11-03-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - યાદ
ની યાત્રા માં રેસ કરો તો પુણ્ય આત્મા બની જશો , સ્વર્ગ ની બાદશાહી મળી જશે”
પ્રશ્ન :-
બ્રાહ્મણ-જીવન માં જો
અતીન્દ્રિય સુખ નો અનુભવ નથી થતો તો શું સમજવું જોઈએ?
ઉત્તર :-
જરુર સૂક્ષ્મ માં પણ કોઈ ન કોઈ પાપ થાય છે. દેહ-અભિમાન માં રહેવાથી જ પાપ થાય છે,
જેનાં કારણે એ સુખ ની અનુભૂતિ નથી કરી શકતાં. પોતાને ગોપ-ગોપીઓ સમજવા છતાં પણ
અતીન્દ્રિય સુખ ની ભાસના નથી આવતી, જરુર કોઈ ભૂલ થાય છે માટે બાપ ને સાચ્ચું બતાવીને
શ્રીમત લેતા રહો.
ઓમ શાંતિ!
નિરાકાર
ભગવાનુવાચ. હવે નિરાકાર ભગવાન કહેવાય જ છે શિવ ને, એમનાં નામ ભલે કેટલાં પણ
ભક્તિમાર્ગ માં રાખ્યાં છે, અનેક નામ છે ત્યારે તો વિસ્તાર છે. બાપ સ્વયં આવીને
બતાવે છે કે હે બાળકો, મુજ પોતાનાં બાપ શિવ ને તમે યાદ કરતા આવ્યાં છો - હે
પતિત-પાવન, નામ તો જરુર એક જ હશે. અનેક નામ ચાલી ન શકે. શિવાય નમઃ કહે છે તો એક જ
શિવ નામ થયું. રચયિતા પણ એક થયાં. અનેક નામ થી તો મૂંઝાઈ જાય. જેમ તમારું નામ પુષ્પા
છે એ બદલે તમને શીલા કહે તો તમે રેસ્પોન્ડ (પ્રતિઉત્તર) કરશો? ના. સમજશો બીજા કોઈને
બોલાવે છે. આ પણ એવી વાત થઈ ગઈ. એમનું નામ એક છે, પરંતુ ભક્તિમાર્ગ હોવાનાં કારણે
અનેક મંદિર બનાવવા નાં કારણે જાત-જાત નાં નામ રાખી દીધાં છે. નહીં તો નામ દરેક નું
એક હોય છે. ગંગા નદી ને જમુના નદી નહીં કહેવાશે. કોઈ પણ વસ્તુ નું એક નામ પ્રસિદ્ધ
હોય છે. આ શિવ નામ પણ પ્રસિદ્ધ છે. શિવાય નમઃ ગવાયેલું છે. બ્રહ્મા દેવતાય નમઃ,
વિષ્ણુ દેવતાય નમઃ, પછી કહે છે શિવ પરમાત્માય નમઃ કારણકે એ છે ઊંચા માં ઊંચા.
મનુષ્યો ની બુદ્ધિ માં હોય છે કે ઊંચા માં ઊંચા નિરાકાર ને કહેવાય છે. એમનું નામ એક
જ છે. બ્રહ્મા ને બ્રહ્મા, વિષ્ણુ ને વિષ્ણુ જ કહેવાશે. અનેક નામ રાખવાથી મુંજાઈ જશે.
રેસ્પોન્સ જ નથી મળતો અને નથી એમનાં રુપ ને પણ જાણતાં. બાપ બાળકો સાથે જ આવીને વાત
કરે છે. શિવાય નમઃ કહે છે તો એક નામ ઠીક છે. શિવ-શંકર કહેવું પણ ખોટું થઈ જાય છે,
શિવ, શંકર નામ અલગ છે. જેમ લક્ષ્મી-નારાયણ નામ અલગ-અલગ છે. ત્યાં નારાયણ ને તો
લક્ષ્મી-નારાયણ નહીં કહેવાશે. આજકાલ તો પોતાનાં ઉપર બે-બે નામ પણ રાખે છે. દેવતાઓ
નાં ઉપર આવાં ડબલ નામ નહોતાં. રાધા નું અલગ, શ્રીકૃષ્ણ નું અલગ, અહીં તો એક નું જ
નામ રાધા-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ રાખી દે છે. બાપ સમજાવે છે ક્રિયેટર (રચયિતા) એક જ
છે, એમનું નામ પણ એક છે. એમને જ જાણવાના છે. કહે છે આત્મા એક સ્ટાર જેવો છે, ભ્રકુટી
ની મધ્ય માં ચમકે છે સિતારો, પછી કહે છે આત્મા સો પરમાત્મા, તો પરમાત્મા પણ સ્ટાર
થયા ને? એવું નથી કે આત્મા નાનો કે મોટો થાય છે. વાતો ખૂબ સહજ છે.
