09-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
હમણાં કાંટા થી ફૂલ બન્યાં છો , તમારે હંમેશા બધાને સુખ આપવાનું છે , તમે કોઈને પણ
દુઃખ ન આપી શકો”
પ્રશ્ન :-
સારા ફર્સ્ટ ક્લાસ પુરુષાર્થી બાળકો કયા બોલ ખુલ્લા દિલ થી બોલશે?
ઉત્તર :-
બાબા અમે તો પાસ વિથ ઓનર બનીને દેખાડીશું. તમે બેફિકર રહો. તેમનું રજીસ્ટર પણ સારું
હશે. તેમનાં મુખ થી ક્યારેય પણ આ બોલ નહીં નીકળશે કે હમણાં તો અમે પુરુષાર્થી છીએ.
પુરુષાર્થ કરી એવાં મહાવીર બનવાનું છે જે માયા જરા પણ હલાવી ન શકે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો રુહાની બાપ દ્વારા ભણી રહ્યાં છે. પોતાને આત્મા સમજવું જોઈએ. નિરાકાર
બાપ નાં આપણે નિરાકારી બાળકો આત્માઓ ભણી રહ્યાં છીએ. દુનિયા માં સાકારી શિક્ષક પણ
ભણાવે છે. અહીં છે નિરાકાર બાપ, નિરાકાર શિક્ષક, બાકી આમની (બ્રહ્મા) કોઈ વેલ્યુ નથી.
શિવબાબા બેહદ નાં બાપ આવીને આમને વેલ્યુ આપે છે. મોસ્ટ વેલ્યુએબલ (સૌથી મુલ્યવાન)
છે શિવબાબા, જે સ્વર્ગ ની સ્થાપના કરે છે. કેટલું ઊંચું કાર્ય કરે છે. જેટલાં બાપ
ઊંચા માં ઊંચા ગવાય છે, એટલાં જ બાળકોએ પણ ઊંચ બનવાનું છે. તમે જાણો છો સૌથી ઊંચા
છે બાપ. આ પણ તમારી બુદ્ધિ માં છે કે બરોબર, હમણાં સ્વર્ગ ની રાજાઈ સ્થાપન થઈ રહી
છે, આ છે સંગમયુગ. સતયુગ અને કળિયુગ ની વચ્ચે, પુરુષોત્તમ બનવાનો સંગમયુગ.
પુરુષોત્તમ શબ્દ નો અર્થ પણ મનુષ્ય નથી જાણતાં. ઊંચે થી ઊંચા તે ફરી નીચે થી નીચા
બન્યાં છે. પતિત અને પાવન માં કેટલો ફરક છે. દેવતાઓ નાં જે પુજારી હોય છે, તે પોતે
વર્ણન કરે છે, આપ સર્વગુણ સમ્પન્ન… વિશ્વ નાં માલિક. અમે વિષય વૈતરણી નદી માં ગોથા
ખાવા વાળા છીએ. કહેવા માત્ર ફક્ત કહે છે, સમજે થોડી છે? ડ્રામા વિચિત્ર વન્ડરફુલ (અદ્દભુત)
છે. આવી-આવી વાતો તમે કલ્પ-કલ્પ સાંભળો છો. બાપ આવીને સમજાવે છે. જેમનો બાપ ની સાથે
પૂરો પ્રેમ છે તેમને બહુ જ કશિશ (આકર્ષણ) થાય છે. હવે આત્મા બાપ ને કેવી રીતે મળે?
મળવાનું હોય છે સાકાર માં, નિરાકારી દુનિયા માં તો કશિશ ની વાત જ નથી. ત્યાં તો છે
જ બધા પવિત્ર. કાટ નીકળેલો છે. કશિશ ની વાત નથી. પ્રેમ ની વાત અહીં હોય છે. એવાં
બાબા ને તો એકદમ પકડી લો. બાબા તમે તો કમાલ કરો છો. તમે અમારું જીવન આવું બનાવો છો.
