11-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બધાને આ જ સંદેશ આપો કે બાપ નું ફરમાન છે - આ પુરુષોત્તમ સંગમયુગ પર પવિત્ર બનો તો સતયુગ નો વારસો મળી જશે”

પ્રશ્ન :-
કયો સસ્તો સોદો બધાને બતાવો?

ઉત્તર :-
આ અંતિમ જન્મ માં બાપ નાં ડાયરેક્શન પર ચાલી પવિત્ર બનો તો ૨૧ જન્મો માટે વિશ્વ ની બાદશાહી મળી જશે, આ ખૂબ સસ્તો સોદો છે. આ જ સોદો કરતા તમે બધાને શીખવાડો. બોલો, હવે શિવબાબા ને યાદ કરી પવિત્ર બનો તો પવિત્ર દુનિયા નાં માલિક બનશો.

ઓમ શાંતિ!
રુહાની બાળકો જાણે છે, રુહાની બાપ સમજાવે છે કે પ્રદર્શન અથવા મેળા માં શો (પ્રદર્શન) દેખાડે છે અથવા ચિત્રો પર મનુષ્યો ને સમજાવે છે કે બાપ પાસે થી હવે બેહદ નો વારસો લેવાનો છે. કયો વારસો? મનુષ્ય થી દેવતા બનવાનો અથવા બેહદ નાં બાપ પાસે થી અડધાકલ્પ માટે સ્વર્ગ નું રાજ્ય કેવી રીતે લેવાનું છે, આ સમજાવવાનું છે. બાપ સોદાગર તો છે જ, એમની સાથે આ સોદો કરવાનો છે. આ તો મનુષ્ય જાણે છે કે દેવી-દેવતાઓ પવિત્ર રહે છે. ભારત માં જ્યારે સતયુગ હતો તો દેવી-દેવતા પવિત્ર હતાં. જરુર તેમણે કોઈ પ્રાપ્તિ કરી હશે સ્વર્ગ માટે. સ્વર્ગ ની સ્થાપના કરાવવા વાળા બાપ વગર કોઈ પણ પ્રાપ્તિ કરાવી ન શકે. પતિત પાવન બાપ જ પતિતો ને પાવન બનાવી પાવન દુનિયા નું રાજ્ય આપવા વાળા છે. સોદો કેટલો સસ્તો આપે છે. ફક્ત કહે છે આ તમારો અંતિમ જન્મ છે. જ્યાં સુધી હું અહીં છું, પવિત્ર બનો. હું આવ્યો છું પવિત્ર બનાવવાં. તમે આ અંતિમ જન્મ માં પાવન બનવાનો પુરુષાર્થ કરશો તો પાવન દુનિયા નો વારસો લેશો. સોદો તો ખૂબ સસ્તો છે. તો બાબા ને વિચાર આવ્યો બાળકોએ એવું સમજાવવું જોઈએ કે બાપ નું ફરમાન છે - પવિત્ર બનો. આ પુરુષોત્તમ સંગમયુગ છે, જે પવિત્ર બનવાનો છે. ઉત્તમ માં ઉત્તમ પુરુષ છે જ દેવતાઓ. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ચાલ્યું છે ને? ડીટી વર્લ્ડ સાવરન્ટી (દૈવી દુનિયા નું રાજ્ય) તમને બાપ પાસે થી વારસા માં મળી શકે છે. બાપ ની મત પર આ અંતિમ જન્મ પવિત્ર બનશો તો આ પણ યુક્તિ બતાવે છે કે યોગબળ થી પોતાને તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનાવો. બાળકોએ કલ્યાણ માટે ખર્ચો તો કરવાનો જ છે. ખર્ચા વગર રાજધાની સ્થાપન થઈ નથી શકતી. હમણાં લક્ષ્મી-નારાયણ ની રાજધાની સ્થાપન થઈ રહી છે. બાળકોએ પવિત્ર જરુર બનવાનું છે. મન્સા-વાચા-કર્મણા કોઈ પણ ઉલ્ટા-સુલ્ટા કામ નથી કરવાનાં. દેવતાઓ ને ક્યારેક કોઈ ખરાબ વિચાર પણ નથી આવતાં. મુખ થી એવાં કોઈ વચન નથી નીકળતાં. તેઓ છે જ સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ… જે બનીને જાય છે તેમની મહિમા ગવાય છે. હવે આપ બાળકો ને પણ એ જ દેવી-દેવતા બનાવવા આવ્યો છું. તો મન્સા-વાચા-કર્મણા કોઈ પણ એવાં ખરાબ કામ નથી કરવાનાં. દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી હતાં, આ ગુણ પણ તમે હમણાં ધારણ કરી શકો છો કારણકે આ મૃત્યુલોક માં તમારો આ અંતિમ જન્મ છે. પતિત દુનિયા ને મૃત્યુલોક, પાવન દુનિયા ને અમરલોક કહેવાય છે. હવે મૃત્યુલોક નો વિનાશ સામે છે. જરુર અમરપુરી ની સ્થાપના થતી હશે. આ એ જ મહાભારે મહાભારત લડાઈ છે, જે શાસ્ત્રો માં દેખાડેલી છે, જેનાથી જૂની વિકારી દુનિયા ખતમ થાય છે. પરંતુ આ જ્ઞાન કોઈના માં નથી. બાપ કહે છે બધા અજ્ઞાન નિંદ્રા માં સૂતેલા પડ્યાં છે. ૫ વિકારો નો નશો રહે છે. હવે બાપ કહે છે પવિત્ર બનો. માસ્ટર ગોડ તો બનશો ને? લક્ષ્મી-નારાયણ ને ગોડ-ગોડેઝ કહેવાય છે અર્થાત્ ગોડ દ્વારા આ વારસો મેળવ્યો છે. હમણાં તો ભારત પતિત છે. મન્સા-વાચા-કર્મણા કર્તવ્ય જ એવાં ચાલે છે. કોઈ પણ વાત પહેલાં બુદ્ધિ માં આવે છે પછી મુખ થી નીકળે છે. કર્મણા માં આવવા થી વિકર્મ બની જાય છે. બાપ કહે છે ત્યાં કોઈ વિકર્મ થતા નથી. અહીં વિકર્મ થાય છે કારણકે રાવણ રાજ્ય છે. હવે બાપ કહે છે બાકી જે આયુષ્ય છે પવિત્ર બનો. પ્રતિજ્ઞા કરવાની છે, પવિત્ર બની અને પછી મારી સાથે બુદ્ધિ નો યોગ પણ લગાવવાનો છે, જેનાથી તમારા જન્મ-જન્માંતર નાં પાપ પણ કપાઈ જાય, ત્યારે જ તમે ૨૧ જન્મો માટે સ્વર્ગ નાં માલિક બનશો. બાપ ઓફર કરે છે, આ તો સમજાવતા રહે છે કે આમનાં દ્વારા બાપ આ વારસો આપે છે. એ છે શિવબાબા, આ છે દાદા એટલે હંમેશાં કહેવાય જ છે બાપદાદા. શિવબાબા, બ્રહ્મા દાદા. બાપ કેટલો સોદો કરે છે. મૃત્યુલોક નો વિનાશ સામે છે. અમરલોક ની સ્થાપના થઈ રહી છે. પ્રદર્શન મેળા કરે જ એટલે છે કે ભારતવાસીઓ નું કલ્યાણ થાય. બાપ જ આવીને ભારત માં રામરાજ્ય બનાવે છે. રામરાજ્ય માં જરુર પવિત્ર જ હશે. બાપ કહે છે બાળકો કામ મહાશત્રુ છે. આ ૫ વિકારો ને જ માયા કહેવાય છે. આનાં પર જીત મેળવવાથી તમે જગતજીત બનશો. જગતજીત છે જ દેવી-દેવતાઓ બીજા કોઈ જગતજીત બની ન શકે. બાબાએ સમજાવ્યું હતું - ક્રિશ્ચન લોકો જો પરસ્પર મળી જાય તો આખી સૃષ્ટિ ની રાજાઈ લઈ શકે છે. પરંતુ કાયદો નથી. આ બોમ્બ્સ છે જ જૂની દુનિયા ને ખતમ કરવા માટે. કલ્પ-કલ્પ આવી રીતે નવી દુનિયા થી જૂની, જૂની થી નવી બને છે. નવી દુનિયા માં છે ઈશ્વરીય રાજ્ય, જેને રામરાજ્ય કહેવાય છે. ઈશ્વરને ન જાણવાનાં કારણે એમ જ રામ-રામ જપતા રહે છે. તો આપ બાળકો ની અંદર આ વાતો ધારણ થવી જોઈએ. બરોબર આપણે ૮૪ જન્મો માં સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છીએ. હવે ફરી સતોપ્રધાન જરુર બનવાનું છે. શિવબાબા નું ડાયરેક્શન (માર્ગદર્શન) છે, હવે તેનાં પર ચાલશો તો ૨૧ જન્મો માટે પવિત્ર દુનિયા માં ઊંચ પદ મેળવશો. હવે ભલે પુરુષાર્થ કરે કે ન કરે, ઈચ્છે તો યાદ માં રહી બીજાઓ ને રસ્તો બતાવે કે ન બતાવે. પ્રદર્શનો દ્વારા બાળકો અનેક ને રસ્તો બતાવી રહ્યાં છે. પોતાનું પણ કલ્યાણ કરવાનું છે. સોદો ખૂબ સસ્તો છે. ફક્ત આ અંતિમ જન્મ પવિત્ર રહેવાથી, શિવબાબા ની યાદ માં રહેવાથી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. કેટલો સસ્તો સોદો છે! જીવન જ બદલાઈ જાય છે. આવાં-આવાં વિચાર કરવા જોઈએ. બાબા ની પાસે સમાચાર આવે છે. રાખડી બાંધવા ગયા તો કોઈ-કોઈએ કહ્યું આ સમયે જ્યારે કે તમોપ્રધાન દુનિયા છે, આમાં પવિત્ર રહેવું - આ તો અસંભવ છે. તે બિચારાઓ ને ખબર નથી પડતી કે હમણાં સંગમયુગ છે. બાપ જ પવિત્ર બનાવે છે. આમનાં મદદગાર પરમપિતા પરમાત્મા છે. તેમને આ ખબર જ નથી કે