13-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - હવે તમે એવી દુનિયા નાં માલિક બનો છો જ્યાં કોઈ હદ નથી , યોગબળ થી આખાં વિશ્વ ની રાજાઈ લેવી આ પણ વન્ડર ( અદ્દભુત ) છે

પ્રશ્ન :-
ડ્રામા નાં કયા બંધન માં બાપ પણ બંધાયેલા છે?

ઉત્તર :-
બાબા કહે છે, મારે આપ બાળકો ની સન્મુખ આવવાનું જ છે, હું આ બંધન માં બંધાયેલો છું. જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી મૂંઝાયેલું સૂત (દોરો) સુલજી નથી શકતું. બાકી હું તમારા પર કોઈ કૃપા કે આશીર્વાદ કરવા નથી આવતો. હું કોઈ મરેલા ને જીવતા નથી કરતો. હું તો આવું છું, તમને પતિત થી પાવન બનાવવાં.

ગીત :-
તુમ્હેં પાકે હમને…

ઓમ શાંતિ!
ગીત નાં શબ્દ સાંભળીને આપ બાળકો નાં રોમાંચ ઉભાં થઈ જવા જોઈએ કારણકે સન્મુખ બેઠાં છો. આખી દુનિયા માં ભલે કેટલાં પણ વિદ્વાન, પંડિત, આચાર્ય છે, કોઈ પણ મનુષ્ય માત્ર ને આ ખબર નથી કે બેહદ નાં બાપ દર ૫૦૦૦ વર્ષ પછી આવે છે. બાળકો જ જાણે છે. બાળકો કહે પણ છે, જેવો છું, તેવો છું, તમારો છું. બાપ પણ એવું કહે છે - જેવા છો તેવા છો-મારા બાળકો છો. તમે પણ જાણો છો તે બધા આત્માઓ નાં બાપ છે. બધા પોકારે છે. બાપ સમજાવે છે-જુઓ રાવણ નો કેટલો પડછાયો છે. એક પણ સમજી નથી શકતા કે જેમને અમે પરમપિતા પરમાત્મા કહીએ છીએ, પછી પિતા કહેવાથી ખુશી કેમ નથી થતી, આ ભૂલી ગયા છે. એ બાબા જ આપણને વારસો આપે છે. બાપ સ્વયં જ સમજાવે છે, આ આટલી સહજ વાત પણ કોઈ સમજી નથી શકતાં. બાપ સમજાવે છે આ તો એ જ છે, જેમને આખી દુનિયા પોકારે છે - ઓ ખુદા, હે રામ… એમ પોકારતાં-પોકારતાં પ્રાણ છોડી દે છે. અહીંયા એ બાપ તમને ભણાવે છે. તમારી બુદ્ધિ હવે ત્યાં ચાલી ગઈ છે. બાબા આવેલા છે - કલ્પ પહેલાં ની જેમ. કલ્પ-કલ્પ બાબા આવીને પતિત થી પાવન બનાવી દુર્ગતિ થી સદ્દગતિ માં લઈ જાય છે. ગાય પણ છે સર્વ નાં પતિત-પાવન બાપ. હમણાં આપ બાળકો એમની સન્મુખ બેઠાં છો. તમે છો મોસ્ટ બિલોવેડ સ્વીટ ચિલ્ડ્રન (સૌથી પ્રિય મીઠાં બાળકો). ભારતવાસીઓ ની જ વાત છે. બાપ પણ ભારત માં જ જન્મ લે છે. બાપ કહે છે, હું ભારત