12-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારો આ બ્રાહ્મણ કુળ બિલકુલ નિરાળો છે , આપ બ્રાહ્મણ જ નોલેજફુલ છો , તમે જ્ઞાન , વિજ્ઞાન અને અજ્ઞાન ને જાણો છો”

પ્રશ્ન :-
કયા સહજ પુરુષાર્થ થી આપ બાળકો નું દિલ બધી વાતો થી હટતું જશે?

ઉત્તર :-
ફક્ત રુહાની ધંધા માં લાગી જાઓ, જેટલી-જેટલી રુહાની સર્વિસ કરતા રહેશો એટલું બીજી બધી વાતો થી સ્વતઃ દિલ હટતું જશે. રાજાઈ લેવાનાં પુરુષાર્થ માં લાગી જશો. પરંતુ રુહાની સર્વિસ ની સાથે-સાથે જ રચના રચી છે, એની પણ સંભાળ કરવાની છે.

ગીત :-
જો પિયા કે સાથ હૈ…

ઓમ શાંતિ!
પિયા કહેવાય છે બાપ ને. હવે બાપ ની આગળ તો બાળકો બેઠાં છે. બાળકો જાણે છે આપણે કોઈ સાધુ-સંન્યાસી વગેરે ની આગળ નથી બેઠાં. એ બાપ જ્ઞાન નાં સાગર છે, જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. કહેવાય છે જ્ઞાન, વિજ્ઞાન અને અજ્ઞાન. વિજ્ઞાન અર્થાત્ દેહી-અભિમાની બનવું, યાદ ની યાત્રા માં રહેવું અને જ્ઞાન અર્થાત્ સૃષ્ટિ ચક્ર ને જાણવું. જ્ઞાન, વિજ્ઞાન અને અજ્ઞાન - આનો અર્થ મનુષ્ય બિલકુલ નથી જાણતાં. હમણાં તમે છો સંગમયુગી બ્રાહ્મણ. તમારો આ બ્રાહ્મણ કુળ નિરાળો છે, આને કોઈ નથી જાણતાં. શાસ્ત્રો માં આ વાતો નથી કે બ્રાહ્મણ સંગમ પર હોય છે. આ પણ જાણે છે પ્રજાપિતા બ્રહ્મા થઈને ગયાં છે, એમને આદિ દેવ કહે છે. આદિ દેવી જગત અંબા, તે કોણ છે? આ પણ દુનિયા નથી જાણતી. જરુર બ્રહ્મા ની મુખ વંશાવલી જ હશે. તે કોઈ બ્રહ્મા ની સ્ત્રી નથી. અડોપ્ટ (દત્તક) કરે છે ને? આપ બાળકો ને પણ અડોપ્ટ કરે છે. બ્રાહ્મણો ને દેવતા નહીં કહેવાશે. અહીં બ્રહ્મા નું મંદિર છે, તે પણ મનુષ્ય છે ને? બ્રહ્મા ની સાથે સરસ્વતી પણ છે. પછી દેવીઓ નાં પણ મંદિર છે. બધા અહીં નાં જ મનુષ્ય છે ને? મંદિર એક નું બનાવી દીધું છે. પ્રજાપિતા ની તો અસંખ્ય પ્રજા હશે ને? હમણાં બની રહી છે. પ્રજાપિતા બ્રહ્મા નાં કુળ ની વૃદ્ધિ થઈ રહી છે. છે એડોપ્ટ ધર્મ નાં બાળકો. હમણાં તમને બેહદ નાં બાપે ધર્મ નાં બાળક બનાવ્યાં છે. બ્રહ્મા પણ બેહદ નાં બાપ નાં બાળક થયા, આમને પણ વારસો એમની પાસે થી મળે છે. તમને પૌત્રા-પૌત્રીઓ ને પણ વારસો એમની પાસે થી મળે છે. જ્ઞાન તો કોઈની પાસે નથી કારણકે જ્ઞાન નાં સાગર એક છે, એ બાપ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈની સદ્દગતિ થતી નથી. હમણાં તમે ભક્તિ થી જ્ઞાન માં આવ્યાં છો, સદ્દગતિ માટે. સતયુગ ને કહેવાય છે સદ્દગતિ. કળિયુગ ને દુર્ગતિ કહેવાય છે, કારણકે રાવણ નું રાજ્ય છે. સદ્દગતિ ને રામરાજ્ય પણ કહે છે. સૂર્યવંશી પણ કહે છે. યથાર્થ નામ સૂર્યવંશી, ચંદ્રવંશી છે. બાળકો જાણે છે આપણે જ સૂર્યવંશી કુળ નાં હતાં પછી ૮૪ જન્મ લીધાં, આ નોલેજ કોઈ શાસ્ત્રો માં હોઈ ન શકે કારણ કે શાસ્ત્ર છે જ ભક્તિ માર્ગ માટે. તે તો બધું વિનાશ થઈ જશે. અહીં થી જે સંસ્કાર લઈ જશે ત્યાં તે બધું બનાવવા લાગી જશે. તમારા માં પણ સંસ્કાર ભરાય છે રાજાઈ નાં. તમે રાજાઈ કરશો તે (વૈજ્ઞાનિક) પછી તે રાજાઈ માં આવીને, જે કળા શીખેલા છે તે જ કરશે. જશે જરુર સૂર્યવંશી, ચંદ્રવંશી રાજાઈ માં. તેમનાં માં છે ફક્ત સાયન્સ ની નોલેજ. તે તેનાં સંસ્કાર લઈ જશે. તે પણ સંસ્કાર છે. તેઓ પણ પુરુષાર્થ કરે છે, તેમની પાસે તે ઇલમ (વિદ્યા) છે. તમારી પાસે બીજી કોઈ વિદ્યા નથી. તમે બાપ પાસે થી રાજાઈ લેશો. ધંધા