14-02-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


( વિશેષ શિવજયંતી નિમિત્ત )

પ્રશ્ન :-
બાપ બાળકો ને સંગમ પર જ સૃષ્ટિ નાં સમાચાર સંભળાવે છે, સતયુગ માં નહીં, કેમ?

ઉત્તર :-
કારણકે સતયુગ તો છે જ આદિ નો સમય, એ સમયે આખી સૃષ્ટિ નાં સમાચાર અર્થાત્ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન કેવી રીતે સંભળાવે, જ્યાં સુધી સર્કલ (ચક્ર) રીપીટ જ નથી થયું ત્યાં સુધી સમાચાર સંભળાવી કેવી રીતે શકે? સંગમ પર જ આપ બાળકો બાપ દ્વારા પૂરાં સમાચાર સાંભળો છો. તમને જ જ્ઞાન નું ત્રીજું નેત્ર મળે છે.

ઓમ શાંતિ!
આજે છે ત્રિમૂર્તિ શિવજયંતી સો બ્રાહ્મણ જયંતી સો સંગમયુગ જયંતી નો શુભ દિવસ. ઘણાં છે જેમને બાબા ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકાર નાં ગ્રીટિંગ્સ (વધાઈઓ) પણ નથી આપી શકતાં. ઘણાં છે જેમને ખબર જ નથી કે શિવબાબા કોણ છે? એમની પાસે થી શું મળવાનું છે? તે ગ્રીટિંગ્સ શું સમજી શકે છે? નવાં બાળકો બિલકુલ સમજી ન શકે. આ છે જ્ઞાન નો ડાન્સ. કહે છે ને - શ્રીકૃષ્ણ ડાન્સ કરતા હતાં. અહીં બાળકીઓ રાધા-કૃષ્ણ બનીને ડાન્સ કરે છે. પરંતુ ડાન્સ ની તો વાત જ નથી. તે તો ત્યાં સતયુગ માં બાળપણ માં પ્રિન્સ-પ્રિન્સેસ ની સાથે ડાન્સ કરશે. બાળકો જાણે છે - આ બાપદાદા છે. દાદા ને ગ્રાન્ડ ફાધર કહેવાય છે. આ દાદા તો થયા શરીરધારી ફાધર. અહીં તો વન્ડરફુલ વાત છે. એ દાદા છે રુહાની અને આ છે શરીરધારી, એમને કહેવાય છે બાપદાદા. બાપ પાસે થી દાદા દ્વારા વારસો મળે છે. વારસો છે દાદા નો (ગ્રાન્ડ ફાધર નો). બધા આત્માઓ બ્રધર્સ (ભાઈઓ) છે તો વારસો બાપ પાસે થી મળે છે. બાપ કહે છે તમને આત્માઓ ને પોતાનું શરીર, પોતાની કર્મેન્દ્રિયો છે. મને નિરાકાર કહે છે - જરુર મારે શરીર જોઈએ. ત્યારે તો બાળકો ને રાજયોગ શીખવાડું અથવા મનુષ્ય થી દેવતા, પતિત થી પાવન બનવાનો માર્ગ બતાવું તથા મૂત પલીતી કપડાં ધોવું… જરુર મોટાં ધોબી હશે. આખાં વિશ્વ નાં આત્માઓ અને શરીર ધોવે છે. જ્ઞાન અને યોગ થી તમારા આત્માઓ ને ધોવાય છે.

