13-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હવે
આ મૃત્યુલોક નો અંત છે , અમરલોક ની સ્થાપના થઈ રહી છે , એટલે તમારે મૃત્યુલોક વાળાઓ
ને યાદ નથી કરવાનાં”
પ્રશ્ન :-
બાપ પોતાનાં ગરીબ
બાળકોને કઈ સ્મૃતિ અપાવે છે?
ઉત્તર :-
બાળકો, જ્યારે તમે વાઈસલેસ (નિર્વિકારી) હતાં તો બહુજ સુખી હતાં. તમારા જેવાં
સાહૂકાર બીજા કોઈ નહોતાં, તમે અપાર સુખી હતાં. ધરતી, આકાશ બધું તમારા હાથ માં હતું.
હવે બાપ તમને ફરીથી સાહૂકાર બનાવવા આવ્યાં છે.
ગીત :-
નયનહીન કો રાહ
દિખાઓ પ્રભૂ….
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો, આત્માઓએ ગીત સાંભળ્યું. કોણે કહ્યું? આત્માઓનાં રુહાની બાપે. રુહાની
બાપ ને રુહાની બાળકોએ કહ્યું - બાબા. એમને ઈશ્વર પણ કહેવાય, પિતા પણ કહેવાય. કયાં
પિતા? પરમપિતા. બાપ છે બે. એક લૌકિક બીજા પારલૌકિક. લૌકિક બાપ નાં બાળકો પારલૌકિક
બાપ ને પોકારે છે. હે બાબા, બાબા નું નામ? શિવ. એ શિવ નિરાકારી પૂજાય છે. એમને
કહેવાય છે સુપ્રીમ ફાધર (પરમપિતા). લૌકિક બાપ ને સુપ્રીમ ન કહેવાય. ઊંચામાં ઊંચા બધા
આત્માઓનાં બાપ એક જ છે. બધા જીવ આત્માઓ એ બાપ ને યાદ કરે છે. આત્માઓ આ ભૂલી ગયાં છે
કે અમારા બાપ કોણ છે? પોકારે છે ઓ ગોડફાધર, અમને નયનહીન ને નયન દો તો અમે પોતાનાં
બાપને ઓળખીએ. ભક્તિમાર્ગ માં અમે આંધળા બની ઠોકરો ખાતા રહીએ છીએ, હવે એ ઠોકરો થી
છોડાવો. બાપ જ કલ્પ-કલ્પ આવીને ભારત ને હેવન (સ્વર્ગ) બનાવે છે. હમણાં કળિયુગ છે,
સતયુગ આવવાનો છે. કળિયુગ અને સતયુગ નાં વચ્ચે ને સંગમ કહેવાય છે. આ છે પુરુષોત્તમ
સંગમ. બેહદ નાં બાપ આવીને જે ભ્રષ્ટાચારી બની ગયાં છે, એમને શ્રેષ્ઠાચારી,
પુરુષોત્તમ બનાવે છે. લક્ષ્મી-નારાયણ પુરુષોતમ હતાં. લક્ષ્મી-નારાયણ નાં કુળ નું
રાજ્ય હતું. આ બાબા આવીને સ્મૃતિ અપાવે છે. તમે ભારતવાસી આજ થી પ હજાર વર્ષ પહેલાં
સ્વર્ગવાસી હતાં, હમણાં નર્કવાસી છો. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ભારત હેવન (સ્વર્ગ)
હતું, ભારત ની ખુબ મહિમા હતી. સોના હીરા નાં મહેલ હતાં. હમણાં કાંઈ નથી. એ સમયે બીજો
કોઈ ધર્મ નહોતો, ફક્ત સૂર્યવંશી હતાં. ચંદ્રવંશી પાછળ થી આવે છે. બાપ સમજાવે છે તમે
જ સૂર્યવંશી હતાં. હમણાં સુધી લક્ષ્મી-નારાયણ નાં મંદિરો બનાવતાં રહે છે. પરંતુ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે હતું? કેવી રીતે રાજ્ય મેળવ્યું? આ કોઈને ખબર નથી,
પૂજા કરે છે પરંતુ જાણતાં નથી તો બ્લાઈન્ડ ફેથ (આંધળો વિશ્વાસ) થયો ને. શિવ ની,
લક્ષ્મી-નારાયણ ની પૂજા કરે છે, બાયોગ્રાફી (જીવન કહાણી) કોઈ નથી જાણતું. ભારતવાસી
પોતે કહે છે અમે પતિત છીએ. હે પતિત-પાવન બાબા આવો, આવીને અમને દુઃખો થી, રાવણ રાજ્ય
થી મુક્ત કરો. બાપ આવીને બધાને મુક્ત કરે છે. બાળકો જાણે છે કે સતયુગમાં એક જ રાજ્ય
હતું. કોંગ્રેસ લોકો અથવા બાપુજી પણ આ જ માંગતા હતાં કે અમને ફરી થી રામરાજ્ય જોઈએ.
