09-07-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે તમને જ્ઞાન - રત્ન આપવાં , બાપ તમને જે પણ સંભળાવે તથા સમજાવે છે , એ
જ્ઞાન છે , જ્ઞાન - રત્ન જ્ઞાનસાગર સિવાય કોઈ આપી ન શકે”
પ્રશ્ન :-
આત્મા ની વેલ્યુ ઓછી થવાનું મુખ્ય કારણ શું છે?
ઉત્તર :-
વેલ્યુ ઓછી થાય છે ખાદ પડવાથી. જેમ સોના માં ખાદ નાખીને દાગીના બનાવે છે તો તેની
વેલ્યુ ઓછી થઈ જાય છે. એમ આત્મા જે સાચ્ચું સોનું છે, એમાં જ્યારે અપવિત્રતા ની ખાદ
પડે છે તો વેલ્યુ ઓછી થઈ જાય છે. આ સમયે તમોપ્રધાન આત્મા ની કોઈ વેલ્યુ નથી. શરીર
ની પણ કોઈ વેલ્યુ નથી. હમણાં તમારો આત્મા અને શરીર બંને યાદ થી વેલ્યુબલ બની રહ્યાં
છે.
ગીત :-
યહ કોન આજ આયા
સવેરે-સવેરે…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો પ્રત્યે બાપ સમજાવે છે અને યાદ ની યુક્તિઓ પણ બતાવી રહ્યાં છે. બાળકો
બેઠાં છે, બાળકો ની અંદર છે શિવ ભોળા બાબા આવ્યાં છે. સમજો, અડધો કલાક શાંતિ માં
બેસી જાય છે, બોલતા નથી તો તમારી અંદર આત્મા કહેશે કે શિવબાબા કાંઈક બોલે. જાણો છો
શિવબાબા વિરાજમાન છે, પરંતુ બોલતા નથી. આ પણ તમારી યાદ ની યાત્રા છે ને? બુદ્ધિ માં
શિવબાબા જ યાદ છે. અંદર સમજો છો બાબા કાંઈ બોલે, જ્ઞાન-રત્ન આપે. બાપ આવે જ છે આપ
બાળકો ને જ્ઞાન-રત્ન આપવાં. એ જ્ઞાન નાં સાગર છે ને? કહેશે - બાળકો, દેહી-અભિમાની
બનીને રહો. બાપ ને યાદ કરો. આ જ્ઞાન થયું. બાપ કહે છે આ ડ્રામા નાં ચક્ર ને, સીડી
ને અને બાપ ને યાદ કરો - આ જ્ઞાન થયું. બાબા જે કાંઈ સમજાવશે તેને જ્ઞાન કહેવાશે.
યાદ ની યાત્રા પણ સમજાવતા રહે છે. આ બધા છે જ્ઞાન-રત્ન. યાદ ની વાત જે સમજાવે છે, આ
રત્ન ખૂબ સારા છે. બાપ કહે છે પોતાનાં ૮૪ જન્મો ને યાદ કરો. તમે પવિત્ર આવ્યાં હતાં
પછી પવિત્ર બનીને જ જવાનું છે. કર્માતીત અવસ્થા માં જવાનું છે અને બાપ પાસે થી પૂરો
વારસો લેવાનો છે. તે ત્યારે મળશે, જ્યારે આત્મા સતોપ્રધાન બની જશે યાદ નાં બળ થી. આ
શબ્દ ખૂબ વેલ્યુબુલ છે, નોંધ કરવા જોઈએ. આત્મા માં જ ધારણા થાય છે. આ શરીર તો
ઓર્ગન્સ છે જે વિનાશ થઈ જાય છે. સંસ્કાર સારા તથા ખરાબ આત્મા માં જ ભરાય છે. બાપ
માં પણ સંસ્કાર ભરેલા છે - સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ નાં એટલે એમને
નોલેજફુલ કહેવાય છે. બાબા રાઈટ (સીધું) કરીને સમજાવે છે - ૮૪ નું ચક્ર બિલકુલ સહજ
છે. હમણાં ૮૪ નું ચક્ર પૂરું થયું છે. હવે આપણે પાછા બાપ ની પાસે જવાનું છે. મેલો
આત્મા તો ત્યાં જઈ ન શકે. તમારો આત્મા પવિત્ર બની જશે તો પછી આ શરીર છૂટી જશે.
