11-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હવે
આ નાટક પૂરું થાય છે , તમારે પાછા ઘરે જવાનું છે , એટલે આ દુનિયા માંથી મમત્વ કાઢી
નાખો , ઘર ને અને નવાં રાજ્ય ને યાદ કરો”
પ્રશ્ન :-
દાન નું મહત્વ ક્યારે છે, એનું રિટર્ન (વળતર) કયા બાળકો ને પ્રાપ્ત થાય છે?
ઉત્તર :-
દાન નું મહત્વ ત્યારે છે જ્યારે દાન કરેલી વસ્તુ માં મમત્વ ન હોય. જો દાન કર્યુ પછી
યાદ આવ્યું તો તેનું ફળ રિટર્ન માં પ્રાપ્ત નથી થઈ શકતું. દાન થાય જ છે બીજા જન્મ
માટે એટલે આ જન્મ માં તમારી પાસે જે કાંઈ છે એમાં થી મમત્વ કાઢી નાખો. ટ્રસ્ટી બનીને
સંભાળો. અહીં તમે જે ઈશ્વરીય સેવા માં લગાવો છો, હોસ્પિટલ અથવા કોલેજ ખોલો છો એનાંથી
અનેક નું કલ્યાણ થાય છે, એનાં રિટર્ન માં ૨૧ જન્મો માટે મળી જાય છે.
ઓમ શાંતિ!
બાળકો ને
પોતાનું ઘર અને પોતાની રાજધાની યાદ છે? અહીં જ્યારે બેસો છો તો બહાર નાં ઘરબાર,
ધંધા-ધોરી વગેરે નાં વિચાર ન આવવા જોઈએ. બસ, પોતાનું ઘર જ યાદ આવવું જોઈએ. હવે આ
જૂની દુનિયા થી નવી દુનિયામાં રિટર્ન છીએ, આ જૂની દુનિયા તો ખતમ થઈ જવાની છે. બધું
સ્વાહા થઈ જશે આગ માં. જે કાંઈ આ આંખો થી જુઓ છો, મિત્ર-સંબંધી વગેરે આ બધું ખતમ થઈ
જવાનું છે. આ જ્ઞાન બાપ જ રુહો ને સમજાવે છે. બાળકો, હવે પાછા પોતાનાં ઘરે ચાલવાનું
છે. નાટક પૂરું થાય છે. આ છે જ ૫ હજાર વર્ષ નું ચક્ર. દુનિયા તો છે જ, પરંતુ તેને
ચક્ર લગાવવા માં ૫ હજાર વર્ષ લાગે છે. જે પણ આત્માઓ છે બધા પાછા ચાલ્યાં જશે. આ જૂની
દુનિયા જ ખતમ થઈ જશે. બાબા ખૂબ સરસ રીતે દરેક વાત સમજાવે છે. કોઈ-કોઈ મનહૂસ હોય છે
તો મફત પોતાની મિલકત ગુમાવી બેસે છે. ભક્તિમાર્ગ માં દાન-પુણ્ય તો કરે છે ને? કોઈએ
ધર્મશાળા બનાવી, કોઈએ હોસ્પિટલ બનાવી, બુદ્ધિ માં સમજે છે આનું ફળ બીજા જન્મ માં
મળશે. કોઈ આશા વગર, અનાસક્ત થઈ કોઈ કરે-એવું હોતું નથી. ઘણાં કહે છે ફળ ની ઈચ્છા અમે
નથી રાખતાં. પરંતુ નહીં, ફળ અવશ્ય મળે છે. સમજો કોઈની પાસે પૈસા છે, એમાંથી ધર્માઉ
આપી દીધું તો બુદ્ધિ માં રહેશે અમને બીજા જન્મ માં મળશે. જો મમત્વ ગયું, મારી આ ચીજ
છે એવું સમજ્યાં તો પછી ત્યાં નહીં મળે. દાન થાય છે જ બીજા જન્મ માટે. જ્યારે બીજા
જન્મ માં મળે છે તો પછી આ જન્મ માં મમત્વ કેમ રાખવાનું? એટલે ટ્રસ્ટી બનાવે છે તો
પોતાનું મમત્વ નીકળી જાય. કોઈ સારા સાહૂકાર નાં ઘર માં જન્મ લે છે તો કહેશે એમણે
સારા કર્મ કર્યા છે. કોઈ રાજા-રાણી ની પાસે જન્મ લે છે, કારણકે દાન-પુણ્ય કર્યુ છે
પરંતુ તે છે અલ્પકાળ એક જન્મ ની વાત. હમણાં તો તમે આ ભણતર ભણો છો. જાણો છો આ ભણતર
થી આપણે આ બનવાનું છે, તો દૈવી ગુણ ધારણ કરવાનાં છે. અહીં દાન જે કરો છો એનાથી આ
રુહાની યુનિવર્સિટી, હોસ્પિટલ ખોલે છે. દાન કર્યુ તો પછી એમાંથી મમત્વ મિટાવી દેવું
જોઈએ કારણકે તમે જાણો છો આપણે ભવિષ્ય ૨૧ જન્મ નાં માટે બાપ થી લઈએ છીએ. આ બાપ મકાન
વગેરે બનાવે છે. આ તો ટેમ્પરરી (અલ્પકાલીન) છે. નહીં તો આટલાં બધા બાળકો ક્યાં રહેશે?
