12-02-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
કયામત નો સમય છે , રાવણે બધાને કબ્રદાખિલ કરી દીધાં છે , બાપ આવ્યાં છે અમૃત વર્ષા
કરી સાથે લઈ જવાં”
પ્રશ્ન :-
શિવબાબા ને ભોળા
ભંડારી પણ કહેવાય છે - કેમ?
ઉત્તર :-
કારણકે શિવ ભોળાનાથ જ્યારે આવે છે તો ગણિકાઓ, અહિલ્યાઓ, કુબ્જાઓ નું પણ કલ્યાણ કરી
એમને વિશ્વ નાં માલિક બનાવી દે છે. આવે પણ જુઓ પતિત દુનિયા અને પતિત શરીર માં છે તો
ભોળા થયા ને? ભોળા બાપ નું માર્ગદર્શન છે - મીઠાં બાળકો, હવે અમૃત પીવો, વિકારો રુપી
વિષ ને છોડી દો.
ગીત :-
દૂર દેશ કા
રહને વાલા…
ઓમ શાંતિ!
રુહાની બાળકોએ
ગીત સાંભળ્યું અર્થાત્ રુહોએ આ શરીર નાં કાન કર્મેન્દ્રિયો દ્વારા ગીત સાંભળ્યું.
દૂર દેશ નાં મુસાફર આવે છે, તમે પણ મુસાફર છો ને? જે પણ મનુષ્ય આત્માઓ છે તે બધા
મુસાફર છે. આત્માઓ નું કોઈ પણ ઘર નથી. આત્મા છે નિરાકાર. નિરાકારી દુનિયામાં રહેવા
વાળા નિરાકારી આત્માઓ છે. એને કહેવાય છે નિરાકારી આત્માઓ નું ઘર, દેશ અથવા લોક, આને
જીવ આત્માઓ નો દેશ કહેવાય છે. તે છે આત્માઓ નો દેશ પછી આત્માઓ અહીં આવીને શરીર માં
જ્યારે પ્રવેશ કરે છે તો નિરાકાર થી સાકાર બની જાય છે. એવું નથી કે આત્મા નું કોઈ
રુપ નથી. રુપ પણ જરુર છે, નામ પણ છે. આટલો નાનો આત્મા કેટલો પાર્ટ ભજવે છે આ શરીર
દ્વારા. દરેક આત્મા માં પાર્ટ ભજવવાનો કેટલો રેકોર્ડ ભરેલો છે. રેકોર્ડ એક વખત ભરાય
છે પછી કેટલી વખત પણ રીપીટ કરો, એ જ ચાલશે. તેમ આત્મા પણ આ શરીર ની અંદર રેકોર્ડ
છે, જેમાં ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે. જેમ બાપ નિરાકાર છે, તેમ આત્મા પણ નિરાકાર
છે, ક્યાંક-ક્યાંક શાસ્ત્રો માં લખી દીધું છે એ નામ-રુપ થી ન્યારા છે, પરંતુ
નામ-રુપ થી ન્યારી કોઈ વસ્તુ હોતી નથી. આકાશ પણ પોલાર છે. નામ તો છે ને “આકાશ”. નામ
વગર કોઈ વસ્તુ હોતી નથી. મનુષ્ય કહે છે પરમપિતા પરમાત્મા. હવે દૂર દેશ માં તો બધા
આત્માઓ રહે છે. આ સાકાર દેશ છે, આમાં પણ બે નું રાજ્ય ચાલે છે - રામરાજ્ય અને
રાવણરાજ્ય. અડધોકલ્પ છે રામરાજ્ય, અડધોકલ્પ છે રાવણરાજ્ય. બાપ ક્યારેય બાળકો માટે
દુઃખ નું રાજ્ય થોડી બનાવશે? કહે છે ઈશ્વર જ દુઃખ-સુખ આપે છે. બાપ સમજાવે છે હું
ક્યારેય બાળકો ને દુઃખ નથી આપતો. મારું નામ જ છે દુઃખહર્તા-સુખકર્તા. આ મનુષ્યો ની
ભૂલ છે. ઈશ્વર ક્યારેય દુઃખ નહીં આપશે. આ સમયે છે જ દુઃખધામ. અડધોકલ્પ રાવણ રાજ્ય
માં દુઃખ જ દુઃખ મળે છે. સુખ ની રત્તી નથી. સુખધામ માં પછી દુઃખ હોતું જ નથી. બાપ
સ્વર્ગ ની રચના રચે છે. હમણાં તમે છો સંગમ પર. આને નવી દુનિયા તો કોઈ પણ કહેશે નહીં.