પવિત્ર શરીર તો અહીં મળી ન શકે. આ જૂની જુત્તી છે, આનાંથી વૈરાગ આવી રહ્યો છે.
આત્માએ પવિત્ર બની પછી ભવિષ્ય માં આપણે પવિત્ર શરીર લેવાનું છે. સતયુગ માં આપણે
આત્મા અને શરીર બંને પવિત્ર હતાં. આ સમયે તમારો આત્મા અપવિત્ર બની ગયો છે તો શરીર
પણ અપવિત્ર છે. જેવું સોનું તેવાં ઘરેણા. ગવર્મેન્ટ પણ કહે છે હલકા સોના નાં ઘરેણા
પહેરો. તેનો ભાવ ઓછો છે. હમણાં તમારા આત્મા ની પણ વેલ્યુ ઓછી છે. ત્યાં તમારા આત્મા
ની કેટલી વેલ્યુ રહે છે. સતોપ્રધાન છે ને? હમણાં છે તમોપ્રધાન. ખાદ પડી છે, કોઈ કામ
નો નથી. ત્યાં આત્મા પવિત્ર છે, તો ખુબ વેલ્યુ છે. હમણાં ૯ કેરેટ બની ગયો છે તો કોઈ
વેલ્યુ નથી એટલે બાપ કહે છે આત્મા ને પવિત્ર બનાવો તો પછી શરીર પણ પવિત્ર મળશે. આ
જ્ઞાન બીજું કોઈ આપી ન શકે.
બાપ જ કહે છે મામેકમ્
યાદ કરો. શ્રીકૃષ્ણ કેવી રીતે કહેશે? એ તો દેહધારી છે ને? બાપ કહે છે સ્વયં ને આત્મા
સમજી મુજ બાપ ને યાદ કરો. કોઈ દેહધારી ને યાદ ન કરો. હમણાં તમે સમજો છો તો પછી
સમજાવવાનું છે. શિવબાબા છે નિરાકાર, એમનો અલૌકિક જન્મ છે. આપ બાળકો ને પણ અલૌકિક
જન્મ આપે છે. અલૌકિક બાપ અલૌકિક બાળકો. લૌકિક, પારલૌકિક અને અલૌકિક કહેવાય છે. આપ
બાળકો ને અલૌકિક જન્મ મળે છે. બાપ તમને એડોપ્ટ કરીને વારસો આપે છે. તમે જાણો છો આપણો
બ્રાહ્મણો નો પણ અલૌકિક જન્મ છે. અલૌકિક બાપ દ્વારા અલૌકિક વારસો મળે છે.
બ્રહ્માકુમાર-કુમારીઓ વગર બીજા કોઈ સ્વર્ગ નાં માલિક બની ન શકે. મનુષ્ય કાંઈ પણ
સમજતા નથી. તમને બાપ કેટલું સમજાવે છે? આત્મા જે અપવિત્ર બન્યો છે તે યાદ સિવાય
પવિત્ર બની ન શકે. યાદ માં નહીં રહેશે તો ખાદ રહી જશે. પવિત્ર બની નહીં શકે પછી
સજાઓ ખાવી પડશે. આખી દુનિયા નાં મનુષ્ય આત્માઓ ને પવિત્ર બની પાછા જવાનું છે. શરીર
તો નહીં જશે. બાપ કહે છે પોતાને આત્મા સમજવું કેટલું મુશ્કેલ રહે છે! ધંધા વગેરે
માં તે અવસ્થા થોડી રહે છે? બાપ કહે છે સારું પોતાને આત્મા નથી સમજતા તો શિવબાબા ને
યાદ કરો. ધંધા વગેરે કરતા આ જ મહેનત કરો કે હું આત્મા આ શરીર દ્વારા કામ કરું છું.