આજે તમે બાળકો આવ્યાં છો, જાણો છો અમે શિવબાબા ને વધાઈઓ આપવા આવ્યાં છીએ. બાપ પછી કહે છે કે તમે જેમને ગ્રીટિંગ્સ આપો છો એ બાપ પણ આપ બાળકો ને ગ્રીટિંગ્સ આપે છે કારણકે તમે ખૂબ સર્વોત્તમ સૌભાગ્યશાળી બ્રાહ્મણ કુળ ભૂષણ છો. દેવતાઓ એટલાં ઉત્તમ નથી જેટલાં તમે છો. બ્રાહ્મણ દેવતાઓ કરતાં ઊંચ છે. ઊંચા માં ઊંચા છે બાપ. પછી એ આવે છે બ્રહ્મા તન માં. એમનાં તમે બાળકો બહુ જ ઊંચા માં ઊંચા બ્રાહ્મણ બનો છો. બ્રાહ્મણો ની છે ચોટલી. એમની નીચે છે દેવતાઓ. સૌથી ઉપર છે બાબા. બાબાએ આપ બાળકો ને બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ બનાવ્યાં છે - સ્વર્ગ નો વારસો આપવાં. આ લક્ષ્મી-નારાયણ ને જુઓ, કેટલાં મંદિર બનાવ્યાં છે. માથું નમાવે છે. ભારતવાસીઓ ને આ તો ખબર હોવી જોઈએ કે આ પણ મનુષ્ય છે. લક્ષ્મી-નારાયણ બંને અલગ-અલગ છે. અહીં તો એક મનુષ્ય નાં બંને નામ રાખે છે. એક નું નામ લક્ષ્મી-નારાયણ અર્થાત્ પોતાને વિષ્ણુ ચતુર્ભુજ કહે છે. લક્ષ્મી-નારાયણ અથવા રાધા-કૃષ્ણ નામ રાખે છે, તો ચતુર્ભુજ થઈ ગયા ને? એ વિષ્ણુ તો છે સૂક્ષ્મ વતન નું મુખ્ય લક્ષ. તમે આ વિષ્ણુપુરી નાં માલિક બનશો. આ લક્ષ્મી-નારાયણ વિષ્ણુપુરી નાં માલિક છે. વિષ્ણુ ની છે ૪ ભુજા. બે લક્ષ્મી ની બે નારાયણ ની. તમે કહેશો અમે વિષ્ણુપુરી નાં માલિક બની રહ્યાં છીએ. અચ્છા, બાપ ની મહિમા નાં ગીત સંભળાવો. (કિતના મીઠાં કિતના પ્યારા શિવ ભોલા ભગવાન…)

