13-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
બેહદ નાં ખેલ માં તમે આત્મા રુપી એક્ટર પાર્ટધારી છો , તમારું નિવાસસ્થાન છે -
સ્વીટ સાઈલેન્સ હોમ , જ્યાં હવે જવાનું છે”
પ્રશ્ન :-
જે ડ્રામા નાં ખેલ ને યથાર્થ રીતે જાણે છે, તેમનાં મુખ થી કયા શબ્દ ન નીકળી શકે?
ઉત્તર :-
આ એવાં ન હોત તો આવું થાત… આ થવું ન જોઈએ - આવાં શબ્દ ડ્રામા ને, ખેલ ને જાણવા વાળા
નહીં કહેશે. આપ બાળકો જાણો છો આ ડ્રામા નો ખેલ જું માફક ફરતો રહે છે, જે કાંઈ થાય
છે બધું ડ્રામા માં નોંધ છે, કોઈ ફિકર ની વાત નથી.
ઓમ શાંતિ!
બાપ જ્યારે
પોતાનો પરિચય બાળકો ને આપે છે તો બાળકો ને પોતાનો પરિચય પણ મળી જાય છે. બધા બાળકો
લાંબો સમય દેહ-અભિમાની બનીને રહે છે. દેહી-અભિમાની બને તો બાપ નો યથાર્થ પરિચય થાય.
પરંતુ ડ્રામા માં એવું નથી. ભલે કહે પણ છે ભગવાન ગોડ ફાધર છે, રચયિતા છે, પરંતુ
જાણતા નથી. શિવલિંગ નાં ચિત્ર પણ છે, પરંતુ એટલાં મોટા તો એ નથી. યથાર્થ રીતે ન
જાણવાના કારણે બાપ ને ભૂલી જાય છે. બાપ છે પણ રચયિતા, જરુર રચશે પણ નવી દુનિયા, તો
જરુર આપણને બાળકો ને નવી દુનિયાની રાજધાની નો વારસો હોવો જોઈએ. સ્વર્ગ નું નામ પણ
ભારત માં પ્રસિદ્ધ છે, પરંતુ સમજતા કાંઈ પણ નથી. કહે છે ફલાણા મર્યા સ્વર્ગ પધાર્યાં.
હવે એવું ક્યારેય થાય છે શું? હમણાં તમે સમજો છો આપણે બધા તુચ્છ બુદ્ધિ હતાં,
નંબરવાર તો કહેવાશે ને? મુખ્ય માટે જ સમજણ છે કે હું આમનાં માં આવું છું, અનેક જન્મો
વાળા અંતિમ શરીર માં. આ છે નંબરવન. બાળકો સમજે છે હમણાં અમે એમનાં બાળકો બ્રાહ્મણ
બની ગયાં. આ બધી છે સમજવાની વાતો. બાપ આટલાં સમય થી સમજાવતા જ રહે છે. નહીં તો
સેકન્ડ ની વાત છે બાપ ને ઓળખવાં. બાપ કહે છે મને યાદ કરશો તો તમારા વિકર્મ વિનાશ થશે.
નિશ્ચય થઈ ગયા પછી કોઈ પણ વાત માં પ્રશ્ન વગેરે ઉઠી નથી શકતાં. બાપે સમજાવ્યું છે-તમે
પાવન હતાં જ્યારે શાંતિધામ માં હતાં. આ વાતો પણ તમે જ બાપ દ્વારા સાંભળો છો. બીજા
કોઈ સંભળાવી ન શકે. તમે જાણો છો આપણે આત્માઓ ક્યાનાં રહેવાસી છીએ. જેમ નાટક નાં
એક્ટર્સ કહેશે અમે અહીં નાં રહેવાસી છીએ, કપડા બદલીને સ્ટેજ પર આવી જશે. હમણાં તમે
સમજો છો આપણે અહીં નાં રહેવાસી નથી. આ એક નાટક શાળા છે. આ હમણાં બુદ્ધિ માં આવ્યું
છે કે આપણે મૂળવતન નાં નિવાસી છીએ, જેને સ્વીટ સાઈલેન્સ હોમ (શાંતિધામ) કહેવાય છે.
