13-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  31.12.2004    બાપદાદા મધુબન


“ આ વર્ષ નાં આરંભ થી બેહદ ની વૈરાગ વૃત્તિ ઈમર્જ કરો , આ જ મુક્તિધામ નાં ગેટ ની ચાવી છે”
 


આજે નવયુગ રચયિતા બાપદાદા પોતાનાં બાળકો સાથે નવું વર્ષ મનાવવા માટે, પરમાત્મ-મિલન મનાવવા માટે બાળકો નાં સ્નેહ માં પોતાનાં દૂરદેશ થી સાકાર વતન માં મિલન મનાવવા આવ્યાં છે. દુનિયામાં તો નવાં વર્ષ ની મુબારક એક-બીજા ને આપે છે. પરંતુ બાપદાદા આપ બાળકો ને નવયુગ અને નવું વર્ષ બંને ની મુબારક આપી રહ્યાં છે. નવું વર્ષ તો એક દિવસ મનાવવાનું છે. નવયુગ તો આપ સંગમ પર સદા મનાવતા રહો છો. તમે બધા પણ પરમાત્મ-પ્રેમ નાં આકર્ષણ માં ખેંચાતા અહીં પહોંચી ગયા છો. પરંતુ સૌથી દૂરદેશ થી આવવા વાળા કોણ? ડબલ વિદેશી? તે તો છતાં પણ આ સાકાર દેશ માં જ છે પરંતુ બાપદાદા દૂરદેશી કેટલાં દૂરથી આવ્યાં છે? હિસાબ કાઢી શકો છો, કેટલાં માઈલ થી આવ્યાં છે? તો દૂરદેશી બાપદાદા ચારેય તરફ નાં બાળકો ને ભલે સામે ડાયમંડ હોલ માં બેઠાં છે, ભલે મધુબન માં બેઠાં છે કે જ્ઞાન સરોવર માં બેઠાં છે, ગેલેરી માં બેઠાં છે, તમારા બધાની સાથે જે દૂર બેસીને દેશ-વિદેશ માં બાપદાદા સાથે મિલન મનાવી રહ્યાં છે, બાપદાદા જોઈ રહ્યાં છે બધા કેટલાં પ્રેમ થી, દૂર થી જોઈ પણ રહ્યાં છે, સાંભળી પણ રહ્યાં છે. તો ચારેય તરફ નાં બાળકો ને નવયુગ અને નવાં વર્ષ ની પદમગુણા મુબારક છે, મુબારક છે, મુબારક છે. બાળકો ને તો નવ યુગ નયનો ની સામે છે ને? બસ, આજે સંગમ પર છીએ, કાલે પોતાનાં નવયુગ માં રાજ્ય અધિકારી બની રાજ્ય કરશો. આટલો નજીક અનુભવ થઈ રહ્યો છે? આજ અને કાલ ની જ તો વાત છે. કાલ હતો, કાલે ફરી થી આવવાનો છે. પોતાનાં નવયુગ નો, ગોલ્ડન યુગ નો, ગોલ્ડન ડ્રેસ સામે દેખાઈ રહ્યો છે? કેટલો સુંદર છે? સ્પષ્ટ દેખાઈ રહ્યો છે ને? આજે સાધારણ ડ્રેસ માં છો અને કાલે નવયુગ નાં સુંદર ડ્રેસ માં ચમકતા દેખાશો. નવાં વર્ષ માં તો એક દિવસ માટે એક-બીજા ને ગિફ્ટ આપે છે. પરંતુ નવ યુગ રચયિતા બાપદાદાએ તમને બધાને ગોલ્ડન વર્લ્ડ ની સોગાત (ભેટ) આપી છે, જે અનેક જન્મ ચાલવાની છે. વિનાશી સૌગાત નથી. અવિનાશી સૌગાત બાળકો ને આપી દીધી છે. યાદ છે ને? ભૂલી તો નથી ગયા ને? સેકન્ડ માં આવી જઈ શકો છો. હમણાં-હમણાં સંગમ પર, હમણાં-હમણાં પોતાની ગોલ્ડન દુનિયામાં પહોંચી જાઓ છો કે વાર લાગે છે? પોતાનું રાજ્ય સ્મૃતિ માં આવી જાય છે ને?

