11-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારી
ફરજ છે બધાને સ્થાયી સુખ અને શાંતિ નો રસ્તો બતાવવો , શાંતિ માં રહો અને શાંતિ ની
બક્ષિશ ( ઈનામ ) આપો”
પ્રશ્ન :-
કયા ગુહ્ય રહસ્ય ને સમજવા માટે બેહદ ની બુદ્ધિ જોઈએ?
ઉત્તર :-
ડ્રામા નું જે દૃશ્ય જે સમયે ચાલવાનું છે, તે સમયે જ ચાલશે. તેની એક્યુરેટ (નિશ્ચિત)
આયુ છે, બાપ પણ પોતાનાં એક્યુરેટ સમય પર આવે છે, એમાં એક સેકન્ડ નો પણ ફરક નથી પડી
શકતો. પૂરાં ૫ હજાર વર્ષ પછી બાપ આવીને પ્રવેશ કરે છે, આ ગુહ્ય રહસ્ય સમજવા માટે
બેહદ ની બુદ્ધિ જોઈએ.
ગીત :-
બદલ જાયે
દુનિયા ન બદલેંગે હમ…
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રત્યે રુહાની બાપ સમજાવે છે. બાળકો ને રસ્તો બતાવે છે - શાંતિધામ અને સુખધામ નો.
આ સમયે બધા મનુષ્ય વિશ્વ માં શાંતિ ઈચ્છે છે. દરેક વ્યક્તિગત પણ ઈચ્છે છે અને વિશ્વ
માં પણ શાંતિ ઈચ્છે છે. દરેક કહે છે મન ની શાંતિ જોઈએ. હવે તે પણ ક્યાંથી મળી શકે
છે. શાંતિ નાં સાગર તો બાપ જ છે, જેમની પાસે થી વારસો મળી શકે છે. વ્યક્તિગત પણ મળે
છે, હોલસેલ માં પણ મળે છે. એટલે બધાને મળે છે. જે બાળકો ભણે છે, સમજી શકે છે આપણે
શાંતિ નો વારસો લેવા પોતાનો પણ પુરુષાર્થ કરીએ છીએ, બીજાઓ ને રસ્તો બતાવીએ છીએ.
વિશ્વ માં શાંતિ તો થવાની જ છે. ભલે કોઈ વારસો લેવા આવે કે ન આવે. બાળકો ની ફરજ છે,
બધા બાળકો ને શાંતિ આપવાની છે. આ સમજી નથી શકતા, ૨-૪ ને વારસો મળવા થી શું થશે? કોઈ
ને રસ્તો બતાવાય છે, પરંતુ નિશ્ચય ન હોવાનાં કારણે બીજાઓ ને આપસમાન બનાવી નથી શકતાં.
જે નિશ્ચયબુદ્ધિ છે તે સમજે છે બાબા પાસે થી આપણ ને વરદાન મળી રહ્યું છે. વરદાન આપે
છે ને - આયુષ્યવાન ભવ, ધનવાન ભવ પણ કહે છે. ફક્ત કહેવાથી તો આશીર્વાદ ન મળી શકે.
આશીર્વાદ માંગે છે તો તેમને સમજાવાય છે તમને શાંતિ જોઈએ તો આવી રીતે પુરુષાર્થ કરો.
મહેનત થી બધું જ મળશે. ભક્તિમાર્ગ માં કેટલાં આશીર્વાદ લે છે. મા, બાપ, શિક્ષક, ગુરુ
વગેરે બધા પાસે માંગે છે - અમે સુખી અને શાંત રહીએ. પરંતુ રહી નથી શકતાં કારણકે આટલાં
અસંખ્ય મનુષ્ય છે, તેમને સુખ-શાંતિ મળી કેવી રીતે શકે? ગાય પણ છે - શાંતિ દેવા.