અહીં રીત ખૂબ ઉંચી છે. પવિત્ર બનવાથી પવિત્ર દુનિયાનાં માલિક બનવાનું હોય છે. બાપ કહે છે આ માયા રુપી ૫ વિકારો પર જીત મેળવવા થી તમે જગતજીત બનશો. તો આપણે કેમ નહીં પવિત્ર બનીશું. ફર્સ્ટક્લાસ સોદો છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. આનાં પર જીત મેળવવા થી તમે પવિત્ર બનશો. માયાજીત જગતજીત. આ છે યોગબળ થી માયા ને જીતવાની વાત. પરમપિતા પરમાત્મા જ આવીને રુહો ને સમજાવે છે કે મને યાદ કરો તો ખાદ નીકળી જશે. તમે સતોપ્રધાન દુનિયાનાં માલિક બની જશો. બાપ વારસો આપે છે સંગમ પર. સૌથી ઉત્તમ પુરુષ આ લક્ષ્મી-નારાયણ હતાં, તેમને જ મર્યાદા પુરુષોત્તમ દેવી-દેવતા ધર્મ વાળા કહેવાય છે. સમજાવાય તો ખૂબ સારી રીતે છે પરંતુ ક્યારેક-ક્યારેક આ પોઈન્ટ્સ ભૂલાઈ જાય છે. પછી પાછળ થી વિચાર આવે છે, ભાષણ માં આ-આ પોઈન્ટ્સ ન સમજાવ્યાં. સમજાવવા નાં પોઈન્ટ્સ તો ખૂબ છે. એવું થાય છે. વકીલ લોકો પણ કોઈ-કોઈ પોઈન્ટ્સ ભૂલી જાય છે. પછી જ્યારે તે પોઈન્ટ્સ પાછળ થી યાદ આવે છે તો પછી લડે છે. ડોક્ટર લોકો ને પણ એવું થાય છે. વિચાર ચાલે છે - આ બીમારી માટે આ દવા ઠીક છે. અહીં પણ પોઈન્ટ તો અનેક છે. બાબા કહે છે આજે તમને ગુહ્ય પોઈન્ટ સમજાવું છું. પરંતુ સમજવા વાળા છે બધા પતિત. કહે પણ છે - હે પતિત-પાવન… પછી કોઈ ને કહો તો બગડી જશે. ઈશ્વર ની સામે સાચ્ચું કહે છે - હે પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. ઈશ્વર ને ભૂલી જાય તો પછી જૂઠું કહી દે, એટલે ખૂબ યુક્તિ થી સમજાવવાનું છે જે સાપ પણ મરે લાઠી પણ ન તૂટે. બાપ કહે છે ઉંદર નો ગુણ ઉઠાવો. ઉંદર કરડે એવી યુક્તિ થી જે લોહી પણ નીકળે છે પરંતુ ખબર બિલકુલ નથી પડતી. તો બાળકો ની બુદ્ધિ માં બધા પોઈન્ટ્સ રહેવા જોઈએ. યોગ માં રહેવા વાળાઓ ને સમય પર મદદ મળે છે. બની શકે છે સાંભળવા વાળા સંભળાવવા વાળા કરતાં પણ વધારે બાપ નાં પ્રિય હોય. તો બાપ સ્વયં પણ બેસીને સમજાવી દેશે. તો એવું સમજાવવાનું છે જે તે સમજે પવિત્ર બનવું તો ખૂબ સારું છે. આ એક જન્મ પવિત્ર રહેવાથી આપણે ૨૧ જન્મ પવિત્ર દુનિયા નાં માલિક બનીશું. ભગવાનુવાચ - આ અંતિમ જન્મ પવિત્ર બનો તો હું ગેરંટી કરું છું, ડ્રામા પ્લાન અનુસાર તમે ૨૧ જન્મો માટે વારસો મેળવી શકો છો. આ તો આપણે કલ્પ-કલ્પ વારસો મેળવતા રહીએ છીએ. સર્વિસ (સેવા) નો જેમને શોખ હશે તે તો સમજશે કે અમે જઈને સમજાવીએ. ભાગવું પડે. બાપ તો છે જ્ઞાન નાં સાગર, એ કેટલી જ્ઞાન ની વર્ષા કરતા રહે છે. જેમનો આત્મા પવિત્ર છે તો ધારણા પણ થાય છે. પોતાનું નામ પ્રસિદ્ધ કરીને દેખાડે છે. પ્રદર્શન મેળા થી ખબર પડી શકે છે, કોણ કેવી સર્વિસ કરે છે. ટીચર્સે (શિક્ષકે) તપાસ કરવી જોઈએ - કોણ કેવી રીતે સમજાવે છે? ખાસ કરીને લક્ષ્મી-નારાયણ કે સીડી નાં ચિત્ર પર સમજાવવાનું સારું છે. યોગબળ થી પછી એવાં લક્ષ્મી-નારાયણ બને છે. લક્ષ્મી-નારાયણ સો આદિ દેવ, આદિ દેવી. ચતુર્ભુજ માં લક્ષ્મી-નારાયણ બંને આવી જાય છે. બે ભુજાઓ લક્ષ્મી ની, બે નારાયણ ની. આ પણ ભારતવાસી નથી જાણતાં. મહાલક્ષ્મી ની ૪ ભુજાઓ છે, આનો મતલબ જ છે તે યુગલ છે. વિષ્ણુ છે જ ચતુર્ભુજ.