હું આત્મા જ શિવબાબા ને યાદ કરું છું. આત્મા જ પહેલાં-પહેલાં પવિત્ર હતો, હવે ફરી
પવિત્ર બનવાનું છે. આ છે મહેનત. આમાં ખૂબ જબરજસ્ત કમાણી છે. અહીં કેટલાં પણ સાહૂકાર
છે, અરબ-ખરબ છે પરંતુ તે સુખ નથી. સૌનાં માથા પર દુ:ખ છે. મોટા-મોટા રાજાઓ,
પ્રેસિડન્ટ વગેરે આજે છે, કાલે તેમને મારી નાખે છે. વિલાયત (વિદેશ) માં શું-શું થતું
રહે છે? સાહૂકારો પર, રાજાઓ પર તો મુસીબત છે. અહીં પણ જે રાજાઓ હતાં તે પ્રજા બની
ગયા છે. રાજાઓ પર પછી પ્રજા નું રાજ્ય થઈ ગયું છે. ડ્રામા માં એવી નોંધ છે. અંત માં
જ આ હાલત થાય છે. ખૂબ પરસ્પર લડતા રહેશે. તમે જાણો છો કલ્પ પહેલાં પણ આવું થયું હતું.
તમે ગુપ્ત વેષ માં દિલ વ જાન, સિક વ પ્રેમ થી પોતાનું ગુમાવેલું રાજ્ય લો છો. તમને
પરિચય મળ્યો છે-આપણે તો માલિક હતાં, સૂર્યવંશી દેવતાઓ હતાં. હમણાં ફરી તે બનવા માટે
પુરુષાર્થ કરી રહ્યાં છો કારણકે અહીં તમે સત્યનારાયણ ની કથા સાંભળી રહ્યાં છો ને?
બાપ દ્વારા આપણે નર થી નારાયણ કેવી રીતે બન્યાં? બાપ આવીને રાજયોગ શીખવાડે છે.
ભક્તિમાર્ગ માં આ કોઈ શીખવાડી ન શકે. કોઈ પણ મનુષ્ય ને બાપ, શિક્ષક, ગુરુ નહીં
કહેવાશે. ભક્તિ માં કેટલી જૂની કહાણીઓ બેસીને સંભળાવે છે. હવે આપ બાળકોએ ૨૧ જન્મ
વિશ્રામ મેળવવા માટે પાવન તો જરુર બનવું પડે.
બાપ કહે છે પોતાને
આત્મા સમજો. અડધોકલ્પ તો ડ્રામા અનુસાર દેહ-અભિમાની બનીને રહો છો, હવે દેહી-અભિમાની
બનવાનું છે. ડ્રામા અનુસાર હવે જૂની દુનિયા ને બદલાવી નવી બનાવવાની છે. દુનિયા તો
એક જ છે. જૂની દુનિયા થી પછી નવી બનશે. નવી દુનિયા માં નવું ભારત હતું તો તેમાં
દેવી-દેવતા હતાં, કેપિટલ (રાજધાની) પણ જાણો છો, જમુના નો કાંઠો હતો, જેને પરીસ્તાન
પણ કહેતા હતાં. ત્યાં નેચરલ બ્યુટી (કુદરતી સૌંદર્ય) રહે છે. આત્મા પવિત્ર બની જાય
છે તો પવિત્ર આત્મા ને શરીર પણ પવિત્ર મળે છે. બાપ કહે છે હું આવીને તમને હસીન સો
દેવી-દેવતા બનાવું છું. આપ બાળકો પોતાની તપાસ કરતા રહો, કોઈ અમારા માં અવગુણ તો નથી?
યાદ માં રહીએ છીએ? ભણતર પણ ભણવાનું છે. આ છે ખૂબ ઊંચું ભણતર. એક જ ભણતર છે, તે ભણતર
માં તો કેટલાં પુસ્તકો વગેરે વાંચે છે? આ ભણતર છે ઊંચા માં ઊંચું, ભણાવવા વાળા પણ
છે ઊંચા માં ઊંચા શિવબાબા. એવું નથી કે શિવબાબા કોઈ આ દુનિયા નાં માલિક છે. વિશ્વ
નાં માલિક તો તમે બનો છો ને? કેટલી નવી-નવી ગુહ્ય વાતો તમને સંભળાવતા રહે છે.
