14-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - કદમ - કદમ બાપ ની શ્રીમત પર ચાલતાં રહો , એક બાપ થી જ સાંભળો તો માયા નો વાર નહીં થશે”

પ્રશ્ન :-
ઊંચ પદ પ્રાપ્ત કરવાનો આધાર શું છે?

ઉત્તર :-
ઊંચ પદ પ્રાપ્ત કરવા માટે બાપ નાં દરેક ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલતાં રહો. બાપ નું ડાયરેક્શન મળ્યું અને બાળકોએ માન્યું. બીજો કોઈ સંકલ્પ પણ ન આવે. ૨. આ રુહાની સર્વિસ માં લાગી જાઓ. તમને બીજા કોઈ ની યાદ ન આવવી જોઈએ. તમે મર્યા તો મરી ગઈ દુનિયા ત્યારે ઊંચ પદ મળી શકે છે.

ગીત :-
તુમ્હેં પાકે હમને…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. તે છે ભક્તિ માર્ગ નું ગવાયેલું. આ સમયે બાપ આનું રહસ્ય સમજાવે છે. બાળકો પણ સમજે છે - હવે આપણે બાપ પાસે થી બેહદ નો વારસો મેળવી રહ્યાં છીએ. એ રાજ્ય આપણું કોઈ છીનવી ન શકે. ભારત નું રાજ્ય ઘણાએ છીનવ્યું છે ને? મુસલમાનોએ છીનવ્યું, અંગ્રેજોએ છીનવ્યું. હકીકત માં પહેલાં તો રાવણે છીનવ્યું છે, આસુરી મત પર. આ જે વાંદરાઓ નું ચિત્ર બનાવે છે - હિયર નો ઈવિલ (ખરાબ ન સાંભળો), સી નો ઈવિલ (ખરાબ ન જુઓ)… આનું પણ કોઈ રહસ્ય હશે ને? બાપ સમજાવે છે એક તરફ છે રાવણ નો આસુરી સંપ્રદાય, જે બાપ ને નથી જાણતાં. બીજી તરફ છો આપ બાળકો. તમે પણ પહેલાં નહોતાં જાણતાં. બાપ આમનાં માટે પણ સંભળાવે છે કે આમણે પણ ખૂબ ભક્તિ કરી છે, આમનો આ છે અનેક જન્મો નાં અંત નો જન્મ. આ જ પહેલાં પાવન હતાં, હવે પતિત બન્યાં છે. આમને હું જાણું છું. હવે તમે બીજા કોઈનું ન સાંભળો. બાપ કહે છે, હું આપ બાળકો સાથે વાત કરું છું. હા, ક્યારેક કોઈ મિત્ર-સંબંધીઓ વગેરે ને લઈ આવે છે તો થોડી વાત કરી લઉં છું. પહેલી વાત તો છે પવિત્ર બનવાની છે ત્યારે જ બુદ્ધિ માં ધારણા થશે. અહીં નાં કાયદા ખૂબ કઠોર છે. પહેલાં કહેતાં હતાં ૭ દિવસ ભઠ્ઠી માં રહેવાનું છે, બીજા કોઈની યાદ ન આવે, ન પત્ર વગેરે લખવાના છે. રહો ભલે ક્યાંય પણ. પરંતુ આખો દિવસ ભઠ્ઠી માં રહેવું પડે. હમણાં તો તમે ભઠ્ઠી માં રહીને પછી બહાર નીકળો છો. કોઈ તો આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, અહો માયા પછી ભાગન્તી થઈ ગયાં. આ છે ખૂબ ઊંચી મંઝિલ. બાપ નું કહેવાનું નથી માનતાં. બાપ કહે છે તમે તો વાનપ્રસ્થી છો. તમે કેમ મફત માં ફસાઈ પડ્યાં છો? તમે તો આ રુહાની સર્વિસ માં લાગી જાઓ. તમને બીજા કોઈની યાદ ન આવવી જોઈએ. પોતે મર્યા તો મરી ગઈ દુનિયા ત્યારે ઊંચ પદ મળી શકે છે. તમારો પુરુષાર્થ જ છે - નર થી નારાયણ બનવાનો. કદમ-કદમ બાપ નાં ડાયરેક્શન પર ચાલવું પડે. પરંતુ આમાં પણ હિમ્મત જોઈએ. ફક્ત કહેવાની વાત નથી. મોહ ની રગ ઓછી નથી, નષ્ટોમોહા બનવાનું છે. મારા તો એક શિવબાબા, બીજું ન કોઈ. અમે તો બાબા ની શરણ લઈએ છીએ. અમે વિષ ક્યારેય નહીં આપીશું. તમે ઈશ્વર તરફ આવો છો તો માયા પણ તમને છોડશે નહીં, ખૂબ પછાડશે. જેમ વૈધ લોકો કહે છે - આ દવા થી પહેલાં બધી બીમારી બહાર નીકળશે. ડરતા નહીં. આ પણ એવું છે. માયા ખૂબ હેરાન કરશે, વાનપ્રસ્થ અવસ્થા માં પણ વિકાર નાં સંકલ્પ લઈ આવશે. મોહ ઉત્પન્ન થઈ જશે. બાબા પહેલાં થી જ બતાવી દે છે કે આ બધું થશે. જ્યાં સુધી જીવશો, આ માયા ની બોક્સિંગ (યુદ્ધ) ચાલતી રહેશે. માયા પણ પહેલવાન બની તમને છોડશે નહીં. આ ડ્રામા માં નોંધ છે. હું થોડી માયા ને કહીશ કે વિકલ્પ ન લાવો! ઘણાં લખે છે બાબા કૃપા કરો. હું થોડી કોઈ પર કૃપા કરીશ? અહીં તો તમારે શ્રીમત પર ચાલવાનું છે. કૃપા કરું