10-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ખુદા તમારા દોસ્ત ( મિત્ર ) છે , રાવણ દુશ્મન છે , એટલે તમે ખુદા ને પ્રેમ કરો છો અને રાવણ ને બાળો છો”

પ્રશ્ન :-
કયા બાળકો ને અનેક નાં આશીર્વાદ સ્વતઃ મળતા જાય છે?

ઉત્તર :-
જે બાળકો યાદ માં રહી સ્વયં પણ પવિત્ર બને છે અને બીજાઓ ને પણ આપ સમાન બનાવે છે. તેમને અનેક નાં આશીર્વાદ મળી જાય છે, તે બહુજ ઊંચ પદ મેળવે છે. બાપ આપ બાળકો ને શ્રેષ્ઠ બનવાની એક જ શ્રીમત આપે છે - બાળકો કોઈ પણ દેહધારી ને યાદ ન કરો, મને યાદ કરો.

ગીત :-
આખિર વહ દિન આયા આજ…

ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો અર્થ તો રુહાની બાપે રુહાની બાળકો ને સમજાવ્યો છે. ઓમ્ એટલે હું આત્મા છું અને આ મારું શરીર છે. આત્મા તો દેખાતો નથી. આત્મા માં જ સારા તથા ખરાબ સંસ્કાર રહે છે. આત્મા માં જ મન-બુદ્ધિ છે. શરીર માં બુદ્ધિ નથી. મુખ્ય છે આત્મા. શરીર તો મારું છે. આત્મા ને કોઈ જોઈ ન શકે. શરીર ને તો આત્મા જુએ છે. આત્મા ને શરીર જોઈ નથી શકતું. આત્મા નીકળી જાય છે તો શરીર જડ બની જાય છે. આત્મા જોઈ ન શકાય. શરીર જોઈ શકાય છે. તેમ જ આત્મા નાં જે બાપ છે, જેમને ઓ ગોડફાધર કહે છે એ પણ દેખાતા નથી, એમને સમજી શકાય છે, જાણી શકાય છે. આપણે આત્માઓ બધા બ્રધર્સ (ભાઈઓ) છીએ. શરીર માં આવે છે તો કહેવાશે છે આ ભાઈ-ભાઈ છે, આ બહેન-ભાઈ છે. આત્માઓ તો બધા ભાઈ-ભાઈ જ છે. આત્માઓ નાં બાપ છે - પરમપિતા પરમાત્મા. શરીરધારી ભાઈ-બહેન એક-બીજા ને જોઈ શકે છે. આત્માઓ નાં બાપ એક છે, એમને જોઈ નથી શકાતાં. તો હવે બાપ આવ્યાં છે, જૂની દુનિયા ને નવી બનાવવાં. નવી દુનિયા સતયુગ હતી. હમણાં જૂની દુનિયા કળિયુગ છે, આને હવે બદલવાની છે. જૂની દુનિયા તો ખતમ થવી જોઈએ ને? જૂનું ઘર ખતમ થઈ, નવું ઘર બને છે ને, તેમ આ જૂની દુનિયા પણ ખલાસ થવાની છે. સતયુગ પછી ત્રેતા, દ્વાપર, કળિયુગ પછી સતયુગ આવવાનો જરુર છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થવાની છે. સતયુગ માં હોય છે દેવી-દેવતાઓ નું રાજ્ય. સૂર્યવંશી અને ચંદ્રવંશી, તેમને કહેવાય છે લક્ષ્મી-નારાયણ ની ડિનાયસ્ટી (રાજધાની), રામ-સીતા ની ડિનાયસ્ટી. આ તો સહજ છે ને? પછી દ્વાપર-કળિયુગ માં બીજા ધર્મ આવે છે. પછી દેવતાઓ જે પવિત્ર હતાં તે અપવિત્ર બની જાય છે, આને કહેવાય છે રાવણ રાજ્ય. રાવણ ને વર્ષે-વર્ષે બાળતા આવે છે પરંતુ બળતો જ નથી, ફરી-ફરી બાળતા રહે છે. આ છે બધાનો મોટો દુશ્મન એટલે એને બાળવાનો રીવાજ પડી ગયો છે. ભારત નો નંબરવન દુશ્મન કોણ છે? અને પછી નંબરવન દોસ્ત, સદા સુખ આપવા વાળા છે ખુદા. ખુદા ને દોસ્ત કહે છે ને? આનાં પર એક વાર્તા પણ છે. તો ખુદા છે દોસ્ત, રાવણ છે દુશ્મન. ખુદા જે દોસ્ત છે, એમને ક્યારેય બાળશે નહીં. તે છે દુશ્મન એટલે ૧૦ માથા વાળો રાવણ બનાવી તેને વર્ષે-વર્ષે બાળે છે. ગાંધીજી પણ કહેતાં હતાં અમને રામરાજ્ય જોઈએ. રામરાજ્ય માં સુખ છે, રાવણરાજ્ય માં દુઃખ છે. હવે આ કોણ બેસીને સમજાવે છે? પતિત-પાવન બાપ. શિવબાબા, બ્રહ્મા છે દાદા. બાબા હંમેશા હસ્તાક્ષર પણ કરે છે, બાપદાદા. પ્રજાપિતા બ્રહ્મા પણ તો બધાનાં થઈ ગયાં. જેમને એડમ પણ કહેવાય છે. એમને ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર કહેવાય છે. મનુષ્ય સૃષ્ટિ માં પ્રજાપિતા થયાં. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચાય છે પછી બ્રાહ્મણ સો દેવતા બને છે. દેવતાઓ પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બની જાય છે. આમને કહેવાય છે પ્રજાપિતા બ્રહ્મા, મનુષ્ય સૃષ્ટિ નાં મોટાં (મુખ્ય). પ્રજાપિતા બ્રહ્મા નાં કેટલાં અસંખ્ય બાળકો છે! બાબા-બાબા કહેતાં રહે છે. આ છે સાકાર બાબા. શિવબાબા છે નિરાકાર બાબા. ગવાય પણ છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા નવી મનુષ્ય સૃષ્ટિ રચે છે. હવે તમારી આ જૂની ખાલ (શરીર) છે. આ છે જ પતિત દુનિયા, રાવણ રાજ્ય. હવે રાવણ ની આસુરી દુનિયા ખતમ થઈ જશે. તેનાં માટે જ આ મહાભારત લડાઈ છે. પછી સતયુગ માં આ રાવણ દુશ્મન ને કોઈ બાળશે જ નહીં. રાવણ હશે જ નહીં. રાવણે જ દુઃખ ની દુનિયા બનાવી છે. એવું નહીં જેમની પાસે પૈસા ખૂબ છે, મોટાં-મોટાં મહેલ છે, તે સ્વર્ગ માં છે.