નવી દુનિયા નું નામ જ છે સતયુગ. એ જ પછી જૂની થાય છે, તો તેને કળિયુગ કહેવાય છે. નવી
વસ્તુ સારી અને જૂની વસ્તુ ખરાબ દેખાય છે તો જૂની વસ્તુ ને ખલાસ કરાય છે. મનુષ્ય
વિષ (વિકાર) ને જ સુખ સમજે છે. ગવાય પણ છે - અમૃત છોડી વિષ શું કરવા ખાઈએ? પછી કહે
તમારા બહાને સર્વ નું ભલું. આપ જે આવીને કરશો એનાથી ભલું જ થશે. નહીં તો રાવણ રાજ્ય
માં મનુષ્ય ખોટું કામ જ કરશે. આ તો હમણાં બાળકો ને ખબર પડી છે કે ગુરુનાનક ને ૫૦૦
વર્ષ થયાં, પછી ક્યારે આવશે? તો કહેશે એમનો આત્મા તો જ્યોતિ જ્યોત સમાઈ ગયો. આવશે
પછી કેવી રીતે? તમે કહેશો આજ થી ૪૫૦૦ વર્ષ પછી ફરી ગુરુનાનક આવશે. તમારી બુદ્ધિ માં
આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી ચક્ર લગાવતી રહે છે. આ સમયે બધા તમોપ્રધાન છે, આને
કયામત નો સમય કહેવાય છે. બધા મનુષ્ય જાણે મરેલા છે. બધાની જ્યોતિ બુઝાયેલી (ઓલવાયેલી)
છે. બાપ આવે છે બધાને જગાડવાં. બાળકો જે કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગયા છે, એમને
અમૃત વર્ષા થી જગાવી સાથે લઈ જશે. માયા રાવણે કામ ચિતા પર બેસાડી કબ્રદાખિલ કરી દીધાં
છે. બધા સૂઈ ગયા છે. હમણાં બાપ જ્ઞાન-અમૃત પીવડાવે છે. હવે જ્ઞાન-અમૃત ક્યાં અને તે
પાણી ક્યાં? સિક્ખ લોકો નો મોટો દિવસ હોય છે તો ખૂબ ધૂમધામ થી તળાવ ને સાફ કરે છે,
માટી કાઢે છે એટલે નામ જ રાખ્યું છે - અમૃતસર. અમૃત નું તળાવ. ગુરુનાનકે પણ બાપ ની
મહિમા કરી છે. પોતે કહેતાં એક એકોઅંકાર, સત્ નામ… એ સદૈવ સાચ્ચું બોલવા વાળા છે.
સત્યનારાયણ ની કથા છે ને? મનુષ્ય ભક્તિમાર્ગ માં કેટલીક કથાઓ સાંભળતા આવ્યાં છે.
અમરકથા, તિજરી ની કથા… કહે છે શંકરે પાર્વતી ને કથા સંભળાવી. એ તો સૂક્ષ્મવતન માં
રહેવા વાળા, ત્યાં પછી કથા કઈ સંભળાવી? આ બધી વાતો બાપ બેસીને સમજાવે છે કે હકીકત
માં તમને અમરકથા સંભળાવી અમરલોક માં લઈ જવા હું આવ્યો છું. મૃત્યુલોક થી અમરલોક માં
લઈ જાઉં છું. બાકી સૂક્ષ્મવતન માં પાર્વતીએ શું દોષ કર્યો જે એમને અમરકથા સંભળાવશે?
શાસ્ત્રો માં તો અનેક કથાઓ લખી દીધી છે. સત્ય નારાયણ ની સાચ્ચી કથા તો નથી. તમે
કેટલી સત્યનારાયણ ની કથાઓ સાંભળી હશે. પછી સત્ય નારાયણ કોઈ બને છે શું? વધારે જ પડતા
(નીચે ઉતરતા) જાય છે. હમણાં તમે સમજો છો આપણે નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનીએ
છીએ. આ છે અમરલોક માં જવા માટે સાચ્ચી સત્યનારાયણ ની કથા, તિજરી ની કથા. આપ આત્માઓ
ને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. બાપ સમજાવે છે તમે જ ગુલ-ગુલ પૂજ્ય હતાં પછી
૮૪ જન્મો નાં પછી તમે જ પુજારી બન્યાં છો એટલે ગવાયેલું છે - પોતે જ પૂજ્ય, પોતે જ
પુજારી. બાપ કહે છે - હું તો સદૈવ પૂજ્ય છું. તમને આવીને પુજારી થી પૂજ્ય બનાવું
છું. આ છે પતિત દુનિયા. સતયુગ માં પૂજ્ય પાવન મનુષ્ય, આ સમયે છે પુજારી પતિત મનુષ્ય.