આજ નાં દિવસ ને વિદાય નો દિવસ કહેવાય છે અને ૧૨ વાગ્યા પછી વધાઈ નો દિવસ કહેવાશે. તો વિદાય નાં દિવસે, વર્ષ ની વિદાય ની સાથે-સાથે તમે બધાએ વર્ષ ની સાથે-સાથે બીજા કોને વિદાય આપી? ચેક કર્યુ સદા ને માટે વિદાય આપી કે થોડા સમય માટે વિદાય આપી? બાપદાદાએ પહેલાં પણ કહ્યું છે કે સમય ની રફ્તાર તીવ્ર ગતિ થી જઈ રહી છે, તો આખા વર્ષ નાં રીઝલ્ટ માં ચેક કર્યુ કે શું મારા પુરુષાર્થ ની રફ્તાર તીવ્ર રહી? કે ક્યારેક કેવી, ક્યારેક કેવી રહી? દુનિયા ની હાલતો ને જોતા હવે પોતાનાં વિશેષ બે સ્વરુપો ને ઈમર્જ કરો, તે બે સ્વરુપ છે - એક સર્વ પ્રત્યે રહેમદિલ અને કલ્યાણકારી અને બીજું દરેક આત્મા પ્રત્યે સદા દાતા નાં બાળકો માસ્ટર દાતા. વિશ્વ નાં આત્માઓ બિલકુલ શક્તિહીન, દુઃખી, અશાંત બુમો પાડી રહ્યાં છે. બાપ ની આગળ, આપ પૂજ્ય આત્માઓ ની આગળ પોકારી રહ્યાં છે - થોડી ઘડીઓ માટે સુખ આપી દો, શાંતિ આપી દો. ખુશી આપી દો, હિંમત આપી દો. બાપ તો બાળકો નાં દુઃખ, પરેશાની જોઈ નથી શકતા, સાંભળી નથી શકતાં. શું આપ સર્વ પૂજ્ય આત્માઓ ને રહેમ નથી આવતો? માંગી રહ્યાં છે - આપો, આપો, આપો… તો દાતા નાં બાળકો થોડી અંચલી તો આપી દો. બાપ પણ આપ બાળકો ને સાથી બનાવીને, માસ્ટર દાતા બનાવીને, પોતાનાં રાઈટ હેન્ડ બનાવીને આ જ ઈશારો આપે છે - આટલાં વિશ્વ નાં આત્માઓ, બધાને મુક્તિ અપાવવાની છે. મુક્તિધામ માં જવાનું છે. તો હે દાતા નાં બાળકો, પોતાનાં શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા, મન્સા શક્તિ દ્વારા, ભલે વાણી દ્વારા કે સંબંધ-સંપર્ક દ્વારા, ભલે શુભ ભાવના શુભકામના દ્વારા, ભલે વાયબ્રેશન, વાયુમંડળ દ્વારા કોઈ પણ યુક્તિ થી મુક્તિ અપાવો. બુમો પાડી રહ્યાં છે મુક્તિ આપો, બાપદાદા પોતાનાં રાઈટ હેન્ડ્સ ને કહે છે રહેમ કરો.