પ્રદર્શન માં તો રોજ-રોજ સમજાવાય છે. રથ ને પણ દેખાડ્યો છે. કહે છે અર્જુન બેઠો હતો. કૃષ્ણ રથ ચલાવવા વાળા હતાં. આ બધી છે કથાઓ. હવે આ છે જ્ઞાન ની વાતો. દેખાડે છે જ્ઞાન અમૃત નો કળશ લક્ષ્મી નાં માથા પર રાખ્યો છે. હકીકત માં કળશ રાખ્યો છે જગતઅંબા પર, જે પછી લક્ષ્મી બને છે. આ પણ સમજાવવું પડે. સતયુગ માં એક ધર્મ, એક મત નાં મનુષ્ય હોય છે. દેવતાઓ ની છે જ એક મત. દેવતાઓ ને જ શ્રી કહેવાય છે બીજા કોઈને નથી કહેવાતાં. તો બાબા ને વિચાર ચાલી રહ્યો હતો કે સમજાવવા માટે શબ્દ થોડા હોય. આ અંતિમ જન્મ માં ૫ વિકારો પર જીત મેળવવા થી તમે રામરાજ્ય નાં માલિક બનશો. આ તો સસ્તો સોદો છે. બાપ આવીને અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન આપે છે. બાપ છે જ્ઞાન નાં સાગર. એ જ જ્ઞાન-રત્ન આપે છે. ઈન્દ્ર સભા માં કોઈ સબ્જ પરી, પોખરાજ પરી પણ છે. છે તો બધા મદદ કરવા વાળા. ઝવેરાત માં જાત-જાત નાં હોય છે ને એટલે ૯ રત્ન દેખાડેલા છે. આ તો જરુર છે જે સારી રીતે ભણશે તો પદ પણ મેળવશે. નંબરવાર તો છે ને? પુરુષાર્થ કરવાનો સમય જ આ છે. આ તો બાળકો સમજે છે અમે બાપ ની માળા નાં દાણા બનીએ છીએ. જેટલાં શિવબાબા ને યાદ કરીશું એટલાં આપણે જાણે યાદ ની યાત્રા માં દોડીએ છીએ. પાપ પણ જલ્દી વિનાશ થશે.