વગેરે માં તો તે સંસ્કાર રહે છે ને? કેટલી ખીટપીટ રહે છે. પરંતુ જ્યાં સુધી વાનપ્રસ્થ અવસ્થા નથી થઈ તો ઘરબાર ની સંભાળ પણ કરવાની છે. નહીં તો બાળકો ની કોણ સંભાળ કરશે? અહીં તો નહીં આવીને બેસશે? એવું કહેવાય છે જ્યારે આ ધંધા માં પૂરી રીતે લાગી જશે પછી તે છૂટી શકે છે. સાથે રચના ને પણ જરુર સંભાળવી પડે છે. હાં કોઈ સારી રીતે રુહાની સર્વિસ માં લાગી જાય છે પછી એમનાં થી જાણે કે દિલ ઉઠી જશે. સમજશે જેટલો સમય આ રુહાની સર્વિસ માં આપીએ, એટલું સારું છે. બાપ આવ્યાં છે પતિત થી પાવન બનાવવા નો રસ્તો બતાવવા, તો બાળકોએ પણ આ જ સર્વિસ કરવાની છે. દરેક નો હિસાબ જોવાય છે. બેહદ નાં બાપ તો ફક્ત પતિત થી પાવન બનવાની મત આપે છે, એ પાવન બનવાનો જ રસ્તો બતાવે છે. બાકી આ દેખ-રેખ કરવી, સલાહ આપવી આમનો ધંધો થઈ જાય છે. શિવબાબા કહે છે મને કોઈ ધંધા વગેરે ની વાત નથી પૂછવાની. મને તો તમે બોલાવ્યો છે કે આવીને પતિત થી પાવન બનાવો, તો હું આમનાં દ્વારા તમને બનાવી રહ્યો છું. આ પણ બાપ છે, આમની મત પર ચાલવું પડે. એમની રુહાની મત, આમની શારીરિક. આમનાં ઉપર પણ કેટલી રિસ્પોન્સિબીલિટી (જવાબદારી) રહે છે. આ પણ કહેતાં રહે છે કે બાપ નું ફરમાન છે મામેકમ્ યાદ કરો. બાપ ની મત પર ચાલો. બાકી બાળકો ને કાંઈ પણ પૂછવું પડે છે, નોકરી માં કેવી રીતે ચાલીએ, આ વાતો ને આ સાકાર બાબા સારી રીતે સમજાવી શકે છે, અનુભવી છે, આ બતાવતા રહેશે. આમ-આમ હું કરું છું, આમને જોઈ શીખવાનું છે, આ શીખવાડતા રહેશે કારણકે આ છે સૌથી આગળ. બધા તોફાન પહેલાં આમની પાસે આવે છે એટલે સૌથી રુશ્તમ આ છે, ત્યારે તો ઊંચું પદ પણ મેળવે છે. માયા રુશ્તમ થઈને લડે છે. આમણે ફટ થી બધું જ છોડી દીધું, આમનો પાર્ટ હતો. બાબા એ આમની પાસે આ કરાવી દીધું. કરનકરાવનહાર તો એ છે ને? ખુશી થી છોડી દીધું, સાક્ષાત્કાર થઈ ગયો. હવે હું વિશ્વ નો માલિક બનું છું. આ પાઈ પૈસા ની ચીજ હું શું કરીશ? વિનાશ નો સાક્ષાત્કાર પણ કરાવી દીધો. સમજી ગયાં, આ જૂની દુનિયા નો વિનાશ થવાનો છે. મને ફરી થી રાજાઈ મળે છે તો ફટ થી તે છોડી દીધું. હવે તો બાપ ની મત પર ચાલવાનું છે. બાપ કહે છે મને યાદ કરો. ડ્રામા અનુસાર ભઠ્ઠી બનવાની હતી. મનુષ્ય થોડી જ સમજે છે કે આટલાં બધા કેમ ભાગ્યાં? આ કોઈ સાધુ-સંત તો નથી. આ તો સાધારણ છે, આમણે કોઈને ભગાવ્યાં પણ નથી. મનુષ્ય માત્ર ની મહિમા કોઈ નથી. મહિમા છે તો એક બાપ ની. બસ. બાપ જ આવીને બધાને સુખ આપે છે. તમારી સાથે વાત કરે છે. તમે અહીં કોની પાસે આવ્યાં છો? તમારી બુદ્ધિ ત્યાં પણ જશે, અહીં પણ કારણકે જાણો છો શિવબાબા રહેવા વાળા ત્યાનાં છે. હમણાં આમના માં આવ્યાં છે. બાપ પાસે થી આપણને સ્વર્ગ નો વારસો મળવાનો છે. કળિયુગ પછી જરુર સ્વર્ગ આવશે. શ્રીકૃષ્ણ પણ બાપ પાસે થી વારસો લઈને જઈ રાજાઈ કરે છે, આમાં ચરિત્ર ની વાત જ નથી. જેમ રાજા ની પાસે પ્રિન્સ (રાજકુમાર) નો જન્મ થાય છે, સ્કૂલ માં ભણીને પછી મોટો થઈને ગાદી લેશે. આમાં મહિમા તથા ચરિત્ર ની વાત નથી. ઊંચા માં ઊંચા એક બાપ જ છે. મહિમા પણ એમની થાય છે! આ પણ એમનો પરિચય આપે છે. જો એ (બ્રહ્મા) કહે કે હું કહું છું તો મનુષ્ય સમજશે આ પોતાનાં માટે કહે છે. આ વાતો આપ બાળકો સમજો છો, ભગવાન ને ક્યારેય પણ મનુષ્ય ન કહી શકાય. એ તો એક જ નિરાકાર છે. પરમધામ માં રહે છે. તમારી બુદ્ધિ ઊપર પણ જાય છે પછી નીચે પણ આવે છે.

