12-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ ભણતર સોર્સ ઓફ ઇન્કમ ( આવક નું સાધન ) છે , આનાંથી તમે મનુષ્ય થી દેવતા બનો છો , ૨૧ જન્મો માટે સાચ્ચી કમાણી થઈ જાય છે”

પ્રશ્ન :-
બાપ જે મીઠી-મીઠી વાતો સંભળાવે છે તે ધારણ ક્યારે થશે?

ઉત્તર :-
જ્યારે બુદ્ધિ પર પરમત કે મનમત નો પ્રભાવ નહીં હશે. જે બાળકો સાંભળેલી-સંભળાવેલી વાતો પર ચાલે છે, તેમની બુદ્ધિ માં ધારણા થઈ નથી શકતી. જ્ઞાન સિવાય બીજું કાંઈ પણ કોઈ સંભળાવે છે તો તે જાણે દુશ્મન છે. જુઠ્ઠી વાતો સાંભળવા વાળા અનેક છે એટલે હિયર નો ઈવિલ (ખરાબ ન સાંભળો), સી નો ઈવિલ (ખરાબ ન જુઓ), મનુષ્ય થી દેવતા બનવા માટે એક બાપ ની શ્રીમત પર જ ચાલવાનું છે.

ગીત :-
હમારે તીર્થ ન્યારે હૈં…

ઓમ શાંતિ!
આ ગીત માં જાણે પોતાની મહિમા કરે છે. પોતાની મહિમા હકીકત માં કરાતી નથી. આ તો બધી સમજવાની વાતો છે જે ભારતવાસી ખૂબ સમજદાર હતાં, હમણાં બેસમજ બન્યાં છે. હવે પ્રશ્ન ઉઠે છે, સમજદાર કોણ હતાં? આ ક્યાંય પણ લખેલું નથી. તમે છો ગુપ્ત. કેટલી વન્ડરફુલ (અદ્દભુત) વાતો છે. એક તો બાપ કહે છે મારા દ્વારા જ બાળકો મને જાણી શકે છે. પછી મારા દ્વારા બધું જ જાણી જાય છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નો જે ખેલ છે, તેને સમજી જાય છે. બીજું કોઈ પણ નથી જાણતું અને એક મુખ્ય ભૂલ કરી છે જે નિરાકાર પરમપિતા પરમાત્મા શિવ નાં બદલે શ્રીકૃષ્ણ નું નામ લખી દીધું છે. પહેલાં નંબર નું શાસ્ત્ર જેને શ્રીમત્ ભગવત્ ગીતા કહે એ જ ખોટું થઈ ગયું છે એટલે પહેલાં-પહેલાં સિદ્ધ કરવાનું છે કે ભગવાન એક છે. પછી પૂછવાનું છે ગીતા નાં ભગવાન કોણ? ભારત નો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે. જો નવો ધર્મ કહે તો બ્રાહ્મણ ધર્મ જ કહેવાશે. પહેલાં ચોટલી છે બ્રાહ્મણ પછી દેવતાઓ. ઊંચા માં ઊંચો બ્રાહ્મણ ધર્મ છે. જે બ્રાહ્મણ બ્રહ્મા દ્વારા પરમપિતા પરમાત્મા રચે છે, એ જ બ્રાહ્મણ પછી દેવતા બને છે. મુખ્ય વાત છે ભગવાન બધાનાં બાપ છે, નવી દુનિયા નાં રચયિતા. જરુર નવી દુનિયા જ રચશે ને? નવી દુનિયા માં નવું ભારત હોય છે. જન્મ પણ ભારત માં લીધો છે. ભારત ને જ સ્વર્ગ બનાવી રહ્યાં છે બ્રહ્મા દ્વારા. તમને પોતાનાં બનાવીને પછી ભણાવે છે મનુષ્ય થી દેવતા બનાવવાં. પહેલાં તમે શૂદ્ર વર્ણ નાં હતાં પછી આવ્યાં બ્રાહ્મણ વર્ણ માં પછી દૈવી વર્ણ માં. પાછળ વૃદ્ધિ થતી રહે છે. એક ધર્મ થી અનેક ધર્મ થઈ જાય છે. ડાળીઓ પણ બધા ધર્મો ની બની જાય છે, દરેક ધર્મ થી નીકળે છે. ત્રણ ટ્યુબ્સ (શાખાઓ) હોય છે ને? આ છે મુખ્ય. દરેક થી પોત-પોતાની શાખાઓ નીકળે છે. મુખ્ય છે ફાઉન્ડેશન પછી ત્રણ ટ્યુબ્સ છે મુખ્ય. થડ છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું. જે હમણાં બધા રાજયોગ શીખી રહ્યાં છો. દેલવાડા મંદિર ખૂબ સરસ બનાવેલું છે, તેમાં બધી સમજણ છે. બાળકો અહીં બેઠાં છે કલ્પ પહેલાં પણ તમે રાજયોગ ની તપસ્યા કરી હતી. જેમ ક્રાઈસ્ટ ની યાદગાર ક્રિશ્ચન દેશ માં છે. એમ આપ બાળકોએ અહીં તપસ્યા કરી છે ત્યારે તમારું પણ યાદગાર અહીં છે. છે ખૂબ સહજ. પરંતુ કોઈ પણ જાણતા નથી. સંન્યાસી લોકો તો કહી દે છે આ બધી કલ્પના છે, જેવી જે કલ્પના કરે. તમારા માટે પણ કહે છે આ ચિત્ર વગેરે બધા કલ્પના થી બનાવ્યાં છે. જ્યાં સુધી બાપ ને જાણે, કલ્પના જ સમજે છે. નોલેજફુલ તો એક બાપ છે ને? તો મુખ્ય છે બાપ નો પરિચય આપવો. એ બાપ સ્વર્ગ નો વારસો આપે છે, કલ્પ પહેલાં પણ આપ્યો હતો. પછી ૮૪ જન્મ લેવાં પડે. ભારતવાસીઓ નાં જ ૮૪ જન્મ હોય છે. પછી સંગમયુગ પર બાપ આવીને રાજધાની ની સ્થાપના કરે છે. આપ બાળકોએ બાપ દ્વારા સમજ્યું છે. જ્યારે સારી રીતે સમજે, બુદ્ધિ માં બેસે ત્યારે ખુશી પણ રહે.