સાધુ-સંત ગાતા રહે છે પતિત-પાવન સીતા રામ. આ શબ્દ છે રાઈટ… બધી સીતાઓ બ્રાઈડ્સ (સજનીઓ)
છે. કહે છે હે રામ, આવીને અમને પાવન બનાવો. બધી ભક્તિઓ પોકારે છે, આત્મા પોકારે છે
- હે રામ. ગાંધીજી પણ ગીતા સંભળાવીને પૂરી કરતા હતાં તો કહેતાં હતાં - હે પતિત પાવન
સીતારામ. હમણાં તમે જાણો છો ગીતા કોઈ શ્રીકૃષ્ણએ નથી સંભળાવી. બાબા કહે છે -
ઓપિનીયન (અભિપ્રાય) લેતા રહો કે ઈશ્વર સર્વવ્યાપી નથી. ગીતા નાં ભગવાન શિવ છે, નહીં
કે શ્રીકૃષ્ણ. પહેલાં તો પૂછો ગીતા નાં ભગવાન કોને કહેવાય છે? ભગવાન નિરાકાર ને
કહેવાશે કે સાકાર ને? શ્રીકૃષ્ણ તો છે સાકાર. શિવ છે નિરાકાર. એ ફક્ત આ તન ની લોન (ઉધાર)
લે છે. બાકી માતા નાં ગર્ભ દ્વારા જન્મ નથી લેતાં. શિવ ને શરીર નથી. અહીં આ મનુષ્ય
લોક માં સ્થૂળ શરીર છે. બાપ આવીને સાચ્ચી સત્ય નારાયણ ની કથા સંભળાવે છે. બાપ ની
મહિમા છે પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા, સર્વ નાં લિબ્રેટર (મુક્તિદાતા),
દુઃખહર્તા સુખકર્તા. અચ્છા, સુખ ક્યાં હોય છે? અહીંયા ન હોઈ શકે. સુખ મળશે બીજા
જન્મ માં, જ્યારે જૂની દુનિયા ખતમ થઈ અને સ્વર્ગ ની સ્થાપના થઈ જશે. અચ્છા, લિબ્રેટ
કોનાથી કરે છે? રાવણ નાં દુઃખ થી. આ તો દુઃખધામ છે ને? અચ્છા, પછી ગાઈડ (માર્ગદર્શક)
પણ બને છે. આ શરીર તો અહીં ખતમ થઈ જાય છે. બાકી આત્માઓ ને લઈ જાય છે. પહેલાં સાજન
પછી સજની જાય છે. એ છે અવિનાશી સલોના (પ્રિય) સાજન. બધાને દુઃખ થી છોડાવી પવિત્ર
બનાવી ઘરે લઈ જાય છે. લગ્ન કરી જ્યારે આવે છે તો પહેલાં હોય છે ઘોટ (પતિ). પાછળ માં
બ્રાઈડ (પત્ની) રહે છે પછી બારાત (જાન) હોય છે. હવે તમારી માળા પણ એવી છે. ઉપર માં
શિવબાબા ફૂલ, એમને નમસ્કાર કરશે. પછી યુગલ દાણો બ્રહ્મા-સરસ્વતી. પછી છો તમે, જે
બાબા નાં મદદગાર બનો છો. ફૂલ શિવબાબા ની યાદ થી જ સૂર્યવંશી, વિષ્ણુ ની માળા બન્યાં
છો. બ્રહ્મા-સરસ્વતી સો લક્ષ્મી-નારાયણ બને છે. લક્ષ્મી-નારાયણ સો બ્રહ્મા-સરસ્વતી
બને છે. આમણે મહેનત કરી છે ત્યારે પૂજાય છે. કોઈને ખબર નથી માળા શું વસ્તુ છે? એમ જ
માળા ફેરવતા રહે છે. ૧૬૧૦૮ ની પણ માળા હોય છે. મોટાં-મોટાં મંદિરો માં રાખેલી હોય
છે પછી કોઈ ક્યાંથી, કોઈ ક્યાંથી ખેંચશે. બાબા બોમ્બે માં લક્ષ્મી-નારાયણ નાં મંદિર
માં જતાં હતાં, માળા જઈને ફેરવતા હતાં, રામ-રામ જપતા હતાં કારણકે ફૂલ એક જ બાપ છે
ને? ફૂલ ને જ રામ-રામ કહેવાય છે. પછી આખી માળા પર માથું ટેકવે છે. જ્ઞાન કાંઈ પણ નથી.
