12-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યાદ માં રહેવાથી સારી દશા બેસે છે , હમણાં તમારા પર બૃહસ્પતિ ની દશા છે એટલે તમારી ચઢતી કળા છે”

પ્રશ્ન :-
જો યોગ પર પૂરું અટેન્શન નથી તો એનું રીઝલ્ટ શું હશે? નિરંતર યાદ માં રહેવાની યુક્તિઓ શું છે?

ઉત્તર :-
જો યોગ પર પૂરું અટેન્શન નથી તો ચાલતાં-ચાલતાં માયા ની પ્રવેશતા થઈ જાય છે, નીચે પડી જાય છે. ૨. દેહ-અભિમાની બની અનેક ભૂલો કરતાં રહે છે. માયા ઉલ્ટા કર્મ કરાવતી રહે છે. પતિત બનાવી દે છે. નિરંતર યાદ માં રહેવા માટે મુખ માં મુલહરો નાખી દો, ક્રોધ નહીં કરો, દેહ સહિત બધુંજ ભૂલી, હું આત્મા, પરમાત્મા નું બાળક છું - આ અભ્યાસ કરો. યોગબળ થી શું-શું પ્રાપ્તિઓ થાય છે એને સ્મૃતિ માં રાખો.

ગીત :-
ઓમ્ નમઃ શિવાય…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ પોતાનાં રુહાની બાપ શિવબાબા ની મહિમા સાંભળી. જ્યારે પાપ વધે છે અર્થાત્ મનુષ્ય પાપ આત્મા બની જાય છે ત્યારે જ પતિત-પાવન બાપ આવે છે, આવીને પતિતો ને પાવન બનાવે છે. એ બેહદ નાં બાપ ની જ મહિમા છે, એમને વૃક્ષપતિ પણ કહેવાય છે. આ સમયે બેહદ નાં બાપ દ્વારા બેહદની દશા બૃહસ્પતિ ની તમારા પર બેઠેલી છે. ખાસ અને આમ બે શબ્દ હોય છે ને. આનો પણ અર્થ અહીં જ સિદ્ધ થાય છે. બૃહસ્પતિ ની દશા થી ખાસ ભારત જીવનમુક્ત બની જાય છે અર્થાત્ પોતાનું સ્વરાજ્ય પદ મેળવે છે કારણ કે સાચાં બાપ જે છે, જેમને સત્ય કહે છે, તે આવીને આપણને નર થી નારાયણ બનાવે છે. બાકી જે છે તે નંબરવાર પોત-પોતાનાં ધર્મ નાં વિભાગ માં જઈને બેસશે અને આવશે પણ નંબરવાર. કળિયુગ અંત સુધી આવતાં રહે છે. દરેક આત્માને પોત-પોતાનાં ધર્મ માં પોત-પોતાનાં પાર્ટ મળેલાં છે. રાજાઈ માં રાજા થી લઈને પ્રજા સુધી બધાને પોત-પોતાનાં પાર્ટ મળેલાં છે. નાટક છે પણ રાજા થી લઈને પ્રજા સુધી. બધાને પોત-પોતાનો પાર્ટ ભજવવાનો હોય છે. હવે બાળકો જાણે છે અમારા ઉપર હમણાં બૃહસ્પતિ ની દશા બેઠી છે. એવું નથી એક જ દિવસ બેસે છે. ના, તમારી બૃહસ્પતિ ની દશા ચાલી રહી છે. હમણાં તમારી ચઢતી કળા છે. જેટલું યાદ કરશો એટલી ચઢતી કળા થશે. યાદ ભૂલવાથી જ માયા નાં વિઘ્ન આવે છે. યાદ થી દશા સારી બેસે છે. સારી રીતે યાદ નહીં કરશો તો જરુર પડશો જ. પછી એમનાથી કંઈ ન કંઈ ભૂલો થશે. બાબાએ સમજાવ્યું છે ડ્રામા અનુસાર બધાં ધર્મ વાળા જે પણ છે એક-બીજા ની પાછળ પાર્ટ ભજવવા માટે આવે છે. બાળકો જાણે છે સ્વર્ગ ની દશા અર્થાત્ જીવન-મુક્તિ ની દશા હમણાં તમારા ઉપર બેઠી છે. આ ડ્રામા નું ચક્ર કેવી રીતે ફરે છે તેને પણ વિસ્તાર માં સમજવાનું છે. આ સૃષ્ટિ ડ્રામા નું ચક્ર ખાસ ભારત પર બનેલું છે. બાપ પણ ભારત માં જ આવે છે. ગવાયેલું છે આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ભાગન્તી… ચાલતાં-ચાલતાં માયા ની પ્રવેશતા થવાનાં કારણે નીચે પડી જાય છે. પૂરું અટેન્શન (ધ્યાન) નથી આપતા યોગ પર, પછી બાપ આવીને સંજીવની બુટી આપે છે અર્થાત્ સુરજીત કરવા વાળી બુટી આપે છે. હનુમાન પણ તમે છો. બાપે સમજાવ્યું છે આ સમયે રાવણને ભગાવવા માટે બુટી સુંઘાડું છું.

