09-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - દરેક
ની નસ ( નાડી ) જોઈ પહેલાં તેમને અલ્ફ નો નિશ્ચય કરાવો પછી આગળ વધો , અલ્ફ નાં
નિશ્ચય વગર જ્ઞાન આપવું ટાઈમ વેસ્ટ ( સમય વ્યર્થ ) કરવો છે”
પ્રશ્ન :-
કયો મુખ્ય એક પુરુષાર્થ સ્કોલરશિપ લેવાનાં અધિકારી બનાવી દે છે?
ઉત્તર :-
અંતર્મુખતા નો. તમારે બહુજ અંતર્મુખી રહેવાનું છે. બાપ તો છે કલ્યાણકારી. કલ્યાણ
માટે જ સલાહ આપે છે. જે અંતર્મુખી યોગી બાળકો છે તે ક્યારેય દેહ-અભિમાન માં આવીને
રીસાતા કે લડતાં નથી. તેમની ચલન ખૂબ રોયલ શાનદાર હોય છે. ખૂબ થોડું બોલે છે, યજ્ઞ
સર્વિસ (સેવા) માં રુચિ રાખે છે. તે જ્ઞાન ની વધારે તિક-તિક નહીં કરે, યાદ માં રહીને
સર્વિસ કરે છે.
ઓમ શાંતિ!
ખાસ કરીને
જોવાય છે પ્રદર્શન સર્વિસ નાં સમાચાર પણ આવે છે તો મૂળ વાત જે બાપ ને ઓળખવાની છે,
એનાં પર પૂરો નિશ્ચય ન બેસાડવા થી બાકી જે કાંઈ સમજાવતા રહે છે, તે કોઈની બુદ્ધિ
માં બેસવું મુશ્કેલ છે. ભલે સારું-સારું કહે છે પરંતુ બાપ નો પરિચય નથી. પહેલાં તો
બાપ નો પરિચય હોય. બાપ નાં મહાવાક્ય છે મને યાદ કરો, હું જ પતિત-પાવન છું. મને યાદ
કરવા થી તમે પતિત થી પાવન બની જશો. આ છે મુખ્ય વાત. ભગવાન એક છે, એ જ પતિત-પાવન છે.
જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર છે. એ જ ઊંચા માં ઊંચા છે. આ નિશ્ચય થઈ જાય તો પછી
ભક્તિમાર્ગ નાં જે શાસ્ત્ર, વેદ અથવા ગીતા ભાગવત્ છે, બધું ખંડન થઈ જાય. ભગવાન તો
સ્વયં કહે છે, આ મેં નથી સંભળાવ્યું. મારું જ્ઞાન શાસ્ત્રો માં નથી. તે છે
ભક્તિમાર્ગ નું જ્ઞાન. હું તો જ્ઞાન આપી સદ્દગતિ કરીને ચાલ્યો જાઉં છું. પછી આ
જ્ઞાન પ્રાયઃલોપ થઈ જાય છે. જ્ઞાન ની પ્રારબ્ધ પૂરી થયા પછી ભક્તિ માર્ગ શરુ થાય
છે. જ્યારે બાપ નો નિશ્ચય બેસે તો સમજે, ભગવાનુવાચ-આ ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર છે.