ખુબ જ પ્રેમ જોઈએ. પ્રેમ કેમ નથી કારણકે કાટ ચઢેલો છે. યાદ ની યાત્રા સિવાય કાટ
નીકળશે નહીં, એટલાં પ્રેમાળ નથી બનતાં. તમારે ફૂલોએ તો અહીં જ ખીલવાનું છે, ફૂલ
બનવાનું છે. ત્યારે પછી ત્યાં જન્મ-જન્માંતર ફૂલ બનો છો. કેટલી ખુશી થવી જોઈએ - આપણે
કાંટા થી ફૂલ બની રહ્યાં છીએ. ફૂલ હંમેશા બધાને સુખ આપે છે. ફૂલ ને બધા પોતાની આંખો
પર રાખે છે, એમાંથી સુગંધ લે છે. ફૂલો નું અત્તર બનાવે છે. ગુલાબ નું જળ બનાવે છે.
બાપ તમને કાંટા થી ફૂલ બનાવે છે. તો આપ બાળકો ને ખુશી કેમ નથી થતી? બાબા તો વન્ડર (આશ્ચર્ય)
ખાય છે, શિવબાબા આપણને સ્વર્ગ નાં ફૂલ બનાવે છે! ફૂલ પણ જૂનું થાય છે, તો પછી એકદમ
કરમાઈ જાય છે. તમારી બુદ્ધિ માં છે હવે આપણે મનુષ્ય થી દેવતા બનીએ છીએ. તમોપ્રધાન
મનુષ્ય અને સતોપ્રધાન દેવતાઓ માં કેટલો ફરક છે. આ પણ બાપ સિવાય બીજું કોઈ સમજાવી ન
શકે.
તમે જાણો છો આપણે
દેવતા બનવા માટે ભણી રહ્યાં છીએ. ભણતર માં નશો રહે છે ને? તમે પણ સમજો છો આપણે બાબા
દ્વારા ભણીને વિશ્વ નાં માલિક બનીએ છીએ. તમારું ભણતર છે ભવિષ્ય માટે. ભવિષ્ય માટે
ભણતર ક્યારેય સાંભળ્યું છે? તમે જ કહો છો અમે ભણીએ છીએ નવી દુનિયા માટે, નવાં જન્મ
માટે. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ પણ બાપ સમજાવે છે. ગીતા માં પણ છે પરંતુ તેનો અર્થ
ગીતા વાળાઓ ને થોડી આવડે છે? હવે બાપ દ્વારા તમે જાણ્યું છે કે સતયુગ માં કર્મ
અકર્મ થઈ જાય છે પછી રાવણ રાજ્ય માં કર્મ વિકર્મ થવાનું શરુ થાય છે. ૬૩ જન્મ તમે આવાં
કર્મ કરતા આવ્યાં છો. વિકર્મો નો બોજો માથા પર ખૂબ છે. બધા પાપ આત્માઓ બની ગયા છે.
હવે તે ભૂતકાળ નાં વિકર્મ કેવી રીતે કપાશે? તમે જાણો છો પહેલાં તો સતોપ્રધાન હતાં
પછી ૮૪ જન્મ લઈએ છીએ. બાપે ડ્રામા ની ઓળખ આપી છે. જે પહેલાં-પહેલાં આવશે,
પહેલાં-પહેલાં જેમનું રાજ્ય હશે એ જ ૮૪ જન્મ લેશે. પછી બાપ આવીને રાજ્ય-ભાગ્ય આપશે.