આનાં માટે જ બધા ઈચ્છે છે કારણકે આત્મા દુઃખી છે ને? તો કહે છે અમે કેવી રીતે પાછા
ઘરે જઈએ? ઘર ની ખબર ન હોવાનાં કારણે ભટકે છે. હવે તમે ભટકવાથી છૂટ્યાં. બાળકો ને
ખબર પડી ગઈ છે, હવે તમારે સાચ્ચે જ ઘરે જવાનું છે. અહમ્ આત્મા કેટલું નાનું બિંદુ
છે. આ પણ વન્ડર છે જેને કુદરત કહેવાય છે. આટલા નાનાં બિંદુ માં આટલો પાર્ટ ભરેલો
છે. પરમપિતા પરમાત્મા કેવી રીતે પાર્ટ ભજવે છે? આ પણ તમે જાણી ગયા છો. સૌથી મુખ્ય
પાર્ટધારી એ છે, કરનકરાવનહાર છે ને? આપ મીઠાં-મીઠાં બાળકો ને આ હવે સમજ માં આવ્યું
છે કે આપણે આત્માઓ શાંતિધામ થી આવીએ છીએ. આત્માઓ કોઈ નવાં થોડા નીકળે છે? જે શરીર
માં પ્રવેશ કરે છે. ના. આત્માઓ બધા સ્વીટ હોમ માં રહે છે. ત્યાં થી આવે છે પાર્ટ
ભજવવાં. બધાએ પાર્ટ ભજવવાનો છે. આ ખેલ છે. આ સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરે શું છે? આ
બધી બત્તીઓ છે, જેમાં રાત અને દિવસ નો ખેલ ચાલે છે. ઘણાં કહે છે સૂર્ય દેવતાય નમઃ,
ચંદ્રમા દેવતાય નમઃ… પરંતુ હકીકત માં આ કોઈ દેવતાઓ નથી. આ ખેલ ની કોઈને ખબર નથી.
સૂર્ય, ચંદ્ર ને પણ દેવતા કહી દે છે. હકીકત માં આ બધા વિશ્વ નાટક માટે ની બત્તીઓ
છે. આપણે રહેવાસી છીએ સ્વીટ સાઈલેન્સ હોમ નાં. અહીં આપણે પાર્ટ ભજવી રહ્યાં છીએ, આ
જૂ માફક ચક્ર ફરતું રહે છે, જે કાંઈ થાય છે ડ્રામા માં નોંધ છે. એવું ન કહેવું જોઈએ
કે એવું ન હોત તો આવું થાત. આ તો ડ્રામા છે ને? ઉદાહરણ, જેમ તમારી મા હતી, વિચાર
માં તો નહોતું ને કે ચાલી જશે? સારું, શરીર છોડી દીધું - ડ્રામા. હવે પોતાનો નવો
પાર્ટ ભજવી રહી છે. ફિકર ની કોઈ વાત નથી. અહીં આપ સર્વ બાળકો ની બુદ્ધિ માં છે આપણે
એક્ટર્સ છીએ, આ હાર અને જીત નો ખેલ છે. આ હાર-જીત નો ખેલ માયા પર આધારિત છે. માયા
થી હારે હાર છે અને માયા થી જીતે જીત. આ ગાય તો બધા છે પરંતુ બુદ્ધિ માં જ્ઞાન જરા
પણ નથી. તમે જાણો છો માયા શું વસ્તુ છે, આ તો રાવણ છે, જેને જ માયા કહેવાય છે. ધન
ને સંપત્તિ કહેવાય છે. ધન ને માયા નહીં કહેવાશે. મનુષ્ય સમજે છે આમની પાસે ખૂબ ધન
છે. તો કહી દે છે માયા નો નશો છે. પરંતુ માયા નો નશો હોય છે શું? માયા ને તો આપણે
જીતવાની કોશિશ કરીએ છીએ. તો આમાં કોઈ પણ વાત માં સંશય ન ઉઠવો જોઈએ. કાચ્ચી અવસ્થા
હોવાનાં કારણે જ સંશય ઉઠે છે. હમણાં ભગવાનુવાચ છે-કોનાં પ્રત્યે? આત્માઓ પ્રત્યે.
ભગવાન તો જરુર શિવ જ જોઈએ જે આત્માઓ નાં પ્રત્યે કહે. શ્રીકૃષ્ણ તો દેહધારી છે. એ
આત્માઓ નાં પ્રત્યે કેવી રીતે કહેશે? તમને કોઈ દેહધારી જ્ઞાન નથી સંભળાવતાં. બાપ ને
તો દેહ નથી. બીજા તો બધાને દેહ છે, જેમની પૂજા કરે છે એમને યાદ કરવા તો સહજ છે.
બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને કહેવાશે દેવતા. શિવ ને ભગવાન કહે છે. ઊંચા માં ઊંચા ભગવાન,
એમને દેહ નથી. આ પણ તમે જાણો છો જ્યારે મૂળવતન માં આત્માઓ હતાં તો તમને દેહ હતું?