તો પછી બધા મહારાજા બની જાય. ડ્રામા માં પણ નથી. બધા ધર્મ વાળા આવે છે. જે બીજા-બીજા ધર્મ માં ટ્રાન્સફર થઈ ગયા હશે તે નીકળી આવશે. આ સૈપલિંગ (કલમ) લાગે છે, આમાં ખૂબ મહેનત છે. નવાં જે આવે છે તો ફક્ત કહેવાનું છે બાપ ને યાદ કરો. શિવ ભગવાનુવાચ, શ્રીકૃષ્ણ તો ૮૪ જન્મો માં આવે છે. અનેક મત, અનેક વાતો છે. આ બુદ્ધિ માં પૂરું ધારણ કરવાનું છે. આપણે પતિત હતાં. હવે બાપ કહે છે તમે પાવન કેવી રીતે બનો. કલ્પ પહેલાં પણ કહ્યું હતું - મામેકમ્ યાદ કરો. પોતાને આત્મા સમજી દેહ નાં સર્વ ધર્મ છોડી જીવતે જીવ મરો. મુજ એક બાપ ને જ યાદ કરો. હું સર્વ ની સદ્દગતિ કરવા આવ્યો છું. ભારતવાસી જ ઊંચ બને છે પછી ૮૪ જન્મ લઈ નીચે ઉતરે છે. બોલો, તમે ભારતવાસી જ આ દેવી-દેવતાઓ ની પૂજા કરો છો. આ કોણ છે? આ સ્વર્ગ નાં માલિક હતાં ને? હમણાં ક્યાં છે? ૮૪ જન્મ કોણ લે છે? સતયુગ માં તો આ જ દેવી-દેવતા હતાં. હવે પછી આ મહાભારત લડાઈ દ્વારા સર્વ નો વિનાશ થવાનો છે. હમણાં બધા પતિત તમોપ્રધાન છે. હું પણ આમનાં અનેક જન્મો નાં અંત માં જ આવીને પ્રવેશ કરું છું. આ પૂરાં ભક્ત હતાં. નારાયણ ની પૂજા કરતા હતાં. આમનામાં જ પ્રવેશ કરી પછી આમને નારાયણ બનાવું છું. હવે તમારે પણ પુરુષાર્થ કરવાનો છે. આ દૈવી રાજધાની સ્થાપન થઈ રહી છે. માળા બને છે ને? ઉપર માં છે નિરાકાર ફૂલ, પછી મેરુ યુગલ. શિવબાબા ની નીચે એકદમ આ ઉભા છે. જગતપિતા બ્રહ્મા અને જગત અંબા સરસ્વતી. હવે તમે આ પુરુષાર્થ થી વિષ્ણુ પુરી નાં માલિક બનો છો. પ્રજા પણ તો કહે છે ને - ભારત અમારું છે. તમે પણ સમજો છો અમે વિશ્વ નાં માલિક છીએ. અમે રાજાઈ કરીશું, બીજા કોઈ ધર્મ હશે જ નહીં. એવું નહીં કહેશો - આ અમારી રાજાઈ છે, બીજી કોઈ રાજાઈ નથી. અહીં અનેક છે તો અમારું-તમારું ચાલે છે. ત્યાં આ વાતો જ નથી. તો હવે બાપ સમજાવે છે - બાળકો, બીજી બધી વાતો છોડી મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. એવું નહીં કોઈ સામે બેસી નિષ્ઠા (યોગ) કરાવે, દૃષ્ટિ આપે. બાપ તો કહે છે ચાલતાં-ફરતાં બાપ ને યાદ કરવાના છે. પોતાનો ચાર્ટ રાખો - આખાં દિવસ માં કેટલાં યાદ કર્યા? સવારે ઉઠીને કેટલો સમય બાપ સાથે વાતો કરી? આજે બાબા ની યાદ માં બેઠાં? એવી-એવી પોતે મહેનત કરવાની છે. નોલેજ તો બુદ્ધિ માં છે પછી બીજાઓ ને પણ સમજાવવાનું છે. આ કોઈની બુદ્ધિ માં નથી આવતું કે કામ મહાશત્રુ છે. ૨-૪ વર્ષ રહીને પછી માયા ની થપ્પડ જોર થી લાગવાથી નીચે પડે છે. પછી લખે છે બાબા અમે કાળું મોઢું કરી દીધું. બાબા લખી દે છે કાળું મોઢું કરવા વાળાએ ૧૨ મહિના અહીં આવવાની જરુર નથી. તમે બાપ સાથે પ્રતિજ્ઞા કરી પછી પણ વિકાર માં પડ્યાં, મારી પાસે ક્યારેય નહીં આવતાં. ઊંચી મંઝિલ છે. બાપ આવ્યાં જ છે પતિત થી પાવન બનાવવાં. ઘણાં બાળકો લગ્ન કરી પવિત્ર રહે છે. હા, કોઈ બાળકી પર માર પડે છે તો તેને બચાવવા માટે ગંધર્વ વિવાહ કરી પવિત્ર રહે છે. એમાં પણ કોઈ-કોઈ ને તો નાક થી માયા પકડી લે છે. હાર ખાઈ લે છે. સ્ત્રીઓ પણ ખૂબ હાર ખાઈ લે છે. બાપ કહે છે તમે તો સુર્પણખા છો, આ બધા નામ આ સમય નાં જ છે. અહીં તો બાબા કોઈ વિકારી ને બેસવા પણ ન દે. કદમ-કદમ પર બાપ પાસે થી સલાહ લેવી પડે. સરેન્ડર (સમર્પણ) થઈ જાય તો પછી બાપ કહેશે હવે ટ્રસ્ટી બનો. સલાહ પર ચાલતાં રહો. પોતામેલ બતાવશે ત્યારે તો સલાહ આપશે. આ ખૂબ સમજવાની વાતો છે. તમે ભોગ ભલે લગાવો પરંતુ હું ખાતો નથી. હું તો દાતા છું. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

