14-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - દેવતા બનવું છે તો અમૃત પીવો અને પીવડાવો , અમૃત પીવા વાળા જ શ્રેષ્ઠાચારી બને છે”

પ્રશ્ન :-
આ સમયે સતયુગી પ્રજા કયા આધાર પર તૈયાર થઈ રહી છે?

ઉત્તર :-
જે આ જ્ઞાન થી પ્રભાવિત થાય છે, ખૂબ સરસ, ખૂબ સરસ કહે છે પરંતુ ભણતર નથી ભણતાં, મહેનત કરી નથી શકતાં, તે પ્રજા બની જાય છે. પ્રભાવિત થવું અર્થાત્ પ્રજા બનવું. સૂર્યવંશી રાજા-રાણી બનવા માટે તો મહેનત જોઈએ. ભણતર પર પૂરું અટેન્શન હોય. યાદ કરતા અને કરાવતા રહે તો ઊંચું પદ મળી શકે છે.

ગીત :-
તૂને રાત ગવાઇ સો કે…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું કે આપણું જીવન હીરા જેવું હતું. હમણાં કોડી જેવું થઈ ગયું છે. આ તો કોમન (સામાન્ય) વાત છે. નાનું બાળક પણ સમજી શકે છે. બાબા ખૂબ સહજ રીતે સમજાવે છે, જે કોઈ નાનું બાળક પણ સમજી શકે. સત્યનારાયણ ની કથા સંભળાવે છે તો નાનાં-નાનાં બાળકો પણ બેસી જાય છે. પરંતુ તે સત્સંગો વગેરે માં જે સંભળાવે છે તે બધી છે કથાઓ. કથા કોઈ જ્ઞાન નથી, બનાવેલી કથાઓ છે. ગીતા ની કથા, રામાયણ ની કથા ભિન્ન-ભિન્ન શાસ્ત્ર છે, જેમની કથાઓ બેસીને સંભળાવે છે. તે બધી છે કથાઓ. કથાઓ થી કોઈ ફાયદો થાય છે શું? આ છે સત્યનારાયણ ની અર્થાત્ નર થી નારાયણ બનવાની સાચ્ચી વાર્તા. આ સાંભળવાથી તમે નર થી નારાયણ બની જશો. આ અમરકથા પણ થઈ. તમે નિમંત્રણ આપો છો કે આવો અમરકથા તમને સંભળાવીએ તો તમે અમરલોક માં ચાલ્યાં જશો. તો પણ કોઈ નથી સમજતું. શાસ્ત્રો ની કથા સાંભળતા આવે છે. મળતું કાંઈ પણ નથી. જશે લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં, ચાલો દર્શન કરીને આવીએ. મહાત્મા નાં દર્શન કરી આવીએ. આ એક રીત-રિવાજ ચાલતાં આવ્યાં છે. ઋષિ-મુનિ વગેરે જે થઈને ને ગયા છે એમને માથું નમાવતા આવ્યાં છે. પૂછો, રચયિતા અને રચના ની કહાણી ની ખબર છે? તો કહેશે ના. હમણાં આપ બાળકો સમજો છો કે આ રચયિતા અને રચના ની કહાણી તો ખૂબ સહજ છે. અલ્ફ અને બે ની કહાણી છે. ભલે પ્રદર્શન માં જે જાય છે તે કહાણી તો ઠીક સાંભળી લે છે પરંતુ પવિત્ર નથી બનતાં. સમજે છે આ વિકારો માં જવાના રીત-રિવાજ પણ અનાદિ છે. મંદિર માં દેવતાઓ ની આગળ જઈને ગાય છે આપ સંપૂર્ણ નિર્વિકારી છો… પછી બહાર આવીને કહે છે વિકાર માં જવું તો અનાદિ છે. આનાં વગર દુનિયા કેવી રીતે ચાલશે? લક્ષ્મી-નારાયણ વગેરે ને પણ તો બાળકો હતાં ને, એવું કહી દે છે તો એવા ને શું કહીએ? મનુષ્ય નું લકબ (પદ) તો આપી ન શકાય. દેવતાઓ પણ મનુષ્ય હતાં, કેટલાં સુખી હતાં - લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં. આપ બાળકો ને બાબા ખૂબ સહજ વાત બતાવે છે, બરોબર અહીં ભારત માં જ સ્વર્ગ હતું. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ચિત્ર પણ છે, આ તો બધા માનશે કે સતયુગ માં આમનું જ રાજ્ય હતું. ત્યાં કોઈ દુઃખી નહોતાં, સંપૂર્ણ નિર્વિકારી હતાં, એમનાં મંદિરો પણ મોટાં-મોટાં બનેલા હતાં. એમને ૫ હજાર વર્ષ થયાં. હમણાં તે નથી. હમણાં તો કળિયુગ નો અંત છે. મનુષ્ય પરસ્પર લડતાં-ઝઘડતાં રહે છે. ભગવાન તો ઉપર જ રહે છે નિર્વાણધામ માં. અસલ માં આપણે આત્માઓ પણ ત્યાં રહીએ છીએ, અહીં પાર્ટ ભજવવા આવીએ છીએ. પહેલાં આપણે લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં હતાં. ત્યાં બહુજ સુખ-આનંદ હતું પછી આપણે ૮૪ જન્મ લેવા પડ્યાં. ગવાય પણ છે ૮૪ નું ચક્ર. આપણે સૂર્યવંશી માં ૧૨૫૦ વર્ષ રાજ્ય કર્યું. ત્યાં અથાહ સુખ હતું, સંપૂર્ણ નિર્વિકારી હતાં, હીરા-ઝવેરાત નાં મહેલ હતાં. આપણે રાજ્ય કર્યુ પછી ૮૪ જન્મો માં આવવું પડે. આ દુનિયા ની હિસ્ટ્રી-જોગ્રાફી નું ચક્ર ફરતું રહે છે. અડધોકલ્પ સુખ હતું. રામરાજ્ય માં હતાં પછી મનુષ્ય ની વૃદ્ધિ થતી ગઈ. સતયુગ માં ૯ લાખ હતાં. સતયુગ અંત માં વૃદ્ધિ થઈને ૯ લાખ થી ૨ કરોડ થઈ ગયાં, પછી ૧૨ જન્મ ત્રેતા માં ખૂબ સુખ-ચેન માં હતાં. એક જ ધર્મ હતો. પછી શું થયું? પછી રાવણ રાજ્ય શરુ થયું. રામરાજ્ય અને રાવણ રાજ્ય જુઓ ખૂબ સહજ રીતે સમજાવું છું. નાનાં-નાનાં બાળકો ને પણ આમ બતાવવું જોઈએ બીજું શું થયું? મોટાં-મોટાં સોના હીરા-ઝવેરાતો નાં મહેલ ધરતીકંપ માં અંદર ચાલ્યાં ગયાં. ભારતવાસીઓ વિકારી બનવાથી જ ધરતીકંપ થયો, પછી રાવણ રાજ્ય શરુ થયું. પવિત્ર થી અપવિત્ર બની ગયાં. કહે પણ છે સોના ની લંકા અંદર ચાલી ગઈ. કાંઈક તો બચ્યું હશે ને, જેનાથી પછી મંદિર વગેરે બનાવ્યાં હશે. ભક્તિમાર્ગ શરુ થયો - મનુષ્ય વિકારી બનવા લાગ્યાં. પછી રાવણ રાજ્ય ચાલ્યું તો આયુષ્ય પણ ઓછું થઈ ગયું. આપણે નિર્વિકારી યોગી થી વિકારી ભોગી બની ગયા, યથા રાજા-રાણી તથા પ્રજા બધા વિકારી બની ગયાં. આ કહાણી કેટલી સહજ છે. નાની-નાની બાળકીઓ પણ આ સંભળાવે તો મોટાં-મોટાં વ્યક્તિઓ નું મોઢું નીચું થઈ જાય. હમણાં બાપ બેસીને સંભળાવે છે, એ જ જ્ઞાન નાં સાગર પતિત-પાવન છે. અચ્છા, દ્વાપર માં ભોગી પતિત બની ગયા પછી બીજા ધર્મ પણ શરુ થતા ગયાં. અમૃત નો જે નશો હતો તે ખલાસ થઈ ગયો. લડાઈ-ઝઘડા થવા લાગ્યાં. દ્વાપર થી લઈને આપણે નીચે ઉતર્યા, કળિયુગ માં આપણે વધારે જ વિકારી બન્યાં. પથ્થર ની મૂર્તિઓ બનાવતા રહ્યાં. હનુમાન, ગણેશ ની… પથ્થર બુદ્ધિ બનવા લાગ્યાં તો પથ્થર ની પૂજા કરવા લાગ્યાં. સમજતા હતાં કે ભગવાન પથ્થર-ઠીક્કર માં છે. એમ કરતાં-કરતાં ભારત ની આ હાલત થઈ ગઈ. હમણાં ફરી બાપ કહે છે વિષ (વિકાર રુપી ઝેર) છોડી અમૃત પી ને પવિત્ર બનો અને પછી રાજાઈ લો. વિષ છોડો તો પછી તમે મનુષ્ય થી દેવતા બની જશો. પરંતુ વિષ છોડતા નથી. વિષ માટે કેટલું મારે, હેરાન કરે છે ત્યારે તો દ્રૌપદીએ પોકાર્યા ને? તમે સમજો છો કે અમૃત પીધાં વગર આપણે દેવતા કેવી રીતે બનીશું? સતયુગ માં તો રાવણ હોતો જ નથી. બાપ કહે છે, જ્યાં સુધી શ્રેષ્ઠાચારી નહીં બનશો, સ્વર્ગ માં નહીં આવી શકો. જે શ્રેષ્ઠાચારી હતાં, તે હવે ભ્રષ્ટાચારી બન્યાં છે. પછી હમણાં અમૃત પી ને શ્રેષ્ઠાચારી બનવાનું છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. શું ગીતા ભૂલી ગયા છો? ગીતા રચી મેં, નામ લખી દીધું કૃષ્ણ નું. આ લક્ષ્મી-નારાયણ ને આ રાજાઈ કોણે આપી? જરુર ભગવાને આપી હશે. આગલા જન્મ માં ભગવાને રાજયોગ શીખવાડયો, નામ પછી નાખ્યું છે કૃષ્ણ નું. સમજાવવા ની પ્રેક્ટિસ કરવી જોઈએ. ખૂબ સહજ કહાણી છે. બાબા ને કેટલો સમય લાગ્યો? અડધા કલાક માં આટલી સહજ વાત પણ સમજી નથી શકતા એટલે બાપ કહે છે ફક્ત એક નાની કહાણી કોઈ ને સમજાવો. હાથ માં ચિત્ર લો. સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય, પછી ત્રેતા માં રામ-સીતા નું રાજ્ય… પછી દ્વાપર માં રાવણ નું રાજ્ય થયું. કેટલી સહજ કહાણી છે. બરોબર આપણે દેવતા હતાં પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યાં. હમણાં પોતાને દેવતા ન સમજવાના કારણે હિન્દુ કહી દે છે. ધર્મ શ્રેષ્ઠ, કર્મ શ્રેષ્ઠ થી ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની ગયા છે. આવું નાની-નાની બાળકીઓ બેસીને ભાષણ કરે તો આખી સભા માં સાંભળો-સાંભળો થઈ જાય.