હમણાં તમે રાજય લઈ રહ્યાં છો. સમજો છો આપણે કેવી રીતે ૮૪ નું ચક્ર લગાવ્યું છીએ? હવે
ફરી પવિત્ર બનવાનું છે. બાબા ને યાદ કરતાં-કરતાં આત્મા પવિત્ર બની જશે પછી આ જૂનું
શરીર ખતમ થઈ જશે. બાળકો ને અપાર ખુશી થવી જોઈએ. આ મહિમા તો ક્યારેય પણ ક્યાંય નથી
સાંભળી કે બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. એ પણ ત્રણેય ઊંચા માં ઊંચા
છે. સત્ બાપ, સત્ શિક્ષક, સદ્દગુરુ ત્રણેય એક જ છે. હવે તમને ભાસના આવે છે. બાબા જે
જ્ઞાન નાં સાગર છે, બધા આત્માઓ નાં બાપ છે, એ આપણને ભણાવી રહ્યાં છે. યુક્તિ રચી
રહ્યાં છે. મેગેઝીન (પુસ્તિકા) માં પણ સારા-સારા પોઈન્ટ્સ નીકળતા રહે છે. બની શકે
છે રંગીન ચિત્રો નું પણ મેગેઝિન નીકળે. ફક્ત શબ્દો નાનાં-નાનાં થઈ જાય છે. ચિત્ર તો
બનેલા છે. ક્યાંય પણ કોઈ બનાવી શકે છે. ઉપર થી લઈને દરેક ચિત્ર નું ઓક્યુપેશન (કર્તવ્ય)
તમે જાણો છો. શિવબાબા નું પણ ઓક્યુપેશન (કર્તવ્ય) તમે જાણો છો. બાળકો બાપ નું
ઓક્યુપેશન જરુર બાપ દ્વારા જ જાણશે ને? તમે કાંઈ પણ નહોતા જાણતાં. નાનાં બાળકો ભણતર
થી શું જાણે? ૫ વર્ષ પછી ભણવાનું શરુ કરે છે. પછી ભણતા-ભણતા ઘણાં વર્ષ થઈ જાય છે,
ઊંચી પરીક્ષા પાસ કરવામાં. તમે છો કેટલાં સાધારણ અને બનો શું છો! વિશ્વ નાં માલિક.
તમારો કેટલો શૃંગાર હશે. ગોલ્ડન સ્પૂન ઇન માઉથ (સોનાની ચમચી મુખ માં). ત્યાં નું તો
ગાયન જ છે. હમણાં પણ કોઈ સારા બાળકો શરીર છોડે છે તો ખૂબ સારા ઘર માં જન્મ લે છે.
તો ગોલ્ડન સ્પૂન ઇન માઉથ મળે છે. ઈન એડવાન્સ (પહેલાં થી) તો જશે ને કોઈની પાસે.
નિર્વિકારી ની પાસે તો પહેલાં-પહેલાં જન્મ શ્રીકૃષ્ણ ને જ લેવાનો છે. બાકી તો જે પણ
જશે તે વિકારી પાસે જ જન્મ લેશે. પરંતુ ગર્ભ માં એટલી સજાઓ નહીં ભોગવશે. ખૂબ સારા
ઘર માં જન્મ લેશે. સજાઓ તો કપાઈ ગઈ, બાકી થોડી હશે. એટલું દુઃખ નહીં હશે. આગળ ચાલીને
જોજો તમારી પાસે મોટાં-મોટાં ઘર નાં બાળકો પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી)
કેવી રીતે આવે છે. બાપ તમારી કેટલી મહિમા કરે છે! તમને હું પોતાનાં કરતાં પણ ઊંચ
બનાવું છું. જેવી રીતે કોઈ લૌકિક બાપ બાળકો ને સુખી બનાવે છે. ૬૦ વર્ષ થયા બસ પોતે
વાનપ્રસ્થ માં ચાલ્યાં જાય છે, ભક્તિ માં લાગી જાય છે. જ્ઞાન તો કોઈ આપી ન શકે.
