14-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - એક બાપ જ નંબરવન એક્ટર છે જે પતિતો ને પાવન બનાવવાની એક્ટ કરે છે , બાપ જેવી એક્ટ કોઈ કરી ન શકે”

પ્રશ્ન :-
સંન્યાસીઓ નો યોગ શારીરિક યોગ છે, રુહાની યોગ બાપ જ શીખવાડે છે, કેવી રીતે?

ઉત્તર :-
સંન્યાસી બ્રહ્મ તત્વ સાથે યોગ રાખવાનું શીખવાડે છે. હવે તે તો રહેવાનું સ્થાન છે. તો તે શારીરિક યોગ થઈ ગયો. તત્વ ને સુપ્રીમ નથી કહેવાતું. આપ બાળકો સુપ્રીમ રુહ સાથે યોગ લગાવો છો એટલે તમારો યોગ રુહાની યોગ છે. આ યોગ બાપ જ શીખવાડી શકે, બીજું કોઈ પણ શીખવાડી ન શકે કારણકે એ જ તમારા રુહાની બાપ છે.

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈ…

ઓમ શાંતિ!
બાળકો, ઘણાં લોકો કહે છે ઓમ્ શાંતિ અર્થાત્ પોતાનાં આત્મા નો પરિચય આપે છે. પરંતુ પોતે સમજી નથી શકતાં. ઓમ્ શાંતિ નાં અર્થ ઘણાં કાઢે છે. કોઈ કહે છે ઓમ્ એટલે ભગવાન. પરંતુ ના, આ આત્મા કહે છે ઓમ્ શાંતિ. અહમ્ આત્મા નો સ્વધર્મ છે જ શાંત એટલે કહે છે હું છું શાંત સ્વરુપ. આ મારું શરીર છે જેનાથી હું કર્મ કરું છું. કેટલું સહજ છે? તેમ બાપ પણ કહે છે ઓમ્ શાંતિ. પરંતુ હું બધાનો બાપ હોવાનાં કારણે, બીજરુપ હોવાનાં કારણે પણ જે રચના રુપી ઝાડ છે કલ્પવૃક્ષ, તેનાં આદિ-મધ્ય-અંત ને જાણું છું. જેમ તમે કોઈ પણ ઝાડ જુઓ તો તેનાં આદિ-મધ્ય-અંત ને જાણી જાઓ, તે બીજ તો જડ છે. તો બાપ સમજાવે છે આ કલ્પવૃક્ષ છે, આનાં આદિ-મધ્ય-અંત ને તમે જાણી નથી શકતાં, હું જાણું છું. મને કહે જ છે જ્ઞાન નાં સાગર. હું આપ બાળકો ને આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવી રહ્યો છું. આ જે નાટક છે, જેને ડ્રામા કહેવાય છે, જેનાં તમે એક્ટર્સ છો બાપ કહે છે હું પણ એક્ટર છું. બાળકો કહે છે હે બાબા, પતિત-પાવન, એક્ટર બનીને આવો, આવીને પતિતો ને પાવન બનાવો. હવે બાપ કહે છે હું એક્ટ કરી રહ્યો છું. મારો પાર્ટ ફક્ત આ સંગમ સમયે જ છે. તે પણ મને પોતાનું શરીર નથી. હું આ શરીર દ્વારા એક્ટ કરું છું. મારું નામ શિવ છે. બાળકો ને જ તો સમજાવશે ને? પાઠશાળા કોઈ વાંદરા કે જનાવરો ની નથી હોતી. પરંતુ બાપ કહે છે કે આ ૫ વિકાર હોવાનાં કારણે શકલ (ચહેરો) તો મનુષ્ય જેવી છે પરંતુ કર્તવ્ય વાંદરા જેવાં છે. બાળકો ને બાપ સમજાવે છે કે પતિત તો બધા પોતાને કહેવડાવે જ છે. પરંતુ આ જાણતા નથી કે અમને પતિત કોણ બનાવે છે અને પાવન પછી કોણ આવીને બનાવે છે? પતિત-પાવન કોણ? જેમને બોલાવે છે, કાંઈ પણ સમજી નથી શકતાં. આ પણ નથી જાણતા આપણે બધા એક્ટર્સ છીએ. આપણે આત્મા આ વસ્ત્ર લઈને પાર્ટ ભજવીએ છીએ. આત્મા પરમધામ થી આવે છે, આવીને પાર્ટ ભજવે છે. ભારત નાં ઉપર જ આખો ખેલ બનેલો છે. પાવન ભારત ને પતિત ભારત કોણે બનાવ્યું? રાવણે. ગાયન પણ છે કે રાવણ નું લંકા પર રાજ્ય હતું. બાપ બેહદ માં લઈ જાય છે. હે બાળકો, આ આખી સૃષ્ટિ બેહદ નો ટાપુ છે. તે તો હદ ની લંકા છે. આ બેહદ નાં ટાપુ પર રાવણ નું રાજ્ય છે. પહેલાં રામરાજ્ય હતું હવે રાવણ રાજ્ય છે. બાળકો કહે છે બાબા રામ રાજ્ય ક્યાં હતું? બાપ કહે છે બાળકો તે તો અહીં હતું ને, જેને બધા ઈચ્છે છે.

