13-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે આખી દુનિયાથી વિકારો ની તપત બુઝાવી બધાને શીતળ બનાવવાં , જ્ઞાન - વરસાદ
શીતળ બનાવી દે છે”
પ્રશ્ન :-
કઈ તપત આખી દુનિયાને
બાળી રહી છે?
ઉત્તર :-
કામ વિકાર ની તપત આખી દુનિયાને બાળી રહી છે. બધા કામ અગ્નિ માં બળીને કાળા થઈ ગયાં
છે. બાપ જ્ઞાન-વરસાદ થી તેમને શીતળ બનાવે છે. જેમ વરસાદ પડવાથી ધરતી શીતળ થઈ જાય છે
તો આ જ્ઞાન-વર્ષા થી ૨૧ જન્મો નાં માટે તમે શીતળ બની જાઓ છો. કોઈ પણ પ્રકારની તપત
નથી રહેતી. તત્વ પણ સતોપ્રધાન બની જાય છે. કોઈ પણ તપતા નથી.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
કોની યાદ માં બેઠા છે? જરુર પોતાનાં રુહાની બાપ ની યાદ માં બેઠા છે. રુહ પોતાનાં
પરમપિતા પરમાત્મા ની યાદ માં બેઠાં છે કે અમને રુહાની બાપ આવીને રિફ્રેશ કરી શીતળ
બનાવે, કારણકે કામ ચિતા પર બેસી ભારત બળી ગયું છે. ગાય પણ છે તપત બુઝાવો. તપત કોની?
કામ ચિતા ની. ખૂબ તપત થાય છે તો મનુષ્ય મરી જાય છે. આ કામ ચિતા ની તપત માં ભારત
એકદમ બળી ગયું છે એટલે બાપ ને યાદ કરે છે કે આવીને શીતળ બનાવો. વરસાદ પડવાથી શીતળતા
થઈ જાય છે. ધરતી શીતળ થઈ જાય છે. આ તો વરસાદ છે જ્ઞાન નો. એક જ વાર આવીને આટલાં
શીતળ બનાવે છે. એટલું બધું આપી દે છે જે સતયુગ માં કોઈ પણ ચીજ ની ઉત્કંઠા નથી રહેતી.
અડધોકલ્પ ઉત્કંઠા માં રહેતા આવ્યાં છો - બાબા આવીને શીતળ બનાવો. પતિત-પાવન બાપ આવીને
આપણને શીતળ બનાવે. આ જ્ઞાન-વરસાદ થી ભારત અથવા આખી દુનિયા શીતળ થઈ જાય છે. તમે
સ્વર્ગ નાં માલિક બની જાઓ છો. મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયાં. તે તો ફક્ત
મુખ મીઠું કરે છે. તમે જાણો છો સ્વર્ગ ની હવે સ્થાપના થઈ રહી છે. બાબા આવેલાં છે, આ
જ્ઞાન-વર્ષા કરી રહ્યાં છે. શીતળતા ની અસર ૨૧ જન્મ રહે છે. ત્યાં ન વરસાદ, ન કોઇ પણ
વસ્તુની ઈચ્છા રહે છે. સદૈવ વસંત જ વસંત રહે છે. ત્યાં કોઈ પણ પ્રકાર નું દુઃખ નથી
રહેતું. સૂર્ય પણ સતોપ્રધાન બની જાય છે. ક્યારેય તપત નથી દેખાડતો. તમે આખાં વિશ્વ
નાં માલિક બની જાઓ છો. હમણાં તો ગુલામ છો ને. ગાય છે હું ગુલામ, હું ગુલામ તારો…,બાપ
ને યાદ કરે છે. હવે બાપ કહે છે - તમારી સેવામાં હું તમારો ગુલામ આવીને બનું છું. આપ
બાળકોની સેવા કરું છું. પારકા, પતિત દેશ, પતિત શરીર માં હું આવું છું. આ પતિત
દુનિયામાં એક પણ પાવન હોઈ નથી શકતું. સતયુગ ને પાવન, કળિયુગ ને પતિત કહેવાય છે
કારણકે બધા વિકારી છે. ભારતવાસી જ આ નોલેજ ને સમજશે. જેમણે ૮૪ જન્મ લીધાં છે તે જ આ
નોલેજ સાંભળશે કે જે સતયુગ-ત્રેતા માં આવવા વાળા છે તે જ આવીને બ્રાહ્મણ બનશે,
નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપે સમજાવ્યું છે હમણાં તમે બ્રાહ્મણ વર્ણ માં છો પછી
તે જ દેવતા વર્ણ માં આવશે. બ્રાહ્મણ વર્ણ અર્થાત્ બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરવા બાપ આવે
છે. બ્રહ્મા, બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે. એવું નહીં કહેશે કે પરમપિતા પરમાત્મા
આવીને શૂદ્રો ને બ્રાહ્મણ બનાવે છે. આ તમારી બાજોલી ચાલે છે. આ તો ખૂબ સહજ છે. તમે
જાણો છો આ ચક્ર કેવી રીતે ફરે છે? વિરાટ રુપ માં બ્રાહ્મણો ની ચોટલી અને શિવબાબા ને
ભૂલી ગયાં છે. કહે છે દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર… પછી શૂદ્ર થી દેવતા. હવે
બ્રાહ્મણ ક્યાં ગયાં? બ્રાહ્મણ લોકો ગાય પણ છે બ્રાહ્મણ દેવતાય નમઃ. તો પ્રજાપિતા
બ્રહ્મા ની વંશાવલી ક્યાં ગઈ? પ્રજાપિતા બ્રહ્મા નું નામ કેટલું પ્રસિદ્ધ છે.
ચિત્રોમાં પણ કેટલી ભૂલ કરી દીધી છે. પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન નું કોઈ નામ-નિશાન
નથી. સ્કૂલ માં શિક્ષક ભણાવે છે. તે છતાં પણ સોર્સ ઓફ ઇન્કમ (આવક નું સાધન) છે.
મુખ્ય ઉદ્દેશ તો જરુર જોઈએ. આપ બાળકો જાણો છો તે ભણતર થી જ પદ મળે છે. પતિત દુનિયામાં
ભગવાન આવીને પતિતો ને ભણાવે છે. બાપ કહે છે - હું આપ બાળકો ને ભણાવીને પાવન બનાવું
છું. આ ભણતર થી આવક જુઓ કેટલી ભારે છે. અડધાકલ્પ માટે તમે તકદીર બનાવો છો. ભારત માં
ગવાયેલ છે ૨૧ પેઢી, હવે તમે બેહદ નાં બાપ થી ૨૧ પેઢી બેહદ નો વારસો મેળવો છો. લૌકિક
બાપ નો છે અલ્પકાળ ક્ષણભંગુર નો વારસો. આ બાપ થી તમે એવો વારસો મેળવો છો જે પેઢી દર
પેઢી તમને દુઃખ નથી રહેતું. ભારત માં જ બેહદ નું સુખ હતું. આ જ્ઞાન બીજા કોઈની
બુદ્ધિમાં નથી. આ જ્ઞાન આપવા વાળા બાપ જાણે અને જેમને આપે છે તે જાણે, બીજું ન જાણે
કોઇ. ગ્રંથ માં પણ એમની મહિમા ગવાયેલી છે. એકોઅંકાર…નિરાકાર, નિર-અહંકાર. આનો અર્થ
પણ હમણાં તમે સમજો છો. તે તો ફક્ત ગાય છે નિરહંકારી. આટલી મોટી ઓથોરિટી (સત્તા) હોવા
છતાં પણ એમને કોઈ અહંકાર નથી. અહીં થોડી પણ પોઝિશન (પદ) વાળા હોય છે તો એટલો નશો
તેમને રહે છે. તે છે અલ્પકાળ વાળા પદ નો નશો કે હું ફલાણો છું... હવે તમને આ રુહાની
ભણતર નો નશો છે. તમારો આત્મા હમણાં જાણે છે - આત્મ-અભિમાની બનવાનું છે ત્યારે જ બાપ
ને યાદ કરી શકશો. બાપ ની સાથે યોગ તૂટવાથી માયા નો ગોળો લાગી જાય છે, મુરઝાઈ જાય
છે. યાદ કરતા રહો તો ખુશીનો પારો ચઢેલો રહે. કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો ખુશી
થાય છે. સમજે છે બસ આની ઉપર કોઈ બીજું ભણતર નથી. તમે પણ જાણો છો આપણાં આ ભણતર થી
ઊંચું બીજું કોઈ ભણતર નથી. આ લક્ષ્મી-નારાયણે ભૂતકાળ માં જરુર આવું ભણતર ભણ્યું છે.