બાપ તમને બધી સત્ય વાતો બતાવે છે. સત્ય છે જ એક બાપ જે આવીને તમને સત્ય-નારાયણ ની કથા સંભળાવી સતયુગ ની સ્થાપના કરે છે. એમને કહેવાય છે ટ્રુથ, સત્ય બતાવવા વાળા. તમને કહે છે તમે શાસ્ત્રો ને માનો છો? બોલો-હાં, અમે શાસ્ત્રો ને કેમ નહીં માનીએ. જાણીએ છીએ આ બધાં ભક્તિ માર્ગ નાં શાસ્ત્ર છે. આ તો અમે માનીએ છીએ. જ્ઞાન અને ભક્તિ બે વસ્તુ છે. જ્યારે જ્ઞાન મળે છે પછી ભક્તિ ની શું દરકાર છે! ભક્તિ એટલે ઉતરતી કળા. જ્ઞાન એટલે ચઢતી કળા. આ સમયે ભક્તિ ચાલી રહી છે. હમણાં આપણને જ્ઞાન મળ્યું છે જેનાથી સદ્દગતિ થાય છે. ભક્તોની રક્ષા કરવા વાળા એક જ ભગવાન છે. રક્ષા દુશ્મન થી કરાય છે ને. બાપ કહે છે - હું આવીને તમારી રાવણ થી રક્ષા કરું છું. જુઓ છો ને-રાવણ થી કેવી રીતે રક્ષા થાય છે. આ રાવણ પર જીત મેળવવાની છે. બાપ સમજાવે છે - મીઠાં બાળકો આ રાવણે તમને તમોપ્રધાન બનાવ્યાં છે. સતયુગ ને કહેવાય છે સતોપ્રધાન, સ્વર્ગ. પછી કળા ઓછી થતી જાય છે. અંત માં જ્યારે બિલકુલ જ દેહ-અભિમાન માં આવી જાય છે તો પતિત બની જાય છે. નવું મકાન બને છે. મહિના પછી અથવા છ મહિના પછી કંઈ ન કંઈ કળા ઓછી થતી જાય છે. દર વર્ષે મકાન ને રંગકામ કરાવે છે. કળા તો ઓછી થતી જાય છે ને. નવાં થી જૂનું, જૂનાં થી પછી નવું આ શરું થી લઈને દરેક વસ્તુ નું થતું જાય છે. સમજાય છે આ મકાન ૧૦૦, ૧૫૦ વર્ષ સુધી ચાલશે. બાપ સમજાવે છે સતયુગ કહેવાય છે નવી દુનિયા થી. પછી ત્રેતા ૨૫ ટકા ઓછું કહેવાશે કારણકે થોડું જૂનું થઈ જાય છે. તે છે ચંદ્રવંશી. એમની નિશાની આપે છે ક્ષત્રિય કારણકે નવી દુનિયાનાં લાયક નથી બન્યાં એટલે ઓછું પદ (પોઝીશન) થઈ ગયું. બધાં ઈચ્છે છે કૃષ્ણપુરી માં જઈએ. એવું થોડી ક્યારેય કહેશે - રામપુરી માં જઈએ. બધાં કૃષ્ણપુરી માટે કહે છે. ગાય પણ છે ને - ચલો વૃંદાવન ભજો રાધે-ગોવિંદ…વૃંદાવન ની વાત છે. અયોધ્યા માટે નહીં કહેશે. શ્રીકૃષ્ણ ઉપર બધાનો ખુબ પ્રેમ રહે છે. શ્રીકૃષ્ણ ને ખુબ પ્રેમ થી યાદ કરે છે. શ્રીકૃષ્ણને જુએ છે તો કહે છે આમનાં જેવો પતિ મળે, આમનાં જેવો બાળક મળે, આમનાં જેવો ભાઈ મળે. સમજદાર બાળક અથવા બાળકીઓ જે હોય છે તે શ્રીકૃષ્ણની મૂર્તિ સામે રાખે છે કે આમનાં જેવો બાળક મળે. શ્રીકૃષ્ણ નાં પ્રેમ માં બહુજ રહે છે ને. બધાં ઈચ્છે છે કૃષ્ણપુરી. હમણાં તો છે કંસપુરી, રાવણ ની પુરી. કૃષ્ણપુરી નું ખુબ મહત્વ છે. શ્રીકૃષ્ણ ને બધાં યાદ કરે છે. ત્યારે બાપ કહે છે તમે આટલો સમય યાદ કરતાં આવ્યાં છો. હવે કૃષ્ણપુરી માં જવાનો પુરુષાર્થ કરો, એમના વંશજ માં તો આવો. સૂર્યવંશી ૮ વંશજ છે તો એટલો પુરુષાર્થ કરો જે રાજાઈ માં આવીને રાજકુમાર થી ઝુલો. આ સમજ ની વાત છે ને.

