09-09-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યોગબળ થી જ તમારે પોતાનાં કર્મો પર જીત મેળવી વિકર્માજીત બનવાનું છે”

પ્રશ્ન :-
કયો વિચાર પુરુષાર્થી બાળકો ને પણ પુરુષાર્થહીન બનાવી દે છે?

ઉત્તર :-
જો કોઈ પુરુષાર્થી ને આ વિચાર આવ્યો કે હજું તો બહુજ સમય પડ્યો છે, પાછળ થી ગૈલપ (ઝડપ) કરી લઈશું. પરંતુ બાપ સમજાવે છે બાળકો મોત નો સમય નિશ્ચિત થોડી છે, કાલે-કાલે કરીને મરી જશો તો કમાણી શું થશે એટલે જેટલું થઈ શકે શ્રીમત પર પોતાનું અને બીજાનું કલ્યાણ કરતાં રહો. સમય નું વિચારીને પુરુષાર્થહીન નહીં બનો.

ગીત :-
ઓમ્ નમો શિવાય…

ઓમ શાંતિ!
આ તો બાળકોને સમજાવાયું છે કે નિરાકાર, સાકાર વગર કોઈ કર્મ કરી ન શકે. પાર્ટ ભજવી ન શકે. રુહાની બાપ આવીને બ્રહ્મા દ્વારા રુહાની બાળકોને સમજાવે છે. યોગબળ થી જ સતોપ્રધાન બનવાનું છે અને વિશ્વ નાં માલિક બનવાનું છે. આ બાળકોની બુદ્ધિમાં છે કે કલ્પ-કલ્પ બાપ આવીને રાજ્યોગ શિખવાડે છે - બ્રહ્મા દ્વારા. અને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે અર્થાત્ મનુષ્ય ને દેવતા બનાવે છે. મનુષ્ય જે દેવી-દેવતા હતાં, પાવન હતાં તે હવે બદલાઈ ૮૪ જન્મ પછી પતિત બની ગયાં છે, ભારત જ્યારે પારસપુરી હતું તો પવિત્રતા, સુખ-શાંતિ બધું હતું. ૫ હજાર વર્ષ ની વાત છે. તિથિ-તારીખ સહિત બાપ પૂરો હિસાબ-કિતાબ સમજાવે છે. એમનાથી ઊંચું તો કોઈ નથી. સૃષ્ટિ અથવા ઝાડ જેને કલ્પવૃક્ષ કહે છે, તેમનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય બાપ જ બેસી સમજાવે છે. ભારતનો જે દેવી-દેવતા ધર્મ હતો, તે હવે પ્રાયઃ લોપ થઈ ગયો છે. ફક્ત ચિત્ર જરુર છે. ભારતવાસી જાણે છે કે સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ભલે શાસ્ત્રો માં ભૂલ કરી દીધી છે, જે કૃષ્ણ ને દ્વાપર માં લઈ ગયાં છે. બાપ જ આવીને ભૂલેલા ને રસ્તો બતાવે છે. એમને કહેવાય છે મુક્તિ-જીવનમુક્તિ નાં ગાઈડ (માર્ગદર્શક). સર્વ ને મુક્તિ-જીવનમુક્તિ આપવા વાળા એક જ છે. ભારત જ્યારે જીવનમુક્ત છે તો બાકી બધા આત્માઓ મુક્તિધામ માં છે, એટલે એમને કહેવાય છે મુક્તિ-જીવનમુક્તિ દાતા. રચયિતા એક જ છે. સૃષ્ટિ પણ એક જ છે, વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી પણ એક જ છે, જે રિપીટ (પુનરાવૃત્તિ) થાય છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ… પછી હોય છે સંગમયુગ. કળિયુગ છે પતિત, સતયુગ છે પાવન. સતયુગ હશે, તો પહેલાં જરુર કળિયુગ નો વિનાશ થશે. વિનાશ નાં પહેલાં સ્થાપના થશે. સતયુગ માં સ્થાપના નહીં થશે. ભગવાન આવશે ત્યારે જ્યારે પતિત દુનિયાને પાવન બનાવવાની છે. હવે બાપ સહજ યુક્તિ બતાવે છે કે દેહ સહિત દેહ નાં સર્વ સંબંધ તોડી દેહી-અભિમાની બની બાપ ને યાદ કરો. બાપ છે ભક્તો ને ફળ આપવા વાળા. ભક્તો ને જ્ઞાન આપે છે - પાવન બનવાના માટે. બધાને પાવન બનાવવા વાળો છે યોગ. જ્ઞાનસાગર મુખ દ્વારા આવીને જ્ઞાન સંભળાવે છે. પતિતો ને પાવન બનાવે છે. આ સમયે બધા આત્માઓ પતિત બનેલાં છે એટલે બાપ ને બોલાવે છે કારણકે બાપ વગર તો કોઈ પાવન બનાવી ન શકે. જો પતિત-પાવની ગંગા છે તો પછી પતિત-પાવન સીતારામ કહીને કેમ બોલાવો