રાજયોગ શીખ્યાં છે ત્યારે મહારાજા-મહારાણી બન્યાં છે. રાજયોગ તો પ્રસિદ્ધ છે.
પરમપિતા પરમાત્મા આવીને રાજયોગ શીખવાડે છે - સ્વર્ગ નાં માટે. કહે પણ છે ભૂતકાળ માં
એવાં કર્મ કર્યા છે ત્યારે આ બન્યાં છે.
તમે જાણો છો - આ જન્મ માં આપણે એવાં કર્મ શીખીએ છીએ જે ભવિષ્ય ૨૧ જન્મ નાં માટે
રાજ્ય કરીશું કે સ્વર્ગ માં વિરાજમાન થઈશું. યથા રાજા, રાણી તથા પ્રજા પણ છે ને.
રાજધાની છે ને. બાપ આવ્યાં છે - રાજધાની સ્થાપન કરવા. પછી તમે જઈને ૨૧ જન્મ પાલના
કરશો. ૬૩ જન્મ તો દુઃખ ભોગવ્યાં છે. તે બધું ખતમ થઇ જશે. ભારત ને સ્વર્ગ કહેવાય છે,
હમણાં તો નર્ક છે. સૃષ્ટિ કેટલી બદલાઈ છે. તે રાજાઈ ક્યાં ચાલી ગઈ? રાવણ રાજ્ય શરું
થવાથી પછી તમે પતિત બની જાઓ છો. બાપ કહે છે તમે પોતાનાં ૮૪ નાં ચક્ર ને નથી જાણતાં.
હવે આપ બાળકોને વારંવાર સમજાવાય છે. તમે ૮૪ જન્મોનું ચક્ર પૂરું કર્યું છે. હવે
તમારો આ અંતિમ જન્મ છે. હવે ફરીથી પોતાનો વારસો લેવાનો છે. તમારે મુક્તિધામ માં બેસી
નથી જવાનું. તમારો ઓલરાઉન્ડર (સર્વાંગી) પાર્ટ છે. એવાં ઘણાં છે જે સતયુગ થી લઈને
દ્વાપર, કળિયુગ સુધી પણ મુક્તિધામ માં રહે છે. એવું નહીં કહેવાશે અહીં આવવાથી
મુક્તિધામ સારું છે. તે તો મચ્છરો સદૃશ્ય થઈ ગયું. આવ્યાં અને આ ગયાં. મનુષ્ય ની
મહિમા ગવાયેલી છે. આ મંદિર કોનાં છે? જે શરું થી લઈને પાર્ટ ભજવતાં આવ્યાં છે, તેમના
જ યાદગાર બનતા આવ્યાં છે. અંત માં જે આવે છે તેમની યાદગાર છે શું? કંઈ પણ નથી. તમારી
કેટલી ભારે યાદગાર છે. સૌથી વધારે તમે પાર્ટ ભજવો છો. તમે પોતાની પ્રારબ્ધ નો સમય
પૂરો કરી જ્યારે ભક્તિમાર્ગ માં આવો છો ત્યાર પછી તમારા યાદગાર તથા શિવબાબા નાં
મંદિર બનવાનાં શરું થાય છે, પછી બીજા ધર્મ આવે છે. તેમનો ધર્મ સ્થાપન થાય છે. તમે
પોતાની હિસ્ટ્રી-જોગ્રોફી પણ જાણો છો અને બીજા ધર્મ વાળાઓની પણ જાણો છો. ૮૪ જન્મો
ની સીડી છે. પહેલાં આપણે સ્વર્ગ માં આવીએ છીએ પછી ઉતરીએ કેવી રીતે છીએ - આ તમારી
બુદ્ધિ માં છે. દરેક જન્મ માં ભિન્ન નામ-રુપ વાળા મિત્ર-સંબંધી વગેરે મળે છે. આ બધો
ડ્રામા માં તમારો પાર્ટ પહેલાં થી જ નોંધાયેલો છે. આ બેહદ નો ડ્રામા છે, જે હૂબહૂ
રિપીટ થાય છે. તમે જાણો છો આપણે જ દેવી-દેવતા હતાં જે ૮૪ જન્મ લઇ શૂદ્ર બન્યાં. ફરી
આપણે જ દેવી-દેવતા બનીએ છીએ. મનુષ્ય તો કહી દે છે આત્મા સો પરમાત્મા. હકીકત માં હમ
સો નો અર્થ આ છે. તેઓ પછી કહી દે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા.
