13-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે શ્રીમત પર તત્વો સહિત આખી દુનિયા ને પાવન બનાવવાની સેવા કરવાની છે , બધાને સુખ અને શાંતિ નો રસ્તો બતાવવાનો છે”

પ્રશ્ન :-
આપ બાળકો પોતાનાં દેહ ને પણ ભૂલવાનો પુરુષાર્થ કરો છો એટલે તમને કઈ વસ્તુ ની જરુર નથી?

ઉત્તર :-
ચિત્રો ની. જ્યારે આ ચિત્ર (દેહ) જ ભૂલવાનું છે તો તે ચિત્રો ની શું દરકાર છે? સ્વયં ને આત્મા સમજી વિદેહી બાપ ને અને સ્વીટ હોમ ને યાદ કરો. આ ચિત્ર તો છે નાનાં બાળકો માટે અર્થાત્ નવાં માટે. તમારે તો યાદ માં રહેવાનું છે અને બધાને યાદ કરાવવાનું છે. ધંધો વગેરે કરતા સતોપ્રધાન બનવા માટે યાદ માં જ રહેવાનો અભ્યાસ કરો.

ગીત :-
તકદીર જગાકર આઈ હું…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકોએ આ શબ્દ સાંભળ્યાં અને તરત જ ખુશી માં રોમાંચ ઉભા થઈ ગઈ ગયા હશે. બાળકો જાણે છે અહીં આવ્યાં છીએ પોતાનું સૌભાગ્ય, સ્વર્ગ ની તકદીર લેવાં. આવું બીજે ક્યાંય પણ નહીં કહેશે. તમે જાણો છો આપણે બાપ પાસે થી સ્વર્ગ નો વારસો લઈ રહ્યાં છીએ અર્થાત્ સ્વર્ગ બનાવવાનો પુરુષાર્થ કરી રહ્યાં છીએ. ફક્ત સ્વર્ગવાસી બનવાનો નહીં પરંતુ સ્વર્ગ માં ઊંચા માં ઊંચું પદ મેળવવા નો પુરુષાર્થ કરી રહ્યાં છીએ. સ્વર્ગ નો સાક્ષાત્કાર કરાવવા વાળા બાપ આપણને ભણાવી રહ્યાં છે. આ પણ બાળકો ને નશો ચઢવો જોઈએ. ભક્તિ હવે ખતમ થવાની છે. કહેવાય છે ભગવાન ભક્તો નો ઉદ્ધાર કરવા આવે છે કારણકે રાવણ ની જંજીરો (માયાજાળ) માં ફસાયેલાં છે. અનેક મનુષ્યો ની અનેક મતો છે. તમે તો જાણી ગયા છો. સૃષ્ટિ નું ચક્ર, આ અનાદિ ખેલ બનેલો છે. આ પણ ભારતવાસી સમજે છે, બરોબર અમે પ્રાચીન નવી દુનિયા નાં વાસી હતાં, હવે જૂની દુનિયા નાં વાસી બન્યાં છીએ. બાપે સ્વર્ગ નવી દુનિયા બનાવી, રાવણે પછી નર્ક બનાવ્યું છે. બાપદાદા ની મત પર તમે હવે પોતાનાં માટે નવી દુનિયા બનાવી રહ્યાં છો. નવી દુનિયા માટે ભણી રહ્યાં છો. કોણ ભણાવે છે? જ્ઞાન નાં સાગર, પતિત-પાવન જેમની મહિમા છે. એક સિવાય બીજા કોઈની મહિમા નથી ગવાતી. એ જ પતિત-પાવન છે. આપણે બધા પતિત છીએ. પાવન દુનિયા ની યાદ કોઈને નથી. હમણાં તમે જાણો છો બરોબર ૫ હજાર વર્ષ પહેલાં પાવન દુનિયા હતી. આ ભારત જ હતું. બાકી બધા ધર્મ શાંતિ માં હતાં. આપણે ભારતવાસી સુખધામ માં હતાં. મનુષ્ય શાંતિ ઈચ્છે છે પરંતુ અહીં તો કોઈ શાંત રહી ન શકે. આ કોઈ શાંતિધામ નથી. શાંતિધામ છે નિરાકારી દુનિયા, જ્યાંથી આપણે આવીએ છીએ. બાકી સતયુગ છે સુખધામ, તેને શાંતિધામ નહીં કહેવાશે. ત્યાં તમે પવિત્રતા-સુખ-શાંતિ માં રહો છો. કોઈ હંગામા (તોફાન) નથી હોતાં. ઘર માં બાળકો ઝઘડો વગેરે કરે છે તો તેમને કહેવાય છે શાંત રહો. તો