બાબા દૂરદેશ થી પારકા દેશ માં આવીને આપણને ભણાવી પછી ચાલ્યાં જાય છે. સ્વયં કહે છે-હું આવું છું સેકન્ડ માં. વાર નથી લાગતી. આત્મા પણ સેકન્ડ માં એક શરીર છોડી બીજા માં જાય છે. કોઈ જોઈ ન શકે. આત્મા ખૂબ તીવ્ર છે. ગવાયેલું પણ છે સેકન્ડ માં જીવનમુક્તિ. રાવણ રાજ્ય ને જીવનબંધ રાજ્ય કહેવાશે. બાળક જન્મ્યું અને બાપ નો વારસો મળ્યો. તમે પણ બાપને ઓળખ્યાં અને સ્વર્ગ નાં માલિક બન્યાં પછી તેમાં નંબરવાર પદ છે - પુરુષાર્થ અનુસાર. બાપ ખૂબ સારી રીતે સમજાવતા રહે છે, બે બાપ છે - એક લૌકિક અને એક પારલૌકિક. ગાય પણ છે દુઃખ માં સિમરણ સૌ કરે, સુખ માં કરે ન કોઈ. તમે જાણો છો આપણને ભારતવાસીઓ ને જ્યારે સુખ હતું તો સિમરણ નહોતાં કરતાં. પછી આપણે ૮૪ જન્મ લીધાં. આત્મા માં ખાદ પડે છે તો ડિગ્રી ઓછી થતી જાય છે. સોળે કળા સંપૂર્ણ પછી ૨ કળા ઓછી થઈ જાય છે. ઓછા પાસ થવાનાં કારણે રામ ને બાણ દેખાડ્યું છે. બાકી કોઈ ધનુષ્ય નથી તોડ્યું. આ એક નિશાની આપી દીધી છે. આ બધી છે ભક્તિમાર્ગ ની વાતો. ભક્તિ માં મનુષ્ય કેટલાં ભટકે છે? હવે તમને જ્ઞાન મળ્યું છે, તો ભટકવાનું બંધ થઈ જાય છે.