તમે ભારતવાસી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં છો, હિંદુ ધર્મ નાં નથી. મીઠાં-મીઠાં સિકિલધા લાડલા બાળકો, તમે જ પહેલાં-પહેલાં ભારત માં હતાં. તમને તે સતયુગ નું રાજ્ય કોણે આપ્યું હતું? જરુર હેવનલી ગોડફાધર જ આ વારસો આપશે. બાપ સમજાવે છે કે કેટલાં બીજા-બીજા ધર્મો માં કન્વર્ટ (પરિવર્તન) થઈ ગયા છે. મુસલમાનો નું જ્યારે રાજ્ય હતું તો અનેક ને મુસલમાન બનાવ્યાં. ક્રિશ્ચન નું રાજ્ય હતું તો અનેક ને ક્રિશ્ચિન બનાવ્યાં, બૌદ્ધિઓ નું તો અહીં રાજ્ય પણ નહોતું તો પણ અનેક ને બૌદ્ધિ બનાવ્યાં. કન્વર્ટ કર્યા છે પોતાનાં ધર્મ માં. આદિ સનાતન ધર્મ જ્યારે પ્રાય:લોપ થઈ જાય ત્યારે તો પછી તે ધર્મ ની સ્થાપના થાય. તો બાપ આપ સર્વ ભારતવાસીઓ ને કહે છે કે મીઠાં-મીઠાં બાળકો, તમે બધા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં. તમે ૮૪ જન્મ લીધાં. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય… વર્ણ માં આવ્યાં. હવે ફરી બ્રાહ્મણ વર્ણ માં આવ્યાં છો દેવતા વર્ણ માં જવા માટે. ગાય પણ છે બ્રાહ્મણ દેવતાય નમઃ, પહેલાં બ્રાહ્મણો નું નામ લે છે. બ્રાહ્મણો એ જ ભારત ને સ્વર્ગ બનાવ્યું છે. આ છે ભારત નો પ્રાચીન યોગ. પહેલાં-પહેલાં જે રાજયોગ હતો, જેનું ગીતા માં વર્ણન છે. ગીતા નો યોગ કોણે શીખવાડ્યો હતો? આ ભારતવાસી ભૂલી ગયાં છે. બાપ સમજાવે છે કે બાળકો યોગ તો મેં શીખવાડ્યો હતો. આ છે રુહાની યોગ. બાકી બધા છે શારીરિક યોગ. સંન્યાસી વગેરે શારીરિક યોગ શીખવાડે છે કે બ્રહ્મ સાથે યોગ લગાવો. તે તો ખોટું થઈ જાય છે. બ્રહ્મ તત્વ તો રહેવાનું સ્થાન છે. તે કોઈ સુપ્રીમ રુહ નથી. બાપ ને ભૂલી ગયા છે. તમે પણ ભૂલી ગયાં હતાં. તમે પોતાનાં ધર્મ ને ભૂલી ગયાં છો. આ પણ ડ્રામા માં નોંધ છે. વિલાયત માં યોગ નહોતો. હઠયોગ અને રાજયોગ અહીં જ છે. તે નિવૃત્તિ માર્ગવાળા સંન્યાસી ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે. શીખવાડે એ જે જાણતા હોય. સંન્યાસી લોકો તો રાજાઈ પણ છોડી દે છે. ગોપીચંદ રાજા નું ઉદાહરણ છે ને? રાજાઈ છોડી જંગલ માં ચાલ્યાં ગયાં. તેમની પણ વાર્તા છે. સંન્યાસી તો રાજાઈ છોડાવવા વાળા છે, તે પછી રાજયોગ કેવી રીતે શીખવાડી શકે? આ સમયે આખું ઝાડ જડજડીભૂત થઈ ગયું છે. હમણાં પડ્યું કે પડ્યું. કોઈ પણ ઝાડ જ્યારે જડજડીભૂત થઈ જાય છે તો અંત માં તેને પાડવું પડે છે. તેમ આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ પણ તમોપ્રધાન છે, આમાં કોઈ સાર નથી. આનો જરુર વિનાશ થશે. એનાં પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના અહીં કરવી પડશે. સતયુગ માં કોઈ દુર્ગતિ વાળા હોતાં નથી. આ વિલાયત માં જઈને યોગ શીખવાડે છે પરંતુ તે છે હઠયોગ. જ્ઞાન બિલકુલ નથી. અનેક પ્રકાર નાં હઠયોગ છે. આ છે રાજયોગ, આને રુહાની યોગ કહેવાય છે. તે બધા છે શારીરિક. મનુષ્ય, મનુષ્ય ને શીખવાડવા વાળા છે.