આખી દુનિયામાં શરુઆત થી લઈને હમણાં સુધી કોઈની પણ આટલી મહિમા નથી એક સિવાય. નંબરવાર તો છે જ. સૌથી વધારે સર્વોત્તમ મહિમા છે ઊંચા માં ઊંચા પરમપિતા પરમાત્મા ની, જેમનાં તમે બધા બાળકો છો. કહો છો અમે ઈશ્વરીય સંતાન છીએ. ઈશ્વર તો સ્વર્ગ રચે છે પછી તમે નર્ક માં કેમ પડો છો? ઈશ્વર નો અહીં જન્મ છે. ક્રિશ્ચન કહેશે અમે ક્રાઈસ્ટ નાં છીએ. આ જ ભારતવાસીઓ ને ભૂલાઈ ગયું છે કે અમે પરમપિતા પરમાત્મા શિવ નાં ડાયરેક્ટ બાળકો છીએ. બાપ અહીં આવે છે બાળકો ને પોતાનાં બનાવી પછી રાજ્ય-ભાગ્ય આપવા. આજે બાબા સારી રીતે સમજાવે છે કારણકે નવાં પણ ઘણાં છે. એમનાં માટે સમજવું મુશ્કેલ છે. હા, તો પણ સ્વર્ગવાસી બને છે. સ્વર્ગ માં સૂર્યવંશી રાજા-રાણી પણ છે, દાસ-દાસીઓ પણ છે. પ્રજા પણ હોય છે. એમાં કોઈ ગરીબ, કોઈ સાહુકાર હોય છે. એમનાં પણ દાસ-દાસીઓ હોય છે. આખી રાજધાની અહીં સ્થાપન થઈ રહી છે. આ તો બીજા કોઈને ખબર નથી. બધા નો આત્મા તમોપ્રધાન છે, જ્ઞાન નું ત્રીજું નેત્ર કોઈને નથી. (ગીત) હમણાં બાપ ની મહિમા સાંભળી. એ છે બધાનાં બાપ. ભગવાન ને બાપ કહેવાય છે, બેહદ નું સુખ આપવાવાળા પિતા. આ જ ભારત છે જેમાં બેહદ નું સુખ હતું, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ લક્ષ્મી-નારાયણ નાનપણ માં રાધા-કૃષ્ણ છે પછી સ્વયંવર પછી લક્ષ્મી-નારાયણ નામ પડે છે. આ ભારત માં ૫ હજાર વર્ષ પહેલાં દેવતાઓ નું રાજ્ય હતું. લક્ષ્મી-નારાયણ સિવાય કોઈનું રાજ્ય નહોતું. કોઈ ખંડ નથી. તો હવે ભારત વાસીઓ ને પણ જરુર ખબર હોવી જોઈએ કે લક્ષ્મી-નારાયણે પહેલાં નાં જન્મ માં કયા કર્મ કર્યાં. જેવી રીતે કહેશે બિરલાએ કયા કર્મ કર્યા જે આટલાં ધનવાન બન્યાં? જરુર કહેશે આગલાં જન્મ માં દાન-પુણ્ય કર્યા હશે. કોઈની પાસે બહુ જ ધન છે, કોઈને ખાવા માટે નથી મળતું કારણકે કર્મ એવાં કર્યા છે. કર્મો ને તો માનો છો. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ ગીતા નાં ભગવાને સંભળાવી હતી. જેમની મહિમા સાંભળી. શિવ ભગવાન છે એક. મનુષ્ય ને ભગવાન નથી કહેવાતાં. હમણાં બાપ ક્યાં આવ્યાં છે? સમજાવે છે સામે મહાભારત લડાઈ ઉભી છે તો મીઠાં માં મીઠાં બાબા સમજાવે છે, એમને દુઃખ માં બધા યાદ કરે છે. દુઃખ મેં સિમરણ સબ કરે… શિવબાબા ને દુઃખ માં બધા યાદ કરે છે. સુખ માં કોઈ નથી કરતું. સ્વર્ગ માં તો દુઃખ નહોતું. ત્યાં બાપ પાસે થી મેળવેલો વારસો હતો. ૫ હજાર વર્ષ પહેલાં જ્યારે શિવબાબા આવ્યાં તો ભારત ને સ્વર્ગ બનાવ્યું. હમણાં નર્ક છે. બાપ આવે છે સ્વર્ગ બનાવવાં. દુનિયા ને તો ખબર પણ નથી. કહે છે અમે બધા આંધળા છીએ. આંધળાઓ ની લાઠી તમે પ્રભુ આવો, આવીને આંખો પ્રદાન કરો. આપ બાળકો ને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ તે છે શાંતિધામ. બાપ પણ ત્યાં રહે છે. તમે આત્માઓ અને હું રહીએ છીએ. આમનાં આત્મા ને કહે છે - હું તમારા બધા આત્માઓ નો બાપ ત્યાં રહું છું. તમે પુનર્જન્મ નો પાર્ટ ભજવો છો, હું નથી ભજવતો. તમે વિશ્વ નાં માલિક બનો છો, હું નથી બનતો. તમારે ૮૪ જન્મ લેવા પડે છે. તમને સમજાવ્યું હતું કે હે બાળકો, તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. ૮૪ લાખ જન્મ કહે છે - આ ખોટી વાતો છે. હું જ્ઞાન નો સાગર પતિત-પાવન છું, હું આવું ત્યારે છું જ્યારે બધા પતિત છે. ત્યારે જ આવીને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવી ત્રિકાળદર્શી બનાવું છું. ઘણાં પૂછે છે પહેલાં-પહેલાં મનુષ્ય કેવી રીતે રચ્યાં? ભગવાને સૃષ્ટિ કેવી રીતે રચી? એક શાસ્ત્ર માં પણ દેખાડે છે - પ્રલય થયો પછી સાગર માં પીપળા નાં પાન પર બાળક શ્રીકૃષ્ણ આવ્યું. બાપ કહે છે એવી કોઈ વાત નથી, આ બેહદ નો ડ્રામા છે. દિવસ છે સતયુગ-ત્રેતા, રાત છે દ્વાપર-કળિયુગ.