જ્ઞાન અને ભક્તિ અડધું-અડધું ચાલે છે. ભગવાન જ્યારે આવે છે તો પોતાનો પરિચય આપે
છે-હું કહું છું ૫ હજાર વર્ષ નું કલ્પ છે, હું તો બ્રહ્મા મુખ દ્વારા સમજાવી રહ્યો
છું. તો પહેલી મુખ્ય વાત બુદ્ધિ માં બેસાડવાની છે કે ભગવાન કોણ છે? આ વાત જ્યાં સુધી
બુદ્ધિ માં નથી બેઠી ત્યાં સુધી બીજું કાંઈ પણ સમજાવવા થી કાંઈ અસર નહીં થશે. બધી
મહેનત જ આ વાત માં છે. બાપ આવે જ છે કબર માંથી જગાડવાં. શાસ્ત્રો વગેરે વાંચવાથી તો
નહીં જાગશે. પરમ આત્મા છે જ્યોતિ સ્વરુપ તો એમનાં બાળકો પણ જ્યોતિ સ્વરુપ છે. પરંતુ
આપ બાળકો નો આત્મા પતિત બન્યો છે, જે કારણે જ્યોતિ બુઝાઈ (ઓલવાઈ) ગઈ છે. તમોપ્રધાન
થઈ ગયા છે. પહેલાં-પહેલાં બાપ નો પરિચય ન આપવા થી પછી જે પણ મહેનત કરે છે, ઓપિનિયન
(અભિપ્રાય) વગેરે લખાવે છે તે કાંઈ કામ નું નથી રહેતું એટલે સર્વિસ થતી નથી. નિશ્ચય
હોય તો સમજે બરોબર બ્રહ્મા દ્વારા જ્ઞાન આપી રહ્યાં છે. મનુષ્ય બ્રહ્મા ને જોઈ કેટલાં
મુંઝાય છે કારણકે બાપ નો પરિચય નથી. તમે બધા જાણો છો ભક્તિમાર્ગ હવે પસાર થઈ ગયો
છે. કળિયુગ માં છે ભક્તિ માર્ગ અને હમણાં સંગમ પર છે જ્ઞાન માર્ગ. આપણે સંગમયુગી
છીએ. રાજ્યોગ શીખી રહ્યાં છીએ. દૈવી ગુણ ધારણ કરીએ છીએ નવી દુનિયા માટે. જે સંગમયુગ
પર નથી તે દિવસે-દિવસે તમોપ્રધાન બનતા જ જાય છે. એ તરફ તમોપ્રધાનતા વધતી જાય છે. આ
તરફ તમારો સંગમયુગ પૂરો થતો જઈ રહ્યો છે. આ સમજવાની વાતો છે ને? સમજાવવા વાળા પણ
નંબરવાર છે. બાબા રોજ પુરુષાર્થ કરાવે છે. નિશ્ચયબુદ્ધિ વિજ્યન્તી. બાળકો માં
તિક-તિક કરવાની આદત ખૂબ છે. બાપ ને યાદ કરતા જ નથી. યાદ કરવું બહુ જ કઠિન (મુશ્કેલ)
છે. બાપ ને યાદ કરવાનું છોડી પોતાની તિક-તિક સંભળાવતાં રહે છે. બાપ નાં નિશ્ચય વગર
બીજા ચિત્રો તરફ વધવું જ ન જોઈએ. નિશ્ચય નથી તો કાંઈ પણ સમજશે નહીં. અલ્ફ નો નિશ્ચય
નથી તો બાકી બે માં જવું ટાઈમ વેસ્ટ કરવો છે. કોઈની નસ ને જાણતા નથી, ઓપનિંગ (ઉદ્દઘાટન)
કરવા વાળા ને પણ પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. આ છે ઊંચા માં ઊંચા બાપ જ્ઞાન નાં
સાગર. બાપ આ જ્ઞાન હમણાં જ આપે છે. સતયુગ માં આ જ્ઞાન ની જરુર નથી રહેતી. પાછળ શરુ
થાય છે ભક્તિ. બાપ કહે છે જ્યારે દુર્ગતિ અર્થાત્ મારી નિંદા પૂરી થવાનો સમય હોય છે
ત્યારે હું આવું છું. અડધો કલ્પ તેમણે નિંદા કરવાની છે, જેમની પૂજા પણ કરે છે,
ઓક્યુપેશન (કર્તવ્ય) ની ખબર નથી. આપ બાળકો સમજાવો છો પરંતુ પોતાનો જ બાબા સાથે યોગ
નથી તો બીજાને શું સમજાવી શકશો? ભલે શિવબાબા કહે છે પરંતુ યોગ માં બિલકુલ રહેતાં નથી
તો વિકર્મ પણ વિનાશ નથી થતા, ધારણા નથી થતી. મુખ્ય વાત છે એક બાપ ને યાદ કરવાની.