માં જન્મ લઉં છું તો જરુર એ જ પ્રિય લાગશે. યાદ પણ બધા એમને કરે છે, જેઓ જે ધર્મ નાં છે તે પોતાનાં ધર્મ સ્થાપક ને યાદ કરે છે. ભારતવાસી જ નથી જાણતા કે અમે આદિ સનાતન ધર્મ નાં હતાં. બાબા સમજાવે છે - ભારત જ પ્રાચીન દેશ છે તો કહી દે છે, કોણ કહે છે કે ભારત જ ફક્ત હતું. અનેકાનેક વાતો સાંભળે છે. કોઈ શું કહેશે, કોઈ શું! કોઈ કહે છે કોણે કહ્યું છે કે ગીતા શિવ પરમાત્માએ જ ગાઈ છે. શ્રીકૃષ્ણ પણ તો પરમાત્મા હતાં, એમણે ગાઈ. પરમાત્મા સર્વવ્યાપી છે. એમનો જ બધો ખેલ છે. ભગવાન નાં આ બધા રુપ છે. ભગવાન જ અનેક રુપ ધરી લીલા કરે છે. ભગવાન જે ઈચ્છે તે કરી શકે છે. હમણાં આપ બાળકો જાણો છો, માયા પણ કેટલી પ્રબળ છે. આજે કહે છે, બાબા અમે વારસો જરુર લઈશું, નર થી નારાયણ બનીશું. કાલે હશે નહીં. તમે જાણો પણ છો કે કેટલાં ચાલ્યાં ગયા, ફારકતી (દગો) આપી દીધી. મમ્મા ને મોટર માં ફેરવતા હતાં. આજે નથી. એવા સારા-સારા પણ માયા નાં સંગ માં આવીને એવા પડે છે જે એકદમ નીચે પડી જાય છે. જેમણે કલ્પ પહેલાં સમજ્યું છે તે જ સમજશે. આજકાલ દુનિયા માં શું લાગેલું છે અને આપ બાળકો પોતાને જુઓ શું બનો છો! ગીત સાંભળ્યું ને? કહે છે, અમે એવો વારસો લઈએ છીએ જે અમે આખાં વિશ્વ નાં માલિક બની જઈએ છીએ. ત્યાં કોઈ હદ ની વાત જ નથી. અહીં હદો (સીમા) લાગેલી છે. કહે છે, અમારા આકાશ માં તમારું એરોપ્લેન (વિમાન) આવશે તો ગોળી મારી દઈશું. ત્યાં તો કોઈ હદ ની વાત જ નથી રહેતી. આ પણ ગીત ગાય છે પરંતુ અર્થ થોડી સમજે છે. તમે તો જાણો છો બરોબર બાબા દ્વારા ફરી થી આપણે વિશ્વ નાં માલિક બની રહ્યાં છીએ. અનેકવાર આ ૮૪ નું ચક્ર લગાવ્યું છે. થોડો સમય દુઃખ મળ્યું છે, સુખ તો ખૂબ છે એટલે બાબા કહે છે આપ બાળકો ને અપાર સુખ આપું છું. હવે માયા થી હારો નહીં. બાબા નાં બાળકો અનેક છે. બધા તો એક જેવા સપૂત હોઈ ન શકે. કોઈને ૫-૭ બાળકો હોય છે - એમાં એક બે કપૂત હોય છે તો માથું જ ખરાબ કરી દે છે. લાખો-કરોડો રુપિયા ઉડાવી દે છે. બાપ એકદમ ધર્માત્મા, બાળકો બિલકુલ ચટ ખાતા માં. બાબાએ એવા બહુજ ઉદાહરણ જોયા છે.