બુદ્ધિ માં આવે છે-હે પરમપિતા પરમાત્મા, અમને શાંતિ ની બક્ષિશ આપો. હકીકત માં
બક્ષિશ એને કહેવાય છે જે ચીજ ઉઠાવી ને આપે. કહેશે આ તમને બક્ષિશ છે, ઈનામ છે. બાપ
કહે છે બક્ષિશ કોઈ કેટલી પણ કરે છે, ધન ની, મકાન ની, કપડાં વગેરે ની કરે છે, તે થયું
દાન-પુણ્ય અલ્પકાળ માટે. મનુષ્ય, મનુષ્ય ને આપે છે. સાહૂકાર ગરીબ ને અથવા સાહૂકાર,
સાહૂકાર ને આપતા આવ્યાં છે. પરંતુ આ તો છે શાંતિ અને સુખ સ્થાયી. અહીં તો કોઈ એક
જન્મ માટે પણ સુખ-શાંતિ નથી આપી શકતા કારણકે તેમની પાસે છે જ નહીં. આપવા વાળા એક જ
બાપ છે. એમને સુખ-શાંતિ-પવિત્રતા નાં સાગર કહેવાય છે. ઊંચા માં ઊંચા ભગવાન ની જ
મહિમા ગવાય છે. સમજે છે એમની પાસે થી જ શાંતિ મળશે. પછી તે સાધુ-સંત વગેરે પાસે જાય
છે કારણકે ભક્તિમાર્ગ છે ને તો ફેરા ફરાવતા રહે છે. તે બધા છે અલ્પકાળ માટે
પુરુષાર્થ. આપ બાળકો નું હવે તે બધું બંધ થઈ જાય છે. તમે લખો પણ છો બેહદ નાં બાપ
પાસે થી ૧૦૦ ટકા પવિત્રતા, સુખ, શાંતિ નો વારસો મેળવી શકો છો. અહીં ૧૦૦ ટકા
અપવિત્રતા, દુઃખ, અશાંતિ છે. પરંતુ મનુષ્ય સમજતા નથી. કહે છે ઋષિ-મુનિ વગેરે તો
પવિત્ર છે. પરંતુ જન્મ તો છતાં પણ વિષ (વિકાર) થી થાય છે ને? મૂળ વાત જ આ છે. રાવણ
રાજ્ય માં પવિત્રતા હોય ન શકે. પવિત્રતા-સુખ વગેરે બધાનાં સાગર એક જ બાપ છે.
તમે જાણો છો આપણને
શિવબાબા પાસે થી ૨૧ જન્મ અર્થાત્ અડધોકલ્પ ૨૫૦૦ વર્ષ માટે વારસો મળે છે. આ તો ગેરંટી
(ખાતરી) છે અડધોકલ્પ સુખધામ, અડધોકલ્પ છે દુઃખધામ. સૃષ્ટિ નાં બે ભાગ છે - એક નવી,
એક જૂની. પરંતુ નવી ક્યારે, જૂની ક્યારે બને છે? આ પણ જાણતા નથી. ઝાડ ની આયુ એટલી
એક્યુરેટ બતાવી ન શકે. હમણાં બાપ દ્વારા તમે આ ઝાડ ને જાણો છો. આ ૫ હજાર વર્ષ નું
જૂનું ઝાડ છે, આની એકયુરેટ આયુ ની તમને ખબર છે, અને બીજા જે ઝાડ હોય છે તેની આયુ ની
કોઈને ખબર નથી હોતી, અંદાજે બતાવી દે છે. તોફાન આવ્યું, ઝાડ પડ્યું, આયુ પૂરી થઈ ગઈ.
મનુષ્યો નું પણ અચાનક મોત થતું રહે છે. આ બેહદ નાં ઝાડ ની આયુ પૂરી ૫ હજાર વર્ષ છે.
આમાં એક દિવસ નથી ઓછો, નથી વધારે થઈ શકતો. આ પૂર્વ નિર્ધારિત ઝાડ છે. આમાં ફરક ન પડી
શકે. ડ્રામા માં જે દૃશ્ય જે સમયે ચાલે છે, તે સમયે જ ચાલશે. હૂબહૂ રિપીટ (પુનરાવર્તિત)
થવાનું છે. આયુ પણ એક્યુરેટ છે. બાપ ને પણ નવી દુનિયા સ્થાપન કરવા આવવાનું છે.
