12-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં સેન્સિબલ ( સમજદાર ) બાળકો - સદા યાદ રાખો કે અમે અવિનાશી આત્મા છીએ , અમારે હવે બાપ ની સાથે પહેલાં માળે જવાનું છે”

પ્રશ્ન :-
કઈ મહેનત આપ દરેક બાળકે અવશ્ય કરવાની છે?

ઉત્તર :-
બાબા તમને જે આટલું જ્ઞાન આપે છે એને પોતાનાં દિલ થી લગાવતાં રહો. અંદર જ અંદર મનન કરી હજમ કરો, જેનાથી શક્તિ મળશે. આ મહેનત અવશ્ય દરેકે કરવી જોઈએ. જે એવી ગુપ્ત મહેનત કરે છે તે સદા હર્ષિત રહે છે, એમને નશો રહે છે કે અમને ભણાવવા વાળા કોણ છે! અમે કોની સામે બેઠાં છીએ!

ઓમ શાંતિ!
આ કોણે કહ્યું? બે વખત કહે છે ઓમ્ શાંતિ, ઓમ્ શાંતિ. એક શિવબાબાએ કહ્યું, એક બ્રહ્મા બાબાએ. આ બાપદાદા સાથે છે. તો બંનેવે બોલવું પડે ઓમ્ શાંતિ, ઓમ્ શાંતિ. હવે પહેલાં કોણે કહ્યું? પછી કોણે કહ્યું? પહેલાં શિવબાબાએ કહ્યું ઓમ્ શાંતિ. હું શાંતિ નો સાગર છું, પાછળ કોણે કહ્યું? દાદા નાં આત્માએ કહ્યું. બાળકો ને યાદ અપાવે છે ઓમ્ શાંતિ, હું તો સદૈવ દેહી-અભિમાની છું, ક્યારેય દેહ-અભિમાન માં નથી આવતો. એક જ બાપ છે જે સદૈવ દેહી-અભિમાની રહે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર એવું નહીં કહેશે. તમે જાણો છો બ્રહ્મા, વિષ્ણુ, શંકર નું પણ સૂક્ષ્મ રુપ છે. તો ઓમ્ શાંતિ કરવા વાળા એક શિવબાબા છે, જેમને કોઈ શરીર નથી. બાપ તમને સારી રીતે સમજાવે છે અને કહે છે હું એક જ વાર આવું છું, હું સદૈવ દેહી-અભિમાની છું. હું પુનર્જન્મ માં નથી આવતો એટલે મારી મહિમા જ ન્યારી છે. મને કહે છે નિરાકાર પરમપિતા પરમાત્મા. ભક્તિમાર્ગ માં પણ શિવ માટે કહેશે નિરાકાર પરમપિતા પરમાત્મા છે. નિરાકાર ની પૂજા થાય છે. તે ક્યારેય દેહ માં નથી આવતાં અર્થાત્ દેહ-અભિમાની નથી બનતાં. સારું પછી એનાં નીચે આવો સૂક્ષ્મવતન માં, જ્યાં બ્રહ્મા-વિષ્ણુ-શંકર રહે છે. શિવ નું નામ-રુપ તો જોવામાં નથી આવતું. ચિત્ર બને છે પરંતુ તે છે નિરાકાર, તે ક્યારેય સાકાર બનતાં જ નથી. પૂજા પણ નિરાકાર ની જ થાય છે. બાળકો ની બુદ્ધિ માં બધું જ્ઞાન રહે છે. ભક્તિ તો કરી છે. ચિત્ર બાળકોએ જોયાં છે, તમે જાણો છો સતયુગ-ત્રેતા માં ન ચિત્રો ની ભક્તિ હતી, ન વિચિત્ર ની. બુદ્ધિ માં આવે છે પરમપિતા પરમાત્મા વિચિત્ર છે. એમનું ન સૂક્ષ્મ, ન સ્થૂળ ચિત્ર છે. એમની મહિમા ગવાય છે, દુ:ખહર્તા, સુખકર્તા, પતિત-પાવન. તમે બીજા કોઈનાં ચિત્ર ને પતિત-પાવન નહીં કહેશો. કોઈ પણ મનુષ્ય નથી જેની બુદ્ધિમાં આ વાત હોય. બ્રહ્મા-વિષ્ણુ-શંકર છે સૂક્ષ્મવતન વાસી. પહેલો માળ (ફ્લોર) પછી બીજો માળ. ઊંચે થી ઉચું મૂળવતન, એ માળ પર રહેવા વાળા છે પરમપિતા પરમાત્મા. સેકન્ડ નંબર માળ માં સૂક્ષ્મ શરીર વાળા છે. ત્રીજા માળ માં સ્થૂળ શરીરધારી છે, એમાં મુંઝાવાનું નથી. આ વાતો સિવાય પરમપિતા પરમાત્મા, કોઈ સમજાવી નથી શકતું. ઉપર સૃષ્ટિ છે આત્માઓની. એને કહેવાય છે નિરાકારી દુનિયા, આપણી સર્વ આત્માઓની દુનિયા, ઇનકોરપોરિયલ વર્લ્ડ (નિરાકારી દુનિયા). પછી આપણે આત્માઓ કોરપોરિયલ વર્લ્ડ (સાકાર દુનિયા) માં આવીએ છીએ. ત્યાં છે આત્માઓ, અહીં છે જીવ આત્માઓ. આ બુદ્ધિ માં રહેવું જોઈએ. બરાબર આપણે નિરાકારી બાબા નાં બાળકો છીએ. આપણે પણ પહેલાં નિરાકાર બાપ ની પાસે રહેતા હતાં. નિરાકારી દુનિયામાં જ આત્માઓ રહે છે. જે હમણાં સુધી પાર્ટ ભજવવા માટે આવતા રહે છે - સાકાર માં. તે થઈ ગયું નિરાકાર બાપ નું વતન. આપણે આત્મા છીએ, આ નશો હોવો જોઈએ. અવિનાશી વસ્તુ નો નશો રહેવો જોઈએ. વિનાશી વસ્તુ નો થોડી હોવો જોઈએ! દેહ નાં નશા વાળાને દેહ-અભિમાની કહેવાય છે. દેહ-અભિમાની સારા કે આત્મ-અભિમાની સારા? સમજદાર કોણ? આત્મ-અભિમાની. આત્મા જ અવિનાશી છે, દેહ તો વિનાશી છે. આત્મા કહે છે હું ૮૪ દેહ લઉં છું. આપણે આત્મા પરમધામ માં બાપ ની સાથે રહેવા વાળા છીએ. ત્યાંથી આવીએ છીએ અહીં પાર્ટ ભજવવાં. આત્મા કહે છે ઓ બાબા. સાકારી સૃષ્ટિ માં છે સાકારી બાબા. નિરાકારી સૃષ્ટિ માં છે નિરાકાર બાબા. આ તો બિલકુલ સહજ વાત છે. હવે બ્રહ્મા ને કહે છે પ્રજાપિતા બ્રહ્મા. તે તો અહીં થયાં ને. ત્યાં આપણે આત્માઓ બધા એક બાપ નાં બાળકો ભાઈઓ છીએ. બાપ શિવ ની સાથે રહેવા વાળા છીએ. પરમાત્મા નું નામ છે શિવ. આત્મા નું નામ છે સાલિગ્રામ. આત્માનાં પણ રચયિતા જોઈએ ને. દિલ માં હંમેશા વાતો કરતાં રહો. જે જ્ઞાન મળ્યું છે તે પોતાનાં દિલ થી લગાવવા માટે મહેનત કરવાની છે. આત્મા જ વિચાર કરે છે. પહેલાં-પહેલાં તો આ નિશ્ચય કરો કે અમે આત્મા બાપ ની સાથે રહેવા વાળા છીએ. આપણે એમનાં બાળકો છીએ તો જરુર વારસો મળવો જોઈએ. આ પણ તમે જાણો છો કે આ જે આત્માઓનું ઝાડ છે એનાં પહેલાં જરુર બીજ હોય છે. જેમ વિભાગ બનાવે છે. મોટા બાપ પછી એમનાથી ૨-૪ બાળકો નીકળ્યાં, પછી એમનાથી બીજા નીકળે. એક બે વૃદ્ધિને પામતાં-પામતાં ઝાડ મોટું થઈ જાય છે. સંપ્રદાય નો નક્શો હોય છે. ફલાણા થી ફલાણા નીકળ્યાં…