બાળકો બાપ ને વધાઈઓ આપે છે. બાપ કહે છે તતત્વમ્. તમે પણ ૧૦૦% દુર્ભાગ્યશાળી થી ૧૦૦% સૌભાગ્યશાળી બનો છો. તમે ભારતવાસી તે હતાં પરંતુ તમને ખબર નથી. બાપ આવીને બતાવે છે. તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. હું આવીને બતાવું છું - તમે ૮૪ જન્મ લીધાં છે. બાપ તમને સંગમ પર આખી સૃષ્ટિ નાં સમાચાર સંભળાવે છે. સતયુગ માં થોડી સંભળાવશે? જે સમયે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત થયા નથી તો એનાં સમાચાર કેવી રીતે સમજાવે? હું આવું છું અંત માં, કલ્પ નાં સંગમયુગે. શાસ્ત્રો માં લખ્યું છે યુગે-યુગે, શ્રીકૃષ્ણ ભગવાનુવાચ - ગીતા માં લખી દીધું છે. બધા ધર્મ વાળા શ્રીકૃષ્ણ ને ભગવાન થોડી જ માનશે? ભગવાન તો નિરાકાર છે ને? તે છે સર્વ આત્માઓ નાં બાપ. બાપ પાસે થી વારસો મળે છે. તમે બધા આત્માઓ ભાઈ-ભાઈ છો. પરમાત્મા ને સર્વવ્યાપી કહેવાથી તો ફાધરહુડ થઈ જાય છે. ફાધર ને ક્યારેય વારસો મળે છે શું? વારસો બાળકો ને મળે છે. તમે આત્માઓ બધા બાળકો છો. બાપ નો વારસો જરુર જોઈએ. હદ નાં વારસા થી તમે રાજી નથી થતાં એટલે પોકારો છો - તમારી કૃપા થી સુખ ઘનેરા (અથાહ) મળ્યાં હતાં. હવે પછી રાવણ દ્વારા દુઃખ મળવાથી પોકારવા લાગ્યાં છો. બધાનાં આત્માઓ પોકારે છે કારણકે એમને દુઃખ છે એટલે યાદ કરે છે, બાબા આવીને સુખ આપો. હવે આ જ્ઞાન થી સ્વર્ગ નાં માલિક બનો છો. તમારી સદ્દગતિ થાય છે એટલે ગવાય છે, સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ. હમણાં બધા દુર્ગતિ માં છે પછી સર્વ ની સદ્દગતિ થાય છે. જ્યારે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો તમે સ્વર્ગ માં હતાં. બાકી બધા મુક્તિધામ માં હતાં. હમણાં આપણે બાપ દ્વારા રાજયોગ શીખીએ છીએ. બાપ કહે છે કલ્પ નાં સંગમ પર હું તમને ભણાવું છું. મનુષ્ય થી દેવતા બનાવું છું.