અમે સ્વર્ગવાસી બનવા ઈચ્છીએ છીએ. હમણાં નર્ક વાસીઓનાં શું હાલ છે, જોઈ રહ્યાં છો?
આને કહેવાય છે હેલ (નર્ક), ડેવિલ વર્લ્ડ (આસુરી દુનિયા). આ જ ભારત ડીટી વર્લ્ડ (દેવી
દુનિયા) હતું. હમણાં ડેવિલ વર્લ્ડ બની ગયું છે.
બાબા સમજાવે છે તમે
૮૪ જન્મ લીધાં છે ન કે ૮૪ લાખ. આ તો શાસ્ત્રોમાં ગપોડા લગાવી દીધાં છે. આજ થી ૫
હજાર વર્ષ પહેલાં સદ્દગતિ માર્ગ હતો. ત્યાં ન ભક્તિ, ન દુ:ખ નું નામનિશાન હતું, એને
સુખધામ કહેવાય છે. બાપ સમજાવે છે તમે અસલ માં શાંતિધામ નાં રહેવા વાળા છો. તમે અહીં
પાર્ટ ભજવવા આવ્યાં છો. પુનર્જન્મ ૮૪ હોય છે ન કે ૮૪ લાખ. હમણાં બેહદ નાં બાપ આવ્યાં
છે, આપ બાળકોને બેહદ નો વારસો આપવાં. બાપ આપ બાળકો થી વાત કરે છે. બીજા સત્સંગો માં
મનુષ્ય, મનુષ્ય ને ભક્તિ ની વાતો સંભળાવે છે. અડધોકલ્પ જ્યારે ભારત સ્વર્ગ હતું, એક
પણ પતિત નહોતાં. હમણાં એક પણ પાવન નથી. આ છે પતિત દુનિયા. બાપ સમજાવે છે - ગીતા માં
કૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે. કૃષ્ણ ભગવાન નથી ન કે એમણે ગીતા સંભળાવી છે. આ લોકો
પોતાનાં ધર્મ શાસ્ત્ર ને પણ નથી જાણતાં. પોતાના ધર્મ ને જ ભૂલી ગયા છે. ધર્મ મુખ્ય
છે ૪, પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સૂર્યવંશી, પછી ચંદ્રવંશી, બંને મળાવીને ને
કહે છે દેવી-દેવતા ધર્મ. ત્યાં દુઃખ નું નામ નહોતું. ૨૧ જન્મ તમે સુખધામ માં હતાં.