જે બાળકો જ્ઞાની તૂ
આત્મા ની સાથે-સાથે યોગી નથી બનતા, તેમનાં માં દેહ-અભિમાન નો અંશ જરુર હશે. યોગ વગર
સમજાવવું કોઈ કામ નું નથી. પછી દેહ-અભિમાન માં આવીને કોઈ ન કોઈ ને હેરાન કરતા રહેશે.
બાળકો ભાષણ સારું કરે છે તો સમજે છે અમે જ્ઞાની તૂ આત્મા છીએ. બાપ કહે છે જ્ઞાની તૂ
આત્મા તો છો પરંતુ યોગ ઓછો છે, યોગ પર પુરુષાર્થ બહુ જ ઓછો છે. બાપ કેટલું સમજાવે
છે-ચાર્ટ રાખો. મુખ્ય છે યોગ ની વાત. બાળકો માં જ્ઞાન ને સમજાવવાનો શોખ તો છે પરંતુ
યોગ નથી. તો યોગ વગર વિકર્મ વિનાશ નહીં થશે પછી પદ શું મેળવશે? યોગ માં તો અનેક
બાળકો ફેલ (નાપાસ) છે. સમજે છે અમે ૧૦૦ ટકા છીએ. પરંતુ બાબા કહે ૨ ટકા છે. બાબા
સ્વયં બતાવે છે ભોજન ખાતા સમયે યાદ માં રહું છું, પછી ભૂલી જાઉં છું. સ્નાન કરું
છું તો પણ બાબા ને યાદ કરું છું. ભલે એમનો બાળક છું છતાં પણ યાદ ભૂલાઈ જાય છે. સમજો
છો આ તો નંબરવન માં જવાવાળા છે, જરુર જ્ઞાન અને યોગ ઠીક હશે. છતાં પણ બાબા કહે છે
યોગ માં ખૂબ મહેનત છે. ટ્રાયલ (કોશિશ) કરીને જુઓ પછી અનુભવ સંભળાવો. સમજો દરજી કપડા
સીવે છે તો જોવું જોઈએ બાબા ની યાદ માં રહું છું. બહુ જ મીઠાં માશૂક છે. એમને જેટલાં
યાદ કરીશું તો આપણા વિકર્મ વિનાશ થશે, આપણે સતોપ્રધાન બની જઈશું. સ્વયં ને જુઓ હું
કેટલો સમય યાદ માં રહું છું? બાબા ને રીઝલ્ટ (પરિણામ) બતાવવું જોઈએ. યાદ માં રહેવાથી
જ કલ્યાણ થશે. બાકી વધારે સમજાવવા થી કલ્યાણ નહીં થશે. સમજતા કાંઈ નથી. અલ્ફ વગર
કામ કેવી રીતે ચાલશે? એક અલ્ફ ની ખબર નથી બાકી તો બિંદુ, બિંદુ થઈ જાય. અલ્ફ ની સાથે
બિંદુ આપવાથી ફાયદો થાય છે. યોગ નથી તો આખો દિવસ ટાઈમ વેસ્ટ કરતા રહે છે. બાપ ને તો
રહેમ આવે છે, આ શું પદ મેળવશે? તકદીર માં નથી તો બાપ પણ શું કરે? બાપ તો ઘડી-ઘડી
સમજાવે છે - દૈવી ગુણ સારા રાખો, બાપ ની યાદ માં રહો. યાદ બહુ જ જરુરી છે. યાદ સાથે
પ્રેમ હશે ત્યારે જ શ્રીમત પર ચાલી શકશે. પ્રજા તો ખૂબ બનવાની છે. તમે અહીં આવ્યાં
જ છો - આ લક્ષ્મી-નારાયણ બનવાં, આમાં જ મહેનત છે. ભલે સ્વર્ગ માં જશે પરંતુ સજાઓ
ખાઈને પછી અંત માં આવીને પદ મેળવશે થોડુંક. બાપ તો બધા બાળકોને જાણે છે ને? જે બાળકો
યોગ માં કાચ્ચા છે તે દેહ-અભિમાન માં આવીને રિસાશે અને લડતાં-ઝઘડતાં રહેશે. જે
પાક્કા યોગી છે તેમની ચલન બહુ જ રોયલ શાનદાર હશે, ખૂબ થોડું બોલશે. યજ્ઞ સર્વિસ માં
પણ રુચિ રહેશે. યજ્ઞ સર્વિસ માં હાડકાઓ પણ ચાલ્યાં જાય. એવાં-એવાં કોઈ છે પણ. પરંતુ
બાબા કહે યાદ માં વધારે રહો તો બાપ સાથે પ્રેમ હશે અને ખુશી માં રહેશો.