બાપ કહે છે તમે
પોકારતા હતાં કે હે પતિત-પાવન, આવો. પરંતુ એ પાવન કેવી રીતે બનાવે છે, આ કોઈ પણ નથી
જાણતાં. ગંગા ને પતિત-પાવની સમજી લે છે. પતિત-પાવન તો એક જ બાપ છે. બાપ કહે છે મેં
પહેલાં પણ કહ્યું હતું - મનમનાભવ, મામેકમ્ યાદ કરો. ફક્ત નામ બદલી દીધું છે. બાળકો
સમજે છે કે બાપ ને યાદ કરવાથી વારસો અન્ડરસ્ટુડ (આપમેળે) છે. મનમનાભવ કહેવાની પણ
જરુર નથી. પરંતુ બિલકુલ જ બાપ ને અને વારસા ને ભૂલી ગયા છે એટલે કહું છું મુજ બાપ
અને વારસા ને યાદ કરો. બાપ છે સ્વર્ગ નાં રચયિતા તો જરુર બાપ ને યાદ કરવાથી આપણને
સ્વર્ગ ની બાદશાહી મળશે. બાળક જન્મ્યું અને બાપ કહેશે વારિસ આવ્યો. બાળકી માટે એવું
નહીં કહેશે. આપ આત્માઓ તો બધા બાળકો છો. કહે પણ છે આત્મા એક સ્ટાર છે. પછી અંગૂઠા
જેવો કેવી રીતે હોય શકે? આત્મા એટલી સૂક્ષ્મ વસ્તુ છે, આ આંખો થી દેખાતો નથી. હા,
એને દિવ્ય દૃષ્ટિ થી જોઈ શકાય છે કારણકે અવ્યક્ત વસ્તુ છે. દિવ્ય દૃષ્ટિ માં ચૈતન્ય
દેખાયા પછી ગુમ થઈ ગયાં. મળ્યું તો કાંઈ પણ નથી, ફક્ત ખુશ થઈ જાય છે. આને કહેવાશે
ભક્તિ નું અલ્પ સુખ. આ છે ભક્તિ નું ફળ. જેમણે બહુજ ભક્તિ કરી છે એમને આપોઆપ કાયદા
અનુસાર આ જ્ઞાન થી ફળ મળવાનું હોય છે. બ્રહ્મા અને વિષ્ણુ સાથે દેખાડે છે. બ્રહ્મા
સો વિષ્ણુ, ભક્તિ નું ફળ વિષ્ણુ નાં રુપ માં મળી રહ્યું છે રાજા નું. વિષ્ણુ તથા
શ્રીકૃષ્ણ નો સાક્ષાત્કાર તો ખૂબ કર્યો હશે. પરંતુ સમજાય છે - ભિન્ન-ભિન્ન નામ-રુપ
માં ભક્તિ કરી છે. સાક્ષાત્કાર ને યોગ કે જ્ઞાન નથી કહેવાતું. નૌધા ભક્તિ થી
સાક્ષાત્કાર થયો. હવે સાક્ષાત્કાર ન પણ થાય તો વાંધો નથી. મુખ્ય-લક્ષ છે જ મનુષ્ય
થી દેવતા બનવાનું. તમે દેવી-દેવતા ધર્મ નાં બનો છો. બાકી પુરુષાર્થ કરવા માટે બાપ
ફક્ત કહે છે બીજા સંગ બુદ્ધિ નો યોગ હટાવો, દેહ થી પણ હટાવી બાપ ને યાદ કરો. જેમ
આશિક-માશૂક કામ પણ કરતા રહે છે પરંતુ દિલ માશૂક સાથે લાગેલું રહે છે. બાપ પણ કહે છે
મામેકમ્ યાદ કરો તો પણ બુદ્ધિ બીજી-બીજી તરફ ભાગી જાય છે. હમણાં તમે જાણો છો આપણને
ઉતરવામાં એક કલ્પ લાગ્યો છે. સતયુગ થી લઈને સીડી ઉતરીએ છીએ. થોડી-થોડી ખાદ પડતી રહે
છે. સતો થી તમો બની જઈએ છીએ. પછી હવે તમો થી સતો બનવા માટે બાપ જમ્પ કરાવે (છલાંગ
મરાવે) છે. સેકન્ડ માં તમોપ્રધાન થી સતોપ્રધાન.