મનુષ્ય સમજે છે પરમાત્મા સૃષ્ટિ નાં માલિક છે. બાપ સમજાવે છે - મીઠાં-મીઠાં બાળકો,
હું આ સૃષ્ટિ નો માલિક નથી. તમે માલિક બનો છો અને પછી રાજ્ય ગુમાવો છો. પછી બાપ
આવીને વિશ્વ નાં માલિક બનાવે છે. વિશ્વ આને જ કહેવાય છે. મૂળવતન કે સૂક્ષ્મવતન ની
વાત નથી. મૂળવતન થી તમે અહીંયા આવીને ૮૪ જન્મ નું ચક્ર લગાવો છો. પછી બાપ ને આવવું
પડે છે. હમણાં ફરી તમને પુરુષાર્થ કરાવું છું - તે પ્રારબ્ધ મેળવવા માટે, જે તમે
ગુમાવી છે. હાર અને જીત ની રમત છે ને? આ રાવણ રાજ્ય ખલાસ થવાનું છે. બાપ કેટલું સહજ
રીતે સમજાવે છે. બાપ સ્વયં બેસીને ભણાવે છે. ત્યાં તો મનુષ્ય, મનુષ્ય ને ભણાવે છે.
છો તમે પણ મનુષ્ય પરંતુ બાપ આપ આત્માઓ ને ભણાવે છે. ભણવા નાં સંસ્કાર આત્મા માં જ
રહે છે. હમણાં તમે ખૂબ નોલેજફુલ છો, તે બધી છે ભક્તિ ની નોલેજ. કમાણી માટે પણ નોલેજ
છે. શાસ્ત્રો ની પણ નોલેજ છે. આ છે રુહાની નોલેજ. તમારા રુહ ને રુહાની બાપ નોલેજ
સંભળાવે છે. ૫ હજાર વર્ષ પહેલાં પણ તમે સાંભળી હતી. આખી મનુષ્ય સૃષ્ટિભર માં આવું
ક્યારેય કોઈ ભણાવતું નહીં હોય. કોઈને પણ ખબર નથી, ઈશ્વર કેવી રીતે ભણાવે છે?
આપ બાળકો જાણો છો હમણાં
આ ભણતર થી કિંગડમ (રાજધાની) સ્થાપન થઈ રહી છે. જે સારી રીતે ભણે અને શ્રીમત પર ચાલે
છે તે હાઈએસ્ટ (સૌથી ઊંચા) બને છે અને જે બાપ ની જઈને નિંદા કરાવે છે, હાથ છોડીને
જાય છે તે પ્રજા માં ખૂબ ઓછું પદ મેળવે છે. બાપ તો એક જ ભણતર ભણાવે છે. ભણતર માં
કેટલું માર્જિન (અંતર) છે. દૈવી રાજધાની હતી ને? એક જ બાપ છે જે અહીં આવીને કિંગડમ
સ્થાપન કરે છે. બાકી આ બધું વિનાશ થઈ જવાનું છે. બાપ કહે છે-બાળકો, હવે જલ્દી તૈયારી
કરો. ગફલત માં સમય વેસ્ટ (વ્યર્થ) ન કરો. યાદ નથી કરતા તો મોસ્ટ વેલ્યુબુલ (સૌથી
મુલ્યવાન) સમય વ્યર્થ જાય છે. શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે ભલે કરો છતાં પણ હથ કાર
ડે દિલ યાર ડે. બાપ કહે છે મને યાદ કરો તો રાજાઈ તમને મળી જશે. ખુદા દોસ્ત ની કહાણી
પણ સાંભળી છે ને? અલ્લાહ અવલદીન નું પણ નાટક દેખાડે છે. ઠકા કરવાથી ખજાનો નીકળી
આવ્યો. હમણાં આપ બાળકો જાણો છો - અલ્લાહ તમને ઠકા કરવાથી શું થી શું બનાવે છે! ઝટ
દિવ્ય દૃષ્ટિ થી વૈકુંઠ ચાલ્યાં જાઓ છો. આગળ બાળકીઓ પરસ્પર મળીને બેસતી હતી, પછી
જાતે જ ચાલી જતી હતી ધ્યાન માં. પછી જાદુ કહી દેતા હતાં. તો તે બંધ કરી દીધું. તો આ
બધી વાતો છે આ સમય ની. હાતમતાઈ ની પણ કહાણી છે. મુહલરો મુખ માં નાખતા હતાં તો માયા
ગુમ થઈ જતી હતી. મુહલરો કાઢવા થી માયા આવી જતી હતી. રહસ્ય તો કોઈ સમજી ન શકે. બાપ
કહે છે બાળકો મુખ માં મુહલરો નાખી દો. તમે શાંતિ નાં સાગર છો, આત્મા શાંતિ માં
પોતાનાં સ્વધર્મ માં રહે છે. સતયુગ માં પણ જાણે છે કે અમે આત્મા છીએ. બાકી પરમાત્મા
બાપ ને કોઈ પણ નથી જાણતાં. ક્યારેય પણ કોઈ પૂછે - બોલો, ત્યાં વિકાર નું નામ નથી.
