09-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
વૃક્ષપતિ બાપે આપ બાળકો પર બૃહસ્પતિ ની દશા બેસાડી છે , હમણાં તમે અવિનાશી સુખ ની
દુનિયા માં જઈ રહ્યાં છો”
પ્રશ્ન :-
અવિનાશી બૃહસ્પતિ ની
દશા કયા બાળકો પર બેસશે, એમની નિશાની શું હશે?
ઉત્તર :-
જે બાળકો જીવતે-જીવ દેહ નાં સર્વ સંબંધો ને ત્યાગી સ્વયં ને આત્મા નિશ્ચય કરે, એવાં
નિશ્ચય આત્મિક બુદ્ધિવાળા બાળકો પર બૃહસ્પતિ ની દશા બેસે છે. એમનાં જ સુખ નું ગાયન
છે કે અતીન્દ્રિય સુખ ગોપ ગોપીઓ ને પૂછો. એમની ખુશી ક્યારેય પણ ગુમ નથી થઈ શકતી.
ગીત :-
ઓમ્ નમઃ શિવાય…
ઓમ શાંતિ!
બાળકોએ બાપ ની
મહિમા સાંભળી. આજ નાં દિવસ ને કહેવાય જ છે વૃક્ષપતિ દિવસ, જેને મળાવીને કહ્યું છે
બૃહસ્પતિ. આને જ ગુરુવાર પણ કહેવાય છે. ન ફક્ત ગુરુવાર પરંતુ સદ્દગુરુવાર. બંગાળ
માં બહુજ માને છે. ગવાય છે મનુષ્ય સૃષ્ટિ નું બીજરુપ એટલે વૃક્ષપતિ કહે છે. બીજ થયાં,
તો પતિ પણ થયાં. વૃક્ષ નાં બીજ ને બાપ પણ કહેશે. એનાથી વૃક્ષ ઉત્પન્ન થાય છે. આ છે
મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ. આનું બીજ ઉપર માં છે. તમે જાણો છો બાળકો પર હવે અવિનાશી
વૃક્ષપતિ ની દશા છે કારણ કે અવિનાશી સ્વરાજ્ય મળી રહ્યું છે. સતયુગ ને કહેવાય જ છે
અવિનાશી સુખધામ. કળિયુગ ને કહેવાય છે વિનાશી દુઃખધામ. હવે દુ:ખધામ નો વિનાશ થવાનો
છે. સુખધામ અવિનાશી છે, અડધોકલ્પ ચાલે છે જે અવિનાશી વૃક્ષપતિ સ્થાપન કરી રહ્યાં
છે. બાળકોએ સેવા માટે પોઇન્ટ્સ (વાત) નોટ (નોંધ) કરવાનાં છે. પ્રદર્શન માં આ-આ
પોઇન્ટ્સ મુખ્ય સમજાવવાનાં છે કારણ કે મનુષ્ય તો કંઈ પણ જાણતા નથી. બરોબર આ છે
જ્ઞાન. હવે બાપ આ જ્ઞાન આપે જ છે - નવી અને જૂની દુનિયાનાં વચ્ચે, પછી આ પ્રાય:લોપ
થઈ જાય છે. દેવતાઓ ને આ જ્ઞાન નથી હોતું. જો આ ચક્ર નું જ્ઞાન હોય તો પછી રાજાઈ માં
મજા જ ન આવે. હમણાં પણ તમને વિચાર થાય છે ને. શું રાજ્ય લઈને પછી અમારી આ હાલત થશે?
પરંતુ આ તો ડ્રામા (નાટક) બનેલો છે. ચક્ર ને ફરવાનું જ છે. વર્લ્ડ (દુનિયા) ની
હિસ્ટ્રી-જોગ્રાફી રિપીટ (પુનરાવર્તન) થઈ રહી છે. કેવી રીતે રિપીટ થઈ રહી છે - આ આપ
બાળકો જાણો છો. આ છે મનુષ્ય સૃષ્ટિ. તમારી બુદ્ધિ માં મૂળવતન નું ઝાડ પણ છે. વિભાગ
બધાનો અલગ-અલગ છે. આ વાતો કોઈની બુદ્ધિ માં ક્યારેય નહીં હશે. કોઈ શાસ્ત્રો માં તો
આ લખેલું નથી. આપણે આત્મા અસલ શાંતિધામ નાં રહેવાસી છીએ, અવિનાશી છીએ. ક્યારેય
વિનાશ ને નથી પામતાં. તે સમજે છે પરપોટા પાણી માંથી નીકળી પછી એમાં મળી જાય છે.