બાપ કહે છે હું
ભારતખંડ માં જ આવું છું. ભારત ને જ આવીને ઊંચ બનાવું છું. સતયુગ માં તમે વિશ્વ નાં
માલિક હતાં, સદ્દગતિ માં હતાં પછી દુર્ગતિ કોણે કરી (રાવણે) ક્યારે શરુ થઈ? (દ્વાપર
થી) અડધા કલ્પ માટે સદ્દગતિ એક સેકન્ડ માં મેળવો છો, ૨૧ જન્મો નો વારસો મેળવી લો
છો. તો જ્યારે પણ કોઈ સારા વ્યક્તિ આવે તો પહેલાં-પહેલાં તેમને બાપ નો પરિચય આપો.
બાપ કહે છે-બાળકો, આ જ્ઞાન થી જ તમારી સદ્દગતિ થશે. આપ બાળકો જાણો છો આ ડ્રામા ચાલી
રહ્યો છે સેકન્ડ બાય સેકન્ડ. આ બુદ્ધિ માં રહે તો પણ તમે સારી રીતે સ્થિર રહેશો. અહીં
બેઠાં છો તો પણ બુદ્ધિ માં રહે આ સૃષ્ટિ ચક્ર જૂ ની જેમ કેવી રીતે ફરતું રહે છે!
સેકન્ડ-સેકન્ડ ટિક-ટિક થતી રહે છે. ડ્રામા અનુસાર જ આખો પાર્ટ ભજવાઈ રહ્યો છે. એક
સેકન્ડ પસાર થઈ ખતમ. રોલ થતો જાય છે. બહુ જ ધીમે-ધીમે ફરે છે. આ છે બેહદ નો ડ્રામા.
વૃદ્ધ વગેરે જે છે તેમની બુદ્ધિ માં આ વાતો બેસી ન શકે. જ્ઞાન પણ બેસી ન શકે. યોગ
પણ નથી તો પણ બાળકો તો છે. હા, સર્વિસ કરવાવાળા નું પદ ઊંચ છે. બીજા નું ઓછું પદ હશે.
