12-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ધંધો વગેરે કરતા પણ સદા પોતાની ગોડલી સ્ટુડન્ટ લાઈફ ( ઈશ્વરીય વિદ્યાર્થી જીવન ) અને સ્ટડી ( ભણતર ) યાદ રાખો , સ્વયં ભગવાન આપણને ભણાવે છે આ નશા માં રહો”

પ્રશ્ન :-
જે બાળકો ને જ્ઞાન-અમૃત હજમ કરતા (પચાવતા) આવડે છે, એમની નિશાની શું હશે?

ઉત્તર :-
એમને સદા રુહાની નશો ચઢેલો રહેશે અને એ નશા નાં આધાર પર બધા નું કલ્યાણ કરતા રહેશે. કલ્યાણ કરવા સિવાય બીજી કોઈ વાત કરવી પણ એમને ગમશે નહીં. કાંટાઓ ને ફૂલ બનાવવાની જ સેવા માં બીઝી (વ્યસ્ત) રહેશે.

ઓમ શાંતિ!
હમણાં આપ બાળકો અહીં બેઠાં છો અને આ પણ જાણો છો કે હવે આપણે પાર્ટધારી છીએ. ૮૪ જન્મો નું ચક્ર પૂરું કર્યુ છે. આ આપ બાળકો ની સ્મૃતિ માં આવવું જોઈએ. જાણો છો કે બાબા આવેલા છે આપણને ફરી થી રાજ્ય પ્રાપ્ત કરાવવા તથા તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવવાં. આ વાતો બાપ સિવાય બીજું કોઈ નહીં સમજાવશે. તમે જ્યારે અહીં બેસો છો તો તમે જાણે સ્કૂલ માં બેઠાં છો. બહાર છો તો સ્કૂલ માં નથી. જાણો છો આ ઊંચા માં ઊંચી રુહાની સ્કૂલ છે. રુહાની બાપ ભણાવે છે. ભણતર તો બાળકોને યાદ આવવું જોઈએ ને? આ પણ બાળક થયાં. આમને અથવા બધાને શિખવાડવા વાળા એ બાપ છે. સર્વ મનુષ્ય-માત્ર નાં આત્માઓનાં બાપ એ છે. એ આવીને શરીર ની લોન (ઉધાર) લઈને તમને સમજાવી રહ્યાં છે. રોજ સમજાવે છે, અહીં જ્યારે બેસો છો તો બુદ્ધિ માં સ્મૃતિ રહેવી જોઈએ કે આપણે ૮૪ જન્મ લીધાં. આપણે વિશ્વ નાં માલિક હતાં, દેવી-દેવતા હતાં પછી પુનર્જન્મ લેતાં-લેતાં આવીને પટ પર પડ્યાં છીએ. ભારત કેટલું સોલવેન્ટ (સધ્ધર) હતું. બધી સ્મૃતિ આવી છે. ભારત ની જ કહાણી છે, સાથે-સાથે પોતાની પણ. પોતાને પછી ભૂલી ન જાઓ. આપણે સ્વર્ગ માં રાજ્ય કરતા હતાં પછી આપણે ૮૪ જન્મ લેવા પડ્યાં. આ આખો દિવસ સ્મૃતિ માં લાવવું પડે. ધંધો વગેરે કરતા ભણતર તો યાદ આવવું જોઈએ ને? કેવી રીતે આપણે વિશ્વ નાં માલિક હતાં પછી આપણે નીચે ઉતરતા આવ્યાં, ખૂબ સહજ છે પરંતુ આ યાદ પણ કોઈને રહેતું નથી. આત્મા પવિત્ર ન હોવાનાં કારણે યાદ ખસી જાય છે. આપણને ભગવાન ભણાવે છે આ યાદ ખસી જાય છે. આપણે બાબા નાં સ્ટુડન્ટ છીએ. બાબા કહેતાં રહે છે - યાદ ની યાત્રા પર રહો. બાપ આપણને ભણાવી ને આ બનાવી રહ્યાં છે. આખો દિવસ આ સ્મૃતિ આવતી રહે. બાપ જ સ્મૃતિ અપાવે છે, આ જ ભારત હતું ને? આપણે જ દેવી-દેવતા હતાં, જે હવે અસુર બન્યાં છીએ. પહેલાં તમારી પણ બુદ્ધિ આસુરી હતી. હમણાં બાપે ઈશ્વરીય-બુદ્ધિ આપી છે. પરંતુ છતાં પણ કોઈ-કોઈ ની બુદ્ધિ માં બેસતું નથી. ભૂલી જાય છે. બાપ કેટલો નશો ચઢાવે છે. તમે ફરી થી દેવતા બનો છો તો તે નશો રહેવો જોઈએ ને? આપણે આપણું રાજ્ય લઈ રહ્યાં છીએ. આપણે આપણું રાજ્ય કરીશું, કોઈને તો બિલકુલ નશો ચઢતો નથી. જ્ઞાન-અમૃત હજમ જ નથી થતું. જેમને નશો ચઢેલો હશે, એમને કોઈનું કલ્યાણ કરવા સિવાય બીજી કોઈ વાત કરવી પણ ગમશે નહીં. ફૂલ બનાવવાની સર્વિસ (સેવા) માં જ લાગેલા રહેશે. આપણે પહેલાં ફૂલ હતાં પછી માયાએ કાંટા બનાવી દીધાં. હવે ફરી ફૂલ બનીએ છીએ. એવી-એવી વાતો પોતાની સાથે કરવી જોઈએ. આ નશા માં રહી તમે કોઈને પણ સમજાવશો તો ઝટ કોઈને તીર લાગશે. ભારત ગાર્ડન ઓફ અલ્લાહ (ફૂલો નો બગીચો) હતું. હવે પતિત બની ગયું છે. આપણે જ આખા વિશ્વ નાં માલિક હતાં, કેટલી મોટી વાત છે! હમણાં ફરી આપણે શું બની ગયા છીએ! કેટલાં નીચે ઉતરી ગયાં! આપણું ઉતરવાનું અને ચઢવાનું આ નાટક છે. આ કહાણી બાપ સંભળાવે છે. તે છે જુઠ્ઠી, આ છે સાચ્ચી. તેઓ સત્ય નારાયણ ની કથા સંભળાવે છે, સમજે થોડી છે કે અમે કેવી રીતે ચઢ્યા પછી કેવી રીતે ઉતર્યા છીએ? આ બાપે સાચ્ચી સત્ય નારાયણ ની કથા સંભળાવી છે. રાજાઈ કેવી રીતે ગુમાવી, આ બધું છે આપણા ઉપર. આત્મા ને હમણાં ખબર પડી છે કે આપણે કેવી રીતે હવે બાપ પાસે થી રાજાઈ લઈ રહ્યાં છીએ. બાપ અહીં પૂછે છે તો કહે છે - હા, નશો છે પછી બહાર જવાથી કાંઈ પણ નશો નથી રહેતો. બાળકો પોતે સમજે છે ભલે હાથ તો ઉઠાવીએ છીએ પરંતુ ચલન એવી છે જે નશો રહી ન શકે. ફીલિંગ તો આવે છે ને?

