09-11-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  30.11.2007    બાપદાદા મધુબન


“ સત્યતા અને પવિત્રતા ની શક્તિ ને સ્વરુપ માં લાવતા બાળક અને માલિકપણા નું બેલેન્સ રાખો”
 


આજે સત્ બાપ, સત્ શિક્ષક, સદ્દગુરુ પોતાનાં ચારેય તરફ નાં સત્યતા સ્વરુપ, શક્તિ સ્વરુપ બાળકો ને જોઈ રહ્યાં છે કારણકે સત્યતા ની શક્તિ સર્વશ્રેષ્ઠ છે. આ સત્યતા ની શક્તિ નો આધાર છે - સંપૂર્ણ પવિત્રતા. મન-વચન-કર્મ, સંબંધ-સંપર્ક, સ્વપ્ન માં પણ અપવિત્રતા નું નામ-નિશાન ન હોય. એવી પવિત્રતા નું પ્રત્યક્ષ સ્વરુપ શું દેખાય છે? એવાં પવિત્ર આત્મા નાં ચલન અને ચહેરા માં સ્પષ્ટ દિવ્યતા દેખાય છે. એમનાં નયનો માં રુહાની ચમક, ચહેરા માં સદા હર્ષિતમુખતા અને ચલન માં દરેક કદમ માં બાપ સમાન કર્મયોગી. એવાં સત્યવાદી સત્ બાપ દ્વારા આ સમયે તમે બધા બની રહ્યાં છો. દુનિયા માં પણ કોઈ પોતાને સત્યવાદી કહે છે, સાચ્ચું પણ બોલે છે પરંતુ સંપૂર્ણ પવિત્રતા જ સાચ્ચી સત્યતા ની શક્તિ છે. જે આ સમયે આ સંગમયુગ માં તમે બધા બની રહ્યાં છો. આ સંગમયુગ ની શ્રેષ્ઠ પ્રાપ્તિ છે - સત્યતા ની શક્તિ, પવિત્રતા ની શક્તિ. જેની પ્રાપ્તિ સતયુગ માં તમે બધા બ્રાહ્મણ સો દેવતા બની આત્મા અને શરીર બંને થી પવિત્ર બનો છો. આખાં સૃષ્ટિ ચક્ર માં બીજા કોઈ પણ આત્મા અને શરીર બંને થી પવિત્ર નથી બનતાં. આત્મા થી પવિત્ર બને પણ છે પરંતુ શરીર પવિત્ર નથી મળતું. તો એવી સંપૂર્ણ પવિત્રતા આ સમયે તમે બધા ધારણ કરી રહ્યાં છો. ફલક થી કહો છો, યાદ છે શું ફલક થી કહો છો? યાદ કરો. બધા દિલ થી કહો છો, અનુભવ થી કહો છો કે પવિત્રતા તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે, જન્મસિદ્ધ અધિકાર સહજ પ્રાપ્ત થાય છે કારણકે પવિત્રતા અથવા સત્યતા પ્રાપ્ત કરવા માટે તમે બધાએ પહેલાં પોતાનાં સત્ સ્વરુપ આત્મા ને જાણી લીધો. પોતાનાં સત્ બાપ, શિક્ષક, સદ્દગુરુ ને ઓળખી લીધાં. ઓળખી લીધાં અને મેળવી લીધાં. જ્યાં સુધી કોઈ પોતાનું સત્ સ્વરુપ તથા સત્ બાપ ને નથી જાણતા તો સંપૂર્ણ પવિત્રતા, સત્યતા ની શક્તિ આવી નથી શકતી.

તો તમે બધા સત્યતા અને પવિત્રતા ની શક્તિ નાં અનુભવી છો ને? છો અનુભવી? અનુભવી છો? તે લોકો પ્રયત્ન કરે છે પરંતુ યથાર્થ રુપ માં નથી પોતાનું સ્વરુપ, નથી સત્ બાપ નાં યથાર્થ સ્વરુપ ને જાણી શકતાં. અને તમે બધાએ આ સમય નાં અનુભવ દ્વારા પવિત્રતા ને એવી સહજ અપનાવી જે આ સમય ની પ્રાપ્તિ ની પ્રારબ્ધ દેવતાઓ ની પવિત્રતા નેચરલ છે અને નેચર છે. એવી નેચરલ નેચર નો અનુભવ તમે જ પ્રાપ્ત કરો છો. તો ચેક કરો કે પવિત્રતા અથવા સત્યતા ની શક્તિ નેચરલ નેચર નાં રુપ માં બની છે? તમે શું સમજો છો? જે સમજે છે કે પવિત્રતા તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હાથ ઉઠાવો. જન્મસિદ્ધ અધિકાર છે કે મહેનત કરવી પડે છે? મહેનત કરવી તો નથી પડતી ને? સહજ છે ને? કારણકે જન્મસિદ્ધ અધિકાર તો સહજ પ્રાપ્ત થાય છે. મહેનત નથી કરવી પડતી. દુનિયા વાળા અસંભવ સમજે છે અને તમે અસંભવ ને સંભવ અને સહજ બનાવી દીધું છે.