પછી રાવણ રાજ્ય, ભક્તિમાર્ગ શરું થાય છે. શિવબાબા ક્યારે આવે છે? જ્યારે રાત થાય
છે. ભારતવાસી ઘોર અંધારા માં આવી જાય છે ત્યારે બાબા આવે છે. ગુડ્ડીઓની પૂજા કરતાં
રહે છે. એક ની પણ બાયોગ્રાફી (જીવન કહાણી) નથી જાણતાં. ભક્તિમાર્ગ માં અનેક ધક્કા
ખાય છે, તીર્થો પર જઈ ફેરા લગાવે. કોઈ પ્રાપ્તિ નથી. બાપ કહે છે - હું આવીને તમને
બ્રહ્મા દ્વારા યથાર્થ જ્ઞાન સંભળાવું છું. પોકારે છે કે અમને સુખધામ અને શાંતિધામ
નો રસ્તો બતાવો. બાપ કહે છે - આજ થી ૫ હજાર વર્ષ પહેલાં મેં તમને બહુજ સાહૂકાર
બનાવ્યાં હતાં. એટલું ધન આપ્યું પછી ક્યાં ગુમાવ્યું? તમે કેટલાં સાહૂકાર હતાં.
ભારત શું કહેવાય! ભારત જ સૌથી ઊંચામાં ઊંચો ખંડ હતો. હકીકત માં બધાનું આ તીર્થ છે
કારણકે પતિત-પાવન બાપની જન્મભૂમિ છે. જે પણ ધર્મ વાળા છે બધાંની બાપ આવીને સદ્દગતિ
કરે છે. હમણાં રાવણ નું રાજ્ય આખી સૃષ્ટિમાં છે ફક્ત લંકા માં નથી. જ્યારે સૂર્યવંશી
રાજ્ય હતું ત્યારે આ વિકાર નહોતાં. ભારત વાઈસલેસ (પવિત્ર) હતો, હમણાં વિશશ (અપવિત્ર)
છે. બધાં નર્કવાસી છે. સતયુગ માં જે દૈવી સંપ્રદાય હતાં, તે પછી ૮૪ જન્મ ભોગવી આસુરી
સંપ્રદાય બન્યાં છે પછી દૈવી સંપ્રદાય બનવાનાં છે. ભારત બહુ જ સાહુકાર હતો. હમણાં
ગરીબ બન્યો છે એટલે ભીખ માંગી રહ્યાં છે. બાપ આપ ગરીબ બાળકોને સ્મૃતિ અપાવે છે બાળકો,
તમે કેટલાં સુખી હતાં. તમારા જેવું સુખ કોઈને મળી ન શકે. ધરતી, આકાશ બધું તમારા
હાથમાં હતું. શાસ્ત્રો માં કલ્પની આયુ લાંબી બતાવીને બધાને કુંભકર્ણ ની આસુરી નિંદર
માં સુવડાવી દીધાં છે. આ ભારત શિવબાબા નું સ્થાપન કરેલું શિવાલય હતું. ત્યાં
પવિત્રતા હતી, એ નવી દુનિયામાં દેવી-દેવતા રાજ્ય કરતાં હતાં. મનુષ્ય તો આ પણ નથી
જાણતાં કે રાધા-કૃષ્ણ નો પરસ્પર શું સંબંધ છે. બંને અલગ-અલગ રાજધાની નાં હતાં પછી
સ્વયંવર નાં પછી લક્ષ્મી-નારાયણ બન્યાં. આ જ્ઞાન કોઈ મનુષ્ય માત્ર માં નથી.
સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) નોલેજ ફક્ત એક બાપ જ આપે છે. હવે બાપ કહે છે -
આત્મ-અભિમાની બનો. મુજ પોતાનાં પરમપિતા ને યાદ કરો. યાદ થી તમોપ્રધાન થી સતોપ્રધાન
બની જશો. તમે અહીં આવો છો મનુષ્ય થી દેવતા અથવા પતિત થી પાવન બનવાં. હવે આ છે રાવણ
રાજ્ય. ભક્તિ માં રાવણ રાજ્ય શરું થાય છે. બધાં ભક્તિ કરવા વાળા રાવણ નાં પંજા (પિંજરા)
માં છે. આખી દુનિયા ૫ વિકારો રુપી રાવણની કેદ (જેલ) માં છે, શોક વાટિકા માં છે. બાપ
આવીને બધાંને મુક્ત કરી ગાઈડ (માર્ગદર્શક) બની સાથે લઈ જાય છે. એનાં માટે આ મહાભારત
લડાઈ છે, જે ૫ હજાર વર્ષ પહેલાં લાગી હતી, હવે બાપ ફરીથી સ્વર્ગ બનાવી રહ્યાં છે.
