11-05-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  07.03.2005    બાપદાદા મધુબન


“ સંપૂર્ણ પવિત્રતા નું વ્રત રાખવું અને હું - પણા ને સમર્પિત કરવું જ શિવજયંતિ મનાવવી છે”
 


આજે વિશેષ શિવ બાપ પોતાનાં સાલિગ્રામ બાળકો નો બર્થ ડે મનાવવા આવ્યાં છે. આપ બાળકો બાપ નો જન્મદિવસ મનાવવા આવ્યાં છો અને બાપદાદા બાળકો નો બર્થ ડે મનાવવા આવ્યાં છે કારણકે બાપ નો બાળકો સાથે ખૂબ પ્રેમ છે. બાપ અવતરિત થતાં જ યજ્ઞ રચે છે અને યજ્ઞ માં બ્રાહ્મણો વગર યજ્ઞ સંપન્ન નથી થતો એટલે આ બર્થ ડે અલૌકિક છે, ન્યારો અને પ્યારો છે. આવો બર્થ ડે જે બાપ અને બાળકો નો સાથે હોય આ આખા કલ્પ માં નથી થયો, નથી ક્યારેય થઈ શકતો. બાપ છે નિરાકાર, એક તરફ નિરાકાર છે બીજી તરફ જન્મ મનાવે છે. એક જ શિવ બાપ છે જેમને પોતાનું શરીર નથી હોતું એટલે બ્રહ્મા બાપ નાં તન માં અવતરિત થાય છે, આ અવતરિત થવાનું જ જયંતિ નાં રુપ માં મનાવે છે. તો તમે બધા બાપ નો જન્મદિવસ મનાવવા આવ્યાં છો કે પોતાનો મનાવવા આવ્યાં છો? મુબારક આપવા આવ્યાં છો કે મુબારક લેવા આવ્યાં છો? આ સાથે-સાથે નો વાયદો બાળકો સાથે બાપ નો છે. હમણાં પણ સંગમ પર કંબાઈન્ડ (સાથે) છે, અવતરણ પણ સાથે છે, પરિવર્તન કરવાનું કાર્ય પણ સાથે છે અને ઘર પરમધામ માં ચાલવામાં પણ સાથે-સાથે છે. આ છે બાપ અને બાળકો નાં પ્રેમ નું સ્વરુપ.

શિવજયંતિ ભગત પણ મનાવે છે પરંતુ તે ફક્ત પોકારે છે, ગીત ગાય છે. તમે પોકારતા નથી, તમારું મનાવવું અર્થાત્ સમાન બનવું. મનાવવું અર્થાત્ સદા ઉમંગ-ઉત્સાહ થી ઉડતા રહેવું એટલે આને ઉત્સવ કહે છે. ઉત્સવ નો અર્થ જ છે ઉત્સાહ માં રહેવું. તો સદા ઉત્સવ અર્થાત્ ઉત્સાહ માં રહેવાવાળા છો ને? સદા છો કે ક્યારેક-ક્યારેક છો? આમ જોઈએ તો બ્રાહ્મણ-જીવન નો શ્વાસ જ છે ઉમંગ-ઉત્સાહ. જેવી રીતે શ્વાસ વગર રહી નથી શકતા, એવી રીતે બ્રાહ્મણ આત્માઓ ઉમંગ-ઉત્સાહ વગર બ્રાહ્મણ-જીવન માં રહી નથી શકતાં. એવો અનુભવ કરો છો ને? જુઓ વિશેષ જયંતિ મનાવવા માટે ક્યાં-ક્યાંથી, દૂર-દૂર થી ભાગીને આવ્યાં છે. બાપદાદા ને પોતાનાં જન્મદિવસ ની એટલી ખુશી નથી જેટલી બાળકો નાં જન્મદિવસ ની છે એટલે બાપદાદા એક-એક બાળકો ને પદમગુણા ખુશી ની થાળીઓ ભરી-ભરીને મુબારક આપી રહ્યાં છે. મુબારક હો, મુબારક હો, મુબારક હો.