છો. બુદ્ધિ કહે છે કે પરમપિતા પરમાત્મા જરુર ફરી નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનાં વિનાશ નાં માટે આવશે. કલ્પવૃક્ષ ની આયુ પણ હોય છે, જે વસ્તુ જડજડીભૂત થઈ જાય છે, તેને જ તમોપ્રધાન કહે છે. ન્યુ વર્લ્ડ નહીં કહેશે, આ છે આયરન એજેડ વર્લ્ડ (તમોપ્રધાન દુનિયા). બધી વાતો બુદ્ધિમાં બેસાડાય છે બીજાને સમજાવવા માટે. ઘરે-ઘરે સંદેશ આપવાનો છે. એવું નથી કહેવાનું કે પરમાત્મા આવ્યાં છે. યુક્તિ થી સમજાવવાનું છે, બોલો બે બાપ છે લૌકિક અને પારલૌકિક. દુઃખ નાં સમયે પારલૌકિક બાપ ને જ યાદ કરાય છે. સુખધામ માં કોઈ પરમાત્મા ને યાદ નથી કરતાં. સતયુગ, લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં સુખ-શાંતિ-પવિત્રતા બધું હતું. બાપ નો વારસો મળી ગયો પછી પોકારે કેમ? ત્યાં સુખ જ સુખ છે. બાપે દુઃખ નાં માટે દુનિયા નથી રચી. આ પૂર્વ નિર્ધારિત ખેલ છે, જેમનો પાર્ટ પાછળ માં છે, ૨-૪ જન્મ લે છે, બાકી સમય શાંતિધામ માં રહેશે. બાકી ખેલ થી કોઈ નીકળી જાય, આ થઈ ન શકે. એક-બે જન્મ લીધાં બાકી સમય જેમ મોક્ષ છે, આત્મા પાર્ટધારી છે. કોઈ નો ઊંચો પાર્ટ છે, કોઈનો ઓછો. ગવાયેલું છે ઈશ્વર નો અંત કોઈ પામી ન શકે. ઈશ્વર જ આવીને રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. બાપ સમજાવે છે હું સાધારણ તન માં પ્રવેશ કરું છું. હું જે તન માં પ્રવેશ કરું છું, આ પોતાનાં જન્મો ને નથી જાણતાં, હું એમનાં ૮૪ જન્મો ની કહાની (કથા) સંભળાવું છું, કોઈ પણ પાર્ટ ચેન્જ (પરીવર્તન) ન થઈ શકે. આ પૂર્વ નિર્ધારિત ખેલ છે. આ કોઈની બુદ્ધિ માં બેસતું નથી. બુદ્ધિ માં ત્યારે બેસે જ્યારે પવિત્ર થઈને સમજે. સારી રીતે સમજવા માટે ૭ દિવસ ભઠ્ઠી માં પડે. ભાગવત આદિ પણ ૭ દિવસ રાખે છે. કોઈ ૭ દિવસ માં સારી રીતે સમજી લે છે, કોઈ તો કહી દે છે કે અમારી બુદ્ધિમાં કાંઈ પણ નથી બેસતું. ઊંચ પદ નહીં મેળવ્યું હોય તો બુદ્ધિમાં કેવી રીતે બેસશે. સારું, તો પણ કલ્યાણ તો થયું ને. પ્રજા તો એવી રીતે જ બને છે, બાકી રાજ્ય ભાગ્ય લેવામાં મહેનત છે. બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. હવે કરો કે ન કરો. પરંતુ બાપ નું ડાયરેક્શન (માર્ગદર્શન) છે, પ્રિય વસ્તુ ને યાદ કરાય છે ને. ભક્તિમાર્ગ માં પણ કહે છે કે હે પતિત-પાવન આવો. હવે એ મળ્યાં છે. કહે છે મને યાદ કરો તો કટ ઉતરી જશે. બાદશાહી એમજ થોડી મળી જશે? યાદ માં જ થોડી મહેનત છે. ખૂબ યાદ કરવા વાળા જ કર્માતીત અવસ્થા ને પામી લે છે. પૂરું યાદ ન કરવાથી વિકર્મ વિનાશ નહીં થશે. યોગબળ થી જ વિકર્માજીત બનવાનું છે. લક્ષ્મી-નારાયણ આટલાં પવિત્ર કેવી રીતે બન્યાં? જ્યારે કે કળિયુગ નાં અંત માં કોઈ પણ પવિત્ર નથી. આ સમયે ગીતા જ્ઞાન નો એપિસોડ (અધ્યાય) રિપીટ થઈ રહ્યો છે. શિવ ભગવાનુવાચ, ભૂલો તો બધાથી થતી રહે છે. હું આવીને બધાને અભૂલ બનાવું છું. ભારતનાં જે પણ શાસ્ત્ર છે, આ બધાં છે ભક્તિમાર્ગ નાં. બાપ કહે છે - મેં જે કાંઈ કહ્યું હતું તે કોઈને પણ ખબર નથી. જેમણે મારા દ્વારા સાંભળ્યું, તેમણે ૨૧ જન્મોની પ્રારબ્ધ મેળવી પછી જ્ઞાન પ્રાયઃલોપ થઈ જાય છે. તમે જ ચક્ર લગાવી ફરી આ જ્ઞાન સાંભળી રહ્યાં છો.