ના. તમે આત્માઓ હતાં. આ બાબા પણ આત્મા છે. ફક્ત એ પરમ છે, એમનો પાર્ટ ગવાયેલો છે.
પાર્ટ ભજવીને ગયા છે, ત્યારે જ પૂજા થાય છે. પરંતુ એક પણ મનુષ્ય નથી જેમને આ ખબર
હોય - ૫ હજાર વર્ષ પહેલાં પણ પરમપિતા પરમાત્મા રચયિતા આવ્યાં હતાં, એ છે જ હેવનલી
ગોડફાધર. દર ૫ હજાર વર્ષ પછી કલ્પ નાં સંગમ પર એ આવે છે, પરંતુ કલ્પ ની આયુ
લાંબી-પહોળી કરી દેવાથી બધા ભૂલી ગયા છે. આપ બાળકો ને બાપ સમજાવે છે, તમે પોતે કહો
છો બાબા અમે તમને કલ્પ-કલ્પ મળીએ છીએ અને તમારી પાસે થી વારસો લઈએ છીએ, પછી કેવી
રીતે ગુમાવીએ છીએ - આ બુદ્ધિ માં છે. જ્ઞાન તો અનેક પ્રકાર નું છે પરંતુ જ્ઞાન નાં
સાગર ભગવાન ને જ કહેવાય છે. હવે આ પણ બધા સમજે છે - વિનાશ થશે જરુર. પહેલાં પણ
વિનાશ થયો હતો. કેવી રીતે થયો હતો - આ કોઈને પણ ખબર નથી. શાસ્ત્રો માં તો વિનાશ માટે
શું-શું લખી દીધું છે! પાંડવ અને કૌરવો નું યુદ્ધ કેવી રીતે થઈ શકે?
હમણાં તમે બ્રાહ્મણ છો સંગમયુગ પર. બ્રાહ્મણો ની તો કોઈ લડાઈ નથી. બાપ કહે છે તમે
મારા બાળકો છો નોનવાયોલેન્સ, ડબલ અહિંસક. હમણાં તમે નિર્વિકારી બની રહ્યાં છો. તમે
જ બાપ પાસે થી કલ્પ-કલ્પ વારસો લો છો. આમાં કાંઈ પણ તકલીફ ની વાત નથી. નોલેજ ખૂબ
સહજ છે. ૮૪ જન્મો નું ચક્ર તમારી બુદ્ધિ માં છે. હમણાં નાટક પૂરું થાય છે, બાકી થોડો
સમય છે. તમે જાણો છો-હવે એવો સમય આવવાનો છે જે સાહૂકારો ને પણ અનાજ નહીં મળશે, પાણી
નહીં મળશે. આને કહેવાય છે દુઃખ નાં પહાડ, ખૂને નાહક ખેલ છે ને? આટલાં બધા ખતમ થઈ જશે.
કોઈ ભૂલ કરે છે તો તેમને દંડ મળે છે, આમણે શું ભૂલ કરી છે? ફક્ત એક જ ભૂલ કરી છે,
જે બાપ ને ભૂલ્યાં છે. તમે તો બાપ પાસે થી રાજાઈ લઈ રહ્યાં છો. બાકી મનુષ્ય તો સમજે
છે મર્યા કે મર્યા. મહાભારત લડાઈ થોડી પણ શરુ થઈ તો મરી જશે. તમે તો જીવતા છો ને?
તમે ટ્રાન્સફર થઈ ને અમરલોક માં જાઓ છો, આ ભણતર ની તાકાત થી. ભણતર ને સોર્સ ઓફ ઈનકમ
(આવકનું સાધન) કહેવાય છે. શાસ્ત્રો નું પણ ભણતર છે, એનાંથી પણ ઈનકમ થાય છે, પરંતુ
તે ભણતર છે ભક્તિ નું. હવે બાપ કહે છે હું તમને આ લક્ષ્મી-નારાયણ જેવાં બનાવું છું.
તમે હમણાં સ્વચ્છ બુદ્ધિ બનો છો. તમે જાણો છો આપણે ઊંચા માં ઊંચા બનીએ છીએ, પછી
પુનર્જન્મ લેતાં-લેતાં નીચે ઉતરીએ છીએ. નવાં થી જૂનું થાય છે. સીડી જરુર ઉતરવી પડે
ને? હમણાં સૃષ્ટિ ની પણ ઉતરતી કળા છે. ચઢતી કળા હતી તો આ દેવતાઓ નું રાજ્ય હતું,
સ્વર્ગ હતું. હમણાં નર્ક છે. હમણાં તમે ફરી થી પુરુષાર્થ કરી રહ્યાં છો-સ્વર્ગવાસી
બનવા માટે. બાબા-બાબા કરતા રહો છો.