બાપ કહે છે - બાળકો, જેટલું થઈ શકે મનમનાભવ રહો. યાદ માં ન રહેવાથી નીચે પડે છે. જ્ઞાન ક્યારેય પાડતું નથી. યાદ માં નથી રહેતા તો નીચે પડે છે. આનાં પર જ અલ્લાહ અવલદીન, હાતમતાઈ નાં નાટક પણ બનેલાં છે. યાદ માં રહેવા માટે જ મોઢા માં મુલહરો નાખી દેતા હતાં. કોઈ ને ક્રોધ આવે છે તો બોલી દે છે એટલે કહે છે મોઢામાં કંઈક નાખી દો. વાત નહીં કરે તો ક્રોધ આવશે નહીં. બાપ કહે છે - ક્યારેય પણ કોઈ પર ક્રોધ નહીં કરો. પરંતુ આ વાતો ને પૂરું ન સમજીને શાસ્ત્રો માં કંઈ ન કંઈ નાખી દીધું છે. બાપ યથાર્થ બેસી સમજાવે છે. બાપ જ્યારે આવે ત્યારે તો આવી ને સમજાવે. જે થઈને જાય છે એમની જ મહિમા ગવાય છે. ટાગોર, ઝાંસી ની રાણી થઈને ગયાં, એમનાં પછી નાટક બનાવે છે. સારું, શિવ પણ થઈને ગયાં છે ત્યારે તો શિવજયંતી મનાવે છે ને. પરંતુ શિવ ક્યારે આવ્યાં? શું આવીને કર્યું? આ ખબર નથી. એ તો આખી સૃષ્ટિ નાં બાપ છે. જરુર આવીને બધાને સદ્દગતિ આપી હશે. ઈસ્લામી, બૌદ્ધી વગેરે જે પણ ધર્મ સ્થાપન કરીને ગયાં છે એમની જયંતી મનાવે છે. તિથી-તારીખ બધાની છે, આમની કોઈને ખબર નથી. કહે પણ છે ક્રાઇસ્ટ થી આટલાં વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું. સ્વસ્તિકા જ્યારે બનાવે છે તો એમાં પૂરા ૪ ભાગ કરે છે. ૪ યુગ છે. આયુ (સમય) ઓછી-વધારે હોઈ ન શકે. જગન્નાથ પુરી માં ચોખા નો હંડો બનાવે છે. પૂરાં ૪ ભાગ થઈ જાય છે. બાપ કહે છે - આ ભક્તિમાર્ગ માં અગડમ-બગડમ કરી દીધું છે. હવે બાપ કહે છે દેહ સહિત આ બધું ભૂલી જાઓ. હું આત્મા છું, પરમપિતા પરમાત્મા નો બાળક છું. આ અભ્યાસ રાખો. બાબા સ્વર્ગ નાં રચયિતા છે તો જરુર આપણને સ્વર્ગ માં મોકલ્યા હશે. નર્ક માં તો નહીં મોકલશે. બાપ કોઈને પણ નર્ક માં નથી મોકલતાં. પહેલાં-પહેલાં બધાં સુખ ભોગવે છે. પહેલાં સુખ પછી દુઃખ. બાપ તો સર્વ નાં દુઃખહર્તા-સુખકર્તા છે ને. આત્મા પહેલાં સુખ પછી દુઃખ જુએ છે. વિવેક પણ કહે છે - અમે પહેલા સતોપ્રધાન પછી સતો-રજો-તમો માં આવીએ છીએ. મનુષ્ય પણ સમજે છે - વિલાયત વાળા સમજદાર છે. ત્યાં તો બોમ્બ્સ એવાં બનાવે છે જે ફટ થી ખલાસ થઈ જશે. જેમ આજકાલ મૃત શરીર ને વીજળી પર ફટ થી ખલાશ કરી દે છે, એમ બોમ્બ ફેંકવાથી આગ લાગી જાય છે તો મનુષ્ય પણ ઝટ ખલાશ થઈ જશે. ભંભોર ને આગ લાગવાની છે. તોફાન એવાં આવે જે ગામ નાં ગામ ખલાશ થઇ જાય છે. પછી એ સમયે એવાં કોઇ પ્રબંધ નથી રહેતાં જે બચાવ કરી શકે. વિનાશ તો થવાનો જ છે. જૂની દુનિયા ખલાશ થવાની છે. ગીતા માં પણ વર્ણન છે. બાપે સમજાવ્યું - યુરોપવાસી બોમ્બ્સ એવાં છોડશે જે ખબર જ નહીં પડશે. આપ બાળકો જાણો છો કલ્પ પહેલાં પણ વિનાશ થયો હતો, હવે પણ થવાનો છે. તમે પણ કલ્પ પહેલાં ની જેમ ભણી રહ્યાં છો. ધીરે-ધીરે ઝાડ વૃદ્ધિને પામતું રહેશે. વૃદ્ધિ થતાં-થતાં પછી સ્થાપના થઈ જાય છે. માયા નાં તોફાન ખુબ સારા-સારા ફૂલો ને પણ પાડી દે છે. યોગ માં પૂરું નથી રહેતાં તો પછી માયા વિઘ્ન નાખે છે.