એક્યુરેટ સમય પર આવે છે. એક સેકન્ડ નો પણ તેમાં ફરક નથી પડી શકતો. આ પણ હવે તમારી
બેહદ ની બુદ્ધિ થઈ. તમે જ સમજી શકો છો. પૂરાં ૫ હજાર વર્ષ પછી બાપ આવીને પ્રવેશ કરે
છે, એટલે શિવરાત્રિ કહેવાય છે. કૃષ્ણ નાં માટે જન્માષ્ટમી કહેવાય છે. શિવ ની
જન્માષ્ટમી નહીં કહેવાશે, શિવ ની રાત્રિ કહે છે કારણકે જો જન્મ થાય તો પછી મૃત્યું
પણ થાય. મનુષ્ય નો જન્મ દિવસ કહેવાશે. શિવ નાં માટે હંમેશા શિવરાત્રિ કહે છે.
દુનિયામાં આ વાતો ની કાંઈ પણ ખબર નથી. તમે સમજો છો શિવરાત્રિ કેમ કહે છે, જન્માષ્ટમી
કેમ નથી કહેતાં. એમનો જન્મ દિવ્ય અલૌકિક છે, જે બીજા કોઈ નો હોય ન શકે. આ કોઈ જાણતું
નથી - શિવબાબા ક્યારે, કેવી રીતે આવે છે? શિવરાત્રિ નો અર્થ શું છે? તમે જ જાણો છો.
આ છે બેહદ ની રાત. ભક્તિ ની રાત પૂરી થઈ દિવસ થાય છે. બ્રહ્મા ની રાત અને દિવસ પછી
બ્રાહ્મણો નો પણ થયો. એક બ્રહ્મા નો ખેલ થોડી ચાલે છે. હવે તમે જાણો છો, હવે દિવસ
શરુ થવાનો છે. ભણતાં-ભણતાં જઈ પોતાનાં ઘરે પહોંચીશું, પછી દિવસ માં આવીશું.
અડધોકલ્પ દિવસ અને અડધોકલ્પ રાત ગવાયેલી છે પરંતુ કોઈની પણ બુદ્ધિ માં નથી આવતું.
તે લોકો કહે છે કે કળિયુગ ની આયુ ૪૦ હજાર વર્ષ બાકી છે, સતયુગ ની લાખો વર્ષ છે પછી
અડધા-અડધા નો હિસાબ થતો નથી. કલ્પ ની આયુ ને કોઈ પણ જાણતું નથી. તમે આખાં વિશ્વ નાં
આદિ-મધ્ય-અંત ને જાણો છો. આ ૫ હજાર વર્ષ પછી સૃષ્ટિ ચક્ર લગાવતી રહે છે. વિશ્વ તો
છે જ, તેમાં પાર્ટ ભજવતા-ભજવતા મનુષ્ય જ હેરાન થઈ જાય છે. આ શું આવાગમન છે? જો ૮૪
લાખ જન્મો નું આવાગમન હોત તો ખબર નહીં શું થાત. ન જાણવાનાં કારણે કલ્પ ની આયુ પણ
વધારી દીધી છે. હમણાં આપ બાળકો બાપ પાસે થી સન્મુખ ભણી રહ્યાં છો. અંદર ભાસના આવે
છે - આપણે પ્રેક્ટિકલ માં બેઠાં છીએ. પુરુષોત્તમ સંગમયુગ પણ જરુર આવવાનો છે. ક્યારે
આવે છે, કેવી રીતે આવે છે? આ કોઈ પણ નથી જાણતું. આપ બાળકો જાણો છો તો કેટલું
ગદ્દગદ્દ થવું જોઈએ. તમે જ કલ્પ-કલ્પ બાપ પાસે થી વારસો લો છો અર્થાત્ માયા પર જીત
મેળવો છો પછી હારો છો. આ છે બેહદ ની હાર અને જીત. તે રાજાઓ ની તો ખૂબ જ હાર-જીત થતી
રહે છે. અનેક લડાઈઓ લાગતી રહે છે. નાનકડી લડાઈ લાગે છે તો કહી દે છે હવે અમે જીત્યું.
શું જીત્યું? થોડા એવાં ટુકડા ને જીત્યું. મોટી લડાઈ માં હારે છે તો પછી ઝંડો પાડી
દે છે. પહેલાં-પહેલાં તો એક રાજા હોય છે પછી બીજા-બીજા વૃદ્ધિ થતા જાય છે.
પહેલાં-પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું પછી બીજા રાજાઓ આવવાનાં શરુ થયાં.