જે નવાં-નવાં બાળકો આવ્યાં છે, જે પહેલીવાર આવ્યાં છે તે હાથ ઉઠાવો. સારું, જે નવાં-નવાં બાળકો છે, મુબારક છે નવાં પહેલીવાર આવવા વાળા ને, કારણકે બાપદાદા કહે છે કે ભલે લેટ (મોડા) તો આવ્યાં છો પરંતુ ટૂ લેટ માં નથી આવ્યાં. અને નવાં બાળકો ને બાપદાદા નું વરદાન છે કે લાસ્ટ વાળા પણ ફાસ્ટ પુરુષાર્થ કરી ફર્સ્ટ ડિવિઝન માં આવી શકે છે. ફર્સ્ટ નંબર નહીં પરંતુ ફર્સ્ટ ડિવિઝન માં આવી શકે છે. તો નવાં બાળકો ને આટલી હિંમત છે, હાથ ઉઠાવો જે ફર્સ્ટ આવશે. જોજો ટી.વી.માં તમારો હાથ દેખાઈ રહ્યો છે. સારું. હિંમતવાળા છો. મુબારક છે હિંમત ની. અને હિંમત છે તો બાપ ની તો મદદ છે જ પરંતુ સર્વ બ્રાહ્મણ પરિવાર ની પણ શુભભાવના, શુભકામના તમને બધાને સાથે છે એટલે જે પણ નવાં પહેલીવાર આવ્યાં છે તે બધાનાં પ્રત્યે બાપદાદા અને પરિવાર તરફ થી બીજી વાર પદમગુણા વધાઈ છે, વધાઈ છે, વધાઈ છે. તમે બધા જે પહેલાં આવવા વાળા છો એમને પણ ખુશી થઈ રહી છે ને? વિખુટા પડેલા આત્માઓ ફરી થી પોતાનાં પરિવાર માં પહોંચી ગયા છે. તો બાપદાદા પણ ખુશ થઈ રહ્યાં છે અને તમે બધા પણ ખુશ થઈ રહ્યાં છો.

બાપદાદાએ વતન માં દાદી ની સાથે એક રીઝલ્ટ જોયું. શું રીઝલ્ટ જોયું? તમે બધા જાણો છો, માનો છો કે અમે માલિક સો બાળક છીએ. છો ને? માલિક પણ છો, બાળક પણ છો. બધા છો? હાથ ઉઠાવો. વિચારી ને ઉઠાવજો, એમ જ નહીં. હિસાબ લેશે ને? સારું, હાથ નીચે કરો. બાપદાદાએ જોયું કે બાળકપણા નો નિશ્ચય અને નશો આ તો સહજ રહે છે કારણકે બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારી કહેવાઓ છો તો બાળક છો ત્યારે તો બ્રહ્માકુમાર-કુમારી કહેવાઓ છો. અને આખો દિવસ મારા બાબા, મારા બાબા આ જ સ્મૃતિ માં લાવો છો પછી ભૂલી પણ જાઓ છો પરંતુ વચ્ચે-વચ્ચે યાદ આવે છે. અને સેવા માં પણ બાબા-બાબા શબ્દ નેચરલ મુખ માંથી નીકળે છે. જો બાબા શબ્દ નથી નીકળતો તો જ્ઞાન નો કોઈ પ્રભાવ નથી પડતો. તો જે પણ સેવા કરો છો, ભાષણ કરો છો, કોર્સ કરાવો છો, ભિન્ન-ભિન્ન વિષય પર કરો છો, સાચ્ચી સેવા નું પ્રત્યક્ષ સ્વરુપ તથા પ્રત્યક્ષ પ્રમાણ આ જ છે કે સાંભળવા વાળા પણ અનુભવ કરે કે હું પણ બાબા નો છું. એમનાં મુખ માંથી પણ બાબા શબ્દ નીકળે. કોઈ તાકાત છે, એમ નહીં. સારું છે, સારું છે, એમ નહીં. પરંતુ મારા બાબા અનુભવ કરે આને કહેવાશે સેવા નું પ્રત્યક્ષ ફળ. તો બાળકપણા નો નશો તથા નિશ્ચય તો પણ સારો રહે છે. પરંતુ માલિકપણા નો નિશ્ચય અને નશો નંબરવાર રહે છે. બાળકપણા થી માલિકપણા નો પ્રેક્ટિકલ ચલન અને ચહેરા થી નશો ક્યારેક દેખાય છે, ક્યારેક ઓછો દેખાય છે. હકીકત માં તમે ડબલ માલિક છો, એક - બાપ નાં ખજાના નાં માલિક છો. બધા માલિક છો ને ખજાના નાં? અને બાપે બધાને એક જેટલા જ ખજાના આપ્યાં છે. કોઈને લાખ આપ્યાં છે, કોઈને હજાર આપ્યાં છે એવું નથી. બધાને બધા ખજાના બેહદ નાં આપ્યાં છે કારણકે બાપ ની પાસે બેહદ નાં ખજાના છે, ઓછા નથી. તો બાપદાદા એ બધાને સર્વ ખજાના આપ્યાં છે અને એક જેવાં, એક જેટલાં આપ્યાં છે. અને બીજું - સ્વરાજ્ય નાં માલિક છો એટલે બાપદાદા ફલક થી કહે છે કે મારું એક-એક બાળક રાજા બાળક છે. તો રાજા બાળક છો ને? પ્રજા તો નથી? રાજયોગી છો કે પ્રજાયોગી છો? રાજયોગી છો ને? તો સ્વરાજ્ય નાં માલિક છો. પરંતુ બાપદાદાએ દાદી ની સાથે રીઝલ્ટ જોયું - તો જેટલો નશો બાળકપણા નો રહે છે, એટલો માલિકપણા નો ઓછો રહે છે. કેમ? જો સ્વરાજ્ય નાં માલિકપણા નો નશો સદા રહે તો આ જે વચ્ચે-વચ્ચે સમસ્યાઓ તથા વિઘ્ન આવે છે તે આવી નથી શકતાં. આમ જોવાય છે તો સમસ્યા તથા વિઘ્ન આવવાનો આધાર વિશેષ મન છે. મન જ હલચલ માં આવે છે એટલે બાપદાદા નો મહામંત્ર પણ છે મનમનાભવ. તનમનાભવ, ધનમનાભવ નથી, મનમનાભવ છે. તો જો સ્વરાજ્ય નાં માલિક છો તો મન માલિક નથી. મન તમારું કર્મચારી છે, રાજા નથી. રાજા અર્થાત્ અધિકારી. અધીન વાળા ને રાજા નથી કહેવાતાં. તો રીઝલ્ટ માં શું જોયું? કે મન નો માલિક હું રાજ્ય અધિકારી માલિક છું, આ સ્મૃતિ, આ આત્મ સ્થિતિ ઓછી રહે છે, સદા નથી રહેતી. છે પહેલો પાઠ, તમે બધાએ પહેલો પાઠ શું કર્યો હતો? હું આત્મા છું, પરમાત્મા નો પાઠ બીજો નંબર છે. પરંતુ પહેલો પાઠ હું માલિક રાજા આ કર્મેન્દ્રિયો નો અધિકારી આત્મા છું, શક્તિશાળી આત્મા છું. સર્વશક્તિઓ આત્મા નાં નિજી ગુણ છે. તો બાપદાદાએ જોયું કે જે હું છું, જેવો છું એનું નેચરલ સ્વરુપ સ્મૃતિ માં ચાલવું, રહેવું, ચહેરા થી અનુભવ થવો, સમસ્યા થી કિનારા થવું, આમાં હજી વધારે અટેન્શન જોઈએ. ફક્ત હું આત્મા નથી, પરંતુ કયો આત્મા છું, જો આ સ્મૃતિ માં રાખો તો માસ્ટર સર્વશક્તિવાન્ આત્મા ની આગળ સમસ્યાઓ કે વિઘ્ન ની કોઈ શક્તિ નથી જે આવી શકે. હજી પણ રીઝલ્ટ માં કોઈ ન કોઈ સમસ્યા કે વિઘ્ન દેખાય છે. જાણો છો પરંતુ ચલન અને ચહેરા માં નિશ્ચય નું પ્રત્યક્ષ સ્વરુપ રુહાની નશો તે વધારે જ પ્રત્યક્ષ થવાનો છે. એનાં માટે આ માલિકપણા નો નશો, આને વારંવાર ચેક કરો. સેકન્ડ ની વાત છે ચેક કરવાની. કર્મ કરતા, કોઈ પણ કર્મ આરંભ કરો છો, આરંભ કરતા સમયે ચેક કરો - માલિકપણા ની ઓથોરિટી થી કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવવા વાળો કંટ્રોલિંગ પાવર, રુલિંગ પાવર વાળો આત્મા સમજી કર્મ શરુ કર્યુ કે સાધારણ કર્મ શરુ થયું? સ્મૃતિ સ્વરુપ થી કર્મ આરંભ કરવું અને સાધારણ સ્થિતિ માં કર્મ આરંભ કરવું આમાં ઘણો ફરક છે. જેવી રીતે હદ નાં પદ વાળા પોતાનું કાર્ય કરે છે તો કાર્ય ની સીટ પર સેટ થઈને પછી કાર્ય આરંભ કરે છે, એવી રીતે પોતાનાં માલિકપણા ની સ્વરાજ્ય અધિકારી ની સીટ પર સેટ થઈને પછી દરેક કાર્ય કરો. આ માલિકપણા ની ઓથોરિટી ની ચેકિંગ ને વધારે વધારવાની છે. અને આ માલિકપણા ની ઓથોરિટી ની નિશાની છે - સદા દરેક કાર્ય માં ડબલ લાઈટ અને ખુશી ની અનુભૂતિ થશે અને રીઝલ્ટ સફળતા સહજ અનુભવ થશે. હજી સુધી પણ ક્યાંક-ક્યાંક અધિકારી નાં બદલે અધીન બની જાઓ છો. અધીનતા ની નિશાની શું દેખાય છે? જે વારંવાર કહે છે - મારા સંસ્કાર છે, ઈચ્છતા નથી પરંતુ મારા સંસ્કાર છે, મારી નેચર છે.

બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું કે જે સમયે આ કહો છો કે મારા સંસ્કાર છે, મારી નેચર છે શું આ કમજોરી નાં સંસ્કાર તમારા સંસ્કાર છે? મારા છે? આ તો રાવણ નાં મધ્ય નાં સંસ્કાર છે, રાવણ ની દેન છે. એને મારા કહેવા જ ખોટું છે. તમારા સંસ્કાર તો જે બાપ નાં સંસ્કાર છે એ જ સંસ્કાર છે. એ સમયે વિચારો કે મારા-મારા કહેવાથી જ તે અધિકારી બની ગયા છે અને તમે અધીન બની જાઓ છો. બાપ જેવા સમાન બનવું છે તો તે મારા સંસ્કાર નથી, જે બાપ નાં સંસ્કાર તે મારા સંસ્કાર છે. બાપ નાં સંસ્કાર ક્યા છે? વિશ્વ કલ્યાણકારી, શુભ ભાવના, શુભ કામનાધારી. તો એ સમયે બાપ નાં સંસ્કાર સામે લાવો, લક્ષ છે બાપ સમાન બનવાનું અને લક્ષણ રહેલા છે રાવણ નાં. તો મિક્સ થઈ જાય છે, થોડા સારા બાપ નાં સંસ્કાર, થોડા તે મારા પાસ્ટ (પહેલાં) નાં સંસ્કાર, બંને મિક્સ રહે છે ને એટલે ખિટખિટ થતી રહે છે. અને સંસ્કાર બને કેવી રીતે છે, તે તો બધા જાણે છે ને? મન અને બુદ્ધિ નાં સંકલ્પ અને કાર્ય થી સંસ્કાર બને છે. પહેલાં મન સંકલ્પ કરે, બુદ્ધિ સહયોગ આપે પછી સારા કે ખરાબ સંસ્કાર બની જાય છે.