આપ બાળકો જાણો છો મૂળવતન માં બધા આત્માઓ રહે છે. એમનું પણ ચિત્ર છે. ઊંચે થી ઊંચા બાપ છે. આપ બાળકોની બુદ્ધિ માં છે - બાબા આ શરીર માં આવેલાં છે. રુહાની બાપ આમનામાં આવીને રુહો ને ભણાવે છે. સૂક્ષ્મવતન માં તો નહીં ભણાવશે. સતયુગ માં તો આ નોલેજ કોઈને પણ રહેતું નથી. બાપ જ આ સંગમયુગ પર આવીને આ નોલેજ આપે છે. આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ નું નોલેજ કોઈ ને નથી. કલ્પ ની આયુ જ ખુબ મોટી લખી દીધી છે. હમણાં બાપ તમને સમજાવે છે - બાળકો, હમણાં તમારે ફરી ઘરે જવાનું છે. તે છે આત્માઓનું ઘર. બાપ અને બાળકો રહે છે, બધાં ભાઈઓ છે. ભાઈ અને બહેન ત્યારે કહેવાય છે જ્યારે અહીં શરીર ધારણ કરે છે. આપણે આત્માઓ બધાં ભાઈ-ભાઈ છીએ. ભાઈ નાં જરુર બાપ પણ હશે ને. એ છે પરમપિતા પરમાત્મા. બધા આત્માઓ શરીર માં રહેતાં એમને યાદ કરે છે. સતયુગ-ત્રેતા માં કોઈ યાદ નથી કરતાં. પતિત દુનિયામાં બધાં એમને યાદ કરે છે કારણકે બધાં રાવણ ની જેલ માં છે. સીતા પોકારતી હતી હે રામ. બાપ સમજાવે છે રામ કોઈ ત્રેતા વાળા યાદ નથી આવતાં. રામ પરમપિતા પરમાત્મા ને સમજી યાદ કરતા રહે છે. આત્મા પોકારે છે. હમણાં તમે જાણો છો અડધાકલ્પ પછી આપણે કોઈને પોકારીશું નહીં કારણ કે સુખધામ માં રહીશું. આ સમયે બાપ જ સમજાવે છે, બીજું કોઈ જાણતું જ નથી. તે તો કહી દે છે કે આત્મા સો પરમાત્મા, આત્મા પરમાત્મા માં લીન થઈ જાય છે. બાપ સમજાવે છે, આત્મા તો અવિનાશી છે. એક પણ આત્મા નો વિનાશ નથી થઈ શકતો. જેમ બાપ અવિનાશી તેમ આત્મા પણ અવિનાશી છે. અહીં આત્મા પતિત તમોપ્રધાન બને છે, પછી બાપ સતોપ્રધાન પવિત્ર બનાવે છે. આખી દુનિયાને તમોપ્રધાન બનવાનું જ છે. પછી સતોપ્રધાન બનવાનું છે. પતિત દુનિયાને પાવન બનાવવા બાપ ને આવવું પડે છે. એમને કહે જ છે ગોડ ફાધર (પરમપિતા). બાપ પણ અવિનાશી છે, આપણે આત્માઓ પણ અવિનાશી છે, આ ડ્રામા પણ અવિનાશી છે. આપ બાળકો જાણો છો કે આ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી કેવી રીતે રિપિટ થાય છે. આ ચારેય યુગો માં આપણો પાર્ટ ચાલે છે. આપણે સૂર્યવંશી પછી ચંદ્રવંશી બનીએ છીએ. ચંદ્રવંશી જેમ સેકન્ડ ગ્રેડ (દ્વિતીય શ્રેણી) માં આવી જાય છે. ૧૪ કળા વાળાઓ ને સૂર્યવંશી ન કહી શકાય. હકીકત માં દેવી-દેવતા પણ એમને ન કહી શકાય. દેવી-દેવતા સંપૂર્ણ નિર્વિકારી, સોળે કળા સંપૂર્ણ ને કહેવાય છે. રામ ને ૧૪ કળા સંપન્ન કહેવાશે. તમારા જ ૮૪ જન્મો નો હિસાબ સમજાવાય છે. નવી વસ્તુ પછી જૂની થાય છે તો તે મજા નથી રહેતી. પહેલાં સંપૂર્ણ પવિત્ર રહે છે પછી થોડાં વર્ષ પૂરાં થશે તો થોડું જૂનું કહેશે. મકાન નું પણ દૃષ્ટાંત અપાય છે. એવી રીતે દરેક વસ્તુ થાય છે. આ દુનિયા પણ એક મોટો માંડવો છે. આ આકાશ તત્વ બહુ વિશાળ છે, એનો કોઈ અંત નથી. આનો અંત ક્યાં છે, તે કાઢી નથી શકાતું. ચાલતાં જાઓ, અંત થઈ નથી શકતો. બ્રહ્મ મહતત્વ નો પણ કોઈ અંત થઈ નથી શકતો. આમ વિજ્ઞાન વાળા કેટલી કોશિશ કરે છે અંત જોવાનો પરંતુ જોઈ નથી શકતાં, અંત મેળવી નથી શકતાં. બ્રહ્મ તત્વ બહુ જ વિશાળ, બેઅંત છે. આપણે આત્માઓ ખૂબ થોડી જગ્યા માં રહીએ છીએ. અહીં બિલ્ડીંગ વગેરે કેટલી મોટી-મોટી બનાવે છે. સ્પેશ (જગ્યા) ધરતી ની ખૂબ વિશાળ છે. ખેતી વગેરે પણ તો જોઈએ ને. ત્યાં તો ફક્ત આત્માઓ રહે છે. આત્મા શરીર વગર કેવી રીતે ખાશે? ત્યાં તો અભોક્તા છે. ખાવાની કે ભોગવવાની વગેરે ની કોઈ વસ્તુ હોતી જ નથી. બાપ સમજાવે છે આ જ્ઞાન આપ બાળકો ને એક જ વાર મળે છે. ફરી કલ્પ પછી આપ બાળકોને અપાય છે. તો આ નશો હોવો જોઈએ. આપણે દેવતા ધર્મ વાળા હતાં. તમે કહો છો બાબા આજ થી ૫ હજાર વર્ષ પહેલાં અમે તમારી પાસે આવ્યાં હતાં - શૂદ્ર થી બ્રાહ્મણ બનવાં. હવે ફરી અમે તમારી પાસે આવ્યાં છીએ. એ નિરાકાર હોવાનાં કારણે તમે કહેશો દાદા પાસે આવ્યાં છીએ. બાપે આમનામાં પ્રવેશ કર્યો છે. બાપ કહે છે - જેમ તમે ઓર્ગન (અવયવો) લઈ પાર્ટ ભજવો છો તેમ જ હું પણ ઓર્ગન નો આધાર લઉં છું. નહીં તો હું પાર્ટ કેવી રીતે ભજવું? શિવ જયંતી પણ મનાવે છે. શિવ તો નિરાકાર છે. એમની જયંતી કેવી રીતે થઈ? મનુષ્ય તો એક શરીર છોડી બીજું લે છે. બાપ કહે છે - હું કેવી રીતે આવીને આપ બાળકોને રાજયોગ શીખવાડું. મનુષ્ય થી દેવતા બનાવવા માટે રાજ્યોગ બાપ જ આવીને શીખવાડે છે. મને જ પતિત-પાવન, જ્ઞાન નાં સાગર કહે છે. મને ઝાડ નાં આદિ-મધ્ય-અંત ની ખબર છે.

