14-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સુખ અને દુઃખ નાં ખેલ ને તમે જ જાણો છો , અડધોકલ્પ છે સુખ અને અડધોકલ્પ છે દુઃખ , બાપ દુઃખ હરવા સુખ આપવા આવે છે”

પ્રશ્ન :-
ઘણાં બાળકો કઈ એક વાત માં પોતાનાં દિલ ને ખુશ કરી મિયા મીઠ્ઠું બને છે.

ઉત્તર :-
ઘણાં સમજે છે અમે સંપૂર્ણ બની ગયા, અમે કમ્પલીટ (સંપૂર્ણ) તૈયાર થઈ ગયાં. એવું સમજી પોતાનાં દિલ ને ખુશ કરી લે છે. આ પણ મિયા મીઠ્ઠું બનવું છે. બાબા કહે છે - મીઠાં બાળકો, હવે ખૂબ પુરુષાર્થ કરવાનો છે. તમે પાવન બની જશો તો પછી દુનિયા પણ પાવન જોઈએ. રાજધાની સ્થાપન થવાની છે, એક તો જઈ ન શકે.

ગીત :-
તુમ્હીં હો માતા, તુમ્હીં પિતા હો…

ઓમ શાંતિ!
આ બાળકો ને પોતાનો પરિચય મળે છે. બાપ પણ એવું કહે છે, આપણે બધા આત્માઓ છીએ, બધા મનુષ્ય જ છીએ. મોટા હોય કે નાનાં હોય, પ્રેસિડેન્ટ, રાજા-રાણી બધા મનુષ્ય છે. હવે બાપ કહે છે બધા આત્માઓ છે, હું પછી સર્વ આત્માઓ નાં પિતા છું એટલે મને કહે છે પરમપિતા પરમ આત્મા એટલે સુપ્રીમ (સર્વોચ્ચ). બાળકો જાણે છે આપણા આત્માઓ નાં એ બાપ છે, આપણે બધા બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએ. પછી બ્રહ્મા દ્વારા ભાઈ-બહેનો નું ઊંચ-નીંચ કુળ થાય છે. આત્માઓ તો બધા આત્મા છે. આ પણ તમે સમજો છો. મનુષ્ય તો કાંઈ નથી સમજતાં. તમને બાપ બેસીને સમજાવે છે - બાપ ને તો કોઈ જાણતા નથી. મનુષ્ય ગાય છે - હે ભગવાન, હે માતા-પિતા કારણકે ઊંચા માં ઊંચા તો એક હોવા જોઈએ ને? એ છે બધા નાં બાપ, બધા ને સુખ આપવા વાળા. સુખ અને દુઃખ નાં ખેલ ને પણ તમે જાણો છો. મનુષ્ય તો સમજે છે, હમણાં-હમણાં સુખ છે, હમણાં-હમણાં દુઃખ છે. એ નથી સમજતા અડધોકલ્પ સુખ, અડધોકલ્પ દુઃખ છે. સતોપ્રધાન, સતો, રજો, તમો છે ને? શાંતિધામ માં આપણે આત્માઓ છીએ, તો ત્યાં બધા સાચ્ચું સોનું છીએ. એલોય (ખાદ) તેમાં હોઈ ન શકે. ભલે પોત-પોતાનો પાર્ટ ભરેલો છે પરંતુ આત્માઓ બધા પવિત્ર હોય છે. અપવિત્ર આત્મા રહી ન શકે. આ સમયે પછી કોઈ પણ પવિત્ર આત્મા અહીં હોઈ ન શકે. તમે બ્રાહ્મણ કુળભૂષણ પણ પવિત્ર બની રહ્યાં છો. તમે હમણાં પોતાને દેવતા નથી કહી શકતાં. તે છે સંપૂર્ણ નિર્વિકારી. તમને થોડી સંપૂર્ણ નિર્વિકારી કહેવાશે? ભલે કોઈ પણ હોય દેવતાઓ સિવાય બીજા કોઈને કહી ન શકાય. આ વાતો પણ તમે જ સાંભળો છો - જ્ઞાન સાગર નાં મુખ થી. આ પણ જાણો છો જ્ઞાન સાગર એક જ વાર આવે છે. મનુષ્ય તો પુનર્જન્મ લઈ ફરી આવે છે. કોઈ-કોઈ જ્ઞાન સાંભળીને ગયા છે, સંસ્કાર લઈ ગયા છે તો ફરી આવે છે, આવીને સાંભળે છે. સમજો ૬-૮ વર્ષ વાળા હશે તો કોઈ-કોઈ માં સારી સમજ પણ આવી જાય છે. આત્મા તો એ જ છે ને? સાંભળીને તેમને ગમે છે. આત્મા સમજે છે અમને ફરી થી બાપ નું એ જ જ્ઞાન મળી રહ્યું છે. અંદર ખુશી રહે છે, બીજાઓ ને પણ શીખવાડવા લાગી જાય છે. ફુર્ત (જાગૃત) થઈ જાય છે. જેમ લડાઈ વાળા તે સંસ્કાર લઈ જાય છે તો નાનપણ માં જ તે કામ માં ખુશી થી લાગી જાય છે. હવે તમારે તો પુરુષાર્થ કરી નવી દુનિયાનાં માલિક બનવાનું છે. તમે બધા ને સમજાવી શકો છો તથા નવી દુનિયાનાં માલિક બની શકો છો અથવા તો શાંતિધામ નાં માલિક બની શકો છો. શાંતિધામ તમારું ઘર છે - જ્યાંથી તમે અહીં આવ્યાં છો પાર્ટ ભજવવાં. આ પણ કોઈ જાણતા નથી કારણકે આત્મા ની જ ખબર નથી. તમને પણ પહેલાં આ થોડી ખબર હતી કે આપણે નિરાકારી દુનિયા માંથી અહીં આવ્યાં છીએ. આપણે બિંદુ છીએ. સંન્યાસી લોકો ભલે કહે છે ભ્રકુટી ની વચ્ચે આત્મા સ્ટાર (સિતારો) રહે છે છતાં પણ બુદ્ધિ માં મોટું રુપ આવી જાય છે. સાલિગ્રામ કહેવાથી મોટું રુપ સમજી લે છે. આત્મા સાલિગ્રામ છે. યજ્ઞ રચે છે તો તેમાં પણ સાલિગ્રામ મોટા-મોટા બનાવે છે. પૂજા નાં સમયે સાલિગ્રામ મોટું રુપ જ બુદ્ધિ માં રહે છે. બાપ કહે છે આ બધું અજ્ઞાન છે. જ્ઞાન તો હું જ સંભળાવું છું બીજું કોઈ દુનિયાભર માં સંભળાવી ન શકે. આ કોઈ સમજાવતું નથી કે આત્મા પણ બિંદુ છે, પરમાત્મા પણ બિંદુ છે. તે તો અખંડ જ્યોતિ સ્વરુપ બ્રહ્મ કહી દે છે. બ્રહ્મ ને ભગવાન સમજી લે છે અને પછી પોતાને ભગવાન કહી દે છે. કહે છે અમે પાર્ટ ભજવવા માટે નાનાં આત્મા નું રુપ ધરીએ છીએ. પછી મોટી જ્યોતિ માં લીન થઈ જઈએ છીએ. લીન થઈ જાય પછી શું? પાર્ટ પણ લીન થઈ જાય. કેટલું ખોટું થઈ જાય છે?