આપે છે બધા શિવબાબા ને. ધણી એ છે. એ આમનાં દ્વારા આ કરાવે છે. શિવબાબા તો રાજ્ય નથી
કરતાં. પોતે છે જ દાતા. એમનું મમત્વ શેમાં હશે! હમણાં બાપ શ્રીમત આપે છે કે મોત સામે
ઉભું છે. પહેલાં તમે કોઇને આપતાં હતાં તો મોત ની વાત નહોતી. હવે બાબા આવ્યાં છે તો
જૂની દુનિયા જ ખતમ થવાની છે. બાપ કહે છે હું આવ્યો જ છું આ પતિત દુનિયાને ખતમ કરવાં.
આ રુદ્ર યજ્ઞ માં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે. જે કાંઈ પોતાનું ભવિષ્ય બનાવશો
તો નવી દુનિયામાં મળશે. નહીં તો અહીં જ બધું ખતમ થઇ જશે. કોઈને કોઈ ખાઈ જશે. આજકાલ
મનુષ્ય ઉધારી પણ આપે છે. વિનાશ થશે તો બધું ખતમ થઇ જશે. કોઈ કોઈને કાંઈ આપશે નહીં.
બધું રહી જશે. આજે સારું છે, કાલે દેવાળું નીકાળી દેશે. કોઈ ને પણ કાંઈ પૈસા મળવાનાં
નથી. કોઈ ને આપ્યાં, તે મરી ગયાં પછી કોણ બેસી રિટર્ન કરે છે. તો શું કરવું જોઈએ?
ભારત નાં ૨૧ જન્મો નાં કલ્યાણ માટે અને પછી પોતાનાં ૨૧ જન્મો નાં કલ્યાણ માટે તેમાં
લગાવી દેવાં જોઈએ. તમે પોતાનાં માટે જ કરો છો. જાણો છો શ્રીમત પર આપણે ઊંચ પદ
મેળવીએ છીએ, જેનાથી ૨૧ જન્મ સુખ-શાંતિ મળશે. આને કહેવાય છે અવિનાશી બાબાની રુહાની
હોસ્પિટલ અને યુનિવર્સિટી, જેનાંથી હેલ્થ (સ્વાસ્થ્ય), વેલ્થ (સંપત્તિ) અને
હેપ્પીનેસ (ખુશી) મળે છે. કોઈને હેલ્થ છે, વેલ્થ નથી તો હેપ્પીનેસ રહી નથી શકતી.
બંને છે તો હેપ્પી પણ રહે છે. બાપ તમને ૨૧ જન્મોનાં માટે બંને આપે છે. તે ૨૧ જન્મો
નાં માટે જમા કરવાનું છે. બાળકો નું કામ છે યુક્તિ રચવી. બાપ નાં આવવાથી ગરીબ બાળકો
ની તકદીર ખુલી જાય છે. બાપ છે જ ગરીબ નિવાઝ. સાહૂકારો ની તકદીર માં આ વાતો નથી. આ
સમયે ભારત સૌથી ગરીબ છે. જે સાહૂકાર હતાં તે જ ગરીબ બન્યાં છે. આ સમયે બધા પાપ
આત્માઓ છે. જ્યાં પુણ્ય આત્મા છે ત્યાં પાપ આત્મા એક પણ નથી. તે છે સતયુગ સતોપ્રધાન,
આ છે કળિયુગ તમોપ્રધાન. તમે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છો સતોપ્રધાન બનવાનો. બાપ
આપ બાળકો ને સ્મૃતિ અપાવે છે તો તમે સમજો છો બરાબર અમે જ સ્વર્ગવાસી હતાં. પછી અમે
૮૪ જન્મ લીધાં છે. બાકી ૮૪ લાખ યોનિઓ તો ગપોડા છે. શું આટલાં જન્મ જાનવર યોનિ માં
રહ્યાં! આ પાછળ નાં મનુષ્ય નું પદ છે? શું હવે પાછાં જવાનું છે?
