11-09-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
અંતિમ જન્મ માં ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બનો , એક બાપ ને યાદ
કરો , આ જ ગુપ્ત મહેનત છે”
પ્રશ્ન :-
જ્ઞાન નું ત્રીજું
નેત્ર મળતાં જ કયો કોન્ટ્રાસ્ટ (વિરોધાભાસ) સ્પષ્ટ અનુભવ થાય છે?
ઉત્તર :-
ભક્તિ માં ભગવાન ને પામવા માટે કેટલાં દર-દર ભટકી રહ્યાં હતાં, કેટલી ઠોકરો ખાઈ
રહ્યાં હતાં. હવે આપણને એ મળી ગયાં. ૨. સાથે-સાથે રહેમ આવે મનુષ્ય બિચારા હજી સુધી
પણ ભટકી રહ્યાં છે, રસ્તો શોધી રહ્યાં છે. બાબાએ આપણને ભટકવાથી છોડાવી દીધાં. આપણે
બાબા ની સાથે જવાની તૈયારી કરી રહ્યાં છીએ.
ગીત :-
આજ અંધેરે મેં
હૈં ઇન્સાન…
ઓમ શાંતિ!
એક તરફ ભક્ત
યાદ કરી રહ્યાં છે. બીજી તરફ આત્માઓને ત્રીજું નેત્ર મળી ચૂક્યું છે અર્થાત્
આત્માઓને બાપ નો પરિચય મળી ગયો છે. તેઓ કહે છે અમે ભટકી રહ્યાં છીએ. હવે તમે તો નથી
ભટકતાં. કેટલો ફરક છે. બાપ આપ બાળકોને સાથે લઈ જવાનાં માટે તૈયાર કરી રહ્યાં છે.
મનુષ્ય ગુરુઓ પાછળ, તીર્થ યાત્રા, મેળા-મલાખડા વગેરે પાછળ કેટલાં ભટકી રહ્યાં છે.
તમારું ભટકવાનું હવે છૂટી ગયું છે. બાળકો જાણે છે આ ભટકવાથી છોડાવવા માટે બાપ આવેલાં
છે. જેવી રીતે કલ્પ પહેલાં બાપે આવીને ભણાવ્યું હતું કે રાજ્યોગ શિખવાડ્યો હતો,
હૂબહૂ એવી રીતે ભણાવી રહ્યાં છે. બાળકો જાણે છે અમે ૫ વિકારો પર જીત મેળવી રહ્યાં
છીએ. કહેવાય છે માયાજીતે જગતજીત. માયા ૫ વિકારો રુપી રાવણ ને કહેવાય છે. માયા
દુશ્મન થઇ. માયા ધન-સંપત્તિ ને ન કહેવાય. લખવાનું પણ છે ૫ વિકારો રુપી રાવણ અથવા
માયા… તો મનુષ્ય કાંઈ અર્થ સમજે. નહીં તો સમજી ન શકે. માયાજીતે જગતજીત. આમાં યાદવો
અને કૌરવો કે અસુરો અને દેવતાઓ ની કોઈ વાત નથી. સ્થૂળ લડાઈ થતી નથી. ગવાય છે યોગબળ
થી માયા રાવણ પર જીત મેળવવાથી જગતજીત બનાય છે. આપ બાળકો જાણો છો - જગત કહેવાય છે
વિશ્વ ને. વિશ્વ પર જીત મેળવવા માટે વિશ્વ નાં માલિક જ આવે છે. એ જ સર્વશક્તિમાન્
છે. આ તો બાળકોને સમજાવાયું છે - બાપ ને યાદ કરવાથી જ પાપ ભસ્મ થઈ જાય છે. મુખ્ય
વાત છે યાદ ની. યાદ કરવાથી તમારાથી કોઈ વિકર્મ નહીં થશે અને ખુશી માં રહેશો.