હવે બાપ આવીને સેકન્ડ માં જીવનમુક્તિ આપે છે પછી અડધાકલ્પ પછી સીડી ઉતરતા જીવનબંધ માં આવીએ છીએ. પછી બાપ આવીને જીવનમુક્ત બનાવે છે, એટલે એમને સર્વ નાં સદ્દગતિ દાતા કહેવાય છે. તો જે પતિત-પાવન બાપ છે એમને જ યાદ કરવાના છે, એમની યાદ થી જ તમે પાવન બનશો. નહીં તો બની નથી શકતાં. ઊંચા માં ઊંચા એક જ બાપ છે. ઘણાં બાળકો સમજે છે અમે સંપૂર્ણ બની ગયાં. અમે કમ્પ્લીટ તૈયાર થઈ ગયાં. એવું સમજી પોતાનાં દિલ ને ખુશ કરી લે છે. આ પણ મિયા મીઠ્ઠું બનવું છે. બાબા કહે છે મીઠાં બાળકો, હજી ખૂબ પુરુષાર્થ કરવાનો છે. પાવન બની જશો તો પછી દુનિયા પણ પાવન જોઈએ. એક તો જઈ ન શકે. કોઈ કેટલાં પણ પ્રયત્ન કરે કે અમે જલ્દી કર્માતીત બની જઈએ-પરંતુ થશે નહીં. રાજધાની સ્થાપન થવાની છે. ભલે કોઈ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ભણવામાં ખૂબ હોશિયાર થઈ જાય છે પરંતુ પરીક્ષા તો સમય પર જ થશે ને? પરીક્ષા તો જલ્દી થઈ ન શકે. આ પણ એવું છે. જ્યારે સમય થશે ત્યારે તમારા ભણતર નું રીઝલ્ટ નીકળશે. કેટલો પણ સારો પુરુષાર્થ હોય, એવું કહી ન શકે - અમે કમ્પ્લીટ તૈયાર છીએ. ના, સોળે કળા સંપૂર્ણ કોઈ આત્મા હમણાં બની ન શકે. ખૂબ પુરુષાર્થ કરવાનો છે. પોતાનાં દિલ ને ફક્ત ખુશ નથી કરવાનું કે અમે સંપૂર્ણ બની ગયાં. ના, સંપૂર્ણ બનવાનું જ છે અંત માં. મિયા મીઠ્ઠું નથી બનવાનું. આ તો આખી રાજધાની સ્થાપન થવાની છે. હા, એટલું સમજે છે બાકી થોડો સમય છે. મૂસળ પણ નીકળી ગયા છે. તેને બનાવવામાં પણ પહેલાં સમય લાગે છે પછી પ્રેક્ટિસ (અભ્યાસ) થઈ જાય છે તો પછી ઝટ બનાવી લે છે. આ પણ બધું ડ્રામા માં નોંધ છે. વિનાશ માટે બોમ્બ બનાવતા રહે છે. ગીતા માં પણ મૂસળ શબ્દ છે. શાસ્ત્રો માં પછી લખી દીધું છે પેટ માંથી લોહુ (લોખંડ) નીકળ્યું, પછી આ થયું? આ બધી જુઠ્ઠી વાતો છે ને? બાપ આવીને સમજાવે છે-તેને જ મિસાઈલ્સ (મુશળ) કહેવાય છે. હવે આ વિનાશ પહેલાં આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાળકો જાણે છે આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં. સાચ્ચું સોનુ હતાં. ભારત ને સાચ્ચો ખંડ કહેવાય છે. હવે જુઠ્ઠખંડ બની ગયો છે. સોનું પણ સાચ્ચું અને જુઠ્ઠું હોય છે ને? હમણાં આપ બાળકો જાણી ગયા છો - બાપ ની મહિમા શું છે? એ મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે, સત્ છે, ચૈતન્ય છે. પહેલાં તો ફક્ત ગાયન કરતા હતાં. હવે તમે સમજો છો કે બાપ બધા ગુણ આપણા માં ભરી રહ્યાં છે. બાપ કહે છે કે પહેલાં-પહેલાં યાદ ની યાત્રા કરો, મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય. મારું નામ જ છે પતિત-પાવન. ગાય પણ છે હે પતિત-પાવન, આવો પરંતુ એ શું આવીને કરશે, એ નથી જાણતાં. એક સીતા તો નહીં હશે. તમે બધા સીતાઓ છો.