પાદરી પણ હાથ માં માળા ફેરવતા રહે છે. પૂછો કોની માળા ફેરવો છો? એમને તો ખબર નથી.
કહી દેશે ક્રાઈસ્ટ ની યાદ માં ફેરવીએ છીએ. એમને આ ખબર નથી કે ક્રાઈસ્ટ નો આત્મા ક્યાં
છે? તમે જાણો છો ક્રાઈસ્ટ નો આત્મા હમણાં તમોપ્રધાન છે. તમે પણ તમોપ્રધાન બેગર હતાં.
હવે બેગર ટુ પ્રિન્સ (કંગાળ થી રાજકુમાર) બનો છો. ભારત પ્રિન્સ (ધનવાન) હતું, હમણાં
બેગર છે ફરી પ્રિન્સ બને છે. બનાવવા વાળા છે બાપ. તમે મનુષ્ય થી પ્રિન્સ બનો છો. એક
પ્રિન્સ કોલેજ પણ હતી, જ્યાં પ્રિન્સ-પ્રિન્સેસ જઈને ભણતા હતાં.
તમે અહીં ભણીને ૨૧
જન્મ માટે સ્વર્ગ માં પ્રિન્સ-પ્રિન્સેસ બનો છો. આ શ્રીકૃષ્ણ પ્રિન્સ છે ને? તેમનાં
૮૪ જન્મો ની કહાણી લખેલી છે. મનુષ્ય શું જાણે? આ વાતો ફક્ત તમે જાણો છો.
“ભગવાનુવાચ” એ બધાનાં ફાધર (પિતા) છે. તમે ગોડફાધર પાસે થી સાંભળો છો, જે સ્વર્ગ ની
સ્થાપના કરે છે. તેને કહેવાય જ છે સચખંડ. આ છે જૂઠ ખંડ. સચખંડ તો બાપ સ્થાપન કરશે.
જુઠખંડ રાવણ સ્થાપન કરે છે. રાવણ નું રુપ બનાવે છે, અર્થ કાંઈ નથી સમજતા, કોઈને પણ
ખબર નથી કે અંતે રાવણ છે કોણ, જેને મારે છે પછી જીવતો થઈ જાય છે. હકીકત માં ૫ વિકાર
સ્ત્રી નાં, ૫ વિકાર પુરુષ નાં… આને કહેવાય છે રાવણ. એને મારે છે. રાવણ ને મારી પછી
સોનું લૂંટે છે.
આપ બાળકો જાણો છો - આ
છે કાંટોઓ નું જંગલ. બોમ્બે માં બબુલનાથ નું પણ મંદિર છે. બાપ આવીને કાંટાઓ ને ફૂલ
બનાવે છે. બધા એક-બીજા ને કાંટા લગાડે છે અર્થાત્ કામ કટારી ચલાવતા રહે છે, એટલે આને
કાંટાઓ નું જંગલ કહેવાય છે. સતયુગ ને ગાર્ડન ઓફ અલ્લાહ કહેવાય છે, એ જ ફ્લાવર્સ (ફૂલ)
કાંટા બને છે પછી કાંટા થી ફૂલ બને છે. હમણાં તમે ૫ વિકારો પર જીત મેળવો છો. આ રાવણ
રાજ્ય નો વિનાશ તો થવાનો જ છે. અંતે મોટી લડાઈ પણ થશે. સાચ્ચો-સાચ્ચો દશેરા પણ થવાનો
છે. રાવણ રાજ્ય જ ખલાસ થઈ જશે પછી તમે લંકા લૂંટશો. તમને સોના નાં મહેલ મળી જશે.