આ ભણતર ખૂબ (ઊંચું) સોર્સ ઓફ ઇન્કમ છે. ભણતર થી જ મનુષ્ય બેરિસ્ટર વગેરે બને છે. પરંતુ આ ભણતર મનુષ્ય થી દેવતા બનવાનું છે. પ્રાપ્તિ કેટલી ભારે છે. આનાં જેવી પ્રાપ્તિ કોઈ કરાવી ન શકે. ગ્રંથ માં ગવાયેલું છે - મનુષ્ય થી દેવતા કિયે કરત ન લાગી વાર. પરંતુ મનુષ્યો ની બુદ્ધિ ચાલતી નથી. જરુર તે દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો છે, ત્યારે તો લખે છે મનુષ્ય થી દેવતા બન્યાં. દેવતાઓ સતયુગ માં હતાં. એમને જરુર ભગવાને સંગમ પર રચ્યાં હશે. કેવી રીતે રચ્યાં? આ નથી જાણતાં. ગુરુનાનકે પણ પરમાત્મા ની મહિમા ગાઈ છે. તેમનાં જેવી મહિમા કોઈએ ગાઈ નથી એટલે ગ્રંથ ને ભારત માં વાંચે છે. ગુરુનાનક નો કળિયુગ માં અવતાર થાય છે. તે છે ધર્મ સ્થાપક. રાજાઈ તો પાછળ થઈ છે. બાપે તો આ દેવી-દેવતા ધર્મ સ્થાપન કર્યો છે. હકીકત માં નવી દુનિયા બ્રાહ્મણો ની જ કહેવાય છે. ચોટલી ભલે બ્રામણો ની છે પરંતુ રાજધાની દેવી-દેવતાઓ થી શરુ થાય છે. આપ બ્રાહ્મણ રચેલા છો. તમારી રાજધાની નથી. તમે પોતાનાં માટે રાજધાની સ્થાપન કરો છો. ખૂબ વન્ડરફુલ વાતો છે. મનુષ્ય તો કાંઈ નથી જાણતાં. પહેલાં-પહેલાં પોતાને ખબર પડી તો પોતાનાં દ્વારા બીજાઓને ખબર પડે છે. તમે શૂદ્ર થી બ્રાહ્મણ બન્યાં છો. બ્રહ્મા ને પણ હમણાં બાપ દ્વારા ખબર પડે છે. એક ને કહ્યું તો બાળકો ને પણ કહેવાનું હોય છે. એમનાં તન દ્વારા આપ બાળકો ને બેસીને સમજાવે છે. આ છે અનુભવ ની વાતો. શાસ્ત્રો થી તો કોઈ કાંઈ પણ સમજી ન શકે. બાપ કહે છે આખાં કલ્પ માં એક જ વખત હું આવી રીતે જ આવીને સમજાવું છું. બીજા અનેક ધર્મો નો વિનાશ, એક ધર્મ ની સ્થાપના કરાવું છું. આ ૫ હજાર વર્ષ નો ખેલ છે. આપ બાળકો જાણો છો આપણે ૮૪ જન્મ લીધાં છે. વિષ્ણુ ની નાભિ થી બ્રહ્મા દેખાડે છે. બ્રહ્મા અને વિષ્ણુ આ કોનાં બાળકો છે? બંને બાળકો થયાં શિવ નાં. એ છે રચયિતા, તે રચના. આ વાતો ને કોઈ સમજી ન શકે. બિલકુલ નવી વાત છે. બાબા પણ કહે છે આ નવી વાતો છે. કોઈ શાસ્ત્રો માં આ વાતો હોઈ ન શકે. જ્ઞાન નાં સાગર બાપ છે, એ જ ગીતા નાં ભગવાન છે. ભક્તિમાર્ગ માં શિવજયંતી પણ મનાવે છે. સતયુગ-ત્રેતા માં નથી મનાવતાં. તો જરુર સંગમ પર જ આવતા હશે. આ વાતો તમે સમજી જાઓ છો અને સમજાવતા રહો છો. જે સમજાવવા વાળા બાપ ની મહિમા છે, તે બાળકો ની હોવી જોઈએ. તમારે પણ માસ્ટર જ્ઞાન નાં સાગર બનવાનું છે. પ્રેમ નાં સાગર, સુખ નાં સાગર અહીં બનવાનું છે. કોઈને દુઃખ નથી આપવાનું. ખૂબ મીઠાં બનવાનું છે. તમે જે કડવા એકદમ ઝેર જેવા હતાં, તે તમે વાઈસલેસ (નિર્વિકારી) બ્રાહ્મણ બની રહ્યાં છો. ઈશ્વર ની સંતાન બની રહ્યાં છો. વિશશ (વિકારી) થી વાઈસલેસ દેવતા બની રહ્યાં છો. અડધોકલ્પ તમે પતિત બનતાં-બનતાં હમણાં બિલકુલ જડજડીભૂત અવસ્થા થયેલી છે. સડેલા કપડા ને ફટકો લગાવવાથી ફાટીને ચીર-ચીર થઈ જાય છે. અહીં પણ જ્ઞાન નાં ફટકા લગાવો તો પુર્જા-પુર્જા (ચુરે-ચુરા) થઈ જાય છે. કોઈ કપડા એવાં મેલા હોય છે જે સાફ કરવામાં ખૂબ સમય લાગે છે. પછી ત્યાં પણ હલ્કું પદ મળી જાય