પતિત-પાવન બાપ આવ્યાં છે પાવન બનાવવાં, તો પછી આપણે વિકર્મ કેમ કરીએ! પોતાની સંભાળ
કરવાની છે. બુદ્ધિ તો મનુષ્ય ને છે ને. આમાં બીજી કાંઈ લડવા વગેરે ની વાત નથી, ફક્ત
૫ વિકારો ને જીતવા માટે બાપ ને યાદ કરવાં ખૂબ સહજ છે. હા, આમાં મહેનત લાગે છે, સમય
લાગે છે. માયા દીવો બુઝાવવા ઘડી-ઘડી તોફાન લાવે છે. બાકી આમાં લડાઈની કોઈ વાત નથી.
ત્યાં છે જ દેવતાઓનું રાજ્ય. અસુર કોઈ હોતાં નથી. આપણે છીએ બ્રાહ્મણ, બ્રહ્મા મુખ
વંશાવલી. જે બ્રાહ્મણ કુળ નાં છે તે જ પોતાને બ્રાહ્મણ સમજે છે. રુહાની બાપ આપણને
રુહો ને બેસી જ્ઞાન આપે છે. જ્ઞાન સાગર, પતિત-પાવન સદ્દગતિ દાતા એક જ છે. એ જ
સ્વર્ગ સ્થાપન કરવા વાળા છે. આપ બાળકોને તો ખૂબ ખુશી થવી જોઈએ. વિલાયત વાળા ને પણ
ખબર પડશે, આ તો તે જ સિંધવાળા બ્રહ્માકુમાર-કુમારીઓ છે જે કહે છે પેરેડાઇઝ (વૈકુંઠ)
શ્રીમત પર સ્થાપન કરી બતાવીશું. આત્મા કહે છે ને - શરીર દ્વારા. આત્મા સાંભળે છે અને
ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલે છે. કલ્પ-કલ્પ બાપ જ આવીને યુક્તિ બતાવે છે. બાપ છે
ગુપ્ત, કોઈને પણ ખબર નથી પડતી. કેટલાં અસંખ્ય મનુષ્યો ને સમજાવે છે છતાં પણ કોટો
માં કોઈ જ સમજે છે. આપ બાળકો હવે સમજો છો અમારો ઓલરાઉન્ડ પાર્ટ છે. બાપે સમજાવ્યું
છે તમે જ રાજ્ય લો છો બીજું કોઈ લઈ ન શકે, સિવાય આપ ભારતવાસીઓનાં, જે હમણાં પોતાને
હિન્દુ કહે છે. જનસંખ્યા માં પણ હિન્દુ લખી દે છે. આપણે ભલે કોઈ પણ નામ આપીએ, આપણે
હકીકત માં આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં હતાં. તે દૈવી ધર્મભ્રષ્ટ, કર્મભ્રષ્ટ થઈ
જવાનાં કારણે પોતાને હિન્દુ કહી દે છે. હિન્દુ નામ કેમ પડ્યું - આ પણ કોઈ નથી જાણતું.