બાપ કહે છે તમે આત્માઓ તે શાંતિ દેશ નાં હતાં. હવે ઝઘડાળું દેશ માં આવીને બેઠાં છો. આ વાત તમારી બુદ્ધિ માં છે. તમે બાપ દ્વારા ફરીથી ઊંચા માં ઊંચું પદ મેળવવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો. આ સ્કુલ કોઈ નાની થોડી છે? ગોડફાધર ની યુનિવર્સિટી (પરમાત્મા નું વિશ્વવિદ્યાલય) છે. આખી દુનિયા માં આ મોટા માં મોટી યુનિવર્સિટી છે. આમાં બધા બાપ પાસે થી શાંતિ અને સુખ નો વારસો મેળવે છે. એક બાપ સિવાય બીજા કોઈની મહિમા નથી. બ્રહ્મા ની મહિમા થોડી છે? બાપ જ આ સમયે આવીને વારસો આપે છે. પછી તો સુખ જ સુખ છે. સુખ-શાંતિ આપવા વાળા એક બાપ છે. એમની જ મહિમા છે. સતયુગ-ત્રેતા માં કોઈની મહિમા થતી નથી. ત્યાં તો રાજધાની ચાલતી રહે છે. તમે વારસો મેળવી લો છો, બાકી બધા શાંતિધામ માં રહે છે. મહિમા કોઈ ની નથી. ભલે ક્રાઈસ્ટ ધર્મ સ્થાપન કરે છે, તે તો કરવાના જ છે. ધર્મ સ્થાપન કરે છે છતાં પણ નીચે ઉતરતા જાય છે. મહિમા શું થઈ? મહિમા ફક્ત એક ની જ છે, જેમને પતિત-પાવન, લિબ્રેટર કહીને બોલાવે છે. એવું તો નથી એમને ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે યાદ આવતા હશે. યાદ છતાં પણ એક ને કરે છે ઓ ગોડ ફાધર. સતયુગ માં તો કોઈની મહિમા થતી નથી. પાછળ આ ધર્મ શરુ થાય છે તો બાપ ની મહિમા ગાય છે અને ભક્તિ શરુ થાય છે. ડ્રામા કેવી રીતે બનેલો છે? કેવી રીતે ચક્ર ફરે છે? તે તો જે બાપ નાં બાળકો બન્યાં છે, એ જ જાણે છે. બાપ છે રચયિતા. નવી સૃષ્ટિ રચે છે સ્વર્ગ. પરંતુ બધા તો સ્વર્ગ માં આવી નથી શકતાં. ડ્રામા નાં રહસ્ય ને પણ સમજવાનાં છે. બાપ પાસે થી સુખ નો વારસો મળે છે. આ સમયે બધા દુઃખી છે. બધાએ પાછા જવાનું છે પછી આવશે સુખ માં. આપ બાળકો ને ખૂબ સરસ પાર્ટ મળેલો છે. જે બાપ ની આટલી મહિમા છે એ હમણાં આવીને સન્મુખ બેઠેલા છે અને બાળકો ને સમજાવે છે. બધા બાળકો છે ને? બાપ તો એવર હેપ્પી (સદાખુશ) છે. હકીકત માં બાપ માટે આ કહી ન શકાય. જો એ હેપ્પી બને તો અનહેપ્પી પણ બનવું પડે. બાબા તો આ બધા થી ન્યારા છે. જે બાપ ની મહિમા છે એ જ આ સમયે તમારી મહિમા છે પછી ભવિષ્ય માં તમારી મહિમા અલગ હશે. જેમ બાપ જ્ઞાન નાં સાગર છે, તમે પણ છો. તમારી બુદ્ધિ માં સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન છે. જાણો છો બાપ સુખ નાં સાગર છે, એમની પાસે થી અથાહ સુખ મળે છે. આ સમયે તમે બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છો. બાપ બાળકો ને હમણાં શ્રેષ્ઠ કર્મ શીખવાડી રહ્યાં છે. જેમ આ લક્ષ્મી-નારાયણ છે, આમણે જરુર પહેલાં નાં જન્મ માં સારા કર્મ કર્યા છે જે આ પદ મેળવ્યું છે. દુનિયા માં આ કોઈ સમજતું નથી કે આમણે રાજ્ય કેવી રીતે મેળવ્યું?