બાપ નાં બાળકો બની પવિત્રતા ની પ્રતિજ્ઞા કરી પછી જો વિકાર માં પડે છે તો નામ બદનામ કરી દેશે. પછી ધક્કો ખુબ જોર થી આવી જાય છે. બાપ કહે છે - આ કામ નો માર ક્યારેય નહીં ખાતાં. બાળકો જાણે છે અહીં લોહી ની નદીઓ વહેવાની છે. સતયુગ માં દૂધ ની નદીઓ વહે છે. તે છે નવી દુનિયા, આ છે જૂની દુનિયા. કળિયુગ માં જુઓ શું છે, નવી દુનિયાનાં વૈભવ તો જુઓ. અહીં તો કંઈ પણ નથી. બાળકીઓ સાક્ષાત્કાર માં જઈને જોઈને આવે છે. સૂક્ષ્મવતન થી શુબીરસ પીધો, આ કર્યું તે બધાં સાક્ષાત્કાર થાય છે. બતાવે છે અમે મૂળવતન માં જઈએ છીએ. બાબા વૈકુંઠ માં મોકલી દે છે. આ બધાં સાક્ષાત્કાર વગેરેની ડ્રામા માં નોંધ છે. આનાંથી કંઈ મળતું નથી. બહુજ બાળકીઓ સૂક્ષ્મવતન માં શુબીરસ વગેરે પીતી હતી. આજે નથી. સારાં-સારાં ફર્સ્ટ ક્લાસ બાળકો ગુમ થઈ ગયાં. બહુજ ધ્યાન-દીદાર માં જવા વાળાઓએ જઈને લગ્ન કર્યા. અદ્દભુત લાગે છે - માયા કેવી છે! તકદીર કેવી ઉલ્ટી પલટાઈ જાય છે. અનેકોએ સારાં-સારાં પાર્ટ ભજવ્યાં. બહુજ મદદ પણ કરી આયવેલ માં. તો પણ આજે નથી. ત્યારે બાપ કહે છે - માયા તું બહુ જ જબરજસ્ત છે. માયા થી તમારું યુદ્ધ ચાલે છે. આને કહેવાય છે યોગબળ ની લડાઈ. યોગબળ થી શું પ્રાપ્તિ થાય છે - આ કોઈને ખબર નથી. ફકત ભારત નો પ્રાચીન યોગ કહે છે. મીઠાં-મીઠાં બાળકોને યોગ માટે સમજાવાય છે - પ્રાચીન રાજ્યોગ ગવાયેલ છે. જે પણ ફિલોસોફર (તત્વજ્ઞાની) વગેરે છે આ આધ્યાત્મિક નોલેજ તો કોઈમાં નથી. રુહાની બાપ જ જ્ઞાન નાં સાગર છે. એમને જ શિવાય નમઃ ગાય છે. એમની જ મહિમા ગવાય છે. બાપ આવીને તમને કેટલું જ્ઞાન સમજાવે છે. આને જ્ઞાન નું ત્રીજું નેત્ર કહેવાય છે બીજા કોઈની તાકાત નથી જે પોતાને ત્રિકાળદર્શી કહી