બાબા બધા સેવાકેન્દ્રો વાળાઓ ને સંભળાવી રહ્યાં છે. હવે આ મોટાં-મોટાં નથી શીખતાં તો નાની-નાની કુમારીઓ ને શીખવાડો. કુમારીઓ નું નામ પણ છે. દિલ્લી-બોમ્બે માં ખૂબ સારી-સારી કુમારીઓ છે. ભણેલી-ગણેલી છે. એમણે તો ઉભા થઈ (બાબા ની સર્વિસ માં લાગી) જવું જોઈએ. કેટલું કામ કરી શકો છો. જો કુમારીઓ ઉભી થઈ જાય તો નામ પ્રસિદ્ધ થઈ જાય. સાહૂકાર ઘર ની જે છે તે મુશ્કેલ હિંમત રાખે છે. સાહૂકારી નો નશો રહે છે. દહેજ વગેરે મળે છે તો બસ. કુમારીઓ લગ્ન કરી કાળું મોઢું કરી દે છે અને બધાની આગળ નમવું પડે છે. તો બાપ કેટલું સહજ સમજાવે છે. પરંતુ પારસબુદ્ધિ બનવાનો વિચાર જ નથી આવતો. જુઓ જે નથી ભણતા તે પણ આજકાલ એમ.પી., એમ.એલ.એ વગેરે બની ગયા છે. ભણતર થી તો શું-શું બની જાય છે. આ ભણતર તો ખૂબ સહજ છે. બીજાઓ ને પણ જઈને શીખવાડવું જોઈએ. પરંતુ શ્રીમત પર નથી ચાલતાં તો ભણતા પણ નથી. ખૂબ સારી-સારી કુમારીઓ છે પરંતુ પોતાનો જ નશો ચઢેલો છે. થોડું કામ કર્યુ તો સમજે છે અમે ખૂબ કામ કર્યુ છે. હજી તો ખૂબ કામ કરવાનું છે. આજકાલ ફેશન માં પણ કુમારીઓ રહે છે. ત્યાં તો નેચરલ શૃંગાર રહે છે. અહીં તો કેટલો આર્ટિફિશિયલ (બનાવટી) શૃંગાર કરે છે. ફક્ત વાળ બનાવવા માં જ કેટલાં પૈસા આપે છે. આ છે માયા નો પામ્પ (ભપકો). ફોલ ઓફ માયા રાવણ રાજ્ય, પછી રાઈઝ ઓફ રામરાજ્ય. હવે રામરાજ્ય સ્થાપન થાય છે. પરંતુ તમે મહેનત તો કરો ને? તમે શું બનશો? જો ભણશો નહીં તો ત્યાં જઈને પાઈ-પૈસા ની પ્રજા બનશો. આજકાલ નાં મોટાં-મોટાં વ્યક્તિ બધા ત્યાંની પ્રજા માં આવી જશે. સાહૂકાર લોકો ફક્ત સારું-સારું કહી પોતાનાં ધંધા માં લાગી જાય છે. ખૂબ સારા પ્રભાવિત થાય છે પછી શું? અંત માં શું થશે? ત્યાં જઈને પ્રજા બનશે. પ્રભાવિત એટલે પ્રજા. જે મહેનત કરે છે તે રામરાજ્ય માં આવી જશે. સમજણ (જ્ઞાન) તો ખૂબ સહજ છે. આ કહાણી નાં નશા માં કોઈ રહે તો બેડો પાર થઈ જાય. આપણે શાંતિધામ માં જઈશું પછી સુખધામ માં આવીશું. બસ, યાદ કરતાં-કરાવતા રહેવાનું છે, ત્યારે જ ઊંચ પદ મેળવશો. અટેન્શન (ધ્યાન) ભણતર પર આપવાનું છે. ચિત્ર હાથ માં હોય. જેમ બાબા જ્યારે લક્ષ્મી-નારાયણ ની પૂજા કરતા હતાં તો ચિત્ર ખિસ્સા માં પડ્યું રહેતું હતું. ચિત્ર નાનાં પણ છે, લૉકેટ માં પણ છે. એનાં પર સમજાવવાનું છે. આ છે બાબા, એમનાં દ્વારા વારસો મળી રહ્યો છે. હવે પવિત્ર બનો, બાપ ને યાદ કરો. કેટલી નોલેજ છે આ મેડલ્સ (બેજ) માં. આમાં બધું જ્ઞાન છે. આનાં પર સમજાવું ખૂબ સહજ છે. સેકન્ડ માં બાપ પાસે થી સ્વર્ગ ની જીવનમુક્તિ નો વારસો. કોઈ પણ સમજાવે તો જીવનમુક્તિ પદ નો અધિકારી બની જાય. બાકી ભણતર અનુસાર ઊંચ પદ મેળવશે. સ્વર્ગ માં તો આવશે ને? અંત માં આવશે તો જરુર ને? વૃદ્ધિ તો થવાની છે. દેવી-દેવતા ધર્મ ઊંચ છે, તે પણ તો બનશે ને? પ્રજા તો લાખો બનશે. સૂર્યવંશી બનવામાં મહેનત છે. સર્વિસ કરવા વાળા જ સારું પદ મેળવશે. એમનું નામ પણ પ્રસિદ્ધ છે - કુમારકા છે, જનક છે સારુ સેન્ટર સંભાળી રહ્યાં છે. કોઈ ખિટપિટ નથી.

