09-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાબા આવ્યાં છે તમને બેહદ ની જાગીર આપવા , આવાં મીઠાં બાબા ને તમે પ્રેમ થી યાદ કરો તો પાવન બની જશો”

પ્રશ્ન :-
વિનાશ નો સમય જેટલો નજીક આવતો જશે - એની નિશાનીઓ શું હશે?

ઉત્તર :-
વિનાશ નો સમય નજીક હશે તો ૧. બધાને ખબર પડતી જશે કે અમારા બાબા આવેલા છે. ૨. હવે નવી દુનિયાની સ્થાપના, જૂની નો વિનાશ થવાનો છે. અનેક ને સાક્ષાત્કાર પણ થશે. ૩. સંન્યાસીઓ, રાજાઓ વગેરે ને જ્ઞાન મળશે. ૪. જ્યારે સાંભળશે કે બેહદ નાં બાપ આવ્યાં છે, એ જ સદ્દગતિ આપવા વાળા છે તો ઘણાં આવશે. ૫. સમાચાર-પત્રો દ્વારા અનેક ને સંદેશ મળશે. ૬. આપ બાળકો આત્મ-અભિમાની બનતા જશો, એક બાપ ની જ યાદ માં અતીન્દ્રિય સુખ માં રહેશો.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે…