બાપ સમજાવે છે, ભલે કોઈની પાસે કરોડ છે, પરંતુ આ તો બધું માટી માં ભળી જવાનું છે. નવી દુનિયા માં પછી નવી ખાણો નીકળે છે, જેનાથી નવી દુનિયા નાં મહેલ વગેરે બધું બનાવાય છે. આ જૂની દુનિયા હવે ખતમ થવાની છે. મનુષ્ય ભક્તિ કરે જ છે સદ્દગતિ માટે, અમને પાવન બનાવો, અમે વિશશ (વિકારી) બની ગયા છીએ. વિશશ ને પતિત કહેવાય છે. સતયુગ માં છે જ વાઈસલેસ (નિર્વિકારી), સંપૂર્ણ નિર્વિકારી છે. ત્યાં બાળકો યોગબળ થી જન્મે છે, વિકાર ત્યાં હોતાં જ નથી. ન દેહ-અભિમાન, ન કામ, ક્રોધ… ૫ વિકાર હોતાં નથી એટલે ત્યાં ક્યારેય રાવણ ને બાળતા જ નથી. અહીં તો રાવણરાજ્ય છે. હવે બાપ કહે છે તમે પવિત્ર બનો. આ પતિત દુનિયા ખતમ થવાની છે જે શ્રીમત પર પવિત્ર રહે છે એ જ બાપ ની મત પર ચાલી વિશ્વ ની બાદશાહી નો વારસો મેળવે છે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને? હમણાં તો રાવણરાજ્ય છે જે ખતમ થવાનું છે. સતયુગી રામરાજ્ય સ્થાપન થવાનું છે. સતયુગ માં ખૂબ થોડા મનુષ્ય રહે છે. કેપિટલ (રાજધાની) દિલ્લી જ રહે છે. જ્યાં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હોય છે. દિલ્લી સતયુગ માં પરિસ્તાન હતી. દિલ્લી જ ગાદી હતી. રાવણરાજ્ય માં પણ દિલ્લી રાજધાની છે, રામરાજ્ય માં પણ દિલ્લી રાજધાની હોય છે. પરંતુ રામરાજ્ય માં તો હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં. અથાહ સુખ હતું. હમણાં બાપ કહે છે તમે વિશ્વ નું રાજ્ય ગુમાવ્યું છે, હું ફરી તમને આપું છું. તમે મારી મત પર ચાલો. શ્રેષ્ઠ બનવું છે તો ફક્ત મને યાદ કરો બીજા કોઈ દેહધારી ને યાદ ન કરો. સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. તમે મારી પાસે ચાલ્યાં આવશો. મારા ગળા ની માળા બની ને પછી વિષ્ણુ ની માળા બની જશો. માળા માં ઉપર હું છું પછી બે છે બ્રહ્મા-સરસ્વતી. એ જ સતયુગ નાં મહારાજા-મહારાણી બને છે. તેમની પછી આખી માળા છે જે નંબરવાર ગાદી પર બેસે છે. હું આ ભારત ને આ બ્રહ્મા-સરસ્વતી અને બ્રાહ્મણો દ્વારા સ્વર્ગ બનાવું છું. જે મહેનત કરે છે એમનાં જ પછી યાદગાર બને છે. તે છે રુદ્ર માળા અને આ વિષ્ણુ ની માળા. રુદ્ર માળા છે આત્માઓ ની અને વિષ્ણુ ની