હમણાં સુધી નો હિસાબ કાઢો. ભલે મેગા પ્રોગ્રામ કર્યા છે, ભલે કોન્ફરન્સ કરી છે કે ભલે ભારત માં તથા વિદેશ માં સેન્ટર પણ ખોલ્યા છે પરંતુ ટોટલ વિશ્વ નાં આત્માઓ ની સંખ્યા નાં હિસાબ થી કેટલાં ટકા માં આત્માઓ ને મુક્તિ નો રસ્તો બતાવ્યો છે? ફક્ત ભારત કલ્યાણકારી છો કે વિદેશ માં જે પણ પાંચ ખંડ છે, તો જ્યાં-જ્યાં સેવાકેન્દ્ર ખુલ્યા છે ત્યાં નાં કલ્યાણકારી છો કે વિશ્વ કલ્યાણકારી છો? વિશ્વ નું કલ્યાણ કરવા માટે દરેક બાળક ને બાપ નાં હેન્ડ, રાઈટ હેન્ડ બનવાનું છે. કોઈને પણ કાંઈ અપાય છે તો કોનાં દ્વારા અપાય છે? હાથો થી અપાય છે ને? તો બાપદાદા નાં તમે હેન્ડ્સ છો ને, હાથ છો ને? તો બાપદાદા રાઈટ હેન્ડ ને પૂછે છે, કેટલાં ટકા કલ્યાણ કર્યુ છે? કેટલાં ટકા કર્યુ છે? સંભળાવો, હિસાબ કાઢો. પાંડવ હિસાબ કરવામાં હોશિયાર છે ને? એટલે બાપદાદા કહે છે હવે સ્વ-પુરુષાર્થ અને સેવા ની ભિન્ન-ભિન્ન વિધિઓ દ્વારા પુરુષાર્થ તીવ્ર કરો. સ્વ ની સ્થિતિ માં પણ ચાર વાતો વિશેષ ચેક કરો - આને કહેવાશે તીવ્ર પુરુષાર્થ.

એક વાત - પહેલાં આ ચેક કરો કે નિમિત્ત ભાવ છે? કોઈ પણ રોયલ રુપ નું હું-પણું તો નથી? મારા પણું તો નથી? સાધારણ લોકો નું હું અને મારા પણું સાધારણ છે, મોટું છે પરંતુ બ્રાહ્મણ જીવન નું મારું અને મારા પણું સૂક્ષ્મ અને રોયલ છે. એની ભાષા ખબર છે શું છે? આ તો થવાનું જ છે, આ તો ચાલવાનું જ છે. આ તો થવાનું જ છે. ચાલી રહ્યાં છીએ, જોઈ રહ્યાં છીએ… તો એક નિમિત્ત ભાવ, દરેક વાત માં નિમિત્ત છું. ભલે સેવા માં, ભલે સ્થિતિ માં કે સંબંધ-સંપર્ક માં ચહેરા અને ચલન નિમિત્ત ભાવ નાં હોય. અને એની બીજી વિશેષતા હશે - નિર્માન ભાવના. નિમિત્ત અને નિર્માન ભાવ થી નિર્માણ કરવું. તો ત્રણેય વાતો સાંભળી - નિમિત્ત, નિર્માન અને નિર્માણ અને ચોથી વાત છે - નિર્વાણ. જ્યારે ઈચ્છો નિર્વાણધામ માં પહોંચી જાઓ. નિર્વાણ સ્થિતિ માં સ્થિત થઈ જાઓ કારણકે સ્વયં નિર્વાણ સ્થિતિ માં હશો ત્યારે બીજાઓ ને નિર્વાણધામ માં પહોંચાડી શકશો. હવે બધા મુક્તિ ઈચ્છે છે, છોડાવો, છોડાવો બુમો પાડી રહ્યાં છે. તો આ ચાર વાતો સારા પર્સન્ટેજ માં પ્રેક્ટિકલ જીવન માં હોવી અર્થાત્ તીવ્ર પુરુષાર્થ. ત્યારે બાપદાદા કહેશે વાહ! વાહ! બાળકો વાહ! તમે પણ કહેશો વાહ! બાબા વાહ! વાહ! ડ્રામા વાહ! વાહ! પુરુષાર્થ વાહ! પરંતુ ખબર છે હમણાં શું કરો છો? ખબર છે? ક્યારેક વાહ! કહો છો ક્યારેક વ્હાય (કેમ) કહો છો. વાહ! નાં બદલે વ્હાય અને વ્હાય થઈ જાય છે હાય. તો વ્હાય નહીં, વાહ! તમને પણ શું ગમે છે? વાહ! ગમે છે કે વ્હાય? શું ગમે છે? વાહ! ક્યારેય વ્હાય નથી કરતાં? ભૂલ થી આવી જાય છે.