જેવી રીતે પોપ (ખ્રિસ્તીનાં ધર્મગુરુ) નું દેખાડે છે. પહેલાં એક હતાં પછી નંબરવાર
બીજા પોપ પણ બેસતા ગયાં. કોઈની મૃત્યુ નું તો ઠેકાણું જ નથી ને?
આપ બાળકો જાણો છો
આપણને બાબા અમર બનાવી રહ્યાં છે. અમરપુરી નાં માલિક બનાવી રહ્યાં છે, કેટલી ખુશી થવી
જોઈએ. આ છે મૃત્યુલોક. તે છે અમરલોક. આ વાતો ને નવું કોઈ સમજી ન શકે. તેમને મજા નહીં
આવશે, જેટલી જૂનાં ને આવશે. દિવસે-દિવસે વૃદ્ધિ થતી રહે છે. નિશ્ચય પાક્કો થઈ જાય
છે. આમાં સહનશીલતા પણ ખૂબ હોવી જોઈએ. આ તો આસુરી દુનિયા છે, દુઃખ આપવા માં વાર નથી
કરતાં. તમારો આત્મા કહે છે અમે હમણાં બાબા ની શ્રીમત પર ચાલી રહ્યાં છીએ. આપણે
સંગમયુગ પર છીએ. બાકી બધા કળિયુગ માં છે. આપણે હમણાં પુરુષોત્તમ બની રહ્યાં છીએ.
પુરુષો માં ઉત્તમ પુરુષ ભણતર થી જ બને છે. ભણતર થી જ ચીફ જસ્ટિસ (મુખ્ય ન્યાયાધીશ)
વગેરે બને છે ને? તમને બાપ ભણાવે છે. આ ભણતર થી જ પોતાનાં પુરુષાર્થ અનુસાર પદ મેળવો
છો. જેટલું જે ભણશે એટલો ગ્રેડ મળશે. આમાં રાજાઈ નો ગ્રેડ છે. આમ તો તે ભણતર માં
રાજાઈ નો ગ્રેડ નથી હોતો. તમે જાણો છો આપણે રાજાઓ નાં રાજા બની રહ્યાં છીએ. તો અંદર
કેટલી ખુશી થવી જોઈએ. આપણે ડબલ સિરતાજ ખૂબ ઊંચા બનીએ છીએ. ભગવાન બાપ આપણને ભણાવે
છે. ક્યારેય કોઈ સમજી ન શકે કે નિરાકાર બાપ કેવી રીતે આવીને ભણાવે છે. મનુષ્ય પોકારે
પણ છે-હે પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. છતાં પણ પાવન બનતા નથી. બાપ કહે છે કામ
મહાશત્રુ છે. તમે એક તરફ પોકારો છો કે પતિત-પાવન આવો, હવે હું આવ્યો છું કહું છું
બાળકો પતિતપણું છોડી દો, તો તમે છોડતા કેમ નથી? એવું થોડી, બાપ તમને પાવન બનાવે અને
તમે પતિત બનતા રહો. અસંખ્ય એવાં પતિત બને છે. કોઈ સત્ય બતાવે છે, બાબા આ ભૂલ થઈ ગઈ.
બાબા કહે છે કોઈ પણ પાપ કર્મ થઈ જાય તો તરત બતાવો. કોઈ સાચ્ચું, કોઈ જુઠ્ઠું બોલે
છે. કોણ પૂછે છે? હું થોડી એક-એક ની અંદર બેસીને જાણીશ, આ તો બની ન શકે. હું આવું જ
છું ફક્ત સલાહ આપવાં. પાવન નહીં બનશો તો તમારું જ નુકસાન છે. મહેનત કરી પાવન થી પછી
પતિત બની જશો, તો કરેલી કમાણી ચટ થઈ જશે. શરમ આવશે અમે સ્વયં જ પતિત બની ગયા છીએ પછી
બીજાઓ ને કેવી રીતે કહીશું કે પાવન બનો. અંદર દિલ ખાશે કે અમે કેટલું ફરમાન નું
ઉલ્લંઘન કર્યું. અહીંયા તમે બાપ પાસે થી ડાયરેક્ટ પ્રતિજ્ઞા કરો છો, જાણો છો બાબા
આપણને સુખધામ-શાંતિધામ નાં માલિક બનાવી રહ્યાં છે. હાજીર નાજીર છે, આપણે એમની
સન્મુખ બેઠાં છીએ. આમનાં માં પહેલાં આ નોલેજ થોડી હતી? ન કોઈ ગુરુ પણ હતાં - જેમણે
નોલેજ આપી હોય. જો ગુરુ હોત તો ફક્ત એક ને જ્ઞાન આપશે શું? ગુરુઓ નાં ફોલોઅર્સ (અનુયાયી)
તો ખૂબ હોય છે ને? એક થોડી હશે. આ સમજવાની વાતો છે ને? સદ્દગુરુ છે જ એક. એ આપણને
રસ્તો બતાવે છે. આપણે પછી બીજાઓ ને બતાવીએ છીએ. તમે બધાને કહો છો - બાપ ને યાદ કરો.