બાપ બાળકો ને સમજાવે છે કે હું તમને એક જ વખત આ રાજયોગ શીખવાડું છું બીજા કોઈ કદાચ શીખવાડી ન શકે. રુહાની બાપ રુહાની બાળકો ને શીખવાડે છે કે મામેકમ્ યાદ કરો તો તમારા બધા પાપ ખતમ થઈ જશે. હઠયોગી ક્યારેય એવું કહી ન શકે. બાપ આત્માઓ ને સમજાવે છે. આ નવી વાત છે. બાપ તમને હમણાં દેહી-અભિમાની બનાવી રહ્યાં છે. બાપ ને દેહ નથી. આમનાં તન માં આવે છે, આમનું નામ બદલી દે છે કારણકે મરજીવા બન્યાં છે. જેમ ગૃહસ્થી જ્યારે સંન્યાસી બને છે તો તે મરજીવા બની, ગૃહસ્થ આશ્રમ છોડી નિવૃત્તિ માર્ગ લઈ લીધો. તો તમારું પણ મરજીવા બનવાથી નામ બદલાઈ જાય છે. પહેલાં શરુ માં બધાનાં નામ લાવ્યાં હતાં પછી જે આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ભાગન્તી થઈ ગયા તો નામ આવવાનું બંધ થઈ ગયું એટલે હવે બાપ કહે છે કે હું નામ આપું અને પછી ભાગી જાય તો ફાલતું થઈ જાય છે. પહેલાં આવવા વાળા નાં જે નામ રાખ્યાં, તે ખૂબ રમણીક હતાં. હવે નથી રાખતાં. એમનું રાખે જે સદા કાયમ પણ રહે. અનેક નાં નામ રાખ્યાં પછી બાપ ને ફારકતી (દગો) આપી ચાલ્યાં ગયા એટલે હવે નામ બદલતા નથી. બાપ સમજાવે છે કે આ જ્ઞાન ક્રિશ્ચન ની બુદ્ધિ માં પણ બેસશે. એટલું સમજશે કે ભારત નો યોગ નિરાકાર બાપે જ આવીને શીખવાડ્યો હતો. બાપ ને યાદ કરવાથી જ પાપ ભસ્મ થશે અને અમે પોતાનાં ઘર ચાલ્યાં જઈશું. જે આ ધર્મ નાં હશે અને કન્વર્ટ થઈ ગયા હશે તો તે આવી જશે. તમે જાણો છો કે મનુષ્ય, મનુષ્ય ની સદ્દગતિ કરી નથી શકતાં. આ દાદા પણ મનુષ્ય છે, આ કહે છે કે હું કોઈની સદ્દગતિ કરી નથી શકતો. આ તો બાબા આપણને શીખવાડે છે કે તમારી સદ્દગતિ પણ યાદ થી થશે. બાપ કહે છે હે બાળકો, હે આત્માઓ, મારી સાથે યોગ લગાવો તો તમારા વિકર્મ વિનાશ થશે. તમે પહેલાં ગોલ્ડન એજેડ પ્યોર (સતોપ્રધાન પવિત્ર) હતાં પછી ખાદ પડી ગઈ છે. જે પહેલાં દેવી-દેવતા ૨૪ કેરેટ સોનું હતાં, હવે આયરન એજ (કળિયુગ) માં આવીને પહોંચ્યાં છે. આ યોગ કલ્પ-કલ્પ તમારે શીખવો પડે છે. તમે જાણો છો આમાં પણ કોઈ બધું જાણે, કોઈ ઓછું જાણે છે. કોઈ તો એમ જ જોવા આવે છે કે અહીં શું શીખવાડે છે? બ્રહ્માકુમાર-કુમારીઓ આટલાં અસંખ્ય બાળકો છે. જરુર પ્રજાપિતા બ્રહ્મા હશે ને જેમનાં આટલાં બાળકો આવીને બન્યાં છે, જરુર કાંઈક હશે તો જઈને તેમને પૂછીએ તો ખરા! તમને પ્રજાપિતા બ્રહ્મા પાસે થી શું મળે છે? પૂછવું જોઈએ ને? પરંતુ એટલી બુદ્ધિ પણ નથી. ભારત માટે ખાસ કહેવાય છે. ગવાય પણ છે પથ્થરબુદ્ધિ સો પારસબુદ્ધિ. પારસબુદ્ધિ સો પથ્થરબુદ્ધિ. સતયુગ-ત્રેતા માં પારસબુદ્ધિ ગોલ્ડન એજ હતાં પછી સિલ્વર એજ બે કળા ઓછી થઈ એટલે નામ પડ્યું ચંદ્રવંશી કારણકે નાપાસ થયા છે. આ પણ પાઠશાળા છે. ૩૩ માર્ક્સ થી જે નીચે હોય છે તે નાપાસ થઈ જાય છે. રામ-સીતા, તેમની ડિનાયસ્ટી (રાજધાની) સંપૂર્ણ નથી એટલે સૂર્યવંશી બની ન શકે. નાપાસ તો કોઈ થશે ને કારણકે પરીક્ષા પણ ખૂબ મોટી છે. આગળ ગવર્મેન્ટ ની આઈ.સી.