તો બાપદાદાએ દાદી ની સાથે-સાથે રિઝલ્ટ માં જોયું કે માલિકપણા નો નેચરલ અને નેચર નો નશો રહે તે બાળકપણા ની તુલના માં હજી પણ ઓછો છે. એટલે બાપદાદા જુએ છે કે સમાધાન કરવા માટે પછી યુદ્ધ કરવા લાગી જાય છે. છે બ્રાહ્મણ પરંતુ વચ્ચે-વચ્ચે ક્ષત્રિય બની જાય છે. તો ક્ષત્રિય નથી બનવાનું, બ્રાહ્મણ સો દેવતા બનવાનું છે. ક્ષત્રિય બનવા વાળા તો ખૂબ આવવાનાં છે, તે પાછળ આવવા વાળા છે તમે તો અધિકારી આત્માઓ છો. તો સાંભળ્યું રીઝલ્ટ? એટલે વારંવાર હું કોણ, આ સ્મૃતિ માં લાવો. છે જ, ના, પરંતુ સ્મૃતિ સ્વરુપ માં લાવો. ઠીક છે ને? સારું. રિઝલ્ટ પણ સંભળાવ્યું. હવે સમસ્યા નું નામ, વિઘ્ન નું નામ, હલચલ નું નામ, વ્યર્થ સંકલ્પ નું નામ, વ્યર્થ કર્મ નું નામ, વ્યર્થ સંબંધ નું નામ, વ્યર્થ સ્મૃતિ નું નામ સમાપ્ત કરો અને કરાવો. ઠીક છે ને, કરશો? કરશો તો દૃઢ સંકલ્પ નો હાથ ઉઠાવો. આ હાથ ઉઠાવવા નું તો કોમન થઈ ગયું છે એટલે હાથ નથી ઉઠાવડાવતા, મન માં દૃઢ સંકલ્પ નો હાથ ઉઠાવો. શરીર નો હાથ નહીં, તે ખૂબ જોઈ લીધું છે. જ્યારે બધાનો મળીને મન થી દૃઢ સંકલ્પ નો હાથ ઉઠશે ત્યારે જ વિશ્વ નાં ખૂણે-ખૂણા માં બધાનો ખુશી થી હાથ ઉઠશે - અમારા સુખદાતા, શાંતિદાતા બાપ આવી ગયાં.

બાપ ને પ્રત્યક્ષ કરવાનું બીડું ઉઠાવ્યું છે ને? ઉઠાવ્યું છે? પાક્કું? ટીચર્સે ઉઠાવ્યું છે? પાંડવોએ ઉઠાવ્યું છે? પાક્કું. સારું, તારિખ ફિક્સ કરી છે? તારિખ ફિક્સ નથી? કેટલો સમય જોઈએ? એક વર્ષ જોઈએ, બે વર્ષ જોઈએ? કેટલાં વર્ષ જોઈએ? બાપદાદાએ કહ્યું હતું દરેક પોતાનાં પુરુષાર્થ ની યથાશક્તિ પ્રમાણે પોતાની નેચરલ ચલાવવાની કે ઉડવાની વિધિ સમાન પોતાની તારિખ સંપન્ન બનવાની સ્વયં જ ફિક્સ કરો. બાપદાદા તો કહેશે હમણાં કરો, પરંતુ યથાશક્તિ પોતાનાં પુરુષાર્થ અનુસાર પોતાની તારિખ ફિક્સ કરો અને સમય પ્રતિ સમય પોતાને ચેક કરો કે સમય પ્રમાણે મન્સા ની સ્ટેજ, વાચા ની સ્ટેજ, સંબંધ-સંપર્ક ની સ્ટેજ માં પ્રોગ્રસ થઈ રહ્યો (પ્રગતિ થઈ રહી) છે? કારણકે તારિખ ફિક્સ કરવાથી સ્વતઃ જ અટેન્શન જાય છે.

બાકી બધાનાં તરફ થી, ચારેય તરફ થી સંદેશ પણ આવ્યાં છે. ઈમેલ પણ આવ્યાં છે. તો બાપદાદા ની પાસે તો ઈમેલ જ્યાં સુધી પહોંચે એની પહેલાં જ પહોંચી જાય છે, દિલ નાં સંકલ્પ નો ઈમેલ ખૂબ રફતાર નો હોય છે. તે પહેલાં પહોંચી જાય છે. તો જેમણે પણ યાદપ્યાર, સમાચાર અને પોતાની સ્થિતિ નાં, પોતાની સેવા નાં મોકલ્યાં છે, એ બધાને બાપદાદાએ સ્વીકાર કર્યા, યાદપ્યાર બધાએ ખૂબ સારા ઉમંગ-ઉત્સાહ થી પણ મોકલ્યાં છે. તો બાપદાદાએ બધાને ભલે વિદેશ, ભલે દેશ બધાને રિટર્ન માં યાદપ્યાર અને દિલ ની દુવાઓ સહિત પ્રેમ અને શક્તિ નો સકાશ પણ આપી રહ્યાં છે. અચ્છા.