બાપ બાળકો ને સ્મૃતિ અપાવે છે - બાળકો, તમને મેં રાજાઈ આપી હતી પછી તમે ગુમાવી દીધી. તમે નીચે ઉતરતા આવ્યાં છો કારણકે આ નાટક છે ચઢવાનું અને ઉતરવાનું. આજે રાજા છે, કાલે તેને ઉતારી દે છે. સમાચાર પત્ર માં ખૂબ એવી-એવી વાતો આવે છે, જેનો રેસ્પોન્ડ (પ્રતિઉત્તર) અપાય તો કાંઈક સમજે. આ નાટક છે, આ યાદ રહે તો પણ સદૈવ ખુશી રહે. બુદ્ધિ માં છે ને? આજ થી ૫ હજાર વર્ષ પહેલાં શિવબાબા આવ્યાં હતાં, આવીને રાજયોગ શીખવાડ્યો હતો. લડાઈ લાગી હતી. હમણાં આ બધી સત્ય વાતો બાપ સંભળાવે છે. આ છે પુરુષોત્તમ યુગ. કળિયુગ પછી આ પુરુષોત્તમ યુગ આવે છે. કળિયુગ ને પુરુષોત્તમ યુગ નહીં કહેવાશે. સતયુગ ને પણ નહીં કહેવાશે. આસુરી સંપ્રદાય અને દૈવી સંપ્રદાય કહેવાય છે, એની વચ્ચે નો છે આ સંગમયુગ, જ્યારે જૂની દુનિયાથી નવી દુનિયા બને છે. નવી થી જૂની બનવામાં આખું ચક્ર લાગી જાય છે. હમણાં છે સંગમયુગ. સતયુગ માં દેવી-દેવતાઓનું રાજ્ય હતું. હમણાં તે નથી. બાકી અનેક ધર્મ આવી ગયા છે. આ તમારી બુદ્ધિ માં રહે છે. ઘણાં છે જે ૬-૮ મહિના, ૧૨ મહિના ભણીને પછી પડી જાય છે. ફેલ (નપાસ) થઈ જાય છે. ભલે પવિત્ર બને છે પરંતુ અભ્યાસ નથી કરતા તો ફસાઈ જાય છે. ફક્ત પવિત્રતા પણ કામ નથી આવતી. એવાં ઘણાં સંન્યાસી પણ છે, તે સંન્યાસ ધર્મ છોડી જઈ ગૃહસ્થી બની જાય છે, લગ્ન વગેરે કરી લે છે. તો હવે બાપ બાળકો ને સમજાવે છે - તમે સ્કૂલ માં બેઠાં છો. આ સ્મૃતિ માં છે આપણે આપણી રાજાઈ કેવી રીતે ગુમાવી, કેટલાં જન્મ લીધાં. હવે ફરી બાપ કહે છે વિશ્વ નાં માલિક બનો. પાવન જરુર બનવાનું છે. જેટલું વધારે યાદ કરશો એટલાં પવિત્ર બનતા જશો કારણકે સોના માં ખાદ પડી છે, તે નીકળે કેવી રીતે? આપ બાળકો ની બુદ્ધિ માં છે આપણે આત્માઓ સતોપ્રધાન હતાં, ૨૪ કેરેટ હતાં પછી પડતાં-પડતાં (નીચે ઉતરતાં-ઉતરતાં) આવી હાલત થઈ ગઈ છે. આપણે શું બની ગયાં? બાપ તો એવું નથી કહેતાં કે હું શું હતો. તમે મનુષ્ય જ કહો છો અમે દેવતા હતાં. ભારત ની મહિમા તો છે ને? ભારત માં કોણ આવે છે? શું જ્ઞાન આપે છે? આ કોઈ નથી જાણતાં. આ તો ખબર હોવી