એવું નથી જેમને ધન ઘણું છે, તે સ્વર્ગ માં છે. હમણાં છે જ નર્ક. પતિત-પાવન બાપ ને
કહેવાય છે ન કે નદી ને. આ બધું છે ભક્તિમાર્ગ. આ વાતો બાબા જ આવી ને સમજાવે છે. હમણાં
આ તો જાણો છો એક છે લૌકિક બાપ, બીજા છે પારલૌકિક, ત્રીજા છે અલૌકિક. હવે પારલૌકિક
બાપ શિવબાબા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે. બ્રાહ્મણો ને દેવતા બનાવવા
માટે રાજયોગ શિખવાડે છે. આત્મા જ પુનર્જન્મ લે છે. આત્મા જ કહે છે હું એક શરીર છોડી
બીજું લઉં છું. બાપ કહે છે - પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો તમે પાવન બનશો.
કોઈ પણ દેહધારી ને યાદ ન કરો. હવે મૃત્યુલોક નો અંત છે, અમરલોક ની સ્થાપના થઈ રહી
છે. બાકી બધા અનેક ધર્મ ખલાસ થઈ જશે. સતયુગ માં એક જ દેવી-દેવતા ધર્મ હતો પછી
ચંદ્રવંશી રામ-સીતા ત્રેતા માં હતાં. આપ બાળકોને આખાં ચક્ર ની યાદ અપાવે છે.
શાંતિધામ અને સુખધામ ની સ્થાપના બાપ જ કરે છે. મનુષ્ય, મનુષ્ય ને સદ્દગતિ આપી ન શકે.
તે બધાં છે ભક્તિમાર્ગ નાં ગુરુ.
હમણાં તમે છો ઈશ્વરીય
સંતાન. બાબા થી રાજ્ય ભાગ્ય લઈ રહ્યાં છો. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. પ્રજા તો
બહુજ બનવાની છે. કોટો માં કોઈ રાજા બને છે. સતયુગ ને કહેવાય છે ફૂલો નો બગીચો. હમણાં
છે કાંટાઓનું જંગલ. રાવણ રાજ્ય બદલાઈ રહ્યું છે. વિનાશ થવાનો છે. આ જ્ઞાન હમણાં તમને
મળી રહ્યું છે. લક્ષ્મી-નારાયણ ને આ જ્ઞાન નથી રહેતું. પ્રાયઃલોપ થઈ જાય છે.
ભક્તિમાર્ગ માં બાપ ને કોઈ પણ યથાર્થ નથી જાણતું. બાપ છે રચયિતા. બ્રહ્મા, વિષ્ણુ,
શંકર પણ રચના છે. સર્વવ્યાપી કહેવાથી વારસા નો હક ખલાસ થઈ જાય છે. બાબા આવીને બધાને
વારસો આપે છે. ૮૪ જન્મ તે જ લે છે જે પહેલાં-પહેલાં સતયુગ માં આવે છે. ક્રિશ્ચન લોકો
કરીને ૪૦ જન્મ લેતાં હશે. એક ભગવાન ને શોધવાનાં માટે કેટલાં ધક્કા ખાય છે. હવે તમે
ધક્કા નહીં ખાશો. એક બાપ ને યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. આ છે યાત્રા.
આ છે ગોડ ફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય). તમારો આત્મા ભણે છે.