છે. બાબા ધોબી છે. તમે પણ સાથે મદદગાર છો. ધોબી પણ નંબરવાર હોય છે. અહીં પણ નંબરવાર છે. ધોબી સારા કપડા સાફ ન કરે તો કહશે ને કે આ તો જાણે હજામ છે. આજકાલ કપડા સાફ ધોવડાવતા શીખ્યાં છે. પહેલાં ગામડા માં તો ખૂબ મેલા કપડા ધોવાતા હતાં. આ કળા પણ બહાર વાળા પાસે થી આવી છે. બાહર વાળા થોડી ઈજ્જત આપે છે. પૈસા વગેરે ની મદદ કરે છે. જાણે છે આ ખૂબ ઊંચા સંપ્રદાય વાળા છે. હવે નીચે પડ્યાં છે. પડવા વાળા પર તરસ પડે (દયા આવે) છે ને? બાપ કહે છે તમને કેટલાં ધનવાન બનાવ્યાં હતાં! માયાએ શું હાલત કરી દીધી છે! તમે હમણાં સમજો છો આપણે વિજય માળા નાં હતાં, પછી ૮૪ જન્મ લઈને શું જઈને બન્યાં છીએ. વન્ડર છે ને? તમે સમજાવી શકો છો, તમે ભારતવાસી તો સ્વર્ગવાસી હતાં. ભારત જ સ્વર્ગ હતું પછી નીચે પડતાં-પડતાં નર્કવાસી પણ બનવું પડે. હવે બાપ કહે છે - પવિત્ર બની સ્વર્ગવાસી બનો. મનમનાભવ. શિવ ભગવાનુવાચ મામેકમ્ યાદ કરો. યાદ ની યાત્રા થી તમારા બધા પાપ નષ્ટ થઈ જશે. શાસ્ત્રો માં લખેલું છે - શ્રીકૃષ્ણએ ભગાવ્યા, પટરાણી બનાવવાં. તમે બધા ભણી રહ્યાં છો, પટરાણી બની રહ્યાં છો. પરંતુ આ વાતો ને કોઈ સમજી ન શકે. હવે બાપે આવીને બાળકો ને સમજાવ્યું છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ તમને સમજાવવા આવું છું તો પહેલાં ભગવાન એક છે, આ સિદ્ધ કરી પછી બતાવો ગીતા નાં ભગવાન કોણ છે? રાજયોગ કોણે શીખવાડ્યો છે? ભગવાન જ બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવે છે અને વિનાશ પછી પાલના કરાવે છે. આ જે બ્રાહ્મણ છે એ જ પછી દેવતા બને છે. આ વાતો પણ સમજ માં તેમને આવશે જેમણે કલ્પ પહેલાં સમજ્યું છે. સેકન્ડ બાય સેકન્ડ જે થયું તે આ સમય સુધી સમજશે. ડ્રામા માં તમારે ખૂબ પુરુષાર્થ કરવાનો છે. આ તો બાળકો સમજે છે હમણાં અમારી તે અવસ્થા થઈ નથી. સમય લાગશે. કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી બધા નંબરવન પાસ થઈ જાય પછી તો લડાઈ પણ લાગી જાય. પરસ્પર ખીટપીટ ચાલતી જ રહેશે. તમે જાણો છો જ્યાં-ત્યાં જુઓ લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. બધી તરફ તૈયારીઓ કરી રહ્યાં છે. તમે જે કાંઈ દિવ્ય દૃષ્ટિ થી જોયું છે તે પછી આ આંખો થી જોવાનું છે. વિનાશ નો સાક્ષાત્કાર કર્યો છે પછી તે આંખો થી જોશો. સ્થાપના નો પણ સાક્ષાત્કાર કર્યો છે પછી પ્રેક્ટિકલ માં રાજાઈ પણ જોશો. આપ બાળકો ને તો ખૂબ ખુશી થવી જોઈએ. આ તો જૂનું તન છે. યોગ થી આત્મા પવિત્ર બની જશે, પછી આ જૂનું શરીર પણ છોડવાનું છે. ૮૪ જન્મો નું ચક્ર પૂરું થાય છે પછી જરુર બધાને નવાં શરીર મળશે. આ પણ સમજવાની ખૂબ સહજ વાતો છે. સમજાવી પણ શકો છો, કળિયુગ પછી સતયુગ જરુર આવશે. અનેક ધર્મો નો વિનાશ જરુર થશે. પછી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના અર્થ બાપે આવવું પડે. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો દેવતા બનવા માટે. બીજા કોઈ હોઈ ન શકે. તમે જાણો છો આપણે શિવબાબા નાં બન્યાં છીએ, શિવબાબા આપણને વારસો આપી રહ્યાં છે.

