ આવી ગઈ છે. બેહદ બાપ પાસે થી બેહદ નો વારસો મળે છે. તો હવે પોતાનું અને બીજાઓ નું પણ કલ્યાણ કરવાનું છે. બધાનું કલ્યાણ કરવાનું છે. પહેલાં તો એક-બીજા નું અકલ્યાણ જ કરતા હતાં કારણકે આસુરી મત હતી. હમણાં તમે શ્રીમત પર છો તો પોતાનું પણ કલ્યાણ કરવાનું છે.

તમને મન થાય છે આ બેહદ નું ભણતર બધા ભણે, સેવાકેન્દ્ર ખુલતા જાય. કહે છે બાબા પ્રદર્શન આપો, પ્રોજેક્ટર આપો અમે સેવાકેન્દ્ર ખોલીએ. અમને જે નોલેજ મળી છે, જેનાથી બેહદ ની ખુશી નો પારો ચઢેલો છે તે બીજાઓ ને પણ અનુભવ કરાવીએ. ડ્રામા અનુસાર આ પણ પુરુષાર્થ ચાલતો રહે છે. બાપ આવ્યાં છે ભારત ને ફરી થી સ્વર્ગ બનાવવાં. તમે જાણો છો આપણે પહેલાં નર્કવાસી હતાં, હવે સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. આ ચક્ર તમારી બુદ્ધિ માં સદૈવ ફરતું રહેવું જોઈએ, જેનાથી સદૈવ તમે ખુશી માં રહો. બીજાઓ ને સમજાવવાનો પણ નશો રહે. આપણે બાપ પાસે થી નોલેજ લઈ રહ્યાં છીએ. તમારા બીજા બહેન-ભાઈ જે નથી જાણતા એમને પણ રસ્તો બતાવવો તમારો ધર્મ છે. જેમ બાપ નો પાર્ટ છે બધાનું કલ્યાણ કરવાનો તેમ આપણો પણ પાર્ટ છે બધાનાં કલ્યાણકારી બનીએ. બાબાએ કલ્યાણકારી બનાવ્યાં છે તો પોતાનું પણ કલ્યાણ કરવાનું છે બીજાઓ નું પણ કરવાનું છે. બાપ કહે છે તમે ફલાણા સેવાકેન્દ્ર પર જાઓ, જઈને સર્વિસ (સેવા) કરો. એક જગ્યાએ બેસી સર્વિસ નથી કરવાની. જેટલાં જે હોંશિયાર છે એટલો તેમને શોખ હોય છે, જઈને અમે સર્વિસ કરીએ. ફલાણું નવું સેવાકેન્દ્ર ખુલ્યું છે, આ તો જાણે છે કોણ-કોણ સેવાધારી છે, કોણ-કોણ આજ્ઞાકારી, વફાદાર, ફરમાનવરદાર છે. અજ્ઞાનકાળ માં પણ કપૂત બાળકો પર બાપ નારાજ થાય છે. આ તો બેહદ નાં બાપ કહે છે હું બિલકુલ સાધારણ રીતે સમજાવું છું, આમાં ડરવાની કોઈ વાત નથી. આ તો જે કરશે તે મેળવશે. શ્રાપ કે નારાજ થવાની વાત નથી. બાપ સમજાવે છે કેમ નહીં સારી સર્વિસ કરી પોતાનું પણ અને બીજાઓ નું પણ કલ્યાણ કરે. જેટલું જે અનેક નું કલ્યાણ કરે છે એટલાં બાબા પણ ખુશ થાય છે. બગીચા માં બાબા જોશે આ ફૂલ કેટલું સારું છે. આ આખો બગીચો છે. બગીચા ને જોવા માટે કહે છે - બાબા અમે સેવાકેન્દ્ર નું ચક્ર લગાવીએ. કેવાં-કેવાં ફૂલ છે! કેવી સર્વિસ કરી રહ્યાં છે! જવાથી ખબર પડે છે. કેવાં ખુશી માં નાચતાં રહે છે. બાબા ને પણ આવીને કહેતાં હતાં બાબા ફલાણા ને અમે આમ સમજાવ્યું. આજે મારા પતિ ને, ભાઈ ને લઈ આવી છું. સમજાવ્યું છે બાબા આવેલા છે, તે કેવી રીતે હીરા જેવું જીવન બનાવે છે. સાંભળે છે તો ઈચ્છે છે અમે પણ જોઈએ. તો બાળકો માં ઉમંગ આવે છે, લઈ આવે છે. વિશ્વ ની હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણવી જોઈએ. તમે જ્જ (નિર્ણય) કરી શકો છો ભારત આખાં વિશ્વ નું માલિક હતું. હવે તો શું હાલત છે. સતયુગ-ત્રેતા માં કેટલું સુખ હતું. હવે ફરી બાબા વિશ્વ નાં માલિક બનાવી રહ્યાં છે. આ પણ જાણો છો દુનિયા માં પાછળ થી ખૂબ હંગામા (તોફાન) થવાના છે. લડાઈ કોઈ બંધ થોડી થાય છે? ક્યાંક ને ક્યાંક લાગતી રહે છે. જ્યાં જુઓ ત્યાં ઝઘડા જ છે. કેટલું ઘમસાણ લાગેલું છે. વિલાયત માં શું-શું થઈ રહ્યું છે! સમજતા નથી કે અમે શું કરી રહ્યાં છીએ. કેટલાં તોફાન લાગતા રહે છે. મનુષ્ય પણ મરતા રહે છે. કેટલી દુઃખ ની દુનિયા છે. આપ બાળકો જાણો છો - આ દુઃખ ની દુનિયા થી બસ હવે ગયાં કે ગયાં. બાબા તો ધીરજ આપી રહ્યાં છે. આ છી-છી દુનિયા છે. થોડા દિવસો માં આપણે વિશ્વ પર શાંતિ થી રાજ્ય કરીશું. આમાં તો ખુશી થવી જોઈએ ને? સેવાકેન્દ્રો ખુલતા રહે છે. હવે જુઓ સેવાકેન્દ્ર ખુલે છે, બાબા લખે છે હવે સારા-સારા બાળકો જાઓ. નામ પણ લખી આપું છું, જે દિલ પર ચઢેલાં હોય છે. અનેક નું કલ્યાણ થાય છે. એવું ઘણાં લખે છે - બાબા અમે તો બાંધેલી છીએ. સારું સેવાકેન્દ્ર ખુલી જાય તો અનેક આવીને વારસો મેળવે. આ પણ જાણો છો કે આ બધું વિનાશ થઈ જવાનું છે તો કેમ નહીં અનેક નાં કલ્યાણ અર્થ કામ માં લગાવી દો. ડ્રામા માં એમનો એવો પાર્ટ છે. દરેક પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યાં છે. તરસ પડે (રહેમ આવે) છે. બીજાઓ ને પણ બંધન મુક્ત કરવાની કાંઈક તો મદદ કરીએ. તે પણ વારસો લઈ લે. બાપ ને કેટલી ચિંતા રહે છે. બધા કામ ચિતા પર બળી ગયા છે. આખું કબ્રિસ્તાન થઈ પડ્યું છે. કહે પણ છે - અલ્લાહ આવીને કબ્રિસ્તાન થી જગાડી સૌને લઈ જાય છે.