પૂછવું જોઈએ ભલા આ તો બતાવો તમારો હિન્દુ ધર્મ કોણે સ્થાપન કર્યો? આ તો હિન્દુસ્તાન
નું નામ છે. કોઈ બતાવી ન શકે. આપ બાળકો જાણો છો હવે બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મ
ની સ્થાપના થઈ રહી છે. કહે છે બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ. બ્રાહ્મણ છે સર્વોત્તમ
નંબરવન. હકીકત માં સ્વર્ગ સતયુગ ને કહેવાય છે. રામચંદ્ર નાં રાજ્ય ને પણ સ્વર્ગ ન
કહેવાય. અડધોકલ્પ છે રામરાજ્ય, અડધોકલ્પ છે આસુરી રાજ્ય. આ બધું દિલ માં (બુદ્ધિમાં)
ધારણ કરવાનું છે. હવે આપણે સ્વર્ગ માં જવાનાં માટે શું કરવાનું છે? પવિત્ર તો જરુર
રહેવાનું જ છે. બાપ કહે છે - બાળકો કામ મહાશત્રુ છે, આનાં પર જીત મેળવીને પવિત્ર
રહેવાનું છે એટલે કમળફૂલ ની નિશાની પણ દેખાડી છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ
સમાન બનવાનું છે. આ દૃષ્ટાંત તમારા માટે છે. હઠયોગી તો ગૃહસ્થ વ્યવહાર માં કમળફૂલ
સમાન રહી ન શકે. તે પોતાનો નિવૃત્તિ માર્ગ નો પાર્ટ ભજવે છે. ગૃહસ્થ વ્યવહાર માં રહી
નથી શકતાં, એટલે ઘરબાર છોડી ચાલ્યાં જાય છે. તમે બંને સંન્યાસ ની ભેંટ (તુલના) કરી
શકો છો. પ્રવૃત્તિમાર્ગ માં રહેવા વાળા નું ગાયન છે. બાપ કહે છે - ગૃહસ્થ વ્યવહાર
માં રહેતાં ફક્ત એક આ અંતિમ જન્મ હિંમત કરી કમળફૂલ સમાન પવિત્ર રહો. ભલે પોતાનાં
ગૃહસ્થ વ્યવહાર માં રહો. તે સંન્યાસી તો ઘરબાર છોડી જાય છે. અસંખ્ય સંન્યાસી છે
જેમને ભોજન આપવું પડે છે. પહેલાં તે પણ સતોપ્રધાન હતાં, હવે તમોપ્રધાન બની ગયાં છે.
આ પણ ડ્રામા માં તેમનો પાર્ટ છે. ફરી પણ એવું જ થશે. બાપ સમજાવે છે આ પતિત દુનિયાનો
વિનાશ તો થવાનો જ છે. થોડી-થોડી વાત માં જ એકબીજા ને ધમકી આપતાં રહે છે. જો એવું નહીં
થશે તો મોટી લડાઈ લાગી જશે. આપ બાળકો સમજો છો કલ્પ પહેલાં પણ આવું થયું હતું.
શાસ્ત્રો માં લખ્યું છે પેટ થી મૂસળ નીકળ્યાં, આ થયું… પછી હોળી માં સ્વાંગ બનાવે
છે. હકીકત માં છે આ મૂસળ, જેનાથી વિનાશ કરે છે. આ પણ બાળકો જાણે છે જે કાંઈ પાસ્ટ (ભૂતકાળ)
થઈ ચૂક્યું છે તે ફરી પણ થવાનું છે. બની બનાઈ બન રહી… હવે તમારી બુદ્ધિ માં પૂરું
રહસ્ય છે. ફક્ત કહેવાની વાત નથી. કોઈને પણ દોષ ન આપી શકાય. ડ્રામા માં પાર્ટ છે.
તમારે ફક્ત બાપ નો પૈગામ (સંદેશ) સંભળાવવાનો છે. આ ડ્રામા તો અનાદિ, અવિનાશી છે.
ભાવી (ભવિષ્ય) શું વસ્તુ છે, તે પણ તમે સમજી ગયાં છો. આ કળિયુગ અંત અને સતયુગ આદિ
નો સંગમ નામીગ્રામી છે. આને જ પુરુષોત્તમ યુગ કહેવાય છે. આજકાલ બાળકો ને પુરુષોત્તમ
યુગ પર સારી રીતે સમજાવી રહ્યાં છે. આ યુગ છે ઉત્તમ પુરુષ બનવાનો. બધા સતોપ્રધાન
ઉત્તમ બની જશે. હમણાં છે તમોપ્રધાન કનિષ્ટ. આ શબ્દો ને પણ તમે સમજો છો. કળિયુગ પૂરો
થઈ સતયુગ આવશે પછી જય-જયકાર થઈ જશે. કહાણી (કથા) સંભળાવાય છે ને. આ છે સહજ થી સહજ.