ડબલ ફોરેનર્સ વ્હાય-વ્હાય કહે છે? ક્યારેક-ક્યારેક કહી દો છો? જે ડબલ ફોરેનર્સ ક્યારેય પણ વ્હાય નથી કહેતાં તે હાથ ઉઠાવો. ખૂબ થોડા છે. સારું - ભારતવાસી જે વાહ! વાહ! ની બદલે કેમ-શું કહે છે તે હાથ ઉઠાવો. કેમ-શું કહો છો? કોણે છુટ્ટી (મંજૂરી) આપી છે તમને? સંસ્કારો એ? જૂનાં સંસ્કારો એ તમને વ્હાય ની છુટ્ટી આપી દીધી છે અને બાપ કહે છે વાહ! વાહ! કહો. વ્હાય-વ્હાય નહીં. હવે નવાં વર્ષ માં શું કરશો? વાહ! વાહ! કરશો? કે ક્યારેક-ક્યારેક વ્હાય-વ્હાય કહેવાની છુટ્ટી આપી દે? વ્હાય સારું નથી. જેવી રીતે વ્હાય (પેટ માં ગેસ) થઈ જાય છે ને, તો ખરાબ થઈ જાય છે ને? તો વ્હાય, વ્હાય છે, આ ન કરો. વાહ! વાહ! કેટલું સારું લાગે છે. હા બોલો, વાહ! વાહ! વાહ!