આ પાક્કો ખ્યાલ (પાક્કી ખબર) રાખો. આ બેહદ નો ડ્રામા છે, ચક્ર ફરતું રહે છે. જેમ
રેકોર્ડ ફરતો રહે છે ને? આપણા આત્મા માં પણ એવો રેકોર્ડ ભરાયેલો હોય છે. નાનાં આત્મા
માં આટલો બધો પાર્ટ ભરાયેલો છે, આને જ કુદરત કહેવાય છે. દેખાતું તો કાંઈ પણ નથી. આ
સમજણ ની વાતો છે. મોટી બુદ્ધિ વાળા સમજી ન શકે. આમાં આપણે જે બોલતા જઈએ છીએ, સમય
પસાર થતો જાય છે ફરી પાંચ હજાર વર્ષ પછી રિપીટ થશે. આવી સમજણ કોઈની પાસે નથી. જે
મહારથી હશે તે ઘડી-ઘડી આ વાતો પર ધ્યાન આપીને સમજાવતા રહેશે એટલે બાબા કહે છે
પહેલાં-પહેલાં તો ગાંઠ બાંધો-બાપ ની યાદ ની. બાપ કહે છે મને યાદ કરો. આત્મા ને હવે
ઘરે જવાનું છે. દેહ નાં બધા સંબંધ છોડી દેવાનાં છે. જેટલું થઈ શકે બાપ ને યાદ કરતા
રહો. આ પુરુષાર્થ છે ગુપ્ત. બાબા સલાહ આપે છે, પરિચય પણ બાપ નો જ આપો. યાદ ઓછા કરે
છે તો પરિચય પણ ઓછો આપે છે. પહેલાં તો બાપ નો પરિચય બુદ્ધિ માં બેસે. બોલો, હવે લખો
બરોબર એ આપણા બાપ છે. દેહ સહિત બધું છોડી એક બાપ ને યાદ કરવાના છે. યાદ થી જ તમે
તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. મુક્તિધામ, જીવનમુક્તિધામ માં તો દુઃખ-દર્દ હોતાં જ
નથી. દિવસે-દિવસે સારી વાતો સમજાવાય છે. પરસ્પર પણ આ જ વાતો કરો. લાયક પણ બનવું
જોઈએ ને? બ્રાહ્મણ બની બાપ ની રુહાની સેવા ન કરે તો શું કામ નાં? ભણતર ને તો સારી
રીતે ધારણ કરવું જોઈએ ને? બાબા જાણે છે ઘણાં છે જેમને એક શબ્દ પણ ધારણા નથી થતી.
યથાર્થ રીતે બાપ ને યાદ કરતા નથી. રાજા-રાણી નું પદ મેળવવા માટે મહેનત છે. જે મહેનત
કરશે તે જ ઊંચ પદ મેળવશે. મહેનત કરે ત્યારે રાજાઈ માં જઈ શકે. નંબરવન ને જ
સ્કોલરશિપ મળે છે. આ લક્ષ્મી-નારાયણ સ્કોલરશિપ લીધેલા છે. પછી છે નંબરવાર. બહુ જ
મોટી પરીક્ષા છે ને? સ્કોલરશિપ ની માળા બનેલી છે. ૮ રત્ન છે ને? ૮ છે, પછી છે ૧૦૦,
પછી છે ૧૬ હજાર. તો કેટલો પુરુષાર્થ કરવો જોઈએ માળા માં પરોવાવા માટે. અંતર્મુખી
રહેવાનો પુરુષાર્થ કરવાથી સ્કોલરશિપ લેવાનાં અધિકારી બની જશો. તમારે ખૂબ અંતર્મુખી
રહેવાનું છે. બાપ તો છે કલ્યાણકારી. તો કલ્યાણ માટે જ સલાહ આપે છે. કલ્યાણ તો આખી
દુનિયા નું થવાનું છે. પરંતુ નંબરવાર છે. તમે અહીં બાપ પાસે ભણવા માટે આવ્યાં છો.
