13-02-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - અહીં
તમારું બધુંજ ગુપ્ત છે , એટલે તમારે કોઈ પણ ઠાઠ નથી કરવાનાં , પોતાની નવી રાજધાની
નાં નશા માં રહેવાનું છે”
પ્રશ્ન :-
શ્રેષ્ઠ ધર્મ અને દૈવી
કર્મ ની સ્થાપના માટે આપ બાળકો કઈ મહેનત કરો છો?
ઉત્તર :-
તમે હમણાં ૫ વિકારો ને છોડવાની મહેનત કરો છો, કારણકે આ વિકારોએ જ બધાને ભ્રષ્ટ
બનાવ્યાં છે. તમે જાણો છો આ સમયે બધા દૈવી ધર્મ અને કર્મ થી ભ્રષ્ટ છે. બાપ જ
શ્રીમત આપીને શ્રેષ્ઠ ધર્મ શ્રેષ્ઠ દૈવી કર્મ ની સ્થાપના કરે છે. તમે શ્રીમત પર ચાલી
બાપ ની યાદ થી વિકારો પર વિજય મેળવો છો. ભણતર થી પોતાને રાજતિલક આપો છો.
ગીત :-
તુમ્હેં પાકે…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. રુહાની બાળકો જ કહે છે કે બાબા. બાળકો જાણે છે આ
બેહદ નાં બાપ, બેહદ નું સુખ આપવા વાળા છે અર્થાત્ એ બધાનાં બાપ છે. એમને બધા બેહદ
નાં બાળકો, આત્માઓ યાદ કરતા રહે છે. કોઈને કોઈ પ્રકાર થી યાદ કરે છે પરંતુ તેમને આ
ખબર નથી કે આપણને એ પરમપિતા પરમાત્મા પાસે થી વિશ્વ ની બાદશાહી મળે છે. તમે જાણો છો
આપણને બાપ જે સતયુગી વિશ્વ ની બાદશાહી આપે છે, તે અટલ, અખંડ, અડોલ છે, તે આપણી
બાદશાહી ૨૧ જન્મ કાયમ રહે છે. આખાં વિશ્વ પર આપણી રાજાઈ રહે છે જેને કોઈ છીનવી નથી
શકતું, લૂંટી નથી શકતું. આપણી રાજાઈ છે અડોલ કારણકે ત્યાં એક જ ધર્મ છે, દ્વૈત નથી.
તે છે અદ્વૈત રાજ્ય. બાળકો જ્યારે પણ ગીત સાંભળે છે તો પોતાની રાજધાની નો નશો આવવો
જોઈએ. આવાં-આવાં ગીત ઘર માં હોવાં જોઈએ. તમારું બધુંજ છે ગુપ્ત અને મોટાં-મોટાં
વ્યક્તિઓ નો ખૂબ ઠાઠ હોય છે. તમને કોઈ ઠાઠ નથી. તમે જુઓ છો બાબાએ જેમનામાં પ્રવેશ
કર્યો છે તે પણ કેટલાં સાધારણ રહે છે. આ પણ બાળકો જાણે છે અહીં દરેક મનુષ્ય
અનરાઈટીયસ (ખોટાં) છી-છી કામ જ કરે છે, એટલે બેસમજ કહેવાય છે. બુદ્ધિ ને બિલકુલ જ
તાળું લાગેલું છે. તમે કેટલાં સમજદાર હતાં. વિશ્વ નાં માલિક હતાં. હમણાં માયાએ એટલાં
બેસમજ બનાવી દીધાં છે જે કોઈ કામ નાં જ નથી રહ્યાં. બાપ ની પાસે જવા માટે યજ્ઞ-તપ
વગેરે ખૂબ કરતા રહે છે પરંતુ મળતું કાંઈ પણ નથી. એમ જ ધક્કા ખાતા રહે છે.
દિવસે-દિવસે અકલ્યાણ જ થતું જાય છે. જેટલાં-જેટલાં મનુષ્ય તમોપ્રધાન બની જાય છે,
એટલું-એટલું અકલ્યાણ થવાનું જ છે. ઋષિ-મુનિ જેમનું ગાયન છે તે પવિત્ર રહેતાં હતાં.