સારું - તો દૂરદેશ માં સાંભળી રહ્યાં છે, જોઈ રહ્યાં છે - ભારત માં પણ વિદેશ માં પણ, એ બાળકો ને પણ પૂછે છે વાહ! વાહ! કરો છો કે વ્હાય, વ્હાય કરો છો? હમણાં વિદાય નો દિવસ છે ને? આજે વર્ષ ની વિદાય નો છેલ્લો દિવસ છે. તો બધા સંકલ્પ કરો - વ્હાય નહીં કહીશું. વિચારીશું પણ નહીં. પ્રશ્ન ચિન્હ નહીં, આશ્ચર્ય ની માત્રા નહીં, બિંદુ. પ્રશ્ન ચિન્હ લખો, કેટલો વાંકો છે અને બિન્દુ કેટલું સહજ છે? બસ નયનો માં બાપ બિંદુ ને સમાવી દો. જેવી રીતે નયનો માં જોવાનું બિન્દુ સમાયેલું છે ને? એવી રીતે જ સદા નયનો માં બિંદુ બાપ ને સમાવી લો. સમાવતા આવડે છે? આવડે છે કે ફિટ નથી થતું? નીચે ઉપર થઈ જાય છે? તો શું કરશો? વિદાય કોને આપશો? વ્હાય ને? ક્યારેય પણ આશ્ચર્ય ની નિશાની પણ ન આવે, આ કેવી રીતે! આ પણ થાય છે શું! થવું તો ન જોઈએ, શું થાય છે! પ્રશ્ન ચિન્હ નહીં, આશ્ચર્ય ની માત્રા પણ નહીં. બસ, બાપ અને હું. ઘણાં બાળકો કહે છે આ તો ચાલે જ છે ને? બાપદાદા ને ખૂબ રમણીક વાતો રુહરિહાન માં કહે છે, સામે તો કંઈ નથી શકતા ને? તો રુહરિહાન માં બધું કહી દે છે. સારું કાંઈ પણ ચાલે છે પરંતુ તમારે ચાલવાનું નથી, તમારે ઉડવાનું છે તો ચાલવાની વાતો કેમ જુઓ છો? ઉડો અને ઉડાવો. શુભ ભાવના, શુભકામના એવી શક્તિશાળી છે જે વચ્ચે ફક્ત વ્હાય ન આવે, શુભભાવના-શુભકામના સિવાય, તો આટલી પાવરફુલ છે જે કોઈપણ અશુભ ભાવના વાળા ને પણ શુભકામના માં બદલી શકો છો. સેકન્ડ નંબર - જો બદલી નથી શકતા તો પણ તમારી શુભભાવના, શુભકામના અવિનાશી છે, ક્યારેક-ક્યારેક વાળી નથી, અવિનાશી છે તો તમારા ઉપર અશુભ ભાવના નો પ્રભાવ નથી પડી શકતો. પ્રશ્ન માં ચાલ્યાં જાઓ છો, આ કેમ થઈ રહ્યું છે? આ ક્યાં સુધી ચાલશે? કેવી રીતે ચાલશે? આનાં થી શુભ ભાવના ની શક્તિ ઓછી થઈ જાય છે. નહીં તો શુભ ભાવના, શુભકામના આ સંકલ્પ શક્તિ માં ખૂબ શક્તિ છે. જુઓ, તમે બધા આવ્યાં બાપદાદા ની પાસે. પહેલો દિવસ યાદ કરો, બાપદાદાએ શું કર્યું? ભલે પતિત આવ્યાં, ભલે પાપી આવ્યાં તથા સાધારણ આવ્યાં, ભિન્ન-ભિન્ન વૃત્તિ વાળા, ભિન્ન-ભિન્ન ભાવના વાળા આવ્યાં, બાપદાદાએ શું કર્યું? શુભ ભાવના રાખી ને? માસ્ટર સર્વશક્તિવાન્ છો, દિલતખ્ત નશીન છો, આ શુભ ભાવના રાખી ને, શુભકામના રાખી ને, એનાં થી જ તો બાપ નાં બની ગયા ને? બાપે કહ્યું શું કે હે પાપી કેમ આવ્યાં છો? શુભભાવના રાખી, મારા બાળકો, માસ્ટર સર્વશક્તિવાન્ બાળકો, જ્યારે બાપે તમારા બધા નાં ઉપર શુભભાવના રાખી, શુભકામના રાખી તો તમારા દિલે શું કહ્યું? મારા બાબા. બાપે શું કહ્યું? મારા બાળકો. આવી રીતે જ જો શુભભાવના, શુભકામના રાખશો તો શું દેખાશે? મારો કલ્પ પહેલાં વાળો મીઠો ભાઈ, મારી સિકિલધી બહેન. પરિવર્તન થઈ જશે.