હવે બાપ સમજાવે છે-મોત
સામે ઉભું છે. ૪૦-૫૦ હજાર વર્ષ છે નહીં. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકાર માં છે એટલે
કહેવાય છે પત્થરબુદ્ધિ. હમણાં તમે પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનો છો. આ વાતો કોઈ
સંન્યાસી વગેરે થોડી બતાવી શકે છે. હવે તમને બાપ સ્મૃતિ અપાવે છે કે પાછાં જવાનું
છે. જેટલું થઈ શકે પોતાનાં બેગ-બેગેજ ટ્રાન્સફર કરી દો. બાબા, આ બધું લો, અમે સતયુગ
માં ૨૧ જન્મ માટે મેળવી લઈશું. આ બાબા પણ તો દાન-પુણ્ય કરતાં હતાં. ખૂબ શોખ હતો.
વ્યાપારી લોકો બે પૈસા ધર્માદા કાઢે છે. બાબા એક આનો કાઢતા હતાં. કોઈ પણ આવે તો
દરવાજા થી ખાલી ન જાય. હમણાં ભગવાન સન્મુખ આવ્યાં છે, આ કોઈને ખબર નથી. મનુષ્ય
દાન-પુણ્ય કરતાં-કરતાં મરી જશે પછી શું મળશે? પવિત્ર બનતાં નથી, બાપ સાથે પ્રીત
રાખતાં નથી. બાપે સમજાવ્યું છે યાદવ અને કૌરવો ની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ.
પાંડવો ની છે વિનાશકાળે પ્રીત બુદ્ધિ. યુરોપવાસી બધા યાદવ છે જે મૂસળ વગેરે નીકાળતાં
રહે છે. શાસ્ત્રો માં શું-શું વાતો લખી દીધી છે. અનેક શાસ્ત્ર બનેલાં છે, ડ્રામા
પ્લાન અનુસાર. આમાં પ્રેરણા વગેરે ની વાત નથી. પ્રેરણા એટલે વિચાર. બાકી એવું થોડી
કે બાપ પ્રેરણા થી ભણાવે છે. બાપ સમજાવે છે આ પણ એક વેપારી હતાં. સારું નામ હતું.
બધાં ઈજ્જત આપતાં હતાં. બાપે પ્રવેશ કર્યો અને આમને ગાળો ખાવાની શરુ કરી દીધી.
શિવબાબા ને જાણતાં નથી. ન તેમને ગાળ આપી શકાય છે. ગાળો આ ખાય છે. શ્રીકૃષ્ણએ કહ્યું
ને - મેં નથી માખણ ખાધું. આ પણ કહે છે કામ તો બધું બાબાનું છે, હું કંઈ નથી કરતો.
જાદુગર એ છે, હું થોડી છું. મફત આમને ગાળો આપી દે છે. મેં કોઈને ભગાવ્યાં શું? કોઈ
ને પણ નથી કહ્યું કે તમે ભાગીને આવો. હું તો ત્યાં હતો, આ પોતે જ ભાગી ને આવ્યાં.
મફત માં દોષ નાખી દીધો છે. કેટલી ગાળો ખાધી. શું-શું વાતો શાસ્ત્રો માં લખી દીધી
છે. બાપ સમજાવે છે આ છતાં પણ થશે. આ છે બધી જ્ઞાનની વાત. કોઈ મનુષ્ય આ થોડી કરી શકે
છે! તે પણ બ્રિટિશ ગવર્મેન્ટ (સરકાર) નાં રાજ્ય માં કોઈની પાસે આટલી કન્યાઓ-માતાઓ
બેસી જાય. કોઈ કાંઈ કરી ન શકે. કોઈનાં સંબંધી આવતાં હતાં તો એકદમ ભગાવી દેતાં હતાં.
બાબા તો કહેતા હતાં ભલે આમને સમજાવીને લઈ જાઓ. હું કોઈ મનાઈ થોડી કરું છું પરંતુ
કોઇની હિંમત નહોતી થતી. બાપ ની તાકાત હતી ને? નથિંગ ન્યુ. આ ફરી પણ બધું થશે. ગાળો
પણ ખાવી પડશે. દ્રોપદી ની પણ વાત છે. આ બધી દ્રૌપદીઓ અને દુશાસન છે, એક ની વાત નહોતી.