આપ બાળકો જાણો છો, આખી દુનિયા આ બેહદ બાપ નાં બાળકો છે. બાપ કહે છે, મારી જન્મભૂમિ આ ભારત છે. દરેક ને પોતાની ધરતી ની કદર હોય છે. બીજી કોઈ જગ્યાએ શરીર છોડે છે તો પછી એમને પોતાનાં ગામ માં લઈ આવે છે. બાપ પણ ભારત માં જ આવે છે. આપ ભારતવાસીઓ ને ફરી થી બેહદ નો વારસો આપે છે. આપ બાળકો કહેશો અમે ફરી થી (બ્રાહ્મણ) સો દેવતા વિશ્વ નાં માલિક બની રહ્યાં છીએ. આપણે માલિક હતાં, હવે તો શું હાલ થઈ ગયો છે. ક્યાંથી ક્યાં આવીને પડ્યાં છીએ. ૮૪ જન્મ ભોગવતાં-ભોગવતાં આ હાલ થયો છે. ડ્રામા ને તો સમજવાનો છે ને? આને કહેવાય છે હાર અને જીત નો ખેલ. ભારત નો જ આ ખેલ છે, આમાં તમારો પાર્ટ છે. આપ બ્રાહ્મણો નો સૌથી ઊંચા માં ઊંચો પાર્ટ છે - આ ડ્રામા માં. તમે આખાં વિશ્વ નાં માલિક બનો છો, ખૂબ સુખ ભોગવો છો. તમારા જેટલું સુખ બીજા કોઈ ભોગવી નથી શકતાં. નામ જ છે સ્વર્ગ. આ છે નર્ક. અહીં નાં સુખ કાગ વિષ્ટા સમાન છે. આજે લખપતિ છે, બીજા જન્મ માં શું બનશે? કાંઈ ખબર થોડી છે? આ છે જ પાપ આત્માઓ ની દુનિયા. સતયુગ છે પુણ્ય આત્માઓ ની દુનિયા. તમે પુણ્ય આત્મા બની રહ્યાં છો, તો ક્યારેય પણ પાપ ન કરવા જોઈએ. હંમેશા બાબા સાથે સીધા ચાલવું જોઈએ. બાપ કહે છે મારી સાથે ધર્મરાજ સદૈવ છે જ છે, દ્વાપર થી લઈને. સતયુગ-ત્રેતા માં મારી સાથે ધર્મરાજ નથી રહેતાં. દ્વાપર થી તમે મારા અર્થ દાન-પુણ્ય કરતા આવ્યાં છો. ઈશ્વર અર્પણ કહો છો ને? ગીતા માં શ્રીકૃષ્ણ નું નામ લખવાથી લખી દીધું છે - શ્રીકૃષ્ણ અર્પણમ્. રિટર્ન (ફળ) આપવા વાળા તો એક બાપ જ છે એટલે શ્રીકૃષ્ણ અર્પણમ્ કહેવું રોંગ (ખોટું) છે. ઈશ્વર અર્પણ કહેવું ઠીક છે. શ્રી ગણેશ અર્પણ કહેવાથી કાંઈ પણ મળશે નહીં. તો પણ ભાવના નું કાંઈ ન કાંઈ આપતો આવ્યો છું બધાને. મને તો કોઈ જાણતું જ નથી. હમણાં આપ બાળકો જ જાણો છો આપણે બધું જ શિવબાબા ને સમર્પણ કરી રહ્યાં છીએ. બાબા પણ કહે છે, હું આવ્યો છું તમને ૨૧ જન્મો નો વારસો આપવાં. હમણાં છે જ ઉતરતી કળા. રાવણ રાજ્ય માં જે પણ દાન પુણ્ય વગેરે કરે છે, પાપ આત્માઓ ને જ આપે છે. કળા ઉતરતી જ જાય છે. થોડું કાંઈક મળે પણ છે તો પણ અલ્પકાળ માટે. હમણાં તો તમને ૨૧ જન્મ માટે મળે છે. એને કહેવાય છે રામરાજ્ય. એવું નહીં કહેવાશે ત્યાં ઈશ્વર નું રાજ્ય છે. રાજ્ય તો દેવી-દેવતાઓ નું છે. બાપ કહે છે, હું રાજ્ય નથી કરતો. તમારો જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, જે હવે પ્રાયઃલોપ છે. તે હમણાં ફરી થી સ્થાપન થઈ રહ્યો છે. બાપ તો કલ્યાણકારી છે જ, એમને કહેવાય છે સાચાં બાબા. તમને સાચ્ચું જ્ઞાન આપી રહ્યાં છે, પોતાનું અને રચના નાં આદિ-મધ્ય-અંત નું. બાબા તમને બેહદ ની હિસ્ટ્રી-જોગ્રોફી સંભળાવે છે. કેટલી જબરજસ્ત કમાણી છે. તમે ચક્રવર્તી રાજા બનો છો. તેમણે પછી તે હિંસા નું ચક્ર આપી દીધું છે. અસલ આ છે જ્ઞાન નું ચક્ર. પરંતુ આ જ્ઞાન તો પ્રાયઃલોપ થઈ જાય છે. તમારા આ મુખ્ય ચિત્ર છે. એક તરફ ત્રિમૂર્તિ, બીજી તરફ ઝાડ અને ચક્ર. બાબાએ સમજાવ્યું છે - શાસ્ત્રો