આપ બાળકો સમજો છો બાબા આમનામાં પ્રવેશ કરી અમને બધું નોલેજ સમજાવે છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર નાં પાર્ટ ને પણ સમજવો જોઈએ. બાપ ને તો સમજે છે કે તે પતિત-પાવન છે. દરેકની મહિમા અલગ-અલગ, કર્તવ્ય અલગ-અલગ હોય છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી વગેરે બને છે. આત્મા કહે છે કે આ મારું શરીર છે. હું પ્રધાનમંત્રી છું. આત્મા શરીર ની સાથે ન હોય તો બોલી ન શકે. શિવબાબા પણ છે નિરાકાર. એમને પણ બોલવા માટે કર્મેન્દ્રિયો નો આધાર લેવો પડે છે, એટલે દેખાડે છે - મુખ થી ગંગા નીકળી. હવે શિવ તો છે બિન્દી. એમને મુખ ક્યાંથી આવ્યું? તો આમનામાં આવીને બેસે છે, એમનાથી જ્ઞાન-ગંગા વહાવે છે. બાપ ને જ બધાં યાદ કરે છે - હે પતિત-પાવન આવો. અમને આ દુ:ખ થી છોડાવો. એ જ મોટા માં મોટા સર્જન છે. એમનામાં જ પતિતો ને પાવન બનાવવાનું જ્ઞાન છે. સર્વ પતિતો ને પાવન બનાવવા વાળા એક સર્જન છે. સતયુગ માં બધાં નિરોગી હોય છે. આ લક્ષ્મી-નારાયણ સતયુગ નાં માલિક છે. એમને આવાં કર્મ કોણે શીખવાડ્યાં જે આવાં નિરોગી બન્યાં. બાપ જ આવીને શ્રેષ્ઠ કર્મ શીખવાડે છે. અહીં તો કર્મ જ કૂટતા રહે છે. સતયુગ માં તો એવું નહીં કહેશે કે કર્મ એવાં છે. ત્યાં કોઈ દુઃખ, રોગ હોતાં નથી. અહીં તો એક-બીજા ને દુઃખ જ આપતાં રહે છે. સતયુગ-ત્રેતા માં દુઃખ ની વાત હોતી નથી, જે કહેવાય કે આ કર્મો નો ભોગ છે. કર્મ-અકર્મ-વિકર્મ નો અર્થ કોઈ સમજી જ નથી શકતાં. તમે જાણો છો દરેક વસ્તુ પહેલાં સતોપ્રધાન પછી સતો, રજો, તમો બને છે. સતયુગ માં ૫ તત્વ પણ સતોપ્રધાન રહે છે. આપણાં શરીર પણ સતોપ્રધાન પ્રકૃતિ નાં હોય છે પછી આત્માની બે કળા ઓછી થવાથી શરીર પણ એવું બને છે. સૃષ્ટિ ની પણ બે કળા ઓછી થઈ જાય છે. આ બધું બાપ જ બેસી સમજાવે છે, બીજું કોઈ સમજાવી ન શકે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાંથી જ બાપ ની શ્રીમત પર એવાં શ્રેષ્ઠ કર્મ કરવાનાં છે, જે પછી ક્યારેય કર્મ કૂટવા ન પડે અર્થાત્ કર્મો ની સજાઓ ન ખાવી પડે.