બાપ કહે છે આપ બાળકો હવે આ બની રહ્યાં છો. તમારી બુદ્ધિ માં આવે છે અમે આ હતાં પછી આ બનીએ છીએ. બાપ બેસી કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ સમજાવે છે જેનાથી આપણે આ બનીએ છીએ. શ્રીમત આપે છે તો શ્રીમત જાણવી જોઈએ ને? શ્રીમત થી આખી દુનિયા, તત્વો વગેરે બધાને શ્રેષ્ઠ બનાવે છે. સતયુગ માં બધા શ્રેષ્ઠ હતાં. ત્યાં કોઈ હંગામા કે તોફાન વગેરે હોતાં નથી. ન વધારે ઠંડી, ન ગરમી. વસંતઋતુ હોય છે. ત્યાં તમે કેટલાં સુખી રહો છો. તે લોકો ગાય પણ છે ખુદા બહિશ્ત અથવા હેવન સ્થાપન કરે છે. તો એમાં ઊંચ પદ મેળવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. હંમેશા ગવાયેલું છે ફોલો મધર-ફાધર (માત-પિતા નું અનુકરણ કરો). બાપ ને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. અને પછી ફાધર ની સાથે આપણે આત્માઓ એક સાથે જઈશું. શ્રીમત પર ચાલીને દરેક ને રસ્તો બતાવવાનો છે.