બધું સાંભળ્યું. જેવી રીતે સાંભળવાનું સહજ લાગે છે ને? એવી રીતે જ સાંભળવાથી પરે સ્વીટ સાઈલેન્સ ની સ્થિતિ પણ જ્યાં ઈચ્છો, જેટલો સમય ઈચ્છો એટલો સમય માલિક બનીને, પહેલાં વિશેષ છે મન નાં માલિક, એટલે કહેવાય છે - મન જીતે જગતજીત. તો હવે સાંભળ્યું, જોયું, આત્મા રાજા બની મન-બુદ્ધિ-સંસ્કાર ને પોતાનાં કંટ્રોલ માં કરી શકો છો? મન-બુદ્ધિ-સંસ્કાર ત્રણેય નાં માલિક બની ઓર્ડર કરો સ્વીટ સાઈલેન્સ, તો અનુભવ કરો કે ઓર્ડર કરવાથી, અધિકારી બનવાથી ત્રણેય ઓર્ડર માં રહે છે? હમણાં-હમણાં અધિકારી ની સ્ટેજ પર સ્થિત થઈ જાઓ. (બાપદાદાએ ડ્રિલ કરાવી) અચ્છા.

ચારેય તરફ નાં સદા સ્વમાનધારી, સત્યતા ની શક્તિ સ્વરુપ, પવિત્રતા નાં સિદ્ધિ સ્વરુપ, સદા અચલ સ્થિતિ નાં અનુભવી સ્વ-પરિવર્તક અને વિશ્વ-પરિવર્તક, સદા અધિકારી સ્થિતિ દ્વારા સર્વ આત્માઓ ને બાપ દ્વારા અધિકાર અપાવવા વાળા ચારેય તરફ નાં બાપદાદા નાં લક્કી અને લવલી આત્માઓ ને પરમાત્મ યાદ-પ્યાર અને દિલ ની દુવાઓ સ્વીકાર થાય અને બાપદાદા નાં મીઠાં-મીઠાં બાળકો ને નમસ્તે.

વરદાન :-
સ્વયં ને સ્વયં જ પરિવર્તન કરી વિશ્વ નાં આધાર મૂર્ત બનવા વાળા શ્રેષ્ઠ પદ નાં અધિકારી ભવ

શ્રેષ્ઠ પદ મેળવવા માટે બાપદાદા ની આ જ શિક્ષા છે કે બાળકો સ્વયં ને બદલો. સ્વયં ને બદલવા ને બદલે પરિસ્થિતિઓ તથા અન્ય આત્માઓ ને બદલવાનું વિચારો છો અથવા સંકલ્પ આવે છે કે આ સેલવેશન મળે, સહયોગ કે સહારો મળે તો પરિવર્તન થાય - એવાં કોઈ પણ આધાર પર પરિવર્તન થવા વાળા ની પ્રારબ્ધ પણ આધાર પર જ રહેશે કારણકે જેટલાઓ નો આધાર લેશો એટલું જમા નું ખાતું શેયર્સ (ભાગ) માં વહેંચાઈ જશે. એટલે સદા લક્ષ રાખો કે સ્વયં ને પરિવર્તન થવાનું છે. હું સ્વયં વિશ્વ નો આધાર મૂર્ત છું.

સ્લોગન :-
સંગઠન માં ઉમંગ-ઉત્સાહ અને શ્રેષ્ઠ સંકલ્પ થી સફળતા થયેલી જ છે.

અવ્યક્ત ઈશારા ઇશારા - અશરીરી કે વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો

જેવી રીતે કોઈ કમજોર હોય છે તો એમને શક્તિ ભરવા માટે ગ્લુકોઝ ચઢાવે છે, એવી રીતે જ્યારે પોતાને શરીર થી પરે અશરીરી આત્મા સમજો છો તો આ સાક્ષીપણા ની અવસ્થા શક્તિ ભરવાનું કામ કરે છે અને જેટલો સમય સાક્ષી અવસ્થા ની સ્થિતિ રહે છે, એટલાં જ બાપ સાથી પણ યાદ રહે છે અર્થાત્ સાથે રહે છે.