બાપદાદા ને આજ નાં દિવસે સાચાં ભગત પણ ખૂબ યાદ આવી રહ્યાં છે. તે વ્રત રાખે છે એક દિવસ નું અને તમે વ્રત રાખ્યું છે આખા જીવન માં સંપૂર્ણ પવિત્ર બનવાનું. તે ખાવાનું વ્રત રાખે છે, તમે પણ મન નું ભોજન વ્યર્થ સંકલ્પ, નેગેટીવ સંકલ્પ, અપવિત્ર સંકલ્પો નું વ્રત રાખ્યું છે. પાક્કું વ્રત રાખ્યું છે ને? આ ડબલ ફોરેનર્સ આગળ-આગળ બેઠાં છે. આ કુમાર બોલો, કુમારોએ વ્રત રાખ્યું છે? પાક્કું? કાચ્ચું નહીં. માયા સાંભળી રહી છે. બધા ઝંડીઓ હલાવી રહ્યાં છે ને તો માયા જોઈ રહી છે, ઝંડીઓ હલાવી રહ્યાં છે. જ્યારે વ્રત રાખો છો - પવિત્ર બનવું જ છે, તો વ્રત રાખવું અર્થાત્ શ્રેષ્ઠ વૃત્તિ બનાવવી. તો જેવી વૃત્તિ હોય છે તેવી જ દૃષ્ટિ, કૃતિ સ્વતઃ જ બની જાય છે. તો એવું વ્રત રાખ્યું છે ને? પવિત્ર શુભ વૃત્તિ, પવિત્ર શુભ દૃષ્ટિ, જ્યારે એક-બીજા ને જુઓ છો તો શું જુઓ છો? ચહેરા ને જુઓ છો કે ભ્રકુટી વચ્ચે ચમકતા આત્મા ને જુઓ છો? કોઈ બાળકે પૂછ્યું કે જ્યારે વાત કરવાની હોય છે, કામ કરવાનું હોય છે તો ચહેરા ને જોઈને જ વાત કરવી પડે છે, આંખો ની તરફ જ નજર જાય છે, તો ક્યારેક-ક્યારેક ચહેરા ને જોતા થોડી વૃત્તિ બદલાઈ જાય છે. બાપદાદા કહે છે - આંખો ની સાથે-સાથે ભ્રકુટી પણ છે, તો ભ્રકુટી ની વચ્ચે આત્મા ને જોઈને વાત નથી કરી શકતાં? હમણાં બાપદાદા સામે બેઠેલા બાળકો ની આંખો માં જોઈ રહ્યાં છે કે ભ્રકુટી માં જોઈ રહ્યાં છે, ખબર પડે છે? સાથે-સાથે જ તો છે. તો ચહેરો જુઓ પરંતુ ચહેરા માં ભ્રકુટી માં ચમકતો સિતારો જુઓ. આ વ્રત લો, લીધું છે પરંતુ વધારે અટેન્શન આપો. આત્મા ને જોઈને વાત કરવાની છે, આત્મા સાથે આત્મા વાત કરી રહ્યો છે. આત્મા જોઈ રહ્યો છે. તો વૃત્તિ સદા જ શુભ રહેશે અને સાથે-સાથે બીજો ફાયદો છે જેવી વૃત્તિ તેવું વાયુમંડળ બને છે. વાયુમંડળ શ્રેષ્ઠ બનવાથી સ્વયં નાં પુરુષાર્થ ની સાથે-સાથે સેવા પણ થઈ જાય છે. તો ડબલ ફાયદો છે ને? એવી પોતાની શ્રેષ્ઠ વૃત્તિ બનાવો જે કેવાં પણ વિકારી, પતિત તમારી વૃત્તિ નાં વાયુમંડળ થી પરિવર્તન થઈ જાય. એવું વ્રત સદા સ્મૃતિ માં રહે. સ્વરુપ માં રહે.