આ ભણતર કોઈ ખુબ લાંબું નથી ફક્ત પવિત્ર રહેવાનું છે. દૈવીગુણ પણ ધારણ કરવાના છે. મુખ થી ક્યારેય પથ્થર ન કાઢવા જોઈએ. પથ્થર ફેકવા વાળા પથ્થરબુદ્ધિ જ બનશે. રત્ન કાઢવા વાળા જ ઊંચ પદ મેળવશે. આ તો ખૂબ સહજ છે. જિજ્ઞાસુ ને સમજાવો - પતિત-પાવન સર્વ નાં મુક્તિ-જીવનમુક્તિ દાતા પરમપિતા પરમાત્મા શિવ કહે છે - હે ભારતવાસી રુહાની બાળકો, રાવણ રાજ્ય મૃત્યુલોક નાં આ કળિયુગી અંતિમ જન્મ માં પવિત્ર બનીને રહેવાથી અને પરમપિતા પરમાત્મા શિવ ની સાથે બુદ્ધિ યોગબળ ની યાત્રા થી તમોપ્રધાન આત્માઓ સતોપ્રધાન આત્મા બની સતોપ્રધાન સતયુગી વિશ્વ પર પવિત્રતા, સુખ, શાંતિ, સંપત્તિ સમ્પન્ન મર્યાદા પુરુષોત્તમ દૈવી સ્વરાજ્ય ફરીથી મેળવી શકો છો, ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ. પરંતુ હોવનહાર મહાભારે વિનાશ નાં પહેલાં બાપ આપણને વારસો આપે છે, ભણતર ભણાવે છે. જેટલું ભણશે એટલું પદ મેળવશે. સાથે તો લઈ જ જશે પછી આપણને આ જૂનાં શરીર નો કે આ દુનિયાનો વિચાર કેમ હોવો જોઈએ? તમારો સમય છે જૂની દુનિયા ને છોડવાનો. એવી-એવી વાતો બુદ્ધિ માં મંથન થતી રહે તો પણ ખૂબ સારું છે. આગળ ચાલી પુરુષાર્થ કરતાં-કરતાં સમય આવતો જશે પછી ઘુટકા નહીં આવશે. જોશે દુનિયા પણ આવીને થોડા સમય પર રહી છે તો બુદ્ધિયોગ લગાવવો જોઈએ. સર્વિસ કરવાથી મદદ પણ મળશે. જેટલો કોઈને સુખ નો રસ્તો બતાવશો એટલી ખુશી રહેશે. પુરુષાર્થ પણ ચાલે છે. તકદીર દેખાય છે. બાપ તો તદબીર (પુરુષાર્થ) શીખવાડે છે. કોઈ તેનાં પર લાગી જાય છે, કોઈ નથી લાગતાં. તમે જાણો છો કરોડપતિ, પદમપતિ બધા એમ જ ખતમ થઈ જશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઊંચ પદ મેળવવા માટે મુખ થી સદૈવ રત્ન બોલવાના છે, પથ્થર નહીં. મન્સા-વાચા-કર્મણા એવાં કર્મ કરવાના છે જે મર્યાદા પુરુષોત્તમ બનાવવા વાળા હોય.