સાધુ-સંત કહી દે છે - આત્મા નિર્લેપ છે. પરતું આત્મા જ કર્મો અનુસાર બીજો જન્મ લે
છે. આત્મા જ સારા અથવા ખરાબ કર્મ કરે છે. આ સમયે (કળિયુગ માં) તમારા કર્મ વિકર્મ
થાય છે, સતયુગ માં તમારા કર્મ, અકર્મ થાય છે. ત્યાં વિકર્મ થતાં નથી. તે છે પુણ્ય
આત્માઓ ની દુનિયા. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ થી
બેહદ નો વારસો લેવાનો છે. શ્રેષ્ઠ કર્મ કરવાનાં છે. જ્યારે બાપ મળે છે તો કોઈ પણ
પ્રકાર નાં ધક્કા નથી ખાવાનાં.
2. બાપે જે સ્મૃતિ
અપાવી છે, એ સ્મૃતિ માં રાખી અપાર ખુશી માં રહેવાનું છે. કોઈ પણ દેહધારી ને યાદ નથી
કરવાનાં.
વરદાન :-
સ્નેહ ની પાછળ
સર્વ કમજોરીઓની કુરબાન કરવા વાળા સમર્થી સ્વરુપ ભવ
સ્નેહ ની નિશાની છે
કુરબાની. સ્નેહ ની પાછળ કુરબાન કરવામાં કોઈ મુશ્કેલ કે અસંભવ વાત પણ સંભવ અને સહજ
અનુભવ થાય છે. તો સમર્થી સ્વરુપ નાં વરદાન દ્વારા સર્વ કમજોરીઓને મજબૂરી થી નહીં
દિલ થી કુરબાન કરો કારણકે સત્ય બાપની પાસે સત્ય સ્વીકાર થાય છે. તો ફક્ત બાપ નાં
સ્નેહ નાં ગીત નહીં ગાઓ પરંતુ સ્વયં બાપ સમાન અવ્યક્ત સ્થિતિ સ્વરુપ બનો જે બધા
તમારા ગીત ગાય.
સ્લોગન :-
સંકલ્પ કે
સ્વપ્ન માં પણ એક દિલારામ ની યાદ રહે ત્યારે કહેવાશે સાચાં તપસ્વી.
માતેશ્વરીજી નાં
અનમોલ મહાવાક્ય
મનુષ્યનો મુખ્ય -
ઉદ્દેશ્ય શું છે ? એને પ્રાપ્ત કરવાની યથાર્થ રીત
દરેક મનુષ્યને આ
વિચારવું જરુરી છે પોતાનું સારું જીવન બનાવવા માટે શું ઉચિત છે? મનુષ્યની લાઈફ શેના
માટે છે, એમાં શું કરવાનું છે? હવે પોતાનાં દિલ થી પૂછો કે તે મારા જીવનમાં
પરિવર્તન થઈ રહ્યું છે. મનુષ્ય જીવનમાં પહેલાં તો જ્ઞાન જોઈએ પછી આ જીવન નો
મુખ્ય-ઉદ્દેશ્ય શું છે? આ તો જરુર માનશે કે આ જીવનને સર્વદા સુખ અને શાંતિ જોઈએ.
શું હવે તે મળી રહ્યું છે? આ ઘોર કળિયુગ માં તો દુઃખ-અશાંતિ નાં સિવાય બીજું કંઈ છે
જ નહીં, હવે વિચારવાનું છે સુખ શાંતિ મળશે કેવી રીતે? સુખ અને શાંતિ આ બે શબ્દ
નીકળ્યાં છે, તો જરુર આ દુનિયામાં ક્યારેક થયા હશે, ત્યારે તો આ વસ્તુની માંગણી કરે
છે. જો કોઈ મનુષ્ય એવું કહે કે અમે એવી દુનિયા જોઈ જ નથી તો પછી એ દુનિયા ને તમે
કેવી રીતે માનો છો? આનાં પર સમજાવે છે કે આ દિવસ અને રાત જે બે શબ્દ છે, તો જરુર
રાત અને દિવસ ચાલતાં હશે. એવી રીતે કોઈ નથી કહી શકતાં કે અમે જોઈ જ રાત છે તો દિવસને
માનું કેવી રીતે? પરંતુ જ્યારે બે નામ છે, તો એનો પાર્ટ પણ હશે. આમ આપણે પણ સાંભળ્યું
છે કે આ કળિયુગ થી કોઈ ઊંચી સ્ટેજ પણ હતી જેને સતયુગ કહેવાય છે. જો એવી રીતે જ સમય
ચાલતો રહે તો પછી એ સમયને સતયુગ નામ કેમ અપાયું. તો આ સૃષ્ટિ પોતાની સ્ટેજ બદલાઇ રહી
છે, જેવી રીતે કિશોર, બાળ, યુવા, વૃદ્ધ બદલતાં રહે છે, તેવી રીતે સૃષ્ટિ પણ બદલાતી
રહે છે. આજ નું જીવન અને એ જીવનમાં કેટલો ફરક છે. તો એ શ્રેષ્ઠ જીવનને બનાવવાનો
પ્રયત્ન કરવાનો છે.