બેહદ નાં બાપ છે સ્વર્ગ નાં રચયિતા. હમણાં તો હેલ (નર્ક) છે. જરુર હેલ માં હેવન (સ્વર્ગ) નો વારસો આપ્યો હશે. હવે ૮૪ જન્મ પૂરાં થાય છે પછી આપણે પહેલો જન્મ સ્વર્ગ માં લેવાનો છે. તમારો મુખ્ય ઉદ્દેશ સામે છે. આ બનવાનું છે. આપણે જ લક્ષ્મી-નારાયણ બનીએ છીએ, હકીકત માં આ ચિત્રો ની દરકાર નથી. જે કાચાં છે, ઘડી-ઘડી ભૂલી જાય છે, એટલે ચિત્ર રખાય છે. કોઈ શ્રીકૃષ્ણ નું ચિત્ર રાખે છે. શ્રી કૃષ્ણ ને જોયા વગર યાદ નથી કરી શકતાં. બધાની બુદ્ધિ માં ચિત્ર તો હોય છે. તમારે કોઈ ચિત્ર લગાવવાની દરકાર નથી. તમે પોતાને આત્મા સમજો છો, તમારે પોતાનું ચિત્ર પણ ભૂલવાનું છે. દેહ સહિત બધા સંબંધ ભૂલી જવાના છે. બાપ કહે છે તમે છો આશિક, એક માશૂક નાં. માશૂક બાપ કહે છે મને યાદ કરતા રહો તો વિકર્મ વિનાશ થઈ જાય. એવી અવસ્થા રહે જો શરીર જે સમયે છૂટે તો સમજે અમે આ જૂની દુનિયા ને છોડી હવે બાપ ની પાસે જઈએ છીએ. ૮૪ જન્મ પૂરા થયા હવે જવાનું છે. બાબાએ ફરમાન કર્યુ છે મને યાદ કરો. બસ, બાપ અને સ્વીટ હોમ ને યાદ કરો. બુદ્ધિ માં છે કે હું આત્મા શરીર વગર હતો પછી અહીં પાર્ટ ભજવવા માટે શરીર ધારણ કર્યુ છે. પાર્ટ ભજવતાં-ભજવતાં પતિત બની ગયા છીએ. આ શરીર તો છે જૂની જુત્તી. આત્મા પવિત્ર થઈ રહ્યો છે. શરીર પવિત્ર તો અહીં મળી ન શકે. હવે આપણે આત્મા જઈશું પાછા ઘરે. પહેલાં પ્રિન્સ-પ્રિન્સેસ બનીશું પછી સ્વયંવર પછી લક્ષ્મી-નારાયણ બનીશું. મનુષ્યો ને આ ખબર નથી કે રાધા-કૃષ્ણ કોણ છે? બંને અલગ-અલગ રાજધાની નાં હતાં પછી એમનો સ્વયંવર થાય છે. આપ બાળકોએ ધ્યાન માં સ્વયંવર જોયો છે. શરુઆત માં ખૂબ સાક્ષાત્કાર થતા હતાં કારણ કે પાકિસ્તાન માં તમને ખુશી માં રાખવા માટે આ બધા પાર્ટ ચાલતાં હતાં. અંત માં તો છે જ મારામારી. અર્થક્વેક (ધરતીકંપ) વગેરે ખૂબ થશે. તમને સાક્ષાત્કાર થતા રહેશે. દરેક ને ખબર પડી જશે અમે કયું પદ મેળવીશું. પછી જે ઓછા ભણેલા હશે તે ખૂબ પસ્તાશે. બાપ કહેશે તમે ન ભણ્યાં, ન બીજા ને ભણાવ્યાં, ન યાદ માં રહેતાં હતાં. યાદ થી જ સતોપ્રધાન બની શકો છો. પતિત-પાવન તો બાપ જ છે. એ કહે છે મામેકમ્ યાદ કરો તો તમારી ખાદ નીકળી જશે. પુરુષાર્થ કરવાનો છે - યાદ ની યાત્રા નો. ધંધો વગેરે ભલે કરો. કર્મ તો કરવાના જ છે ને? પરંતુ બુદ્ધિ નો યોગ ત્યાં રહે. તમોપ્રધાન થી સતોપ્રધાન અહીં બનવાનું છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં તમે મને યાદ કરો ત્યારે જ તમે નવી દુનિયા નાં માલિક બનશો. બાપ બીજી કોઈ તકલીફ નથી આપતાં. તમને ખૂબ સહજ ઉપાય બતાવે છે. સુખધામ નાં માલિક બનવા મામેકમ્ યાદ કરો. હમણાં તમે યાદ કરો - બાબા પણ સ્ટાર (બિંદુ) છે. મનુષ્ય તો સમજે છે એ સર્વશક્તિમાન્ છે, ખૂબ તેજવાન છે. બાપ કહે છે મનુષ્ય સૃષ્ટિ નું ચૈતન્ય બીજરુપ છું. બીજ હોવાનાં કારણે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણું છું. તમે તો બીજ નથી, હું બીજ છું એટલે મને જ્ઞાન સાગર કહેવાય છે. મનુષ્ય સૃષ્ટિ નાં ચૈતન્ય બીજ છે એમને જરુર ખબર હશે કે આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે. ઋષિ-મુનિ કોઈ રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. બાળકો જો જાણત તો તેમની પાસે જવામાં વાર ન લાગત. પરંતુ બાપ ની પાસે જવાનો રસ્તો કોઈ પણ જાણતા નથી. પાવન દુનિયા માં પતિત જઈ જ કેવી રીતે શકે એટલે બાપ કહે છે કામ મહાશત્રુ પર જીત મેળવો. આ જ તમને આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. આપ બાળકો ને કેટલું સારી રીતે સમજાવે છે. કોઈ તકલીફ નથી. ફક્ત બાપ અને વારસા ને યાદ કરવાના છે. બાપ ની યાદ અર્થાત્ યોગ થી પાપ ભસ્મ થશે. સેકન્ડ માં બાપ પાસે થી જ બાદશાહી મળે છે. બાળકો ભલે સ્વર્ગ માં તો આવશે પરંતુ સ્વર્ગ માં પણ ઊંચ પદ મેળવવું તેનો પુરુષાર્થ કરવાનો છે. સ્વર્ગ માં તો જવાનું જ છે. થોડું પણ સાંભળવા થી સમજી જશે બાપ આવ્યાં છે. હમણાં પણ કહે છે આ એ જ મહાભારત લડાઈ છે. જરુર બાપ પણ હશે જે બાળકો ને રાજયોગ શીખવાડે છે. તમે બધાને જગાડતા રહો છો. જે અનેક ને જગાડશે તે ઊંચ પદ મેળવશે. પુરુષાર્થ કરવાનો છે. બધા એક જેવા પુરુષાર્થી હોઈ ન શકે. સ્કૂલ ખુબ ઊંચી છે. આ છે વર્લ્ડ ની યુનિવર્સિટી. આખાં વર્લ્ડ ને સુખધામ અને શાંતિધામ બનાવવાનું છે. એવાં શિક્ષક ક્યારેય હોય છે શું? યુનિવર્સ આખી દુનિયા ને કહેવાય છે. બાપ જ આખાં યુનિવર્સ નાં મનુષ્યમાત્ર ને સતોપ્રધાન બનાવે છે અર્થાત્ સ્વર્ગ બનાવે છે.