“હે શિવબાબા” કહેવું, આ પોકાર નો શબ્દ છે. તમારે હે શબ્દ નથી કહેવાનો. બાપ ને યાદ કરવાના છે. બુમો પાડી તો ભક્તિ નો અંશ આવી ગયો. હે ભગવાન કહેવું પણ ભક્તિ ની આદત છે. બાબાએ થોડી કહ્યું છે - હે ભગવાન કહીને યાદ કરો. અંતર્મુખ થઈ મને યાદ કરો. સિમરણ પણ નથી કરવાનું. સિમરણ પણ ભક્તિ માર્ગ નો શબ્દ છે. તમને બાપ નો પરિચય મળ્યો, હવે બાપ ની શ્રીમત પર ચાલો. એવાં બાપ ને યાદ કરો જેમ લૌકિક બાળકો દેહધારી બાપ ને યાદ કરે છે. સ્વયં પણ દેહ-અભિમાન માં છે તો યાદ પણ દેહધારી બાપ ને કરે છે. પારલૌકિક બાપ તો છે જ દેહી-અભિમાની. આમના માં આવે છે તો પણ દેહ-અભિમાની નથી બનતાં. કહે છે મેં આ લોન લીધી છે, તમને જ્ઞાન આપવા માટે હું આ લોન લઉં છું. જ્ઞાન સાગર છું પરંતુ જ્ઞાન કેવી રીતે આપું? ગર્ભ માં તમે જાઓ છો, હું થોડી ગર્ભ માં જાઉં છું? મારી ગતિ મત જ ન્યારી છે. બાપ આમના માં આવે છે. આ પણ કોઈ નથી જાણતાં. કહે પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના. પરંતુ કેવી રીતે બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે? શું પ્રેરણા આપશે? બાપ કહે છે હું સાધારણ તન માં આવું છું. તેમનું નામ બ્રહ્મા રાખું છું કારણ કે સંન્યાસ કરે છે ને?

આપ બાળકો જાણો છો હમણાં બ્રાહ્મણો ની માળા નથી બની શકતી કારણકે તૂટતાં રહે છે. જ્યારે બ્રાહ્મણ ફાઈનલ (સંપૂર્ણ) બની જાય છે ત્યારે રુદ્ર માળા બને છે, પછી વિષ્ણુ ની માળા માં જાય છે. માળા માં આવવા માટે યાદ ની યાત્રા જોઈએ. હમણાં તમારી બુદ્ધિ માં છે કે આપણે તો પહેલાં-પહેલાં સતોપ્રધાન હતાં પછી સતો, રજો, તમો માં આવીએ છીએ. હમ સો નો પણ અર્થ છે ને? ઓમ્ નો અર્થ અલગ છે, ઓમ્ એટલે આત્મા. પછી તે આત્મા કહે છે હમ સો દેવતા ક્ષત્રિય… તે લોકો પછી કહી દે છે અમે આત્મા સો પરમાત્મા. તમારો ઓમ અને હમ સો નો અર્થ બિલકુલ અલગ છે. આપણે આત્મા છીએ પછી આત્મા વર્ણો માં આવે છે, આપણે આત્મા સો પહેલાં દેવતા, ક્ષત્રિય બનીએ છીએ. એવું નથી કે આત્મા સો પરમાત્મા, જ્ઞાન પૂરું ન હોવાનાં કારણે અર્થ જ મુંઝાવી દીધો છે. અહમ્ બ્રહ્મસ્મિ કહે છે, આ પણ ખોટું છે. બાપ કહે છે હું રચના નો માલિક તો બનતો નથી. આ રચના નાં માલિક તમે છો. વિશ્વ નાં પણ માલિક તમે બનો છો. બ્રહ્મ તો તત્વ છે. તમે આત્મા સો આ રચના નાં માલિક બનો છો. હમણાં બાપ બધા વેદો શાસ્ત્રો નો યથાર્થ અર્થ સંભળાવે છે. હમણાં તો ભણતાં રહેવાનું છે. બાપ તમને નવી-નવી વાતો સમજાવતા રહે છે. ભક્તિ શું કહે છે? જ્ઞાન શું કહે છે? ભક્તિમાર્ગ માં મંદિર બનાવ્યાં, જપ, તપ કર્યા, પૈસા બરબાદ કર્યા. તમારાં મંદિરો ને અનેકે લૂંટ્યા છે. આ પણ ડ્રામા માં પાર્ટ છે પછી જરુર એમની પાસે થી જ પાછું મળવાનું છે. હમણાં જુઓ કેટલું આપી રહ્યાં છે? દિવસે-દિવસે વધારતા રહે છે. આ પણ લેતાં રહે છે. તેમણે જેટલું લીધું છે એટલો જ પૂરો હિસાબ આપશે. તમારા પૈસા જે ખાધાં છે, તે હપ ન કરી શકે. ભારત તો અવિનાશી ખંડ છે ને? બાપ ની બર્થ પ્લેસ (જન્મભૂમિ) છે. અહીં જ બાપ આવે છે. બાપ નાં ખંડ માંથી જ લઈ જાય છે તો પાછું આપવું પડે. સમય પર જુઓ કેવી રીતે મળે છે! આ વાતો તમે જાણો છો. એમને થોડી ખબર છે - વિનાશ કયા સમયે આવશે? ગવર્મેન્ટ (સરકાર) પણ આ વાતો માનશે નહીં. ડ્રામા માં નોંધ છે, કર્જો ઉઠાવતા જ રહે છે. રિટર્ન (વળતર) થઈ રહ્યું છે. તમે જાણો છો આપણી રાજધાની માંથી બહુ જ પૈસા લઈ ગયા છે, તે પાછા આપી રહ્યાં છે. તમને કોઈ વાત ની ફિકર નથી. ફિકર રહે છે ફક્ત બાપ ને યાદ કરવાની. યાદ થી જ પાપ ભસ્મ થશે. નોલેજ ખૂબ સહજ છે. હવે જે જેટલો પુરુષાર્થ કરે. શ્રીમત તો મળતી રહે છે. અવિનાશી સર્જન પાસે થી દરેક વાત માં મત લેવી પડે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેટલો સમય મળે એટલો સમય આ રુહાની ધંધો કરવાનો છે. રુહાની ધંધા નાં સંસ્કાર ભરવાના છે. પતિતો ને પાવન બનાવવાની સર્વિસ કરવાની છે.