તમારી બુદ્ધિ માં બધા રહસ્ય છે. આત્મા અવિનાશી છે, જેમાં બધો પાર્ટ નોંધાયેલો છે. આ
ચક્ર ની નોલેજ કોઈ શાસ્ત્રો માં નથી. ભલે ક્યાંક-ક્યાંક સ્વસ્તિક પણ દેખાડે છે.
ચક્ર ની ફક્ત એમ-એમ રેખાઓ દોરી કાઢે છે, જેનાથી સિદ્ધ થાય છે અનેક ધર્મ હતાં. બાપે
સમજાવ્યું છે મુખ્ય ધર્મ અને શાસ્ત્ર છે ૪, સતયુગ-ત્રેતા માં તો કોઈ ધર્મ સ્થાપન થતાં
નથી, ન ત્યાં કોઈ ધર્મ-શાસ્ત્ર હોય છે. આ બધું દ્વાપર થી શરું થાય છે. પછી જુઓ કેટલી
વૃદ્ધિ થાય છે. અચ્છા - ગીતા ક્યારે સંભળાવાઈ? બાપ કહે છે - હું કલ્પ નાં સંગમયુગે
જ આવું છું. એમણે પછી કલ્પ શબ્દ કાઢી ફક્ત સંગમયુગે-યુગે લખી દીધું છે. હકીકત માં
સંગમયુગે બીજો કોઈ ધર્મ સ્થાપન નથી કરતાં. એવું નથી કે ત્રેતા નાં અંત, દ્વાપર નાં
આદિ નાં સંગમ પર ઇસ્લામી ધર્મ સ્થાપન થયો. ના, કહેશે દ્વાપર માં સ્થાપન થયો. આ સંગમ
નો સુખદ સમય છે, જેને કુંભ કહેવાય છે. કુંભ સંગમ ને કહેવાય છે. આ છે આત્મા અને
પરમાત્મા નાં મિલન નો સંગમ. આ રુહાની મેળો સંગમ પર જ હોય છે. એમણે પાણી ની ગંગા નું
નામ પ્રખ્યાત કરી દીધું છે. જ્ઞાન સાગર, પતિત-પાવન ને જાણતાં જ નથી. એમણે કેવી રીતે
પતિત દુનિયાને પાવન બનાવી, કોઈ શાસ્ત્રો માં નથી. હવે આપ બાળકોને બાપ કહે છે -
મામેકમ્ યાદ કરો. દેહ નાં સર્વ ધર્મ ત્યાગો. કોને કહે છે? આત્માઓ ને. આને કહેવાય છે
જીવતે જીવ મરવું. મનુષ્ય શરીર છોડે છે તો દેહ નાં સર્વ સંબંધ છૂટી જાય છે.
બાપ કહે છે - જે પણ
દેહ નાં સંબંધ છે એ બધાં છોડી પોતાને આત્મા નિશ્ચય કરો. નિશ્ચય આત્મિક બુદ્ધિ બનો.