શકે. ત્રિકાળદર્શી ફક્ત બ્રાહ્મણ જ હોય છે, જે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ રચાયો છે. રુદ્ર-જ્ઞાન-યજ્ઞ છે ને! રુદ્ર શિવ ને પણ કહે છે. અનેક નામ રાખી દીધાં છે. દરેક દેશ માં નામ અલગ-અલગ ઘણાં છે. સિવાય એક બાપ નાં બીજા કોઈ નાં આટલાં નામ નથી. બબુલનાથ પણ આમને કહે છે. બબુલ એને કહેવાય - જેમાં કાંટા હોય છે. બાબા કાંટાઓ ને ફૂલ બનાવવા વાળા છે, એટલે એમનું નામ બબુલનાથ રાખ્યું છે. બોમ્બે માં ત્યાં બહુજ મેળા લાગે છે. અર્થ કંઈ નથી સમજતાં. બાપ બેસી સમજાવે છે એમનું સાચું નામ છે શિવ. વ્યાપારી લોકો પણ બિંદુ ને શિવ કહી દે છે. એક-બે ની ગણતરી જ્યારે કરે છે, ૧૦ પર આવશે તો કહેશે શિવ. કહે છે - હું બિંદુ છું સ્ટાર. ઘણાં લોકો એમ ડબલ તિલક પણ કરે છે. માતા અને પિતા. જ્ઞાન-સૂર્ય, જ્ઞાન-ચંદ્રમા ની નિશાની છે. તે અર્થ નથી જાણતાં. તો બાબા યોગ પર સમજાવી રહ્યાં હતાં. યોગ કેટલો પ્રખ્યાત છે. હવે તમે બાળકો યોગ શબ્દ છોડી દો, યાદ કરો. બાપ કહે છે - યોગ શબ્દ થી સમજશે નહીં, યાદ થી સમજશે. બાપ ને બહુજ યાદ કરવાનાં છે. એમને સાજન પણ કહેવાય છે. પટરાણી બનાવે છે ને. વિશ્વની રાજધાની નો વારસો બાપ આપે છે. સતયુગ માં એક બાપ હોય છે. ભક્તિ માં બે બાપ અને જ્ઞાનમાર્ગ માં હમણાં તમને ત્રણ બાપ છે. કેટલું વન્ડર (અદ્દભુત) છે. તમે અર્થ સહિત જાણો છો - સતયુગ માં છે જ બધાં સુખી એટલે પારલૌકિક બાપ ને જાણતાં જ નથી. હમણાં તમે ત્રણેય બાપ ને જાણો છો. કેટલી સહજ સમજવાની વાતો છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદ માં રહેવા માટે મુખ થી કંઈ પણ બોલો નહીં. મુખ માં મુહલરો નાખી દો તો ક્રોધ ખલાસ થઈ જશે. કોઈ પર પણ ક્રોધ નથી કરવાનો.