હમણાં આપ બાળકો ને બધા રહસ્ય સમજાવું છું - શિવરાત્રી ક્યારે થઈ છે? આ તો ખબર હોવી જોઈએ. શું થયું? શિવબાબા ક્યારે આવ્યાં? કાંઈ નથી જાણતાં. તો પથ્થરબુદ્ધિ થયા ને? હવે તમે પારસબુદ્ધિ બનો છો. ભારત પારસપુરી ગોલ્ડન એજ હતું. લક્ષ્મી-નારાયણ ને પણ ભગવાન-ભગવતી કહે છે. એમને વારસો ભગવાને આપ્યો, ફરી આપી રહ્યાં છે. તમને ફરી થી ભગવાન-ભગવતી બનાવી રહ્યાં છે. હમણાં આ તમારો અનેક જન્મો નાં અંત નો જન્મ છે. બાપ કહે છે વિનાશ સામે છે. આને કહેવાય છે રુદ્ર જ્ઞાન-યજ્ઞ. તે બધા મટીરીયલ યજ્ઞ હોય છે. આ છે જ્ઞાન ની વાત. એમાં બાપ આવીને મનુષ્ય ને દેવતા બનાવે છે. તમે વધાઈઓ આપો છો શિવબાબા ને આવવાની. બાબા પછી કહે છે હું એકલો થોડી આવું છું? મારે પણ શરીર જોઈએ. બ્રહ્મા તન માં આવવું પડે. પહેલાં-પહેલાં સૂક્ષ્મવતન રચવું પડે એટલે આમનામાં પ્રવેશ કર્યો છે, આ તો પતિત હતાં. ૮૪ જન્મ લઈ પતિત બન્યાં છે. બધા પોકારતા હતાં. હવે બાપ કહે છે હું ફરી થી આપ બાળકો ને વારસો આપવા આવ્યો છું. બાપ જ ભારત ને સ્વર્ગ નો વારસો આપે છે. સ્વર્ગ નાં રચયિતા બાપ છે, જરુર સ્વર્ગ ની સૌગાત (ભેટ) જ આપશે. હવે તમે સ્વર્ગ નાં માલિક બની રહ્યાં છો. આ પાઠશાળા છે - ભવિષ્ય માં મનુષ્ય થી ૨૧ જન્મો માટે દેવતા બનવાની. તમે સ્વર્ગ નાં માલિક બની રહ્યાં છો. ૨૧ પેઢી તમે સુખ મેળવો છો. ત્યાં અકાળે મૃત્યુ થતું નથી. જ્યારે શરીર નું આયુષ્ય પૂરું થાય છે ત્યારે સાક્ષાત્કાર થઈ જાય છે. એક શરીર છોડી બીજું લે છે. સાપ નું પણ દૃષ્ટાંત છે ને?

આપ બાળકો હમણાં બાપ ને વધાઈઓ આપો છો. બાપ પછી તમને વધાઈઓ આપે છે. તમે હમણાં દુર્ભાગ્યશાળી થી સૌભાગ્યશાળી બની રહ્યાં છો. પતિત મનુષ્ય થી પાવન દેવતા બનો છો. ચક્ર તો ફરે છે. આ તો આપ બાળકોએ સમજાવવાનું છે. પછી આ પ્રાય:લોપ થઈ જાય છે. સતયુગ માં જ્ઞાન ની જરુર નથી રહેતી. હમણાં તમે દુર્ગતિ માં છો ત્યારે આ જ્ઞાન થી સદ્દગતિ મળે છે. બાપ જ આવીને સ્વર્ગ ની સ્થાપના કરે છે. સર્વ નાં સદ્દગુરુ એક જ છે. બાકી ભક્તિમાર્ગ નાં કર્મકાંડ થી કોઈની સદ્દગતિ નથી થતી. બધાને સીડી નીચે ઉતરવાની જ છે. ભારત સતોપ્રધાન હતું પછી ૮૪ જન્મ લેવા પડે પછી હવે તમારે ચઢવાનું છે. મુક્તિધામ પોતાનાં ઘરે જવાનું છે. હવે નાટક પૂરું થાય છે. આ જૂની દુનિયા ખતમ થઈ જશે. ભારત ને અવિનાશી ખંડ કહેવાય છે. બાપ નું જન્મ-સ્થાન ક્યારેય ખતમ નથી થતું. તમે શાંતિધામ માં જઈને પછી આવશો, આવીને રાજ્ય કરશો. પાવન અને પતિત ભારત માં જ હોય છે. ૮૪ જન્મ લેતાં-લેતાં પતિત બન્યાં છો. યોગી થી ભોગી બન્યાં છો. આ છે રૌરવ નર્ક. મહાન દુઃખ નો સમય છે. હજી તો બહુ જ દુઃખ આવવાનું છે. ખૂને નાહક ખેલ છે. બેઠાં-બેઠાં બોમ્બ્સ પડશે. તમે શું ગુનો કર્યો? નાહક બધાનો વિનાશ થઈ જશે. વિનાશ નો સાક્ષાત્કાર તો બાળકોએ કર્યો છે. હવે તમે સૃષ્ટિચક્ર નું જ્ઞાન જાણી ગયા છો. તમારી પાસે જ્ઞાન ની તલવાર, જ્ઞાન ખડગ છે. તમે છો બ્રહ્મા નાં મુખ વંશાવલી બ્રાહ્મણ. પ્રજાપિતા પણ બાબા છે. કલ્પ પહેલાં પણ એમણે મુખ વંશાવલી ઉત્પન્ન કરી હતી. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવું છું. આમનામાં પ્રવેશ કરી તમને મુખ વંશાવલી બનાવું છું. બ્રહ્મા દ્વારા સ્વર્ગ ની સ્થાપના કરાવું છું. સ્વર્ગ માં તો ભવિષ્ય માં જ જઈશું. છી-છી દુનિયા તો ખતમ થવી જોઈએ. બેહદ નાં બાપ આવે જ છે નવી દુનિયા રચવા. બાપ કહે છે - હું આપ બાળકો માટે હથેળી પર બહિશ્ત લઈ આવું છું. તમને કોઈ પણ તકલીફ નથી આપતો. તમે બધા દ્રૌપદીઓ છો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દેવતાઓ કરતાં પણ ઊંચ તમે સર્વોત્તમ બ્રાહ્મણ છો - આ રુહાની નશા માં રહેવાનું છે. જ્ઞાન અને યોગ થી આત્મા ને સ્વચ્છ બનાવવાનો છે.