રાત-દિવસ નો ફર્ક છે ને! તમે હવે આ બધી વાતો ને જાણો છો. તમે હવે પાંડવ બન્યાં છો.
કૌરવ, પાંડવ ભાઇ-ભાઇ હતાં ને! હવે બાપ મળ્યાં છે તો તમે કૌરવ થી પાંડવ બન્યાં છો.
બાપ તમને દુઃખ થી છોડાવી ગાઈડ (માર્ગદર્શક) બની લઈ જાય છે. ઘર ની તો કોઈને ખબર નથી.
તેઓ કહે છે આત્મા બ્રહ્મ માં લીન થઇ જશે. તો ઘર થોડી થયું. ઘર માં તો રહેવાય છે.
તેને ઇનકોરપોરિયલ વર્લ્ડ (નિરાકારી દુનિયા) કહેવાય છે. હવે આપ બાળકો જાણો છો - આપણે
નિરાકારી આત્મા નિરાકાર વર્લ્ડ માં બિંદી ની જેમ નિવાસ કરીએ છીએ. ત્યાં પણ નિરાકારી
ઝાડ છે. આ ડ્રામા બનેલો છે. બીજ અને ઝાડ ને જાણવાનું છે. આનું નામ જ છે વેરાઈટી
ધર્મો નું ઝાડ, આ મનુષ્ય સૃષ્ટિ છે. આનાં બીજરુપ બાપ છે, કેટલી વેરાઈટી (વિવિધતા)
છે. દરેક ધર્મ વાળા નાં ફીચર્સ ન્યારા પછી અહીં પણ એક નો ચહેરો ન મળે બીજા થી. આ પણ
ડ્રામા બનેલો છે. કલ્પવૃક્ષ ની આયુ ૫ હજાર વર્ષ છે - આ બાપ જ સમજાવે છે. મનુષ્ય
એક્ટર્સ છે, અહીં પાર્ટ ભજવવા આવે છે. આ માંડવો છે, પ્રકાશ માટે સૂર્ય-ચંદ્ર વગેરે
છે. આ કોઈ દેવતા થોડી છે? આ તો બત્તિઓ છે. પરંતુ સર્વિસ કરે છે, એટલે દેવતા કહી દે
છે. હકીકત માં દેવતાઓ કોઈ સર્વિસ નથી કરતાં, સર્વિસ તો આપ બાળકો કરો છો. બાપ
ઓબીડિયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવક) છે. બાળકો દુઃખી થાય છે, તો બાપ ને તરસ આવે છે.