બાપ કહે છે ખરાબ ન જુઓ, ખરાબ ન બોલો તો પણ એવી-એવી વાતો કરતા રહે છે. એવા-એવા શું જઈને બનશે. આટલી સહજ સેવા પણ નથી કરતાં. નાની-નાની બાળકીઓ પણ આ સમજાવી શકે છે. સંભળાવી શકે છે. વાનર સેના પણ પ્રસિદ્ધ છે. સીતાઓ જે રાવણ ની જેલ માં ફસાયેલી છે એમને છોડાવવાની છે. કથાઓ તો શું-શું બનાવી દીધી છે. આમ-આમ કોઈ ભાષણ કરે. બાકી ફક્ત કહે છે ફલાણા બહુજ પ્રભાવિત થયાં. પૂછો, તમે શું બનવા ઈચ્છો છો? ફક્ત બીજાઓ ને કહેશે એમનું જ્ઞાન ખૂબ સારું છે. પોતે સમજતા કાંઈ નથી, એનાથી શું ફાયદો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પારસ બુદ્ધિ બનવા માટે ભણતર પર પૂરે-પૂરું ધ્યાન આપવાનું છે. શ્રીમત પર ભણવાનું અને ભણાવવાના છે. હદ ની સાહૂકારી નો નશો વગેરે છોડી આ બેહદ સેવા માં લાગી જવાનું છે.