2. આ દુઃખધામ ને હવે આગ લાગવાની છે એટલે આને ભૂલી નવી દુનિયાને યાદ કરવાની છે. બાપ થી જે પવિત્ર રહેવાની પ્રતિજ્ઞા કરી છે એમાં પાક્કા રહેવાનું છે.

વરદાન :-
નિરાકારી સ્થિતિ નાં અભ્યાસ દ્વારા હું - પણા ને સમાપ્ત કરવા વાળા નિરહંકારી ભવ

વર્તમાન સમય સૌથી મહીન અને સુંદર ધાગો (દોરો) આ હું-પણું છે. આ હું શબ્દ જ દેહ-અભિમાન થી પાર લઈ જવા વાળો પણ છે તો દેહ-અભિમાન માં લાવવા વાળો પણ છે. જ્યારે હું-પણું ઉલ્ટા રુપ માં આવે છે તો બાપ નાં પ્યારા બનાવવા ને બદલે કોઈ ન કોઈ આત્મા નાં, નામ-માન-શાન નાં પ્યારા બનાવી દે છે. આ બંધન થી મુક્ત બનવા માટે નિરંતર નિરાકારી સ્થિતિ માં સ્થિત થઈને સાકાર માં આવો - આ અભ્યાસ ને નેચરલ નેચર બનાવી દો તો નિરહંકારી બની જશો.

સ્લોગન :-
કોઈની ખરાબ અથવા સારી વાત સાંભળીને સંકલ્પ માં પણ ઘૃણા ભાવ આવવો - આ પણ પરમત છે.

અવ્યક્ત ઇશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

સંકલ્પ કે સ્વપ્ન માં પણ જ્યારે અપવિત્રતા નો અંશમાત્ર ન હોય ત્યારે કહેવાશે સાચા બ્રાહ્મણ, આ જ ધારણા માટે જ ગાયન છે ‘પ્રાણ જાય પર ધર્મ ન જાય.’ એવી હિંમત, એવો દૃઢ નિશ્ચય કરવા વાળા કોઈ પણ પ્રકાર ની પરિસ્થિતિ માં પોતાનો ધર્મ અર્થાત્ ધારણા નાં પ્રત્યે કંઈ પણ ત્યાગ કરવો પડે, સહન કરવું પડે, સામનો કરવો પડે, સાહસ રાખવું પડે તો ખુશી- ખુશી થી કરે છે, પાછળ નથી હટતાં.