ઓ ગોડફાધર કહીને પોકારે છે પરંતુ આ થોડી સમજે છે કે એ આત્માઓ નાં બાપ ઊંચા માં ઊંચા
છે, આપણે એમનાં બાળકો પછી દુઃખી કેમ? હમણાં તમે સમજો છો દુઃખી પણ થવાનું જ છે. આ
સુખ અને દુઃખ નો ખેલ છે ને? જીત માં સુખ છે, હાર માં દુઃખ છે. બાપે રાજ્ય આપ્યું,
રાવણે છીનવી લીધું. હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં છે - બાપ પાસે થી આપણને સ્વર્ગ નો
વારસો મળતો રહે છે. બાપ આવેલા છે, હવે ફક્ત બાપ ને યાદ કરવાના છે તો પાપ કપાઈ જાય.
જન્મ-જન્માન્તર નો માથા પર બોજો છે ને? આ પણ તમે જાણો છો, તમે કોઈ ખૂબ દુઃખી નથી થતાં.
થોડું સુખ પણ છે - આટે મેં નમક (લોટ માં મીઠું). જેને કાગ વિષ્ટા સમાન સુખ કહેવાય
છે. તમે જાણો છો સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. જગત નાં ગુરુ પણ એક થયાં.
વાનપ્રસ્થ માં ગુરુ કરાય છે. હમણાં તો નાનપણ માં પણ ગુરુ કરાવી દે છે કે જો મરી જાય
તો સદ્દગતિ મેળવશે. બાપ કહે છે હકીકત માં કોઈને પણ ગુરુ ન કહી શકાય. ગુરુ તે જે
સદ્દગતિ આપે. સદ્દગતિ દાતા તો એક જ છે. બાકી ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે કોઈ પણ ગુરુ નથી.
તેઓ આવે છે તો બધાને સદ્દગતિ મળે છે શું? ક્રાઈસ્ટ આવ્યાં, તેમની પાછળ બધા આવવા
લાગ્યાં. જે પણ તે ધર્મ નાં હતાં. પછી તેમને ગુરુ કેવી રીતે કહેવાશે, જ્યારે લઈ આવવા
માટે નિમિત્ત બન્યાં છે. પતિત-પાવન એક જ બાપ ને કહે છે, એ બધાને પાછા લઈ જવા વાળા
છે. સ્થાપના પણ કરે છે, ફક્ત બધાને લઈ જાય તો પ્રલય થઈ જાય. પ્રલય તો થતો નથી. સર્વ
શાસ્ત્રમઈ શિરોમણી શ્રીમદ્દ ભગવદ્ ગીતા ગવાયેલી છે. ગાયન છે - યદા યદાહિ… ભારત માં
જ બાપ આવે છે. સ્વર્ગ ની બાદશાહી આપવા વાળા બાપ છે એમને પણ સર્વવ્યાપી કહી દે છે.
હમણાં આપ બાળકો ને ખુશી છે કે નવી દુનિયા માં આખા વિશ્વ પર એક આપણું જ રાજ્ય હશે.
તે રાજય ને કોઈ છીનવી નથી શકતાં. અહીં તો ટુકડા-ટુકડા પર પરસ્પર કેટલું લડતા રહે
છે! તમને તો મજા છે. ખગીઓ મારવાની (ખુશી માં નાચવાનું) છે. કલ્પ-કલ્પ બાબા પાસે થી
આપણે વારસો લઈએ છીએ તો કેટલી ખુશી થવી જોઈએ? બાપ કહે છે મને યાદ કરો છતાં પણ ભૂલી
જાય છે. કહે છે-બાબા, યોગ તૂટી જાય છે. બાબાએ કહ્યું છે યોગ શબ્દ કાઢી નાખો. તે તો
શાસ્ત્રો નો શબ્દ છે. બાપ કહે છે - મને યાદ કરો. યોગ ભક્તિમાર્ગ નો શબ્દ છે. બાપ
પાસે થી બાદશાહી મળે છે સ્વર્ગ ની, એમને તમે યાદ નહીં કરશો તો વિકર્મ વિનાશ કેવી
રીતે થશે? રાજાઈ કેવી રીતે મળશે? યાદ નહીં કરશો તો પદ પણ ઓછું થઈ જશે, સજા પણ ખાશો.