2. કોઈ પણ વિનાશી વસ્તુ નો નશો નથી રાખવાનો. આ દેહ પણ વિનાશી છે, આનો પણ નશો નથી રાખવાનો, સમજદાર બનવાનું છે.

વરદાન :-
આ જૂની દુનિયાને વિદેશ સમજી એનાથી ઉપરામ રહેવા વાળા સ્વદેશી ભવ

જેવી રીતે ઘણાં લોકો વિદેશ ની વસ્તુને ટચ પણ નથી કરતાં, સમજે છે પોતાનાં દેશની વસ્તુનો પ્રયોગ કરીએ. એવી રીતે તમારા લોકો માટે પણ આ જૂની દુનિયા જ વિદેશ છે, એનાથી ઉપરામ રહો અર્થાત્ જૂની દુનિયા ની જે વસ્તુ છે, સ્વભાવ-સંસ્કાર છે એની તરફ જરા પણ આકર્ષિત ન થાય. સ્વદેશી બનો અર્થાત આત્મિક રુપ માં પોતાનાં ઊંચા દેશ પરમધામ અને આ ઈશ્વરીય પરિવાર નાં હિસાબ થી મધુબન દેશ નાં નિવાસી સમજી, એ નશા માં રહો.

સ્લોગન :-
ઝમેલા માં ફસાવાનાં બદલે સદા મિલન મેળા માં રહો.

અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

હોલી હંસ ની વિશેષતા - સરળચિત્ત, સરળ વાણી, સરળ વૃત્તિ, સરળ દૃષ્ટિ. બાપદાદા ને સૌથી પ્રિય, સૌથી સમીપ સાફ દિલ વાળા પ્રિય છે. સાફ દિલ સદા બાપદાદા નાં દિલતખ્ત નશીન, સર્વ શ્રેષ્ઠ સંકલ્પ પૂર્ણ હોવાને કારણે વૃત્તિ માં, દૃષ્ટિ માં, બોલ માં, સંબંધ-સંપર્ક માં સરળ અને સ્પષ્ટ એક સમાન દેખાઈ આવે છે.