નેતી-નેતી કહેતાં હતાં. હમણાં તમોપ્રધાન બની ગયા છે તો કહે છે શિવોહમ્ તતત્વમ્,
સર્વવ્યાપી છે, તારા-મારા માં બધામાં છે. તે લોકો ફક્ત પરમાત્મા કહી દે છે. પરમપિતા
ક્યારેય નહીં કહેશે. પરમપિતા, એમને પછી સર્વવ્યાપી કહેવા આ તો રોંગ (ખોટું) થઈ જાય
છે એટલે પછી ઈશ્વર કે પરમાત્મા કહી દે છે. પિતા શબ્દ બુદ્ધિ માં નથી આવતો. કોઈ કહે
પણ છે તો પણ કહેવા માત્ર. જો પરમપિતા સમજે તો બુદ્ધિ એકદમ ચમકી ઉઠે. બાપ સ્વર્ગ નો
વારસો આપે છે, એ છે જ હેવનલી ગોડફાધર. પછી આપણે નર્ક માં કેમ પડ્યાં છીએ? હવે આપણે
મુક્તિ-જીવનમુક્તિ કેવી રીતે મેળવી શકીએ છીએ. આ કોઈની પણ બુદ્ધિ માં નથી આવતું.
આત્મા પતિત બની ગયો છે. આત્મા પહેલાંં સતોપ્રધાન, સમજદાર હોય છે પછી સતો, રજો, તમો
માં આવે છે, બેસમજ બની જાય છે. હમણાં તમને સમજ આવી છે. બાબાએ આપણને આ સ્મૃતિ અપાવી
છે. જ્યારે નવી દુનિયા ભારત હતું તો આપણું રાજ્ય હતું. એક જ મત, એક જ ભાષા, એક જ
ધર્મ, એક જ મહારાજા-મહારાણી નું રાજ્ય હતું, પછી દ્વાપર માં વામમાર્ગ શરુ થાય છે પછી
દરેક નાં કર્મો ઉપર આધાર થઈ જાય છે. કર્મો અનુસાર એક શરીર છોડી બીજું લે છે. હવે
બાપ કહે છે હું તમને એવાં કર્મ શીખવાડું છું જે ૨૧ જન્મ તમે બાદશાહી મેળવો છો. ભલે
ત્યાં પણ હદ નાં બાપ તો મળે છે પરંતુ ત્યાં જ્ઞાન રહેતું નથી કે આ રાજાઈ નો વારસો
બેહદ નાં બાપ નો આપેલો છે. પછી દ્વાપર થી રાવણ રાજ્ય શરુ થાય છે, વિકારી સંબંધ થઈ
જાય છે. પછી કર્મો અનુસાર જન્મ મળે છે. ભારત માં પૂજ્ય રાજાઓ પણ હતાં તો પુજારી
રાજાઓ પણ છે. સતયુગ-ત્રેતા માં બધા પૂજ્ય હોય છે. ત્યાં પૂજા કે ભક્તિ કોઈ હોતી નથી
પછી દ્વાપર માં જ્યારે ભક્તિમાર્ગ શરુ થાય છે તો યથા રાજા-રાણી તથા પ્રજા પુજારી,
ભગત બની જાય છે. મોટા માં મોટા રાજા જે સૂર્યવંશી પૂજ્ય હતાં, એ જ પુજારી બની જાય.
હમણાં તમે જે વાઈસલેસ
(નિર્વિકારી) બનો છો, તેની પ્રારબ્ધ ૨૧ જન્મ માટે છે. પછી ભક્તિમાર્ગ શરુ થાય છે.
દેવતાઓ નાં મંદિર બનાવીને પૂજા કરતા રહે છે. આ ફક્ત ભારત માં જ થાય છે. ૮૪ જન્મો ની
કહાણી જે બાપ સંભળાવે છે, આ પણ ભારતવાસીઓ માટે છે. બીજા ધર્મવાળા તો આવે જ પછી છે.
પછી તો વૃદ્ધિ થતાં-થતાં અનેકાનેક થઈ જાય છે. વેરાઈટી ભિન્ન-ભિન્ન ધર્મ વાળા નાં
ફીચર્સ, દરેક વાત માં ભિન્ન-ભિન્ન થઈ જાય છે. રીત-રિવાજ પણ ભિન્ન-ભિન્ન હોય છે.