તો આ વર્ષ માં કાંઈ કરીને દેખાડજો. ફક્ત હાથ નહીં ઉઠાવતાં. હાથ ઉઠાવવો ખૂબ સહજ છે. મન નો હાથ ઉઠાવો કારણકે ઘણાં કામ રહેલા છે. બાપદાદા તો નજર કરે છે, વિશ્વ નાં આત્માઓ ની ઉપર તો ખૂબ તરસ પડે (રહેમ આવે) છે. હવે પ્રકૃતિ પણ હેરાન થઈ ગઈ છે. પ્રકૃતિ પોતે હેરાન થઈ ગઈ છે, તો શું કરે? આત્માઓ ને હેરાન કરી રહી છે. અને બાપ ને બાળકો ને જોઈને રહેમ આવે છે. તમને બધાને રહેમ નથી આવતો? ફક્ત સમાચાર સાંભળીને ચૂપ થઈ જાઓ છો, બસ, આટલાં આત્માઓ ચાલ્યાં ગયાં. તે આત્માઓ સંદેશ થી તો વંચિત રહી ગયાં. હવે તો દાતા બનો, રહેમદિલ બનો. આ ત્યારે થશે, રહેમ ત્યારે આવશે જ્યારે આ વર્ષ નાં આરંભ થી પોતાના માં બેહદ ની વૈરાગ વૃત્તિ ઈમર્જ કરો. બેહદ ની વૈરાગ વૃત્તિ. આ દેહ ની, દેહભાન ની સ્મૃતિ, આ પણ બેહદ નાં વૈરાગ ની કમી છે. નાની-નાની હદ ની વાતો સ્થિતિ ને ડગમગ કરે છે, કારણ? બેહદ ની વૈરાગ વૃત્તિ ઓછી છે, લગાવ છે. વૈરાગ નથી, લગાવ છે. જ્યારે બિલકુલ બેહદ નાં વૈરાગી બની જશો, વૃત્તિ માં પણ વૈરાગી, દૃષ્ટિ માં પણ બેહદ નાં વૈરાગી, સંબંધ-સંપર્ક માં, સેવા માં બધા માં બેહદ નાં વૈરાગી… ત્યારે મુક્તિધામ નો દરવાજો ખુલશે. હમણાં તો જે આત્માઓ શરીર છોડીને જઈ રહ્યાં છે, ફરી જન્મ લેશે, ફરી દુઃખી થશે. હવે મુક્તિધામ નો ગેટ ખોલવાનાં નિમિત્ત તો તમે છો ને? બ્રહ્મા બાપ નાં સાથી છો ને? તો બેહદ ની વૈરાગ વૃત્તિ છે ગેટ ખોલવાની ચાવી. હજી ચાવી નથી લાગી, ચાવી તૈયાર જ નથી કરી. બ્રહ્મા બાપ પણ પ્રતિક્ષા કરી રહ્યાં છે, એડવાન્સ પાર્ટી પણ પ્રતિક્ષા કરી રહી છે, પ્રકૃતિ પણ પ્રતિક્ષા કરી રહી છે, હેરાન થઈ ગઈ છે ખૂબ. માયા પણ પોતાનાં દિવસો ગણતરી કરી રહી છે. હવે બોલો, હે માસ્ટર સર્વશક્તિવાન્, બોલો શું કરવાનું છે?

આ વર્ષે કોઈ નવીનતા તો કરશો ને? નવું વર્ષ કહો છો તો નવીનતા તો કરશો ને? હવે બેહદ નાં વૈરાગ ની, મુક્તિધામ જવાની ચાવી તૈયાર કરો. તમારે બધા ને પણ તો પહેલાં મુક્તિધામ માં જવાનું છે ને? બ્રહ્મા બાપ સાથે વાયદો કર્યો છે - સાથે ચાલીશું, સાથે આવીશું, સાથે રાજ્ય કરીશું, સાથે ભક્તિ કરીશું… તો હવે તૈયારી કરો, આ વર્ષ માં કરશો કે બીજું વર્ષ જોઈએ છે? જે સમજે છે આ વર્ષે અટેન્શન પ્લીઝ, વારંવાર કરીશું તે હાથ ઉઠાવો. કરશો? પછી તો એડવાન્સ પાર્ટી તમને ખૂબ મુબારક આપશે. તે પણ થાકી ગયા છે. સારું - ટીચર્સ શું કહો છો? પહેલી લાઈન શું કહે છે? પહેલાં તો પહેલી લાઈન નાં પાંડવો અને પહેલી લાઈન ની શક્તિઓ જે કરશે તે હાથ ઉઠાવો. અડધો હાથ નહીં, અડધો ઉઠાવશો તો કહેવાશે અડધું કરીશું. લાંબો હાથ ઉઠાવો. સારું, મુબારક છે, મુબારક છે. સારું - ડબલ વિદેશી હાથ ઉઠાવો. એક-બીજા માં જુઓ કોણે નથી ઉઠાવ્યો? સારું. આ સિંધી ગ્રુપ પણ હાથ ઉઠાવી રહ્યું છે, કમાલ છે. તમે પણ કરશો? સિંધી ગ્રુપ કરશે? ત્યારે તો ડબલ મુબારક છે. ખૂબ સારું. એક-બીજા ને સાથ આપીને, શુભ ભાવના નો ઈશારો આપતા, હાથ માં હાથ મળાવતા કરવાનું જ છે. સારું. (સભા માં કોઈએ અવાજ કર્યો) બધા બેસી જાઓ, નથિંગ ન્યુ.