રાત્રી ક્લાસ ૧૫ - ૦૬ - ૬૮

પાસ્ટ (ભૂતકાળ) જે થઈ ગયું છે એને રિવાઇઝ કરવાથી જેમનું કમજોર દિલ છે તેમનાં દિલ ની કમજોરી પણ રિવાઇઝ થઈ જાય છે એટલે બાળકો ને ડ્રામા નાં પટ્ટા પર રાખ્યાં છે. મુખ્ય ફાયદો છે જ યાદ થી. યાદ થી જ આયુષ્ય લાંબુ થવાનું છે. ડ્રામા ને બાળકો સમજી જાય તો ક્યારેય વિચાર ન થાય. ડ્રામા માં આ સમયે જ્ઞાન શીખવાનું અને શીખવાડવાનું ચાલી રહ્યું છે. પછી પાર્ટ બંધ થઈ જશે. ન બાપ નો, ન આપણો પાર્ટ રહેશે. ન એમનો આપવાનો પાર્ટ, ન આપણો લેવાનો પાર્ટ હશે. તો એક થઈ જશે ને? આપણો પાર્ટ નવી દુનિયા માં થઈ જશે. બાબા નો પાર્ટ શાંતિધામ માં હશે. પાર્ટ ની રીલ ભરેલી હોય છે ને, આપણો પ્રારબ્ધ નો પાર્ટ, બાબા નો શાંતિધામ નો પાર્ટ. આપવાનો અને લેવાનો પાર્ટ પૂરો થયો, ડ્રામા જ પૂરો થયો. પછી આપણે રાજ્ય કરવા આવીશું, તે પાર્ટ પરિવર્તન થશે. જ્ઞાન પૂરું થઈ જશે, આપણે તે બની જઈશું. પાર્ટ જ પૂરો, તો બાકી ફરક નહીં રહેશે. બાળકો અને બાપ નો પણ પાર્ટ નહીં રહેશે. આ પણ જ્ઞાન ને પૂરું લઈ લે છે. એમની પાસે પણ કાંઈ રહેતું જ નથી. ન આપવા વાળા પાસે રહે, ન લેવા વાળા માં કમી (ઉણપ) રહે તો બંને એકબીજા નાં સમાન થઈ ગયાં. આમાં વિચાર સાગર મંથન કરવાની બુદ્ધિ જોઈએ. ખાસ પુરુષાર્થ છે યાદ ની યાત્રા નો. બાપ બેસીને સમજાવે છે. સંભળાવવા માં તો મોટી વાત થઈ જાય છે, બુદ્ધિ માં તો સૂક્ષ્મ છે ને? અંદર માં જાણે છે શિવબાબા નું રુપ શું છે. સમજાવવા માં મોટું રુપ થઈ જાય છે. ભક્તિમાર્ગ માં મોટુ લિંગ બનાવી દે છે. આત્મા છે તો નાનો ને? આ છે કુદરત. ક્યાં સુધી અંત મેળવશે? પછી પાછળ માં બેઅંત કહી દે છે. બાબાએ સમજાવ્યું છે પૂરો પાર્ટ આત્મા માં ભરેલો છે. આ કુદરત છે. અંત નથી મેળવી શકાતો. સૃષ્ટિ ચક્ર નો અંત તો મેળવે છે. રચયિતા અને રચના નાં આદિ, મધ્ય, અંત ને તમે જ જાણો છો. બાબા નોલેજફુલ છે. પછી આપણે પણ ફુલ (ભરપુર) થઈ જઈશું. મેળવવા માટે કાંઈ રહેશે નહીં. બાપ આમાં પ્રવેશ કરી ભણાવે છે. એ છે બિંદુ. આત્મા નો કે પરમાત્મા નો સાક્ષાત્કાર થવાથી ખુશી થોડી થાય છે? મહેનત કરી બાપ ને યાદ કરવાના છે તો વિકર્મ વિનાશ થશે. બાપ કહે છે મારા માં જ્ઞાન બંધ થઈ જશે તો તમારા માં પણ બંધ થઈ જશે. નોલેજ લઈ ઊંચ બની જાઓ છો. બધું