ભક્તિમાર્ગ માં જે પણ તહેવાર મનાવે છે તે બધા હમણાં સંગમયુગ નાં છે. સતયુગ-ત્રેતા માં કોઈ તહેવાર હોતાં નથી. ત્યાં તો પ્રારબ્ધ ભોગવે છે. તહેવાર બધા અહીં મનાવે છે. હોળી અને ધુળેટી આ જ્ઞાન ની વાતો છે. ભૂતકાળ જે થયું તેનાં બધા જ તહેવાર મનાવતા આવ્યાં છે. છે બધા આ સમય નાં. હોળી પણ આ સમય ની છે. આ ૧૦૦ વર્ષ ની અંદર બધા કામ થઈ જાય છે. સૃષ્ટિ પણ નવી બની જાય છે. તમે જાણો છો આપણે અનેક વખત સુખ નો વારસો લીધો છે પછી ગુમાવ્યો છે. ખુશી થાય છે આપણે ફરી થી બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છીએ. બીજાઓ ને પણ રસ્તો બતાવવાનો છે. ડ્રામા અનુસાર સ્વર્ગ ની સ્થાપના થવાની છે જરુર. જેમ દિવસ પછી રાત, રાત પછી દિવસ થાય છે તેમ કળિયુગ પછી જરુર સતયુગ આવવાનો છે. મીઠાં-મીઠાં બાળકો ની બુદ્ધિ માં ખુશી નાં નગારા વાગવા જોઈએ. હવે સમય પૂરો થાય છે, આપણે જઈએ છીએ શાંતિધામ. આ અંતિમ જન્મ છે. કર્મભોગ ની ભોગના પણ ખુશી માં હલ્કી થઈ જાય છે. થોડી ભોગના થી, થોડાં યોગબળ થી હિસાબ-કિતાબ ચૂક્તું થવાનાં છે. બાપ બાળકો ને ધીરજ આપે છે, તમારા સદા સુખ નાં દિવસો આવી રહ્યાં છે. ધંધો વગેરે પણ કરવાનો છે. શરીર નિર્વાહ અર્થ પૈસા તો જોઈએ ને? બાબાએ સમજાવ્યું છે ધંધા વાળા લોકો ધર્માઉ કાઢે છે. સમજે છે વધારે ધન ભેગું થશે તો ખૂબ દાન કરીશું. અહીં પણ બાપ સમજાવે છે કોઈ બે પૈસા પણ આપે છે તો તેના રિટર્ન (વળતર) માં ૨૧ જન્મો માટે ખૂબ મળી જાય છે. પહેલાં જે તમે દાન-પુણ્ય કરતા હતાં તેનું રિટર્ન બીજા જન્મ માં મળતું હતું. હવે તો ૨૧ જન્મો માટે વળતર મળે છે. પહેલાં સાધુ-સંત વગેરે ને આપતા હતાં. હવે તો તમે જાણો છો આ બધું ખતમ થઈ જવાનું છે. હમણાં હું સન્મુખ આવ્યો છું તો આ કાર્ય માં લગાવો. તો તમને ૨૧ જન્મો માટે વારસો મળી જશે. આગળ તમે ઇનડાયરેક્ટ આપતા હતાં, આ છે ડાયરેક્ટ. બાકી તો તમારું બધું ખતમ થઈ જશે. બાબા કહેતાં રહે છે - પૈસા છે તો સેવાકેન્દ્ર ખોલતા જાઓ. શબ્દ લખી દો - સાચ્ચી ગીતા પાઠશાળા. ભગવાનુવાચ - મામેકમ્ યાદ કરો અને વારસા ને યાદ કરો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન મહિમા યોગ્ય બનવા માટે ફોલો ફાધર (બાપ નું અનુસરણ) કરવાનું છે.