આજકાલ બાપદાદાએ બાળકો નો ચાર્ટ જોયો, પોતાની વૃત્તિ થી વાયુમંડળ બનાવવાને બદલે ક્યાંક-ક્યાંક, ક્યારેક-ક્યારેક બીજાઓ નાં વાયુમંડળ નો પ્રભાવ પડી જાય છે. કારણ શું હોય છે? બાળકો રુહરિહાન માં ખૂબ મીઠી-મીઠી વાતો કરે છે, કહે છે આની વિશેષતા સારી લાગે છે, આનો સહયોગ ખૂબ સારો મળે છે, પરંતુ વિશેષતા પ્રભુ ની દેન (દેણ) છે. બ્રાહ્મણ-જીવન માં જે પણ પ્રાપ્તિ છે, જે પણ વિશેષતા છે, બધી પ્રભુ-પ્રસાદ છે, પ્રભુ-દેન છે. તો દાતા ને ભૂલી જાય, લેવતા ને યાદ કરે…! પ્રસાદ ક્યારેય કોઈનો પર્સનલ ગવાતો નથી, પ્રભુ-પ્રસાદ કહેવાય છે. ફલાણા નો પ્રસાદ નથી કહેવાતો. સહયોગ મળે છે, સારી વાત છે પરંતુ સહયોગ અપાવવા વાળા દાતા ને તો નથી ભૂલ્યાં ને? તો પાક્કું-પાક્કું બર્થ ડે નું વ્રત રાખ્યું છે? વૃત્તિ બદલાઈ ગઈ છે? સંપન્ન પવિત્રતા, આ સાચ્ચું-સાચ્ચું વ્રત લેવું અથવા પ્રતિજ્ઞા કરવી. ચેક કરો - મોટા-મોટા વિકારો નું વ્રત તો રાખ્યું છે પરંતુ નાનાં-નાનાં એનાં બાળકો થી મુક્ત છો? આમ પણ જુઓ, જીવન માં પ્રવૃત્તિ વાળાઓ નો બાળકો કરતાં વધારે પૌત્રા-ધોત્રા સાથે પ્રેમ હોય છે. માતાઓ નો પ્રેમ હોય છે ને? તો મોટા-મોટા રુપ થી તો જીતી લીધું પરંતુ નાનાં-નાનાં સૂક્ષ્મ સ્વરુપ માં વાર તો નથી કરતાં? જેવી રીતે ઘણાં કહે છે આસક્તિ નથી પરંતુ ગમે છે. આ વસ્તુ વધારે ગમે છે પરંતુ આસક્તિ નથી. વિશેષ કેમ ગમે છે? તો ચેક કરો નાનાં-નાનાં રુપ માં પણ અપવિત્રતા નો અંશ નથી રહી ગયો? કારણકે અંશ માંથી ક્યારેક વંશ ઉત્પન્ન થઈ શકે છે. કોઈપણ વિકાર ભલે નાનાં રુપ માં કે ભલે મોટા રુપ માં આવવાનો નિમિત્ત એક શબ્દ નો ભાવ છે, તે એક શબ્દ છે - “હું”. બોડી-કોન્શિયસ નું હું. આ એક ‘હું’ શબ્દ થી અભિમાન પણ આવે છે અને અભિમાન જો પૂરું નથી થતું તો ક્રોધ પણ આવે છે કારણકે અભિમાન ની નિશાની છે - તે એક શબ્દ પણ પોતાનાં અપમાન નો સહન નથી કરી શકતાં, એટલે ક્રોધ આવી જાય છે. તો ભગત તો બલિ ચઢાવે છે પરંતુ આપ આજ નાં દિવસે જે પણ હદ નું હું-પણું હોય, એને બાપ ને આપીને સમર્પિત કરો. આ નહીં વિચારો કરવાનું તો છે, બનવાનું તો છે… તો-તો નહીં કરતાં. સમર્થ છો અને સમર્થ બની સમાપ્તિ કરો. કોઈ નવી વાત નથી, કેટલાં કલ્પ, કેટલીવાર સંપૂર્ણ બન્યાં છો, યાદ છે? કોઈ નવી વાત નથી. કલ્પ-કલ્પ બન્યાં છો, બનેલું બની રહ્યું છે, ફક્ત રિપીટ કરવાનું છે. બનેલા ને બનાવવાનું છે એટલે કહેવાય છે પૂર્વ-નિર્ધારિત ડ્રામા. બનેલો છે ફક્ત હવે રિપીટ કરવાનો અર્થાત્ બનાવવાનો છે. મુશ્કેલ છે કે સહજ છે? બાપદાદા સમજે છે સંગમયુગ નું વરદાન છે - સહજ પુરુષાર્થ. આ જન્મ માં સહજ પુરુષાર્થ નાં વરદાન થી ૨૧ જન્મ સહજ જીવન સ્વતઃ જ પ્રાપ્ત થશે. બાપદાદા દરેક બાળક ને મહેનત થી મુક્ત કરવા આવ્યાં છે. ૬૩ જન્મ મહેનત કરી, એક જન્મ પરમાત્મ-પ્રેમ, મહોબ્બત થી મહેનત થી મુક્ત થઈ જાઓ. જ્યાં મહોબ્બત છે ત્યાં મહેનત નથી, જ્યાં મહેનત છે ત્યાં મોહબ્બત નથી. તો બાપદાદા સહજ પુરુષાર્થી ભવ નું વરદાન આપી રહ્યાં છે અને મુક્ત થવાનું સાધન છે - મહોબ્બત, બાપ સાથે દિલ નો પ્રેમ. પ્રેમ માં લવલીન અને મહા યંત્ર છે - મનમનાભવ નો મંત્ર. યંત્ર ને કામ માં લગાવો. કામ માં લગાવતા તો આવડે છે ને? બાપદાદાએ જોયું સંગમયુગ માં પરમાત્મ-પ્રેમ દ્વારા, બાપદાદા દ્વારા કેટલી શક્તિઓ મળી છે, ગુણ મળ્યાં છે, જ્ઞાન મળ્યું છે, ખુશી મળી છે, આ બધા પ્રભુ-દેન નાં ખજાનાઓ ને સમય પર કાર્ય માં લગાવો.