જેટલું વધારે યાદ કરશો તો બૃહસ્પતિ ની દશા થશે. તપાસ કરો અમે શિવબાબા ને કેટલાં યાદ
કરીએ છીએ! યાદ થી જ કટ નીકળતી જશે અને તમને ખુશી થશે. તમે મહેસૂસ કરી શકો છો, અમે
આત્મા કેટલું બાપ ને યાદ કરીએ છીએ! જો ઓછું યાદ કરશો તો કટ પણ ઓછી નીકળશે. ખુશી પણ
ઓછી રહેશે. પદ પણ ઓછું મેળવશો. આત્મા જ સતો-રજો-તમો બને છે. આ સમય નું જ ગાયન છે -
ગોપ-ગોપીઓનાં અતીન્દ્રિય સુખ નું. બીજું કંઈ પણ યાદ નથી આવતું સિવાય બાપ નાં, ત્યારે
જ ખુશી નો પારો ચઢશે. આપણાં ઉપર બૃહસ્પતિ ની દશા અથવા સદ્દગુરુ ની દશા છે. પછી
ક્યારેય ખુશી ગાયબ થઈ જાય છે તો કહે છે બૃહસ્પતિ ની દશા બદલાઈ રાહુ ની બેઠી છે. કોઈ
બહુજ સાહૂકાર હોય છે, કોઈ સટ્ટો લગાવ્યો આ દેવાળું કાઢ્યું. ભારત માં જ જ્યારે
ગ્રહણ લાગે છે તો કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. તમારો દેવી-દેવતા ધર્મ પણ સોળે કળા
સંપૂર્ણ હતો, એને ગ્રહણ લાગેલું છે. રાહુ ની દશા બેસે છે એટલે દેવતાઓની આગળ જઈ ગાય
છે - તમે સર્વગુણ સંપન્ન… અમે પાપી, કપટી છીએ. હમણાં તમે સમજો છો રાહુ નું ગ્રહણ
લાગવાથી બધાં કાળા બની ગયા છે. ચંદ્રમા ની છેલ્લે રેખા જઈને બચે છે. બાપ પણ સમજાવે
છે આપ દેવી-દેવતાઓનાં પણ ચિત્ર છે. ગીતા જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર
છે. પરંતુ આ પોતાનાં ધર્મ ને નથી જાણતાં. રિલીજિયસ હેડ્સ (ધાર્મિક ગુરુઓની) ની
કોન્ફરન્સ (સંમેલન) કરે છે. તમે ત્યાં પણ સમજાવી શકો છો - ઈશ્વર સર્વવ્યાપી તો નથી.
એ તો બેહદ નાં બાપ છે. બાળકો ને આવીને વારસો આપે છે. સાધુ-સંત વગેરે ને તો વારસો
મળતો નથી તો માનશે કેવી રીતે! આપ બાળકો ને જ વારસો મળે છે. મુખ્ય વાત છે જ આ સિદ્ધ
કરવાની કે ઈશ્વર સર્વવ્યાપી નથી. શિવ જયંતી થાય છે. શિવ જયંતી કહો અથવા રુદ્ર જયંતી
કહો - રુદ્ર આ જ્ઞાન-યજ્ઞ રચે છે. છે તો શિવ. તે જ ગીતા-જ્ઞાન-યજ્ઞ છે, જેનાથી
વિનાશ જ્વાળા પ્રજ્જવલિત થઇ છે. પ્રેક્ટિકલ માં તમે જુઓ છો, કેવી રીતે નિરાકાર
બાબાએ રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો છે. સાકાર તો કંઈ કરી ન શકે. આ બેહદ નો યજ્ઞ છે, આમાં
આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે. બાકી તો તે બધાં છે શારીરિક યજ્ઞ. કેટલું
રાત-દિવસ નું અંતર છે. બાપ કહે છે - આ રુદ્ર-જ્ઞાન-યજ્ઞ છે, વિનાશ પણ થવાનો છે. તમે
જ્યારે પાસ થઈ જશો, પૂરા યોગી અને જ્ઞાની બની જશો તો પછી તમારા માટે નવી દુનિયા
સ્વર્ગ જોઈએ. નર્ક નો જરુર વિનાશ જોઈએ. રાજસ્વ અશ્વમેધ શબ્દ પણ ઠીક છે. ઘોડા ને
સ્વાહા કરે છે. હકીકત માં છે તમારો આ રથ. એક દક્ષ પ્રજાપતિ નો પણ યજ્ઞ રચે છે, એમની
પણ કથા છે.