તમારા માં પણ તે વિદ્યાર્થી સારા છે જે ભણતર પર પૂરું ધ્યાન આપે છે. કોઈ તો બિલકુલ
ધ્યાન નથી આપતાં. એવું પણ ઘણાં સમજે છે જે ભાગ્ય માં હશે. ભણતર નું લક્ષ જ નથી. તો
બાળકો એ યાદ નો ચાર્ટ રાખવાનો છે. આપણે હવે પાછા ઘરે જવાનું છે. જ્ઞાન તો અહીં જ
છોડીને જઈશું. જ્ઞાન નો પાર્ટ પૂરો થઈ જાય છે. આત્મા આટલો નાનો, તેમાં કેટલો પાર્ટ
છે, વન્ડર છે ને? આ આખો અવિનાશી ડ્રામા છે. આવી-આવી રીતે પણ તમે અંતર્મુખી થઈ પોતાની
સાથે વાત કરતા રહો તો તમને ખૂબ ખુશી થાય કે બાપ આવીને આવી વાતો સંભળાવે છે કે આત્મા
ક્યારેય વિનાશ નથી થતો. ડ્રામા માં એક-એક મનુષ્ય નો, એક-એક ચીજ નો પાર્ટ નોંધાયેલો
છે. આને બેઅંત પણ નહીં કહેવાશે. અંત તો મેળવ્યો છે પરંતુ આ છે અનાદિ. કેટલી ચીજો
છે. આને કુદરત કહેવાય! ઈશ્વર ની કુદરત પણ ન કહી શકાય. એ કહે છે મારો પણ આમાં પાર્ટ
છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગ માં
ખૂબ મહેનત છે, ટ્રાયલ કરીને જોવાનું છે કે કર્મ માં કેટલો સમય બાપ ની યાદ રહે છે?
યાદ માં રહેવાથી જ કલ્યાણ છે, મીઠાં માશૂક ને ખૂબ પ્રેમ થી યાદ કરવાના છે. યાદ નો
ચાર્ટ રાખવાનો છે.
2. મહીન (સુક્ષ્મ)
બુદ્ધિ થી આ ડ્રામા નાં રહસ્ય ને સમજવાના છે. આ બહુ જ-બહુ જ કલ્યાણકારી ડ્રામા છે,
આપણે જે બોલીએ છીએ અથવા કરીએ છીએ તે ફરી ૫ હજાર વર્ષ પછી રિપીટ થશે, આને યથાર્થ સમજી
ખુશી માં રહેવાનું છે.
વરદાન :-
પોતાનાં
શ્રેષ્ઠ જીવન દ્વારા પરમાત્મ - જ્ઞાન નું પ્રત્યક્ષ પ્રૂફ આપવા વાળા માયા પ્રૂફ ભવ
સ્વયં ને
પરમાત્મ-જ્ઞાન નું પ્રત્યક્ષ પ્રમાણ અથવા પ્રૂફ સમજવા થી માયા પ્રૂફ બની જશો.
પ્રત્યક્ષ પ્રૂફ છે - તમારું શ્રેષ્ઠ પવિત્ર જીવન. સૌથી મોટી અસંભવ થી સંભવ થવા વાળી
વાત પ્રવૃત્તિ માં રહેતાં પર વૃત્તિ માં રહેવું. દેહ અને દેહ ની દુનિયાનાં સંબંધો
થી પરે (ન્યારા) રહેવું. જૂનાં શરીર ની આંખો થી જૂની દુનિયાની વસ્તુઓ ને જોતા ન જોવી
અર્થાત્ સંપૂર્ણ પવિત્ર જીવન માં ચાલવું-આ જ પરમાત્મા ને પ્રત્યક્ષ કરવાનું તથા માયા
પ્રૂફ બનવાનું સહજ સાધન છે.
સ્લોગન :-
અટેન્શન રુપી
ચોકીદાર ઠીક છે તો અતીન્દ્રિય સુખ નો ખજાનો ખોવાઈ ન શકે.
અવ્યક્ત ઈશારા -
“કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”
બાપ ને કમ્પેનિયન તો
બનાવ્યા છે હવે એમને કમ્બાઇન્ડ રુપ માં અનુભવ કરો અને આ અનુભવ ને વારંવાર સ્મૃતિ
માં લાવતા-લાવતા સ્મૃતિ સ્વરુપ બની જાઓ. વારંવાર ચેક કરો કે કમ્બાઇન્ડ છું, કિનારો
તો નથી કરી લીધો? જેટલો કમ્બાઈન્ડ રુપ નો અનુભવ વધારતા જશો એટલું બ્રાહ્મણ જીવન ખૂબ
પ્રિય, અને મનોરંજન અનુભવ થશે.