હમણાં તમે રાવણ પર જીત પ્રાપ્ત કરી સ્વર્ગ નાં માલિક બનો છો. બાબા આખાં વિશ્વ નું
રાજ્ય-ભાગ્ય આપે છે એટલે એમને શિવ ભોળા ભંડારી કહેવાય છે. ગણિકાઓ, અહિલ્યાઓ,
કુબ્જાઓ… બધાને બાપ વિશ્વ નાં માલિક બનાવે છે. કેટલાં ભોળા છે! આવે પણ છે પતિત
દુનિયા, પતિત શરીર માં. બાકી જે સ્વર્ગ ને લાયક નથી, તે વિષ પીવાનું (વિકાર) છોડતા
જ નથી. બાપ કહે છે - બાળકો, હવે આ અંતિમ જન્મ પાવન બનો. આ વિકાર તમને આદિ-મધ્ય-અંત
દુ:ખી બનાવે છે. શું તમે આ એક જન્મ માટે વિષ પીવાનું છોડી નથી શકતાં? હું તમને અમૃત
પીવડાવીને અમર બનાવું છું છતાં પણ તમે પવિત્ર નથી બનતાં. વિષ વગર, સિગરેટ, દારુ વગર
રહી નથી શકતાં? હું બેહદ નો બાપ તમને કહું છું - બાળકો, આ એક જન્મ માટે પાવન બનો તો
તમને સ્વર્ગ નાં માલિક બનાવીશ. જૂની દુનિયા નો વિનાશ અને નવી દુનિયા ની સ્થાપના કરવી
- આ બાપ નું જ કામ છે. બાપ આવેલા છે આખી દુનિયા ને દુ:ખ થી લિબ્રેટ કરી
સુખધામ-શાંતિધામ માં લઈ જવાં. હવે બધા ધર્મ વિનાશ થઈ જશે. એક આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ ની ફરી થી સ્થાપના થાય છે. ગ્રંથ માં પણ પરમપિતા પરમાત્મા ને અકાળમૂર્ત કહેવાય
છે. બાપ છે મહાકાળ, કાળો નાં કાળ. તે કાળ તો એક-બે ને લઈ જશે. હું તો સર્વ આત્માઓ
ને લઈ જઈશ એટલે મહાકાળ કહે છે. બાપ આવીને આપ બાળકો ને કેટલાં સમજદાર બનાવે છે! અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ અંતિમ
જન્મ માં વિષ ને ત્યાગી અમૃત પીવાનું અને પીવડાવવાનું છે. પાવન બનવાનું છે. કાંટાઓ
ને ફૂલ બનાવવાની સેવા કરવાની છે.
2. વિષ્ણુ નાં ગળાની
માળા નાં દાણા બનવા માટે બાપ ની યાદ માં રહેવાનું છે, પૂરે-પૂરાં મદદગાર બની બાપ
સમાન દુઃખહર્તા બનવાનું છે.
વરદાન :-
પોતાની અલૌકિક
રુહાની વૃત્તિ દ્વારા સર્વ આત્મા ઉપર પોતાનો પ્રભાવ પાડવા વાળા માસ્ટર જ્ઞાનસૂર્ય
ભવ
જેમ કોઈ આકર્ષણ કરવા
વાળી વસ્તુ આસપાસ વાળા ને પોતાની તરફ આકર્ષિત કરે છે, બધાનું અટેન્શન જાય છે. તેમ
જ્યારે તમારી વૃત્તિ અલૌકિક, રુહાનિયત વાળી હશે તો તમારો પ્રભાવ અનેક આત્મા ઉપર
સ્વતઃ પડશે. અલૌકિક વૃત્તિ અર્થાત્ ન્યારા અને પ્યારાપણા ની સ્થિતિ સ્વત: અનેક
આત્માઓ ને આકર્ષિત કરે છે. એવાં અલૌકિક શક્તિશાળી આત્માઓ માસ્ટર જ્ઞાનસૂર્ય બની
પોતાનો પ્રકાશ ચારેય તરફ ફેલાવે છે.
સ્લોગન :-
સદા સ્વમાન ની
સીટ પર સ્થિત રહો તો સર્વ શક્તિઓ તમારો ઓર્ડર માનતી રહેશે.
આ અવ્યક્ત ઈશારા -
એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો
જ્ઞાની બનવાની
સાથે-સાથે સ્નેહી બનો. સ્વ ની સેવા વિશ્વ સેવા નો આધાર છે. સેવા માં ફક્ત બે શબ્દ
યાદ રાખજો - એક નિમિત્ત છું, બીજું નિર્માણ બનવું જ છે, એનાથી એકતા નું વાતાવરણ બનશે.
એક-બીજા નાં સહયોગી બનશો. તારા મારા ની, માન-શાન ની, ટકરાવ ની ભાવનાઓ સમાપ્ત થઈ જશે.