માળા છે મનુષ્યો ની. આત્માઓ નું રહેવાનું સ્થાન એ નિરાકારી પરમધામ છે, જેને બ્રહ્માંડ પણ કહેવાય છે. આત્મા કોઈ ઈંડા (લંબગોળાકાર) જેવો નથી, આત્મા તો બિંદુ જેવો છે. આપણે બધા આત્માઓ ત્યાં સ્વીટ હોમ માં રહેવા વાળા છીએ. બાપ નાં સાથે આપણે આત્માઓ રહીએ છીએ. તે છે મુક્તિધામ. મનુષ્ય બધાં ઈચ્છે છે મુક્તિધામ માં જઈએ પરંતુ પાછું કોઈ એક પણ જઈ નથી શકતું. બધાએ પાર્ટ માં આવવાનું જ છે, ત્યાં સુધી બાપ તમને તૈયાર કરાવતા રહે છે. તમે તૈયાર થઈ જશો તો પછી જે પણ આત્માઓ છે, તે બધા આવી જશે. પછી ખલાસ. તમે જઈને નવી દુનિયા માં રાજ્ય કરશો પછી નંબરવાર ચક્ર ચાલશે. ગીત માં સાંભળ્યું ને - આખિર વહ દિન આયા આજ… તમે જાણો છો જે ભારતવાસી હમણાં નર્કવાસી છે, તે પછી સ્વર્ગવાસી બનશે. બાકી બધા આત્માઓ શાંતિધામ માં ચાલ્યાં જશે. સમજવાનું ખૂબ થોડું છે. અલ્ફ બાબા, બે બાદશાહી. અલ્ફ ને બાદશાહી મળી જાય છે. હમણાં બાપ કહે છે - હું એ જ રાજ્ય ફરી થી સ્થાપન કરું છું. તમે ૮૪ જન્મ ભોગવી હવે પતિત બની ગયા છો. પતિત બનાવ્યાં છે રાવણે. પછી પાવન કોણ બનાવે છે? ભગવાન જેમને પતિત-પાવન કહે છે, તમે કેવી રીતે પતિત થી પાવન, પાવન થી પતિત બનો છો, તે આખી હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થશે. આ વિનાશ છે જ આનાં માટે. કહે છે બ્રહ્મા નું આયુષ્ય શાસ્ત્રો માં ૧૦૦ વર્ષ છે. આ જે બ્રહ્મા છે, જેમનામાં બાપ બેસી વારસો અપાવે છે, એમનું પણ શરીર છૂટી જશે. આત્માઓ ને બેસી, આત્માઓ નાં જે બાપ છે એ સમજાવે છે. મનુષ્ય, મનુષ્ય ને પાવન બનાવી ન શકે. દેવતાઓ ક્યારેય વિકાર થી નથી જન્મતાં. પુનર્જન્મ તો બધા લેતા આવે છે ને? બાપ કેટલું સારી રીતે સમજાવે છે કે ક્યાંક તકદીર જાગી જાય! બાપ આવે જ છે મનુષ્ય માત્ર ની તકદીર જગાડવાં. બધા પતિત દુ:ખી છે ને? ત્રાહી-ત્રાહી કરી વિનાશ થઈ જશે એટલે બાપ કહે છે ત્રાહી-ત્રાહી કરતાં પહેલાં મુજ બેહદ નાં બાપ પાસે થી વારસો લઈ લો. આ જે કાંઈ દુનિયા માં જુઓ છો, આ બધું ખતમ થઈ જવાનું છે. ફોલ ઓફ ભારત (ભારત નું પતન), રાઈઝ ઓફ ભારત (ભારત નું ઉત્થાન), આનો જ ખેલ છે. રાઈઝ ઓફ વર્લ્ડ (વિશ્વ નું ઉત્થાન). સ્વર્ગ માં કોણ-કોણ રાજ્ય કરે છે, આ બાપ જ સમજાવે છે. રાઈઝ ઓફ ભારત, દેવતાઓ નું રાજ્ય, ફોલ ઓફ ભારત રાવણરાજ્ય. હમણાં નવી દુનિયા બની રહી છે. બાપ દ્વારા ભણી રહ્યાં છો નવી દુનિયા નો વારસો લેવાં. કેટલું સહજ છે! આ છે મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર. આ પણ સારી રીતે સમજવાનું છે. કયા-કયા ધર્મ ક્યારે આવે છે? દ્વાપર પછી જ બીજા-બીજા ધર્મ આવે છે. પહેલાં સુખ ભોગવે છે પછી દુઃખ. આ આખું ચક્ર બુદ્ધિ માં બેસાડવાનું હોય છે. જેનાથી તમે ચક્રવતી મહારાજા-મહારાણી બનો છો. ફક્ત અલ્ફ અને બે ને સમજવાનું છે. હવે વિનાશ તો થવાનો જ છે. હંગામા (તોફાન) એટલાં થઈ જશે જે વિલાયત થી પછી આવી પણ નહીં શકશે એટલે બાપ સમજાવે છે - ભારતભૂમિ સૌથી ઉત્તમ છે. જબરજસ્ત લડાઈ લાગશે પછી ત્યાંના ત્યાં જ રહી જશે. ૫૦-૬૦ લાખ પણ આપશે તો મુશ્કેલ આવી શકશે. ભારત ભૂમિ સૌથી ઉત્તમ છે. જ્યાં બાપ આવીને અવતાર લે છે. શિવજયંતી પણ અહીં મનાવાય છે. ફક્ત શ્રીકૃષ્ણ નું નામ લખવાથી બધી મહિમા જ ખતમ થઈ ગઈ છે. સર્વ મનુષ્યમાત્ર નાં લિબ્રેટર (મુક્તિદાતા) અહીં જ આવીને અવતાર લે છે. શિવજયંતી પણ અહીં મનાવે છે. ગોડફાધર જ છે જે આવીને લિબ્રેટ (મુક્ત) કરે છે. તો એવાં બાપ ને જ નમન કરવું જોઈએ, એમની જ જયંતી મનાવવી જોઈએ. એ બાપ અહીં ભારત માં આવીને બધાને પાવન બનાવે છે. તો આ સૌથી મોટું તીર્થ થયું. બધાને દુર્ગતિ થી છોડાવી સદ્દગતિ આપે છે, આ ડ્રામા બનેલો છે. હમણાં આપ આત્માઓ જાણો છો, અમારા બાબા અમને આ શરીર દ્વારા આ રહસ્ય સમજાવી રહ્યાં છે, અમે આત્મા આ શરીર દ્વારા સાંભળીએ છીએ. આત્મ-અભિમાની બનવાનું છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો કાટ નીકળતો જશે અને પ્યોર (પવિત્ર) બની તમે બાપ નાં પાસે આવી જશો. જેટલું યાદ કરશો એટલાં પવિત્ર બનશો. બીજાઓ ને પણ આપ સમાન બનાવશો તો અનેક નાં આશીર્વાદ મળશે. ઊંચ પદ મેળવી લેશો એટલે ગવાય છે સેકન્ડ માં જીવનમુક્તિ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે, માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર પવિત્ર બની, દરેક કદમ બાપ ની મત પર ચાલી વિશ્વ ની બાદશાહી લેવાની છે. બાપ સમાન દુઃખહર્તા-સુખકર્તા બનવાનું છે.