નિરાકારી દુનિયા ,
આકારી દુનિયા અને સાકારી દુનિયાનો વિસ્તાર
આ પૂરાં બ્રહ્માંડની
અંદર ત્રણ દુનિયાઓ છે - એક છે નિરાકારી દુનિયા, બીજી છે આકારી, ત્રીજી છે સાકારી.
હવે આ તો જાણ્યું કે નિરાકાર સૃષ્ટિમાં તો આત્માઓ નિવાસ કરે છે અને સાકારી સૃષ્ટિમાં
સાકાર મનુષ્ય સંપ્રદાય નિવાસ કરે છે. બાકી છે આકારી સૂક્ષ્મ સૃષ્ટિ, હવે વિચાર ચાલે
છે શું આકારી સૃષ્ટિ સદા જ છે કે કંઈક સમય એનો પાર્ટ ચાલે છે? દુનિયાનાં મનુષ્ય તો
સમજે છે સૂક્ષ્મ દુનિયા કોઈ ઉપર છે, ત્યાં ફરિશ્તા રહે છે, એને જ સ્વર્ગ કહે છે.
ત્યાં જઈને સુખ ભોગવશે પરંતુ હવે આ તો સ્પષ્ટ છે કે સ્વર્ગ અને નરક આ સૃષ્ટિ પર જ
હોય છે. બાકી આ જે સૂક્ષ્મ આકારી સૃષ્ટિ છે, જ્યાં શુદ્ધ આત્માઓનો સાક્ષાત્કાર થાય
છે, તે તો દ્વાપરથી લઈને શરુ થયેલ છે. જ્યારે ભક્તિ માર્ગ શરુ થાય છે તો આનાથી
સિદ્ધિ નિરાકારી સૃષ્ટિ અને સાકારી સૃષ્ટિ સદા છે જ છે. બાકી સૂક્ષ્મ દુનિયા સદા તો
નહીં રહેશે, એમાં પણ ખાસ બ્રહ્મા, વિષ્ણુ, શંકરનો સાક્ષાત્કાર આ જ સમયે આપણને થાય
છે કારણકે આ સમયે પરમાત્મા ત્રણ કર્તવ્ય કરવાને માટે ત્રણ રુપ રચે છે. અચ્છા, ઓમ
શાંતિ.
અવ્યક્ત ઈશારા -
પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
બાપદાદા સદા શ્રીમત
આપે છે કે મન માં દરેક આત્માનાં પ્રત્યે શુભ ભાવના અને શુભકામના રાખો - અપકારી પર
પણ ઉપકાર ની વૃત્તિ રાખો, સંકલ્પ સદા સર્વ નાં પ્રત્યે શ્રેષ્ઠ હોય, નિઃસ્વાર્થ હોય,
સદા દાતાપણા ની ભાવના હોય. સદા સ્વ-પરિવર્તન અથવા સ્વ નાં શ્રેષ્ઠ કર્મો દ્વારા
બીજાઓને શ્રેષ્ઠ કર્મની પ્રેરણા આપવા વાળા કર્મ હોય, ત્યારે કહેવાશે પરોપકારી.