આ પણ અક્કલ નથી. એટલાં બેસમજ બની ગયાં છો. હું કલ્પ-કલ્પ તમને કહું છું - મામેકમ્
યાદ કરો. જીવતે જીવ આ દુનિયાથી મરી જાઓ. બાપ ની યાદ થી તમારા વિકર્મ વિનાશ થશે અને
તમે વિજય માળા નાં દાણા બની જશો. કેટલું સહજ છે. ઊંચા માં ઊંચા શિવબાબા અને બ્રહ્મા
બંને હાઈએસ્ટ (ઊંચા) છે. એ પારલૌકિક અને આ અલૌકિક. બિલકુલ સાધારણ શિક્ષક છે. તે
શિક્ષક તો પણ સજા આપે છે, આ તો પુચકાર આપતા રહે છે. કહે છે-મીઠાં બાળકો, બાપ ને યાદ
કરો, સતોપ્રધાન બનવાનું છે. પતિત-પાવન એક જ બાપ છે. ગુરુ પણ તે જ થયા બીજા કોઈ ગુરુ
હોઈ ન શકે. કહે છે બુદ્ધ પાર નિર્વાણ ગયા - આ બધા ગપ્પા છે. એક પણ પાછા જઈ ન શકે.
બધાનો ડ્રામા માં પાર્ટ છે. કેટલી વિશાળ બુદ્ધિ અને ખુશી રહેવી જોઈએ. ઉપર થી લઈને
બધું જ્ઞાન બુદ્ધિ માં છે. બ્રાહ્મણ જ જ્ઞાન ઉઠાવે છે. નથી શુદ્રો માં, નથી દેવતાઓ
માં આ જ્ઞાન. હવે સમજવા વાળા સમજે. જે ન સમજે એમનું મોત છે. પદ પણ ઓછું થઈ જશે.
સ્કૂલ માં પણ નથી ભણતા તો પદ પણ ઓછું થઈ જાય છે. અલ્ફ બાબા, બે બાદશાહી. આપણે ફરી
થી પોતાની રાજધાની માં જઈ રહ્યાં છીએ. આ જૂની દુનિયા ખતમ થઈ જશે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ આપણને
એવાં નવાં વિશ્વ ની રાજાઈ આપે છે જેને કોઈ પણ છીનવી ન શકે - આ ખુશી માં ખગીયાં
મારવાની છે.
2. વિજયમાળા નાં દાણા
બનવા માટે જીવતે જીવ આ જૂની દુનિયાથી મરવાનું છે. બાપ ની યાદ થી વિકર્મ વિનાશ કરવાના
છે.
વરદાન :-
પોતાની
પાવરફુલ સ્ટેજ દ્વારા સર્વ ની શુભકામનાઓ ને પૂર્ણ કરવા વાળા મહાદાની ભવ
પાછળ આવવા વાળા
આત્માઓ થોડા માં જ રાજી થશે, કારણકે એમનો પાર્ટ જ કણા-દાણા લેવાનો છે. તો એવાં
આત્માઓ ને પણ એમની ભાવના નું ફળ પ્રાપ્ત થાય, કોઈ પણ વંચિત ન રહે, એનાં માટે હમણાં
થી પોતાનાં માં સર્વશક્તિઓ જમા કરો. જ્યારે તમે પોતાની સંપૂર્ણ પાવરફુલ, મહાદાની
સ્ટેજ પર સ્થિત થશો તો કોઈ પણ આત્મા ને પોતાનાં સહયોગ થી, મહાદાન આપવાનાં કર્તવ્ય
નાં આધાર થી, શુભકામના ની સ્વીચ ઓન કરવાથી નજર થી નિહાલ કરી દેશો.
સ્લોગન :-
સદા ઈશ્વરીય
મર્યાદાઓ પર ચાલતાં રહો તો મર્યાદા પુરુષોત્તમ બની જશો.
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો
જ્યારે સેવા ની સ્ટેજ
પર જાઓ છો તો આ અનુભવ થવો જોઈએ કે આ આત્માઓ ઘણાં સમય ની અંતર્મુખતા ની, રુહાનિયત ની
ગુફા માંથી નીકળી ને સેવા માટે આવેલા છે. તપસ્વી રુપ દેખાય. બેહદ નો વૈરાગ ચહેરા પર
દેખાય. જેટલો જ અતિ રુહાબ એટલો જ અતિ રહેમ. એવી સર્વિસ નો હવે સમય છે.