2. મનુષ્ય થી દેવતા બનવાનું આ ભણતર સદા ભણતા રહેવાનું છે. બધાને આપ સમાન બનાવવાની સેવા કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે.

વરદાન :-
કલ્યાણ ની વૃત્તિ અને શુભચિંતક ભાવ દ્વારા વિશ્વ કલ્યાણ નાં નિમિત્ત બનવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ

તીવ્ર પુરુષાર્થી તે છે જે બધા પ્રત્યે કલ્યાણ ની વૃત્તિ અને શુભચિંતક ભાવ રાખે. ભલે કોઈ વારંવાર પાડવાની કોશિશ કરે, મન ને ડગમગ કરે, વિધ્નરુપ બને તો પણ તમારો એમનાં પ્રત્યે સદા શુભચિંતક નો અડોલ ભાવ હોય, વાત નાં કારણે ભાવ ન બદલાય. દરેક પરિસ્થિતિ માં વૃત્તિ અને ભાવ યથાર્થ હોય તો તમારા ઉપર એનો પ્રભાવ નહીં પડશે. પછી કોઈ પણ વ્યર્થ વાતો દેખાશે જ નહીં, સમય બચી જશે. આ છે વિશ્વ કલ્યાણકારી સ્ટેજ.

સ્લોગન :-
સંતુષ્ટતા જીવન નો શૃંગાર છે એટલે સંતુષ્ટમણી બની સંતુષ્ટ રહો અને સર્વ ને સંતુષ્ટ કરો.

આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

એકમત અર્થાત્ એકતા નું વાતાવરણ બનાવવા માટે સમાવવાની શક્તિ ધારણ કરો. ભિન્નતા ને સમાવો. દરેક ની વિશેષતા ને જુઓ, ખામીઓને તો બિલકુલ જોવાની જ નથી. જેવી રીતે ચંદ્ર તથા સૂર્ય ને ગ્રહણ લાગે છે તો કહે છે ને જોવું ન જોઈએ, નહીં તો ગ્રહચારી બેસી જશે. તો કોઈની ખામી પણ ગ્રહણ છે, એને ક્યારેય પણ ન જુઓ.