એસ. ની મોટી પરીક્ષા થતી હતી. બધા થોડી ભણી શકતા હતાં? કોટો માં કોઈ નીકળે છે. કોઈ ઈચ્છે કે અમે સૂર્યવંશી મહારાજા-મહારાણી બનીએ તો એમાં પણ ખૂબ મહેનત જોઈએ. મમ્મા-બાબા પણ ભણી રહ્યાં છે શ્રીમત થી. તે પહેલાં નંબર માં ભણે છે પછી જે માત-પિતા ને ફોલો કરે એ જ એમનાં તખ્ત પર બેસશે. સૂર્યવંશી ૮ ડિનાયસ્ટી ચાલે છે. જેમ એડવર્ડ ધ ફર્સ્ટ, ધ સેકન્ડ ચાલે છે. તમારું કનેક્શન આ ક્રિશ્ચન્સ સાથે વધારે છે. ક્રિશ્ચન વંશજે ભારત ની રાજાઈ હપ કરી. ભારત નું અથાહ ધન લઈ ગયા પછી વિચાર કરો તો સતયુગ માં કેટલું અથાહ ધન હશે. ત્યાંની તુલના માં તો અહીં કાંઈ પણ નથી. ત્યાં બધી ખાણો ભરતું થઈ જાય છે. હવે તો દરેક વસ્તુ ની ખાણો ખાલી થતી જાય છે. પછી ચક્ર રિપીટ થશે તો પછી બધી ખાણો ભરતું થઈ જશે. મીઠાં-મીઠાં બાળકો, તમે હવે રાવણ પર જીત મેળવીને રાજાઈ લઈ રહ્યાં છો પછી અડધોકલ્પ બાદ આ રાવણ આવશે પછી તમે રાજાઈ ગુમાવી બેસશો. હમણાં ભારતવાસી તમે કોડી જેવાં બની ગયા છો. મેં તમને હીરા જેવાં બનાવ્યાં. રાવણે તમને કોડી જેવાં બનાવ્યાં છે. સમજતા નથી કે આ રાવણ ક્યારે આવ્યો? અમે કેમ તેને બાળીએ છીએ? કહે છે કે આ રાવણ તો પરંપરા થી ચાલ્યો આવે છે. બાપ સમજાવે છે કે અડધાકલ્પ પછી આ રાવણ રાજ્ય શરુ થાય છે. વિકારી બનવાનાં કારણે પોતાને દેવી-દેવતા કહી ન શકે. હકીકત માં તમે દેવી-દેવતા ધર્મ નાં હતાં. તમારા જેટલું સુખ કોઈ નથી જોઈ શકતું. સૌથી વધારે ગરીબ પણ તમે બનો છો. બીજા ધર્મવાળા ની પાછળ થી વૃદ્ધિ થાય છે. ક્રાઈસ્ટ આવ્યાં, પહેલાં તો ખૂબ થોડા હતાં. જ્યારે ઘણાં થઈ જાય ત્યારે તો રાજાઈ કરી શકે. તમને તો પહેલાં રાજાઈ મળે છે. આ તો બધી જ્ઞાન ની વાતો છે. બાપ કહે છે હે આત્માઓ, મુજ બાપ ને યાદ કરો. અડધોકલ્પ તમે દેહ-અભિમાની રહ્યાં છો. હવે દેહી-અભિમાની બનો. ઘડી-ઘડી આ ભૂલી જાઓ છો કારણકે અડધાકલ્પ ની કટ (કાટ) ચઢેલી છે. આ સમયે તમે બ્રાહ્મણ ચોટલી છો. તમે છો સૌથી ઊંચા. સંન્યાસી બ્રહ્મ સાથે યોગ લગાવે છે એનાથી વિકર્મ વિનાશ નથી થતાં. દરેકે સતો, રજો, તમો માં આવવાનું જરુર છે. પાછું કોઈ પણ જઈ ન શકે. જ્યારે બધા તમોપ્રધાન બની જાય છે ત્યારે બાપ આવીને બધાને સતોપ્રધાન બનાવે છે અર્થાત્ બધાની જ્યોતિ જાગી જાય છે. દરેક આત્મા ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. તમે છો હીરો-હીરોઇન પાર્ટધારી. તમે ભારત વાસી સૌથી ઊંચા છો જે રાજ્ય લો છો પછી ગુમાવો છો બીજું કોઈ રાજ્ય નથી લેતું. તેઓ રાજ્ય લે છે બાહુબળ થી. બાબાએ સમજાવ્યું છે જે વિશ્વ નાં માલિક હતાં એ જ બનશે. તો સાચ્ચો રાજયોગ બાપ સિવાય કોઈ શીખવાડી ન શકે. જે શીખવાડે છે તે બધા અયથાર્થ યોગ છે. પાછું તો કોઈ પણ જઈ ન શકે. હમણાં છે અંત. બધા દુઃખ થી છૂટે છે પછી નંબરવાર આવવાનું છે. પહેલાં સુખ જોવાનું છે પછી દુઃખ જોવાનું છે. આ બધી સમજવાની વાતો છે. કહેવાય છે કે હથ કાર ડે દિલ યાર ડે. કામ કરતા રહો બાકી બુદ્ધિયોગ બાપ સાથે હોય.