2. અંતર્મુખી બની બાપ ને યાદ કરવાના છે. મુખ થી હે શબ્દ નથી કાઢવાનો. જેમ બાપ ને અહંકાર નથી, એમ નિરહંકારી બનવાનું છે.

વરદાન :-
મન્સા સંકલ્પ તથા વૃત્તિ દ્વારા શ્રેષ્ઠ વાયબ્રેશન ની સુગંધ ફેલાવવા વાળા શિવ શક્તિ કમ્બાઇન્ડ ભવ

જેવી રીતે આજકાલ સ્થૂળ સુગંધ નાં સાધનો થી ગુલાબ, ચંદન અથવા ભિન્ન-ભિન્ન પ્રકાર ની સુગંધ ફેલાવે છે એવી રીતે તમે શિવ-શક્તિ કમ્બાઇન્ડ બની મન્સા સંકલ્પ તથા વૃત્તિ દ્વારા સુખ-શાંતિ, પ્રેમ, આનંદ ની સુગંધ ફેલાવો. રોજ અમૃતવેલા ભિન્ન-ભિન્ન શ્રેષ્ઠ વાયબ્રેશન નાં ફુવારા ની જેમ આત્માઓ ની ઉપર ગુલાબવાશી નાખો. ફક્ત સંકલ્પ ની ઓટોમેટીક સ્વીચ ઓન કરો તો વિશ્વ માં જે અશુદ્ધ વૃત્તિઓ ની ગંધ છે તે સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
સુખદાતા દ્વારા સુખ નો ભંડાર પ્રાપ્ત થવો - આ જ એમનાં પ્રેમ ની નિશાની છે.

અવ્યક્ત ઇશારા - “ કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

જેટલી શક્તિઓ ની શક્તિ છે એટલી જ પાંડવો ની પણ વિશાળ શક્તિ છે એટલે ચતુર્ભુજ રુપ દેખાડ્યું છે. શક્તિઓ અને પાંડવ આ બંને ને કમ્બાઇન્ડ રુપ થી જ વિશ્વ સેવા નાં કાર્ય માં સફળતા પ્રાપ્ત થાય છે. એટલે સદા એકબીજા નાં સહયોગી બનીને રહો. જવાબદારી નો તાજ સદા પડ્યો (પહેરેલો) રહે.