ઓમ શાંતિ!
આ કોણ કહે છે અને કોને કહે છે - રુહાની બાળકો! બાબા ઘડી-ઘડી રુહાની કેમ કહે છે? કારણકે હવે આત્માઓએ જવાનું છે. પછી જ્યારે આ દુનિયા માં આવશે તો સુખ હશે. આત્માઓએ આ શાંતિ અને સુખ નો વારસો કલ્પ પહેલાં પણ મેળવ્યો હતો. હવે ફરી આ વારસો રિપીટ થઈ રહ્યો છે. રિપીટ થાય ત્યારે સૃષ્ટિ નું ચક્ર પણ ફરી થી રિપીટ થાય. રિપીટ તો બધું થાય છે ને? જે કાંઈ પાસ્ટ (પહેલાં) થયું છે તે રિપીટ થશે. આમ તો નાટક પણ રિપીટ થાય છે પરંતુ એમાં પરિવર્તન પણ કરી શકાય છે. કોઈ શબ્દ ભૂલી જાય છે તો બનાવીને નાખી દે છે. આને પછી બાયોસ્કોપ (સિનેમા) કહેવાય છે, આમાં પરિવર્તન નથી થઈ શકતું. આ અનાદિ પૂર્વ નિર્ધારિત છે, તે નાટક ને પૂર્વ-નિર્ધારિત નહીં કહેવાશે. આ ડ્રામા ને સમજવા થી પછી એનાં માટે પણ સમજ માં આવી જાય છે. બાળકો સમજે છે જે નાટક વગેરે હમણાં જોઈએ છીએ તે બધું છે ખોટું. કળિયુગ માં જે વસ્તુ દેખાય છે તે સતયુગ માં હશે નહીં. સતયુગ માં જે થયું હતું તે ફરી થી સતયુગ માં થશે. આ હદ નાં નાટક વગેરે ફરી પણ ભક્તિમાર્ગ માં જ થશે. જે વસ્તુ ભક્તિમાર્ગ માં હોય છે તે જ્ઞાનમાર્ગ માં અર્થાત્ સતયુગ માં નથી હોતી. તો હમણાં બેહદ નાં બાપ પાસે થી તમે વારસો મેળવી રહ્યાં છો. બાબાએ સમજાવ્યું છે - એક લૌકિક બાપ પાસે થી અને બીજો પારલૌકિક બાપ પાસે થી વારસો મળે છે, બાકી જે અલૌકિક બાપ છે એમની પાસે થી વારસો નથી મળતો. આ પોતે એમની પાસે થી વારસો મેળવે છે. આ જે નવી દુનિયા ની પ્રોપર્ટી (મિલકત) છે, તે બેહદ નાં બાપ જ આપે છે ફક્ત આમનાં દ્વારા. આમનાં દ્વારા એડોપ્ટ કરે છે એટલે આમને બાપ કહેવાય છે. ભક્તિમાર્ગ માં પણ લૌકિક અને પારલૌકિક બંને યાદ આવે છે. આ (અલૌકિક) નથી યાદ આવતા કારણકે આમની પાસે થી કોઈ વારસો મળતો જ નથી. બાપ શબ્દ તો બરોબર છે પરંતુ આ બ્રહ્મા પણ રચના છે ને? રચના ને રચયિતા પાસે થી વારસો મળે છે. તમને પણ શિવબાબાએ ક્રિયેટ કર્યા (રચ્યા) છે. બ્રહ્મા ને પણ એમણે ક્રિયેટ કર્યા છે. વારસો ક્રિયેટર (રચયિતા) પાસે થી મળે છે, એ છે બેહદ નાં બાપ. બ્રહ્મા ની પાસે બેહદ નો વારસો છે શું? બાપ આમનાં દ્વારા સમજાવે છે આમને પણ વારસો મળે છે. એવું નથી કે વારસો લઈને તમને આપે છે. બાપ કહે છે તમે આમને પણ યાદ ન કરો. આ બેહદ નાં બાપ પાસે થી તમને પ્રોપર્ટી મળે છે. લૌકિક બાપ પાસે થી હદ નો, પારલૌકિક બાપ પાસે થી બેહદ નો વારસો, બંને રીઝર્વ થઈ ગયાં. શિવબાબા પાસે થી વારસો મળે છે - બુદ્ધિ માં આવે છે. બાકી બ્રહ્મા બાબા નો વારસો શું કહેવાશે? બુદ્ધિ માં જાગીર આવે છે ને? આ બેહદ ની બાદશાહી તમને એમની પાસે થી મળે છે. એ છે મોટા બાબા. આ તો કહે છે મને યાદ ન કરો, મારી તો કોઈ પ્રોપર્ટી નથી, જે તમને મળે. જેમની પાસે થી પ્રોપર્ટી મળવાની છે એમને યાદ કરો. એ જ કહે છે મામેકમ્ યાદ કરો. લૌકિક બાપ ની પ્રોપર્ટી પર કેટલાં ઝઘડા ચાલે છે. અહીં તો ઝઘડા ની વાત નથી. બાપ ને યાદ નહીં કરશો તો ઓટોમેટિકલી (આપોઆપ) બેહદ નો વારસો પણ નહીં મળશે. બાપ કહે છે પોતાને આત્મા સમજો. આ રથ ને પણ કહે છે તમે પોતાને આત્મા સમજી મને યાદ કરો તો વિશ્વ ની બાદશાહી મળશે. આને કહેવાય છે યાદ ની યાત્રા. દેહ નાં બધા સંબંધ છોડી પોતાને અશરીરી આત્મા સમજવાનું છે. આમાં જ મહેનત છે. ભણતર માટે કોઈ તો મહેનત જોઈએ ને? આ યાદ ની યાત્રા થી તમે પતિત થી પાવન બનો છો. તે યાત્રા કરે છે શરીર થી. આ તો છે આત્મા ની યાત્રા. આ તમારી યાત્રા છે પરમધામ જવા માટે. પરમધામ અથવા મુક્તિધામ કોઈ જઈ નથી શકતું, આ પુરુષાર્થ સિવાય. જે સારી રીતે યાદ કરે છે તે જ જઈ શકે છે અને પછી ઊંચ પદ પણ તે મેળવી શકે છે. જશે તો બધાં. પરંતુ તે તો પતિત છે ને એટલે પોકારે છે. આત્મા યાદ કરે છે. ખાવું-પીવું બધું આત્મા કરે છે ને? આ સમયે તમારે દેહી-અભિમાની બનવાનું છે, આ જ મહેનત છે. વગર મહેનતે તો કાંઈ મળતું નથી. છે પણ બહુ જ સહજ. પરંતુ માયા નો વિરોધ થાય છે. કોઈની તકદીર સારી છે તો ઝટ આમાં લાગી જાય છે. કોઈ મોડે થી પણ આવશે. જો બુદ્ધિ માં ઠીક રીતે બેસી ગયું તો કહેશે બસ હું આ રુહાની યાત્રા માં લાગી જાઉં છું. એવાં તીવ્ર વેગ થી લાગી જાય તો વધારે ઝડપી દોડી શકે છે. ઘર માં રહેતાં પણ બુદ્ધિ માં આવી જશે આ તો બહુજ સારી સાચ્ચી વાત છે. હું પોતાને આત્મા સમજી પતિત-પાવન બાપ ને યાદ કરું છું. બાપ નાં ફરમાન પર ચાલે તો પાવન બની શકે છે. બનશે પણ જરુર. પુરુષાર્થ ની વાત છે. છે ખૂબ સહજ. ભક્તિમાર્ગ માં તો ખૂબ મુશ્કેલી થાય છે. અહીં તમારી બુદ્ધિ માં છે હવે અમારે ફરી થી જવાનું છે બાબા ની પાસે. પછી અહીં આવીને વિષ્ણુ ની માળા માં પરોવાવાનું છે. માળા નો હિસાબ કરો. માળા તો બ્રહ્મા ની પણ છે, વિષ્ણુ ની પણ છે, રુદ્ર ની પણ છે. પહેલાં-પહેલાં નવી સૃષ્ટિ નાં આ છે ને? બાકી બધા પાછળ આવે છે. એટલે પાછળ માં પરોવાય છે. કહેશે તમારું ઊંચું કુળ કયું છે? તમે કહેશો વિષ્ણુ કુળ. આપણે અસલ (મૂળ) વિષ્ણુ કુળ નાં હતાં, પછી ક્ષત્રિય કુળ નાં બન્યાં. પછી એનાથી સમુદાય નીકળે છે. આ નોલેજ થી તમે સમજો છો સમુદાય કેવી રીતે બને છે? પહેલાં-પહેલાં રુદ્ર ની માળા બને છે. ઊંચા માં ઊંચો સમુદાય છે, બાબાએ સમજાવ્યું છે - આ તમારો બહુજ ઊંચ કુળ છે. આ પણ સમજો છો આખી દુનિયા ને પૈગામ (સંદેશ) જરુર મળશે. જેમ ઘણાં કહે છે કે ભગવાન જરુર ક્યાંક આવ્યાં છે પરંતુ ખબર નથી પડતી. અંત માં ખબર તો પડશે બધાને. સમાચાર-પત્ર માં આવતું જશે. હમણાં તો થોડું આવે છે. એવું નથી કે એક સમાચાર-પત્ર બધા વાંચે છે. લાઇબ્રેરી માં વાંચી શકે છે. કોઈ બે-ચાર સમાચાર-પત્ર પણ વાંચે છે. કોઈ બિલ્કુલ નથી વાંચતાં. આ બધાને ખબર પડવાની જ છે કે બાબા આવેલા છે, વિનાશ નો સમય નજીક હશે તો ખબર પડશે. નવી દુનિયા ની સ્થાપના, જૂની નો વિનાશ થાય છે. થઈ શકે છે અનેક ને સાક્ષાત્કાર પણ થાય. તમારે સંન્યાસીઓ, રાજાઓ વગેરે ને જ્ઞાન આપવાનું છે. અનેક ને સંદેશ મળવાનો છે. જ્યારે સાંભળશે બેહદ નાં બાપ આવ્યાં છે, એ જ સદ્દગતિ આપવા વાળા છે તો ઘણાં આવશે. હજી સમાચાર-પત્ર માં એટલું દિલપસંદ કાયદા મુજબ નીકળ્યું નથી. કોઈ નીકળી પડશે, પૂછપરછ કરશે. બાળકો સમજે છે આપણે શ્રીમત પર સતયુગ ની સ્થાપના કરી રહ્યાં છીએ. તમારી આ નવી મિશન (ધ્યેય) છે. તમે છો ઈશ્વરીય મિશન નાં ઈશ્વરીય સભ્ય. જેમ ક્રિશ્ચન મિશન નાં ક્રિશ્ચન જેવાં બની જાય છે. તમે છો ઈશ્વરીય પરિવાર નાં એટલે ગાયન છે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ ને પૂછો, જે આત્મ-અભિમાની બન્યાં છે. એક બાપ ને યાદ કરવાના છે, બીજું ન કોઈ. આ રાજયોગ એક બાપ જ શીખવાડે છે, એ જ ગીતા નાં ભગવાન છે. બધાને આ જ બાપ નું નિમંત્રણ કે સંદેશ આપવાનો છે, બાકી બધી વાતો છે જ્ઞાન-શૃંગાર. આ ચિત્ર બધા છે જ્ઞાન નાં શૃંગાર, ન કે ભક્તિ નાં. આ બાપે બનાવડાવ્યાં છે - મનુષ્યો ને સમજાવવા માટે. આ ચિત્ર વગેરે તો પ્રાય:લોપ થઈ જશે. બાકી આ જ્ઞાન આત્મા માં રહી જાય છે. બાપ ને પણ આ જ્ઞાન છે, ડ્રામા માં નોંધ છે.