તમે જાણો છો આપણે કલમ લગાવી રહ્યાં છીએ, મનુષ્ય થી દેવતા બનવાની. આ છે દૈવી ઝાડ ની કલમ. તે લોકો તો તે ઝાડો ની કલમ લગાવતાં રહે છે. બાપ આવીને કોન્ટ્રાસ્ટ (વિરોધાભાસ) બતાવે છે. તમે દેખાડો પણ છો કે તેમનો શું પ્લાન છે, તમારો શું પ્લાન છે. તેઓ ફેમિલી પ્લાનિંગ કરે છે કે દુનિયા વધે નહીં. બાપ તો ખૂબ સારી વાત બતાવે છે કે અનેક ધર્મ વિનાશ થઈ જશે અને દેવી-દેવતા ધર્મ નું ફેમિલી (પરિવાર) સ્થાપન થઈ જશે. સતયુગ માં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું ફેમિલી હતું બીજા અનેક ફેમિલીઓ હતાં જ નહીં. આ સમયે ભારતમાં જુઓ કેટલાં ફેમિલી છે. ગુજરાતી ફેમિલી, સિક્ખ ફેમિલી... હકીકત માં ભારત નું એક જ ફેમિલી હોવું જોઈએ. ખૂબ ફેમિલી હશે તો જરુર ખિટ-પિટ થશે. પછી સિવિલવોર (ગૃહયુદ્ધ) થઈ જાય છે. ફેમિલી માં પણ સિવિલવોર થઈ જાય છે. જેવી રીતે ક્રિશ્ચન નાં પરસ્પર ફેમિલી છે તો તેમાં પણ બે ભાઈ પરસ્પર નથી મળતાં. ફ્રેકશન (વિભાગ) થઈ જાય છે. પાણી પણ નાં ભાગ પડાય છે. સિક્ખ ધર્મ વાળા સમજે છે અમે પોતાનાં ધર્મ નાં ફેમિલી ને વધારે સુખ આપીએ. રગ જાય છે ને. માથું મારતાં રહે છે. જ્યારે અંત નો સમય આવે છે ત્યારે પરસ્પર ઝઘડો કરવા લાગી પડે છે, વિનાશ તો થવાનો જ છે. અસંખ્ય બોમ્બ્સ બનાવતાં રહે છે. મોટી લડાઈ જ્યારે લાગી હતી તો બે બોમ્બ્સ છોડ્યાં હતાં. હમણાં તો અસંખ્ય બનાવ્યાં છે. સમજની વાત છે ને. તમારે સમજાવવાનું છે કે આ એ જ મહાભારત લડાઈ છે. મોટાં-મોટાં લોકો પણ કહે છે જો લડાઈ ને બંધ ન કરી તો આખી દુનિયાને આગ લાગી જશે. તમે જાણો છો આગ તો લાગવાની જ છે.

બાપ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે. રાજયોગ છે જ સતયુગ નો. જે દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો છે તે ફરી સ્થાપન કરે છે. હમણાં કળિયુગ છે આનાં પછી સતયુગ જોઈએ. હવે કળિયુગ વિનાશ નાં માટે આ મહાભારે મહાભારત લડાઈ છે. આ બધું સારી રીતે ધારણ કરી સમજાવવાનું છે કારણકે મનુષ્ય છે આસુરી સંપ્રદાય એટલે ખબરદારી રાખવાની છે. કલ્પ પહેલાં ની જેમ જે વિઘ્ન પડવાનાં હશે તે પડશે જરુર. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. આપણે બંધાયેલા છીએ. યાદ ની યાત્રા ક્યારેય ભૂલાવી ન જોઈએ. ગીત છે ને - રાત કે રાહી થક મત જાના…. આનો અર્થ કોઈ સમજી ન શકે. રાત પૂરી થઈ દિવસ આવવાનો છે. અડધોકલ્પ પૂરો થયો, હવે સુખ શરું થશે. બાપે મનમનાભવ નો અર્થ પણ સમજાવ્યો છે, ફક્ત ગીતા માં કૃષ્ણ નું નામ નાખવાથી તે તાકાત નથી રહી. કૃષ્ણ ને ક્યારેય સર્વશક્તિમાન્ ન કહી શકાય. તે તો પૂરાં ૮૪ જન્મ લે છે એટલે ગીતામાં તે તાકાત નથી રહી. હવે આપણે સર્વ મનુષ્ય-માત્ર નું કલ્યાણ કરી રહ્યાં છીએ. કલ્યાણકારી જે બનશે તેમને વારસો મળશે. યાદ ની યાત્રા વગર કલ્યાણ થઈ ન શકે. આ સમયે બધાં વિપરીત બુદ્ધિ છે. કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. તમારે સમજાવવાનું છે કે એ બેહદ નાં બાપ છે. બેહદ નાં બાપ થી જ ભારતવાસીઓ ને બેહદ નો વારસો મળ્યો છે. ભારતવાસીઓએ જ ૮૪ જન્મ લીધાં છે. હવે તમે પ્રેક્ટિકલ માં જુઓ છો કે જ્ઞાન તો તમે સાંભળતાં જ રહો છો. દિવસે-પ્રતિદિવસે તમારી પાસે ઘણાં નવાં-નવાં આવતાં રહેશે. હમણાં જ જો મોટાં-મોટાં લોકો આવી જાય પછી તો વાર જ ન લાગે. ઝટ અવાજ નીકળી જાય. હંગામા (તોફાન) થઈ જાય એટલે યુક્તિ થી ધીરે-ધીરે ચાલતાં રહે છે. આ છે ગુપ્ત જ્ઞાન, કોઈને ખબર પણ નથી પડતી કે આ શું કરી રહ્યાં છે. ભક્તિ માં છે દુઃખ, જ્ઞાન માં છે સુખ. રાવણ ની સાથે તમારું યુદ્ધ કેવી રીતે છે, આ તો તમે જ જાણો બીજા કોઈ જાણી ન શકે. ભગવાનુવાચ, તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે તો મને યાદ કરો તો પાપ વિનાશ થઈ જશે. પવિત્ર બનો તો સાથે લઈ જઈશ. મુક્તિ તો બધાંને મળવાની છે. બધા રાવણ રાજ્ય થી મુક્ત થઈ જશે. તમે કહો છો કે શિવ શક્તિઓ બ્રહ્માકુમાર-કુમારીઓ જ શ્રેષ્ઠાચારી દુનિયા સ્થાપન કરશે. પરમપિતા પરમાત્મા ની શ્રીમત પર કલ્પ પહેલાં ની જેમ. ૫ હજાર વર્ષ પહેલાં શ્રેષ્ઠાચારી દુનિયા હતી, આ બુદ્ધિમાં બેસાડવું જોઈએ. મુખ્ય પોઈન્ટ્સ (વાતો) જ્યારે બુદ્ધિમાં ધારણ થશે ત્યારે યાદ ની યાત્રા માં રહેશે. કોઈ સમજે છે હજું સમય પડ્યો છે, પાછળ પુરુષાર્થ કરી લઈશું. પરંતુ મોત નો નિયમ થોડી છે. કાલે મરી જઈએ તો! એટલે એવું નહીં સમજો અંત માં ગૈલપ (ઝડપ) કરી લઈશું. આ ખ્યાલ વધારે જ પાડી દેશે. જેટલું થઈ શકે પુરુષાર્થ કરતાં રહો. શ્રીમત પર દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે, પોતાની જાંચ (તપાસ) કરવાની છે કે કેટલું બાપ ને યાદ કરું છું અને કેટલી બાપની સર્વિસ (સેવા) કરું છું. રુહાની ખુદાઈ ખિદ્દમતદાર તમે જ છો ને. તમે રુહો ને સેલવેજ (રાહત આપો) કરો છો. રુહ પતિત થી પાવન કેવી રીતે બને, તેની યુક્તિ બતાવો છો. કૃષ્ણ ને યાદ કરવાથી વિકર્મ વિનાશ નહીં થશે. તે તો પ્રિન્સ હતાં, તેમણે પ્રારબ્ધ ભોગવી, તેમની મહિમા ની પણ દરકાર નથી. દેવતાઓની મહિમા શું કરશો! હા, બર્થ ડે (જન્મદિવસ) તો બધાં મનાવે છે. આ કોમન (સામાન્ય) વાત છે. બાકી તેમણે શું કર્યું, સીડી તો ઉતરતાં જ આવે છે. સારા કે ખરાબ મનુષ્ય તો હોય છે. દરેક નો પાર્ટ પોત-પોતાનો છે. આ છે બેહદ ની વાત. મુખ્ય ડાળ-ડાળીઓ ગણાય છે. બાકી પાન તો અનેક છે. તેમને ક્યાં સુધી તમે ગણતરી કરતાં રહેશો. બાપ સમજાવતાં રહે છે, બાળકો મહેનત કરો, બધાંને બાપ નો પરિચય આપો તો બાપ થી બુદ્ધિયોગ જોડાઈ જાય. બાપ કહે છે - બધાં ને કહો - પવિત્ર બનો તો મુક્તિધામ માં ચાલ્યાં જશો. દુનિયામાં થોડી ખબર છે કે મહાભારત લડાઈ થી શું થશે! આ યજ્ઞ રચ્યો છે કારણ કે નવી દુનિયા જોઈએ. આપણો યજ્ઞ પૂરો થશે તો બધું આ યજ્ઞ માં સ્વાહા થવાનું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચાં-સાચાં ખુદાઈ ખિદ્દમતગાર બની બધા રુહો ને સેલવેજ કરવાની સેવા કરવાની છે. બધાનું કલ્યાણ કરવાનું છે. બધાને બાપ નો પરિચય આપવાનો છે.