તો બાપદાદા શું ઈચ્છે છે, સાંભળ્યું? દરેક બાળક સહજ પુરુષાર્થી, સહજ પણ, તીવ્ર પણ. દૃઢતા ને યુઝ કરો. બનવાનું જ છે, અમે નહીં બનીશું તો કોણ બનશે? અમે જ હતાં, અમે જ છીએ અને દરેક કલ્પ અમે જ હોઈશું. આટલો દૃઢ નિશ્ચય સ્વયં માં ધારણ કરવાનો જ છે. કરીશું નહીં કહેતાં, કરવાનું જ છે. થવાનું જ છે. થયેલું જ છે.

બાપદાદા દેશ-વિદેશ નાં બાળકો ને જોઈને ખુશ છે. પરંતુ ફક્ત તમને સામે સન્મુખ વાળાઓ ને નથી જોઈ રહ્યાં, ચારેય તરફ નાં દેશ અને વિદેશ નાં બાળકો ને જોઈ રહ્યાં છે. મેજોરીટી જ્યાં-ત્યાં થી બર્થ ડે ની મુબારક આવી છે, કાર્ડ પણ મળ્યાં છે, ઈ-મેલ પણ મળ્યાં છે, દિલ નાં સંકલ્પ પણ મળ્યાં છે. બાપ પણ બાળકો નાં ગીત ગાય છે, આપ લોકો ગીત ગાઓ છો ને - બાબા તમે કરી દીધી કમાલ, તો બાપ પણ ગીત ગાય છે મીઠાં બાળકોએ કરી દીધી કમાલ. બાપદાદા સદા કહે છે કે આપ તો સન્મુખ બેઠાં છો પરંતુ દૂર વાળા પણ બાપદાદા નાં દિલ પર બેઠાં છે. આજે ચારેય તરફ બાળકો નાં સંકલ્પ માં છે - મુબારક છે, મુબારક છે, મુબારક છે. બાપદાદા નાં કાનો માં અવાજ પહોંચી રહ્યો છે અને મન માં સંકલ્પ પહોંચી રહ્યો છે. આ નિમિત્ત કાર્ડ છે, પત્ર છે પરંતુ ખૂબ મોટા હીરા કરતાં પણ વધારે મૂલ્યવાન ગિફ્ટ છે. બધા સાંભળી રહ્યાં છે, હર્ષિત થઈ રહ્યાં છે. તો બધાએ પોતાનો બર્થ ડે મનાવી લીધો? ભલે બે વર્ષ નાં હોય, ભલે એક વર્ષ નાં હોય કે એક અઠવાડિયા નાં હોય, પરંતુ યજ્ઞ ની સ્થાપના નો બર્થ ડે છે. તો બધા બ્રાહ્મણ યજ્ઞ નિવાસી તો છે જ, એટલે બધા બાળકો ને ખૂબ-ખૂબ દિલ નાં યાદ-પ્યાર પણ છે, દુવાઓ પણ છે, સદા દુવાઓ માં જ પલતા રહો, ઉડતાં રહો. દુવાઓ આપવી અને લેવી સહજ છે ને? સહજ છે? જે સમજે છે સહજ છે, તે હાથ ઉઠાવો. ઝંડીઓ હલાવો. તો દુવાઓ છોડતા તો નથી? સૌથી સહજ પુરુષાર્થ જ છે દુવાઓ આપવી, દુવાઓ લેવી. આમાં યોગ પણ આવી જાય છે, જ્ઞાન પણ આવી જાય છે, ધારણા પણ આવી જાય છે, સેવા પણ આવી જાય છે. ચારેય સબ્જેક્ટ આવી જાય છે દુવાઓ આપવા અને લેવામાં.