તમે હમણાં ભક્તિમાર્ગ પસાર કરી જ્ઞાનમાર્ગ માં આવ્યાં છો. તમે જાણો છો આપણા આત્મા માં આ પાર્ટ છે જે ચાલી રહ્યો છે. નોંધ હતી જે ફરી થી આપણે રાજયોગ શીખી રહ્યાં છીએ બાપ પાસે થી. બાપે જ આવીને આ નોલેજ આપવાની હતી. આત્મા માં નોંધ છે. ત્યાં જઈને પહોંચશે પછી નવી દુનિયા નો પાર્ટ રિપીટ થશે. આત્મા નાં આખા રેકોર્ડ (પાર્ટ) ને આ સમયે તમે સમજી ગયા છો શરુઆત થી લઈને. પછી આ બધું બંધ થઈ જશે. ભક્તિમાર્ગ નો પાર્ટ પણ બંધ થઈ જશે. પછી જે તમારી એક્ટ (પાર્ટ) સતયુગ માં ચાલી હશે, તે જ ચાલશે. શું થશે, એ બાપ નથી બતાવતાં. જે કાંઈ થયું હશે તે જ થશે. સમજાય છે સતયુગ છે નવી દુનિયા. જરુર ત્યાં બધું જ નવું સતોપ્રધાન અને સસ્તું હશે, જે કાંઈ કલ્પ પહેલાં થયું હશે તે જ થશે. જુએ પણ છે - આ લક્ષ્મી-નારાયણ ને કેટલું સુખ છે. હીરા-ઝવેરાત ધન ખૂબ હોય છે. ધન છે તો સુખ પણ છે. અહીં તમે ભેંટ (તુલના) કરી શકો છો. ત્યાં નહીં કરી શકશો. અહીંયા ની વાતો ત્યાં બધી ભૂલી જશે. આ છે નવી વાતો, જે બાપ જ બાળકો ને સમજાવે છે. આત્માઓએ ત્યાં જવાનું છે, જ્યાં કારોબાર બધો બંધ થઈ જાય છે. હિસાબ-કિતાબ ચૂક્તું થાય છે. રેકોર્ડ પૂરો થાય છે. એક જ રેકોર્ડ બહુ મોટો છે. કહેશે પછી આત્મા પણ એટલો મોટો હોવો જોઈએ. પરતું ના. આટલાં નાનાં આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ છે. આત્મા પણ અવિનાશી છે. આને ફક્ત વન્ડર (આશ્ચર્ય) જ કહેવાશે. આવી આશ્ચર્યવત્ વસ્તુ બીજી કોઈ હોય ન શકે. બાબા માટે તો કહે છે સતયુગ-ત્રેતા નાં સમયે વિશ્રામ માં રહે છે. આપણે તો ઓલરાઉન્ડ પાર્ટ ભજવીએ છીએ. સૌથી વધારે આપણો પાર્ટ છે. તો બાપ વારસો પણ ઊંચો આપે છે. કહે છે ૮૪ જન્મ પણ તમે જ લો છો. મારો તો પાર્ટ પછી એવો છે જે બીજું કોઈ ભજવી ન શકે. વન્ડરફુલ વાતો છે ને? આ પણ વન્ડર છે જે આત્માઓ ને બાપ સમજાવે છે. આત્મા મેલ-ફિમેલ (સ્ત્રી-પુરુષ) નથી. જ્યારે શરીર ધારણ કરે છે તો મેલ-ફિમેલ કહેવાય છે. આત્માઓ બધા બાળકો છે તો ભાઈ-ભાઈ બની જાય છે. ભાઈ-ભાઈ છે જરુર વારસો મેળવવા માટે. આત્મા બાપ નું બાળક છે ને? વારસો લે છે બાપ પાસે થી એટલે મેલ (પુરુષ) જ કહેવાશે. બધા આત્માઓ નો હક છે, બાપ પાસે થી વારસો લેવાનો. એનાં માટે બાપ ને યાદ કરવાના છે. પોતાને આત્મા સમજવાનું છે. આપણે બધા ભાઈઓ છીએ. આત્મા, આત્મા જ છે. તે ક્યારેય બદલાતો નથી. બાકી શરીર ક્યારેક પુરુષ નું, ક્યારેક સ્ત્રી નું લે છે. આ ખૂબ અટપટી વાતો સમજવાની છે, બીજું કોઈ પણ સંભળાવી ન શકે. બાપ પાસે થી કે આપ બાળકો પાસે થી જ સાંભળી શકે છે. બાપ તો આપ બાળકો સાથે જ વાત કરે છે. પહેલાં તો બધાને મળતા હતાં, બધા સાથે વાતો કરતા હતાં. હવે કરતાં-કરતાં અંત માં તો કોઈની સાથે વાત જ નહીં કરશે. સન શોઝ ફાધર છે ને? બાળકો ને જ ભણાવવાનું છે. આપ બાળકો જ અનેક ની સર્વિસ કરીને લઈ આવો છો. બાબા સમજે છે આ અનેક ને આપસમાન બનાવીને લઈ આવે છે. આ મોટા રાજા બનશે, આ નાનાં રાજા બનશે. તમે રુહાની સેના પણ છો, જે બધાને રાવણ ની સાંકળો થી છોડાવી પોતાનાં મિશન માં લઈ આવો છો. જેટલી જે સર્વિસ કરે છે એટલું ફળ મળે છે. જેમણે વધારે ભક્તિ કરી છે તે જ વધારે હોંશિયાર થઈ જાય છે અને વારસો લઈ લે છે. આ ભણતર છે, સારી રીતે ભણશે નહીં તો ફેલ (નાપાસ) થઈ જશે. ભણતર ખૂબ સહજ છે. સમજવાનું અને સમજાવવાનું પણ છે સહજ. મુશ્કેલી ની વાત નથી, પરંતુ રાજધાની સ્થાપન થવાની છે, એમાં તો બધા જોઈએ ને? પુરુષાર્થ કરવાનો છે. એમાં અમે ઊંચ પદ મેળવીએ. મૃત્યુલોક થી ટ્રાન્સફર (બદલી) થઈને અમરલોક માં જવાનું છે. જેટલું ભણશો એટલું અમરપુરી માં ઊંચ પદ મેળવશો.