હવે આપ બાળકો ને કેટલી
ખુશી થવી જોઈએ - આપણને વૃક્ષપતિ બાપ ભણાવી રહ્યાં છે. આપણાં ઉપર હમણાં બૃહસ્પતિ ની
દશા છે, આપણી અવસ્થા બહુજ સારી છે. પછી ચાલતાં-ચાલતાં લખે છે બાબા અમે તો મૂંઝાઈ ગયાં
છીએ. પહેલાં અમે બહુજ ખુશી માં હતાં, હવે ખબર નહીં શું થયું છે? અહીં આવીને બાપ નાં
બનવું મોટી યાત્રા છે. ત્યાં તીર્થ યાત્રાઓ પર જાય છે તો કેટલાં પૈસા ખર્ચ કરે છે.
હવે અહીં તો દાન કરવાની વાત નથી. આમાં કંઈ પણ પૈસા ખર્ચ નથી કરવાનાં. તે છે શારીરિક
યાત્રાઓ, તમારી છે રુહાની યાત્રા. શારીરિક યાત્રા થી ફાયદો કંઈ પણ નથી. ગીત માં પણ
છે ને - ચારેય તરફ લગાવ્યાં ફેરા તો પણ જન્મ-જન્માંતર દૂર રહ્યાં. હમણાં તમે સમજો
છો કેટલી અનેક યાત્રાઓ કરી હશે. ક્યાંય ને ક્યાંય મનુષ્ય જરુર જાય છે. હરિદ્વાર માં
ગંગાજી પર જરુર જાય છે. પતિત-પાવની ગંગા સમજે છે ને. હવે હકીકત માં તમે છો
સાચ્ચી-સાચ્ચી જ્ઞાન-ગંગાઓ. તમારી પાસે પણ ઘણાં આવીને જ્ઞાન-સ્નાન કરે છે. બાબાએ
સમજાવ્યું છે - સદ્દગુરુ એક જ છે. સર્વ નાં સદ્દગતિ દાતા સિવાય એક સદ્દગુરુ નાં બીજું
કોઈ ગુરુ નથી. બાપ કહે છે - હું તમને કલ્પ-કલ્પ સંગમયુગ પર આવીને સદ્દગતિ આપી પુજારી
થી પૂજ્ય બનાવું છું. પછી તમે પુજારી બની દુઃખી બની જાઓ છો. આ પણ હવે ખબર પડે છે.
બરોબર આપણું અડધોકલ્પ રાજ્ય ચાલે છે પછી દ્વાપર માં આપણે જ દેવી-દેવતા વામમાર્ગ માં
ચાલ્યાં જઈશું. જ્યારે રાવણ રાજ્ય શરું થાય છે ત્યાર થી જ વામમાર્ગ શરું થાય છે. એની
પણ નિશાનીઓ છે. જગન્નાથ નાં મંદિર માં જાઓ તો અંદર કાળી મૂર્તિ છે. બહાર માં
દેવતાઓનાં ગંદા ચિત્ર છે. એ સમયે આપણ ને પણ થોડી સમજ માં આવતું હતું કે શું છે!
વિકારી મનુષ્ય વિકારી દૃષ્ટિ થી જોશે. તો સમજતા હતાં, દેવતાઓ પણ વિકારી હતાં. આ
લખેલું છે દેવતાઓ વામમાર્ગ માં જાય છે. ડ્રેસ પણ દેવતાઓનો આપ્યો છે. અહીં પણ દેલવાડા
મંદિર માં જાઓ ઉપર માં સ્વર્ગ લખેલું છે. નીચે તપસ્યા માં બેઠાં છે. આ બધાં રાજાઓને
બીજા કોઈ જાણતા નથી. બાબા નો તો અનુભવી રથ છે ને.
આપ બાળકો હવે સમજી
રહ્યાં છો - આત્માઓ અને પરમાત્મા અલગ રહ્યા બહુકાળ… તમે જે પહેલાં અલગ થયા છો પછી
તમે જ આવીને પહેલાં મળો છો. સતયુગ નાં ફર્સ્ટ પ્રિન્સ (પહેલો રાજકુમાર) છે
શ્રીકૃષ્ણ. કૃષ્ણ નાં બાપ પણ તો હશે ને? કૃષ્ણ નાં મા-બાપ નું એટલું કંઈ દેખાડતા નથી.