તો ડબલ ફોરેનર્સ, દુવાઓ આપવી અને લેવી સહજ છે ને? સહજ છે? ૨૦ વર્ષ વાળા જે આવ્યાં છે તે હાથ ઉઠાવો. તમને તો ૨૦ વર્ષ થયા છે પરંતુ બાપદાદા તમને બધાને પદમગુણા મુબારક આપી રહ્યાં છે. કેટલાં દેશો નાં આવ્યાં છે? (૬૯ દેશો નાં) મુબારક છે. ૬૯ મો બર્થ ડે મનાવવા માટે ૬૯ દેશો માંથી આવ્યાં છે. કેટલું સારું છે. આવવામાં તકલીફ તો નથી થઈ ને? સહજ આવી ગયા ને? જ્યાં મહોબ્બત છે ત્યાં કાંઈ મહેનત નથી. તો આજ નું વિશેષ વરદાન શું યાદ રાખશો? સહજ પુરુષાર્થી. સહજ કાર્ય જલ્દી-જલ્દી કરાય જ છે. મહેનત નું કામ મુશ્કેલ હોય છે ને, તો સમય લાગે છે. તો બધા કોણ છો? સહજ પુરુષાર્થી. બોલો, યાદ રાખજો. પોતાનાં દેશ માં જઈને મહેનત માં નહીં લાગી જતાં. જો કોઈ મહેનત નું કામ આપે પણ તો દિલ થી કહેજો, બાબા, મારા બાબા, તો મહેનત ખતમ થઈ જશે. સારું. મનાવી લીધો ને? બાપે પણ મનાવી લીધો, તમે પણ મનાવી લીધો. અચ્છા.

હવે એક સેકન્ડ માં ડ્રિલ કરી શકો છો? કરી શકો છો ને? સારું. (બાપદાદા એ ડ્રિલ કરાવી)

ચારેય તરફ નાં સદા ઉમંગ-ઉત્સાહ માં રહેવાવાળા શ્રેષ્ઠ બાળકો ને, સદા સહજ પુરુષાર્થી સંગમયુગ નાં સર્વ વરદાની બાળકો ને, સદા બાપ અને હું આત્મા આ સ્મૃતિ થી હું બોલવા વાળો, હું આત્મા, સદા સર્વ આત્માઓ ને પોતાની વૃત્તિ થી વાયુમંડળ ને સહયોગ આપવાવાળા એવાં માસ્ટર સર્વશક્તિવાન્ બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર, દુવાઓ, મુબારક અને નમસ્તે.

ડબલ વિદેશી મોટી બહેનો સાથે:- બધાએ મહેનત સારી કરી છે. ગ્રુપ-ગ્રુપ બનાવ્યાં છે ને, તો મહેનત સારી કરી છે. અને અહીં વાયુમંડળ પણ સારું છે, સંગઠન ની પણ શક્તિ છે, તો બધાને રિફ્રેશમેન્ટ સારું મળી જાય છે અને તમે નિમિત્ત બની જાઓ છો. સારું છે. દૂર-દૂર રહો છો ને? તો સંગઠન ની શક્તિ હોય છે તે પણ બહુ સારી છે. આટલો આખો પરિવાર ભેગો થાય છે તો દરેક ની વિશેષતા નો પ્રભાવ તો પડે છે. સારો પ્લાન બનાવ્યો છે. બાપદાદા ખુશ છે. બધા ની સુગંધ તમે લઈ લો છો. તે ખુશ થાય છે, તમને દુવાઓ મળે છે. સારું છે, આ જે બધા ભેગા થઈ જાઓ છો સારું છે, પરસ્પર માં લેન-દેન પણ થઈ જાય છે અને રિફ્રેશમેન્ટ પણ થઈ જાય છે. એક-બીજા ની વિશેષતા જે સારી પસંદ આવે છે, એને યુઝ કરો છો, આનાંથી સંગઠન સારું થઈ જાય છે. આ ઠીક છે.