બાપ ને પ્રેમ પણ કરવાનો હોય છે કારણકે એ છે બહુજ પ્રિય થી પ્રિય વસ્તુ. પ્રેમ નાં સાગર પણ છે, એક રસ પ્રેમ હોય ન શકે. કોઈ યાદ કરે છે, કોઈ નથી કરતાં. કોઈને સમજાવવાનો પણ નશો રહે છે ને? આ મોટું ટેમ્પટેશન (પ્રલોભન) છે. કોઈને પણ બતાવવાનું છે - આ યુનિવર્સિટી છે (વિશ્વવિદ્યાલય). આ આધ્યાત્મિક ભણતર છે. આવાં ચિત્ર બીજી કોઈ સ્કૂલ માં નથી દેખાડાતાં. દિવસે-દિવસે હજી વધારે ચિત્ર નીકળતા રહેશે. જે મનુષ્ય જોવાથી જ સમજી જાય. સીડી છે બહુજ સારી. પરંતુ દેવતા ધર્મ નાં નહીં હશે તો એમની સમજ માં નહીં આવશે. જે આ કુળ નાં હશે એમને તીર લાગશે. જે આપણા દેવતા ધર્મ નાં પાન હશે એ જ આવશે. તમને અનુભવ થશે આ તો બહુ જ રુચિ થી સાંભળી રહ્યાં છે. કોઈ તો એમ જ ચાલ્યાં જશે. દિવસે-દિવસે નવી-નવી વાતો પણ બાળકો ને સમજાવતા રહે છે. સર્વિસ નો ખૂબ શોખ જોઈએ. જે સર્વિસ પર તત્પર હશે તે જ દિલ પર ચઢશે અને તખ્ત પર પણ ચઢશે. આગળ જઈને તમને બધા સાક્ષાત્કાર થતા રહેશે. એ ખુશી માં તમે રહેશો. દુનિયા માં તો હાહાકાર બહુજ થવાનો છે. લોહી ની નદીઓ પણ વહેવાની છે. બહાદુર સેવા વાળા ક્યારેય ભૂખ્યાં નહીં મરશે. પરંતુ અહીં તો તમારે વનવાસ માં રહેવાનું છે. સુખ પણ ત્યાં મળશે. કન્યા ને તો વનવાસ માં બેસાડે છે ને? સાસરે જઈને ખૂબ પહેરજો. તમે પણ સાસરે જાઓ છો તો તે નશો રહે છે. તે છે જ સુખધામ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માળા માં પરોવાવા માટે દેહી-અભિમાની બની તીવ્ર વેગ થી યાદ ની યાત્રા કરવાની છે. બાપ નાં ફરમાન પર ચાલીને પાવન બનવાનું છે.