જોઈએ ને કે લિબરેટર (મુક્તિદાતા) ક્યારે આવે છે? ભારત પ્રાચીન ગવાયેલ છે તો જરુર ભારત માં જ રિઈનકારનેશન (પુનર્જન્મ) થતું હશે અથવા જયંતિ પણ ભારત માં જ મનાવે છે. જરુર ફાધર (પિતા) અહીં આવે છે. કહે પણ છે ભાગીરથ. તો મનુષ્ય શરીર માં આવ્યાં હશે ને? પછી ઘોડાગાડી પણ દેખાડી છે. કેટલો ફરક છે! શ્રીકૃષ્ણ અને રથ દેખાડે છે. મારી કોઈને ખબર જ નથી. હમણાં તમે સમજો છો બાબા આ રથ પર આવે છે, આને જ ભાગ્યશાળી રથ કહેવાય છે. બ્રહ્મા સો વિષ્ણુ, ચિત્ર માં કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. ત્રિમૂર્તિ ની ઉપર શિવ, આ શિવ નો પરિચય કોણે આપ્યો? બાબાએ જ બનાવડાવ્યું ને? હમણાં તમે સમજો છો બાબા આ બ્રહ્મા રથ માં આવ્યાં છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. આ પણ બાળકો ને સમજાવ્યું છે, ક્યાં ૮૪ જન્મ ની પછી વિષ્ણુ સો બ્રહ્મા બને છે, ક્યાં બ્રહ્મા સો વિષ્ણુ એક સેકન્ડ માં. વન્ડરફુલ વાતો છે ને બુદ્ધિ માં ધારણ કરવાની! પહેલાં-પહેલાં સમજાવવાનો હોય છે બાપ નો પરિચય. ભારત સ્વર્ગ હતું જરુર. હેવનલી ગોડ ફાધરે (પરમપિતા પરમાત્મા) સ્વર્ગ બનાવ્યું હશે. આ ચિત્ર તો ખૂબ સરસ (ફર્સ્ટ ક્લાસ) છે, સમજાવવા નો શોખ રહે છે ને? બાપ ને પણ શોખ છે. તમે સેવાકેન્દ્ર પર પણ આમ સમજાવતા રહો છો. અહીં તો ડાયરેક્ટ બાપ છે. બાપ આત્માઓ ને સમજાવે છે. આત્માઓનાં સમજાવવામાં અને બાપ નાં સમજાવવામાં ફરક તો જરુર રહે છે એટલે અહીં સન્મુખ આવે છે સાંભળવા માટે. બાપ જ ઘડી-ઘડી બાળકો-બાળકો કહે છે. ભાઈ-ભાઈ ની એટલી અસર નથી રહેતી જેટલી બાપ ની રહે છે. અહીં તમે બાપ ની સન્મુખ બેઠાં છો. આત્માઓ અને પરમાત્મા મળે છે તો એને મેળો કહેવાય છે. બાપ સન્મુખ બેસીને સમજાવે છે તો ખૂબ નશો ચઢે છે. સમજે છે બેહદ નાં બાપ કહે છે, અમે તેમનું નહીં માનીશું! બાપ કહે છે મેં તમને સ્વર્ગ માં મોકલ્યા હતાં પછી તમે ૮૪ જન્મ લેતાં-લેતાં પતિત બન્યાં છો. પછી તમે પાવન નહીં બનશો! આત્માઓ ને કહે છે. કોઈ સમજે છે, બાબા સાચ્ચું કહે છે, કોઈ તો ઝટ કહે છે બાબા અમે પવિત્ર કેમ નહીં બનીશું?

બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. તમે સાચ્ચું સોનું બની જશો. હું બધાનો પતિત-પાવન બાપ છું તો બાપ નાં સમજાવવામાં અને આત્માઓનાં (બાળકોનાં) સમજાવવામાં કેટલો ફરક છે. સમજો, કોઈ નવું આવી જાય છે, એમાં પણ જે અહીં નું ફૂલ હશે તો એમને ટચ (સ્પર્શ) થશે. આ કહે ઠીક છે. જે અહીં નાં નહીં હોય તો સમજશે નહીં. તો તમે પણ સમજાવો આપણા આત્માઓનાં બાપ કહે છે તમે પાવન બનો. મનુષ્ય પાવન બનવા માટે ગંગા-સ્નાન કરે છે, ગુરુ કરે છે. પરંતુ પતિત-પાવન તો બાપ જ છે. બાપ આત્માઓ ને કહે છે કે તમે કેટલાં પતિત બની ગયા છો એટલે આત્મા યાદ કરે છે કે આવીને પાવન બનાવો. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવું છું, આપ બાળકો ને કહું છું આ અંતિમ જન્મ પવિત્ર બનો. આ રાવણ રાજ્ય ખતમ થવાનું છે. મુખ્ય વાત છે જ પાવન બનવાની. સ્વર્ગ માં વિષ હોતું (વિકાર હોતાં) નથી. જ્યારે કોઈ આવે છે તો તેમને આ સમજાવો કે બાપ કહે છે - પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો પાવન બની જશો, ખાદ નીકળી જશે. મનમનાભવ શબ્દ યાદ છે ને? બાપ નિરાકાર છે આપણે આત્મા પણ નિરાકાર છીએ. જેમ આપણે શરીર દ્વારા સાંભળીએ છીએ, બાપ પણ આ શરીર માં આવીને સમજાવે છે. નહીં તો કેવી રીતે કહે કે મામેકમ્ યાદ કરો. દેહ નાં સર્વ સંબંધ છોડો. જરુર અહીં આવે છે, બ્રહ્મા માં પ્રવેશ કરે છે. પ્રજાપિતા હવે પ્રેક્ટિકલ માં છે, આમનાં દ્વારા આપણ ને બાપ એવું કહે છે, આપણે બેહદ નાં બાપ નું જ માનીએ છીએ. એ કહે છે પાવન બનો. પતિતપણું છોડો. જૂનાં દેહ નાં અભિમાન ને છોડો. મને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે, તમે લક્ષ્મી-નારાયણ બની જશો.