હમણાં-હમણાં એક સેકન્ડ માં બિંદુ બની બિંદુ બાપ ને યાદ કરો અને જે પણ કોઈ વાતો છે એને બિંદુ લગાવો. લગાવી શકો છો? બસ, એક સેકન્ડ માં “હું બાબા નો, બાબા મારા”. સારું.

હવે ચારેય તરફ નાં સર્વ નવ યુગ નાં માલિક બાળકો ને, ચારેય તરફ નાં નવું વર્ષ મનાવવા નાં ઉમંગ-ઉત્સાહ વાળા બાળકો ને સદા ઉડતા રહે અને ઉડાવતા રહે, એવી ઉડતી કળા વાળા બાળકો ને, સદા તીવ્ર પુરુષાર્થ દ્વારા વિજય માળા નાં મણકા બનવા વાળા વિજયી રત્નો ને બાપદાદા ની નવા વર્ષ અને નવા યુગ ની દુવાઓ ની સાથે-સાથે પદમગુણા થાળીઓ ભરી-ભરીને મુબારક છે, મુબારક છે. એક હાથ ની તાળી વગાડો. અચ્છા!

વરદાન :-
એકાગ્રતા નાં અભ્યાસ દ્વારા એકરસ સ્થિતિ બનાવવા વાળા સર્વ સિદ્ધિ સ્વરુપ ભવ

જ્યાં એકાગ્રતા છે ત્યાં સ્વતઃ એકરસ સ્થિતિ છે. એકાગ્રતા થી સંકલ્પ, બોલ અને કર્મ નું વ્યર્થપણું સમાપ્ત થઈ જાય છે અને સમર્થ પણું આવી જાય છે. એકાગ્રતા અર્થાત્ એક જ શ્રેષ્ઠ સંકલ્પ માં સ્થિત રહેવું. જે એક બીજ રુપી સંકલ્પ માં પૂરો વૃક્ષ રુપી વિસ્તાર સમાયેલો છે. એકાગ્રતા ને વધારો તો સર્વ પ્રકાર ની હલચલ સમાપ્ત થઈ જશે. બધા સંકલ્પ, બોલ અને કર્મ સહજ સિદ્ધ થઈ જશે એટલા માટે એકાંતવાસી બનો.

સ્લોગન :-
એકવાર કરેલી ભૂલ ને વારંવાર વિચારવી અર્થાત્ ડાઘ પર ડાઘ લગાવવા એટલે વિતેલા ને બિન્દુ લગાવો.

અવ્યક્ત ઈશારા - “કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

જેવી રીતે આ સમયે આત્મા અને શરીર કમ્બાઈન્ડ છે, એવી રીતે બાપ અને આપ કમ્બાઈન્ડ રહો. ફક્ત આ યાદ રાખો કે “મારા બાબા”. પોતાનાં મસ્તક પર સદા સાથ નું તિલક લગાવો. જે સુહાગ હોય છે, સાથે હોય છે તે ક્યારેય ભુલાતા નથી. તો સાથી ને સદા સાથે રાખો. જો સાથે રહેશો તો સાથે ચાલશો. સાથે રહેવાનું છે, સાથે ચાલવાનું છે, દરેક સેકન્ડ, દરેક સંકલ્પ માં સાથે જ છે.