ભક્તિમાર્ગ માટે સામગ્રી પણ જોઈએ. જેમ બીજ નાનું હોય છે, ઝાડ કેટલું મોટું છે. ઝાડ
નાં પાન વગેરે ગણતરી નથી કરી શકાતાં. તેમ ભક્તિ નો પણ વિસ્તાર થઈ જાય છે. અનેકાનેક
શાસ્ત્ર બનાવતા જાય છે. હવે બાપ બાળકોને કહે છે - આ ભક્તિમાર્ગ ની સામગ્રી બધી ખતમ
થઈ જાય છે. હવે મુજ બાપ ને યાદ કરો. ભક્તિ નો પ્રભાવ પણ ખૂબ જ છે ને? કેટલી સુંદર
છે, નાચ, તમાશો, ગાયન વગેરે કેટલાં ખર્ચા કરે છે. હવે બાપ કહે છે મુજ બાપ ને અને
વારસા ને યાદ કરો. આદિ સનાતન પોતાનાં ધર્મ ને યાદ કરો. અનેક પ્રકારની ભક્તિ
જન્મ-જન્માંતર તમે કરતાં આવ્યાં છો. સંન્યાસી પણ આત્માઓ નાં રહેવાનાં સ્થાન, તત્વ
ને પરમાત્મા સમજી લે છે. બ્રહ્મ કે તત્વ ને જ યાદ કરે છે. હકીકત માં સંન્યાસી જ્યારે
સતોપ્રધાન છે તો તેમને જંગલ માં જઈને રહેવું છે શાંતિ માં. એવું નથી કે તેમને
બ્રહ્મ માં જઈને લીન થવું છે. તે સમજે છે બ્રહ્મ ની યાદ માં રહેવાથી, શરીર છોડવાથી
બ્રહ્મ માં લીન થઈ જઈશું. બાપ કહે છે - લીન કોઈ થઈ નથી શકતું. આત્મા તો અવિનાશી છે
ને, તે લીન કેવી રીતે થઈ શકે? ભક્તિમાર્ગ માં કેટલી માથાકૂટ કરે છે, પછી કહે છે
ભગવાન કોઈને કોઈ રુપ માં આવશે. હવે કોણ સાચ્ચું? તેઓ કહે અમે બ્રહ્મ સાથે યોગ લગાવી
બ્રહ્મ માં લીન થઈ જઈશું. ગૃહસ્થ ધર્મવાળા કહે છે ભગવાન કોઈ ન કોઈ રુપ માં પતિતો ને
પાવન બનાવવા આવશે. એવું નથી કે ઉપર થી પ્રેરણા દ્વારા જ શીખવાડશે. ટીચર ઘરે બેઠાં
પ્રેરણા કરશે શું? પ્રેરણા શબ્દ નથી. પ્રેરણા થી કોઈ કામ નથી થતું. ભલે શંકર ની
પ્રેરણા દ્વારા વિનાશ કહેવાય છે પરંતુ છે આ ડ્રામા ની નોંધ. તેમને આ મુસળ વગેરે તો
બનાવવાના જ છે. આ ફક્ત મહિમા ગવાય છે. કોઈ પણ પોતાનાં મોટાઓ ની મહિમા નથી જાણતાં.
ધર્મ સ્થાપક ને પણ ગુરુ કહી દે છે પરંતુ તે તો ફક્ત ધર્મ સ્થાપન કરે છે. ગુરુ તેમને
કહેવાય જે સદ્દગતિ કરે. તે તો ધર્મ સ્થાપન કરવા આવે છે, તેમની પાછળ તેમની વંશાવલી
આવતી રહે છે. સદ્દગતિ તો કોઈની કરતા જ નથી. તો તેમને ગુરુ કેવી રીતે કહેવાશે? ગુરુ
તો એક જ છે જેમને સર્વ નાં સદ્દગતિ દાતા કહેવાય છે. ભગવાન બાપ જ આવીને સર્વ ની
સદ્દગતિ કરે છે. મુક્તિ-જીવનમુક્તિ આપે છે. એમની યાદ ક્યારેય કોઈના થી છૂટી નથી શકતી.