તો મીઠાં-મીઠાં
બાળકોએ પુરુષાર્થ કરવો પડે. બાપ તો શિક્ષા આપતા જ રહે છે. સારા-સારા સમજદાર બાળકો
પોતે અનુભવ કરે છે - બરોબર, ખૂબ મુશ્કેલ છે. કોઈ બતાવે છે, કોઈ તો બિલકુલ બતાવતા નથી.
પોતાની અવસ્થા નું બતાવવું જોઈએ. બાપ ને યાદ જ નથી કરતા તો વારસો કેવી રીતે મળશે?
કાયદેસર યાદ નથી કરતાં, સમજે છે અમે તો શિવબાબા નાં છીએ જ. યાદ ન કરવાથી નીચે પડે
છે. બાપ ને નિરંતર યાદ કરવા થી ખાદ નીકળે છે, અટેન્શન (ધ્યાન) આપવું પડે છે. જ્યાં
સુધી શરીર છે ત્યાં સુધી પુરુષાર્થ ચાલતો રહેશે. બુદ્ધિ પણ કહે છે - યાદ ઘડી-ઘડી
ભૂલાઈ જાય છે. આ યોગબળ થી તમે બાદશાહી પ્રાપ્ત કરો છો. બધા તો એક જેવી ઝડપ નથી કરી
શકતાં, કાયદો નથી. રેસ માં પણ જરાક ફરક પડી જાય છે. નંબરવન, પછી પ્લસ માં આવી જાય
છે. અહીં પણ બાળકો ની રેસ છે. મુખ્ય વાત છે યાદ કરવાની. આ તો સમજો છો આપણે પાપ આત્મા
થી પુણ્ય આત્મા બનીએ છીએ. બાપે ડાયરેક્શન આપ્યું છે, હમણાં પાપ કરવાથી તે સો ગુણા
થઈ જશે. ઘણાં છે જે પાપ કરે છે, બતાવતા નથી. પછી વૃદ્ધિ થતી જાય છે. પછી અંત માં
ફેલ થઈ જાય છે. સંભળાવવા માં શરમ આવે છે. સાચ્ચું ન બતાવવા થી પોતાને દગો આપે છે.
કોઈ ને ડર લાગે છે - બાબા અમારી આ વાત સાંભળશે તો શું કહેશે? કોઈ તો નાની ભૂલ પણ
સંભળાવવા આવી જાય છે. પરંતુ બાબા એમને કહે છે, મોટી-મોટી ભૂલ તો ખૂબ સારા-સારા બાળકો
કરે છે. સારા-સારા મહારથીઓ ને પણ માયા છોડતી નથી. માયા પહેલવાનો ને જ ચક્ર માં લાવે
છે, આમાં બહાદુર બનવું પડે. જુઠ્ઠું તો ચાલી ન શકે. સાચ્ચું બતાવવા થી હલ્કા થઈ જશો.