જ્ઞાન થી સર્વ ની સદ્દગતિ હું કરું છું. તમારા નિમિત્તે બધાનું કલ્યાણ થઈ જાય છે
કારણકે તમારા માટે જરુર નવી દુનિયા જોઈએ. તમે કેટલાં ખુશ થાઓ છો. હવે વેજિટેરિયન ની
કોન્ફરન્સ (શાકાહારી સંમેલન) માં પણ આપ બાળકો ને નિમંત્રણ મળેલું છે. બાબા તો કહેતા
રહે છે હિંમત કરો. દિલ્લી જેવાં શહેર માં તો એકદમ અવાજ ફેલાય જાય. દુનિયા માં
અંધશ્રદ્ધા ની ભક્તિ ખૂબ છે. સતયુગ-ત્રેતા માં ભક્તિ ની કોઈ વાત હોતી નથી. તે
ડિપાર્ટમેન્ટ (વિભાગ) અલગ છે. અડધોકલ્પ જ્ઞાન ની પ્રારબ્ધ હોય છે. તમને ૨૧ જન્મો નો
વારસો મળે છે, બેહદ નાં બાપ પાસે થી. પછી ૨૧ પેઢી તમે સુખી રહો છો. વૃદ્ધાવસ્થા સુધી
દુઃખ નું નામ નથી રહેતું. પૂરું આયુષ્ય સુખી રહો છો. જેટલો વારસો મેળવવા નો
પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ મેળવશો. તો પુરુષાર્થ પૂરો કરવો જોઈએ. તમે જુઓ છો
નંબરવાર માળા કેવી રીતે બને છે? પુરુષાર્થ અનુસાર જ બનશે. તમે છો સ્ટુડન્ટ (વિદ્યાર્થી),
વન્ડરફુલ. સ્કૂલ માં પણ બાળકો ને દોડાવે છે ને નિશાન સુધી. બાબા પણ કહે છે તમારે
નિશાન સુધી દોડીને પછી અહીં જ આવવાનું છે. યાદ ની યાત્રા થી તમે દોડીને જાઓ પછી તમે
નંબરવન માં આવી જશો. મુખ્ય છે યાદ ની યાત્રા. કહે છે - બાબા અમે ભૂલી જઈએ છીએ. અરે,
બાપ આટલાં તમને વિશ્વ નાં માલિક બનાવે છે, એમને તમે ભૂલી જાઓ છો. ભલે તોફાન તો આવશે.
બાપ હિંમત અપાવશે ને? સાથે-સાથે કહે છે આ યુદ્ધ-સ્થળ છે. યુધિષ્ઠિર પણ હકીકત માં
બાપ ને કહેવું જોઈએ જે યુદ્ધ શીખવાડે છે. યુધિષ્ઠિર બાપ તમને શીખવાડે છે - માયા થી
તમે યુદ્ધ કેવી રીતે કરી શકો છો. આ સમયે યુદ્ધ નું મેદાન છે ને? બાપ કહે છે - કામ
મહાશત્રુ છે, તેનાં પર જીતવા થી તમે જગતજીત બનશો. તમારે મુખ થી કાંઈપણ જપવાનું,
કરવાનું નથી, ચૂપ રહેવાનું છે. ભક્તિમાર્ગ માં કેટલી મહેનત કરે છે. અંદર રામ-રામ જપે
છે, એને જ કહેવાય છે નૌધા ભક્તિ. તમે જાણો છો બાબા આપણને પોતાની માળા નાં બનાવી
રહ્યાં છે. તમે રુદ્ર માળા નાં મણકા બનવા વાળા છો જેને પછી પૂજશે. રુદ્ર માળા અને
રુંડ માળા બની રહી છે. વિષ્ણુ ની માળા ને રુંડ કહેવાય છે. તમે વિષ્ણુ નાં ગળા નો
હાર બનો છો. કેવી રીતે બનશો? જ્યારે દોડ માં જીતી જશો. બાપ ને યાદ કરવાના છે અને ૮૪
નાં ચક્ર ને જાણવાનું છે. બાપ ની યાદ થી જ વિકર્મ વિનાશ થશે. તમે કેવાં લાઈટ હાઉસ
છો. એક આંખ માં મુક્તિધામ, એક માં જીવનમુક્તિધામ. આ ચક્ર ને જાણવા થી તમે ચક્રવર્તી
રાજા, સુખધામ નાં માલિક બની જશો. તમારો આત્મા કહે છે - હવે આપણે આત્માઓ જઈશું પોતાનાં
ઘરે. ઘર ને યાદ કરતાં-કરતાં જઈશું. આ છે યાદ ની યાત્રા. તમારી યાત્રા જુઓ કેવી
ફર્સ્ટ ક્લાસ છે. બાબા જાણે છે આપણે એવી રીતે બેઠાં-બેઠાં ક્ષીરસાગર માં જઈશું.
વિષ્ણુ ને ક્ષીરસાગર માં દેખાડે છે ને? બાપ ને યાદ કરતાં-કરતાં ક્ષીરસાગર માં ચાલ્યાં
જઈશું. ક્ષીરસાગર હમણાં તો નથી. જેમણે તળાવ બનાવ્યું છે જરુર ક્ષીર નાખ્યું હશે.