ખોટી કહાણીઓ તો ખૂબ છે. હવે બાપ સ્વયં બેસી સમજાવે છે, ભક્તિમાર્ગ માં તમે મારી
મહિમા ગાતાં આવ્યાં છો. હવે પ્રેક્ટિકલ માં તમને રસ્તો બતાવું છું - સુખધામ અને
શાંતિધામ નો. સદ્દગતિ ને સુખગતિ, દુર્ગતિ ને દુઃખગતિ કહેવાશે. કળિયુગ માં છે દુઃખ,
સતયુગ માં છે સુખ. સમજાવવાથી બધા સમજશે. આગળ ચાલી સમજતાં જશે. સમય ખૂબ થોડો છે,
મંઝિલ (લક્ષ) બહુજ ઊંચી છે. કોલેજ માં જઈને તમે સમજાવશો તો આ નોલેજ ને સારી રીતે
સમજશે. બરોબર આ ડ્રામા નું ચક્ર ફરતું રહે છે બીજી કોઈ દુનિયા નથી. તે સમજે છે ઉપર
માં કોઈ દુનિયા છે એટલે તારાઓ વગેરે તરફ જાય છે. હકીકત માં ત્યાં કાંઈ નથી. ગોડ ઈઝ
વન (ભગવાન એક છે), ક્રિયેશન ઈઝ વન (રચના એક છે). મનુષ્ય સૃષ્ટિ આ જ છે. મનુષ્ય,
મનુષ્ય જ છે, ફક્ત દેહ નાં અનેક ધર્મ છે. કેટલી વિવિધતા છે. સતયુગ માં એક જ ધર્મ હતો,
તેને કહેવાય છે સુખધામ. કળિયુગ છે દુઃખધામ. સુખ અને દુઃખ નો ખેલ છે ને. બાપ થોડી
બાળકોને ક્યારેય દુઃખ આપશે. બાપ તો આવીને દુઃખ થી લિબરેટ (મુક્ત) કરે છે. જે
દુઃખહર્તા છે, તે પછી કોઈને દુઃખ થોડી આપશે! હમણાં છે રાવણ રાજ્ય. મનુષ્ય માં ૫
વિકાર પ્રવેશ છે એટલે રાવણ રાજ્ય કહેવાય છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી નું રહસ્ય
હવે આપ બાળકોની બુદ્ધિમાં આવી ગયું છે. રોજ સાંભળો છો, આ ખૂબ ઊંચું ભણતર છે. તો બાપ
સમજાવે છે હવે બાકી થોડો સમય છે. તેમાં બાપ પાસેથી પૂરો વારસો લેવાનો છે. ધીરે-ધીરે
મનુષ્ય પણ સમજશે બરોબર ઈશ્વર નો રસ્તો તો એ જ સમજાવે છે. દુનિયામાં બીજું કોઈ પણ
ઈશ્વર ને પામવાનો રસ્તો નથી બતાવતાં. ઈશ્વર નો રસ્તો ઈશ્વર જ બતાવે છે. તમે તો તેમનાં
બાળકો પૈગામ (સંદેશ) આપવા વાળા છો. કલ્પ પહેલાં પણ જે નિમિત્ત બન્યાં હશે તે જ હમણાં
બનશે અને બનાવતાં જશે. બાળકોએ વિચાર સાગર મંથન કરવાનું છે. સલાહ આપવી જોઈએ - બાબા
અમે સમજીએ છીએ આ ચિત્ર હોવાં જોઈએ, આમાં મનુષ્ય સારું સમજી શકે છે. બાબા ઓછાં ચિત્ર
એટલે કહે છે કારણ કે ઘણાં સેવાકેન્દ્ર ખૂબ નાનાં-નાનાં છે. ૫-૭ ચિત્ર પણ મુશ્કેલ
રાખી શકે છે.
બાબા કહે છે ઘર-ઘર માં ગીતા પાઠશાળા હોય. એવાં પણ બહુજ છે એક રુમ માં બધું ચલાવે
છે. મુખ્ય ચિત્ર રાખ્યાં હોય તો મનુષ્યો ને સમજ મળે. અંતે ભગવાન કોને કહેવાય છે,
એમનાથી શું મળે છે? ભગવાન ને બાબા કહેવાય છે. બબુલનાથ બાબા નહીં કહેશે. રુદ્ર બાબા
નહીં કહેશે. શિવબાબા નામીગ્રામી છે. બાબા કહે છે આ એ જ કલ્પ પહેલા વાળો જ્ઞાન-યજ્ઞ
છે. બેહદ નાં બાપ શિવે યજ્ઞ રચ્યો છે. બ્રાહ્મણો ની રચના કરી છે બ્રહ્મા દ્વારા.