શિવ જયંતી એટલે જ ભારત ને વારસો મળ્યો. શિવબાબા આવ્યાં, શું આવીને કર્યું? ઈસ્લામી, બૌદ્ધિ વગેરેએ તો આવીને પોતાનો ધર્મ સ્થાપન કર્યો. બાપે આવીને શું કર્યું? જરુર સ્વર્ગ ની સ્થાપના કરી. કેવી રીતે સ્થાપના કરી, કેવી રીતે સ્થાપના થાય છે તે તમે હમણાં જાણો છો. પછી સતયુગ માં આ બધું ભૂલી જશો. આ પણ સમજો છો ૨૧ જન્મો નો વારસો હમણાં આપણે લઈએ છીએ. આ ડ્રામા માં નોંધ છે. ભલે ત્યાં સમજશે આ બાપ છે, આ બાળક છે. બાળક ને વારસો મળે છે. પરંતુ આ પ્રારબ્ધ છે હમણાં ની. સાચ્ચી કમાણી કરી ૨૧ જન્મો માટે તમે વારસો હમણાં મેળવી રહ્યાં છો. ૮૪ જન્મ તો લેવાના જ છે. સતોપ્રધાન થી પછી સતો, રજો, તમો માં આવશો. આ સારી રીતે યાદ કરવાથી પછી ખુશી માં પણ રહેશો. સમજાવવા માં ખૂબ મહેનત લાગે છે. જ્યારે સમજી જાય છે તો તેમને ખૂબ ખુશી થાય છે. જે બાળકો સારી રીતે સમજે છે તે પછી અનેક ને સમજાવતા રહે છે. કાંટા ને ફૂલ બનાવતા રહે છે. આ છે બેહદ નું ભણતર. વારસો પણ બેહદ નો મળે છે. પછી આમાં ત્યાગ પણ બેહદ નો છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં આખી દુનિયા નો ત્યાગ કરવાનો છે કારણકે તમે જાણો છો આ જૂની દુનિયા ખતમ થવાની છે. હવે નવી દુનિયા માં જવાનું છે એટલે બેહદ નો સંન્યાસ કરાવે છે, સંન્યાસીઓ નો છે હદ નો સંન્યાસ અને તેમનો છે હઠયોગ. આમાં હઠ ની વાત નથી હોતી. આ તો ભણતર છે. પાઠશાળા માં ભણવાનું છે, મનુષ્ય થી દેવતા બનવા માટે. શિવ ભગવાનુવાચ - શ્રીકૃષ્ણ હોઈ ન શકે. તેમને હેવનલી ગોડફાધર નહીં કહેવાશે. હેવનલી પ્રિન્સ કહેશે તો કેટલી મીઠી-મીઠી વાતો સમજાવવાની અને ધારણ કરવાની છે. દૈવી લક્ષણ પણ જોઈએ. ક્યારેય પણ સાંભળેલી-સંભળાવેલી વાતો પર ન લાગવું જોઈએ. વ્યાસ ની લખેલી વાતો પર લાગતાં-લાગતાં ખોટી ગતિ થઈ ગઈ છે ને? જ્ઞાન સિવાય બીજું કાંઈ સંભળાવે છે તો સમજો આ અમારો દુશ્મન છે. દુર્ગતિ માં લઈ જાય છે. ક્યારેય પણ પરમત પર ન લાગવું જોઈએ. મનમત, પરમત પર ચાલ્યાં તો આ મર્યા. બાપ સમજાવતા રહે છે જૂઠ્ઠી વાતો બોલવા વાળા તો ઘણાં છે. તમારે બાપ દ્વારા જ સાંભળવાનું છે. હિયર નો ઈવિલ, સી નો ઈવિલ… બાપદાદા આવ્યાં જ છે મનુષ્ય થી દેવતા બનાવવા તો તેમની શ્રીમત પર ચાલવું જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અહીં બાપ સમાન સુખ નાં સાગર, પ્રેમ નાં સાગર બનવાનું છે. સર્વગુણ ધારણ કરવાનાં છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું.