પહેલાં તો ક્ષીર (દૂધ) ખૂબ સસ્તું હતું. એક પૈસા માં લોટો ભરીને આવતું હતું. તો કેમ
નહીં તળાવ ભરાતું હશે? હમણાં તો ક્ષીર છે ક્યાં? પાણી જ પાણી થઈ ગયું છે. બાબાએ
નેપાળ માં જોયું છે - ખૂબ મોટું વિષ્ણુ નું ચિત્ર છે. શ્યામ જ બનાવ્યાં છે. હવે તમે
વિષ્ણુપુરી નાં માલિક બની રહ્યાં છો - યાદ ની યાત્રા થી અને સ્વદર્શન ચક્ર ફેરવવા
થી. દેવીગુણ પણ અહીં ધારણ કરવાના છે. આ છે પુરુષોત્તમ સંગમયુગ. ભણતાં-ભણતાં તમે
પુરુષોત્તમ બની જશો. આત્મા નું કનિષ્ટપણું છૂટી જશે. બાબા રોજ-રોજ સમજાવે છે - નશો
ચઢવો જોઈએ. કહે છે બાબા પુરુષાર્થ કરી રહ્યાં છીએ. અરે ખુલ્લા દિલ થી બોલો ને - બાબા
અમે તો પાસ વિથ ઓનર બનીને દેખાડીશું. તમે ફિકર ન કરો. ફર્સ્ટ ક્લાસ બાળકો જે સારી
રીતે ભણે છે, એમનું રજીસ્ટર પણ સારું હશે. બાબા ને કહેવું જોઈએ - બાબા તમે બેફિકર
રહો, અમે એવાં બનીને દેખાડીશું. બાબા પણ જાણે છે ને, ઘણાં ટીચર્સ ખૂબ ફર્સ્ટ ક્લાસ
છે. બધા તો ફર્સ્ટ ક્લાસ ન બની શકે. સારા-સારા ટીચર્સ એક-બીજા ને પણ જાણે છે. બધાને
મહારથીઓ ની લાઈન માં નથી લાવી શકતાં. સારા મોટાં-મોટાં સેવાકેન્દ્ર ખોલો તો
મોટાં-મોટાં વ્યક્તિ આવશે. કલ્પ પહેલાં પણ હુંડી ભરી હતી. શામળશા બાબા હુંડી જરુર
ભરશે. બંને બાપ બચડાવાળા (બાળકો વાળા) છે. પ્રજાપિતા બ્રહ્મા નાં કેટલાં બાળકો છે.
કોઈ ગરીબ, કોઈ સાધારણ, કોઈ સાહૂકાર, કલ્પ પહેલાં પણ આમનાં દ્વારા રાજાઈ સ્થાપન થઈ
હતી, જેને દૈવી રાજસ્થાન કહેવાતું હતું. હમણાં તો આસુરી રાજસ્થાન છે. આખું વિશ્વ
દૈવી રાજસ્થાન હતું, આટલાં ખંડ નહોતાં. આ જ દિલ્લી જમુના નો કાંઠો હતું, એને
પરિસ્તાન કહેવાય છે. ત્યાં ની નદીઓ વગેરે ઉછળે થોડી છે? હમણાં તો કેટલી ઉછળે છે,
ડેમ્સ (બંધ) ફાટી જાય છે. પ્રકૃતિ નાં જાણે આપણે દાસ બની ગયા છીએ. પછી તમે માલિક બની
જશો. ત્યાં માયા ની તાકાત નથી રહેતી જે બેઈજ્જત કરે. ધરતી ની તાકાત નથી જે હલી શકે.
તમારે પણ મહાવીર બનવું જોઈએ. હનુમાન ને મહાવીર કહે છે ને? બાપ કહે છે તમે બધા
મહાવીર છો. મહાવીર બાળકો ક્યારેય હલી ન શકે. મહાવીર મહાવીરણી નાં મંદિર બનેલા છે.