તમે આત્માઓ આશિક છો એક માશૂક નાં. હમણાં એ માશૂક આવેલા છે. બધા આત્માઓ (સજનીઓ) ને ગુલ-ગુલ બનાવી લઈ જશે. બેહદ નાં સાજન બેહદ ની સજનીઓ છે. કહે છે હું બધાને લઈ જઈશ. પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર જઈને પદ મેળવશો. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો, બાળકો ને સંભાળો. હે આત્મા, તમારું દિલ બાપ ની તરફ હોય. આ જ યાદ ની પ્રેક્ટિસ (અભ્યાસ) કરતા રહો. બાળકો જાણે છે હવે અમે સ્વર્ગવાસી બનીએ છીએ, બાપ ને યાદ કરવાથી. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ને તો ખૂબ ખુશી માં રહેવું જોઈએ. આ તો ખૂબ સહજ છે. ડ્રામા અનુસાર બધાને રસ્તો બતાવવાનો છે. કોઈ સાથે ડિબેટ (દલીલ) કરવાની દરકાર નથી. હમણાં તમારી બુદ્ધિ માં બધી નોલેજ આવી ગઈ છે. મનુષ્ય બીમારી થી છૂટે છે તો શુભેચ્છાઓ આપે છે. અહીં તો આખી દુનિયા રોગી છે. થોડા સમય માં જયજયકાર થઈ જશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચાં-સાચાં આશિક બની હાથે થી કામ કરતા બુદ્ધિ થી માશૂક ને યાદ કરવાની પ્રેક્ટિસ કરવાની છે. બાપ ની યાદ થી આપણે સ્વર્ગવાસી બની રહ્યાં છીએ, આ ખુશી માં રહેવાનું છે.