બાપ આપ બાળકો ને બેહદ માં લઈ જવા માટે બેહદ ની વાતો સંભળાવે છે. તમે બેહદ ની બુદ્ધિ થી જાણો છો કે મેલ (પુરુષ) અને ફીમેલ (સ્ત્રી) બધા સીતાઓ છે. બધા રાવણ ની કેદ માં છે. બાપ (રામ) આવીને બધા ને રાવણ ની કેદ માંથી કાઢે છે. રાવણ કોઈ મનુષ્ય નથી. આ સમજાવાય છે - દરેક માં ૫ વિકાર છે એટલે રાવણ રાજ્ય કહેવાય છે. નામ જ છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા), તે છે વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા), બંને અલગ-અલગ નામ છે. આ વૈશ્યાલય અને તે છે શિવાલય. નિર્વિકારી દુનિયાનાં આ લક્ષ્મી-નારાયણ માલિક હતાં. એમની આગળ વિકારી મનુષ્ય જઈને માથું નમાવે છે. વિકારી રાજાઓ તે નિર્વિકારી રાજાઓ ની આગળ માથું નમાવે છે. આ પણ તમે જાણો છો. મનુષ્યો ને કલ્પ ની આયુ ની જ ખબર નથી તો સમજી કેવી રીતે શકે કે રાવણ રાજ્ય ક્યારે શરુ થાય છે? અડધું-અડધું હોવું જોઈએ ને? રામરાજ્ય, રાવણરાજ્ય ક્યાર થી શરુ કરે, મૂંઝવણ કરી દીધી છે.