સેન્ટર વાસી ભાઈ-બહેનો સાથે:- (બધા બેનર દેખાડી રહ્યાં છે, તેનાં પર લખ્યું છે - પ્રેમ અને દયા ની જ્યોતિ પ્રગટાવી ને રાખીશું) ખૂબ સારો સંકલ્પ લીધો છે. પોતાનાં પર પણ દયા દૃષ્ટિ, સાથીઓ પર પણ દયા દૃષ્ટિ અને સર્વ પર પણ દયા દૃષ્ટિ. ઈશ્વરીય પ્રેમ ચુંબક છે, તો તમારી પાસે ઈશ્વરીય પ્રેમ નું ચુંબક છે. કોઈપણ આત્મા ને ઈશ્વરીય પ્રેમ નાં ચુંબક થી બાપ નાં બનાવી શકો છો. બાપદાદા સેન્ટર પર રહેવાવાળાઓ ને વિશેષ દિલની દુવાઓ આપે છે, જે આપ સર્વે વિશ્વ માં નામ પ્રસિદ્ધ કર્યુ છે. ખૂણા-ખૂણા માં બ્રહ્માકુમારીઝ નું નામ તો ફેલાવ્યું છે ને? અને બાપદાદા ને ખૂબ સારી વાત લાગે છે કે જેમ ડબલ વિદેશી છો, તેમ ડબલ જોબ કરવાવાળા છો. મેજોરિટી લૌકિક જોબ પણ કરે છે તો અલૌકિક જોબ પણ કરે છે અને બાપદાદા જુએ છે, બાપદાદા નું ટી.વી. ખૂબ મોટું છે, એવું મોટું ટી.વી. અહીં નથી. તો બાપદાદા જુએ છે કેવી રીતે ફટાફટ ક્લાસ કરે છે, નાશ્તો ઉભા-ઉભા કરે છે, જોબ માં સમય પર પહોંચે છે, કમાલ કરે છે. બાપદાદા જોતા-જોતા દિલ નો પ્રેમ આપતા રહે છે. ખૂબ સારું, સેવા નાં નિમિત્ત બન્યાં છો અને નિમિત્ત બનવાની ગિફ્ટ બાપ સદા વિશેષ દૃષ્ટિ આપતા રહે છે. ખૂબ સારું લક્ષ રાખ્યું છે, સારા છો, સારા રહેશો અને સારા બનાવશો. અચ્છા.

વરદાન :-
સર્વ ખજાનાઓ ની ઇકોનોમી નું બજેટ બનાવવા વાળા મહીન પુરુષાર્થી ભવ

જેવી રીતે લૌકિક રીત માં જો ઇકોનોમી વાળા ઘર ન હોય તો ઠીક રીતે ચાલી ન શકે. એવી રીતે જો નિમિત્ત બનેલા બાળકો ઇકોનોમી વાળા નથી તો સેન્ટર ઠીક નથી ચાલતું. તે થઈ હદ ની પ્રવૃત્તિ, આ થઈ બેહદ ની પ્રવૃતિ. તો ચેક કરવું જોઈએ કે સંકલ્પ, બોલ અને શક્તિઓમાં શું-શું એક્સ્ટ્રા ખર્ચ કર્યું? જે સર્વ ખજાનાઓની ઇકોનોમી નું બજેટ બનાવીને એ અનુસાર ચાલે છે એમને જ મહીન પુરુષાર્થી કહેવાય છે. એમના સંકલ્પ, બોલ, કર્મ તથા જ્ઞાન ની શક્તિઓ કંઈ પણ વ્યર્થ નથી જઈ શકતું.

સ્લોગન :-
સ્નેહ નાં ખજાનાઓ થી માલામાલ બની બધા ને સ્નેહ આપો અને સ્નેહ લો.

અવ્યકત ઈશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

પવિત્રતા ની શક્તિ પરમ-પૂજ્ય બનાવે છે. પવિત્રતા ની શક્તિ થી આ પતિત દુનિયા ને પરિવર્તન કરો છો. પવિત્રતા ની શક્તિ વિકારો ની અગ્નિ માં બળતા આત્માઓ ને શીતળ બનાવી દે છે. આત્મા ને અનેક જન્મો નાં વિકર્મો નાં બંધન થી છોડાવી દે છે. પવિત્રતા નાં આધાર પર દ્વાપર થી આ સૃષ્ટિ કાંઈ ને કાંઈ થમેલી છે. આનાં મહત્વ ને જાણીને પવિત્રતા ની લાઈટ નો ક્રાઉન ધારણ કરી લો.