કેટલું પણ બાબા સમજાવે છે છતાં પણ કાંઈ ન કાંઈ ચાલતું જ રહે છે. અનેક પ્રકારની વાતો
થાય છે. હવે જ્યારે બાપ પાસે થી રાજ્ય લેવાનું છે તો બાપ કહે છે કે બુદ્ધિ બીજી તરફ
થી હટાવો. આપ બાળકોને હમણાં નોલેજ મળી છે, ૫ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું. તમે
પોતાનાં જન્મો ને પણ જાણી ગયા છો. કોઈ નો ઉલ્ટો-સુલ્ટો જન્મ થાય છે, આને ડિફેક્ટેડ
(ખામીયુક્ત) કહેવાય છે. પોતાનાં કર્મો અનુસાર જ એવું થાય છે. બાકી મનુષ્ય તો મનુષ્ય
જ હોય છે. તો બાપ સમજાવે છે કે એક તો પવિત્ર રહેવાનું છે, બીજું જુઠ્ઠું, પાપ કાંઈ
નથી કરવાનું. નહીં તો ખૂબ નુકસાન થઈ જશે. જુઓ, એક થી થોડી ભૂલ થઈ, આવ્યો બાબા ની
પાસે. બાબા ક્ષમા કરજો. એવું કામ પછી ક્યારેય નહીં કરું. બાબાએ કહ્યું આવી ભૂલો ઘણાં
થી થાય છે, તમે તો સાચ્ચું બતાવો છો, ઘણાં તો સંભળાવતા પણ નથી. કોઈ-કોઈ ફર્સ્ટ
ક્લાસ બાળકીઓ છે, ક્યારેય પણ ક્યાંય બુદ્ધિ જતી નથી. જેમ મુંબઈ માં નિર્મલા ડોક્ટર
છે, નંબરવન. બિલકુલ સાફ દિલ, ક્યારેય દિલ માં ઉલ્ટા વિચાર નહીં આવશે એટલે દિલ પર
ચઢેલી છે. એવી બીજી પણ બાળકીઓ છે. તો બાપ સમજાવે છે ફક્ત સાચાં દિલ થી બાપ ને યાદ
કરો. કર્મ તો કરવાના જ છે. બુદ્ધિયોગ બાપ સાથે લાગેલો રહે. હાથ કામ તરફ દિલ યાર તરફ.
તે અવસ્થા પાછળ ની છે. જેનાં માટે જ ગવાય છે - અતીન્દ્રિય સુખ ગોપી-ગોપીઓ ને પૂછો
જે આ અવસ્થા પ્રાપ્ત કરે છે. જે પાપ કર્મ કરે છે એમની આ અવસ્થા બનતી નથી. બાબા સારી
રીતે જાણે છે ત્યારે તો ભક્તિમાર્ગ માં પણ સારાં તથા ખોટાં કર્મ નું ફળ મળે છે. આપવા
વાળા તો બાપ છે ને? જે કોઈને દુઃખ આપશે તો જરુર દુઃખ ભોગવશે. જેવાં કર્મ કર્યા છે
તો ભોગવવા જ પડશે. અહીં તો બાપ સ્વયં હાજર છે, સમજાવતા રહે છે છતાં પણ ગવર્મેન્ટ
છે, ધર્મરાજ તો મારી સાથે થયાં ને? આ સમયે મારા થી કાંઈ પણ છૂપાવો નહીં. એવું નથી
કે બાબા જાણે છે, આપણે શિવબાબા થી દિલ થી ક્ષમા લઈએ છીએ, કાંઈ પણ ક્ષમા નહીં થશે.
પાપ ક્યારેય પણ કોઈનું છુપું રહેશે નહીં. પાપ કરવાથી દિવસે-દિવસે પાપ આત્મા બનતા
જાય છે. તકદીર માં નથી તો પછી એવું જ થાય છે. રજીસ્ટર ખરાબ થઈ જાય છે. એક વખત તો
જુઠ્ઠું બોલે છે, સાચ્ચું બતાવતા નથી, સમજાય છે આવાં કામ કરતા જ રહે છે. જુઠ્ઠું
ક્યારેય છુપાઈ નથી શકતું. બાપ તો પણ બાળકો ને સમજાવે છે - કખ નો ચોર તે લખ નો ચોર
કહેવાય છે એટલે કહેવું જોઈએ ને કે અમારાથી આ દોષ થયો. જ્યારે બાબા પૂછે છે ત્યારે
કહે છે ભૂલ થઈ ગઈ, જાતે જ કેમ નથી બતાવતાં? બાબા જાણે છે ઘણાં બાળકો છુપાવે છે. બાપ
ને સંભળાવવા થી શ્રીમત મળશે. ક્યાંય થી ચિઠ્ઠી આવે છે પૂછો શું જવાબ આપવાનો છે.