હવે બાપ સમજાવે છે આ ૫ હજાર વર્ષ નું ચક્ર ફરતું રહે છે. હમણાં તમને ખબર પડી છે કે આપણે ૮૪ નો પાર્ટ ભજવીએ છીએ. પછી આપણે જઈએ છીએ ઘરે. સતયુગ ત્રેતા માં પણ પુનર્જન્મ લઈએ છીએ. તે છે રામરાજ્ય પછી રાવણરાજ્ય માં આવવાનું છે. હાર-જીત નો ખેલ છે. તમે જીત મેળવો છો તો સ્વર્ગ નાં માલિક બનો છો. હાર ખાઓ છો તો નર્ક નાં માલિક બનો છો. સ્વર્ગ અલગ છે, કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ પધાર્યાં. હવે તમે થોડી કહેશો કારણકે તમે જાણો છો સ્વર્ગ ક્યારે હશે! તે તો કહી દે છે જ્યોતિ જ્યોત સમાયા અથવા નિર્વાણ ગયાં. તમે કહેશો જ્યોતિ જ્યોત તો કોઈ સમાઈ ન શકે. સર્વ નાં સદ્દગતિ દાતા એક જ ગવાય છે. સ્વર્ગ સતયુગ ને કહેવાય છે. હમણાં છે નર્ક. ભારત ની જ વાત છે. બાકી ઊપર કાંઈ નથી. દેલવાડા મંદિર માં ઉપર સ્વર્ગ દેખાડ્યું છે તો મનુષ્ય સમજે છે બરોબર ઊપર જ સ્વર્ગ છે. અરે ઉપર છત પર મનુષ્ય કેવી રીતે હશે, બુધ્ધુ થયાં ને? હવે તમે ક્લિયર (સ્પષ્ટ) કરીને સમજાવો છો. તમે જાણો છો અહીં જ સ્વર્ગવાસી હતાં, અહીં જ પછી નર્કવાસી બને છે. હવે ફરી સ્વર્ગવાસી બનવાનું છે. આ નોલેજ છે જ નર થી નારાયણ બનવાની. કથા પણ સત્ય નારાયણ બનવાની જ સંભળાવે છે. રામ સીતા ની કથા નથી કહેતાં, આ છે નર થી નારાયણ બનવાની કથા. ઊંચા માં ઊંચું પદ લક્ષ્મી-નારાયણ નું છે. તે (રામ-સીતા) છતાં પણ બે કળા ઓછા થઈ જાય છે. પુરુષાર્થ ઊંચું પદ મેળવવા નો કરાય છે પછી જો નથી કરતા તો જઈને ચંદ્રવંશી બને છે. ભારતવાસી પતિત બને છે તો પોતાનાં ધર્મ ને ભૂલી જાય છે. ક્રિશ્ચન ભલે સતો થી તમોપ્રધાન બને છે છતાં પણ ક્રિશ્ચન સંપ્રદાય નાં તો છે ને? આદિ સનાતન દેવી-દેવતા સંપ્રદાય વાળા તો પોતાને હિન્દુ કહી દે છે. આ પણ નથી સમજતા કે આપણે અસલ દેવી-દેવતા ધર્મ નાં છીએ. વન્ડર છે ને? તમે પૂછો છો હિંદુ ધર્મ કોણે સ્થાપન કર્યો? તો મૂંઝાય જાય છે. દેવતાઓ ની પૂજા કરે છે તો દેવતા ધર્મ નાં થયા ને? પરંતુ સમજતા નથી. આ પણ ડ્રામા માં નોંધ છે. તમારી બુદ્ધિ માં બધી નોલેજ છે. તમે જાણો છો આપણે પહેલાં સૂર્યવંશી હતાં પછી બીજા ધર્મ માં આવીએ છીએ. આપણે પુનર્જન્મ લેતાં આવીએ છીએ. તમારા માં પણ કોઈ યથાર્થ રીતે જાણે છે. સ્કૂલ માં પણ કોઈ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની બુદ્ધિ માં સારી રીતે બેસે છે, કોઈ ની બુદ્ધિ માં ઓછું બેસે છે. અહીં પણ જે નાપાસ થાય છે તેમને ક્ષત્રિય કહેવાય છે. ચંદ્રવંશી માં ચાલ્યાં જાય છે. બે કળા ઓછી થઈ ગઈ ને? સંપૂર્ણ બની ન શકે. તમારી બુદ્ધિ માં હમણાં બેહદ ની હિસ્ટ્રી-જોગ્રોફી છે. તે સ્કૂલ માં તો હદ ની હિસ્ટ્રી-જોગ્રોફી ભણે છે. તે કોઈ મૂળવતન, સૂક્ષ્મવતન ને થોડી જાણે છે? સાધુ-સંત વગેરે કોઈ ની પણ બુદ્ધિ માં નથી. તમારી બુદ્ધિ માં છે - મૂળવતન માં આત્માઓ રહે છે. આ છે સ્થૂળ વતન. તમારી બુદ્ધિ માં બધી નોલેજ છે. આ સ્વદર્શન ચક્રધારી સેના બેઠી છે. આ સેના બાપ ને અને ચક્ર ને યાદ કરે છે. તમારી બુદ્ધિ માં જ્ઞાન છે. બાકી કોઈ હથિયાર વગેરે નથી. જ્ઞાન થી સ્વ નાં દર્શન થયા છે. બાપ, રચયિતા નું અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે. હવે બાપ નું ફરમાન છે કે રચયિતા ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. જેટલાં જે સ્વર્શન ચક્રધારી બને છે, બીજાઓ ને બનાવે છે, જે વધારે સર્વિસ (સેવા) કરે છે તેમને ઊંચું પદ મળશે. આ તો સામાન્ય વાત છે. બાપ ને ભૂલ્યાં જ છે ગીતા માં શ્રીકૃષ્ણ નું નામ લખવાથી. શ્રીકૃષ્ણ ને બધા નાં બાપ નહીં કહેવાશે. વારસો બાપ પાસે થી મળે છે. પતિત-પાવન બાપ ને કહેવાય છે, એ જ્યારે આવે ત્યારે આપણે પાછા શાંતિધામ માં જઈએ. મનુષ્ય મુક્તિ માટે કેટલું માથુ મારે છે? તમે કેટલું સહજ સમજાવો છો! બોલો - પતિત-પાવન બાપ તો પરમાત્મા છે પછી ગંગા માં સ્નાન કરવા કેમ જાઓ છો? ગંગા નાં કાંઠે જઈને બેસે છે કે ત્યાં જ અમે મરીએ. પહેલાં બંગાળ માં જ્યારે કોઈ મરવા પર આવતા તો ગંગા માં જઈને હરીબોલ કરતા હતાં. સમજતા હતાં આ મુક્ત થઈ ગયાં. હવે આત્મા તો નીકળી ગયો. તે તો પવિત્ર બન્યો નથી. આત્મા ને પવિત્ર બનાવવા વાળા બાપ જ છે, એમને જ પોકારે છે. હવે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. બાપ આવીને જૂની દુનિયા ને નવી બનાવે છે. બાકી નવી રચતા નથી. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ માં જે ગુણ છે, તે સ્વયં માં ભરવાનાં છે. પરીક્ષા ની પહેલાં પુરુષાર્થ કરી સ્વયં ને કમ્પ્લીટ પાવન બનાવવાનાં છે, આમાં મિયા મીઠ્ઠું નથી બનવાનું.