ભલે પતિ સાથે કેટલો પણ પ્રેમ હોય છતાં પણ હે ભગવાન, હે ઈશ્વર જરુર કહેશે કારણકે એજ
સર્વ નાં સદ્દગતિ દાતા છે. બાપ સમજાવે છે, આ બધી રચના છે. રચયિતા બાપ હું છું. સર્વ
ને સુખ આપવા વાળા એક જ બાપ થયાં. ભાઈ, ભાઈ ને વારસો નથી આપી શકતાં. વારસો હંમેશા
બાપ પાસે થી મળે છે. આપ સર્વ બેહદ નાં બાળકો ને બેહદ નો વારસો આપું છું એટલે જ મને
યાદ કરે છે - હે પરમપિતા, ક્ષમા કરો, રહેમ કરો. સમજતા કાંઈ પણ નથી. ભક્તિમાર્ગ માં
અનેક પ્રકાર ની મહિમા કરે છે, આ પણ ડ્રામા પ્લાન અનુસાર પોતાનો પાર્ટ ભજવતા રહે છે.
બાપ કહે છે હું કોઈ તેમનાં પોકારવા પર નથી આવતો. આ તો ડ્રામા બનેલો છે. ડ્રામા માં
મારા આવવાનો પાર્ટ નોંધાયેલો છે. અનેક ધર્મ વિનાશ, એક ધર્મ ની સ્થાપના અથવા કળિયુગ
નો વિનાશ, સતયુગ ની સ્થાપના કરવાની હોય છે. હું પોતાનાં સમય પર સ્વયં જ આવું છું. આ
ભક્તિમાર્ગ નો પણ ડ્રામા માં પાર્ટ છે. હમણાં જ્યારે ભક્તિમાર્ગ નો પાર્ટ પૂરો થયો
ત્યારે આવેલો છું. બાળકો પણ કહે છે, હવે અમે જાણી ગયાં, ૫ હજાર વર્ષ પછી ફરી થી તમને
મળ્યાં છીએ. કલ્પ પહેલાં પણ બાબા તમે બ્રહ્મા તન માં જ આવ્યાં હતાં. આ જ્ઞાન તમને
હમણાં મળે છે પછી ક્યારેય નહીં મળશે. આ છે જ્ઞાન, તે છે ભક્તિ. જ્ઞાન ની છે
પ્રારબ્ધ, ચઢતી કળા. સેકન્ડ માં જીવનમુક્તિ કહેવાય છે. કહે છે જનકે સેકન્ડ માં
જીવનમુક્તિ મેળવી. શું ફક્ત એક જનકે જીવનમુક્તિ મેળવી? જીવનમુક્તિ અર્થાત્ જીવન ને
મુક્ત કરે છે, આ રાવણ રાજ્ય થી.
બાપ જાણે છે બધા બાળકો
ની કેટલી દુર્ગતિ થઈ ગઈ છે. તેમની ફરી સદ્દગતિ થવાની છે. દુર્ગતિ થી પછી ઊંચ ગતિ,
મુક્તિ-જીવનમુક્તિ મેળવે છે. પહેલાં મુક્તિ માં જઈને પછી જીવનમુક્તિ માં આવશે. શાંતિ
થી પછી સુખધામ માં આવશે. આ ચક્ર નાં બધા રહસ્ય બાપે સમજાવ્યાં છે. તમારી સાથે બીજા
પણ ધર્મ આવતા જાય છે, મનુષ્ય સૃષ્ટિ ની વૃદ્ધિ થાય છે. બાપ કહે છે આ સમયે આ મનુષ્ય
સૃષ્ટિ નું ઝાડ તમોપ્રધાન જડજડીભૂત થઈ ગયું છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું
ફાઉન્ડેશન આખું સડી ગયું છે. બાકી બધા ધર્મ ઉભાં છે. ભારત માં એક પણ પોતાને આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ નાં સમજતા નથી. છે દેવતા ધર્મ નાં પરંતુ આ સમયે આ સમજતા નથી
- આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં કારણકે દેવતાઓ તો પવિત્ર હતાં. સમજે છે
અમે તો પવિત્ર નથી. અમે અપવિત્ર પતિત પોતાને દેવતા કેવી રીતે કહેવાશું? આ પણ ડ્રામા
નાં પ્લાન અનુસાર રીત પડી જાય છે હિન્દુ કહેવાની. જનસંખ્યા માં પણ હિંદુ ધર્મ લખી
દે છે. ભલે ગુજરાતી હશે તો પણ હિન્દુ ગુજરાતી કહી દેશે. તેમને પૂછો તો ખરા કે હિંદુ