માં તો કલ્પ ની આયુ લાખો વર્ષ લખી દીધી છે. આખું સૂત જ મૂંઝાયેલું (ગૂંચવાયેલું) છે. બાપ સિવાય કોઈનાં થી સૂત સુલજી નથી (નિવારણ નથી થઈ) શકતું. બાપ સન્મુખ પોતે આવ્યાં છે. કહે છે મારે ડ્રામા અનુસાર આવવું જ પડે છે. હું આ ડ્રામા માં બંધાયેલો છું. આ બની નથી શકતું કે હું આવું જ નહીં. એવું પણ નથી કે આવીને મરેલા ને જીવતા કરી દઉં કે કોઈને બીમારી થી છોડાવી દઉં. ઘણાં બાળકો કહે છે - બાબા અમારા પર કૃપા કરો. પરંતુ અહીં કૃપા વગેરે ની વાત નથી. તમે મને એટલે થોડી બોલાવ્યો છે કે આશીર્વાદ કરો - અમને કોઈ નુકસાન ન થાય. તમે બોલાવો જ છો, હે પતિત-પાવન આવો. દુઃખહર્તા-સુખકર્તા આવો. શરીર નાં દુઃખહર્તા તો ડોક્ટર લોકો પણ હોય છે. હું કાંઈ એટલાં માટે આવું છું શું? તમે કહો છો નવી દુનિયા સ્વર્ગ નાં માલિક બનાવો અથવા શાંતિ આપો. એવું નથી કહેતા કે અમને આવીને બીમારી માંથી સારા કરો. હંમેશા માટે શાંતિ કે મુક્તિ તો મળી ન શકે, પાર્ટ તો ભજવવાનો જ છે. જે પાછળ થી આવે છે, એમને શાંતિ કેટલી મળે છે. હજી સુધી આવતા રહે છે. આટલો સમય તો શાંતિધામ માં રહ્યાં ને? ડ્રામા અનુસાર જેનો પાર્ટ છે, તે જ આવશે. પાર્ટ બદલાઈ નથી શકતો. બાબા સમજાવે છે - શાંતિધામ માં તો બહુજ-બહુજ આત્માઓ રહે છે, જે પાછળ થી આવે છે. આ ડ્રામા બનેલો છે. પાછળ વાળા ને પાછળ જ આવવાનું છે. આ ઝાડ બનેલું છે. આ ચિત્ર વગેરે જે બનાવ્યાં છે બધા તમારે સમજાવવાનાં છે. બીજા પણ ચિત્ર નીકળતા રહેશે, કલ્પ પહેલાં ની જેમ જ નીકળશે. ૮૪ નો વિસ્તાર ઝાડ માં પણ છે. ડ્રામા ચક્ર માં પણ છે. હવે પછી સીડી બનાવી છે. મનુષ્ય તો કાંઈ પણ જાણતા નથી. બિલકુલ જ જાણે બુદ્ધુ છે. હવે આપ બાળકો ની બુદ્ધિ માં છે પરમપિતા પરમાત્મા જે જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર છે, તે અમને આ તન દ્વારા ભણાવી રહ્યાં છે. બાપ કહે છે, હું આવું જ છું એમનાં માં જે પહેલાં-પહેલાં વિશ્વ નાં માલિક હતાં. તમે પણ જાણો છો - બરોબર અમે પણ બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ બનીએ છીએ. ગીતા માં તો આ વાતો નથી. બાપ કહે છે આ પોતે જ નારાયણ ની પૂજા કરવા વાળા હતાં, ટ્રેન માં પણ મુસાફરી કરતા, ગીતા વાંચતા હતાં. મનુષ્ય સમજશે, આ તો મોટા ધર્માત્મા છે. હવે તે બધી વાતો ભૂલતા જાય છે. તો પણ એમણે ગીતા વગેરે વાંચી છે ને? બાબા કહે છે હું આ બધું જાણું છું. હવે તમે આ વિચાર કરો કે અમે કોની આગળ બેઠાં છીએ, જેમનાં દ્વારા વિશ્વ નાં માલિક બનો છો પછી એમને ઘડી-ઘડી ભૂલી કેમ જાઓ છો? બાપ કહે છે તમને ૧૬ કલાક ફ્રી (છુટ્ટી) આપું છું, બાકી પોતાની સેવા કરો. પોતાની સેવા કરો છો અર્થાત્ વિશ્વ ની સેવા કરો છો. એટલો પુરુષાર્થ કરો જે કર્મ કરતા ઓછા માં ઓછા ૮ કલાક બાપ ને યાદ કરો. હમણાં આખાં દિવસ માં ૮ કલાક યાદ નથી કરી શકતાં. તે અવસ્થા જ્યારે થશે ત્યારે સમજશે આ ખૂબ સર્વિસ કરે છે. એવું ન સમજો અમે બહુજ સર્વિસ કરીએ છીએ. ભાષણ ખૂબ ફર્સ્ટ ક્લાસ કરે છે પરંતુ યોગ બિલકુલ નથી. યોગ ની યાત્રા જ મુખ્ય છે.