સંભળાવવા થી શ્રીમત મળશે. અનેક માં કોઈ ગંદી આદત છે - તો તે છુપાવે છે. કોઈ ને
લૌકિક ઘરે થી મળે છે. બાબા કહે ભલે પહેરો તો પછી જવાબદાર બાબા થઈ ગયાં. અવસ્થા જોઈને
કોઈને કહું છું યજ્ઞ માં મોકલી દો. તમને બદલી કરીને આપે તો ઠીક છે, નહીં તો તે યાદ
રહેશે. બાબા ખૂબ ખબરદાર કરે છે. માર્ગ ખૂબ ઉંચો છે. કદમ-કદમ પર સર્જન ની સલાહ લેવાની
છે. બાબા શિક્ષા જ આપશે કે આમ-આમ ચિઠ્ઠી લખો તો તીર લાગશે, પરંતુ દેહ-અભિમાન અનેક
માં છે. શ્રીમત પર ન ચાલવાથી પોતાનું ખાતું ખરાબ કરે છે. શ્રીમત પર ચાલવાથી દરેક
હાલત માં ફાયદો છે. રસ્તો કેટલો સહજ છે. ફક્ત યાદ થી તમે વિશ્વ નાં માલિક બનો છો.
વૃદ્ધાઓ માટે કહે છે ફક્ત બાપ અને વારસા ને યાદ કરો. પ્રજા નથી બનાવતા તો રાજા-રાણી
પણ બની નથી શકતાં. છતાં પણ જે છુપાવે છે, એનાં કરતાં તો ઊંચ પદ મેળવી શકે છે. બાપ
ની ફરજ છે સમજાવવું. જે પછી એવું ન કહે કે અમને ખબર નહોતી. બાબા બધા ડાયરેક્શન આપે
છે. ભૂલ ને ઝટ બતાવવી જોઈએ. વાંધો નહીં, ફરી નહીં કરતાં. આમાં ડરવાની વાત નથી.
પ્રેમ થી સમજાવાય છે. બાપ ને બતાવવામાં કલ્યાણ છે. બાપ પુચકાર આપી પ્રેમ થી સમજાવશે.
નહીં તો દિલ થી એકદમ નીચે પડે છે. આમની દિલ થી પડ્યાં તો શિવબાબા નાં દિલ થી પણ
પડ્યાં. એવું નહીં કે અમે ડાયરેક્ટ લઈ શકીએ છીએ, કાંઈ પણ થશે નહીં. જેટલું સમજાવાય
છે - બાપ ને યાદ કરો, એટલી બુદ્ધિ બહાર તરફ ભાગતી રહે છે. આ બધી વાતો બાપ ડાયરેક્ટ
બેસીને સમજાવે છે, જેનાં પછી શાસ્ત્ર બને છે. આમાં ગીતા જ ભારત નું સર્વોત્તમ
શાસ્ત્ર છે. ગવાયેલુ પણ છે સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા, જે ભગવાને ગાઈ. બાકી બધા
ધર્મ તો પાછળ થી આવે છે. ગીતા થઈ ગઈ માતા-પિતા, બાકી બધા થયા બાળકો. ગીતા માં જ
ભગવાનુવાચ છે. કૃષ્ણ ને તો દૈવી સંપ્રદાય કહેવાશે. દેવતા તો ફક્ત
બ્રહ્મા-વિષ્ણુ-શંકર છે. ભગવાન તો દેવતાઓ કરતાં પણ ઊંચ થયાં. બ્રહ્મા-વિષ્ણુ-શંકર
ત્રણેય ને રચવા વાળા શિવ થયાં. બિલકુલ સ્પષ્ટ છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, એવું તો
ક્યારેય કહેતાં નથી શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપના. બ્રહ્મા નું રુપ દેખાડ્યું છે. કોની
સ્થાપના? વિષ્ણુપુરી ની. આ ચિત્ર તો દિલ માં છપાઈ જવું જોઈએ. આપણે શિવબાબા પાસે થી
એમનાં દ્વારા વારસો લઈએ છીએ. બાપ વગર દાદા નો વારસો મળી નથી શકતો. જ્યારે કોઈ પણ મળે
છે તો આ બતાવો કે બાપ કહે છે મામેકમ્ યાદ કરો. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. મંઝિલ ખૂબ
ઊંચી છે એટલે કદમ-કદમ પર સર્જન ની સલાહ લેવાની છે. શ્રીમત પર ચાલવામાં જ ફાયદો છે,
બાપ થી કાંઈ પણ છુપાવવાનું નથી.