બસ. ઊંચા માં ઊંચા બાપ ને યાદ કરવા થી જ ઊંચું પદ મળશે. તમે રાજાઓ નાં રાજા બનો છો.
તમારી પાસે અગણિત ધન હશે. તમે પોતાની ઝોલી ભરો છો ને? તમે જાણો છો બાબા આપણી ઝોલી
ખૂબ ભરી રહ્યાં છે. કહે છે કુબેર ની પાસે ખૂબ ધન હતું. હકીકત માં તમે દરેક કુબેર
છો. તમને વૈકુંઠ રુપી ખજાનો મળી જાય છે. ખુદા દોસ્ત ની પણ વાર્તા છે. એમને, જે પહેલાં
મળતું હતું તેમને એક દિવસ માટે બાદશાહી આપતા હતાં. આ બધા દૃષ્ટાંત છે. અલ્લાહ એટલે
બાપ, એ અવલદીન રચયિતા છે. પછી સાક્ષાત્કાર થઈ જાય છે. તમે જાણો છો બરોબર આપણે યોગબળ
થી વિશ્વ ની બાદશાહી લઈએ છીએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ આસુરી
દુનિયા માં ખૂબ-ખૂબ સહનશીલ બનીને રહેવાનું છે. કોઈ ગાળ આપે, દુઃખ આપે તો પણ સહન
કરવાનું છે. બાપ ની શ્રીમત ક્યારેય નથી છોડવાની.
2. ડાયરેક્ટ બાપે
પાવન બનાવવાનું ફરમાન કર્યુ છે એટલે ક્યારેય પણ પતિત નથી બનવાનું. ક્યારેય કોઈ પાપ
થાય તો છૂપાવવાનું નથી.
વરદાન :-
એકનામી અને
ઇકોનોમી નાં પાઠ દ્વારા હલચલ માં પણ અચલ - અડોલ ભવ
સમય પ્રમાણે વાયુમંડળ
અશાંતિ અને હલચલ નું વધતું જઈ રહ્યું છે, એવાં સમય પર અચલ અડોલ રહેવા માટે બુદ્ધિ
ની લાઈન કલિયર હોવી જોઈએ. એનાં માટે સમય પ્રમાણે ટચિંગ અને કેચિંગ પાવર ની આવશ્યક્તા
છે એને વધારવા માટે એકનામી અને ઇકોનોમી વાળા બનો. એકનામી અને ઇકોનોમી કરવા વાળા
બાળકો ની લાઈન ક્લિયર હોવાનાં કારણે બાપદાદા નાં ડાયરેક્શન ને સહજ કેચ કરી હલચલ માં
પણ અચલ-અડોલ રહે છે.
સ્લોગન :-
સ્થૂળ-સુક્ષ્મ
કામનાઓ નો ત્યાગ કરો ત્યારે કોઈ પણ વાત નો સામનો કરી શકશો.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગની શક્તિ નો પ્રયોગ કરો
હવે મન્સા ની ક્વોલિટી
ને વધારો તો ક્વોલિટી વાળા આત્માઓ સમીપ આવશે, આમાં ડબલ સેવા છે - સ્વ ની પણ અને
બીજાઓ ની પણ. સ્વ માટે અલગ મહેનત નહીં કરવી પડશે. પ્રારબ્ધ પ્રાપ્ત છે, એવી સ્થિતિ
અનુભવ થશે. આ સમય ની શ્રેષ્ઠ પ્રારબ્ધ છે - સદા સ્વયં સર્વ પ્રાપ્તિઓ થી સંપન્ન
રહેવું અને સંપન્ન બનાવવાં.