બાપ કહે છે માથા પર વિકર્મો નો બોજો ખૂબ છે એટલે સવારે ઉઠીને બાપ ને યાદ કરો. ૨ થી ૫ સુધી છે ફર્સ્ટક્લાસ વાયુમંડળ. આત્મા રાત્રે આત્મ-અભિમાની બની જાય છે, જેને નિંદ્રા કહેવાય છે એટલે બાપ કહે છે જેટલું થઈ શકે બાપ ને યાદ કરો. હવે બાપ કહે છે, મનમનાભવ. આ છે ચઢતી કળા નો મંત્ર. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સાથે સીધા અને સાચાં બનીને ચાલવાનું છે. કલ્યાણકારી બાપ નાં બાળકો છીએ એટલે સર્વ નું કલ્યાણ કરવાનું છે. સપૂત બનવાનું છે.

2. કર્મ કરતા પણ ઓછા માં ઓછા ૮ કલાક યાદ માં જરુર રહેવાનું છે. યાદ જ મુખ્ય છે - એનાથી જ વિકર્મો નો બોજ ઉતારવાનો છે.

વરદાન :-
દાતા બની દરેક સેકન્ડ , દરેક સંકલ્પ માં દાન આપવા વાળા ઉદારચિત્ત , મહાદાની ભવ

આપ દાતા નાં બાળકો લેવાવાળા નથી પરંતુ આપવા વાળા છો. દરેક સેકન્ડ, દરેક સંકલ્પ માં આપવાનું છે, જ્યારે એવા દાતા બની જશો ત્યારે કહેવાશે ઉદારચિત્ત, મહાદાની. એવા મહાદાની બનવાથી મહાન શક્તિ ની પ્રાપ્તિ સ્વતઃ થાય છે. પરંતુ આપવા માટે સ્વયં નાં ભંડારા ભરપૂર જોઈએ. જે લેવાનું હતું તે બધું લઈ લીધું, બાકી રહી ગયું આપવાનું. તો આપતા જાઓ આપવા થી વધારે જ ભંડારા ભરાતા જશે.

સ્લોગન :-
દરેક વિષય માં ફુલ માર્કસ જમા કરવા છે તો ગંભીરતા નો ગુણ ધારણ કરો.

આ અવ્યક્ત ઈશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

નમ્રચિત્ત આત્મા સહજ જ સુખદાતા બની શકે છે પરંતુ અભિમાન નમ્રચિત્ત બનવા નથી દેતું. નમ્રચિત્ત નથી તો સેવા જ નથી થઈ શકતી. સેવાધારી ની વિશેષતા સદા નમ્રચિત્ત, સ્વયં નમેલા હશે ત્યારે બીજાઓ ને નમાવતા રહેશે. જેટલાં નમ્રચિત્ત હશે એટલું નિર્માણ કરશે. જ્યાં નિર્માણતા હશે ત્યાં રોબ નહીં હશે, રુહાનિયત હશે. જેમ બાપ કેટલાં નમ્રચિત્ત બનીને આવે છે, એમ ફોલો ફાધર.