છે જ વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). ૫ વિકાર ત્યાં હોતાં જ નથી. દેહ-અભિમાન જ
નથી. માયા નાં રાજ્ય માં દેહ-અભિમાની બને છે, ત્યાં હોય છે જ મોહજીત. આ જૂની દુનિયા
થી નષ્ટામોહા બનવાનું છે. વૈરાગ તો એમને આવે છે જે ઘરબાર છોડે છે. તમારે તો ઘરબાર
નથી છોડવાનું. બાપ ની યાદ માં રહેતાં આ જૂનું શરીર છોડીને જવાનું છે. બધાનાં
હિસાબ-કિતાબ ચૂક્તું થવાનાં છે. પછી ચાલ્યાં જઈશું ઘરે. આ કલ્પ-કલ્પ થાય છે. તમારી
બુદ્ધિ હમણાં દૂર-દૂર ઊપર જાય છે, તે લોકો જુએ છે ક્યાં સુધી સાગર છે? સૂર્ય-ચંદ્ર
માં શું છે? આગળ સમજતા હતાં આ દેવતાઓ છે. તમે કહો છો આ તો માંડવા ની બત્તીઓ છે. આ
ખેલ થાય છે. તો આ બત્તીઓ પણ અહીં છે. મૂળવતન, સૂક્ષ્મવતન માં આ હોતી નથી. ત્યાં ખેલ
જ નથી. આ અનાદિ ખેલ ચાલ્યો આવે છે. ચક્ર ફરતું રહે છે, પ્રલય થતો નથી. ભારત તો
અવિનાશી ખંડ છે, આમાં મનુષ્ય રહે જ છે, જળમયી થતો નથી. પશુ-પક્ષી વગેરે જે પણ છે,
બધા હશે. બાકી જે પણ ખંડ છે, તે સતયુગ-ત્રેતા માં રહેતાં નથી. તમે જે કાંઈ દિવ્ય
દૃષ્ટિ થી જોયું છે, તે ફરી પ્રેક્ટિકલ માં જોશો. પ્રેક્ટિકલ માં તમે વૈકુંઠ માં
જઈને રાજ્ય કરશો. જેનાં માટે પુરુષાર્થ કરતા રહો છો, તો પણ બાપ કહે છે યાદ ની ખૂબ
મહેનત છે. માયા યાદ કરવા નથી દેતી. ખૂબ પ્રેમ થી બાબા ને યાદ કરવાના છે. અજ્ઞાનકાળ
માં પણ પ્રેમ થી બાપ ની મહિમા કરે છે. અમારા ફલાણા આવાં હતાં, ફલાણા પદ વાળા હતાં.
હમણાં તમારી બુદ્ધિ માં આખું સૃષ્ટિ ચક્ર બેસેલું છે. બધા ધર્મો ની નોલેજ છે. જેમ
ત્યાં રુહો નો સિજરો (વિભાગ) છે, અહીં પછી મનુષ્ય સૃષ્ટિ નો સિજરો છે.