બ્રહ્મા માં પ્રવેશ થઈ સ્થાપના કરી છે. આ છે જ્ઞાન રાજ્યોગ નું. અને પછી યજ્ઞ પણ
છે, જેમાં આખી જૂની દુનિયાની આહુતિ પડે છે. એ એક જ બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ
પણ છે, જ્ઞાનસાગર પણ છે. એવું બીજું કોઈ નથી. આજકાલ યજ્ઞ રચે છે તો ચારેય તરફ
શાસ્ત્ર રાખે છે. એક આહુતિ નો કુંડ પણ બનાવે છે. હકીકત માં છે - આ જ્ઞાન-યજ્ઞ,
જેનાથી તેમણે કોપી (નકલ) કરી છે. અહીં કોઈ સ્થૂળ વસ્તુ વગેરે તો નથી. હવે આપ બાળકો
ને બેહદ નાં બાપ મળ્યાં છે, બેહદ નું જ્ઞાન મળ્યું છે બીજું કોઈ આ જાણતું નથી. બેહદ
ની આહુતિ પડે છે, આ તમે જાણો છો. જૂની દુનિયા ખતમ થઈ જશે. તે તો ખુશી થતી રહે છે કે
રામરાજ્ય સ્થાપન થાય, આ તો ખુબ સારું. પરંતુ તેઓ તો જે સ્થાપન કરશે તે પોતાનાં માટે
જ કરશે ને. મહેનત બધી પોતાનાં માટે કરશે. તમે જાણો છો આ મહાભારત લડાઈ પણ આ યજ્ઞ થી
પ્રજ્જવલિત થઈ છે. ક્યાં તે હદ ની વાતો, ક્યાં આ બેહદ ની વાતો. તમે પોતાનાં માટે જ
પુરુષાર્થ કરો છો. જ્યાં સુધી બાપ ને ન જાણે, વારસો મળી ન શકે. બાપ જ આવીને આત્માઓને
શિક્ષા આપે છે. તમારું છે બધું ગુપ્ત. આત્મા જે હિંસક બની ગઈ છે, તેને અહિંસક બનવાનું
છે. કોઈ પર ક્રોધ પણ નથી કરવાનો. ૫ વિકાર જ્યારે દાન દે ત્યારે ગ્રહણ છૂટે, આનાથી જ
કાળા થઈ ગયાં છે. હવે ફરી સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ કેવી રીતે બનાય - આ બાપ
બેસી સમજાવે છે. આ લક્ષ્મી-નારાયણ ને આવાં કોણે બનાવ્યાં? કોઈ ગુરુ મળ્યાં? આ તો
વિશ્વ નાં માલિક હતાં. જરુર પાસ્ટ (પહેલાનાં) જન્મ માં સારા કર્મ કર્યા છે ત્યારે
સારો જન્મ મળ્યો. સારા કર્મો થી સારો જન્મ મળે છે. બ્રહ્મા અને વિષ્ણુ નું કનેક્શન
(સંબંધ) પણ જરુર છે. બ્રહ્મા થી વિષ્ણુ એક સેકન્ડ માં. મનુષ્ય થી દેવતા બને છે,
સેકન્ડ માં જીવનમુક્તિ આને કહેવાય છે. બાપ નાં બન્યાં અને જીવનમુક્તિ નો વારસો મેળવી
લીધો. જીવનમુક્ત તો રાજા, પ્રજા બધાં છે. જે પણ આવવાનાં છે તેમને જીવનમુક્ત બનવાનું
છે. બાપ તો સમજાવે છે બધાંને. પછી છે પુરુષાર્થ કરવો, ઉંચ પદ મેળવવાનાં માટે. પૂરો
આધાર છે પુરુષાર્થ પર. કેમ નહીં પુરુષાર્થ કરતાં-કરતાં આપણે ઊંચ પદ મેળવીએ. બાપ ને
ખૂબ યાદ કરવાથી બાપ નાં દિલ પર અર્થાત્ તખ્ત પર ચઢી જઈશું. બાપ કોઈ મહેનત નથી આપતાં.