બાપ થી બેમુખ કરવા વાળો મુખ્ય અવગુણ છે - એકબીજા નું પરચિંતન કરવું. ઈવિલ (ખરાબ) વાતો સાંભળવી અને સંભળાવવી. બાપ નું ડાયરેક્શન છે તમારે ઈવિલ વાતો સાંભળવાની નથી. આમની વાત એમને, એમની વાત આમને સંભળાવવી આ ધૂતીપણું આપ બાળકોમાં ન હોવું જોઈએ. આ સમયે દુનિયા માં બધા વિપરીત બુદ્ધિ છે ને? રામ સિવાય બીજી કોઈ વાત સંભળાવવી, આને ધૂતીપણું કહેવાય છે. હવે બાપ કહે છે - આ ધૂતીપણું છોડો. તમે સર્વ આત્માઓ ને બતાવો કે હે સીતાઓ, તમે એક રામ સાથે યોગ લગાવો. તમે છો મેસેન્જર (સંદેશવાહક), આ સંદેશ આપો કે બાપે કહ્યું છે મને યાદ કરો, બસ. આ વાત સિવાય બાકી બધું છે ધૂતીપણું. બાપ સર્વ બાળકો ને કહે છે - ધૂતીપણું છોડી દો. બધી સીતાઓ નો એક રામ સાથે યોગ જોડાવો. તમારો ધંધો જ આ છે. બસ, આ પૈગામ (સંદેશ) આપતા રહો. બાપ આવેલા છે, કહે છે તમારે ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ) માં જવાનું છે. હવે આ આયરન એજ (કળિયુગ) ને છોડવાની છે. તમને વનવાસ મળેલો છે, જંગલ માં બેઠાં છો ને? વન જંગલ ને કહેવાય છે. કન્યા નાં જ્યારે લગ્ન થાય છે તો વન માં બેસે છે પછી મહેલ માં જાય છે. તમે પણ જંગલ માં બેઠાં છો. હવે સાસરે જવાનું છે, આ જૂનાં દેહ ને છોડવાનો છે. એક બાપ ને યાદ કરો. જેમની વિનાશકાળે પ્રીત બુદ્ધિ છે તે તો મહેલ માં જશે, બાકી વિપરીત નો છે વનવાસ. જંગલ માં વાસ છે. બાપ આપ બાળકો ને ભિન્ન-ભિન્ન રીતે સમજાવે છે. જે બાપ પાસે થી આટલી બેહદ ની બાદશાહી લીધી છે, એમને ભૂલી ગયા છો તો વનવાસ માં ચાલ્યાં ગયા છો. વનવાસ અને ગાર્ડન વાસ. બાપ નું નામ જ છે બાગવાન. પરંતુ જ્યારે કોઈની બુદ્ધિ માં આવે. ભારત માં જ આપણું રાજ્ય હતું. હમણાં નથી. હમણાં તો વનવાસ છે. પછી ગાર્ડન માં જઈએ છીએ. તમે અહીં બેઠાં છો તો પણ બુદ્ધિ માં છે - અમે બેહદ નાં બાપ પાસે થી પોતાનું રાજ્ય લઈ રહ્યાં છીએ. બાપ કહે છે મારી સાથે પ્રીત રાખો, તો પણ ભૂલી જાઓ છો. બાપ ઉલ્હના (ઠપકો) આપે છે - તમે મુજ બાપ ને ક્યાં સુધી ભૂલતાં રહેશો? પછી સ્વર્ણિમયુગ માં કેવી રીતે જશો? પોતાને પૂછો અમે કેટલો સમય બાબા ને યાદ કરીએ છીએ? આપણે જાણે યાદ ની અગ્નિ માં પડ્યાં છીએ, જેનાંથી વિકર્મ વિનાશ થાય છે. એક બાપ સાથે પ્રીત બુદ્ધિ થવાનું છે. સૌથી ફર્સ્ટક્લાસ માશૂક છે જે તમને પણ ફર્સ્ટક્લાસ બનાવે છે. ક્યાં થર્ડ ક્લાસ માં બકરીઓ ની જેમ યાત્રા કરવી, ક્યાં એરકન્ડિશન માં. કેટલો ફરક છે? આ બધું વિચાર સાગર મંથન કરવાનું છે તો તમને મજા આવશે. આ બાબા પણ કહે છે હું પણ બાબા ને યાદ કરવા માટે ખૂબ માથું મારું છું. આખો દિવસ વિચાર ચાલતો રહે છે. આપ બાળકોએ પણ આ જ મહેનત કરવાની છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈને પણ એક રામ (બાપ) ની વાતો સિવાય બીજી કોઈ પણ વાતો નથી સંભળાવવાની. એક ની વાત બીજા ને સંભળાવવી, પરચિંતન કરવું આ ધૂતીપણું છે, તેને છોડી દેવાનું છે.