શાસ્ત્રોમાં આ ગપોળા કોણે લખ્યાં? બાપ કહે છે આ પણ ડ્રામા માં પાર્ટ છે. આત્મા નું
જ્ઞાન જ કોઈ માં નથી, બિલકુલ જ દેહ-અભિમાની બની ગયાં છે. દેહી-અભિમાની બનવામાં
મહેનત છે. રાવણે બિલકુલ જ ઉલ્ટા બનાવી દીધાં છે. હવે બાપ સુલ્ટા બનાવે છે.
દેહી-અભિમાની બનવાથી
સ્વતઃ સ્મૃતિ રહે છે કે આપણે આત્મા છીએ, આ દેહ વાજું છે, વગાડવા માટે. આ સ્મૃતિ પણ
રહે તો દૈવી ગુણ પણ આવી જાય છે. તમે કોઈને દુઃખ પણ નથી આપી શકતાં. ભારતમાં જ આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ૫ હજાર વર્ષ ની વાત છે. જે કોઈ લાખો વર્ષ કહે છે તો
ઘોર અંધકાર માં છે. ડ્રામા અનુસાર જ્યારે સમય પૂરો થયો છે ત્યારે બાપ ફરીથી આવ્યાં
છે. હવે બાપ કહે છે મારી શ્રીમત પર ચાલો. મોત સામે ઊભું છે. પછી અંદરની જે કંઈ આશ
છે, તે રહી જશે. મરવાનું તો છે જરુર. આ એજ મહાભારત લડાઈ છે. જેટલું પોતાનું કલ્યાણ
કરી શકો એટલું સારું છે. નહીં તો તમે ખાલી હાથે જશો. આખી દુનિયા ખાલી હાથે જવાની
છે. ફક્ત આપ બાળકો ભરતું હાથ અર્થાત્ ધનવાન થઇને જાઓ છો. આમાં સમજવાની ખૂબ વિશાળ
બુદ્ધિ જોઇએ. કેટલાં ધર્મ નાં મનુષ્ય છે. દરેક ની પોતાની એક્ટ (પ્રવૃત્તિ) ચાલે છે.
એક ની એક્ટ ન મળે બીજા થી. બધાનાં ફીચર્સ પોત-પોતાનાં છે, કેટલાં બધા ફીચર્સ છે, આ
બધું ડ્રામા માં નોંધ છે. વન્ડરફુલ વાતો છે ને? હવે બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો.
આપણે આત્મા ૮૪ નું ચક્ર લગાવીએ છીએ, આપણે આત્મા આ ડ્રામા માં એક્ટર છીએ, એમાંથી આપણે
નીકળી નથી શકતાં, મોક્ષ મેળવી નથી શકતાં. પછી કોશિષ કરવી પણ ફાલતું છે. બાપ કહે છે
ડ્રામા થી કોઈ નીકળી જાય, બીજા કોઈ આવી જાય- આ થઇ નથી શકતું. આટલું બધું જ્ઞાન બધાની
બુદ્ધિમાં રહી નથી શકતું. આખો દિવસ આમ જ્ઞાન માં રમણ કરવાનું છે. એક ઘડી, અડધી ઘડી…
આ યાદ કરો પછી તેને વધારતા જાઓ. ૮ કલાક ભલે સ્થૂળ સર્વિસ (સેવા) કરો, આરામ પણ કરો,
આ રુહાની ગવર્મેન્ટની સર્વિસ માં પણ સમય આપો. તમે પોતાની જ સર્વિસ કરો છો, આ છે
મુખ્ય વાત. યાદની યાત્રામાં રહો, બાકી જ્ઞાનથી ઊંચું પદ મેળવવાનું છે. યાદનો પોતાનો
પૂરો ચાર્ટ રાખો. જ્ઞાન તો સહજ છે. જેમ બાપની બુદ્ધિમાં છે કે હું મનુષ્ય સૃષ્ટિ નો
બીજરુપ છું, આનાં આદિ-મધ્ય-અંત ને જાણું છું. આપણે પણ બાબાનાં બાળકો છીએ. બાબાએ આ
સમજાવ્યું છે, કેવી રીતે આ ચક્ર ફરે છે. તે કમાણી માટે પણ તમે ૮-૧૦ કલાક આપો છો ને?
સારા ગ્રાહક મળી જાય છે તો રાત નાં ક્યારેય બગાસા નથી આવતાં. બગાસા આવે તો સમજાય છે
કે આ થાકેલો છે. બુદ્ધિ ક્યાંય બહાર ભટકતી હશે. સેવાકેન્દ્ર પર પણ ખુબજ ખબરદાર
રહેવાનું છે. જે બાળકો બીજાનું ચિંતન નથી કરતાં, પોતાનાં ભણતર માં જ મસ્ત રહે છે
તેમની ઉન્નતિ સદા થતી રહે છે. તમારે બીજાનું ચિંતન કરી પોતાનું પદ ભ્રષ્ટ નથી કરવાનું.