2. સ્વદર્શન ચક્રધારી બનવાનું અને બનાવવાનાં છે. બાપ અને ચક્ર ને યાદ કરવાના છે. બેહદ બાપ દ્વારા બેહદ ની વાતો સાંભળી ને પોતાની બુદ્ધિ બેહદ માં રાખવાની છે. હદ માં નથી આવવાનું.

વરદાન :-
સ્વ સ્થિતિ દ્વારા પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરવા વાળા સંગમયુગી વિજયી રત્ન ભવ

પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરવાનું સાધન છે સ્વ-સ્થિતિ. આ દેહ પણ પર છે, સ્વ નથી. સ્વ સ્થિતિ અથવા સ્વધર્મ સદા સુખ નો અનુભવ કરાવે છે અને પ્રકૃતિ-ધર્મ અર્થાત્ પરધર્મ અથવા દેહ ની સ્મૃતિ કોઈ ન કોઈ પ્રકાર નાં દુઃખ નો અનુભવ કરાવે છે. તો જે સદા સ્વ સ્થિતિ માં રહે છે તે સદા સુખ નો અનુભવ કરે છે, એમની પાસે દુઃખ ની લહેર આવી ન શકે. તે સંગમયુગી વિજયી રત્ન બની જાય છે.

સ્લોગન :-
પરિવર્તન શક્તિ દ્વારા વ્યર્થ સંકલ્પો નાં વહાવ નાં ફોર્સ ને સમાપ્ત કરો

અવ્યક્ત ઇશારા - “ કમ્બાઇન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

લોકો કહે છે જ્યાં જોઉં ત્યાં તું હી તું છે અને આપણે કહીએ છીએ અમે જે કરીએ છીએ, જ્યાં જઈએ છે બાપ સાથે જ છે અર્થાત્ તું જ તું છે. જેવી રીતે કર્તવ્ય સાથે છે, એવી રીતે દરેક કર્તવ્ય કરાવવા વાળા પણ સદા સાથે છે. કરનહાર અને કરાવનહાર બંને કમ્બાઈન્ડ છે.