2. ખરાબ ન સાંભળો, ખરાબ ન જુઓ… કોઈ પણ વ્યર્થ વાતો નથી કરવાની. કોઈ પર પ્રભાવિત નથી થવાનું. બધાને સત્યનારાયણ ની નાનકડી કથા સંભળાવવાની છે.

વરદાન :-
નવાં જીવન ની સ્મૃતિ થી કર્મેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવા વાળા મરજીવા ભવ

જે બાળકો પૂરાં મરજીવા બની ગયા એમને કર્મેન્દ્રિયો નું આકર્ષણ હોઈ નથી શકતું. મરજીવા બન્યાં અર્થાત્ બધી તરફ થી મરી ચૂક્યાં. જૂનું આયુષ્ય સમાપ્ત થયું. જ્યારે નવો જન્મ થયો, તો નવો જન્મ, નવાં જીવન માં કર્મેન્દ્રિયો નાં વશ હોઈ કેવી રીતે શકો? બ્રહ્માકુમાર-કુમારી નાં નવાં જીવન માં કર્મેન્દ્રિઓ નાં વશ થવું શું વસ્તુ હોય છે - આ નોલેજ થી પણ પરે. શુદ્રપણા નાં જરા પણ શ્વાસ અર્થાત્ સંસ્કાર ક્યાંય અટકેલા ન હોય.

સ્લોગન :-
અમૃતવેલાએ દિલ માં પરમાત્મ-સ્નેહ ને સમાવી લો તો કોઈ સ્નેહ આકર્ષિત ન કરી શકે.

અવ્યક્ત ઈશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

સંગઠન માં સફળતા પ્રાપ્ત કરવા માટે સદા નમ્રચિત્ત નાં તખ્ત પર વિરાજમાન રહો. આ જ તખ્ત પર બેસી, જવાબદારી નો તાજ ધારણ કરી ભવિષ્ય ની પદવી બનાવો. તખ્ત પર થી ઉતરવાનું નથી, એનાં પર બેસીને કામ કરો તો સફળતા મળતી રહેશે. આનાં માટે ‘પહેલાં આપ’ નો પાઠ પાક્કો હોય, એનાથી તમારા સંસ્કાર બધાની સાથે સહજ જ મળી જશે.