ચિત્ર આટલાં થોડી બધાનાં રાખશે? મોડલ (નમૂના નાં) રુપ માં બનાવેલા છે. હવે તમે ભારત
ને સ્વર્ગ બનાવી રહ્યાં છો તો કેટલી ખુશી થવી જોઈએ? કેટલાં સારા ગુણ હોવા જોઈએ.
અવગુણો ને કાઢતા જાઓ. સદૈવ હર્ષિત રહેવાનું છે. તોફાન તો આવશે. તોફાન આવે ત્યારે તો
મહાવીરણી ની તાકાત દેખાશે. તમે જેટલાં મજબૂત બનશો એટલાં તોફાન આવશે. હમણાં તમે
પુરુષાર્થ કરી મહાવીર બની રહ્યાં છો, નંબરવાર પુરુષાર્થ અનુસાર. જ્ઞાન નાં સાગર બાપ
જ છે. બાકી બધા શાસ્ત્ર વગેરે છે ભક્તિમાર્ગ ની સામગ્રી. તમારા માટે છે -
પુરુષોત્તમ સંગમયુગ. કૃષ્ણ નો આત્મા અહીં જ બેઠો છે. ભાગીરથ આ છે. આમ તો તમે બધા
ભાગીરથ છો, ભાગ્યશાળી છો ને? ભક્તિમાર્ગ માં બાપ તો કોઈનો પણ સાક્ષાત્કાર કરાવી શકે
છે. આ કારણે મનુષ્યોએ સર્વવ્યાપી કહી દીધાં છે, આ પણ ડ્રામા ની ભાવી. આપ બાળકો ખૂબ
ઊંચું ભણતર ભણી રહ્યાં છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મા પર
જે કાટ (જંક) ચઢેલો છે, તેને યાદ ની યાત્રા થી ઉતારી ખૂબ-ખૂબ પ્રેમાળ બનવાનું છે.
પ્રેમ એવો હોય જે બાપ ની સદા કશિશ રહે.
2. માયા નાં તોફાનો
થી ડરવાનું નથી, મહાવીર બનવાનું છે. પોતાનાં અવગુણો ને કાઢતા જવાનું છે, સદા હર્ષિત
રહેવાનું છે. ક્યારેય પણ હલવાનું નથી.
વરદાન :-
શુદ્ધ સંકલ્પો
ની શક્તિ નાં સ્ટોક દ્વારા મન્સા સેવા નાં સહજ અનુભવી ભવ
અંતર્મુખી બની શુદ્ધ
સંકલ્પો ની શક્તિ નો સ્ટોક જમા કરો. આ શુદ્ધ સંકલ્પ ની શક્તિ સહજ જ પોતાનાં વ્યર્થ
સંકલ્પો ને સમાપ્ત કરી દેશે અને બીજાઓ ને પણ શુભ ભાવના, શુભકામના નાં સ્વરુપ થી
પરિવર્તન કરી શકશે. શુદ્ધ સંકલ્પો નો સ્ટોક જમા કરવા માટે મોરલી નાં દરેક પોઈન્ટ ને
સાંભળવાની સાથે-સાથે શક્તિ નાં રુપ માં દરેક સમયે કાર્ય માં લગાવો. જેટલાં શુદ્ધ
સંકલ્પો ની શક્તિ નો સ્ટોક જમા હશે એટલાં મન્સા સેવા નાં સહજ અનુભવી બનતા જશો.
સ્લોગન :-
મન થી સદા માટે
ઈર્ષા-દ્વેષ ને વિદાય આપો ત્યારે વિજય થશે.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા શક્તિઓ નો પ્રયોગ કરો.
જેટલા હમણાં તન, મન,
ધન અને સમય લગાવો છો, એનાં કરતાં મન્સા શકિતઓ દ્વારા સેવા કરવા થી ખૂબ થોડા સમય માં
સફળતા વધારે મળશે. હમણાં જે પોતાનાં પ્રત્યે ક્યારેક-ક્યારેક મહેનત કરવી પડે છે-પોતાની
નેચર ને પરિવર્તન કરવાની કે સંગઠન માં ચાલવાની અથવા સેવા માં સફળતા ક્યારેક ઓછી જોઈ
દિલશિકસ્ત થવાની, આ બધું સમાપ્ત થઈ જશે.