2. સાંભળેલી-સંભળાવેલી વાતો પર ક્યારેય વિશ્વાસ નથી કરવાનો, પરમત પર નથી ચાલવાનું. હિયર નો ઈવિલ, સી નો ઈવિલ…

વરદાન :-
હું - પણા નાં બોજ ને સમાપ્ત કરી પ્રત્યક્ષ ફળ નો અનુભવ કરવા વાળા બાળક સો માલિક ભવ

જ્યારે કોઈપણ પ્રકાર નું હું-પણું આવે છે તો બોજ માથા પર આવી જાય છે. પરંતુ જ્યારે બાપ ઓફર કરી રહ્યાં છે કે બધો બોજ મને આપી દો તમે ફક્ત નાચો, ઉડો… પછી આ પ્રશ્ન કેમ-શું કે સેવા કેવી થશે, ભાષણ કેવી રીતે કરીશું - તમે ફક્ત નિમિત્ત સમજીને કનેક્શન પાવર-હાઉસ સાથે જોડીને બેસી જાઓ, દિલશિકસ્ત ન બનો તો બાપદાદા સર્વ સ્વત: કરાવી દેશે. બાળક સો માલિક સમજીને શ્રેષ્ઠ સ્ટેજ પર સ્થિત રહો તો પ્રત્યક્ષ ફળ ની અનુભૂતિ કરતા રહેશો.

સ્લોગન :-
જ્ઞાન-દાન ની સાથે-સાથે ગુણ-દાન કરો તો સફળતા મળતી રહેશે.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

કેવી પણ કઠોર પરિસ્થિતિ હોય પરંતુ ખેલ સમજવાથી કઠોર સમસ્યા પણ હલ્કી બની જાય છે. ઘણાં બાળકો માં હિંમત છે એટલે કોઈ પણ વાત આવે છે તો કહે છે - હા કરીશું, વિચારીશું. હિંમત તો છે પરંતુ ફેથ નથી. ફેથફુલ નાં બોલ એવાં નથી હોતાં. ફેથફુલ નો અર્થ જ છે - મન, વચન, કર્મ દરેક વાત માં નિશ્ચયબુદ્ધિ, એમનાં મુખ માંથી ક્યારેય હિમ્મતહીન બનાવવા વાળા શબ્દ નથી નીકળી શકતાં.