ગ્રેટ-ગ્રેટ-ગ્રાન્ડ ફાધર બ્રહ્મા છે. પછી છે તમારો સંપ્રદાય. સૃષ્ટિ તો ચાલતી રહે
છે ને?
બાપ સમજાવે છે-બાળકો,
નર થી નારાયણ બનવું છે તો તમારી જે કથની છે, એ જ કરની (કર્મ) હોય. પહેલાં પોતાની
અવસ્થા ને જોવાની છે. બાબા અમે તો તમારી પાસે થી પૂરો વારસો લઈને જ છોડીશું, તો તે
ચલન પણ જોઈએ. આ એક જ ભણતર છે, નર થી નારાયણ બનવાનું. આ તમને બાપ જ ભણાવે છે. રાજાઓ
નાં રાજા તમે જ બનો છો, બીજા કોઈ ખંડ માં હોતાં નથી. તમે પવિત્ર રાજાઓ બનો છો, પછી
લાઈટ વગર નાં અપવિત્ર રાજાઓ પવિત્ર રાજાઓ નાં મંદિર બનાવીને પૂજા કરે છે. હમણાં તમે
ભણી રહ્યાં છો. વિદ્યાર્થી શિક્ષક ને કેમ ભૂલે છે? કહે છે બાબા માયા ભુલાવી દે છે.
દોષ પછી માયા પર રાખી દે છે. અરે, યાદ તો તમારે કરવાના છે. મુખ્ય શિક્ષક એક જ છે,
બાકી બીજા બધા છે નાયબ શિક્ષકો. બાપ ને ભૂલી જાઓ છો, અચ્છા, શિક્ષક ને યાદ કરો. તમને
૩ ચાન્સ (તક) અપાય છે. એક ભૂલો તો બીજા ને યાદ કરો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ પાસે
થી પૂરો વારસો લેવા માટે જે કથની હોય એ જ કરની (કર્મ) હોય, આનો પુરુષાર્થ કરવાનો
છે. મોહજીત બનવાનું છે.
2. સદા યાદ રહે કે
આપણે શાંતિ નાં સાગર નાં બાળકો છીએ, આપણે શાંતિ માં રહેવાનું છે. મુખ માં મુહલરો
નાખી દેવાનો છે. ગફલત માં પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો.
વરદાન :-
સંગઠન રુપી
કિલ્લા ને મજબૂત બનાવવા વાળા સર્વ નાં સ્નેહી , સંતુષ્ટ આત્મા ભવ
સંગઠન ની શક્તિ વિશેષ
શક્તિ છે. એકમત સંગઠન નાં કિલ્લા ને કોઈપણ હલાવી ન શકે. પરંતુ આનો આધાર છે એક-બીજા
નાં સ્નેહી બની સર્વ ને રિગાર્ડ આપવો અને સ્વયં સંતુષ્ટ રહીને સર્વ ને સંતુષ્ટ કરવાં.
ન કોઈ ડિસ્ટર્બ થાય અને ન કોઈ ડિસ્ટર્બ કરે. બધા એક-બીજા ને શુભભાવના અને શુભકામનાઓ
નો સહયોગ આપતા રહો તો આ સંગઠન નો કિલ્લો મજબૂત થઈ જશે. સંગઠન ની શક્તિ જ વિજય નું
વિશેષ આધાર સ્વરુપ છે.
સ્લોગન :-
જ્યારે દરેક
કર્મ યથાર્થ અને યુક્તિયુક્ત થાય ત્યારે કહેવાશે પવિત્ર આત્મા.
અવ્યક્ત ઈશારા -
સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો
દરેક બાળક જે સ્વયં
પ્રત્યે તથા સેવા નાં પ્રત્યે ઉમંગો નાં સારા-સારા સંકલ્પ કરે છે કે હમણાં થી આ
કરીશું, આવી રીતે કરીશું, અવશ્ય કરીશું, કરીને જ દેખાડીશું…. એવાં શ્રેષ્ઠ સંકલ્પ
નાં બીજ જે વાવો છો, એ સંકલ્પ ને અર્થાત્ બીજ ને પ્રેક્ટિકલ માં લાવવાની પાલના કરતા
રહો તો તે બીજ ફળ સ્વરુપ બની જશે.