હિયર નો ઈવિલ, સી નો ઈવિલ… કોઈ સારું નથી બોલતું તો એક કાન થી સાંભળી બીજા થી કાઢી
નાખો. હંમેશા પોતાને જોવું જોઈએ, ન કે બીજાઓને. પોતાનું ભણતર ન છોડવું જોઈએ. ઘણાં
એવા રિસાઈ જાય છે. આવવાનું બંધ કરી દે છે, પછી આવી જાય છે. નહીં આવશે તો જશે ક્યાં?
સ્કૂલ તો એક જ છે. પોતાનાં પગ પર કુહાડી નથી મારવાની. તમે પોતાનાં ભણતર માં મસ્ત રહો.
ખૂબ ખુશી માં રહો. ભગવાન ભણાવે છે બાકી શું જોઈએ? ભગવાન આપણાં બાપ, શિક્ષક, સદ્દગુરુ
છે, એમનાથી જ બુદ્ધિ નો યોગ લગાવાય છે. એ છે આખી દુનિયાનાં નંબરવન માશૂક જે તમને
નંબરવન વિશ્વનાં માલિક બનાવે છે.
બાપ કહે છે તમારો
આત્મા ખૂબ પતિત છે, ઉડી નથી શકતો. પાંખો કપાયેલી છે. રાવણે બધા આત્માઓનાં પાંખો કાપી
દીધી છે. શિવબાબા કહે છે મારાં વગર કોઈ પાવન બનાવી નથી શકતું. બધા એક્ટર્સ અહીં છે,
વૃદ્ધિને મેળવતા રહે છે, પાછું કોઈ જતું નથી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં નાં
ચિંતન અને ભણતર માં મસ્ત રહેવાનું છે. બીજાને નથી જોવાનાં. જો કોઈ સારું નથી બોલતું
તો એક કાન થી સાંભળી બીજા થી કાઢી નાખવાનું છે. રિસાઈ જઈને ભણતર નથી છોડવાનું.
2. જીવતે જીવ બધું
દાન કરીને પોતાનું મમત્વ કાઢી નાખવાનું છે. પૂરું નામ કરીને ટ્રસ્ટી બની હલકાં
રહેવાનું છે. દેહી-અભિમાની બની સર્વ દૈવી ગુણ ધારણ કરવાનાં છે.
વરદાન :-
ભિન્નતાને
મિટાવી એકતા લાવવા વાળા સાચાં સેવાધારી ભવ
બ્રાહ્મણ પરિવારની
વિશેષતા છે અનેક હોવા છતાં પણ એક. તમારી એકતા દ્વારા જ આખા વિશ્વ માં એક ધર્મ, એક
રાજ્ય ની સ્થાપના થાય છે એટલે વિશેષ અટેન્શન આપીને ભિન્નતા ને મિટાવો અને એકતા ને
લાવો ત્યારે કહેવાશે સાચાં સેવાધારી. સેવાધારી સ્વયં પ્રત્યે નથી પરંતુ સેવા પ્રત્યે
હોય છે. સ્વયં નું બધું સેવા પ્રત્યે સ્વાહા કરે છે, જેવી રીતે સાકાર માં સેવા માં
હડ્ડીઓ પણ સ્વાહા કરી એવી રીતે તમારી દરેક કર્મેન્દ્રિય દ્વારા સેવા થતી રહે.
સ્લોગન :-
પરમાત્મ-પ્રેમ
માં ખોવાઈ જાઓ તો દુઃખો ની દુનિયા ભુલાઈ જશે.
અવ્યકત ઈશારા -
“કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો"
સદા સ્મૃતિ રાખો કે
કમ્બાઈન્ડ હતા, કમ્બાઈન્ડ છીએ અને કમ્બાઈન્ડ રહીશું. કોઈની તાકાત નથી જે અનેકવાર
નાં કમ્બાઇન્ડ સ્વરુપ ને અલગ કરી શકે. પ્રેમ ની નિશાની છે કમ્બાઈન્ડ રહેવું. આ આત્મા
અને પરમાત્મા નો સાથ છે. પરમાત્મા તો ક્યાંય પણ સાથ નિભાવે છે અને દરેક ની સાથે
પ્રીતિ ની રીત નિભાવવા વાળા છે.