ફક્ત દેખાડે છે માથા પર રાખીને નદી થી પેલે પાર લઈ ગયાં. રાજાઈ વગેરે કંઈ નથી દેખાડી.
એમનાં બાપની મહિમા કેમ નથી! હમણાં તમે જાણો છો આ સમયે કૃષ્ણ નાં આત્માએ સારી રીતે
ભણતર ભણ્યું છે. જેનાં કારણે મા-બાપ થી પણ ઊંચ પદ મેળવ્યું છે. તમે સમજો છો અમે
શ્રીકૃષ્ણની રાજધાની માં હતાં, સ્વર્ગ માં તો હતાં ને. પછી અમે ચંદ્રવંશી બન્યાં.
હવે પછી સૂર્યવંશી બનવા માટે શ્રીમત પર ચાલી પાવન બની પાવન દુનિયાનાં માલિક બનીશું.
દરેક પોતાની અવસ્થા ને જોઈ શકો છો. જો અમે આ સમય શરીર છોડી દઈએ તો કઈ ગતિ ને પામીશું?
દરેક સમજી શકે છે. જેટલાં બાપ ને યાદ કરશો એટલાં વિકર્મ વિનાશ થશે. મનુષ્ય નાં ઉપર
કોઈ આફતો કે દુ:ખ આવે છે કે દેવાળું નીકળે છે તો સાધુઓ નો જઈને સંગ કરે છે. પછી
મનુષ્ય સમજે આ તો ભગત માણસ છે. ઠગી થોડી કરશે. એવાં-એવાં પણ બે-ચાર વર્ષ માં ખુબ
ધનવાન થઈ જાય છે. એમનાં ખુબ છુપાયેલા પૈસા હોય છે. દરેક પોતાની બુદ્ધિ થી સમજી શકે
છે. તમારા માં પણ ઘણાં છે જે ખુબ ઓછું યાદ કરે છે એટલે બાબા કહે છે પોતાનું કલ્યાણ
ઇચ્છો છો તો પોતાની પાસે નોટબુક રાખો. ચાર્ટ નોટ (નોંધ) કરો. અમે આખાં દિવસ માં
કેટલો સમય યાદ માં રહ્યાં. મનુષ્ય તો આખા જીવન ની પણ હિસ્ટ્રી (ઇતિહાસ) લખે છે.
તમારે તો ફક્ત યાદ નો ચાર્ટ લખવાનો છે, પોતાની જ ઉન્નતી છે. બાબા ને યાદ નહીં કરશો
તો ઊંચ પદ મેળવી નહીં શકશો. વિકર્મ વિનાશ જ નહીં થશે તો ઉંચ પદ કેવી રીતે મેળવશો.
પછી સજાઓ ખાવી પડશે. સજાઓ જો નહીં ખાશો તો પદ સારું મળશે. સજા ખાઈને પછી કંઈ થોડું
ઘણું પદ મેળવ્યું એ શું કામ નું? ધરમરાજ ની સજા ન ખાઓ, બેઇજ્જતી ન થાય - આ
પુરુષાર્થ કરવાનો છે. તમે જુઓ છો શિવબાબા બેઠાં રહે છે પછી ધરમરાજ પણ છે. તમને બધાં
સાક્ષાત્કાર કરાવે છે. તમે આ-આ કર્યું હતું, યાદ છે? હવે ખાઓ સજા. પછી એ જ સમયે
સજાઓ એટલી જ ખાય છે જેટલી જન્મ-જન્માંતર ખાય છે. પાછળ માં થોડા રોટલી નાં ટુકડા
મળ્યાં, એનાથી શું ફાયદો? સજાઓ તો ન ખાવી જોઈએ. પોતાની અવસ્થા ની તપાસ કરવાની છે.
જેમ પોતામેલ કાઢે છે. કોઈ ૬ મહિના નો, કોઈ ૧૨ મહિના નો. કોઈ તો રોજ નો પણ કાઢે છે.