2. એક બાપ સાથે પ્રીત રાખવાની છે. જૂનાં દેહ નું અભિમાન છોડી એક બાપ ની યાદ થી સ્વયં ને પાવન બનાવવાનાં છે.

વરદાન :-
સમાવવા ની શક્તિ દ્વારા રોંગ ને પણ રાઈટ બનાવવા વાળા વિશ્વ પરિવર્તક ભવ

બીજાઓ ની ભૂલો ને જોઈને સ્વયં ભૂલો નહીં કરો. જો કોઈ ભૂલ કરે છે તો આપણે રાઈટ માં રહીએ, એના સંગ નાં પ્રભાવ માં ન આવીએ, જે પ્રભાવ માં આવી જાય છે તે અલબેલા થઈ જાય છે. દરેક ફક્ત આ જ જવાબદારી ઉઠાવી લો કે હું રાઈટ નાં માર્ક પર જ રહીશ, જો બીજા રોંગ કરે છે તો એ સમયે સમાવવા ની શક્તિ યુઝ કરો. કોઈ ની ભૂલો ને નોંધ કરવાને બદલે એને સહયોગ ની નોટ આપો અર્થાત્ સહયોગ થી ભરપૂર કરી દો તો વિશ્વ પરિવર્તન નું કાર્ય સહજ જ થઈ જશે.

સ્લોગન :-
નિરંતર યોગી બનવું છે તો હદ નાં હું અને મારા પણા ને બેહદ માં પરિવર્તન કરો.

અવ્યક્ત ઇશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

વર્તમાન સમય પ્રમાણે ફરિશ્તા-પણા ની સંપન્ન સ્ટેજ ને અથવા બાપ સમાન સ્ટેજ ની સમીપ આવી રહ્યાં છો, એ જ પ્રમાણે પવિત્રતા ની પરિભાષા પણ અતિ સૂક્ષ્મ થતી જાય છે. ફક્ત બ્રહ્મચારી બનવું જ પવિત્રતા નથી પરંતુ બ્રહ્મચારી ની સાથે બ્રહ્મા બાપ નાં દરેક કર્મ રુપી કદમ પર કદમ રાખવા વાળા બ્રહ્માચારી બનો.