ધર્મ ક્યાંથી આવ્યો? તો કોઈને ખબર નથી ફક્ત કહી દે છે - અમારો ધર્મ કૃષ્ણએ સ્થાપન
કર્યો. ક્યારે? દ્વાપર માં. દ્વાપર થી જ આ લોકો પોતાનાં ધર્મ ને ભૂલી હિન્દુ કહેવા
લાગ્યાં છે એટલે તેમને દૈવી ધર્મભ્રષ્ટ કહેવાય છે. ત્યાં બધા સારા કર્મ કરે છે. અહીં
બધા છી-છી કર્મ કરે છે એટલે દેવી-દેવતા ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ કહેવાય છે. હવે ફરી
શ્રેષ્ઠ ધર્મ, શ્રેષ્ઠ દેવી કર્મ ની સ્થાપના થઈ રહી છે એટલે કહેવાય છે હવે આ ૫
વિકારો ને છોડતા જાઓ. આ વિકાર અડધાકલ્પ થી રહ્યાં છે. હવે એક જન્મ માં આને છોડવા -
આમાં જ મહેનત લાગે છે. મહેનત વગર થોડી વિશ્વ ની બાદશાહી મળશે? બાપ ને યાદ કરશો
ત્યારે જ પોતાને તમે રાજાઈ નું તિલક આપો છો અર્થાત્ રાજાઈ નાં અધિકારી બનો છો. જેટલાં
સારી રીતે યાદ માં રહેશો, શ્રીમત પર ચાલશો તો તમે રાજાઓ નાં રાજા બનશો. ભણાવવા વાળા
શિક્ષક તો આવ્યાં છે ભણાવવાં. આ પાઠશાળા છે જ મનુષ્ય થી દેવતા બનવાની. નર થી નારાયણ
બનાવવાની કથા સંભળાવે છે. આ કથા કેટલી પ્રસિદ્ધ છે. આને અમરકથા, સત્ય નારાયણ ની કથા,
તિજરી ની કથા પણ કહેવાય છે. ત્રણેય નો અર્થ પણ બાપ સમજાવે છે. ભક્તિમાર્ગ ની તો ખૂબ
કથાઓ છે. તો જુઓ ગીત કેટલાં સારા છે. બાબા આપણને આખાં વિશ્વ નાં માલિક બનાવે છે, જે
માલિકપણું કોઈ લૂંટી ન શકે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા આ
સ્મૃતિ રાખવાની છે કે આપણે એક મત, એક રાજ્ય, એક ધર્મ ની સ્થાપના નાં નિમિત્ત છીએ
એટલે એક મત થઈને રહેવાનું છે.
2. સ્વયં ને રાજાઈ
નું તિલક આપવા માટે વિકારો ને છોડવાની મહેનત કરવાની છે. ભણતર પર પૂરું ધ્યાન આપવાનું
છે.
વરદાન :-
કર્માતીત
સ્ટેજ પર સ્થિત થઈ ચારેય તરફ ની સેવાઓ ને હેન્ડલ કરવાવાળા સિદ્ધિ સ્વરુપ ભવ
આગળ ચાલીને ચારેય તરફ
ની સેવાઓ નાં વિસ્તાર ને હેન્ડલ કરવા માટે ભિન્ન-ભિન્ન સાધન અપનાવવા પડશે કારણકે એ
સમયે પત્ર વ્યવહાર કે ટેલિગ્રામ, ટેલીફોન વગેરે કામ નહીં કરશે. એવાં સમય પર વાયરલેસ
સેટ જોઈએ. એનાં માટે હમણાં-હમણાં કર્મયોગી, હમણાં-હમણાં કર્માતીત સ્ટેજ માં સ્થિત
રહેવાનો અભ્યાસ કરો. ત્યારે ચારેય તરફ સંકલ્પ ની સિદ્ધિ દ્વારા સેવા માં સહયોગી બની
શકશો.
સ્લોગન :-
પરમાત્મ-પ્રેમ
ની પાલના નું સ્વરુપ - તમારું સહજયોગી જીવન છે.
આ અવ્યક્ત ઈશારા -
એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો
દરેકે બે વાતો વિશેષ
ધ્યાન માં રાખવાની છે - એક સદા સંસ્કારો ને મળાવવાની યુનિટી. બીજી એક-બીજા માં
વિશ્વાસ રાખી સદા સંતુષ્ટ રહેવાનું છે અને બધાને સંતુષ્ટ કરવાનાં છે. જ્યારે આ બંને
વાતો સદા ધ્યાન પર રહેશે ત્યારે બાપ જે છે, જેવાં છે, તેવાં દેખાશે અને પ્રત્યક્ષતા
થશે.