2. બધાને શિવબાબા નાં અવતરણ ની વધાઈઓ આપવાની છે. બાપ નો પરિચય આપીને પતિત થી પાવન બનાવવાનાં છે. રાવણ-દુશ્મન થી મુક્ત કરવાનાં છે.

વરદાન :-
વિસ્તાર ની રંગ - બેરંગી વાતો થી કિનારો કરી મુશ્કેલ ને સહજ બનાવવા વાળા સહજયોગી ભવ

જ્યારે બાપ ને જોવા ને બદલે વાતો ને જોવા લાગી જાઓ છો તો અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય છે અને સહજ વાત પણ મુશ્કેલ અનુભવ થવા લાગે છે કારણકે વાતો છે વૃક્ષ અને બાપ છે બીજ. જે વિસ્તાર વાળા વૃક્ષ ને હાથ માં ઉઠાવે છે તે બાપ નો કિનારો કરી દે છે, પછી વિસ્તાર એક જાળ બની જાય છે જેમાં ફસાતા જાય છે. વાતો નાં વિસ્તાર માં રંગ-બેરંગી વાતો હોય છે જે પોતાની તરફ આકર્ષિત કરી લે છે, એટલે બીજરુપ બાપ ની યાદ થી બિંદુ લગાવીને એનાથી કિનારો કરી લો તો સહજ યોગી બની જશો.

સ્લોગન :-
હું અને મારાપણા ની અલોય ને સમાપ્ત કરવી જ રીયલ ગોલ્ડ બનવું છે.

અવ્યકત ઈશારા - એકતા અને વિશ્વાસ ની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો

હવે બધા મળીને એકમત થઈ સેવા નાં કોઈપણ કાર્ય ને ધામધૂમ થી આગળ વધારો. દરેક બ્રાહ્મણ આત્મા નાં સહયોગ થી, શુભ કામનાઓ, શુભ ભાવનાઓ થી સેવાઓ ની ધૂમ મચાવો. જો કોઈ મુખ થી બોલી નથી શકતાં તો મન્સા વાયુમંડળ થી સુખ ની વૃત્તિ, સુખમય સ્થિતિ થી સુખમય સંસાર બનાવો. ક્યાંય જઈ નથી શકતાં, તબિયત ઠીક નથી તો ઘરે બેઠાં આ સેવા કરો, સેવા માં સહયોગી જરુર બનો ત્યારે સર્વ નાં સહયોગ થી સુખમય સંસાર બનશે.