તમે હમણાં સમજો છો રાવણે કેવી રીતે હરાવ્યાં છે. પહેલાં થોડી સમજતા હતાં? અમે ઝવેરી લાખોપતિ છીએ, આટલાં બાળકો છે, નશો તો રહે છે ને? હવે સમજે છે અમે પૂરાં પતિત હતાં. ભલે જૂની દુનિયા માં કેટલાં પણ લખપતિ, કરોડપતિ છે પરંતુ આ બધું છે કોડી જેવું. હવે ગયાં કે ગયાં. માયા પણ કેટલી પ્રબળ છે. બાપ કહે છે બાળકો સેવાકેન્દ્ર ખોલો, અનેક નું કલ્યાણ થઈ જશે. ગરીબ જલ્દી જાગે છે, ધનવાન જરા મુશ્કેલ જાગે છે. પોતાની ખુશી માં જ મસ્ત રહે છે. માયાએ એકદમ પોતાનાં વશ માં કરી લીધાં છે. સમજાવવા થી સમજે પણ છે પરંતુ છોડે કેવી રીતે? ડર લાગે છે આમની જેમ બધું છોડવું પડશે. તકદીર માં નથી તો ચાલી નથી શકતાં. જેમ કે છૂટકારો મેળવવો જ મુશ્કેલ છે. એ સમયે વૈરાગ આવે છે - બરોબર છી-છી દુનિયા છે. પછી ત્યાંની ત્યાં રહી. કોટો માં કોઈ નીકળે છે. બોમ્બે માં અનેક આવે છે. કોઈ-કોઈ ને રંગ લાગે છે. સમજે છે ભવિષ્ય માટે થોડું બનાવી લઈએ. કોડી નાં બદલે અમને હીરા મળી જશે. બાપ સમજાવે છે ને - બેગ-બેગેજ બધું ટ્રાન્સફર કરો સ્વર્ગ માં. ત્યાં ૨૧ જન્મો માટે તમને રાજ્ય-ભાગ્ય મળશે. કોઈ-કોઈ એક રુપિયો, ૮ આના પણ મોકલી દે છે. બાપ કહે છે એક રુપિયો પણ તમારો શિવબાબા નાં ખજાના માં જમા થયો. તમને ૨૧ જન્મો માટે મહેલ મળી જશે. સુદામા નું દૃષ્ટાંત છે ને? એવાં-એવાં ને જોઈ બાબા ને ખૂબ ખુશી થાય છે. કોઈ ખર્ચા વગર આપ બાળકો ને વિશ્વ ની બાદશાહી મળે છે. લડાઈ વગેરે કાંઈ પણ નથી. તે તો થોડા ટુકડા માટે પણ કેટલાં લડે છે. તમને ફક્ત કહે છે મનમનાભવ. બસ અહીં બેસવાની જરુર નથી, ચાલતાં-ફરતાં બાપ ને અને વારસા ને યાદ કરો. ખુશી માં રહો. ખાવા-પીવાનું પણ શુદ્ધ રાખવાનું છે. તમે જાણો છો આપણો આત્મા ક્યાં સુધી પવિત્ર બન્યો છે, જે પછી જઈને પ્રિન્સ (રાજકુમાર) નો જન્મ લેશે. આગળ ચાલી દુનિયા ની હાલત બિલકુલ ખરાબ થવાની છે. ખાવા માટે અનાજ નહીં મળશે તો ઘાસ ખાવા લાગશે. પછી એવું થોડી કહેશે માખણ વગર અમે રહી નથી શકતાં? કાંઈ પણ મળશે નહીં. હમણાં પણ કેટલીક જગ્યા પર મનુષ્ય ઘાસ ખાઈને ગુજારો કરી રહ્યાં છે. તમે તો ખૂબ મોજ માં બાબા નાં ઘર માં બેઠાં છો. ઘર માં બાપ પહેલાં બાળકો ને ખવડાવે છે ને? જમાનો ખૂબ ખરાબ છે. અહીં તમે ખૂબ સુખી બેઠાં છો. ફક્ત બાપ ને અને વારસા ને યાદ કરતા રહો. પોતાનું અને સૌનું પણ કલ્યાણ કરવાનું છે. આગળ ચાલી જાતેજ આવશે, તકદીર જાગશે. જાગવાની તો છે ને? બેહદ ની રાજધાની સ્થાપન થવાની છે. દરેક કલ્પ પહેલાં ની જેમ પુરુષાર્થ કરે છે. બાળકોએ તો બહુ જ ખુશી માં રહેવું જોઈએ. બાપદાદા નાં ચિત્ર જોતા જ ખુશી માં રોમાંચ ઉભા થઈ જવા જોઈએ. તે ખુશી નો પારો સ્થાઈ રહેવો જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા અપાર ખુશી માં રહેવા માટે બેહદ ની નોલેજ બુદ્ધિ માં રાખવાની છે. જ્ઞાન-રત્નો થી પોતાની ઝોલી ભરીને પોતાનું અને સર્વ નું કલ્યાણ કરવાનું છે. નોલેજ માં ખૂબ-ખૂબ હોંશિયાર બનવાનું છે.