2. બાપ નો પરિચય આપી અનેક ને આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. અહીં વનવાસ માં રહેવાનું છે. અંતિમ હાહાકાર નું દૃશ્ય જોવા માટે મહાવીર બનવાનું છે.

વરદાન :-
બંધનો નાં પિંજરા ને તોડીને જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરવાવાળા સાચાં ટ્રસ્ટી ભવ

શરીર નું કે સંબંધો નું બંધન જ પીંજરું છે. ફરજ અદાઈ પણ નિમિત્ત માત્ર નિભાવવાની છે, લગાવ થી નહીં ત્યારે કહેવાશે નિર્બંધન. જે ટ્રસ્ટી બનીને ચાલે છે તે જ નિર્બંધન છે જો કોઈ પણ મારાપણું છે તો પીંજરા માં બંધ છે. હવે પીંજરા ની મેના થી ફરિશ્તા બની ગયા એટલે ક્યાંય જરા પણ બંધન ન હોય. મન નું પણ બંધન નથી. શું કરું, કેવી રીતે, ઈચ્છું છું થતું નથી - આ પણ મન નું બંધન છે. જ્યારે મરજીવા બની ગયા તો બધા પ્રકાર નાં બંધન સમાપ્ત, સદા જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ થતો રહે.

સ્લોગન :-
સંકલ્પો ને બચાવો તો સમય, બોલ બધું સ્વતઃ બચી જશે.

અવ્યક્ત ઇશારા - હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો

કર્માતીત અર્થાત્ કર્મ નાં કોઈપણ બંધન નાં સ્પર્શ થી ન્યારા. એવો જ અનુભવ વધતો રહે. કોઈ પણ કાર્ય સ્પર્શ ન કરે અને કર્યા પછી જે રીઝલ્ટ નીકળે છે એનો પણ સ્પર્શ ન થાય, બિલકુલ જ ન્યારાપણું અનુભવ થતું રહે. જાણે બીજા કોઈએ કરાવ્યું અને મેં કર્યું. નિમિત્ત બનવામાં પણ ન્યારાપણું અનુભવ થાય. જે કાંઈ વીત્યું, ફુલસ્ટોપ લગાવીને ન્યારા બની જાઓ.