જ લઈ લો છો તો પણ બાપ તો બાપ છે ને! તમે આત્માઓ આત્મા જ રહેશો, બાપ બનીને તો નહીં રહેશો. આ તો જ્ઞાન છે. બાપ બાપ છે, બાળકો બાળકો છે. આ બધું વિચાર સાગર મંથન કરી ઊંડાણ માં જવાની વાતો છે. આ પણ જાણે છે જવાનું તો બધાએ છે. બધા જ ચાલ્યાં જવાના છે. બાકી આત્મા જઈને રહેશે. આખી દુનિયા જ ખતમ થવાની છે. આમાં નિડર થઈ રહેવાનું હોય છે. પુરુષાર્થ કરવાનો છે નિડર થઈને રહેવાનો. શરીર વગેરે નું કોઈ પણ ભાન ન આવે. એ જ અવસ્થા માં જવાનું છે. બાપ આપ સમાન બનાવે છે, આપ બાળકો પણ આપ સમાન બનાવતા રહો છો. એક બાપ ની જ યાદ રહે એવો પુરુષાર્થ કરવાનો છે. હજી ટાઈમ પડ્યો છે. આ રિહર્સલ તીવ્ર કરવી પડે. પ્રેક્ટિસ (અભ્યાસ) નહીં હશે તો ઉભા થઈ જશો. પગ થરથરવા લાગી જશે અને હાર્ટ ફેલ અચાનક થતું રહેશે. તમોપ્રધાન શરીર ને હાર્ટ ફેલ થવામાં વાર થોડી લાગે છે? જેટલાં અશરીરી બનતા જશો, બાપ ને યાદ કરતા રહેશો એટલાં નજીક આવતા જશો. યોગ વાળા જ નિડર રહેશે. યોગ થી શક્તિ મળે છે, જ્ઞાન થી ધન મળે છે. બાળકો ને જોઈએ શક્તિ. તો શક્તિ મેળવવા માટે બાપ ને યાદ કરતા રહો. બાબા છે અવિનાશી સર્જન. એ ક્યારેય દર્દી બની ન શકે. હવે બાપ કહે છે તમે પોતાની અવિનાશી દવા કરતા રહો. હું એવી સંજીવની બૂટી આપું છું જે ક્યારેય કોઈ બીમાર નહીં પડો. ફક્ત પતિત-પાવન બાપ ને યાદ કરતા રહો તો પાવન બની જશો. દેવતાઓ સદૈવ નિરોગી પાવન છે ને? બાળકો ને આ તો નિશ્ચય થઈ ગયો છે આપણે કલ્પ કલ્પ વારસો લઈએ છીએ. ઈમમેમોરીયલ (અત્યંત પ્રાચીન) સમયે બાપ આવ્યાં છે જેમ હમણાં આવ્યાં છે. બાબા જે શીખવાડે, સમજાવે છે એ જ રાજયોગ છે. તે ગીતા વગેરે બધું ભક્તિ માર્ગ નું છે. આ જ્ઞાન માર્ગ બાપ જ બતાવે છે. બાપ જ આવીને નીચે થી ઉપર ઉઠાવે છે. જે પાક્કા નિશ્ચય બુદ્ધિ છે એ જ માળા નાં દાણા બને છે. બાળકો સમજે છે ભક્તિ કરતાં-કરતાં અમે નીચે ઉતરતા આવ્યાં છીએ. હવે બાપ આવીને સાચ્ચી કમાણી કરાવે છે. લૌકિક બાપ આટલી કમાણી નથી કરાવતા જેટલી પારલૌકિક બાપ કરાવે છે. અચ્છા, બાળકો ને ગુડ નાઈટ અને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા પહેલવાન બની સામે આવશે, એનાથી ડરવાનું નથી. માયાજીત બનવાનું છે. કદમ-કદમ શ્રીમત પર ચાલીને પોતાનાં ઉપર પોતે જ કૃપા કરવાની છે.