2. ભવિષ્ય ૨૧ જન્મો નાં રાજ્ય ભાગ્ય નો અધિકાર લેવા માટે પોતાનાં બેગ-બેગેજ બધું ટ્રાન્સફર કરી દેવાનું છે. આ છી-છી દુનિયા થી છૂટકારો મેળવવાની યુક્તિ રચવાની છે.

વરદાન :-
એક બાપ નાં લવ માં લવલીન રહી સદા ચઢતી કળા નો અનુભવ કરવાવાળા સફળતા મૂર્ત ભવ

સેવા માં કે સ્વયં ની ચઢતી કળા માં સફળતા નો મુખ્ય આધાર છે - એક બાપ સાથે અતૂટ પ્રેમ. બાપ સિવાય બીજું કોઈ દેખાય નહીં. સંકલ્પ માં પણ બાબા, બોલ માં પણ બાબા, કર્મ માં પણ બાપ નો સાથ. એવાં લવલીન આત્મા એક શબ્દ પણ બોલે છે તો એમનાં સ્નેહ નાં બોલ બીજા આત્માઓ ને પણ સ્નેહ માં બાંધી દે છે. એવાં લવલીન આત્મા નો એક બાબા શબ્દ જ જાદુ નું કામ કરે છે. તે રુહાની જાદુગર બની જાય છે.

સ્લોગન :-
યોગી તૂ આત્મા તે છે જે અંતર્મુખી બની લાઈટ-માઈટ રુપ માં સ્થિત રહે છે.

આ અવ્યક્ત ઇશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

તમને જે પણ ડ્યુટી મળેલી છે, એમાં સદા એક્યુરેટ રહો, જે ડ્યુટી પર એક્યુરેટ રહે છે તેમને બધા ઈમાનદારી તથા ફેથફુલ ની નજર થી જુએ છે. અહીં પણ જે એક્યુરેટ સેવા પર રહે છે તે જ બાપ નાં ફેથફુલ છે. એક હોય છે બાપ માં પૂરો ફેથ, બીજા હોય છે બાપ ની સાથે સેવા માં પણ ફેથફુલ. તો એવાં ફેથફુલ નિશ્ચયબુદ્ધિ બાળકો સદા વિજયી અને નિશ્ચિંત રહે છે.