બાપ કહે છે - તમે પણ વ્યાપારી છો. કોઈ વિરલા વ્યાપારી બેહદ નાં બાપ થી વ્યાપાર કરે.
ધન નહીં તો તન-મન તો છે ને. એમને શરાફ પણ કહે છે. મટ્ટા-સટ્ટા કરે છે ને. તમે
તન-મન-ધન આપો છો રિટર્ન (વળતર) માં ૨૧ જન્મ માટે કેટલો વારસો મેળવો છો. બાબા હું
તમારો છું. એવી યુક્તિ બતાવો જે અમારા આત્મા અને શરીર આ લક્ષ્મી-નારાયણ જેવાં બની
જાય. બાબા કહે હું તમને કેટલાં ગોરા બનાવું છું. એકદમ રુપ જ બદલી દઉં છું. બીજા
જન્મ માં તમને ફર્સ્ટ ક્લાસ શરીર મળશે. તમે વૈકુંઠ માં પણ જુઓ છો. તમે જાણો છો આ
મમ્મા-બાબા પછી લક્ષ્મી-નારાયણ બનશે. મુખ્ય ઉદ્દેશ પણ દેખાડે છે. હવે જે જેટલો
પુરુષાર્થ કરે. જો પુરુષાર્થ પૂરો નહીં કરશે, ધમચક્ર મચાવશે તો પોતાનું પદ જ ભ્રષ્ટ
કરશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની
અવસ્થા ની તપાસ સ્વયં જ કરવાની છે. પોતાનાં કલ્યાણ માટે દરરોજ ડાયરી રાખવાની છે,
જેમાં યાદ નો ચાર્ટ નોટ (નોંધ) કરવાનો છે.
2. બેહદ નાં બાપ થી
સાચ્ચો-સાચ્ચો વ્યાપાર કરવાનો છે. પોતાનું તન-મન-ધન બાપ હવાલે કરી ૨૧ જન્મો નાં માટે
રિટર્ન (ફળ) લેવાનું છે. નિશ્ચયબુદ્ધિ બની પોતાનું કલ્યાણ કરવાનું છે.
વરદાન :-
ખુશી ની સાથે
શક્તિ ને ધારણ કરી વિઘ્નો નો ને પાર કરવા વાળા વિઘ્નજીત ભવ
જે બાળકો જમા કરવાનું
જાણે છે તે શક્તિશાળી બને છે. જે હમણાં-હમણાં કમાયા, હમણાં-હમણાં આપ્યું સ્વયં માં
સમાવ્યું નથી તો શક્તિ નથી રહેતી. ફક્ત આપવાનું કે દાન કરવાની ખુશી રહે છે. ખુશી ની
સાથે શક્તિ હોય તો સહજ જ વિઘ્નો ને પાર કરી વિઘ્નજીત બની જશો. પછી કોઈ પણ વિઘ્ન લગન
ને ડિસ્ટર્બ નહીં કરશે. એટલે જેવી રીતે ચહેરા થી ખુશી ની ઝલક દેખાય છે એવી રીતે
શક્તિ ની ઝલક પણ દેખાય.
સ્લોગન :-
પરિસ્થિતિ માં
ગભરાવાને બદલે એમને શિક્ષક સમજીને પાઠ શીખી લો.
આ અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો .
લાસ્ટ સો ફાસ્ટ
પુરુષાર્થ જ્વાળા રુપ નો જ રહેલો છે. પાંડવો નાં કારણે યાદવ રોકાયેલા છે. પાંડવો ની
શ્રેષ્ઠ શાન, રુહાની શાન ની સ્થિતિ યાદવ ની પરેશાની વાળી પરિસ્થિતિ ને સમાપ્ત કરશે.
તો પોતાની શાન થી પરેશાન આત્માઓ ને શાંતિ અને ચૈન નું વરદાન આપો. જ્વાળા સ્વરુપ
અર્થાત્ લાઈટ હાઉસ અને માઈટ હાઉસ સ્થિતિને સમજતા આ જ પુરુષાર્થ માં રહો.