2. આ અંતિમ જન્મ માં પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરવાની છે. પવિત્ર બનવાની જ યુક્તિ બધાને સંભળાવવાની છે.

વરદાન :-
એવરરેડી બની દરેક પરિસ્થિતિ રુપી પેપર માં ફુલ પાસ થવા વાળા એવરહેપ્પી ભવ

જે એવરરેડી છે એમનું પ્રેક્ટિકલ સ્વરુપ એવરહેપ્પી (સદા ખુશ) હશે. કોઈ પણ પરિસ્થિતિ રુપી પેપર કે પ્રાકૃતિક આપદા દ્વારા આવેલું પેપર અથવા કોઈપણ શારીરિક કર્મભોગ રુપી પેપર આવી જાય - આ બધા પ્રકારનાં પેપર્સ માં ફુલ પાસ થવા વાળાને જ એવરરેડી કહેવાશે. જેમ સમય કોઈનાં માટે રોકાતો નથી, એવી રીતે ક્યારેય કોઈ પણ અડચણ રોકી ન શકે, માયા નાં સૂક્ષ્મ કે સ્થૂળ વિઘ્ન એક સેકન્ડ માં સમાપ્ત થઈ જાય ત્યારે એવરહેપ્પી રહી શકશો

સ્લોગન :-
સમય પર સર્વ શક્તિઓ ને કાર્ય માં લગાવવી અર્થાત્ માસ્ટર સર્વશક્તિમાન્ બનવું.

આ અવ્યક્ત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

એકતા નાં બે આધાર છે - એક - ફેથ (વિશ્વાસ) બીજો - લવ (પ્રેમ). ક્યારેય પણ એક-બીજા માં વિશ્વાસ ઓછો ન થાય, એકે કહ્યું બીજાએ માન્યું… આ જ વિધિ છે એકતા નાં સૂત્ર માં પરોવાવાની. દિલ નો પરસ્પર સ્નેહ સમીપ લઈ આવે છે. જેમ બાપ સાથે બધાનો સ્નેહ છે એમ પરિવાર સાથે પણ દિલ નો સાચ્ચો સ્નેહ હોય, એનાં માટે સ્વમાન માં રહીને બધાને સન્માન આપો.