2. આ અંતિમ જન્મ છે, હવે ઘરે જવાનું છે એટલે ખુશી માં અંદર જ અંદર નગારા વાગતા રહે. કર્મભોગ ને કર્મયોગ થી અર્થાત્ બાપ ની યાદ થી ખુશી-ખુશી ચૂક્તું કરવાનાં છે.

વરદાન :-
બાળક સો માલિકપણા ની સ્મૃતિ થી સર્વ ખજાનાઓ નાં અધિકારી , પ્રાપ્તિ સંપન્ન ભવ

આપણે બાપ નાં સર્વ ખજાનાઓ નાં બાળક સો માલિક છીએ, નેચરલ યોગી, નેચરલ સ્વરાજ્ય અધિકારી છીએ. આ સ્મૃતિ થી સર્વપ્રાપ્તિ સંપન્ન બનો. આ જ ગીત સદા ગાતા રહો કે “પાના થા સો પા લિયા.” ખોવાયું-મેળવ્યું, ખોવાયું-મેળવ્યું આ ખેલ ન કરો. મેળવી રહ્યો છું, મેળવી રહ્યો છું - આ અધિકારી નાં બોલ નથી. જે સંપન્ન બાપ નાં બાળકો, સાગર નાં બાળકો છે તે નોકર ની સમાન મહેનત કરી ન શકે.

સ્લોગન :-
યોગબળ દ્વારા કર્મભોગ પર વિજય પ્રાપ્ત કરવો - આ જ શ્રેષ્ઠ પુરુષાર્થ છે.

આ અવ્યક્ત ઈશારા - નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો

સૌથી પહેલાં સ્વયં માં પૂરો ફેથ (વિશ્વાસ) જોઈએ પછી બાપદાદા અને સર્વ પરિવાર નાં આત્માઓ માં ફેથફુલ (વિશ્વાસુ) બનવું પડે છે. જેટલાં ફેથફુલ બનીને, નિશ્ચયબુદ્ધિ બનીને કોઈ કર્તવ્ય કરશો તો ફેથફુલ થવાથી સક્સેસફુલ (સફળતા મૂર્ત) બની જ જશો. ફેથફુલ બનવાથી દરેક કર્તવ્ય, દરેક સંકલ્પ, દરેક બોલ પાવરફુલ થશે.