અબળાઓ થી બીજી શું મહેનત કરાવશે! બાપની યાદ છે પણ ગુપ્ત. જ્ઞાન તો પ્રત્યક્ષ થઈ જાય
છે. કહેવાય છે આમનું ભાષણ તો ખૂબ સારું છે, પરંતુ યોગ માં ક્યાં સુધી છે? બાપ ને
યાદ કરે છે? કેટલો સમય યાદ કરે છે? યાદ થી જ જન્મ-જન્માંતર નાં વિકર્મ વિનાશ થશે. આ
સ્પ્રિચુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન) કલ્પ-કલ્પ રુહાની બાપ શિવ જ આવીને આપે છે. બીજું
કોઈ પણ જ્ઞાન આપી ન શકે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી
ડ્રામા નાં રહસ્ય ને બુદ્ધિમાં રાખી કોઈને પણ દોષી નથી બનાવવાનાં. પુરુષોત્તમ બનવાનો
પુરુષાર્થ કરવાનો છે. આ થોડાં સમય માં બાપ પાસેથી પૂરો વારસો લેવાનો છે.
2. ડબલ અહિંસક બનવાનાં
માટે ક્યારેય કોઈ પર ક્રોધ નથી કરવાનો. વિકારો નું દાન આપી સર્વગુણ સંપન્ન બનવાનો
પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
સેકન્ડ માં
સર્વ કમજોરીઓથી મુક્તિ પ્રાપ્ત કરી મર્યાદા પુરુષોત્તમ બનવા વાળા સદા સ્નેહી ભવ
જેવી રીતે સ્નેહી
સ્નેહ માં આવીને પોતાનું બધું ન્યોછાવર કે અર્પણ કરી દે છે. સ્નેહી ને કંઈ પણ અર્પણ
કરવા માટે વિચારવું નથી પડતું. તો જે પણ મર્યાદાઓ કે નિયમ સાંભળો છો એને પ્રેક્ટિકલ
માં લાવવા અથવા સર્વ કમજોરીઓથી મુક્તિ પ્રાપ્ત કરવાની સહજ યુક્તિ છે - સદા એક બાપ
નાં સ્નેહી બનો. જેના સ્નેહી છો, નિરંતર એમના સંગ માં રહો તો રુહાનિયત નો રંગ લાગી
જશે અને એક સેકન્ડમાં મર્યાદા પુરુષોત્તમ બની જશો કારણકે સ્નેહીને બાપ નો સહયોગ
સ્વતઃ મળી જાય છે.
સ્લોગન :-
નિશ્ચય નું
ફાઉન્ડેશન મજબૂત છે તો સંપૂર્ણતા સુધી પહોંચવું નિશ્ચિત છે.
અવ્યક્ત ઈશારા - હવે
પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો
વર્તમાન સમયે સર્વ
આત્માઓ ભિખારી નાં રુપમાં ભગવાન થી કંઈ ન કંઈ માંગી રહી છે. બધાનાં મુખ માં કે મન
માં આ જ રહે છે કે આ આપી દો. કોઈ ધન નાં ભિખારી છે, કોઈ સહયોગ નાં, કોઈ સંબંધ નાં,
કોઈ થોડા સમય માટે સુખ-ચેન નાં, કોઈ આરામ કે નીંદર નાં, કોઈ ફોલોઅર્સ નાં ભિખારી
છે, તમે દાતા નાં બાળકો માસ્ટર દાતા બની પોતાની શુભભાવના ની વૃત્તિઓથી ભિખારી
આત્માઓની ભૂખ મટાવો.