2. બાપ ને પોતાનો સાચ્ચો-સાચ્ચો પોતામેલ બતાવવાનો છે. ટ્રસ્ટી બનીને રહેવાનું છે. ચાલતાં-ફરતાં યાદ નો અભ્યાસ કરવાનો છે.

વરદાન :-
રુહે ગુલાબ બની દૂર - દૂર સુધી રુહાની સુગંધ ફેલાવવા વાળા રુહાની સેવાધારી ભવ

રુહાની રુહે ગુલાબ પોતાની રુહાની વૃત્તિ દ્વારા રુહાનિયત ની સુગંધ દૂર-દૂર સુધી ફેલાવે છે. એમની દૃષ્ટિ માં સદા સુપ્રીમ રુહ સમાયેલા રહે છે. તે સદા રુહ ને જુએ, રુહ સાથે બોલે છે. હું રુહ છું, સદા સુપ્રીમ રુહ ની છત્રછાયા માં ચાલી રહ્યો છું, મુજ રુહ નાં કરાવનહાર સુપ્રીમ રુહ છે, એવી રીતે દરેક સેકન્ડે હજૂર ને હાજર અનુભવ કરવા વાળા સદા રુહાની સુગંધ માં અવિનાશી અને એકરસ રહે છે. આ જ છે રુહાની સેવાધારી ની નંબરવન વિશેષતા.

સ્લોગન :-
નિર્વિઘ્ન બની સેવા માં આગળ નંબર લેવો અર્થાત્ નંબરવન ભાગ્યશાળી બનવું.

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્ત મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

બ્રાહ્મણ-જીવન માં દેહ નાં બંધન, સંબંધ નાં બંધન, સાધનો નાં બંધન - બધું ખલાસ થઈ ગયું ને? કોઈ બંધન નથી. બંધન પોતાનાં વશ માં કરે છે અને સંબંધ સ્નેહ નો સહયોગ આપે છે તો દેહ નાં સંબંધીઓ નો દેહ નાં સંબંધ થી સંબંધ નથી પરંતુ આત્મિક સંબંધ છે. એવી રીતે બ્રાહ્મણ અર્થાત્ જીવન મુક્ત.