2. સૂર્યવંશી ડિનાયસ્ટી માં તખ્તનશીન બનવા માટે માતા-પિતા ને પૂરે-પૂરાં ફોલો કરવાના છે. બાપ સમાન નોલેજફુલ બની બધાને રસ્તો બતાવવાનો છે.

વરદાન :-
તાજ અને તિલક ને ધારણ કરી બાપદાદા નાં મદદગાર બનવા વાળા દિલતખ્ત નશીન ભવ

જ્યારે કોઈ તખ્ત પર બેસે છે તો તિલક અને તાજ એમની નિશાની હોય છે. એવી રીતે જે દિલ તખ્તનશીન છે એમનાં મસ્તક પર સદૈવ અવિનાશી આત્મા ની સ્થિતિ નું તિલક દૂર થી ચમકતું નજર આવે છે. સર્વ આત્માઓ નાં કલ્યાણ ની શુભભાવના એમનાં નયનો થી તથા મુખડા થી દેખાઈ આવે છે. એમનાં દરેક સંકલ્પ, વચન અને કર્મ બાપ સમાન હોય છે.

સ્લોગન :-
સરળ યાદ માટે સરળતા નો ગુણ ધારણ કરો, સંસ્કારો ને સરળ બનાવો.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

વિજયી બનવાનું ફાઉન્ડેશન છે “નિશ્ચય”, ફાઉન્ડેશન જો પાક્કું છે તો બિલ્ડીંગ હલી ન શકે, નિશ્ચિંત રહે છે. પરંતુ ફક્ત બાપ માં નિશ્ચય નહીં, પોતાના માં પણ નિશ્ચય અને ડ્રામા માં પણ નિશ્ચય. વાહ ડ્રામા વાહ! જો ડ્રામા માં નિશ્ચય હશે તો અકલ્યાણ ની વાત પણ કલ્યાણ માં બદલાઈ જશે.