2. દેહ અને દેહધારીઓ
થી બુદ્ધિ નો યોગ હટાવી એક બાપ સાથે લગાવવાનો છે. કર્મ કરતા પણ એક બાપ ની યાદ માં
રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
સદા એકરસ
સંપન્ન મૂડ માં રહેવાવાળા પુરુષાર્થી સો પ્રારબ્ધી સ્વરુપ ભવ
બાપદાદા વતન થી જુએ
છે કે ઘણાં બાળકો નો મૂડ ખૂબ બદલાય છે, ક્યારેક આશ્ચર્યવત્ નો મૂડ, ક્યારેક
ક્વેશ્ચનમાર્ક નો મૂડ, ક્યારેક કન્ફ્યુઝ નો મૂડ, ક્યારેક ટેન્શન, ક્યારેક અટેન્શન
નો ઝૂલો… પરંતુ સંગમયુગી પ્રારબ્ધી યુગ છે નહીં કે પુરુષાર્થી એટલે જે બાપ નાં ગુણ
એ જ બાળકો નાં, જે બાપ ની સ્ટેજ તે જ બાળકો ની - આ જ છે સંગમયુગ ની પ્રારબ્ધ. તો સદા
એકરસ એક જ સંપન્ન મૂડ માં રહો ત્યારે કહેવાશો બાપ સમાન અર્થાત્ પ્રારબ્ધી સ્વરુપ
વાળા.
સ્લોગન :-
બાપદાદા નાં
હાથ માં બુદ્ધિરુપી હાથ હોય તો પરીક્ષાઓ રુપી સાગર માં હલશો નહીં.
આ અવ્યકત ઈશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
ફેથફુલ ની પહેલી
નિશાની છે - દરેક સેકન્ડ, દરેક કદમ શ્રીમત પર એક્યુરેટ ચાલવું. એક્યુરેટ મૂર્તિ બનવી
અર્થાત્ હેમર (હથોડા) લાગવાં. હેમર થી જ તો એને ઠોક-ઠોક કરીને ઠીક કરે છે. તમે લોકો
તો હેમર ખાવાના અનુભવી થઈ ગયા છો, નથિંગન્યુ. ખેલ લાગે છે ને? જોતા રહો છો અને
મુસ્કુરાતા રહો છો, દુવાઓ આપતા રહો છો. હીરો એક્ટર અર્થાત્ એક્યુરેટ પાર્ટ ભજવવા
વાળા, નિશ્ચયબુદ્ધિ નિશ્ચિંત આત્મા.
નોટ :- આજે આપણા સૌની
અતિ પ્રિય બાપદાદા નાં નયનો ની નૂર, પોતાનાં દિલતખ્ત પર બેસાડવા વાળી મીઠી દાદી
ગુલઝારજી ની પુણ્ય સ્મૃતિ દિવસ પર આપણે બધા બ્રાહ્મણ કુલભૂષણ ભાઈ-બહેનો એમનાં દ્વારા
પ્રિય અવ્યક્ત બાપદાદા ની જે પાલના મળેલી છે, એ પાલના નું રિટર્ન આપવા માટે શુભ
સંકલ્પ લઈએ. જેવી રીતે દાદીજીએ દરેક કદમ શ્રીમત પર એક્યુરેટ ચાલીને, સદા પોતાનાં
હર્ષિત ચહેરા થી બધાને દુવાઓ આપી અને દુવાઓ લીધી, એક્યુરેટ પાર્ટ ભજવ્યો. એવી રીતે
આપણે બધા એમનાં પદ ચિન્હો પર ચાલીને એમને આપણા સ્નેહ સુમન અર્પિત કરીએ, આ જ એમનાં
પ્રત્યે સાચ્ચી શ્રદ્ધાંજલિ છે. ઓમ્ શાંતિ.