બાપ આવ્યાં છે સમજાવવાં. આપ બાળકોને ફરી થી એ જ દેવી-દેવતા પદ પ્રાપ્ત કરાવવા આવું
છું. ચઢતી કળા, ઉતરતી કળા દરેક વસ્તુ ની હોય છે. જૂની દુનિયાને તમોપ્રધાન, નવી
દુનિયાને સતોપ્રધાન કહેવાય છે. દરેક વસ્તુ નવી થી જૂની થાય છે. આત્મા કહે છે - આ
શરીર પણ તમોપ્રધાન પતિત છે. આ સતયુગ માં આત્મા અને શરીર સતોપ્રધાન હતાં. માથું નહોતાં
ખપાવતાં આત્માને હવે જ્ઞાન મળ્યું છે. સ્મૃતિ આવી છે, આપણે ૮૪ જન્મ લઈએ છીએ. આ
રહસ્ય બેહદ નાં બાપ સમજાવે છે. દુઃખ માં બાપ ને જ પોકારતાં રહે છે. રહેમ કરો હે
દુઃખહર્તા સુખકર્તા… ભારત જ સૌથી સુખી હતો ને. ભારત જેવો પવિત્ર ખંડ બીજો કોઈ હોઈ ન
શકે. હમણાં બાપ આપ બાળકોની ઝોલી અવિનાશી જ્ઞાન-રત્નો થી ભરે છે. ક્યારેય આવાં બાપ
જોયાં છે. કહે છે બાળકો, હું તમારા માટે વૈકુંઠ સોગાત માં લાવ્યો છું. તમે
સ્વર્ગવાસી હતાં, હવે પતિત નર્કવાસી બની ગયાં છો. પાવન તેમને કહેવાય છે જે વિકાર
માં નથી જતાં. સતયુગ માં છે સંપૂર્ણ નિર્વિકારી. આ સમયે છે - સંપૂર્ણ વિકારી. બાપ
કહે છે તમે પણ સંપૂર્ણ નિર્વિકારી હતાં. હવે સંપૂર્ણ વિકારી બન્યાં છો, ફરી સંપૂર્ણ
નિર્વિકારી દેવતા પદ મેળવવાનું છે - બાપ ને યાદ કરવાથી. શબ્દ જુઓ કેટલાં સરસ છે -
મનમનાભવ. મુજ બાપ ને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. હું
સર્વશક્તિમાન છું ને. મને યાદ કરો. યાદ ને જ યોગ-અગ્નિ કહેવાય છે, જેનાથી તમારા પાપ
દગ્ધ થશે. તમે પવિત્ર બની જશો. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની
ભણતર નાં નશા માં રહેવાનું છે. બાપ સમાન નિરહંકારી બનવાનું છે. પોઝિશન (પદ) વગેરે
નો અહંકાર નથી રાખવાનો.
2. પોતાની ઝોલી
જ્ઞાન-રત્નો થી ભરવાની છે. સંપૂર્ણ નિર્વિકારી બની દેવતા પદ પામવાનું છે. ક્યારેય
પણ મુરઝાવાનું નથી.
વરદાન :-
સ્થૂળ અને
સૂક્ષ્મ બંને રીતે થી સ્વયં ને બીઝી રાખવા વાળા માયાજીત , વિજયી ભવ
સ્વયં ને સેવાધારી
સમજી પોતાની રુચિ, ઉમંગ થી સેવા માં બીઝી રહો તો માયા ને ચાન્સ નહીં મળશે. જ્યારે
સંકલ્પ થી, બુદ્ધિ થી, ભલે સ્થૂળ કર્મ થી ફ્રી રહો છો તો માયા ચાન્સ લઈ લે છે. પરંતુ
સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીત થી ખુશી-ખુશી થી સેવા માં બીઝી રહો તો ખુશી નાં કારણે
માયા સામનો કરવાનું સાહસ નથી રાખતી એટલે સ્વયં જ ટીચર બની બુદ્ધિ ને બીઝી રાખવાનો
રોજ પ્રોગ્રામ બનાવો તો માયાજીત, વિજયી બની જશો.
સ્લોગન :-
નિશ્ચય અને
ફલક થી કહો બાબા મારી સાથે છે તો માયા સમીપ આવી નથી શકતી.
આ અવ્યક્તિ ઈશારા -
સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
બાપદાદા બધા બાળકો
નાં ચલન અને ચહેરા માં, બોલ કે કર્મ માં સરળતા અને મધુરતા જોવા ઈચ્છે છે. જો આવેશતા
કે થકાવટ નાં કારણે થોડાં પણ બોલ મધુર નથી, ચહેરો મધુર નથી, સિરીયસ છે તો ગુણ
સંપન્ન નહીં કહેવાશે. કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ મારો જે ગુણ છે, તે મારા ગુણ
ઈમર્જ હોવા જોઈએ. જેવાં બાપદાદા તેવા હુબહુ એ જ ગુણ, એ જ કર્તવ્ય, એ જ બોલ, એ જ
સંકલ્પ અનુભવ હોય, બધાનાં મુખ થી નીકળે આ તો એ જ લાગે છે.