2. પ્રિય માં પ્રિય વસ્તુ (બાપ) ને પ્રેમ થી યાદ કરવાની છે. પૂર્વ નિર્ધારિત ડ્રામા પર અટલ રહેવાનું છે. વિઘ્નો થી ગભરાવવાનું નથી.

વરદાન :-
મનમનાભવની વિધિ દ્વારા મનરસ ની સ્થિતિનો અનુભવ કરવા અને કરાવવા વાળા સર્વ બંધનમુક્ત ભવ

જે બાળકો લોખંડ ની જંજીરો અને મહિન દોરા નાં બંધન ને તોડી બંધનમુક્ત સ્થિતિ માં રહે છે તે કળિયુગી સ્થૂળ વસ્તુઓની રચના કે મન નાં લગાવ થી મુક્ત થઈ જાય છે. એમને દેહ-અભિમાન કે દેહ ની જૂની દુનિયાની કોઈ પણ વસ્તુ જરા પણ આકર્ષિત નથી કરતી. જ્યારે કોઈ પણ ઈન્દ્રિયો નો રસ અર્થાત્ વિનાશી રચના તરફ આકર્ષણ ન થાય ત્યારે અલૌકિક અતીન્દ્રિય સુખ કે મનરસ સ્થિતિ નો અનુભવ થાય છે. એનાં માટે નિરંતર મનમનાભવ ની સ્થિતિ જોઈએ.

સ્લોગન :-
સાચ્ચી સેવા તે છે જેમાં સર્વ ની દુવાઓની સાથે ખુશી ની અનુભૂતિ થાય.

આ અવ્યક્ત ઇશારા - હવે પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો

દુનિયામાં પણ દાન ને પુણ્ય સમજે છે, તમે દાતા નાં બાળકો સદા દાન કરવાવાળા પુણ્ય આત્માઓ છો. તમે કોઈ પણ આત્મા દ્વારા અલ્પકાળ ની પ્રાપ્તિ લેવાની કામના નથી કરતાં આ આત્મા કંઈક આપે તો હું આપું કે આ પણ કંઈક કરે તો હું પણ કરું, એવી હદ ની કામના નહીં રાખતાં. દાતા નાં બાળકો બની બધાનાં પ્રત્યે સ્નેહ, સહયોગ, શક્તિ આપવા વાળા પુણ્ય આત્મા બનો.